________________
શ્રીકરપ્રકર:
એલેકઝાંડર અને મહાત્માને પરિચય યાદ રાખી સમજવા લાયક છે. તે ટુંકામાં આ પ્રમાણે છે-એલેકઝાંડર એક ( હિંદુસ્તાનના) અનુભવી માણસને સાથે લઈને હિંદુસ્તાનમાં મુસાફરી કરવા નીકળે છે. અનુકમે ચાલતાં ચાલતાં જંગલમાં તલાવને કાંઠે ધ્યાન કરતા એક મહાત્માને સમાગમ થાય છે. બંને જણા મહાત્માને નમસ્કાર કરે છે. મહાત્મા ધ્યાન કરી રહ્યા છે. ધ્યાન પૂરું થયા બાદ મહાત્મા એલેકઝાંડરને પૂછે છે કે તમે કેણ છે? જવાબમાં જણાવ્યું કે હું એક સત્તાધિકારી મેટો અમલદાર છું. આ અવસરે તેજ તળાવને કાંઠે એક બગલાએ મેંઢામાં માછલું પકડયું છે. એ પ્રસંગને જોઈને. મહાત્માએ એલેકઝાંડરને કહ્યું કે જો તમે હિંદના સત્તાધિકારી છે, તે સત્તાને ઉપયોગ કરીને આ બગલાના મેંઢામાંથી માંછલું છેડા? મહાત્માના આવા વચને સાંભળીને એલેકઝાંડરે પિસ્તોલને ભય દેખાડ્યો તે પણ જ્યારે બગલાએ માછલું નજ છેડયું, ત્યારે મહાત્માએ કહ્યું કે એક બગલાની ઉપર તમારી સત્તા ચાલતી નથી તે હિંદુસ્તાનની ઉપર તમે સત્તા ચલાવી શકે છે, એમ કઈ પણ કબૂલ ન જ કરી શકે. એલેકઝાંડરે કહ્યું કે જે એમ જ છે તે હે મહાત્મા! તમે એ ઉપાય જાણે છે કે જેથી આ બગલું સ્વયમેવ માંછલ્લાને છેડી દે. મહામાએ કહ્યું કે હે. એલેકઝાંડર ! દેખ! તે પ્રમાણે કરી બતાવું છું. એમ કહીને મહાત્મા ઉભા થઈને બગલાની પાસે જઈને પ્રેમથી તેના માથા ઉપર હાથ ફેરવીને શાંતિ ભરેલા મીઠાં વચનથી બગલાને કહે છે કે બેટા બગલા! આ માંછલાને તું છોડી દે. કારણ કે કેઈની પણ આંતરડી દુભાય તેવું કામ તારા.