________________
નથી લાગતા. એ શબ્દોની પાછળ અર્પણની, આચારની ભાવના જોઈએ; તો જ તે અસરકારક નીવડે છે.
આજે દુનિયામાં દરેક માણસ એમ વિચારતો થયો છે કે જગતનું ગમે તે થાય, મારું કલ્યાણ થાય તો બસ. પણ એ માણસ એમ નથી વિચારતો કે દુનિયા જ જો નહિ હોય તો એનું અસ્તિત્વ કઈ રીતે રહેશે ?
મહાપુરુષોના આવા વિચારો અને એમણે આપેલી પ્રેરણા આપણને કામ લાગે છે; એટલે ભગવાન મહાવીરની જયંતી પણ, આંતરરાષ્ટ્રીય સ્તર પર ઊજવાય તેમ થવું જોઈએ. તેમના વિચારો સારીયે દુનિયાને, આજના કટોકટીના કાળમાં ખપ લાગે તેવા છે. એ સાંભળીને માણસને જો ધ્યાનમાં આવશે કે પોતે ખોટે રસ્તે છે, તો તેમાંથી પછી પાછા વળતાં એને વાર નહિ લાગે. આ મહત્ત્વની વાતો પર આપણે સૌ વિચાર કરીએ. અપરિગ્રહ-અહિંસા-અનેકાંતવાદ વગેરે ભગવાન મહાવીરના સિદ્ધાંતોને આચરણમાં મૂકવા આપણે કોશિશ કરીએ.
પૈસો હોય તો તે પણ યોગ્ય માર્ગ વાપરતાં શીખો. જીવનની અંદર ત્યાગ કરતાં શીખો. નક્કી કરો કે વધારે કપડાં નહિ ખરી; રેશમ કે મોતી નહિ પહેરે; કોડલીવરના બાટલા નહિ વાપરું અને જીવનને સાદું બનાવીશ અને પછી, સાદાઈથી બચાવેલા એ પૈસા, તમારા બંધુ માટે વાપરતાં શીખો.
નદીને કિનારે બેસીને એક કાંકરો પાણીમાં નાખો છો તો તેનું કુંડાળું થતાં ઠેઠ સામા કાંઠે પહોંચે છે. આજે આપણે સૌ ચોપાટીના આ સાગરકિનારે બેસી જે સંકલ્પ કરીશું તેના તરંગો દુનિયાના સામા કિનારા સુધી પહોંચી જશે; માટે આપણે આપણા જ જીવનથી સારી વસ્તુઓની શરૂઆત કરીએ. ધીમે ધીમે તેનો પડઘો સારાયે વિશ્વમાં પડી શકશે.
ભગવાન મહાવીરના નિર્વાણને ૨૫૦૦ વર્ષ થવાને હવે માત્ર દશ વર્ષ જ બાકી રહ્યાં છે. દુનિયાભરમાં એ દિન ઊજવાય તે માટે આપણે સૌ તન, મન ધનથી પ્રયત્ન કરીએ; આપણે માનવજાતને ઊંચી લાવવા કંઈક બલિદાન આપીએ; ભગવાન મહાવીરના વિચારો મુજબ, આપણા જીવનને ઘડવા કોશિશ કરીએ; તેમ જ આવા શુભ વિચારો અને કર્તવ્યથી, આપણું અને અન્ય સૌનું જીવન દિવ્ય બનાવીએ.
(૨૪-૪ '૬૪ની સાંજે મુંબઈ નગરીના લાખ લાખ ભક્તિભર્યા નરનારીઓએ પ્રભુ મહાવીરનું જન્મકલ્યાણક સાગરકિનારે ઊજવ્યું, તે સમયે આપેલ પ્રવચનની ટૂંકી સ્મૃતિનોંધ.)
ચાર સાધન * ૨૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org