________________
જ નથી. નારકના કારણે નરકમ
વે નારકીપણું,
એ જ પ્રમાણે બધા જ જીવત્વ ધર્મથી એકસરખા હેવા છતાં ભવ્યત્વ અભવ્યત્વના કારણે જીમાં ભવ્ય, અભવ્યના ભેદ મૂળમાંથી જ છે. આ ભેદ સ્વભાવભેદ છે. ભવ્યત્વપણું, અભવ્યત્વપાણું એ કર્મજન્ય ભેદ નથી. નારકીપણું, સ્વર્ગ પણ એ કર્મજન્ય ભેદો છે. કારણ કે જીવ કરેલા કર્મના કારણે નરકમાં, સ્વર્ગમાં ગયે છે. અને ત્યાંથી પાછે મનુષ્યમાં આવ્યા પછી હવે નારકીપણું, નહીં રહે. માટે આ કર્મકૃત ભેટ છે. પરંતુ ભવ્ય-અભવ્યપણું એ કર્મકૃત ભેદ નથી પણ સ્વભાવજન્ય ભેદ છે.
દા.ત. જેમ એક છેડવામાં ઊગેલા મગમાં પણ બે ભેદ છે. એક તે ઉકળતા પાણીમાં બાફવા મૂક્યા હોય ત્યારે સીઝે છે. બફાઈ જાય છે અને બીજા નથી સીઝતા. કલાક સુધી પાણીમાં સગડી ઉપર બફતા જ રહે, છતાં પણ નથી ચઢતા. તેને કોરડુ મગ કહીએ છીએ. આ ભેદ સ્વભાવભેદ છે. તે મગની જાતિ જ એવી. તેથી તે કેરડુ જ રહે. ન જ સીઝે. એમ ભવ્ય અને અભવ્યના ભેદ જીવસ્વભાવના કારણે મૂળભૂત ભેદો છે. અભવ્ય કયારેય સિદ્ધ ન જ થાય. મેક્ષે ન જ જાય. જયારે ભવ્ય મેક્ષે જાય. ભવ્ય અભવ્ય જાતિ ભવ્યના ભેદ –
જેમ એક કન્યા એવી છે કે જે ભાવિમાં લગ્ન પછી માતા બને છે, અને બીજી એવી પણ કન્યા છે કે જે લગ્ન પછી જીવનભર માતા નથી જ થતી. એ ક્યારેય બાળકને જન્મ નથી જ આપતી. જેને વધ્યા (વાંઝણી) તરીકે કહેવાય છે. અને ત્રીજી એક કન્યા છે, જે બાલ્યાવસ્થામાં જ દીક્ષા લઈ લે છે. હવે તે માતા બનવાની છે ? ના. સાધ્વી ક્યારેય માતા
૧૨