Book Title: Dharmaratnana Ajwala
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/004506/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ધર્મરત્નનાં અજવાળાં ચિત્રભાનુ 'WWW.EL Page #2 -------------------------------------------------------------------------- ________________ ધર્મરત્નનાં અજવાળાં ચિત્રભાનુ નવભારત સાહિત્ય મંદિર ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ ૪૦૦ ૦૦૨ દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ ૩૮૦ ૦૦૧ ૨૦૨, પૅલિકન હાઉસ, નટરાજ ટોકીઝ પાસે આશ્રમ રોડ, અમદાવાદ ૩૮૦ ૦૦૯ E-mail : info@navbharatonline.com Visit us at : www.navbharatonline.com Page #3 -------------------------------------------------------------------------- ________________ DHARMARATNANAN AJAWALAN by Chitrabhanu Published by Navbharat Sahitya Mandir Ahmedabad-1 & Mumbai-2 Visit us at : www.navbharatonline.com. E-mail : info@navbharatonline.com © ચિત્રભાનું પ્રથમ આવૃત્તિ : મે, ૨૦૦૮ કિંમત : રૂ. ૨૨પ-૦૦ પ્રકાશક : અશોક ધનજીભાઈ શાહ નવભારત સાહિત્ય મંદિર ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ મુંબઈ ૪૦૦ ૦૦૨ દેરાસર પાસે, ગાંધી રોડ અમદાવાદ ૩૮૦ ૦૦૧ ટાઇપ સેટિંગ : પ્રિન્ટ પોઇંટ, ૨૩, ૪થો માળ, ઇલોરા કૉમ. સેન્ટર, અમદાવાદ – ૧ મુદ્રક : પ્રિન્ટ કોન ૫૫, સરદાર પટેલ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, એ-વન હોટલની સામે, શાહવાડીની બાજુમાં, ઈસનપુર, નારોલ, અમદાવાદ ૩૮૨ ૪૪૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના જીવન એક પરમ રહસ્ય છે. સદીઓથી, અંતહીન કાળથી જ્ઞાનીઓ, વિજ્ઞાનીઓ, તત્ત્વજ્ઞાનીઓ, સાધકો, ઉપાસકો અને ન જાણે કંઈ કેટલા ઋષિ-મુનિઓ જીવનના પરમ રહસ્યને પિછાણવા.. પામવા... સ્પર્શવા મથે છે. સ્વાન્તઃ સુખાય પ્રારંભાયેલી એ શોધની યાત્રા દરમ્યાન જે મેળવે છે... જે મળે છે.. એ બધું ગમતાંનો કરીએ ગુલાલ' એ અભીપ્સા સાથે સહુજન હિતાય, બહુજન સુખાય... સર્વજન સહાય એઓ વહેંચતા હોય છે. જ્ઞાન ખીલવે તે જ્ઞાની કહેવાય. જ્ઞાન કેળવે તે જ્ઞાની કહેવાય. છેલ્લી સદીના આવા શ્રેષ્ઠ જ્ઞાનીજનોની શ્રેણીમાં એક નામ અનાયાસે ઊભરી આવે છે અને એ નામ છે ચિત્રભાનું ! ૨૬-૭-૧૯૨૨ના રૂપરાજેન્દ્ર તરીકે આરંભાયેલી એમની જીવનયાત્રા ૬-૧૨-૧૯૪૨ના દિવસે જૈનદીક્ષામાં ચંદ્રપ્રભસાગર મુનિ તરીકે પરિણમી. - પરિવર્તન અનિવાર્ય