________________
વાત ઉપજાવી કાઢેલી નથી લાગતી ? મેં અમેરિકા, ઇંગ્લેન્ડ વગેરે કેટલાય દેશોમાં અનેક જાતનાં ઓપરેશન કર્યા છે અને જોયાં છે, પરંતુ મેં ક્યાંય, માનવશરીરમાંથી દૂધ નીકળતું જોયું નથી.”
મેં કહ્યું : “ડોક્ટર ! તમે અનેક ઑપરેશન કરવા છતાં નથી જોયું; જ્યારે મેં તો વિના ઑપરેશને લોહીને બદલે દૂધ નીકળતું જોયું છે. સ્ત્રીને માતૃત્વ પ્રાપ્ત થાય છે ત્યારે એનાં સ્તન દૂધથી સભર બને છે ને ! એ દૂધ ક્યાંથી આવતું હશે ?”
ડૉક્ટરે કહ્યું : “તે વખતે લોહીનું પરિવર્તન થઈ જાય છે.” મેં પૂછયું “કેવી રીતે થઈ જાય છે ? તો કહે : “માતામાં વાત્સલ્ય પ્રગટે છે, બાળક પ્રતિ પ્રેમ જાગે છે.'
મેં કહ્યું હતું : “એક બાળક પ્રત્યે જાગેલા વાત્સલ્યને લીધે સ્તનમાં દૂધ છલકાઈ જતું હોય તો પ્રાણીમાત્ર પરત્વે જેના અંતરમાં અસીમ પ્રેમ છલકાતો હોય, એના અંગેઅંગમાં દૂધ વહે તો નવાઈ લાગે ?”
ડૉક્ટરે હસીને કબૂલ કર્યું : “આ વાત ગળે ઊતરે છે.”
દંશ દેનાર પ્રત્યે પણ દયા દાખવીને એનું દેશીલું મ દૂધથી ભરી દેનાર મહાપુરુષે સર્પને કરુણામય સ્વરે કહ્યું : “બુઝ-બૂઝ બોધ પામ. પૂર્વજન્મમાં તું ચંડકૌશિક નામનો સાધુ હતો. ક્રોધમાં અકાળ મૃત્યુ પામી તું સર્પ બન્યો. તે આજ સુધી બહુ સળગ્યો, હવે શાંત થા. ક્રોધ જ તને સળગાવે છે. તેં તારા ક્રોધાગ્નિથી જગતને જ નહિ, તારા અંતરને પણ ઉજ્જડ કર્યું છે. હવે શાંતિના વારિથી તેને હર્યુંભર્યું બનાવ.”
સર્પની આંખોનો અગ્નિ ભગવાનને ન સળગાવી શક્યો; જ્યારે એમની કરુણામયી વાણીએ તો સર્પના અંતરને ઠારી દીધું, અને સર્પ ભગવાન મહાવીરનાં ચરણોમાં નમી પડ્યો.
બસ, ત્યારથી જ નાગ રાફડામાં રહેતો.... તે આહાર માટે પણ બહાર ન નીકળતો. એ વાત જાણીને ગોવાળિયાઓ રાફડામાં દૂધ-ઘી રેડવા લાગ્યા, તેમણે નાગપૂજા આદરી.
સાપનું હલનચલન બંધ થયું એટલે રાફડામાં કીડીઓ જામી. એ કીડીઓ ચંડકૌશિકના શરીરને ફોલી ખાવા લાગી. પોતે કરેલા ડેખોનું પ્રાયશ્ચિત્ત આ રીતે જ ભોગવી શકાશે, એ ભાવનાને લીધે, એ પોતાની સાધનામાં લીન રહ્યો. એના મનમાં એક જ વાત હતી. કીડીઓના ડંખથી મને દુઃખ થાય છે પણ મારા ડંખથી કેટલાના પ્રાણ ગયા ? સૌને પહોંચાડેલી વેદનામાંથી જાગેલી સંવેદનામાં એણે પોતાને મૈત્રીથી ઉજ્જવળ કર્યો. આ મૈત્રીપૂર્ણ કરુણાભાવમાં સર્પનું રૂપાન્તર દેવમાં થયું. પ્રેમ નરને નારાયણ બનાવે છે.
૩૨૨ * ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org