________________
આહારનો ત્યાગ કરી, શરીરની મૂચ્છો ત્યાગ કરી, મન, વચન અને કાયાના ત્રણે વેગથી બ્રહ્મચર્ય પાળી, સાંસારિક સર્વ વૃત્તિઓને ત્રણે યોગથી ત્યાગ કરી, આત્મભાવના ભાવતાં આત્મજ્ઞાનને પિષણ આપે અર્થાત્ તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ કરે તેને પૌષધ કહે છે. પૌષધ કરનાર ચાર વા આઠ પહેર સુધી સાધુતુલ્ય ગણાય છે. પૌષધમાં નિદા, વિકથા, નિદ્રા વિગેરે દેષોની પ્રતિજ્ઞા લઈ તેવી પ્રવૃત્તિ કરે તે મહા પાતક લાગે છે. આજના કેટલાક અજ્ઞાની આત્માઓ એક શેર સાકર માટે વા જમવા માટે આખો દિવસ કામ કરી, સાંજના પૌષધ લેવાને પાઠ ઉચ્ચારી સમી સાંજના જ સુઈ રહે છે. ઘેર હોય ત્યારે વ્યાપારાદિકની પ્રવૃત્તિમાં રખડતાં રાતના બાર વાગ્યા સુધી બિચારાઓને સુવાનો વખત ન આવે, જ્યારે પૌષધમાં સમીસાંજે સુઈ રહે છે. નાના છોકરાં જેમને દુનીયાનું પણ ભાન ન હોય, તેવાઓ દિવસના ખાઈ માત્ર રાતના ચાર પહોર ઉપાશ્રયમાં સુઈ રહે છતાં માને કે અમે પૌષધ કરેલ છે. વળી કેટલાક ધર્મગુરૂઓ પણ શાસ્ત્રવિરૂદ્ધ અધમ પ્રવૃત્તિને અનુમોદન આપે છે. ભોળા લેકેને સમજાવે છે કે-હશે ભાઈ! એટલે વખત તે સંવરમાં રહે છે. સંવરની વખાર જાણે ઉપાશ્રય જ હોય નહિ? સંવરના મંત્રાટી આવા ધર્મગુરૂઓ જ હોય નહિ કે જેમની પાસે રાતે પડી રહે તે સંવર થાય! ખરેખર! આનું નામ જ અજ્ઞાનતા છે. સમ્યક્ પ્રકારે વૃત્તિને જય કરવાથી અંતરમાં સંવર પ્રગટ થાય છે. ઉપાશ્રયમાં સંવરની વખાર હોતી નથી. તૃષાતુર માણસ સ્વચ્છ જળ ન મળે તે ઝેરમિશ્રિત વા ગટરના જળનું પાન કરવાથી કદાપિ સંતષિત નહિ થાય. તેવા મલીન જળ પીવા કરતાં મરણને વધારે ઈચ્છશે, તેમ આત્માર્થી જીવો પિતાના શ્રેયને માટે અવિધિ, અજ્ઞાન તથા અસરિયાઓથી પોતાનું શ્રેય કદાપિ માનશે નહિ અને એમ માનશે તો તેવી ક્રિયાઓથી શ્રેય થાય પણ નહિ. જેમાં આઠમ પાખીના દિવસે પૌષધ કરવામાં આવે છે. પૌષધ જેવી પવિત્ર ધર્મક્રિયા કરનારને કઈ કરે રૂપીઆ, છ ખંડનું અરે ! ત્રણ ભુવનનું રાજ્ય આપવા તૈયાર થાય; તે પણ તેને લાત મારી, પૌગલિક સુખની ઇચ્છાને ત્યાગ કરી નિષ્કામપણે કરવાથી જ આત્મશ્રેય થાય છે એમ માનશે. આવી ઉત્તમ ક્રિયાઓ શેર સાકરના લેભની ખાતર એવા એક ટંકના મિષ્ટાન્નના લેભની ખાતર કરે તે ક્રિયાને વેચનારસકામ ભાવનાએ સ્વાર્થી જીવાત્માઓથી ધર્મની ખરાબી થાય છે, અને પિતાના જીવનની અધોગતિ થાય છે. લાડવાના મેહમાં મુગ્ધ થયેલ બ્રાહ્મણથી બ્રહ્મતેજ (તત્વજ્ઞાન) દેશમાંથી લય પામ્યું છે, તેમ ખાવાના લાભની ખાતર ધર્મક્રિયાઓ