________________
કરું ?” એવી કરૂણામાં નિષ્કામ ભક્તિ કરનારા પવિત્ર ભકતો તરફ કરૂણામાં એકાગ્ર થતાં આત્મભાવમાં સ્થિર થવાથી “આ ઝાડની ડાળ નીચે તુટી ૫ડતાં મારૂં મરણ થશે.” એ લક્ષ્મ લય પામી જતાં દેહાધ્યાસ-બુદ્ધિને નાશ થઈ ગયે. એમ ત્રણેની એકાગ્રતા અને અંતરસ્થિરતા એક સરખી થઈ જવાથી સમાન દશા અને સમાન ગતિને પામ્યા.
ગમે તે સાધનથી ગમે તે કારણે કરીને કરવાનું એક જ એ છે કે-અ- - નાદિ કાળથી દેહભાવ થઈ ગયો છે. દેહ–તે જ હું મનાયું છે, પાંચ ઇંદ્રિયોના વિષયમાં ચિત્તવૃત્તિઓ રમી રહી છે, બાહ્યભાવ અને બાહ્યદૃષ્ટિમાં જ તલ્લીનતા થઈ ગઈ છે. અંતરજીવન શું ? આત્મજાગ્રતી કેમ થાય છે તેનું ભાન ભૂલી જઈ જગતના વિવિધ પદાર્થો, સ્ત્રી, ધન, કુટુંબાદિક પ્રત્યે મમત્વભાવના, તીવ્ર આસક્તિ અને તદાકારવૃત્તિ રમી રહી છે, તેવા પદાર્થોને મેળવવા તથા ભોગવવામાં જીવન વ્યતીત થયા કરે છે. તેના સંગે હર્ષ અને વિયોગે ખેદ થયા કરે છે. એ બધી પ્રવૃત્તિને દેહાધ્યાસ તથા જગદાકાર વૃત્તિ કહે છે, તેને નાશ થાય. એજ આત્માનું પરમ કલ્યાણ છે. અર્થાત દેહાધ્યાસ–બુદ્ધિ તથા જગદાકાર-વૃત્તિ ભૂલી જઈ અંતરભાવમાં આત્મજાગ્રતિ તથા તત્ત્વરમણતા થાય એ જ કલ્યાણ છે. પુરૂષની સેવા–ભક્તિથી આત્મજાગ્રતી ત્વરાથી થાય છે, જેથી સુપાત્રદાનની મહત્તા જપી છે. એ ભક્તાત્મા સુતારના દષ્ટાંતથી સમજી શકાશે કે તેના ચિત્તની ઉત્કટતા અને પ્રસન્નતા કેવી હતી. સામાન્ય રીતે પણ મુનિ મહાત્માને જોઈ ચિત્ત રાજી થાય છે પણ તેને પ્રસન્નતા કહેતા નથી. પરંતુ ગુરૂ સમાગમથી તેની ભકિતમાં સર્વભાવ વિલીનતાને પામી એવી એકાગ્રતા થાય કે-તે સમયે પોતે કયાં છે ? જગત શું છે? શું છે? તેનું લક્ષ્ય જ ન રહે. પરમાત્માની પૂજામાં તિલક કરતી વખતે પોતે રાજી તે હોય, પણ તે સમયે કોઈ તેની વીંટી કે કેડ ઉપર રહેલ કંદરામાં હાથ નાખે અથવા તે મછર કે કીડી ચટકે મારે ત્યાં જ પૂજાનું લક્ષ્ય ભૂલાઈ જઈ ચમકી જાય; અર્થાત દેહ તરફ લક્ષ્ય જાય ત્યાં પ્રસન્નતા કહી શકાય નહીં, પરંતુ ગુરૂભક્તિમાં સમસ્ત વિશ્વભાવ તથા વિશ્વાકાર વૃત્તિને નાશ થઈ એકાગ્રપણે રહે–તેને ચિત્ત પ્રસન્નતા કહે છે. તેવી પ્રસન્નતા ઉત્કટ્ટપણે હતી, તેમજ વિત્ત પણ પોતે મજુરી કરી ઉપાર્જેલ સાચી કમાણીનું હતું, કુડ-કપટ તથા અનીતિ રહિત હતું અને પાત્ર પણ ઉપર જણાવ્યા પ્રમાણે સત (આત્મ-સ્વરૂપોની પ્રાપ્તિ થયેલ, પરમજ્ઞાની, સર્વોત્તમ, પુરૂષ હતા. દાન આવામાં કઈ જાતની સાંસારિક સુખેચ્છા રાખવામાં આવી ન હતી, પણ