________________
શ્રીકપૂ રપ્રકર:
૧૩
પ્રશ્ન:—ભવ્ય કાને કહીએ ?
ઉત્તર—મુકિતમાં જવાને લાયક જે હાય, તે ભવ્ય કહેવાય. અથવા હું ભવ્ય હાઈશ કે અલભ્ય આવેા વિચાર જેને ઉદ્ભવે તે નિશ્ચયે કરી ભવ્ય જીવજ હાય.. કારણ કે અભવ્ય જીવને તેવા વિચાર (શકા)થાય જ નહિ. એમ પૂજ્ય શ્રી શીલાંકાચાર્ય મહારાજે આચારાંગ સૂત્રની ટીકામાં કહ્યું છે. પ્રશ્ન-ગ્રંથકારે “હું ભળ્યેા ! તમે મુકિતના સુખ પામવા માટે ૮૭ દ્વારાની યથાશકિત આરાધના કરો ” એમ જે કહ્યું તે ઉપરથી એ શંકા થાય છે કે—અભવ્ય જીવેાને સાખીને ગ્રંથકારે ઉપદેશ કેમ ન આપ્યું? હું સસારી જીવે!! એમ કહેવાથી ભવ્ય અને અભવ્ય અને લઈ શકાય તેમ હતુ, તેા તેમ ન કહેતાં હું ભળ્યે ! એમ કઈ અપેક્ષાએ કહ્યું
ઉત્તર—ઉપદેશના વચના સૂર્યના કીરા જેવા હાય છે. જેમ સર્વ સાધારણ એવા સૂર્યના કિરણેાના જેવા લાભ સર્વ જીવા લઈ શકે છે, તેવા લાભ જે દિવસે ન દેખી શકે એવા ઘૂવડ પક્ષી લઈ શકતા નથી તેમાં ઘવડના જ કર્મીના દોષ માની શકાય, તેમ સર્વ સાધારણ એવા પણ ઉપદેશના વચનની અસર જન્ય જીવાને થાય અને ભારે કમી અલન્ય જીવાને ન થાય તેમાં અભવ્ય જીવેાના જ (ભારે કમી પણા રૂપ) દોષ માની શકાય છે. માટે પૂજ્ય શ્રીસિદ્ધસેન દિવાકર મહારાજે પણ કહ્યું છે કે:
सद्धमबीजवपनानघकौशलस्य । यल्लोकबान्धव ! तवाप्यखिलान्यभूवन् ॥