________________
સંસ્કારથી વિકારવૃત્તિને ક્ષય વા ઉપશમ થવાથી, તે વૃત્તિથી વિરામ પામવાને દઢ સંકલ્પ પિતાની ઈચ્છા થાય વા સદ્દગુરૂ પાસેથી તે સંકલ્પ ટકાવવાનું વ્રત લે-તેને પ્રતિજ્ઞા કહે છે. છતાં આજે તે ઉપાશ્રયમાં પ્રભુપ્રતિમા સ્થાપી સેંકડે કે હજારેના ટોળાની સમક્ષ ગુરૂમહારાજ પાસે ચોથાવતની બાધા લહી, પ્રભાવના કરી લેકેને બતાવે છે કે અમે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી.’ ઉપાધ્યાય મહારાજ શ્રી યશોવિજયજી લખે છે કે –
“આતમ સાખે ધર્મનું, ત્યાં જનનું શું કામ?
જન મન રંજન ધર્મનું, મૂલ ન એક બદામ. ” - પિતાની વા ગુરૂની સાખે જે ધર્મની પ્રવૃત્તિ થાય છે, તેજ કલ્યાણકારી બને છે. પણ તેને રંજન કરવા તથા માન કે મહત્તા મેળવવા કે ધર્મીપણું બતાવવા જે ધર્મક્રિયાઓ થાય છે, તેની કીંમત કુટી બદામના ફેતરાં જેટલી જ છે. આ પ્રકારે મહાપુરૂષે સ્પષ્ટતાથી સમજાવે છે, છતાં લેકે પિસત્તાથી પ્રવર્તેલી પ્રવૃત્તિને ધર્મ માની સન્માર્ગથી ભ્રષ્ટ બને છે. લોકોને બતાવવા ધર્મકિયા થાય છે, તેથી આત્માનું શ્રેય થતું નથી. બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા પણ કેઈ વિરલ આત્મા વૃત્તિજ્યભાવે કરતે હશે, બાકી ઘણા ખરા તે ફારસ કરવા જેવું વા ધર્મને લજિત કરવા જેવું કરે છે. સાઠ કે સીત્તોર વરસના થાય, ત્યારે બ્રહ્મચર્યની બાધા લેનાર, તે પણ મન કે વચનથી નહિ પણ માત્ર કાયાથી લેનાર ફારસના પાઠ ભજવવા સિવાય બીજું શું કરે છે ? અર્થાત જેને સ્ત્રી ન મળતી હોય તેવા મરી ગઈ હોય, મળતી હોય તો બે ચાર સ્ત્રીઓ સાથે સંસાર સેવી પચાશ, સાઠ કે સીત્તેર વરસ સુધી વિષયના ગુલામ બની પોતાની ના પારકી સ્ત્રી સાથે વિષયમય વૃત્તિથી જીવન વ્યતીત કરી, શરીર તથા ઈદ્રિય શક્તિ લય પામવા જેવું થવાથી વગર બાધાએ પણ હેજે બ્રહ્મચારી થવા જેવું બને છે, છતાં લેકમાં માને કે કીર્તિ મેળવવા પાંચ પચીશ રૂ. ખરચ કરી લેકેની સભા સમક્ષ બુદ્દાબાવા બ્રહ્મચર્યની બાધા તે પણ માત્ર કાયાથી લે છે, મનથી ગમે તેટલી સ્ત્રીઓ તરફ ગમે તેટલી વિકારમય ભાવના થયા કરે, વચનથી સીત્તેર વરસનો મુદ્દો બન્યો હોય છતાં બિભત્સ ગાળો આપે વા વચને બોલે, છતાં તેને છુટ અપાય છે. કાયાની બાધા તેજ બ્રહ્મચર્ય કહી શકાય છે. જ્યારે મહાશાસ્ત્રો તે બતાવે છે કે
• " मन एव मनुष्याणां कारणं बंध मोक्षयोः" બંધ તથા મોક્ષનું કારણ મન છે. પરિણામે જ બંધ થાય છે. છતાં કા