________________
માનના અંધભકત તથા આજીવિકાના પોષણ માટે વ્યાપાર ધંધે કરનારા, શબ્દાની ભાષાંતરકારેને એટલી બુદ્ધિ સુજી નથી કે આવા ભાષાંતર કરી ૫રમાત્માના સત્ય સિદ્ધાંતને ઘાત કરવાનું થાય છે. મહાવીર દેવે કહ્યું છે કે કામ, ક્રોધ, મેહમિથ્યાત્વ, અજ્ઞાન તથા રાગદ્વેષાદિક આત્મઘાતી - ષોને નાશ કર્યા વિના તથા આત્મિક શક્તિને વિકાસ કર્યા વિના અનત તીર્થ કરે તથા સર્વજ્ઞ ભગવંત કેવળજ્ઞાનીઓ મળી ગયા, તે પણ શ્રેય ન થયું. અંતરના દોષોને દૂર કર્યા વિના તથા આત્મજ્ઞાન મેળવ્યા વિના અનંતજ્ઞાનીઓ મળ્યા છતાં કલ્યાણ ન થયું, અને ગમે તેવા પાપ કૃત્ય કરનાર તથા ગમે તેવા દોષે આચરનાર, શત્રુંજય પહાડના માત્ર દર્શન કરવાથી મોક્ષે જતો હોય, તે પ્રત્યક્ષ સર્વજ્ઞ ભગવાન ચૈતન્યમૂર્તિ કરતાં જડ પહાડની મહત્તા વિશેષ થાય છે, અને પ્રત્યક્ષ સજીવન મૂર્તિના સાધન પાસે, મૂર્તિ, તીર્થ તથા શાસ્ત્ર વિગેરે સર્વ સાધને ગૌણ છે. અરે ! પ્રત્યક્ષજ્ઞાનીની ઉપાસનાએજ સર્વ સાધન સાર્થક છે, પણ સજીવન મૂર્તિની ઉપાસના વિના સર્વ સાધન બાધક યાને નિષ્ફળ છે. એક મહાન તત્ત્વજ્ઞાનીએ કહ્યું છે કે –
“ તપ જપ ઔર વ્રતાદિ સબ, તહાં લગ હય ભ્રમરૂપ;
જહાં લગી નાંહિ સંતકી, પાઈ કૃપા અનૂપ વિદ્યમાન પુરૂષને ઓળખી, તેની આજ્ઞાએ વતી તેની કૃપા મેળવ્યા વિના તપ જપાદિ સાધને ભવભ્રમણરૂપ છે, પણ કલ્યાણકર્તા નથી. સાત ગુજરાતી ચોપડીઓ ભણાવનાર માસ્તર કરતાં રચનાર વધારે વિદ્વાન હોય, છતાં કૃત પુસ્તકે સામાન્ય માસ્તરથી ભણવાનું બને છે. અર્થાત્ પરેલ વિદ્વાનના શબ્દ જ્ઞાનને પ્રત્યક્ષ માસ્તરના સંસર્ગથી બુદ્ધિગમ્ય કરી શકાય છે. એમ પક્ષ જ્ઞાનીના રચેલાં શાસ્ત્રો તથા તેમની આજ્ઞાઓ પ્રત્યક્ષજ્ઞાની મહાત્માની ઓળખાણ તથા સેવા-ભક્તિ કરી તેમની કૃપા મેળવ્યાથી જ આત્મહિત થાય છે. પણ જે કુલાચારભાવે, સંપ્રદાયમાંહેવા શબ્દશાનીઓ દ્વારાએ તેવી આશાઓ તથા કૃતિઓને ઉકેલતાં અનેક જીવોનું અહિત થતું જણાય છે. દરેક દર્શનવાળા આત્મદર્શન–ભાવને ભૂલી જઈ સાંપ્રદાયિક શુષ્ક પ્રવૃત્તિઓમાં ધર્મ માની પિતાની નિર્માલ્ય પ્રવૃત્તિઓને પણ મહકૂપ આપી તેના દુરાગ્રહમાં કલ્યાણ માની બેઠા છે. અને પિતાના જેવી બીજા દર્શનની પ્રવૃત્તિને ઢંગ કે ધતીંગ માનીને હસી કહાડે છે. દાખલા તરીકે જેને, ગંગાનદીમાં સ્નાન કરી પાપમુક્ત થવાનું વા કલ્યાણ થવાનું માનનાર વૈષ્ણવોની હાંસી કરે છે કે નહાવાથી કલ્યાણ ન થાય. પાણી ઢોળતાં ઘણું છની હિંસા કરવાનું થાય છે, ગંગા,