________________
૩૮
""
,
વાતમાં આપણને ખબર ન પડે, 'કેવળી ભગવંત જાણે, આપણે શું જાણીએ ભગવાને કહ્યું તે સાચુ, ” જીએ, મુગ્ધ લોકાની કેવી પામર લીલ? વળી જાણે. કેવળ શું જાશે ? હવે તેમને જાણવાનુ બાકી કઇ રહ્યું છે? નહિ જ. તે તા સર્વજ્ઞ ભગવાન સર્વ જાણી ચુકયા છે, શાસ્ત્ર કેવલીને જાણવાને માટે નથી, પણ આપણને જાણવાને માટે છે. માટે ‘કેવળી જાણે ' એવું કહેનારા મૂર્ખ લેકા પોતાના દોષના બચાવ કરી છટકવા પામે છે. અલબત્ત, જે વાત સર્વજ્ઞ ભગવાન વિના ખીજાથી જાણી શકાતી જ ન હોય, તેવી વાત જાણવાનુ જો કેવળીને ભળાવતા હોય, તા તે ઉચિત છે, પણ જો પોતે જરાક બળ કરે, સામેા પુરુષા કરે, તા પાતે જાણી શકે અને યુદ્ધિગમ્ય થઇ શકે, તેવી વાતમાં પણ વળી જાણે ? તારૂં આત્મકલ્યાણ કેવળીના જાણુવાથી થશે કે તારા જાણવાથી ? ધ્રુવળીના જાણવાથી ખીજા જીવાનુ કલ્યાણ થતું હાય, તેા ખીજાઓને ધર્મધ્યાન કરવાની માથાકુટ શા માટે કરવી પડે? માટે પોતે જાણવાને શક્તિમાન થશે, સત્ય જાણવાને પુરૂષાર્થ ફારવશે અને આત્મબળને જાગ્રત કરશે, ત્યારે જ પેાતાનું શ્રેય થશે. આપણને જાણવા માટેજ જ્ઞાનીઓએ શાસ્ત્રો લખ્યાં છે. સતી સ્ત્રી પાતાના પતિના નામે અગ્નિને શીતળ, ઝેરને અમૃત કરી પી જાય અને સર્પને ફુલોની માળા બનાવે, ત્યારે પરમાત્માનું ભજન, સ્મરણુ કે પૂજન કરનાર સર્પને દશ હાથ છેટે દેખતાં જ ભયભીત થઇ · હાય મને કરડશે તેા ?' એવી શંકાથી ભાગતા કરે, તેમાં પ્રભુના વચન ઉપર શ્રદ્ધા ક્યાં રહી? પ્રભુએ કહ્યું તે પ્રમાણે વર્તનારને પ્રભુના વચન ઉપર શ્રદ્ધા છે, પણ ‘ પ્રભુએ કહ્યુ તે સાચુ‘’ એમ ફોનાગ્રાફની માફક ખેલનારનુ કલ્યાણ થતું હાય, તા તેટલા શબ્દો ફોનાગ્રાફમાં ઉતારીએ, એટલે તે પણ ખેલ્યા કરે છે, માટે તેને પણ મેાક્ષ થવા જોઇએ. અર્થાત્ ખેલનારને શ્રદ્ધા છે—એમ કહી શકાય નહિ. ‘ પ્રભુએ કહ્યું તે સાચું’ એમ તેા બધા મેલે છે. દિગ ખરા, શ્વેતાંબરા, સ્થાનકવાસી, ગચ્છ, મત કે દનવાળા બધા કહે છે કે પ્રભુ કહે તે સાચું.' પણ પ્રભુ શુ? તેણે શું કહ્યું છે ? તેને યથાર્થ સમજી ત્યાગવા યોગ્ય કષાયાદિ દોષોના ત્યાગ કરવા, આદરવા યાગ્ય સમ્યગ્નાન, દર્શન અને ચારિત્રમાં જ રમણ કરે અને જાણવા યેાગ્ય સમસ્ત વિશ્વના ભાવને સમપરિણામે નિલે પપણે ઉપયાગપૂર્વક જાણે તે તત્ત્વ ઓળખાણ તથા સાચી શ્રદ્ઘા કહેવાય છે. તેવી સાચી શ્રદ્ધાપૂર્વક સત્પુરૂષે જે પ્રમાણે આત્મશ્રેય થવાની અને કાઁવરણા છેડવાની આજ્ઞા કરી હાય, તેજ પ્રમાણે વર્તે—તેને પ્રણિપત્તિ આના વા સેવા કહી છે, સત્પુરૂષ તથા સેવાના સ્વરૂપને યથાર્થ ઓળખવાથી સેવા