________________
ધર્મ, માણસને દેવ બનાવી શકે છે. એનામાં રહેલી પશુતામાંથી એ ધર્મથી જ દિવ્યતામાં આવે છે, પણ આ ધર્મ એના આખા જીવનમાં વ્યાપક બનવો જોઈએ.
શુદ્ર એટલે અગંભીર – જેની સમાલોચના, અવલોકન કે દૃષ્ટિબિંદુ છીછરાં છે, જે માણસ જીવનના ઊંડાણમાં ઊતરતો નથી અને જીવનનું ખરું રહસ્ય સમજાતું નથી. ઘણા લોકો માત્ર ઉપર ઉપરથી જ પાણી ડહોળે છે; પણ મોતી લાવવા માટે મરજીવાએ સાગરને તળિયે જવું પડે છે. ગંભીરતા માણસની પાસે જીવનનાં સાચાં મૂલ્યોનું પાલન કરાવે છે. એ ગંભીરતા ન હોય તો માણસ સત્તા અને ધનને ખાતર, સત્યને અને પોતાની જાતનેય વેચવા તૈયાર થઈ જાય છે; ભૌતિક સુખ મેળવવા માટે એ જીવનનાં મૂલ્યોને વેડફી નાખે છે.
આ ધર્મ બોલવા જેવી નહિ, પણ આચરવા જેવી વસ્તુ છે, કારણ કે ધર્મના બાહ્ય દેખાવો જીવનને તારી નહિ શકે. માણસની આંખ મૃત્યુ તરફ ઢળવા માંડે છે ત્યારે તેને આશ્વાસન આપી શકે એવું એક જ તત્ત્વ છે અને તે ધર્મ.
માણસની અંદરની સ્થિતિના હજી ફોટા લેવાતા નથી ત્યાં સુધી ઠીક છે, કારણ કે આપણે બહારથી જેવા દેખાઈએ છીએ એના કરતાં અંદરથી જુદા જ હોઈએ છીએ. માણસ જો સામાનું અંતર જોઈ શકતો હોત તો માણસ માણસનો દુશ્મન બની જાત. સારું છે કે હજી આવી શોધ થઈ નથી અને તેમાં જ જગતનું શ્રેય છે.
ક્રોધ અને લોભ વગેરેના રંગો અને તેની થતી અસરો વેશ્યાને નામે ભગવતી સૂત્રમાં બતાવી છે; અને આધુનિક રીતે એ જ વાતને બિશપ લેડબીટર નામના એક અભ્યાસીએ ચિત્રોમાં બતાવેલ છે. માણસના મનની અંદર જ્યારે લોભના વિચારો સળવળી રહ્યા હોય છે ત્યારે તેનાં આંગળાં મડદાની માફક વળી જાય છે. આ બધી મનની વેશ્યાઓનો, વિજ્ઞાનની સાથે અભ્યાસ કરવાની જરૂર છે.
લોકોના જીવનમાંથી આજે નિષ્કામ ભાવના જ અદૃશ્ય થતી દેખાય છે. માણસના જીવન સ્વાર્થમય બની ગયાં છે, દંભમય બન્યાં છે. એક જણ પિત્તળના કડા ઉપર સોનાનું ગિલેટ કરાવી સોના તરીકે વેચવા નીકળે છે તો બીજો, પાણીના માટલામાં ઉપર ઘી તરતું રાખી ઘીના ઘડા વેચવા નીકળે છે. આ આજનો સંસાર છે.
અને આવા અસત્યમય જીવન ગાળનાર માણસને જ્યારે સમાજમાં આગળ વધવાનું મન થાય છે ત્યારે તે ભક્ત બની, શાન્તિસ્નાત્ર કરાવવા સાધુ-મુનિ પાસે જાય છે. આમ દુનિયાને આજે ખરું સત્ય ગમતું નથી. પણ જ્યાં સુધી સત્યનું
ધર્મરત્નનાં અજવાળાં ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org