________________
દયાહીન બને, તે તેના હૃદયમાંથી ધર્મભાવનાને લેપ થાય છે. એક ગ્રંથમાં
જીવનવીમારીને સર્વે
થ શ : तस्यां शोषमुपेतायां कियनंदति ते चिरम्" ॥
જ્યાંસુધી નદીમાં જળને પ્રવાહ વહેતો હોય છે, ત્યાં સુધી નદીના તટ (કાંઠા) ઉપર વિવિધ જાતના ખૂણકુરે લીલા નવપલ્લવિત હોય છે, નદીમાં વહેતા જળનો અભાવ થવાથી તટ ઉપરના નવપલ્લવિત તૃણમુરે શુષ્કતાને પામી બળી જાય છે, તેમ મનુષ્યાત્માની હૃદયરૂપ નદીમાં કૃપા (દયા) રૂપ જળનો પ્રવાહ વહન થતો હોય, ત્યાં સુધી જ તેના અંતઃકરણરૂપ તટપર વિવિધ જાતની સદ્દભાવના તથા સદ્દગુણરૂપ ધમકરે પ્રકૃલિત હોય છે, અર્થાત્ ટકી શકે છે. પણ જ્યારે તેના હદયમાંથી દયારૂપ નીર નાશ પામે છે, ત્યારે તેવા નિર્દય હંદયમાં ધર્મભાવનાનો નાશ થઈ કલેશ કષાયરૂપ અધર્મ–ભાવના ઉત્પન્ન થાય છે. આ પ્રકારે ધર્મશાસ્ત્રોમાં પૂર્વાચાર્યોએ અનેક પ્રકારના દાખલા દલીલ આપી શાસ્ત્રોમાં અભયદાનની વ્યાખ્યા કરી બતાવી છે. પણ શાસ્ત્રની વ્યાખ્યાને શબ્દાર્થથી વા મંદબુદ્ધિથી ઉકેલતાં અર્થને અનર્થ થઈ જાય છે. અને શાસ્ત્રના આશયને સમજ્યા વિના પ્રતિપાદન કરેલ વિષયની અપૂર્વતા વા મહત્તા સમજાતી નથી. દુનિયાદારીના સામાન્ય વ્યવહારની પ્રવૃત્તિઓમાં પણ કઈ વાતના ભાવાર્થને તથા તેમાં રહેલા રહસ્યને સમજ્યા વિના માત્ર શબ્દાર્થથી તેને સમજવા જતાં અર્થને અનર્થ થવા પામે છે.
એક શેઠને ત્યાં બુદ્ધિહીન જડનેકર રહ્યો હતો. એક વખતે સાંજના શેઠજીએ જમી પિતાના મૂર્ખ નોકરને કહ્યું કે-રાત પડવા આવી છે, અને તે અંધારી છે, તેમ મારે ફરવા જવાનું છે, માટે ફાનસ સાફ કરી તેને સળગાવી લાવ.” અહીન નોકરે રૂપેરી કમાનવાળા બે ચાર રૂ. ની કીંમતના ફાનસને રાખથી ઉટકી (માંજી ) સાફ કરી ચુલામાં ભડકે બળતો હતો, તેમાં લઈને મૂકી દીધું. અને “સળગી (બળી) રહે એટલે શેઠ પાસે લઈ જાઉં, એમ મનમાં વિચાર કરી પા કલાક બેસી રહ્યો. ફાનસ આવ્યું નહિ, એટલે શેઠે મૂર્ખ નેકરને હાંક મારી કહ્યું “અલ્યા! મારે મેડું થાય છે, માટે જલદી ફાનસને સળગાવી લાવ. આટલી બધી વાર કેમ થઈ ? તને સળગાવતાં આવડે છે કે નહિ?” નોકરે કહ્યું–સાહેબ ! ફાનસ સળગાવતાં કેમ ન આવડે ? હમણું સળગાવી લાવું છું. ફાનસ સળગાવવામાં શું મોટી વાત કે કળા હતી ?