________________
પટ
ન હોય તેા મન, વચન અને કાયાના ત્રણે યાગની સ્થિરતા અપૂર્ણ હાવાથી પ્રતિક્રમણનુ ફળ મિથ્યા થાય છે. તેજ ઢાળની ગાથામાં કહે છે કે—
.
મિથ્યા ક્રુડ દેષ્ઠ આવશ્યક સાખે તે
પાતિક, તે ભાવે જે સેવે; પરગટ, માયા મેાષને સેવે.
,,
"
ઉપાધ્યાય મહારાજ શ્રી આવશ્યક સૂત્રની સાખ આપી જણાવે છે કેપ્રતિક્રમણુ કરતી વખતે જે જે પાપની આલાયણા (પ્રાયશ્ચિત) લઇ ભૂતકાળના પાપ નાશ થાઓ ' એવી ક્ષમા માગી ભવિષ્યમાં તે પાપ ન કરવાની પ્રતિજ્ઞા લઇ તે તે પાપકૃત્ય જો કરીને કરે તેા તે માયા અને મૃષા–એમ બેવડા પાપને ઉપાર્જન કરે છે, અર્થાત્ ડબલ પાપ બાંધે છે; ત્યારે પ્રતિક્રમણ એટલે શું ? એવા શિષ્યના પ્રશ્નનું સમાધાન ત્રીજી ગાથાથી કરે છે—
66
મૂળ પદે પડિક્કમણું ભાખ્યું, પાપતણુ અણુ કરવુ, રશકિત ભાવતણે અભ્યાસે, તેજસ અથે' વરવું રે.
""
વસ્તુત્વે તા સર્વ પાપની સર્વથા નિવૃત્તિ કરવી તેનું નામ પ્રતિક્રમણ છે. પણુ કદાચ પૂર્વ પ્રારબ્ધ કર્મના ઉદયથી સર્વથા પાપની નિવૃત્તિ ન થઈ શકે તા દિન પ્રતિદિન પાપને ઓછું કરતાં કરતાં સર્વથા પાપકૃત્યથી મુકતથઈ, મિથ્યાત્વ, માહ, કષાય તથા વિષયાદિ દોષોના નાશ કરી, નિરાવરણુ બની આત્યાની વિશુદ્ધિ કરી પરમપદને પામે તેને જ્ઞાનીએ પ્રતિક્રમણ કહે છે. આવું પ્રતિક્રમણ ખાટુ' છે, એમ તેા કાઈ દુર્લભ એધી અધમાત્માજ કહે. જેના હૃદયમાં જરા પણ વિચાર શકિત ઉદ્દભવી હોય તે આવા પવિત્ર ધર્મ તે અસત્ય કહેજ નહિ. માટે પ્રતિક્રમણ ખાટું છે ? ન કરવું ? એવા પ્રશ્નો પૂછવા એજ અજ્ઞાનતા છે.
દુધપાક જેને પ્રિય હાય, શરીરને પુષ્ટિકર્તા હાય તો તેને દિવસમાં દશ વખત ખાય તે પણ ક્રાણુ ના કહે છે ? પણ તેજ દુધપાકમાં જો ઝેર પડી ગયું હાય તો તે દુધપાક ખાવાથી મરણ થાય છે, તે ન ખાવા માટે ક્રાઇ હિતેચ્છુ જણાવે તેા સમજવું કે તે દુધપાકને ખરાબ કહેતા નથી પણ વિષમિશ્રિત દુધપાકને ખરાબ કહે છે. તેથી તેવા ઝેરી દુધપાક ખાવાથી મરણ થાય છે. તેમાંથી વિષ કહાડી નાંખી નિષિ દુધપાક ખાવાથીજ શરીરની પુષ્ટિ થાય છે તેમજ જેનામાં તે માદક ખારાક પચાવવાની શકિત ન હોય તેવા બાલકને તેવા સ્વાષ્ટિ દુધપાક ખવરાવવાથી તેને અજીર્ણ થઇ તેના શરીરના બાત કરે છે માટે જેને પચે તેને નિષિ દુધપાક ખવરાવવાથી જ શરીરની પુષ્ટિ