________________
પણ અમુક અમુક મર્યાદાઓ જોવા ન મળે, પછી એ સંન્યાસીઓ પર હિન્દુઓનો સદ્ભાવ કઈ રીતે ટકી શકે ?
ધર્મના વિષયમાં આજની યુવાપેઢીનું મુખ્ય કર્તવ્ય શું ? એમ કોઈ પૂછે, તો મારે કહેવું પડે કે, ધર્મની બાબતમાં પૂરી જાણકારી મેળવીને પછી જ બોલવાનું રાખવું જોઈએ. આ પૂર્વે મૂંગા બની જવું જોઈએ. વકીલાતનો વ પણ જેણે ઘૂંટ્યો ન હોય એ ગમે તેવો હોંશિયાર હોય, તો પણ વકીલાતના વિષયમાં બોલવાનો અધિકારી ગણાય ખરો ? અને એ બોલે તો એની કિંમત અંકાય ખરી ? આજની યુવા પેઢી ધર્મના વિષયમાં જાણકાર બનીને પછી બોલવાનું રાખે, એ ઇચ્છનીય ગણાય. બાકી ધર્મના વિષયમાં જરા પણ ઉંડા ઉતર્યા વિના ધર્મ અને ધર્મી અંગે સર્ટિફિકેટો ફાડવા મંડી પડે, એના કરતાં તો એ યુવાપેઢી મૂંગી બની જાય, તો તેનું તથા જગતનું વધુ કલ્યાણ થયા વિના ન રહે. આજના યુવાનો પેટ ભરવા માટેનું ભણતર મેળવવા માટે વર્ષોના વર્ષો બગાડે છે. ડીગ્રી મળી ગયા પછી પણ તેઓ એ વિષયમાં તોળી તોળીને જ બોલવાનું રાખે છે. જ્યારે ધર્મનું ભણતર મેળવવાની યુવાનોને ફુરસદ પણ નથી અને છતાં ધર્મના વિષયમાં અભિપ્રાયો આપવામાં અને ફેંસલા ફાડવામાં એ પોતાની હોંશિયારી સમજે છે. આથી જ મારે કહેવું પડે છે કે, ધર્મના વિષયમાં આજની યુવાપેઢી મૂંગી રહે, તો એનું અને અન્યનું અકલ્યાણ થતું અટકે.
સુ-કુના શંભુમેળા જેવી એકતાના જોખમ સમજાવીને ભગવાન અમને ભેદ પાડવાનું શીખવતા ગયા છે. જે ભેદ પાડે નહિ, એ ભગવાનનો સાધુ નહીં, એમ કહેવું જ પડે. ભગવાને સૌ પ્રથમ તો ભેળસેળિયા દેવગુરુ-ધર્મમાંથી ભેદ પાડીને શુદ્ધ દેવ-ગુરુ-ધર્મનું સ્વરુપ સમજાવવાપૂર્વક આ ત્રણેની આગળ સુ નું વિશેષણ લગાડતાં કહ્યું કે, મોક્ષનો સાધક એ જ બની શકે કે, જેને સુ સાથે સંધિ હોય અને કુ સાથે કિટ્ટા હોય, દુન્યવી ચીજોમાં વાતે વાતે સારા-નરસાનો ભેદ પાડનારી આજની જમાત