________________
૭૩
થવાના ઉત્કૃષ્ટ માર્ગી છે. માર્ગ સન્મુખ ચાલે તેાજ કાર્ય સાધી શકે છે, પણ માગથી વિમુખ ચાલનાર કાર્યને કદાપિ સાધી શકતા નથી. સંધ્યા-પૂજન તથા યજ્ઞાદિક જે સત્કર્માં પોતાનું તથા જનસમાજનું શ્રેય કરવા માટે હતા, તે સત્કર્મોને પૈસા કમાવી પેટ ભરવા તથા સ્વાર્થ સાધવા માટે કરાવવાથીજ સમાજ તથા દેશની ઉન્નતિના લય થઇ અધાતિ થવા પામી છે. આત્મશ્રેયને માટે કરવાની પ્રવૃત્તિએ પૌલિક સુખને માટે થવાથી સંત્ય તત્ત્વની પ્રાપ્તિ દુર્લભ થઇ પડી છે. પ્રાચીન સમયમાં અદીનપણે સત્પ્રવૃત્તિ કરનારા, નિષ્કામપણે પરાપકાર ભાવનાએ જનસમાજનું શ્રેય કરવું, તેજ પાતાનું શ્રેય બ્રાહ્મણા માનતા હતા અને પાતાને સમાજસેવક ગણુતા હતા, જ્યારે જનસમાજ તેમને ઇષ્ટ, પૂજ્ય, જગતહિતૈષી ગુરૂ તરીકે માનતા હતા. આજે નિષ્કામ જીવનથી ભ્રષ્ટ થઈ પૈસાના માહમાં તથા સાંસારિક સુખામાં આસક્ત થઇ પેટ ભરવા તથા સ્વાર્થ સાધવા બ્રાહ્મા સંધ્યા યજ્ઞાદિક ક્રિયાએ કરી જનસમાજના શ્રેયની ભાવનાને વિસારી મૂકી પોતાના સ્વાર્થની ભાવનાને મુખ્ય કરી દેહાભિમાનપણે ‘ અમે બ્રાહ્મણ છીએ. વળાનાં ત્રાક્ષનો મુ” જગતના ગુરૂ છીએ ’ એમ અહંકાર વૃત્તિને આધીન થઇ પરાણે ગુરૂપણું મનાવવા ગયા, ત્યારે લેાકેા તેમને ભીખારી અને ગરીબ માને છે. એટલું જ નહિ; પણ જેબ્રાહ્મણના ચરણની રજનું કપાળે તિલક કરી લેાકેા પેાતાનું શ્રેય માનતા, તેજ બ્રાહ્મણના વંશજો લેાકાના તિરસ્કાર ખાઈ પગે અથડાતા ક્રે છે. માટેજ મહાત્મા કહે છે કે સદ્ધર્મની પ્રવૃત્તિથી જ સમાજ તથા દેશની ઉન્નતિ છે. વા પાષણથી ઉન્નતિ કદાપિ થવાની નથી.
તપ—
“ તત્ત્વજ્ઞે અનેન કૃતિ તવ ” જેનાથી તપાય તેને તપ કહે છે. અર્થાત્ જે પ્રવૃત્તિથી કાઁવરણા તથા વાસના બળીને ભસ્મીભૂત થાય તેને તપ કહે છે. અત્યારે તે આહારના ત્યાગને જ તપ મનાઇ ગયા છે, જ્યારે શાસ્ત્રકાર તેા જે સાધનથી વ્રુત્તિના જય થતા હોય તેનેજ તપ કહે છે. દશ - ધારી આચાર્ય ભગવાન ઉમાસ્વાતીજી તત્ત્વાર્થસૂત્રમાં જણાવે છે કે ‘રૂપા નિરોષહ્તપ’ ઇચ્છા નામ વૃત્તિએ વા વાસનાના જય કર, પાંચ ઇંદ્રિયાના વિષય લુબ્ધ રહેલી વૃત્તિઓને વશ કરવી, મનને। જય કરવા, પૌદ્ગલિક પદાર્થો પ્રત્યે થતી આસકિતના લય કરવા તેને જ તપ વા ઉપવાસ કહે છે. એક દિવસ વા એ ચાર દિવસ આહારના ત્યાગ કરી, રસના ઇંદ્રિયને વશ કરી હાય, પણ સાંભળવાના, જોવાના, સુધવાના તથા વિષયભોગના પદા
ܙ