________________
ધ્યાન કરવા માટે પ્રભુપૂજા–એ સાધછે. પ્રભુ પ્રતિમા પાસે નમસ્કાર તથા સ્તવના અને પ્રભુની પૂજા કરી આસનસ્થિરતા, દૃષ્ટિસ્થિરતા તથા માનસિક સ્થિરતા કરી પ્રભુના આત્મિક ગુણને અંતરમાં પ્રગટ કરવાથી હૃદય પવિત્ર થાય તેને પૂજા કહે છે. સ્થિરતા વિનાનું પૂજન અંતર પવિત્ર કરનાર થઈ શકતું નથી. મંદિરમાં જઈ ધમાધમ કરતાં પ્રતિમાને પાંચ પચીશ તિલક કરવાનું નામ પૂજા નથી પણ પ્રવૃત્તિ છે. ગેસાંઈજીના મંદિરમાં દર્શન વખતે સ્ત્રી-પુરૂ
ની ગિરદી તથા પરસ્પર સંઘર્ષણ જોઈ જેને હસે છે–તેને અનુચિત માને છે, તેજ જેને મધ્યસ્થપણે ઘડીભર વિચાર કરે તે શત્ર જ્ય (પાલીતાણાના પહાડ) ના મુખ્ય મંદિરમાં પૂજા વખતે પચીશ પચાશ માણસો એકજ પ્રતિમા પાસે દડાદોડ કરવાથી એક બીજાના શરીર ઘસાય, સ્ત્રી-પુરૂષની એક બીજામાં અથડામણ થાય, વખતસર પ્રભુના ઉપર પણ પડી જાય તે વખતે તથા દેરાસરમાં દર્શન વખતે હજારોની ભીડ થાય, ત્યારે ગોસાંઈજીના મંદિરને તાદશ ચિતાર સિદ્ધ થાય છે. પૂજનક્રિયા–એ માનસિક સ્થિરતા તથા પવિત્રતા માટે હતી, તેને મજશેખ તથા શૃંગાર વૃદ્ધિના કારણોથી ઇંદ્રિય પિષણમાં પૂજનક્રિયાને સમાવેશ થઈ ગયો છે, દેરાસર તથા પ્રભુ પ્રતિમાઓ માત્ર ભક્તિ અને આત્મિક બળ ઉત્પન્ન કરવા માટે, હતાં, તે આરંભ, સમારંભ તથા ઉપાધિ માટે થઈ પડ્યાં છે. થોડા વખત ઉપર પંડિતજી બેચરદાસજીએ શાસ્ત્રીય તથા ઐતિહાસિક પૂરાવાથી સિદ્ધ કર્યું છે કે અગાઉના વખતમાં દેરાસર જગલમાં ઉઘાડા કમાડના અને જોખમ વિનાનાં હતાં, જેથી ગમે ત્યારે ગમે તે જીવાત્મા પ્રભુપ્રતિમા સામે ધ્યાન કરી, પૂજન કરી આત્મિક શક્તિને વિકસિત કરી શકો. આજે તો દેરાસરે તે મેટી વખાર તથા બેંકના જેવાં થઈ પડયાં છે. લાખો રૂા. દેરાસરમાં એકઠા કરી તેને વેપાર ચલાવે છે. મીલના કારખાના ચાલે ત્યાં દેવદ્રવ્યથી પાપ લાગી જતું નથી, પણ તે પૈસાથી યુનીવર્સિટી સ્થાપવા, કોલેજ,હાઈસ્કૂલ કે હેસ્પીટલ ઉત્પન્ન કરવા વા હુન્નરશાળામાં ખરચવા કોશીષ થાય તો અરરરર! ગજબ થાય ! દેવદ્રવ્યના પૈસાથી આવાં કાર્યો કરવામાં પાપ નડે, એ ભય રાખનારા પાપમાં જ પોતાની જીંદગીને વ્યય કરે છે. રાજ્ય ચલાવનાર રાજા, પ્રજા ઉપર રેવન્યુટેલ, ઇન્કમટેક્ષ વિગેરે કર નાખી લાખો રૂા. એકઠા કરી પિતાના તથા કુટુંબના મોજશેખમાં ઉડાવે છે, તેમ હાલ કંચન કામિનીના મેહમાં લપટાયેલા ગે સાંઈજી વિગેરે ધર્મગુરૂઓ કદાચ દેવના નામે લાખ રૂ. મેળવી તેની ઉપર તાગડધિન્ના કરે તે તો ઠીક છે. કે તે સંસારી છે,