________________
૭૬
ટલને દેખાવ દષ્ટિગોચર થાય છે. જ્યાશ્રયમાં વ્યાખ્યાન વખતે પાંચ પચીશ તપસ્વીઓ ગાદલાં પાથરી લાંબી થઈ પડ્યા હોય, કેટલાક હાંફતા હોય, કેટલાકને પંખાઓથી પવન નખાતા હોય, કેટલાકને પગ ચંપી થતી હોય, કેટલાકને સુખડ બરાસના શરીર ના કપાળે વિલેપનો થતાં હોય અને કેટલાક તે હેઈઓ હેઈઓ કરી ઉલટી કરતા હોય–આવી સ્થિતિની પ્રવૃત્તિ-એ સીક હોસ્પીટલનોજ ચિતાર આપે છે. તપસ્યાનાં પ્રભાવથી વેગની શુદ્ધિ તથા શક્તિ-બળ વિશિષ આવવું જોઈએ; તેને ઠેકાણે માનસિક અને શારીરિક શિથિલતાની વૃદ્ધિ થવાથી પથારીમાં સુઈ, પગ ઘસી, મહાકણે દિવસે પૂરા કરવામાં આવે છે. તેમાં પણ કેટલાક તે તપસ્યા પૂર્ણ થયા પહેલાં જ પરલેકે પહોંચી જાય છે. આવી તપસ્યા કરનારાઓને એક મકાનમાં રાખી કોઈપણ માણસને આવવા કે મળવા ન દે, એક નોકર પણ તેમની સેવામાં કામકાજ માટે નરહે, લેકે તરફથી વાહવાહ કે ધન્ય છે, એવી પ્રશંસા સાંભળવાનું ન મળે તો હું નથી ધારતો કે તેઓ ત્રણ દિવસ ઉપર ચોથે દિવસ કહાડે! અર્થાત માનના પિષણથીજ શરીરને ટકાવી દીવસે પૂર્ણ કરે છે. જે માનનું પિષણુ બંધ થાય તો ત્રીજે જ દિવસે મરણ થવાનો વખત આવે. આવી લાંઘણો કરનાર જેનો, સંન્યાસી વિગેરેની તપસ્યા જોઈ હસે છે અને તે મિથ્યાત્વી, અજ્ઞાન તપસ્વી એમ કહે છે, પણ તે કહેનાર બિચારાને ભાન ક્યાં છે કે વિષય, કષાયાદિ દોષો દૂર થયા વિના, વૃત્તિઓનો જય કર્યા વિના અને આત્મસ્વરૂપમાં રમણ કર્યા વિના તમારી તપસ્યા પણ મિયાવરૂપ અજ્ઞાન જનિત જ છે. ઉપાધ્યાય મહારાજ જણાવે છે કે –
દુર્બલ નગ્ન માસ ઉપવાસી, જેમાં માયા રંગ; છે તે તે ગર્ભ અનંતા લેશે, બોલે બીજું અગ.” - માસક્ષમણને પારણે માસક્ષમણના ઉપવાસો કરી, પારણાને દિવસે કદાચ સુકાં પાંદડાં વા અડદના મુઠીભર બકુલા ખાઈને કરોડ વરસ સુધી તપસ્યા કરી, નગ્ન દિગંબરપણે જંગલમાં વિચરી, શરીરને હાડપિંજર બનાવી દે; પણ જે તેના હૃદયમાં માયાનો અંશ રહી જાય તે તે અનંત ભવની વૃદ્ધિ કરે છે. બીજા પણ એક મહાત્મા લખે છે કે – - “ ક્રોધે ફોડ પૂરવતણું, સંયમ ફલ જાય: - ક્રોધ સહિત જે તપ કરે, તે તો લેખે ન થાય;
કડવાં ફેલ છે ક્રોધના. ” લાખ મણ ઘાસની ગંજીમાં અગ્નિને એક કણ પડવાથી બળી જાય