છે, શાશ્વત છે. પ્રત્યેક વસ્તુ બદલાય છે. પછી એ વ્યક્તિ હોય કે વસ્તુ હોય.. સ્થિતિ હોય કે પરિસ્થિતિ હોય.. પણ પરિવર્તન એ પ્રત્યેક પળની પ્રક્રિયા છે ! પરિવર્તનમાં આરોહણ પણ હોય અને અવરોહણ પણ હોય. પરિવર્તનમાં વિકાસની ક્ષિતિજો એક પછી એક કમળની પાંદડીઓની જેમ ખીલતી જાય... અને ઊર્ધ્વરોહણની યાત્રા આરંભાય... પણ જો દિશા અવળી હોય... ઊંધી હોય તો અવરોહણની ઊંડી ખીણ તરફ પણ જીવન ધકેલાઈ જાય ! વિકાસના બદલે હાસ તરફ દોરી જાય ! ચિત્રભાનુજીના પ્રત્યેક પરિવર્તને એમને નવો પ્રકાશ ચીંધ્યો છે. વૈચારિક અને વ્યવહારિક પાસાંઓના પરિવર્તનથી એમનું આંતરજગત તો વૈભવી બન્યું છે જ, સાથે સાથે એમણે પોતાના આસપાસને પણ ઊર્જસ્વી બનાવ્યું છે. ઓજસ્વી કર્યું છે. (3) Page #5 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા ગ્રહણ કર્યા બાદ એમણે તપ-ત્યાગ-સ્વાધ્યાય-ધ્યાનની સાથે સાથે સ્વપર કલ્યાણની પ્રવૃત્તિઓનો યજ્ઞ માંડ્યો ! પ્રવચનો, વાર્તાલાપ, સંબોધન, માર્ગદર્શન, ધ્યાનના પ્રયોગો, ધાર્મિક અને સામાજિક સંસ્કારીકરણના પ્રયોગો, જેલના કેદીઓને ઉદ્બોધન, શિક્ષણસંસ્થાનોમાં યુવાઓને સંબોધન, જૈન જૈનેતર પર્વોના પ્રસંગોએ હજારો... લાખોની મેદનીને પ્રેરણા આપતાં પ્રવચનો, આ ઉપરાંત માનવરાહતનાં કાર્યો... વગેરે અનેકવિધ પ્રવૃત્તિઓનો એમાં સમાવેશ હતો. દેશના જ નહીં... દૂર દૂર પ્રદેશ અને વિદેશના જિજ્ઞાસુઓ પણ એમના સત્સંગ માટે ઉત્સુક રહેતા. સાધકો સાથેની સંગોષ્ઠિ અને શાસકો સાથે પણ અવારનવાર સંવાદ સર્જીને એમણે ઘણાં સત્કાર્યો કરાવ્યાં. કતલખાનાં બંધ કરાવવા જેવી પાયાની જીવદયાની આલબેલ પણ એમણે પોકારી છે. ૧૯૭૦માં સહુ પ્રથમ વખત એમણે જીનીવા ખાતે આયોજિત દ્વિતીય આધ્યાત્મિક શિખર પરિષદમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો... અને એ વિદેશપ્રવાસની સાથે જ જબ૨દસ્ત પરિવર્તન એમના જીવનમાં આવ્યું... સંપ્રદાયમાં સંગોપાઈને રહેલા ચિત્રભાનુ હવે સંપ્રદાનની ભૂમિકાએ પહોંચીને વિશ્વના ખૂણે ખૂણે પ્રભુ મહાવી૨ની વાણીને પહોંચાડવાનો ભેખ આદરી લે છે ! આવા વખતે અપ્રતિમ વિરોધ, અસહકાર અને અપમાનના પ્રસંગો ઊભા થયા... પણ સાથે સાથે ઘનશ્યામદાસ બિરલા... બસંતકુમાર બિરલા અને એવા અનેક મહાનુભાવો એમના પડખે અડીખમ ઊભા રહ્યા. ગંગાનાં ગુણગાન કરવાં... એનું પૂજન-અર્ચન કરવું એ અલગ વાત છે અને એ ગંગાને ધરતી પર લાવીને સામાન્ય જન સુધી પહોંચાડવી એ ભગી૨થ કાર્ય છે ! ચિત્રભાનુજીની બહુમુખી પ્રતિભાને દેશ-પ્રદેશના સીમાડાથી