________________
ર્થોિમાં પ્રીતિ કે આસક્તિ હોય તો તેનું નામ તપ નહિ, પણ ભુખ મેરેજ કહી શકાય. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ જણાવે છે કે –
“ ઈચ્છા રેલ્વે સંવરી પરિણતિ સમાગેરે; * તપ તે તેહિજ આતમા, વર્તે નિજ ગુણ ભોગેરે.” - ધન, ધાન્ય, કુટુંબ, પરિવાર વિગેરે પરિગ્રહો તથા હિંસાદિક આરંભ, અસત્રવૃત્તિ, પાપમય ભાવના વિગેરે દેવી જેની વૃત્તિ વિરકત થઈ, જગતના જડ પદાર્થો પ્રત્યેથી પ્રીતિ, મમતા, માયા તથા આસક્તિને નાશ થઈ, પાંચ ઈદ્રિના વિષયથી વિરક્ત થઈ, જગન્મય તથા વૃત્તિઓને રોકી, સાનુકૂળ, પ્રતિકૂળ, સંયોગ, વિયેગ, જન્મ, મરણ, સુખ, દુ:ખ, તિરસ્કાર કે સત્કાર વિગેરે કંઠભાવમાં હર્ષ-શોક ન કરતાં સમપરિણામી થઈ, જગદાકાર વૃત્તિને લય કરી, સમ્યાન દર્શન તથા ચારિત્રમય પિતાના આત્મસ્વરૂપમાં રમણ કરે તેને તપ કહે છે. કેવી અદ્દભુત દશા? આવા અપૂર્વ રહસ્ય ગર્ભિત તપ-ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના ખોરાકને ત્યાગ કરી બે ચાર દિવસ ન ખાવું તેને જ અત્યારે તો તપસ્યા મનાઈ ગઈ છે. વૃત્તિનું યથાર્થ જ્ઞાન થયા વિના તથા વૃત્તિનો ક્ષય કેમ થાય તે સમજ્યા વિના ઉપવાસાદિક વ્રતથી આત્મસાધન થતું નથી, દુધને ત્યાગ કર્યો હોય ત્યારે દહીં ત્રણગણું ખાઈ વા ઘીને ત્યાગ કર્યો હોય ત્યારે તેલ કે દુધ ત્રણગણું ખાઈ “મેં ત્યાગ કર્યો છે” એમ માની બેસે છે, પણ વૃત્તિઓ તેને છેતરે છે, એ વાત અજ્ઞાનપણાને લઈ ખ્યાલમાં આવતી નથી આઠમ કે પાખીને ઉપવાસ કરવો હોય ત્યારે હમેશાં બે ટંક ખાતે હેય તે “આઠમને ઉપવાસ કરે છે એમ જાણું સાતમ તથા તેમના ઘી, દુધ તથા મિષ્ટાન્ન વિગેરે માદક રાક ખુબ ખાઈ, ગળાસુધી પેટ ભરી આઠમને ઉપવાસ કર્યો માને છે, પણ સાતમ તથા તેમના બે દિવસમાં ટંક, ખોરાક તથા ખરચ ચાર દિવસ એટલે કરી વૃત્તિઓને પોષવામાં ધર્મ નથી, પણ અધર્મ છે. વૃત્તિને શેષવામાં ધર્મ છે, પિષવામાં નથી. જેનોમાં જ્યારે ઉપવાસ કરવો હોય, ત્યારે આગલા તથા પાછલા બે દિવસે સ્વાદિષ્ટ ખોરાથી વૃત્તિઓને પોષે છે, ત્યારે વૈષ્ણવોમાં ઉપવાસના દિવસે “મેં ઉપવાસ કર્યો છે' એમ અભિમાન ન આવે તેથી તુલસીપત્રના અગ્રભાગ ઉપર આવે તેટલે અસુમાત્ર ખેરાક (ફરાળ) ખાવાની છુટ પૂર્વાચાર્યોએ આપી હોય તો તે બનવા યોગ્ય છે. પરંતુ શાસ્ત્રકારોના ઉદ્દેશને ભૂલી જઈ, અરે! ઉદ્દેશથી ઉલટા ચાલી ઉપવાસના દિવસે પેંડા, બરફી, રાજગરાને સીરે, દૂધ તથા ફળાદિક ખાઈ, પેટ ભરી ત્રણ દિવસના બેરાકનો ખરચ એક દિવસમાં ઉડાવી વૃત્તિઓને પિ