________________
ન થઈ શક્તી હેય તે પછી સૂત્રમાં પ્રરૂપવાની જરૂર શી હતી માટે કાલ ! સંધયણનું બેટું બહાનું બતાવી અવિધિ, અજ્ઞાન તથા અવિવેકપૂર્વક સામાયિક પ્રતિક્રમણદિ ક્રિયા કરનાર તથા ચારિત્ર પાળનાર પોતાના દે તથા શિથિલતાને ગોપવવા મંદબુદ્ધિવાળા ભોળા લેકેને ખોટી પ્રવૃત્તિઓમાં ધર્મ મનાવી અવળે માર્ગે ચલાવી તેમને પરમાર્થ માર્ગથી વિમુખ રાખે છે અને પોતે પણ વિમુખ રહી, સહર્મથી ભ્રષ્ટ થઈ સંસારમાં રખડે છે. આવી અમૂલ્ય તત્ત્વજ્ઞાનમય સક્રિયાઓ કરતાં છતાં જીવાત્માઓની અંતરશુદ્ધિ તથા આત્મિક ઉન્નતિ થતી જણાતી નથી, તેનું કારણ ઉપર જણાવી ગયો છું કે, બાલકને દુધપાક ખવરાવવાથી અપચો થઈ અજીર્ણ થવાથી મરણદશાને પામે છે. તેમ પ્રથમ ગુણસ્થાનકની દશા પામ્યા વિના પ્રતિક્રમણ શું? તેનું યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના પાંચમા ગુણસ્થાનકની મહા ક્રિયાઓ નાના બાળકોને કરાવવાથી માનસિક અજીર્ણ થઈ આંતરિક જીવનની અધોગતિ થાય છે. અર્થાત આગળ જણાવ્યા પ્રમાણે કક્કાવલી તથા આંક શીખ્યા પછી જ ચોપડીઓનું શિક્ષણ સફળ થાય છે. તેમ નાના બાળકોને પ્રથમ નૈતિક તથા વ્યાવહારિક શિક્ષણ મળવું જોઈએ. સ્ટીમર અને કેપ્ટન બને ઉત્તમ અને મજબુત હોય તો સાસુકુલ પવનના યોગે પેસીંજરને સુખેથી સમુદ્ર પાર પહોંચાડી શકે છે. તેમ સં. સાર-યાત્રા માટે કન્યાઓ તે સ્ટીમર છે અને પુરૂષ એ કેપ્ટન છે, તે બંને પોતપોતાના ધર્મથી ઉત્તમ બન્યા હશે, તે સદ્દજ્ઞાન અને સત્સંસ્કારથી પિતાના શરીરજન્ય પુત્ર-પુત્રીરૂપ પેસીંજરોને સંસાર-સાગરથી પાર ઉતારશે અને પિોતે પણ તરી જશે. માટે પ્રથમ છોકરાને નીતિ, સત્ય, પરોપકાર, દયા, નેહ, ઐક્યતા, મા-બાપને વિનય, કુટુંબ પ્રેમ, દેશસેવા, સમાજભક્તિ, ઉત્સાહ, બ્રહ્મચર્ય, વિશુદ્ધ પ્રેમ, દંપતીધર્મ, ગૃહવ્યવહાર, પુરૂષકર્તવ્ય, દેવ, ગુરૂ તથા ધર્મની સાચી ભક્તિ, વિનય, વિવેક, ધૈર્ય, ઉદારતા વિગેરે ઉત્તમ ગુણોનું જ શિક્ષણ મળવું જોઈએ. આવા આત્મિક ગુણેથી જેનું હૃદય પવિત્ર બન્યું છે, તે જીવાત્માઓને કદાચ ભેગ–કમને ઉદય હશે, તે પણ આત્મજાગ્રતીના ઉપગ બળથી અર્થ તથા કામનું સેવન નિલેષપણે કરવાથી અંતે મેક્ષદશાને પામી શકશે. અનીતિ, અસત્ય, કષાય, વિષયાદિ દેને નાશ થયા વિના માર્ગો નુસારી તથા સમ્યક્ત્વ પણ કહેવાય નહિ, તે પછી શ્રાવક તે કહી શકાય જ ક્યાંથી ? શ્રદ્ધા અને વિવેકપૂર્વક સક્રિયા તથા સદાચાર સેવે તેનેજ શ્રાવક કહી શકાય તે વિના નામધારી શ્રાવક નહીં પણ સાવજ જેવી પ્રવૃત્તિઓ કરી અમૂલ્ય માનવદેહ નિરર્થક ગુમાવે છે. જેવી રીતે નાના છોકરાને પ્રથમ