________________
આકુળ-વ્યાકુળ થઈ જાય તથા વાદવિવાદ, નિંદા, વિકથા અને નિરર્થક વાતેમાં સામાયિકનો સમય પૂરો કરી પરમાત્મ સમક્ષ સામાયિકના પાકમાં કરવા લાયક કહેલી પ્રતિજ્ઞા લઈ તેથી વિરૂદ્ધ ચાલે છે તેવી અવિધિ અને શાસ્ત્રવિરૂદ્ધ શુષ્ક ક્રિયાઓ કરી અસપ્રવૃત્તિને ધર્મ માનવાથી પરમાત્માના માર્ગના વિરાધક બને છે. કેટલાક કહે છે કે-“ન કરે તેના કરતાં તે. જેવું તેવું કરનાર પણ સારા છે.” તેને એટલું જ જણાવવાનું કે–પરમાત્મા, ગુરૂ અને આત્માની સામે સામાયિકમાં કહેલી પ્રતિજ્ઞા લઈ તે પ્રમાણે ન વર્તતાં તેમાં કહ્યા પ્રમાણે દેવ જાણવા, તેને નાશ કરવા તથા શ્રીમાન હેમચંદ્રાચાર્યજીએ કહેલ લેક પ્રમાણે સમભાવ—દશા મેળવ્યા વિના પ્રતિજ્ઞા લઈ તેને ભંગ કરનારા–પ્રતિજ્ઞાથી વિરૂદ્ધ ચાલનારા સારા ? કે પ્રતિજ્ઞા લેતા નથી તે સારા ? તેનો વિચાર કરવાનું બુદ્ધિમંતને જ સોંપું છું. સમજુ હશે તે સત્ય શું છે? તેને સમજી શકશે. શાસ્ત્રમાં એવા અનેક દાખલાઓ છે કે-બે ઘડીમાં જીવાત્મા અનંત કર્મ-સંસારને લય કરી, પરમજ્ઞાન પામી મોક્ષપદને મેળવી ગયા છે, જ્યારે આપણે હજારો સામાયિક કરતો કેવળજ્ઞાનની વાત તો દૂર રહી, પણ આત્મજ્ઞાનનો એ અનુભવ ન દેખાય ત્યારે શું સમજવું? એક જીવાત્મા સામાયિક કરતા જ નથી અને બીજે જીવાત્મા પચાશ વર્ષ થયાં હમેશાં એકેક સામાયિક કરે છે, નહિ કરનાર કરતાં કરનારમાં વિષય કષાયની ક્ષીણતા, આશા, તણું તથા રાગ દ્વેષની મંદતા, દે, કુટુંબ, ધન તથા સ્ત્રી વિગેરે માયિક પદાર્થો પ્રત્યેના મેહની લીસુતા થતી જણાય જ પરમાત્માની આજ્ઞા મુજબ સામાયિક કરે છે, પણ જે પચાશ વર્ષ થયા સામાયિક કરતાં સામાયિક તથા આયુષ્ય વધવાની સાથે વિજય, કક્ષાયાદિ દોષ, આશા, તૃણું તથા મેહ વિગેરેની અંતરમાં ક્ષીણતા ન થતાં વૃદ્ધિ દેખાતી હોય, તો નિઃશંકતાથી સમજવું કે પરમાત્માની આજ્ઞા પ્રમાણે તે સામાયિક કરતો નથી, પણ અજ્ઞાનીના ચાળાનેજ સામાયિક માની બેઠે છે. પ્રભુની આજ્ઞાથી વિરૂદ્ધ ચાલી આત્માના અકલ્યાણ શિવાય બીજું કાંઈ તે કેરતે નથી. કોઈ આશંકા કરશે કે –“આ તે સામાયિકાદિ ક્રિયા નિષેધવા જેવું થાય છે. સામાયિકમાં બે ઘડીવાર સ્થિરતા ન રહે, તે જેટલીવાર સ્થિરતા રહે, તેટલો તે લાભ ખરો કે નહિ ?” એના ઉત્તરમાં સમજવાનું કે
એક વ્યાપારમાં એક લાખ રૂા. ને નફે રહેવાને હેય, એક લાખ રૂ. ને ન રહેશે, એવી ખાત્રી હેય, છતાં કર્મસાગે તે વેપારમાં માત્ર એકજ પાઈ વટાવમાં રહે, તે તેમાં કોઈને દેવ નથી, પણ તે પાઇથી જ સંતોષ માનનારને