________________
ધ્યાનની એકાગ્રતા તથા વિશુદ્ધિને અથે પરમાત્માની પ્રતિમા ભરાવી તેની સમુખ આત્મજાગ્રતી થવા માટે ધ્યાનસ્થ રહી પિતે સંથા પરમાત્માનું સ્વરુપ વિચારતાં રોગની સ્થિરતાથી આત્મિક બળની જાગ્રતી કરી પરમાત્મ-દશાને પામેતે તે વાત બનવાજોગ છે. પણ સ્થળે સ્થળે મૂર્તિઓ ભરાવી તીર્થકરગોત્રની પ્રાપ્તિ કરી શકે, એ વાત તો અસંભવિત છે. સ્થળે સ્થળે મૂર્તિઓ ભરાવવાથી તીર્થકરદશાની પ્રાપ્તિ થવી તો અશક્ય છે, પણ ચેખા, બદામ તથા નાળીયેરને વધારે થવાથી ધનવૃદ્ધિ થતી તો પ્રત્યક્ષ દેખાય છે. શત્રુંજય માહામ્ય ઘણે અપૂર્વ ગ્રંથ છે. તેમાં અદ્દભુત તસ્વાર્થ સમાયેલો છે. તે ગ્રંથનું ભાષાંતર કઈ પરમજ્ઞાનીના સંગે આધ્યાત્મિક દૃષ્ટિએ કરવા લાયક હતું, પણ અત્યારે તે જ્ઞાન-ભક્તિને દાવો કરનારા તથા જ્ઞાનનો ફેલાવો કરવાનો દાવો કરનારા શબ્દજ્ઞાનીઓ ભાડુતી પતિ પાસે આધ્યાત્મિક દૃષ્ટિએ વાંચન કરવા લાયક ગ્રં. થને માત્ર વિદ્વાન શબ્દાર્થદષ્ટિએ અર્થ કરી પોતાની આજીવિકા માટે ધન કમાવવાને ધધે લઈ બેઠેલા ભાષાંતરકાસ વા મતાગ્રહ-દષ્ટિથી અંધ બનેલા શબ્દજ્ઞાની ગુરૂઓથી ભાષાંતરો થઈ હાલના વિચારબળના વાતાવરણમાં વૃદ્ધિ પામેલા વિદ્વાન વર્ગને તે અદ્દભુત ગ્રંથ ઊપહાસ્યને પાત્ર બને છે. શત્રુજ્ય માહામ્યમાં લખ્યું છે કે –
ગમે તેવા પાપકૃત્ય કરનાર, શત્રુંજયના દર્શન કરી ચંદનતલાવડી તથા શત્રુંજય નદીમાં સ્નાન કરે, તે તેના પાપનો નાશ થઈ જાય. છઠ્ઠ (બે ઉપવાસ) ને તપ કરી સાત યાત્રા કરે, તો ત્રીજે ભવે મોક્ષે જાય. રાયણના ઝાડ નીચે પ્રદક્ષિણું કરતાં રાયણનું પાંદડું માથા ઉપર પડે, તે ત્રીજે ભવે મોક્ષે જાય. પાપી તથા અભવી શત્રુંજય તીર્થને નજરે જોઈ શકે નહિ.”
ચંદ્રશેખર નિજ ભગિની ભેગી,
તે પણ એ ગિરિ મેલે જાવે.” પિતાની બહેન સાથે અનાચાર કરનાર ચીખર નામને રાજા - ગુંજ્યના દર્શનથી મેલે ગયે. ચાર હત્યા કરનાર દઢપ્રહરી નામે પાપી ચેર તે ગિરિના દર્શનથી મેલે ગયે. પશુ પક્ષી પણ એ ગિરિરાજના દર્શન કરે તો ત્રીજે ભવે મોક્ષે જાય. ગ્રંથકર્તાના કર્મ-શત્રને છતી આત્મબળ પ્રગટ કરવું એ કોઈ પણ આશય હો જોઈએ. એ આત્મદશાને માટે તીર્યનું સ્થળ ઉત્તમ નિમિત્તરૂપ છે. પણ તેવા નિમિત્તમાં રહી, કર્મ શત્રુને ઓળખી તેને જય કરી આત્મિક જ્ઞાન મેળવવાની વાતને ભૂલી જઈ માત્ર પહાડની ભૂમિમાં મહત્તા