________________
આ ઉત્તમ શિક્ષણ આપી તેના જીવનને ઘડવું જોઈએ, તેવી જ રીતે નાની બાલિકાઓને પણ વિનય, માબાપની ભક્તિ, ગૃહિણુના ધર્મો, સાસુ સસરા વિગેરે વડીલોની સેવા, કુટુંબપ્રેમ, પતિધર્મ, શીયળ, પ્રજાપષણ તથા પ્રજા શિક્ષણના ધર્મો, આરોગ્ય જીવન, વિશુદ્ધ પ્રેમ, દંપતીજીવન, માનસિક, શારીરિક તથા આત્મિક શક્તિને વિકાસ-વિગેરે ઉત્તમ ગુણોનું શિક્ષણ પ્રથમ મળવું જોઈએ. આજકાલ ઘણે ભાગે એ શિક્ષણનો લેપ જ થતું જોવામાં આવે છે. પાંચ વરસના બાળક ઉપર દશ મણ ઘીને ડબો ભરી મૂકવાથી તે ચગદાઈ જશે અને ઘી ઢોળાઈ જશે, તેમ નાના બાળકને નૈતિક તથા વ્યાવહારિક શિક્ષણ આપ્યા વિના ઉપાશ્રયમાં બેસારી, પ્રતિક્રમણના પાઠ ભણાવી મહાન ભાર મૂકી દેવાથી બાળકની અધોગતિ થાય છે અને પ્રતિક્રમણાદિક ક્રિયાઓ શુકતાને પામી નિરર્થક થઈ જાય છે. નાની બાળાઓને નૈતિક શિક્ષણ આપ્યા વિના, પ્રથમ કર્તવ્યજ્ઞાન બતાવ્યા વિના ઉપલા કર્તવ્યના પ્રતિક્રમણાદિકના માત્ર શબ્દપાઠ ભણાવી ઘણું ખરી સાધ્વીઓ તથા આર્થીઓએ પતિવ્રતાધમની પાળ કહાડી નાખી છે. નૈતિક જીવન તથા સતીધર્મને લુંટી લઈ તેમના ગૃહસ્થાશ્રમને સ્મશાનવત્ બનાવી દીધું છે. એમ નિઃશંકતાથી પ્રતિપાદન કરી શકું છું. ઘરમાં કોઈ માંદું હોય, કુટુંબીઓને ખવરાવનાર કે ન હોય તે ભલે દુઃખે વા ભુખે મરી જાય, પણ મારે તે પ્રતિક્રમણ કરવા જવું જોઈએ. પોતાના પતિએ ખાધું હોય વા ન ખાધું હોય, પણ પોતે પેટ ભરી પતિને માટે જેમ ભીખારીને માટે અલગ કહાડી રાખે તેમ વાસણમાં અલગ કહાડી, પતિ વ્યાપાર-પ્રવૃત્તિના પરિશ્રમથી થાકી ઘેર આવશે, માટે મારે પ્રથમ તેમની સેવા કરવી જોઈએ-એવી ભાવના તરફ તદન લક્ષ્ય કે દરકાર રાખ્યા વિના, પતિ ખાય કે ચાહે તે ખાડામાં પડે, પણ મારે પ્રતિક્રમણ કરવાનું મોડું થઈ જાયએવા લક્ષ્યથી ઉપાશ્રયમાં ધર્મ માનનારી અજ્ઞાન સ્ત્રીઓએ જ ધર્મને કલંકિત કરી નાખ્યો છે. દરેક ધર્મશાસ્ત્રમાં કહ્યું છે કે–સ્ત્રીઓએ પિતાના પતિને દેવ.
પ્રભુ સમાન માનવો જોઈએ, તેની સેવા તથા તેની આજ્ઞાએ વર્તવું-એ પ્રથમ ફરજ છે. સ્ત્રી માને પુરૂષ ગમે તે હે, પણ જેનામાં ભેગની સ્થિરતા, વૃત્તિ સંયમ, વિષય-કવાયની ક્ષીણતા, હાર્દિક નિમળતા, સંતભક્તિ અને બીજા જીવાત્માઓ પ્રત્યે પ્રીતિ તથા કરૂણાની લાગણી નથી, તે મનુષ્ય બાહ્ય ક્રિયાઓ કરે છે, તે પિતાને ધર્મ કહેવરાવવા વા પિતાના અનાચારાદિ દેજોને ગોપવવા જ કરે છે. આત્માથી છવ હોય, તેને તેવી શુષ્ક ક્રિયાઓમાં ધર્મમાન્યતા કે મહત્તા જણાય જ નહિ. ખોટા ગુલાબના પુષ્પ બહારથી સુંદર