________________
થાય છે. તેમ પ્રતિક્રમણરૂપ દુધપાકથી અંતરાત્માની પુષ્ટિ વધે છે. પગની સ્થિરતા, તથા વિશુદ્ધિપૂર્વક અને મહાવીરદેવે કહેલ વિધિ, ઉપયોગ, વિવેક, વિચાર, વિજ્ઞાન, આશા તથા શ્રદ્ધાપૂર્વક પ્રતિકમણું કરવાથી આત્માની શુદ્ધિ થાય છે, અને મેક્ષ દશાને મેળવી શકાય છે. પણ તે પ્રતિક્રમણરૂપ દુધપાકમાં વિષય, કષાય, નિંદા, વિકથા, અસત્ય, અનીતિ, છળ, પ્રપંચ, ઈર્ષ્યા, મેહ, મમતા, વિગેરે દેષરૂપ ઝેર પડી જવાથી અજ્ઞાન તથા દેષપૂર્વક બે ઘડી પ્રતિક્રમણને પાઠ બોલી તેને ધર્મ માની અવિધિ અને અજ્ઞાનપૂર્વક પ્રતિક્રમણ કરવાથી આત્માનો ઘાત અને સંસારની વૃદ્ધિ થાય છે. અહીં કોઈ પ્રશ્ન કરશે કે- વિધિ ને વિચારપૂર્વક આવી રીતે કરવું, ને આમ ન કરવું, શુદ્ધ કરવું-એ પ્રકારનું બહુ ડહાપણ ડોળતાં અને પ્રતિક્રમણના પાઠે સ્પષ્ટ તથા શુદ્ધ શીખતાં, તેમજ વિધિ, જતના, પ્રહા વિગેરેનું જ્ઞાન મેળવતાં તો પાંચ દશ વરસ ચાલ્યા જાય વા એવા મેટા વાળને વધારવાથી લેકે કંટાળીને ઉપાશ્રય વા દેરાસરમાં પણ ન આવે તે પછી - કરવું કેમ ? જેમ ચાલતું હોય તેમ ચાલવા દેવાથી અવિધિ, અશુહ તથા અજ્ઞાનપણે કરવાથી કાંઈ પણ લાભ થાય કે નહિ?
- “ વિધિ જતાં કલિયુગમાં હવે, તીરથને ઉચછેદ - જેમ ચાલે તેમ ચલવે જઈએ, એહ ધરે મતિ ભેદ રે.”
વિધિ વિગેરે પ્રમાણે કરવાનું કલિયુગમાં કઠિન છે. માટે જેમ ચાલતું હેય, તેમ ચાલવા દેવાથી લાભ ન થાય તેના ઉત્તરમાં તેજ ગાથા પછીની ગાથામાં લખે છે કે –
એમ ભાખી જે મારગ લેપે, સૂત્ર ક્રિયા સવિ પીસી;
આચરણ શુદ્ધિ આચરીએ, જોઈએ જોગની વસી.” - ખોટા રૂપીઆ હજાર હેય, તે પણ તેની કીમત નથી, તેમજ પકડાતાં રાજ્યથી દંડાય છે, તેમ અશુદ્ધ, અજ્ઞાન તથા અવિવેકપૂર્વક હજારે સામાયિક પ્રતિક્રમણવિગેરે ખોટી ક્રિયાઓ કરનાર પરમાત્માની સજાને પામે છે અને આત્મહિત કરી શકતું નથી. તેના કરતાં એક સત્યક્રિયા કરનાર પરમાત્માના સ્વરૂપને મેળવી શકે છે. તેથી ઉપાધ્યાય મહારાજે કહ્યું છે કે–વિધિ, વિવેક, શ્રદ્ધા વિગેરે જોતાં વખત ઘણે જાય, લેકે થોડા આવે વા આવતા બંધ થાય, માટે અજ્ઞાનપણે જેમ ચાલતું હોય તેમ ચાલવા ઘો –એવું કહેનારા મહાવીરદેવે કહેલાં સૂત્રો તથા તેમાં જણાવેલી ક્રિયાને પીસી નાખે છે. સૂત્રમાં કહેલી ક્રિયા