________________
નાંખતા હય, જ્યાં નોકરે નીચ જાતિના અને નિર્દયી રાખવામાં આવ્યા હોય, કે જેમના હૃદયમાં દયાની લાગણું પણ ભાગ્યેજ હેય. વેઠ ઉતારવાની માફક જીવોનું સુખાકારી રક્ષણ ન થતું હોય, ત્યાં રીબાવી મારવાથી એલા (આગમણ) માંથી કહાડીને ચુલામાં નાંખવા જેવું થાય છે. અભયદાનની ખરી મહત્તા ત્યાંજ છે કે મરનારની દયા થાતાં મરનારને બચાવતાં મારનાર ઉપર પણ અણુ માત્ર અરૂચિ, તિરસ્કાર કે કષાય ઉત્પન્ન ન થાય તે જ અભયદાન કહી શકાય. કેટલેક સ્થળે જ્યાં મહાજન કે ન્યાતનું જોર હોય છે, ત્યાં ચંડાલેને મારી કુટી તેની પાસેથી બકરાં કે ઢોર પડાવી દયા કરવાનું માનનારા જેન સિદ્ધાંતથી વિરૂદ્ધ કરે છે. એ અભયદાન નથી, પણ કુલાચાર કે સંસ્કારજન્ય મેહદાન છે. જેનશામાં નિરૂપણ કર્યા પ્રમાણે અભયદાનનું યથાર્થ સ્વરૂપ કોઈ કોઈ સાધુ મહાત્મા વા શ્રાવક સમજ્યા હશે. બધા નહિં સમજ્યા હોય-એમ કહેવાનો મારો હેતુ નથી, પણ મારા પરિચય અને અનુભવ પ્રમાણે મહાત્મા ગાંધીજીમાં તે અભયદાનનું સ્વરૂપ યથાર્થ અને પરિપૂર્ણ રીતે પરિણમ્યું છે–એમ નિઃસંતાથી હું કહી શકું છું.
મહાત્મા ગાંધીજી કહે છે કે હિંદુસ્થાનમાં બકરાં, ગાયે વિગેરે લાખો અને કરડ પ્રાણીઓને જે વધ થાય છે, તે હિંદુઓની ઉશ્કેરણનેજ આભારી છે.’ મેહમૂદન ભાઈઓ જ્યારે જ્યારે પ્રાણિવધની પ્રવૃત્તિ કરે છે, ત્યારે હિંદુ ભાઈઓ દયાના બેટા જુસ્સાથી ઊશ્કેરાઈ મુસલમાનો ઊપર ધિક્કાર, ઈર્ષ્યા અને મારપીટ કરે છે. તેથી મુસલમાનો ચીડાઈ વધારે ઉશ્કેરાઈ જઈ વિશેષ ફરતાથી વધારે હિંસા કરે છે. કોઈ પણ મેહમૂદન ભાઈ ગાય ઉપર શસ્ત્ર ચલાવવાની તૈયારી કરતા હોય ત્યારે તેના તરફ ધિક્કાર કે વૈરની દૃષ્ટિએ ન જોતાં તેની પાસે વધ ન કરવા નમ્રતાપૂર્વક સમજાવવું, છતાં જે ન માને તે પિતાનું શિર નીચે ધરી તેને કહી દેવું કે- મારી દૃષ્ટિ આગળ નિરપરાધી જીવનો વધ હું જોઈ શકું તેમ નથી, માટે મહેરબાની કરી કાં તે ગાયને છોડી દે અથવા તે મારા શિરપર શસ્ત્રનો પ્રહાર કરી પ્રથમ મારે વધ કરી પછી ગાય માટે તારી મરછમાં આવે તેમ કરજે” જ આવી સાચી દયાની લાગણીથી નિડરપણે પિતાનું શિર શસ્ત્રની તીક્ષ્ણ ધારા નીચે ઝુકાવી દે, તો તેની પવિત્ર લાગણીના પ્રભાવથી મારનારનું હૃદય દ્રવિત થયા વિના રહેજ નહિ. જેનશાસ્ત્ર પણ શબળની સામે શસ્ત્રબળ ન ધરતાં આત્મબળ ધરવાનું જ
અપરાધી શું પણ નવિ ચિત્ત થી, - ચિંતવીએ પ્રતિકૂલ-સુગુણ નર.”