________________
સફવ્યવહાર કારણ વિગેરે રહે છે. પણ હાથી, ઘડામાં મેહિત થવાની જેમ સામાયિકાદિ સાધને–તેજ સદાચાર છે, તે જ ધર્મ છે–એમ માની તેમજ કલ્યાણની માન્યતા કરી અટકી પડે, તે સદ્દગુણ તથા સન્માગથી ભ્રષ્ટ રહે છે. જેમ એક માણસને ઘેર પહોંચવાનું છે, ઘેર જવું એ નિશ્ચય (કાર્યો છે, ગમનક્રિયા (ચાલવું) કરવી તે કારણ, સાધન કે વ્યવહાર છે, પણ જે દિશામાં ઘર છે, તે દિશાને લક્ષ્યમાં રાખી ઘર ભણી ચાલે તો જ તે કહી શકાય, પરંતુ પૂર્વ દિશામાં ઘર હોય અને પશ્ચિમ દિશામાં ચાલે છે તે ચલનક્રિયા થઈ. ચાલવાનું કારણ સેવવામાં આવ્યું પણ કાર્ય વિમુખ કારણસેવનથી જ્ઞાનીઓ તેને વ્યવહાર નહિ પણ વ્યવહારાભાસ (મિથ્યા પ્રવૃત્તિ) કહે છે. તેમ સાધ્યના લક્ષ્યપૂર્વક સાધન ન સેવતાં સાધનમાં જ ધર્મ મનાઈ જવાથી તે વ્યવહારઆભાસ રૂપે પરિણમી નિષ્ફળતાને પામે છે.
આજકાલ જૈનમાં સામાયિકાદિની સ્થિતિ પણ લક્ષ્મ વિનાના બાણના જેવી થઈ પડી છે. બારાક્ષરી તથા ૧–૧૦૦ સુધીના આંક ભણ્યા વિના પુસ્તકનો અભ્યાસ થઈ શકતો નથી, તેમ પ્રથમની દશા મેળવ્યા વિના ઉપરની દશા પણ દેખાવરૂપ મિથ્યા હોય છે. સામાયિક, પ્રતિક્રમણાદિ પાંચમાં ગુણસ્થાનકની ક્રિયા છે, તેવી ક્રિયા કરનારની જીંદગી વ્યતીત થાય છે, છતાં પ્રથમ ગુણસ્થાનક કે ચોથા ગુણરથાનકની દશા શું ? તે કેમ પ્રાપ્ત થાય ? તેનું પણ જેને ભાન નથી. ચોથા ગુણસ્થાનકને સમ્યગ્દશા (આત્મજ્ઞાન ) કહે છે, આત્મજ્ઞાન થવામાં પ્રથમ ગુણરથાનક સાધન છે, જેમાં ન્યાયસંપન્ન વિભવ, શિષ્ટાચાર પ્રશંસા, પાપભીરતા, વ્યવહારશળતા, સમયજ્ઞતા, (સમયના જાણનાર ) વિગેરે ઉત્તમ પાંત્રીસ ગુણે, અંતરત્યાગ, સ્વરૂપભક્તિ, જ્ઞાનગર્ભિતવૈરાગ્ય તથા મુમુક્ષુદશા આવે ત્યારે માર્ગાનુસારી, જિજ્ઞાસ કે સાધનસંપન્ન કહી શકાય છે. આવી દશા મેળવી, પુરૂષને અતરદૃષ્ટિથી ઓળખી, દેહાધ્યાસબુદ્ધિનો લય કરી, દેહથી ભિન્ન આત્મસ્વરૂપને સાક્ષાત્કાર કરી સમ્યકત્વને પામે છે. સમ્યત્વ પામ્યા પછી જેમ જેમ આત્મસ્વરૂપમાં રમણતા અને સ્થિરતા થાય છે, તેમ તેમ વૃત્તિઓ વિરામ પામવાથી સામાયિકાદિ સક્રિયાઓ તથા બાર વૃતાદિ દશાઓને પામે છે. ઉપરોક્ત કહેલ
ન્યાયસંપન્ન વિભર વિગેરે પાંત્રીશ ગુણો તથા ત્યાગ વૈરાગ્યાદિ સાધન પામ્યા વિના, સમ્યકત્વ થયા વિના, તેમજ પ્રાણાતિપાત વિરમણ વ્રતથી અનર્થદંડ વિરમણવ્રત–એ આઠ વતની દશા ઉત્પન્ન કર્યા વિના સામાયિક વ્રત (જે નવમું વ્રત છે ) કરનારા ધર્મ કરે છે કે બાહ્યાચારમાંજ મોહિત થઈ ધર્મ