પેલેપાર વિદેશની ધરતી પર ફેલાવવામાં અનેક જ્ઞાત-અજ્ઞાત લોકોએ તર્પણ કર્યું. ૧૯૭૦માં જીનીવા ખાતે બીજી આધ્યાત્મિક શિખર પરિષદ [2nd Spiritual Summit Conference] 1971માં હાર્વર્ડ-અમેરિકા ખાતે ત્રીજી આધ્યાત્મિક શિખર પરિષદ, ૧૯૭૩માં ન્યૂયૉર્ક-અમેરિકાના યુનાઇટેડ નેશન્સના ખંડમાં UN Chapelમાં પ્રથમવાર મહાવીર જયંતીની ઉજવણી. ૧૯૭૯માં અમેરિકામાં જૈન સેન્ટરની સ્થાપના... અમેરિકામાં રહેતા... ભણતા... કાર્ય કરતા જૈન યુવકોને જગાડ્યા... જૈનધર્મ પ્રત્યે અભિમુખ કર્યો. અને જૈનધર્મની પ્રવૃત્તિઓ માટે ૪ જૈન સેન્ટરોની સ્થાપના કરી. ૧૯૮૦માં જૈના JAINAની સ્થાપના કરીને અમેરિકાના જૈનોને એક તાંતણે બાંધ્યા. —— (૪) Page #6 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦૧માં અમેરિકાના ઇતિહાસમાં પહેલીવાર અમેરિકાની પ્રતિનિધિ સભા [US House of Representatives]માં પ્રભુ મહાવીરની જન્મ જયંતી પ્રસંગે પ્રાર્થના કરી... જૈન સમાજ, જૈનધર્મ માટે આ એક ગૌરવ અને ગરિમાની વાત બની. સાથે સાથે અમેરિકા, યુરોપ, આફ્રિકા, હૉંગકૉંગ, સિંગાપૉર, મલેશિયા, બેલ્જીયમ, જાપાન વગેરે અનેક દેશોમાં ફરીને પ્રભુ મહાવીરના સિદ્ધાંતો અહિંસા, અપરિગ્રહ, અનેકાંતવાદનો પ્રસાર કર્યો... અને જૈનધર્મ સાચા અર્થમાં વિશ્વધર્મ બન્યો. અહિંસક જીવનપદ્ધતિ, શાકાહારના પ્રચાર માટે અનવરત પ્રયત્નશીલ રહ્યા. સવા લાખ જૈનો ઉપરાંત લાખો વિદેશી લોકો સંપૂર્ણપણે શાકાહાર અને વિજ્ઞાન તરફ વળ્યા. ૧૯૭૦માં વિદેશની ધરતી ઉપર ચિત્રભાનુજીએ પ્રગટાવેલી ધર્મપ્રચારની આ મશાલમાં ત્યાર બાદ ભારતના અનેક સંતો, ત્યાગીઓ, જ્ઞાનીઓએ તેલ પૂરીને એને પ્રજ્વલિત રાખી છે. જાણે કે એમણે ધર્મપ્રચાર માટેનાં દ્વાર ઉઘાડ્યાં. આ બધા આયામો એમના પ્રભાવશાળી વ્યક્તિત્વના, એમની અન્તર્યાત્રાની વિકાસયાત્રાનાં પરિણામ છે. જીવનના આ તમામ પડાવોને વટાવતા એઓ શબ્દો અને ભાષાના સફળ વાહક બન્યા છે. ઘણુંબધું બોલ્યા... ઘણુંબધું લખ્યું... વખતોવખત પુસ્તકરૂપે, સામયિકોમાં, છાપાંઓમાં, મેગેઝિનોમાં બધું છપાતું રહ્યું. એઓ લોકોને પ્રેરણા માટે તીર્થસમાન બની ગયા. એમનું સાહિત્ય પ્રેરણાની ગંગોત્રી બની ગયું ! લગભગ ૧૯૮૦ સુધીની સાલનું એમનું સમગ્ર ગુજરાતી સાહિત્ય હવે સંપુટરૂપે ૪ પુસ્તકો રૂપે ગ્રંથસ્થ થયું છે. નવભારત સાહિત્ય મંદિરવાળા શ્રી ધનજીભાઈ તથા એમના પરિવારના અત્યંત આગ્રહ... વિનંતિ અને સતત પ્રયાસોના પરિપાકરૂપે આ સાહિત્યસંપુટ ૧૪૦૦થી વધારે પાનાંઓમાં પથરાઈને ઉપલબ્ધ બને છે. આ સમગ્ર સાહિત્ય માનવજાત માટેની એમની કરુણા... એમનો પ્રેમ... કલ્યાણ-કામના... તથા જીવન પ્રત્યેનો સમાદર છલકાઈ આવે છે. શાકે ૧૯૮૦ પછીનાં પ્રવચનો, ચિંતન...