________________
મળે. ઇન્દ્રિયોના સુખથી અંતે થાકી જવાય છે. શાંતિદા સુખ સંતોષથી મળે છે. આ માટે એમણે પહેલી વાત અપરિગ્રહની બતાવી. સંગ્રહ કરવાની ઝંખના માણસને અશાંતિની ખીણ તરફ લઈ જાય છે.
જે સંચય કરે છે, જેમની પાસે ઘણું ધન છે, એમને રાત્રે સૂવા માટે દવા લેવી પડે છે. તમે તો દવા વગર સૂઈ જાઓ છો તો સુખી કોણ ? ભગવાને બતાવ્યું કે શાંતિ આપનારું સુખ એ જ સાચું સુખ અને એ સુખ સંતોષથી જ મળે.
બીજી વાત બતાવી મિત્રની. તમે મિત્ર શોધો પણ ઘણી વાર મિત્રો જ તમારો નાશ કરે છે. ક્લબમાં લઈ જઈ રાત્રે મોડે સુધી જગાડી, તમને વ્યસનને રસ્તે ચડાવી તમારો વિનાશ તમારા જ મિત્ર કરે છે. એટલે ભગવાને કહ્યું કે મિત્ર એ છે જે તમારા જીવનમાં આનંદ લાવે. તમારા પ્રાણને આનંદથી ભરી દે. નૈસર્ગિક આનંદથી તમારા દિલમાં માનસિક સ્વસ્થતાનું સુખ ઉત્પન્ન કરે, તો મિત્ર કોણ ? મM શત્રુ મિત્ર ૪ ભગવાને કહ્યું, તું તારો મિત્ર છે અને તે જ તારો શત્ર પણ છે. તારા આત્માને જ તું તારો મિત્ર બનાવ. જે આત્માને મિત્ર ગણતો નથી, જેનામાં અનુપ્રેક્ષા કે અવલોકન શક્તિ નથી, અંદર ઊતરી જે પોતાને શોધતો નથી, સ્વયં પોતાની જાત સાથે સંબંધ ઇચ્છતો નથી, પોતાની સાથે બેસી થોડી ક્ષણો પણ પોતે વાત કરતો નથી એ બહારના મિત્રોને શું આપી શકવાનો છે ?
ભગવાને કહ્યું કે તમે બીજાને શું કામ મિત્ર બનાવો છો ? તમે પોતે જ તમારા મિત્ર બનો. તમારો મિત્ર તમારો આત્મા છે, જે સાચો આનંદ આપનારો મિત્ર છે.
- ત્રીજી વાત ભગવાને બતાવી કે લોકો આઝાદી ઇચ્છે છે. પણ આઝાદીનો હેતુ શો છે તે ભૂલી જાય છે. આઝાદી મળવા છતાં દિલમાં અને મુખ પર બરબાદી દેખાય તો એને સમજવા માટે આઝાદીના રહસ્યને સમજવાની જરૂર છે. આપણી આઝાદીમાં આજે શું સુખ છે તે જુઓ.
જીવનમાં અનીતિ છે. રસ્તા પર જુઓ તો પશુઓનો સંહાર થઈ રહ્યો છે. માર્ગમાં માછલીઓ વેરાઈ રહી છે. પશુઓ પર ક્રૂરતા આચરાય છે અને નિર્બળોનું શોષણ થાય છે. આપણી માનવતા જ જાણે મરી ગઈ હોય એવી પ્રતીતિ થાય છે. આપણા ખાવામાં, આપણાં વસ્ત્રોમાં, આપણા સાબુમાં, ચારે બાજુ હિંસાનું પ્રદર્શન થઈ રહ્યું છે. આપણી આઝાદી શું લાવી ? હિંસા જ લાવી કે બીજું કાંઈ ?
મિત્રો, વિચાર કરવા જેવી વાત છે. હું જાણું છું કે આ વાત દર્દ ઉત્પન્ન કરે છે. ક્રિયાકાંડની મૂર્છાનામાં આપણે સત્યને ભૂલવા ઇચ્છીએ છીએ, પણ ભૂલવાથી તે વાત દૂર નહિ જાય, સામે આવશે.
સાધનોનું સૌંદર્ય ૩૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org