________________
- જેમ એક “મિતે થી સામાયિક કરવું કે ત્રણ કરેમિભતેના પાબેલી સામાયિક કરવું-એ મિથ્યા આગ્રહ છે. જ્ઞાનીઓ તે કહે છે કે-સમભાવ દશા થાય તેમ સામયિક કરવું. પછી એકથી કરે કે ચાહે તે બારથી કરે, પણ સમભાવદશા થશે ત્યારે સામાયિક સાચું કહેવાશે. તેમ અંતર વિશુદ્ધ થાય તો જ પ્રતિક્રમણ કર્યું કહેવાશે. અહા ! અજ્ઞાનતા તે જુઓ ! પર્યુષણમાં સંવત્સરી પ્રતિક્રમણ કરી જેને સાધુ તથા શ્રાવકે પોતાના સગાં, નેહી કે સંબંધી, પરિચયી વા કુટુંબી વિગેરેને અન્યોન્ય ક્ષમાપનાના પત્રો લખી હજાર રૂા. નું પાણી કરે છે, આનું નામ તે અજ્ઞાન અનીતિની કમાણીને અધર્મના માર્ગે વ્યય થાય–તે આ ઉપરથી સિદ્ધ થાય છે. ક્ષમાપના કોની ? જેની સાથે વૈર થયું હોય તેની કે જેની સાથે સનેહ હોય તેની ? જેની સાથે વૈર હશે તે કદાચ પ્રતિક્રમણ કરતી વખતે ખાસ પાસે બેઠો હશે, તો પણ ખમાવશે નહિ. કદાચ ખમાવશે તે ઘણે ભાગે શબ્દથી, અંતરમાં તો ઈ ભરીજ હશે, અથવા તે ઘડીભર પછી થશે. અને જેની સાથે સ્નેહ, પરિચય, પ્રીતિ અને રાગ છે, તેની સાથે ક્ષમાપનાના પત્રો લખી હજારો રૂ. નું નુકશાન કરે છે, અને તે પણ દર વરસે. કહે ! બાળકોની રમત અને હાલના કહેવાતા નામધારી જૈનેની કહેવાતી પ્રતિક્રમણાદિક ક્રિયાઓમાં કાંઈ ફેર છે ? નહિ, પ્રતિક્રમણ કરતાં તો બાળકની રમત કેટલેક દરજે સારી છે. કારણ કે રમતમાં તેઓ વૈર-વિરોધ કરતા નથી. કદાચ થાય તો ભૂલી જઈ ઘડીભરમાં સાથે રમે છે, પ્રતિજ્ઞા લઈ ભંગ કરતા નથી. અને આ તે પરમાત્માની સામે પ્રતિજ્ઞા લઈ ભંગ કરનાર અધર્મ કે અનીતિના માર્ગે ચાલતાં છતાં “અમે કરીએ છીએ” એ બેટ અભિમાન રાખનાર, પાઠ, તિથિ તથા વિધિની ભિન્નતામાં ધર્મની ભિન્નતા માની પર્વના દિવસે ધર્મના કથાનકેમાં ધર્મના નામે કલેશે કષાય વધારનારા, એક બીજાની નિંદા કરનારા મહાપાપી અને સન્માર્ગના ઘાતક છે. પ્રભુની સાખે પ્રતિજ્ઞા લઈ પાપમાં પ્રવૃત્તિ કરનારા ચોખા દીવાળીઆના ધંધાને ધર્મ માની બેઠા છે, હમેશાં પાપ કરવું અને હમેશાં માફી માગવી–એ કેવળ મૂર્ખતા શિવાય બીજું કાંઈ છે જ નહિ, કોઈ માણસ તમાચો મારતો જાય અને મારી માગતે જાય, ઘડી ઘડી તેમ કરે, તે તેની ઉપર તે માણસ પ્રસન્ન થતો નથી, તેમ પરમાત્માની સાખે રેજ પાપની માફી લેતે જાય, પાપ ન કરવાની પ્રતિજ્ઞા કરતો જાય અને રોજ પ્રતિજ્ઞાન ભંગ કરી પાપ કરતો જાય, તે પરમામા પણ પ્રસન્ન થાયજ ક્યાંથી ? ન જ થાય. અહીં કોઈ પ્રશ્ન કરશે કે– ત્યારે શું પ્રતિકમણ ખોટું વા ન કરવું ? પ્રતિક્રમણ કરતાં પાપને નાશ શું