________________
ખપી જ જવાનું છે અને તે માટે આત્માએ વધુ પુરૂષાર્થ કરવાની આવશ્યકતા છે.
કર્મક્ષય કરવાના હેતુથી જ જીવે ધર્મઆરાધના કરવી એ જ સર્વોચ્ચ હેતુ છે. યદ્યપિ જી ભિન્ન ભિન્ન હેતુઓથી ધર્મ કરે છે. દા. ત., ઈહલેકનાં સુખે, પરલેકના સુખની પ્રાપ્તિ, સ્વર્ગીય વૈભવજન્ય સુખની પ્રાપ્તિ આદિ માટે ઘણે ધર્મ થાય છે. તેથી પુણ્ય (શુભ) કર્મ બંધાય છે અને આત્મા તે બંધાયેલા કર્મને ભેગવવા માટે નવા જન્મ લે છે. આ પ્રમાણે એને સંસાર વધે છે. પરંતુ આત્મા સંસારથી અને ભવપરંપરાથી- કર્મથી મુક્ત તે નથી જ થયેને ? માટે કર્મક્ષય, નિર્જર, કર્મ મેક્ષનું જ લક્ષ રાખવું વધુ હિતાવહ છે. મહામન્ત્ર નમસ્કારમાં પણ સવવાવપૂણાસણ નું પદ છે. આ સાતમા પદમાં આપણને સર્વથા સર્વપાપ કર્મને નાશ કરવાને હેતુ રાખવાનું કહ્યું છે. કારણ, સર્વ પાપ કર્મના નાશ વિના મુક્તિ નથી. એ માટે જ કહ્યું છે કે- “મુચિત્ત સિસ્ટમુતિ” “કર્મથી મુક્તિ એ જ સાચી મુકિત છે.” મોક્ષપ્રાપ્તિ એગ્ય કયા છો ? दव्वाहते तुल्ले जीव- नहाण सभावओ भेओ। जीवा-अजीवाइगओ जह तह भव्वेयरविसेसा ॥ १८२३
કેટલાક ગુણધર્મો ભિન્ન ભિન્ન પદાર્થોમાં સમાન હોય છે. દા. ત., આત્મા અને આકાશ એ બે દ્રવ્યું છે. હવે દ્રવ્યત્વ, સત્વ, પ્રમેયત્વ, યત્વાદિ ધર્મોને કારણે આ બન્ને દ્રવ્ય સમાન હોવા છતાં જેમ જીવત્વ અને અજીવત્વ, ચેતનત્વ, અચેતનત્વ, રૂપે આત્મા અને આકાશમાં સ્વભાવ ભેદ છે.