________________
પ્રશ્નોત્તર તૃતીય કારણ? ઋષિમતી (તપા) જમ્યા પછી પિસહ કરવું માને અને પિસહ કરીને પણ જમવું માને છે માટે વિચારવું. + ૩ |
+ અમારે ખરતર ગચ્છમાં જમ્યા પછી જે શ્રાવકને સાવઘને ત્યાગ કરી આરંભ સમારંભથી નિવૃત્તિ મેળવવી હોય તે સિહ ન ઉચરે પણ પસહની માફક “ગ્ર મતે !' ઇત્યાદિ દેસાવગાસી દંડક ઉચરવાપૂર્વક આખી રાત્રિ દેસાવગાસી સામાયિક સહિત એકી સાથે ઉચરી લે છે, જેને કાળમાન સામાયિકથી અધિક અને પિસહથી કમતી જધન્ય બે ત્રણ અને ઉત્કૃષ્ટ પંદર સામાયિકને હેય છે, એટલે પિતાની માફકજ દરેક ક્રિયાઓ કરી ત્રિભરના માટે તમામ આરંભ સમારંભથી નિવૃત્ત થઈ સંવરભાવમાં રહે છે, એવું દિવસે પણ જેની શકિત યા ભાવના ઉપવાસ કરવાની ન હોય તે આખા દિવસન દેસાવગાસી કરીને આંબિલ નવી આદિ કરે છે, એથી તે આરંભાદિ સાવઘત્યાગને લાભ મેળવે છે. પરંતુ જેમ વિધીઓ અનેક જાતના માલ મલીદા ઉડાવીને ઉપવાસ કરે છે ત્યા ઉપવાસ કરીને માલમસાલા ઉડાવે છે. તેમ વરૂપ પોસહમાં જમવાનું કે જમીને સિહ કરવાનું શાસ્ત્રવિરૂદ્ધ હવાના અંગે ખરતર ગચ્છવાળાઓ નથી માનતા, અને તપાઓમાં પણ ત્રણ યુઇયા અને નાગરીતપાએ આ રીતે ખરતરની માફકજ પ્રદુ મતે ' દડક ઉચરવાપૂર્વક દેસાવગાસી કરે છે, પરંતુ ગુજરાતના તપાએ આ રીતે દેસાવગાસી નથી કરતા, કેવળ
સાવત્તિયં વમળ' પચ્ચખાણ લઈને દિવસ રાત્રિમાં છૂટા છૂટા દશ સામાયિક કરી દે છે અને કહે છે-“અમે એ દેસાવગાસી કર્યું” પણું આવું દશ સામાયિકનું દેસાવગાસી કયા શાસ્ત્રમાં કહ્યું છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com