________________
થી આકાશમાં ગમન કરનાર) ને જોઈ નેહનો વેગ, કન્યાનું મરણ, રૂધિર ઝરતા મસ્તકને ભયંકર દેખાવ તથા પાછળ આવનાર લેકેને ભય એવા અનેક કારણથી હૃદયશૂન્ય થયેલ વ્યાકુળ ચિત્તવાળા ચેરપતિને પિતાના દુકૃત્યનો અંતરમાં અવ્યક્ત પશ્ચાતાપ થયા છતાં આ વિચિત્ર કૃત્યના આવેશમાં તેણે મહાત્માને કહ્યું કે-મારાં દુષ્કૃત્યનો નાશ થાય, સંસારબંધનથી મુક્ત થવાય અને પરમાત્મપદની પ્રાપ્તિ થાય તેવો પવિત્ર ભાવજનિત ધર્મબોધ બતાવે, નહિ તે આ તીક્ષણ ખડગની ધારથી તારું પણ મસ્તક કાપી નાંખીશ.” આ સાંભળી જ્ઞાનના અતિશયથી મુનિએ વિચાર્યું કે-આ જીવાત્મા સ્નેહથી મુગ્ધ અને દુષ્કૃત્યથી વ્યાકુળ બની જવાથી અનુચિત પ્રવૃત્તિ તથા અનુચિત વચનોચ્ચાર કરે છે, છતાં આવા પાપકૃત્યમાં પણ ધર્મભાવના ઉત્પન્ન થઈ છે. જેથી કોઈક પાત્ર આત્મા છે. એમ જાણું વિશેષ બોધ આપીને સમજાવવા જતાં વ્યાકુળ થયેલ આ ચોરપતિ કાંઈ અનુચિત કર્મ કરી બેસશે, તેથી ઉપજામ સર્વ પ્રકારની વૃત્તિઓ, વાસનાઓ અને સંસારમય વિચારોનો અંતરમાં સમાવેશ કરી ભક્તિ, વૈરાગ્ય તથા જ્ઞાનના બળથી તેને લય કરવો. સંવર જગદાકાર વૃત્તિમાંથી વિરક્ત થઈ ૫રમાત્મ સ્વરૂપમય વિચાર, મનન તથા રમણતા કરી નૂતન કર્મબંધનને અભાવ કરે. વિવેક–કષાય વિષયવાસનાદિ દોષોથી મુકત થઈ આવરણ દેજોના ક્ષયથી હેયને વિશુદ્ધ બનાવી સત (આત્મતત્વ) અસત્ (જગદાકારવૃત્તિ-જડત્વ) ને યથાર્થ જાણું અસતથી મુક્ત થઈ સત એવા આત્મવરૂપને જાણવું. ઉપશમ, સંવર અને વિવેક
આ ત્રણજ શબ્દોનો તેને બોધ આપી મુનિ મહાત્મા વિદ્યાના બળથી આકાશગમન કરી ચાલતા થયા. જે પવિત્ર ભૂમિ ઉપર મુનિ ધ્યાનસ્થ હતા, તેજ ભૂમિ ઉપર ઉભા રહી, રૂધિર ઝરતા મસ્તકને પાસે ફેંકી દઈ રૂધિરથી પિતાનું શરીર ખરડાયેલું છે છતાં તેની દરકાર ન કરતાં મુનિએ આપેલ સાધના વિચારમાં તે એકાગ્રતા પૂર્વક લીન બની ગયો. ઉપશમ શું ? સંવર શું ? અને વિવેક શું તેની કેમ પ્રાપ્તિ થાય ? કયા ગુણ પછી કયા ગુણની પ્રાપ્તિ થવાની સંકલના રહી છે, તેમ ત્રણ ગુણ પ્રાપ્ત થવામાં શું શું આવરણો નડે છે? તે તે આવરણને નાશ કેમ થાય છે ? તેને એક પછી એક વિચાર કરતાં તે , આત્મચિંતનમાં એટલા બધા એકાગ્ર અને લીન બની ગયા કે દેહનું ભાનજ
ભૂલાઈ ગયું. બસ એજ કલ્યાણ ભકિત, દર્શન, શ્રવણ, વાંચન, મનન વિગેરે ગમે તે સમ્પ્રવૃત્તિથી કરવાનું એજ છે કે દેહાધ્યાસ, બુદ્ધિ અને જગદાકાર | વૃત્તિને લય થાય. કન્યાની ચોરી કરવાથી–કન્યા પાછળ તેના કુ | ટંબીઓ આવતાં, ભયભીત થતાં કન્યાને મારી નાંખવાથી હાથમાં