આલેખન વગેરેની તો આપણે હજી પણ પ્રતીક્ષા કરવી રહી. નિશ્ચિતપણે એમના વિચારો વાચકને ઝકઝોરશે... સાચી દિશા ચીંધશે... માર્ગની શોધમાં નીકળેલા સાધકો માટે દીવાદાંડીની ગરજ સારશે. પ્રો. રમેશ એચ. ભોજક (M. A., M. Phill., D. H. E.) Wilson College MUM 7. (4) Page #7 -------------------------------------------------------------------------- ________________ u.s. House of Representatives CERTIFICATE This certification of recognition and appreciation is presented to GURUDEV SHREE CHITRABHANUJI Founder, Jain Meditation International Center New York, New York who gave the opening prayer at a session of the U.S. House of Representatives, The Capitol, washington, D.C., on May 22, 2001. Dalla Ruckend Phill chyriain (६) Trandol Speaker clerk of the Hase Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧. ભૂમિકા ૨. ધર્મકથા ૩. ધર્મનો આરાધક ૪. ધર્મનો અધિકારી ૫. ગંભીરતા ૬. ગંભીરતા દ્વારા આત્મદર્શન ૭. ક્ષુદ્રતાનો ત્યાગ ૮. સંપૂર્ણ અંગોપાંગ ૯. પ્રકૃતિસૌમ્યતા ૧૦. સૌમ્યત્વનાં સાથી ૧૧. જીવનનું પરિવર્તન ૧૨. લોકપ્રિયતા ૧૩. લોકપ્રિયતાની કેળવણી અને પ્રાપ્તિ ૧૪. વિચાર-ઔદાર્ય ૧૫. વિનય-દર્શન ૧૯. શાશ્વત શું ? ૧૭. અક્રૂર ૧૮. પાપભીરુતા-૧ ૧૯. પાપભીરુતા-૨ ૨૦. અશઠ એટલે સૂરીલી સંવાદિતા ૨૧. ધર્મી જીવનનું સાફલ્ય ૨૨. સુદાક્ષિણ્ય ૨૩. દાક્ષિણ્યમયી દાનભાવના ૨૪. લજ્જાતા ૨૫. મંગળ મંદિરને પંથે અનુક્રમણિકા ધર્મરત્નનાં અજવાળાં ૨૬. દયાનું ઝરણું ૨૭. દયાના બે સ્રોત ૨૮. વિશ્વ-એકાત્મભાવ ૨૯. માધ્યસ્થ ૩૦. માધ્યસ્થનું માધુર્ય ૩૧. ગુણાનુરાગ ૩૨. સદ્ગુણની ઉપાસના ૩૩. સત્કથા ()) ” ” ૩ ૧૩ ૨૧ ૨૪ ૨૮ ૩૧ ૩૪ ૩૯ ૪૪ ૪૭ ૫૦ ૫૫ so ૬૫ ૭૦ ૭૫ ८० ૮૩ 62 ૯૨ ૯૭ ૧૦૫ ૧૧૦ ૧૧૨ ૧૧૭ ૧૨૨ ૧૨૭ ૧૩૨ ૧૩૬ ૧૪૦ ૧૪૪ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૩૪. અખંડ જીવન ૩૫. સુપક્ષ ૩૬. જીવનમાં સુપક્ષતા ૩૭. દીર્ઘદર્શી ૩૮. વસ્તુના હાર્દનું દર્શન ૩૯. વિશેષજ્ઞ ૪૦. વૃદ્ધાનુગામી ૪૧. અનુભવની એરણ ૪૨. વિનય ૪૩. કૃતજ્ઞતા ૪૪. ઉપકાર-ચતુષ્ટક ૪૫. કૃતજ્ઞતાનો સંદેશો ૪૬. પરહિતનિરત: ૪૭. સમષ્ટિની ભક્તિમાં મુક્તિ ૪૮. લબ્ધલક્ષ ૪૯. ધ્યેયદૃષ્ટિ ૫૦. ધ્યેયયાત્રા ૫૧. લક્ષ્યબિંદુ ચાર સાધન ૫૨. લક્ષ્મીનાં ભાગ્ય દાનથી ખીલે છે ! ૫૩. વિદ્યા સુકૃતથી ધન્ય બને ૫૪. ચિન્તન એ પરમ તત્ત્વના વિનિશ્ચય માટે છે ૫૫. વાણી પરોપકાર માટે હો ! ૫૬. માનવધર્મ ૫૭. ભક્તિનું માધુર્ય ૫૮. યોગપ્રાપ્તિ માટે ૫૯. પ્રભુ મહાવીર ૬૦. સિદ્ધાંતો ભૂલીને માત્ર પૂજા જ કરતા રહીશું ? ૬૧. આજના યુગમાં માનવીનું સ્થાન ૬૨. વેશને વફાદાર રહે તે જ સાચો સાધુ ૬૩. સિંહણના પુત્ર છો, સિંહ બનજો ૬૪. ગણેશ-ઉત્સવનું રહસ્ય ૬૫. મૈત્રીની મંગળ ભાવના ૬૬. મહાવીર જન્મકલ્યાણક સાધનોનું સૌંદર્ય (૮) ૧૪૮ ૧૫૨ ૧૫૬ ૧૫૯ ૧૬૩ ૧૬૭ ૧૭૧ ૧૭૬ ૧૮૦ ૧૮૬ ૧૮૯ ૧૯૩ ૧૯૬ ૧૯૮ ૨૦૦ ૨૦૨ ૨૦૫ ૨૦૮ ૨૧૫ ૨૨૪ ૨૩૧ ૨૪૧ ૨૪૮ ૨૫૫ ૨૦૧ ૨૭૧ ૨૭૮ ૨૮૪ ૨૯૬ ૩૦૫ ૩૦૮ ૩૧૨ ૩૧૭ Page #10 -------------------------------------------------------------------------- ________________ ધર્મરત્નનાં અજવાળાં ..._ _ _ _ _ _ ____ _ Page #11 -------------------------------------------------------------------------- ________________ Page #12 -------------------------------------------------------------------------- ________________ +>&> વચન-સ્વાધ્યાયમાં આપણે ધર્મરત્નપ્રકરણ’નો ગ્રંથ પસંદ કર્યો છે. ‘ધર્મ-રત્ન'નો ગ્રંથ આચાર્યશ્રી ‘દેવેન્દ્રસૂરિજી’એ રચેલો છે અને તે અદ્ભુત છે. ૧. ભૂમિકા ધર્મી માણસ કેવો હોય, એનામાં કા કયા ગુણો હોય એ આ ગ્રંથમાં બતાવવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ કે ધર્મ કહેવડાવવું સહેલું છે, પણ જીવનમાં ખરેખર એવા બનવું એ ઘણું મુશ્કેલ છે; એટલે સાચું ધર્મીપણું આપણે આવા ગ્રંથોના અભ્યાસથી અને આચરણથી સિદ્ધ કરવાનું છે. મહાન સર્જનની પાછળ માણસમાં નમ્રતા જોઈએ. એ બતાવવા માટે શરૂઆતમાં લેખક પ્રભુને નમન કરે છે. એનામાં અભિમાન નથી, તેથી એ ગ્રંથના સાંભળનારને અને પોતાને પણ તારે છે. લેખકનું પ્રથમ વંદન, જેમણે જગતને પોતાના જીવનથી ‘વિનય' ગુણનો મંત્ર શીખવ્યો છે, જે ફકીરી અને ત્યાગના ધામ ધર્મરત્નનાં અજવાળાં * ૩ Page #13 -------------------------------------------------------------------------- ________________ જેવા છે તે ભગવાન શ્રી મહાવીર સ્વામીને ક૨વામાં આવ્યું છે. જીવનમાં નમ્રતા અત્યંત આવશ્યક છે. મીણ જેવું જેનું હૃદય ન હોય તે દુનિયાને મીણ જેવી નરમ નહિ બનાવી શકે. ‘નમ્રતા' અને ‘વિનય’ માણસમાં ન આવે તો એનો સંસાર બગડી જાય છે. તમારાં ઘરોમાં, માતા-પિતા પ્રત્યે અને કુટુંબની વ્યક્તિઓ પ્રત્યે જો આ નમ્રતા ફેલાય તો જીવનમાં ધર્મ ધીરે ધીરે આવતો જાય છે. પણ આપણે યાદ રાખવાનું છે કે સંસારમાં તો “નમન નમનમેં ફેર હૈ, બહુત નમે નાદાન.” એવો ઘાટ રચાયેલો છે. તમારી પાસેથી જે માણસ કાંઈક પડાવવા માગતો હશે, જે દગલબાજ હશે, એ વધુ નમતો-ભજતો રહેશે. એવા લોકોથી ચેતજો. જ્યારે કોઈ તમને વધુ પડતું માન આપે અને સત્કાર કરે ત્યારે જોજો કે એની પાછળ એનો સ્વાર્થ તો નથી ને ? - સ્વાર્થની ભાવનાથી કરેલું નમન એ નમન નથી પણ વ્યાપાર છે. આ પ્રકરણના લેખકનું નમન તો ત્યાગીને છે; ગુણોના ધામને છે; હજારો વર્ષ પહેલાં પાવાપુરી અને રાજગૃહીમાં વિહરેલી ચેતનાને છે, એ ચેતનાથી પાવન થયેલી ધૂળ પણ ધન્ય છે. પ્રભુ શ્રી મહાવીરની ચરણરજમાં આજે પણ એવી શક્તિ છે કે ક્ષણમાં યુગોનું દર્શન કરાવી શકે, આંખના પલકારામાં જીવનની અનુભૂતિ કરાવી શકે. જે મહા વિભૂતિ કાળપ્રવાહને તરી ગઈ છે, જે ગુણોનો ભંડાર છે, એવા ભગવાન શ્રી મહાવીર પ્રભુને લેખકનું નમન છે. આવા નમનમાં પણ એક જાતનો આત્મિક ભાવ જરૂરી છે. આ ગ્રંથમાં આત્માનો અખૂટ ખજાનો છે. આ ખજાનાના સાચા સ્વામી એટલે ભગવાન મહાવીર. એમની પાસે વૈભવ હતો, બંધુ, પુત્રી અને પત્ની સર્વસ્વ હતું, છતાં એમને એ બધું નશ્વર લાગ્યું. નશ્વર વસ્તુ આત્માની તૃષા છિપાવી શકતી નથી. આત્માની તૃષા કાંઈ દુન્યવી વસ્તુથી સંતોષાતી નથી. એમને અમૃતતત્ત્વની પિપાસા લાગી હતી, આથી બધું છોડીને એમણે ત્યાગનો માર્ગ લીધો. આત્માની તૃષા એ ધન અને સત્તાની તૃષા નથી પણ આત્મિક શાન્તિપરમપદની તૃષા છે. એ કાંઈ ભૌતિક વસ્તુથી શાંત થાય ? એમણે આટલા ખાતર સાડા બાર વર્ષ સુધી અડોલ તપશ્ચર્યા આદરી, ઘોર ઉપસર્ગોને હસતા મુખે સહન કર્યા અને અંતે એમણે શું મેળવ્યું ? રત્નનો ખજાનો; શાશ્વત ખજાનો. ૪ : ધર્મરત્નનાં અજવાળાં Page #14 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજીએ પણ આ જ કહ્યું છે કે ‘હું જે પ્રાપ્ત કરવા માગું છું તે જીવનનું અમૃત છે. મેં જગતમાં વિષના કટોરા પી લીધા છે, હવે આત્માની તૃષા છિપાવવા માટે મારે અમૃતદર્શનના પ્યાલા પીવા છે.' ચેતનાની આ શક્તિ છે. એ, ક્ષણને યુગો સુધી લંબાવી શકે અને યુગોને એક ક્ષણમાં સમાવી શકે, પણ તે શરીર નહિ, ચેતના. શરીર અને ચેતના બે જુદાં છે. ચેતના જાય એટલે શરીર ખોખું માત્ર બની જાય છે. આ ચેતના એટલે આનંદઘન. આપણા બધાની અંદર પણ એ જ સૂતેલો છે. એને શ્રવણ દ્વારા જાગ્રત કરવાનો છે; પોઢેલાને જગાડવાનો છે. આપણે આ ગુણ-રત્નો જાણવા અને પામવા કેડ બાંધવી પડશે. સમય