________________
જે મહેતારજ અને હરિકેશીબલને લોકો શૂદ્ર કહેતા હતા એ મચ્છીકુમાર અને મહેતર કુળમાં જન્મેલા હતા. ભગવાને તેમને પણ દીક્ષા આપીને પોતાના સાધુ બનાવ્યા અને સમાનતા આપી.
આજે આપણે હરિજન ઉદ્ધારની વાત કરીએ છીએ, સમાનતાનાં ભાષણ કરીએ છીએ, પણ જીવનમાં અને વ્યવહારમાં કેવી ભયંકર વિષમતા છે ?
A man of words, and not of deeds
is like a garden full of weeds. ભગવાન મહાવીર માત્ર શબ્દો બોલી બેસી રહે એવા નહોતા. ભગવાન મહાવીરે વિચાર્યું કે હું પૂર્ણતા લાવવા માટે, સમાનતા લાવવા માટે, વિષમતા દૂર કરવા માટે, પહેલાં હું મારા જીવનમાં પૂર્ણ સમાનતા લાવું.
પહેલાં પોતાના પર પ્રયોગ કર્યો, પછી ઉપદેશ દેવાનો પ્રારંભ કર્યો. પહેલાં તો એમણે અસમાનતાનું મૂળ એવો વૈભવ છોડ્યો. પોતાના પ્રિયજનનાં આંસુથી પણ ન થંભ્યા, મહાભિનિષ્ક્રમણ કર્યું.
મનુષ્યના જીવનમાં સમાનતાનું સંગીત આવે છે. વિચાર, ઉચ્ચાર અને આચારના સંવાદથી. આ ત્રણેના સંવાદમાં જ સંગીત છે. આ સંગીત જેનામાં ગુંજે છે એ PERFECT MAN – પૂર્ણ મનુષ્ય છે. ભગવાન એટલે પૂર્ણ મનુષ્ય.
જેમ વૈજ્ઞાનિકો પ્રયોગશાળામાં જઈ પ્રયોગ કરે છે તેમ મહાવીરે સાડાબાર વર્ષ જીવનની પ્રયોગશાળામાં, આ ત્રણેને સુધારવા અને અહિંસક બનાવવા પ્રયોગ કર્યો. વિચાર ધ્યાનથી અહિંસક બને, ઉચ્ચાર મૌનથી અહિંસક બને અને આચાર તપશ્ચર્યાથી અહિંસક બને.
વિચાર, ઉચ્ચાર અને આચાર : આ ત્રણેને અહિંસક બનાવવા માટે એમને ધ્યાન, મૌન અને આચાર તપશ્ચર્યાથી સાધન જડ્યાં.
એમણે ધીરે ધીરે ધ્યાન ધરતાં વિચારોમાં જે અહં છે, તેને ધ્યાનથી નાહ કરી સોહનો અનુભવ કર્યો. પણ તે કરતાં પહેલાં પ્રભુએ અહમને ઓગાળવાનો પ્રયત્ન કર્યો.
કવિવર રવીન્દ્રનાથે એક નાનો પ્રસંગ લખ્યો છે : “પૂનમની રાત હતી, હું ઓરડામાં બેઠો હતો અને કાંઈક લખી રહ્યો હતો. લખતાં લખતાં આંખને આરામ આપવા મેં બત્તી બંધ કરી. જેવી બત્તી કરી તેવી ત્યાં જ મારા આશ્ચર્ય વચ્ચે આકાશમાંથી પૂર્ણિમાની ચાંદનીએ બારીમાંથી એકદમ અંદર પ્રવેશી મારા
ઓરડાને પ્રકાશથી ભરી દીધો. કેવો મધુર, કેવો શીતળ, કેવો સુંદર એ પ્રકાશ !”
પ્રકાશને જોઈ કવિહૃદય દ્રવી જાય છે, એમનું દિલ ભરાઈ આવે છે. એ વિચારે છે કે હું છ વાગ્યાથી બેઠો છું, અત્યારે સાડાનવ થયા છે, પણ સાડાત્રણ કલાક સુધી મેં ચાંદનીને કેમ ન જોઈ ? એમને સમજાયું કે આ નાની બત્તી પૂર્ણ ચંદ્રમાનો પ્રકાશ જે એના ખંડમાં આવી રહ્યો હતો તેનો અવરોધ
સાધનોનું સૌંદર્ય
૩૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org