________________
૧૦
શ્રી વિજય પદ્મસુરિકૃતપણને અને બારે વ્રતને (યથાશક્તિ) ગ્રહણ કરે, સાત ક્ષેત્રોમાં ધન વાપરે. પ્રભુની પૂજા કરે. ન્યાય વિનય વૈરાગ્યને ધારણ કરે. દાનાદિ ચાર પ્રકારના ધર્મનું પોષણ (આરાધન) કરે. શબ્દાદિ પાંચને, ધૃતાદિ સાતે વ્યસનનો ક્રોધાદિ ચારે કષાયને જય કરે. પુણ્ય (પર્વ) દિવસોમાં (સામાયિકાદિ) શુભ કિયા કરે. ૨
સ્પષ્ટાઈ–કવિ શ્રીહરિ મુનિજીએ આ બીજા કમાં એ જણાવ્યું કે હું મુખ્ય સત્યાશી બાબતની ઉપર વિવેચન દ્વારા ઉપદેશ આપીશ. દ્વારની સંકલના ગોઠવીને ઉપદેશ દેવાથી બાલ જીને પણ સુખેથી બંધ થઈ શકે છે એમ. સમજીને સત્યાશી બાબતેમાંની દરેક બાબતને દ્વાર શબ્દથી એલખાવીને વર્ણવી છે. આ પ્રણાલિકા પ્રાચીન છે એમ અન્યૂન દશ પૂર્વધર શ્રીઉમાસ્વાતિ વાચકના શિષ્ય શ્રીશ્યામાચાર્ય ભગવંતે બનાવેલા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર અને મુનિશ્રી ગજસારે બનાવેલા શ્રી દંડક પ્રકરણદિ જેવાથી. જાણી શકાય છે. જો કે છંદબદ્ધ ટીકામાં આંકડા બતાવવા પૂર્વક ૮૭ દ્વારા બતાવ્યા છે. તે પણ બાલ જીવો સુખેથી સમજી શકે તે અભિપ્રાયે ૮૭ દ્વારે આ પ્રમાણે સ્પષ્ટ રીતે બતાવીએ છીએ –
કવિએ હે ભવ્ય જીવો! એમ સંબંધીને ઉપદેશની. શરૂઆત કરી છે. તેમાંથી અપૂર્વ બેધ એ મલે છે કે. શાંતિથી અને પ્રેમથી મીઠાશ ભરેલા વચને કહીએ તે સામા માણસને સચેટ બોધ થાય છે, પરિણામે ઉપદેશની અસર પણ સાંભલનારને સારી થઈ શકે છે. આ પ્રસંગે