________________
પ૭ ન થાય ?' તેના ઉત્તરમાં મહાન સમર્થ વિદ્વાન ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા કૃત ૩૫૦ ગાથાના સ્તવનની બીજી ઢાળની સાખ આપી આ વિષયનું સમાધાન કરીશ – ' '
“કઈ કહે જે કીધાં પાતિક, પડીકમતાં છુટી જે
તો મિયાફળ પડિકમણાનું, અપૂર્ણ કરણથી લીજે રે.” શિષ્ય પૂછે છે કે અમે જે જે પાપ કરીએ, તે સાંજ સવારે પડિઝમણું કરતાં પાપથી છુટી જઈએ કે નહિ ?” ગુરૂ ઉત્તર આપે છે –“ના, ન છુટાય.’ હું ગમે તેટલાં પાપકૃત્ય કરું અને તે પડિક્કમણું કરતાં છુટી જશે–એવી ઈ
છાજનક ભાવનાએ પાપકૃત્ય કરનાર હજારે વખત પડિઝમણું કરતાં છતાં પણ છુટ નથી. પડિક્કમણું–એ અનિચ્છાએ (અજાણપણે) થઈ ગયેલ પાપની આલોયણું વા અતિચાર છે. અજ્ઞાનપણે પાપકૃત્ય થઈ ગયું હોય તે તેને માટે પડિઝમણું–તે પાપની નિવૃત્તિ કરવા સાધનભૂત છે, પણ જાણું જોઈ પાપકૃત્ય કરનારને અનાચાર કહ્યો છે, તેને માટે આલેયણાને પણ અભાવ થાય છે. માટે ઉપાધ્યાય મહારાજ કહે છે કે-પડિક્કમણું કરવાથી પાપ છૂટી જશે, એવી ભાવનાથી જાણી જોઈ પાપ કરનારને પ્રતિક્રમણનું ફળ મિથ્યા (નિરર્થક) થાય છે. કોઈ પણ પાપ વા પુન્યની પ્રવૃત્તિ કરવાથી શુભાશુભ બંધ પડતો નથી, પણ પરિણામથી જ શુભાશુભ બંધ પડે છે. કહ્યું છે કે
મન gવ મનુષ્ય શરણં વંધમોરચો ” મનુષ્યને બંધ તથા મેક્ષનું કારણ મન છે. “પરિણામે બંધ'-એ વાયથી પણ સિદ્ધ થાય છે કે કોઈ પણ કૃતિથી પાપબંધ વા પુન્યબંધ પડતો નથી, પણ મનના જેવા અધ્યવસાય (પરિણામ) હોય તે બંધ પડે છે, તેથી જેમ પાપકૃત્ય કરતાં પણ મનના જે મલીન ભાવ હોય તેજ પાંપબધ પડે છે. અર્થાત કાયાથી વા વચનથી પાપકૃત્ય કરતી વખતે મનની પણ દુષ્ટ ભાવના હાય તેમજ ત્રણે યોગની સ્થિરતાથી દઢપણે પાપબંધ પડે છે. તેમ પાપની નિવૃત્તિ કરવા માટે પ્રતિક્રમણ કરતી વખતે પણ જે મન, વચન અને કાયાના ત્રણે ગની સ્થિરતા હોય તોજ પાપની નિવૃત્તિ થઈ મનની નિર્મળતા થવા રૂપ ખરું પ્રતિક્રમણ થાય છે. પ્રતિક્રમણ કરવાથી પાપની નિવૃત્તિ થાય છે. પણું પ્રતિક્રમણના પાઠ બોલવાથી પાપની નિવૃત્તિ કદાપિ થતી જ નથી. પ્રતિક્રમણ કરતી વખતે કાયાની પણ સ્થિરતા ન હોય તેમજ મનની પણ સ્થિરતા