________________
غی
૮-૧૦ વરસના છેકરાં પણ નવકારસી, પારસી, એકાસણા વા ઉપવાસતું પચ્ચખાણુ કરે છે અને ઘણા સ્ત્રી-પુરૂષો ૧-૨-૪-૮-૧૫-૩૦ જેટલા ઉપવાસા પણ કરે છે. ત્યારે તેવા પ્રત્યાખ્યાન કરનારા શ્રેણિક રાજા કરતાં ઉંચા ખરા કે નહીં ? શ્રેણીક જેવા પરમજ્ઞાની રાજા જ્યારે નવકારસીનું પ્રત્યાખ્યાન કરી શકો નહિ ત્યારે એ પ્રત્યાખ્યાનનું સ્વરૂપ કેટલું ગહન તથા અપૂર્વ હશે! નાનાં છેાકરાં તથા સંસાર વાસનામાં લુબ્ધ થયેલ સ્ત્રી-પુરૂષા જે દશા કરી શકે તે શ્રેણિકથી ન બને એમ હાય જ નહિ અને જો હાલ જે પ્રત્યાખ્યાન છેાકરાં કરે છે તે શ્રેણિકથી બન્યું ન હતું એમ કહેશે તેા શ્રેણિક કરતાં આ વ્યવહાર તથા પરમા જ્ઞાનશૂન્ય છેકરાંઓની દશા ઉંચી છે અને જો દશા ઉંચી ન કહા તેા પછી મહાત્મા કબીરદાસજી કહે છે તેમ—“ એ મારગડા જીઆ, કશ્મીર કહે સાહિ મારગડા જીઆ.” એ કાઇ રસ્તાજ ન્યારા અને અલૌકિક છે. ત્રણ કક્કાનું જેને જ્ઞાન નથી એવા મૂર્ખ જીવાની જે બાહ્ય શુષ્ક પ્રવૃત્તિ થાય છે, તેનુ નામ ધર્મ હોય તેા તે ધની કીંમતજ નથી. અમુક ખાવું કે ન ખાવું તેનું નામ ત્રત નથી, પણ ભૃત્તિએથી વિરામ પામવું તેને વ્રત કહે છે. અજ્ઞાનીએ જે પ્રવૃત્તિ કરે છે, તે વ્રત નથી પણ એક જાતની માયા કરી આત્માને ભુલાવા ખવરાવે છે. ચામાસાના ચાર મહિના ભાજીપાલા ન ખાવાની બાધા લઇ ચાર માસ પૂરા થાય એટલે કારતકથી ફાગણુ વા અષાડ સુધી આઠ મહિનામાં શાકમાં ભાજી, દાળમાં ભાજી અને રોટલામાં ભાજી ખાઇ ખાર મહિનાનું સાટું વાળી નાખશે અને ચાર મહિના ચામાસામાં ન ખાવા માટે ૩૨ મહિના ચાલે તેટલી લીલી ભાજી સુકવી તેના માટલાં ભરી કથવાદિક ત્રસ જીવાને વિનાશ કરી મહાપાપની પ્રવૃત્તિ કરશે અને માનશે કે—અમે ચાર મહિના ભાજીપાલા ખાવાના ત્યાગ કર્યાં છે: તે ભાગ નથી પણ તેના પાપી હૃદયના કેવળ પ્રપંચ છે. ૮-૧૦ કે ૧૨ વરસની નાની છેાડીઓને ઉપવાસ કરવાથી તેમના શરીરમાં અનેક રાગા ઉત્પન્ન થાય છે. ગર્ભાશય સંકુચિત બની જવાથી પ્રસુતિ સમયે ભયંકર પીડા વા છેવટે મરણાધીન થાય છે. ગર્ભવતી સ્ત્રીને ઉપવાસ કરવાની કલ્પસૂત્ર વિગેરે શાસ્ત્રામાં સ્પષ્ટ ના કહી છે. છતાં સે...કડા અજ્ઞાન સ્ત્રીએ લાંધણા કરી પરમાત્માની આજ્ઞાને ઉથાપે છે તથા પેાતાના શરીર અને ગર્ભની ખરાખી કરે છે. માટે એકલા આહારનાજ ત્યાગ કરવા તેનું નામ ઉપવાસ નહિ પણ લાંધણુ છે. વિષય, કક્ષાયાદિ દોષોના ત્યાગપૂર્વક આહારના ત્યાગ કરવા તેનેજ ઉપવાસ કહે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ચાર ધમાને અનુક્રમે ન સેવતાં પહેલાં તપ