________________
માતા-પિતા, ઇહલોક, પરલોક, અરિહંત, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ વગેરેના અસ્તિત્વને માને છે. જે શુભ અને અશુભ કર્મોના ક્રમશઃ શુભ અને અશુભ ફળ હોવાનું સ્વીકાર કરે છે. શુભાશુભ કર્મોનું ફળ ભોગવવા માટે આત્માનું વિભિન્ન યોનિઓમાં જવું સ્વીકાર કરે છે. નરક, મનુષ્ય, તિર્યંચ, દેવતા અને મુક્તિને સત્ય બતાવે છે, તો પૂર્વોક્ત બધી વાતો પર જેમની નિશ્ચયાત્મકશ્રદ્ધા છે, તે ક્રિયાવાદી કહેવાય છે.
આવા ક્રિયાવાદી જો મહારંભી, મહાપરિગ્રહી અને મહાઇચ્છાવાળા હોય તો ઉત્તરપથગામી નરકયોનિમાં જન્મ લે છે. પરંતુ તેઓ શુક્લપક્ષીય અને ભવિષ્યમાં સુલભ બોધિ હોય છે. આ પાઠથી સ્પષ્ટ કહી શકાય છે કે જે ક્રિયાવાદી મનુષ્યમહારંભી, મહાપરિગ્રહી અને મહા- ઇચ્છાવાળા હોય છે, તેઓ ઉત્તરપથગામી નરકયોનિમાં જાય છે. જો બધા ક્રિયાવાદી મનુષ્ય માત્ર વૈમાનિક જ આયુ બાંધતા હોય, તો આ પાઠમાં ક્રિયાવાદી મનુષ્યનું નરકયોનિમાં જવું
કોને કહેવાય?
શંકા : ‘દશાશ્રુતસ્કંધ’માં મહારંભી, મહાપરિગ્રહી ક્રિયાવાદી મનુષ્યને ઉત્તરપથગામી નરકમાં જવાનું કહ્યું છે, પરંતુ ક્રિયાવાદીપણામાં નરક આયુ બાંધવાનું કહ્યું નથી. સંભવ છે કે એમણે નરક આયુ ક્રિયાવાદી થવાના પૂર્વ બાંધી લીધી હોય તેથી તેઓ ક્રિયાવાદીપણામાં આયુ બાંધીને નરકમાં જાય છે. અથવા એમણે નરક આયુ પહેલાં બાંધી રાખી છે ?
સમાધાન : જો ક્રિયાવાદી મનુષ્ય ક્રિયાવાદીપણામાં નરકાયુનો બંધ કરતા નથી, તો આગમકાર તેના માટે ઉત્તર દિશાના નરકમાં જવાનું વિધાન કેવી રીતે કરે ? કારણ કે અક્રિયાવાદી મનુષ્ય ઉત્તર અને દક્ષિણ ઉભયદિશાઓના નરકની આયુ બાંધે છે, એક દિશા વિશેષની નહિ.
બીજી વાત એ છે કે જો ક્રિયાવાદીપણામાં નરક આયુનો બંધ હોતો નથી, તો અહીં મહાભી, મહાપરિગ્રહી અને મહાઇચ્છાવાળા વગેરે વિશેષણ આપવાની શી આવશ્યકતા છે ? કારણ કે જ્યારે તેમણે ક્રિયાવાદીપણામાં નરક આયુનો બંધ કર્યો નથી અને ક્રિયાવાદી થવાના પૂર્વમાં આયુ બંધથી તે નરકમાં જાય છે, ત્યારે ભલે તેઓ અલ્પારંભી હોય અથવા મહાગંભી, તેને નરકમાં જવું જ પડશે. આ વિશેષણોથી એ ફલિત થાય છે કે મહારંભાદિ કા૨ણોથી જ એમણે નરકની આયુ બાંધી છે. તેથી ‘ભગવતી સૂત્ર’ શ-૩૦, ઉ-૧માં વિશિષ્ટ ક્રિયાવાદી માટે જ વૈમાનિકના આયુ બંધનું વિધાન છે.
‘ભગવતી સૂત્ર’ શતક-૧, ઉ-૨માં એ બતાવ્યું છે કે - ક્રિયાવાદી-વૈમાનિકના અતિરિક્ત અન્ય સ્થાનોના આયુનો બંધ પણ કરે છે
"अविराहिय संजमाणं जहण्णेणं सोहम्मे कप्पे उक्कोसेणं सव्वट्ठसिद्ध विमाणे । विराहिय संजमाणं जहणणेणं भुवणवासीसु, उक्कोसेण सोहम्मे कप्पे ।
૫૩૨
જિણધમ્મો