________________
અત્યારે એક જ વખત મુનિને આહાર આપનાર સુતાર–એ ત્રણેની એક સરખી દશા ? ત્રણેને એકજ સમયે કાળ ત્રણેની દેવલોકમાં તથા મેક્ષમાં પણ સાથેજ ગતિ ? ક્યાં ઉત્કૃષ્ટ ચારિત્ર પાળનાર મુનિ ? ક્યાં જંગલમાં જડપણે જીવન ગાળનાર હરણ અને કયાં જડમતિ સુતાર ? છતાં જે દશા મુનિએ અનેક કષ્ટ વેઠી જીદગીભર ચારિત્ર પાળીને મેળવી, તે દશા હરણ અને સુતારે એક ક્ષણવારમાં મેળવી. આનું કારણ? ત્રણેમાં એવો તે ક સરખા ગુણ ઉત્પન્ન થયે કે ત્રણેની સરખી ગતિ અને સમાન દશા? મુનિ, સુતાર તથા હરણમાં એક ગુણ ઉત્કૃષ્ટપણે એકસરખો એ હતો કે–દાન આપવા તથા લેવાના સમયે ત્રણેની આત્મિક વૃત્તિ અંતરપણાને પામી દેહાધ્યાસ બુદ્ધિ અને જગદાકાર-વૃત્તિને અત્યંત નાશ થયે હતો. ઘણા વખતના તપસ્વી મહાત્માને આહાર શોધી આપવાની ભક્તિમાં ઉત્કૃષ્ટપણે હરણનું ચિત્ત પ્રસન્ન થવાથી આહાર આપનાર સુતારની ભક્તિનું અનુમોદન કરતાં મુનિ પ્રત્યેની ગુરૂભક્તિમાં એકાગ્રપણે–સ્થિરપણને પામતાં “આ વૃક્ષ ઉપરથી ડાળ પડશે અને અમે કચરાઈ જશે' એ દેહભાવ જ ન હોવાથી મુનિભક્તિમાં પોતાનું દેહલક્ય ભૂલાઈ ગયું. પોતાના પેટપેષણ જેટલું લાવેલ અન્ન, તે મુનિને જોઈ આપવાને તૈયાર થયો. વનમાં રખડવાની તથા લાકડા કાપવાની મહેનત કરતાં મધ્યાન્હ સમય થતાં મને ખાવાનું જશે” એવું લક્ષ્ય ભૂલી જઈ “મુનિને આહાર આપી દઈશ, તો પછી હું શું ખાઈશ? મહેનતથી પરિશ્રમિત અને ક્ષુધાતુર થયેલ હું આહાર વિના ઘેર કેમ પહોંચી શકીશ ?” એ વિકલ્પ ન કરતાં સંસ્કાર-બળથી મુનિને દેખતાં જ તેના અંતરમાં પ્રીતિ અને પ્રસન્નતા પ્રગટ થતાં, ત્વરાથી ઝાડ ઉપરથી નીચે ઉતરી મુનિના ચરણમાં નમસ્કાર કરી પોતાની પાસે ખાવાનું હતું તે બધું આપી દીધું. ભિક્ષા આપતી વખતે ભક્તિ તથા ચિત્તની પ્રસન્નતા ઉત્કૃષ્ટપણે પ્રગટ થયેલ હોવાથી આ ઝાડની ડાળ પડશે, તો મારૂં મરણ થશે’ એવી દેહમૂચ્છ તથા બાહ્યદષ્ટિને વિકલ્પ પણ ન થતાં એકાગ્રભાવમાં લીન થતાં દેહાધ્યાસબુદ્ધિ તથા જગદાકાર-વૃત્તિનો નાશ થવાથી આત્મસિદ્ધિ મેળવી શક્યો.
જંગલમાં રહેનાર પશુની પણ આવી ગુરૂભક્તિ જોઈ તેનું શ્રેય કરવાની ભાવનામાં તથા આ સુતાર કે જે ગામમાંથી કેટલે દૂર વનમાં રખડી લાકડાં કાપતાં મહેનતથી થાકી ગયો છે, સુધાથી અશક્ત થઈ ગયો છે, છતાં ગુરૂભક્તિમાં પોતાનું શું થશે–તેનો અણુમાત્ર પણ વિચાર ન કરતાં પિતાને આ હાર મને આપે છે. આવા સરસ્વભાવી અને ગુરૂપ્રેમી આત્માનું કલ્યાણ કેમ