________________
ક્રિયાવાદી દ્વારા મનુષ્યાયુનો બંધ :
ક્રિયાવાદી દ્વારા મનુષ્યાયુના બંધને લઈને સૈદ્ધાંતિક ક્ષેત્રમાં વિભિન્ન વિચારણાઓ ચાલતી રહી છે. એક ધારણા એ છે કે ક્રિયાવાદી સમ્યદષ્ટિ મનુષ્ય તિર્યંચ વૈમાનિક સિવાય બીજી ગતિના આયુ બાંધતા નથી. આ વિચારણાના આધાર પર સુમુખ ગાથાપતિ અને મેઘકુમારના પૂર્વ ભવમાં હાથી દ્વારા મનુષ્યાય બાંધવાના કારણે તેમને તેઓ મિથ્યાત્વી બતાવે છે. પરંતુ આ ધારણા સિદ્ધાંત સંમત માની શકાતી નથી, કારણ કે “ભગવતી સૂત્ર'ના તત્સંબંધી પાઠ વિશિષ્ટ ક્રિયાવાદીથી સંબંધિત છે. જે મનુષ્ય અથવા તિર્યંચ વિશિષ્ટ ક્રિયાવાદી હોય છે અને અતિચાર રહિત નિર્મળવ્રતનું પાલન કરે છે, તેઓ વૈમાનિક જ આયુ બાંધે છે, પરંતુ સામાન્ય ક્રિયાવાદી નહિ.
જો આ શંકા કરવામાં આવે તો ભગવતીના ઉક્ત પાઠમાં માત્ર ક્રિયાવાદી જ લખ્યું છે, વિશિષ્ટ ક્રિયાવાદીનો ઉલ્લેખ નથી. તો પછી તમે વિશિષ્ટ ક્રિયાવાદીનો અર્થ કેમ કરો છો?
એનું સમાધાન અહીં છે કે “દશાશ્રુતસ્કંધ'માં મહારંભી, મહાપરિગ્રહી ક્રિયાવાદી મનુષ્યનો ઉત્તર પથગામી નરક્યોનિમાં જવાનું પણ કહેવાય છે. જો બધા ક્રિયાવાદી વૈમાનિકની આયુનો જ બંધ કરતા હોય તો દશાશ્રુતસ્કંધમાં ક્રિયાવાદી મનુષ્ય માટે નરકયોનિના આયુ બંધનું કથન કેવી રીતે સંગત હોય છે? તેનાથી સ્પષ્ટ થાય છે કે “ભગવતી સૂત્ર'માં જે ક્રિયાવાદી માટે માત્ર વૈમાનિક જ આયુ બાંધવાનો ઉલ્લેખ કર્યો છે, તે વિશિષ્ટ ક્રિયાવાદી છે, બધા ક્રિયાવાદી નથી. દશાશ્રુતસ્કંધ'નો પાઠ આ પ્રકાર છે -
‘से किं तं किरियावाइया वि भवइ ?
तं जंहा-आहियवादी, आहियपन्ने, आहियदिट्ठी, सम्मावादी, निइवादी संति परलोकवादी, अत्थि इहलोए, अत्थि परलोए, अस्थि माया, अत्थि पिया, अत्थि अरिहंता, अस्थि चक्कवट्ठी, अस्थि बलदेवा, अत्थि वासुदेवा, अत्थि सुक्कड दुक्कडाणं, कम्माणं फलवित्ति विसेसे; सुचिण्णा कम्मा, सुचिण्णा फला भवन्ति, दुचिण्णा कम्मा दुचिण्णा फला भवंति । सफले कल्लाणे पावए, पयंति जीवा, अत्थि नेरइया जाव अस्थि देवा अस्थि सिद्धी से एवंवादी, एवं पन्ने एवं विट्ठी छन्द रागमति निविटे आवि भवइ महेच्छे जाव उत्तरपथगामिए नेरइए सुक्कपक्खिए आगमेसाणं सुलहबोही यावि भवइ से तं किरियावाई सव्व धम्म रुचि यावि भवइ ।
- દશાશ્રુતસ્કંધ, દશા-૬ ભાવાર્થ : ક્રિયાવાદી કોને કહે છે?
જે આગમોક્ત આત્માદિ પદાર્થોને સત્ય અને મોક્ષોપયોગી પદાર્થોના ઉપાદેય તથા તેની પ્રતિકૂળ વસ્તુને હેય સમજે છે. જે વસ્તુનું જેવું સ્વરૂપ છે, તેને તે રીતે અવિપરીત બતાવે છે અને આસ્તિકતાના સમર્થક સમ્યગુદૃષ્ટિ છે, જે મોક્ષની નિત્યતા, સ્વર્ગ, નરક, (મિથ્યાષ્ટિની અજ્ઞાનયુક્ત ક્રિયા આજ્ઞામાં નથી જ
પ૩૧)