________________
૩૭
નિષ્કામ ભાવનાજ હતી. તેથી એક જ વખતના અલ્પ દાનથી પણ અનંત ભવભ્રમણથી મુકત થઈ એક ભવે જ પરમપદ (મોક્ષ) ની દશાને પામી શક્યા. દાનાદિક સાધનોથી સપુરૂષની ભકિત કરવી એ આત્મિક દશાનું ઉત્તમ કારણું છે. તનની, મનની, વિત્તની અને પ્રણિપત્તિ એમ ચાર પ્રકારે સત્પક્ષની સેવા થાય છે. ચાર પ્રકારમાં પણ સર્વોતમ સેવા ધર્મ ચતુર્થ પ્રણિપત્તિમાં જ રહેલ છે. પ્રણિપત્તિને લઈ ત્રણેની સાર્થકતા છે. પ્રણિપત્તિ વિના ત્રણે સેવાઓ નિખુલપણને પામે છે. તનની-શારીરિક ભકિત, શરીર સાધનથી સંપુરૂષની વિયાદિ ભકિત કરવી તે, મનની-માનસિક ભક્તિ, તન, ધન, કુટુંબાદિ માયિક પદાર્થો કરતાં પુરૂષ પ્રત્યે તથા તેમના સંધ પ્રત્યે અધિકતર પ્રીતિ–પ્રસજતા-ઉલ્લાસવૃત્તિ રહે તે, વિત્તની–આર્થિક ભકિત, સત્ય તથા નીતિની કમાણીથી નિષ્કામ પણે ગુરૂની સેવામાં વસ્ત્ર, પાત્ર, આહાર, વસતિ વિગેરે તથા પ્રભુની સેવા-ભકિતમાં પઈસાને વ્યય તે, પ્રણિપતિ-આજ્ઞા, પુરૂષની જેવી આજ્ઞા હેય તેજ પ્રમાણે વર્તન કરે. પિતાની વૃત્તિને અનુસરતી આજ્ઞા ઉઠાવે તેનું નામ આજ્ઞા–ધર્મ નથી, પણ વૃતિપોષણ રૂપ છંદતા છે. પુરૂષની જેવી આજ્ઞા હોય તે પ્રમાણે આજ્ઞાકારે વૃત્તિને રાખે તેજ આત્મશ્રેયનું કારણ છે. હેય, રેય અને ઉપાદેય એ ત્રણ તત્ત્વો છે. ત્યાગવા લાયક પદાર્થો તથા પ્રવૃત્તિઓ શું છે ? જાણવા લાયક શું છે? તેમજ આદરવા લાયક શું છે? તે માત્ર શબ્દાર્થ પણે જાણવાથી વા બોલવાથી તત્વની પ્રાપ્તિ થતી નથી. આદરવા લાયક તો પ્રત્યે ઉદાસીનતા ( ઉપેક્ષા ) હોય અને ત્યાગવા લાયક જે દોષો કહ્યા હોય, તે દોષોમાં જ જીવન વ્યતીત થતું હોય, છતાં પામર આત્માએ કહે છે કે “અમોને તત્વનું જ્ઞાન છે” એ કેટલી બધી અજ્ઞાનતા છે ? અગ્નિને અડવાથી બળીએ છીએ એવી દ્રઢ પ્રતીતિ છે તો રવનાંતરે પણ વિકલ્પ થતું નથી કે અગ્નિને અડવાથી બળશું એ વાત સાચી હશે. કે કેમ ? માટે અગ્નિને અડી જેઉ–એવી અમાત્ર પણ કલ્પના થતી નથી. તેમ વિષય, કષાય તથા રાગદ્વેષાદિક શત્રએ આત્માને ઘાત કરનાર છે, એમ જે યથાર્થ રીતે જાણ્યું હોય, તે તેવા દોષ તરફ સ્વપ્નાંતરે પણ વૃત્તિ દોરાય નહિ, તેને તત્ત્વજ્ઞાન કહે છે. તેનું નામ સાચી શ્રદ્ધા છે. મહાસતી સીતાજીએ અગ્નિમાં પ્રવેશ કરતી વખતે એ વિકલ્પ કર્યો હોત કે–“આ જાજ્વલ્યમાન અગ્નિમાં પડતા વખતસર બળી જઇશ તો ?” એવો વિકલ્પ થયો હેત તો અવશ્ય બળીને ભસ્મીભૂત થઈ જાત. તેમ કેટલાક સંપ્રદાય મેહથી મતિહીન થયેલ, સત્ય તત્ત્વને ન જાણનાર અજ્ઞાની છો કહે છે કે-“શાસ્ત્રની