________________
મનનો દોરો હાલ્યો નહિ. તમે ઓરડામાં જમવા બેઠા હો, દૂધપાક આવે, તેમાં કસ્તૂરી કેસર બધું નાખેલું હોય પણ ખબર પડે કે દૂધપાકમાં કોઈ ઝેરી વસ્તુ પડેલી છે તો તેવા દૂધપાકને તમે અડકશો ? નહિ જ અડકો. ભોગો માટે પણ તેવું જ છે. જ્યારે ખબર પડે કે આ ભોગો મને મારી નાખનાર છે, સંસારમાં રખડાવનાર છે ત્યારે એ ભોગોની લાલસા દૂર થશે. પણ એ માટે દૃષ્ટિ કેળવવી જોઈએ.
રથનેમિ ગુફામાં ધ્યાનમાં બેઠા છે. રાજીમતીને ત્યાં આવેલ જોઈને ધ્યાનથી ભ્રષ્ટ થાય છે. રાજીમતી પાસે ભોગની પ્રાર્થના કરે છે. રથનેમિને રાજીમતી સમજાવે છેઃ
અશુચિ કાયા, મળમૂત્રની ક્યારી,
એવડી તમને કેમ લાગી પ્યારી ? એ રીતે રાજીમતીએ રથનેમિને ભેદજ્ઞાન સમજાવ્યું. દૃષ્ટિ ફરી ગઈ. ઉપદેશનો અંકુશ લાગ્યો. રથનેમિ બદલાઈ ગયા અને આત્મસિદ્ધિ સાધી ગયા.
આપણને પણ ભેદજ્ઞાન થાય તે માટે સંસાર-રોગનું આ ઔષધ બતાવતાં તે કહે છે કે “વિચાર.” એવા વિચારવાન બનો, કે આ જ જીવનમાં પોતાનું કલ્યાણ કરવાનું છે. વિચાર વિના ઘેટાની જેમ દોડાદોડ કરો તો કપાઈ મરવાની દશા પ્રાપ્ત થાય.
આજના વ્યાખ્યાનમાં ચાર પ્રશ્નો અને ચાર ઉત્તર એક શ્લોકમાં સમજાવ્યા છે.
પ્ર : ગુરુ કોણ ? ઉ. : હિતોપદેશ આપે છે. પ્ર : શિષ્ય કોણ ? ઉ) : ઉપદેશને જીવનમાં ઉતારે તે. પ્ર : રોગ કયા ? ઉ. : ભવચક્ર, સંસારચક્ર. પ્ર : રોગની મુક્તિનો ઉપાય શો ? ઉ. : વિચારોની સતત જાગૃતિ.
આ ચાર પ્રશ્નો અને તેના ઉત્તરોને જે સતત વિચારે તે આ ભવચક્રમાંથી પાર ઊતરી આત્માનું કલ્યાણ સાધી શકે છે. આપ સર્વે આ ચાર વસ્તુ સમજી આત્માનું કલ્યાણ સાધો.
૩૦૪ * ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org