________________
ઉત્તમ પાત્રમાં દાન આપવાને સુપાત્રદાન કહે છે. આ દાન પ્રથમ નિરૂપણ કરેલ ચારે દાન કરતાં શ્રેષ્ઠ દાન છે. સુપાત્રમાં જે પાત્ર શબ્દ છે, તે વાસણ કે બીજા પદાર્થ આશ્રયી નથી, પણ લાયકાતપણાને આશ્રયી છે. જેનામાં ઉત્તમ લાયકાત હોય, તે સુપાત્ર કહેવાય છે. સુપાત્રદાનથી પરાભક્તિ, પરમજ્ઞાન અને પરમાત્મ-દશાની પ્રાપ્તિ થાય છે. ચિત્ત, વિત્ત અને પાત્ર–એ ત્રણે સંયોગે સમપણે પરિણમે તે સુપાત્રદાન કહી શકાય છે. - ચિ–ગાસતેલની દુર્ગંધયુક્ત વાસણમાં તેની ખરાબ ગંધ દૂર કર્યા વિના તેમાં દુધ, દહીં કે વૃત વિગેરે નાંખવાથી તે ગંધાઈને ખરાબ થઈ જાય છે, પણ આપણું ઉપભોગને અર્થે કામ આવતા નથી, તેમ અંતઃકરણ–એ પરમાર્થ-તત્વને રહેવાનું પાત્ર (વાસણ) છે, તેમાં મોહ, માયા, મૂચ્છ, કષાય, વિષયાદિ અધમ દેષોની ખરાબ ગંધ અંતઃકરણમાં ભરાઈ રહી છે, ત્યાં સુધી સંતસમાગમ, સેવા-ભક્તિ તથા સદ્ધ રૂપ ધૃત વા અમૃત નાંખવાથી તે ખરાબ થઈ જાય છે, વા ગંધાઈ જાય છે, અર્થાત નિષ્ફળતાને પામે છે. માટે ચિતમાં વિશુદ્ધતા, પવિત્રતા, ક્ષમા, ભક્તિ, જિજ્ઞાસા, નિર્મોહતા, વિષય વિરક્તતાદિ સદગુણ હેય, તે તેવા ચિત્તમાં નિર્મળ પ્રેમ (ભક્તિ) ભાવના પ્રબળપણે પ્રગટ થાય છે. “માવનારદ સિઃિ ” ભાવના પ્રમાણે સિદ્ધિ થાય છે. ભાવના મલિન હય, વા શિથિલ હોય, તે ફળસિદ્ધિની નિરર્થકતા થઈ જાય છે. ચિત્ત દોષમુક્ત વિશુદ્ધ હોય, ત્યારે તેવા ચિત્તમાં પ્રસન્નતા અને નિષ્કામતાએ બે ઉત્તમ ગુણો ઉત્પન્ન થાય છે. એ બંને ગુણસંયુક્ત ચિત્તમાં ઉલ્લાસભાવ હેય, તેથી દાનની સિદ્ધિ થાય છે.
વિત્ત–દાન આપવામાં પૈસાની જરૂર પડે, તે પૈસે સત્ય અને નીતિથી કમાયેલ હોવો જોઈએ. મહારંભ, મહા પરિગ્રહના પાપ-ધંધાથી મેળવેલ પૈસાના અન્ન-પોષણથી અંતઃકરણની મલિનતા થાય છે. “આહાર તેવા ઓડકાર” માટે જે ધંધામાં કુડ-કપટ થતા હોય, અનેક જીવોને ત્રાસ થતો હોય, એવા પાપ-વ્યાપારથી નિવૃત્ત થઈ સત્ય તથા ન્યાયને માર્ગે કમાણી કરનારના અંતરમાં તથા તે દ્રવ્યના ખોરાકમાં સાત્વિકતા હોય છે. જેથી બુદ્ધિ નિર્મળ રહે છે, હૃદય જાગ્રત હોય છે અનીતિ કે અસત્યથી મહાપાપને ધ કરનાર તથા ક્રૂરતાથી કમાણી કરનારનું હૃદય પાપી હોય છે અને તેવા પાપી પૈસાના ખેરાકમાં તામસી તથા રાજસી વૃત્તિઓ ઉત્પન્ન થવાથી હૃદય લિષ્ટ બને છે, જેથી સદ્દભાવના વા ધર્મપ્રીતિ ઉત્પન્ન થતી નથી. માટે વિના સત્ય તથા ન્યાયપાર્જિત હેય-તેજ દાનની સિદ્ધિ થાય છે.