________________
કરવા માટે કર્મગ્રંથના અભ્યાસની આવશ્યકતા હતી. કર્મ ગ્રંથ ભણતાં છતાં કર્મબંધનને નાશ ન થયો તો તે આત્મા શબ્દશિક્ષણનો જ અભ્યાસ કરે છે. તેવા શબ્દશિક્ષણને અભ્યાસ નવ પૂર્વ સુધી ભણ્યા છતાં આત્મશ્રેય ન થયું, તો પછી બે ચાર પ્રતિક્રમણ, પ્રકરણ કે કર્મગ્રંથ વા સૂત્રના પુસ્તકો ભણી જવાથી કલ્યાણ ક્યાંથી થાય ? ન જ થાય. શબ્દશિક્ષણને જેમ ધર્મશિક્ષણ મનાયું છે, તેમ બાહ્ય શુષ્ક ક્રિયાઓને ધમક્રિયાઓ માની બેઠા છે, તેથી આના કરતાં આગળ હજી અધિક કરવાનું છે એમ તેમને ભાન થતું જ નથી અને સાધનમાં સાધ્યતા, કારણમાં કાર્ય માની સન્માર્ગના સ્વરૂપને સમજી કે પામી શકતા નથી.
પ્રતિક્રમણ - પ્રતિમતતિ પ્રતિક્રમ” જે સમયે પ્રતિક્રમણ કરવા બેસીએ, તે સમયે પહેલાથી આખા દિવસ, માસ, વરસ, જન્મ કે જન્માંતરના પાપને
સ્મૃતિમાં લાવી તેનાથી મુક્ત થવું અર્થાત્ પાપથી નિવૃત્ત થવું–તેને પ્રતિક્રમણ કહે છે. પ્રતિક્રમણ એક સવાર સંથા સાંજની જેનોની સંધ્યાક્રિયા છે. તેને આવશ્યક (અવશ્ય કરવા લાયક ) ક્રિયા કહે છે. તેના છ પાર્ટસ્ (ભાગ) છે. સામાયિક, વીસથે, વાંદણુ, પ્રતિકમણ, કાઉસગ્ગ અને પશ્ચvખાણ. સામાયિક સંબંધી વર્ણન આગલા સામાયિક પ્રકરણમાં આવી ગયું છે, જેથી અહીં પુનઃ લખવાની આવશ્યકતા નથી. ચોવીસ–વીશ તીર્થ કરેની સ્તવના, વાંદણ-ગુરૂભક્તિ વા ગુરૂસ્તવના, પ્રતિક્રમણ–પાપની યાદી અને તેનાથી નિવૃત્ત થવું, કાઉસગ્ગ–કાયોત્સર્ગ કાયા પ્રત્યેનો મેહ ઓછો કરી, દેહમૂચ્છથી નિવૃત્ત થઈ યોગસંયમ કરવો, પચ્ચખાણ–પ્રત્યાખ્યાન પ્રતિજ્ઞા કરવી, ભૂત સમયના થયેલ પાપને સ્મૃતિમાં લાવી તે તે પાપનું પ્રાયશ્ચિત (દંડ) થઈ, ભવિષ્યમાં પાપ ન કરવાની પ્રતિજ્ઞા કરવી--તેને પ્રત્યાખ્યાન કહે છે. સામાયિકમાં આત્મચિંતનની મુખ્યતા રહે છે અને પ્રતિક્રમણમાં ચિંતન તથા તેની નિવૃત્તિની મુખ્યતા રહે છે. જેનોના પ્રતિક્રમણમાં વૃત્તિનું જ્ઞાન, દેહધ્યાસ બુદ્ધિનો નાશ, પરમાત્મા તથા સદ્દગુરૂની ભક્તિ, પિતાના દોષો જોઈ તેનાથી નિવૃત્ત થવાના ઉપાયે, પ્રભુસ્મરણ, સ્વરૂપચિંતન અને દેષ ન કર વાની પ્રતિજ્ઞા વિગેરે કેવા અપૂર્વ ગુણ તથા અદ્દભૂત સ્વરૂપ રહ્યું છે. સમભાવ દશા મેળવ્યા વિના હજારો સામાયિક કરી જવાથી જેમ સામાયિક નિષ્ફળતાને પામે છે, તેમ પાપથી નિવૃત્ત થયા વિના અને ભવિ