________________
Jain Education International
++88&8*
આ મહાતેજની
તરના તિમિરનાં થર તોડવા માટે જરૂર પડે છે. આ તેજની ઝાંખી કરવી એ જ માનવજીવનનો મુખ્ય હેતુ છે. આનું નામ લબ્ધલક્ષ. માણસને જીવનમાં અનેક વસ્તુ મેળવવા અભિલાષા જાગે છે, પણ જીવનનું પૂર્ણ ધ્યેય શું છે તેની એને ખબર નથી.’
જે મહાતેજથી આપણે દૂર આવી પડ્યા છીએ એ વિયોગનું પણ આજ આપણને દુ:ખ થતું નથી. આજે સ્થિતિ એવી છે કે જે છોડીને ચાલ્યા જવાનું છે, એની પાછળ માણસ મગ્ન બન્યો છે, અને જે સાથે આવવાનું છે એનું લક્ષ એને રહ્યું નથી.
૪૮. લબ્ધલક્ષ
દુનિયા આખીમાં આજે એવું ગાંડપણ ચાલ્યું છે કે માનવી સાધનોને જ સાધ્ય માની બેઠો છે. પરિણામે સાધનો, સાધનો નથી રહ્યાં પણ સાધ્ય બની બેઠાં છે. માણસ સવારથી સાંજ સુધી સંગ્રહની પાછળ પડ્યો છે, પણ એ ભૂલી જાય છે કે એ આપણું જીવનલક્ષ્ય નથી.
૨૦૦ * ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
www.jainelibrary.org