________________
હમ
પવામાં જ ધર્મ માને છે, તે ખરેખરા અજ્ઞાનતા છે. કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યજી જણાવે છે કે –
" कषायविषयाहार- त्यागो यत्र विधीयते;
उपवासः स विज्ञेयः शेषं लंघनकं विदुः" । ક્રોધ, માન, માયા, લેભ-એ ચાર કષાય તથા પાંચ ઇદ્રિના વિષયે, એ નવ દેષપૂર્વક આહારને ત્યાગ કરે, તે જ તેને ઉપવાસ કહે છે. પણ જે આહારનો ત્યાગ કર્યો હોય અને ચાર કષાય તથા પાંચ વિષય, એ નવ દોષમાંથી એક પણ દોષ અંતરમાં રહ્યો હોય, તો મહાપુરૂષ તેને ઉપવાસ નહિ પણ લાંઘણ કહે છે. વૃત્તિને જય, કષાયતથા વિષયને ઉપશમ વા ક્ષય, અણુમાત્રની ઈચ્છાને ત્યાગ (નિષ્કામતા) અને અંતરની નિર્મળતા, એ ચાર ગુણ સહિત આહારનો ત્યાગ કરે; તે પણ ઉપવાસ તપ છે અને આહારને ગ્રહણ કરે; તે પણ તપ છે. માત્ર ખાવું નહિ-એ તપ નથી, પણ ન ખાવાની સાથે વૃત્તિ સં યમને જ તપ કહે છે. અઠ્ઠમનો તપ કરનાર, દેવતા વા ઈદ્રના આસનને પણ ચલિત કરી તેને વશ કરે છે, વા તેની પ્રસન્નતા મેળવે છે. જ્યારે આજે ૮-૧૦ -૧૫ કે માસ-બે માસના ઉપવાસ કરનાર પોતાના શરીરને, વૃત્તિઓને વા મનને પણ વશ કરી શકતા નથી, તેનું કારણ માત્ર અજ્ઞાનતા જ. એમની તપસ્યા કરનારનું હૃદય ઉપરોક્ત ચાર ગુણસંપન્ન તથા સ્થિર હતું, તેથીજ દેવતાની પ્રીતિને સંપાદન કરી શક્યા હતા, જ્યારે આજે ઘણાખરા તો લેકને દેખાડવા, વાહવાહ કહેવરાવવા, “હું આઠ દશ ઉપવાસ કરીશ તો વરઘોડો ચડશે, મહોત્સવ થશે, લકે પ્રશંસા કરશે, સાંજી ગવાશે, પ્રભાવના થશે, મંડપ બંધાશે, એવી શુદ્ધ મને વાસના મેળવવા એકબીજાની દેખાદેખીથી અને અનાનપણે કરે છે. જેથી આત્મશ્રેય થવાની કે દેવતા વશ કરવાની વાત તે દૂર રહી, પણ બિચારાઓને શરીર વશ કરવાની પણ શક્તિ હોતી નથી. શરીર વશ રાખવા બે ત્રણ નોકરોની જરૂર પડે છે અને ખાટલાવશ થઈ આળેટી આળોટી દિવસો કહાડવા પડે છે. ઉપવાસ કરનારને ખાવાના દિવસ કરતાં ઉપવાસના દિવસમાં નિવૃત્તિ તથા માનસિક બળ વિશેષ રહેવું જોઈએ, તેને સ્થાને આળેટીને દિવસો પુરા કરવા પડે છે. એમાસામાં પર્યુષણના વખતે ઘણા શહેરોમાં તપસ્યા થાય છે. પાલીતાણામાં ૮-૧૦ ઉપવાસ કરવાથી મેક્ષ તરત થાય એવી ભાવનાથી ૧૦–૧૫ કે માસબે માસના ઉપવાસ કરનારા ઘણા ભેગા થાય છે. તે વખતે જુનાગઢ તથા ભાવનગરની માંદાની હેસ્પી