કાઢી આ ‘ધર્મ-રત્ન'ના વાચન અને સમજણની પાછળ સમય ખર્ચવો પડશે, તો જ આ ગ્રંથનાં સૂત્રોમાં શી અમીધારા ભરી છે એ તમે જાણી શકશો. સમય પ્રમાણે ઉપદેશની રીત, તર્કો, દલીલો બદલાઈ શકે, પણ મૂળસૂત્રો કાંઈ બદલાતાં નથી. કેટલાક કહે છે કે એ સૂત્રો જૂનાં છે. અમારે તો નવી જાગતી-જીવતી વાતો જોઈએ. પણ એ લોકો જાણતા નથી કે આ સૂત્રો પચીસસો વર્ષે તો શું પણ અઢી લાખ વર્ષે પણ એની ચિનગારીથી પ્રેરણા આપનારાં રહેવાનાં. આ રત્નો જેઓ શ્રેયાર્થી થવા માગે છે, તેમને માટેનાં છે, જેને આ ઉપદેશની જરૂર છે, તેને જ એ આપવામાં આવે છે. આત્માના વિકાસ માટે આપણે જ્યાં ધર્મની ધારા વહેતી હોય ત્યાં જવાનું છે. જે માણસ રત્નો માટે ઝંખે છે એ જ એની કિંમત કરી શકે છે, બાકી તો જેને જરૂર નથી એવાને એ દેવા જશો તો આની કિંમત એને કોડીની લાગશે. માટે ‘ધર્મ-રત્ન’ અધિકારીને અને યોગ્ય હોય તેને જ અપાય; ગમે તેને નહિ. આપણે એવા અધિકારી થવાનું છે. આ ધર્મને રત્નોની ઉપમા આપી છે, કારણ ઉપમા હમેશાં શ્રેષ્ઠની જ હોય. વિશ્વની બધી વસ્તુઓમાં રત્ન જેમ કીમતી છે તેમ ધર્મ સર્વ રત્નોથી પણ કીમતી છે. આ શ્રેષ્ઠ ધર્મને સમજવા આપણે દૃષ્ટિ કેળવવાની છે, એના અધિકારી બનવાનું છે. તો જ આપણે એ ધર્મરત્નને પામી શકીશું. આ ‘ધર્મ-રત્ન' પામવા કઈ કથા સાંભળવી ? તા. ૩૦-૭-૧૯૭૦ ધર્મરત્નનાં અજવાળાં * ૫ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૨. ધર્મકથા Is on સ્ત્રમાં રાજ કથા, ભક્તકથા, દેશકથા અને સ્ત્રીકથા આ ચાર જાતની શું કથાને વિકથા કહેવામાં આવી છે. જે સ્ત્રીકથામાં પ્રત્યેક માણસને રસ પડે છે. વૃદ્ધ અને યુવાન સૌ સ્ત્રીકથામાં મગ્ન છે, બને છે. ભોજનકથામાં પણ માનવ-સમાજ °° જીવનનો ઘણો સમય વેડફી નાખે છે. અને આ જ પ્રમાણે દેશકથા અને છે. રાજકથા પણ માનવજાતમાં એટલી જ બે પ્રચલિત થઈ રહી છે, વેગવાન બની રહી છે. જ્યાં સુધી પૃથ્વી ઉપર માનવી છે અને છે તેનો સંસાર છે ત્યાં સુધી સંસારમાં રાગદ્વેષ હું તો રહેવાના અને તેના પ્રતીક રૂપે રાજ્યો છે. પણ રહેવાનાં. રાજ કથા અતિ પ્રાચીનકાળથી ચાલી આવે છે. જે માણસને કાંઈ નથી આવડતું એ પણ જગતની અને રાજકારણની સમીક્ષા કરવા બેસી જાય છે. એ જ રીતે એ દેશકથાની (જુદા જુદા દેશના રીતરિવાજ વગેરે અંગે થતી વાર્તા) પાછળ પણ મનને લગાડીને, માણસ આજે એનો સમય વેડફી ૬ ધર્મરત્નનાં અજવાળાં Page #16 -------------------------------------------------------------------------- ________________ રહ્યો છે; ક્ષણભર જીવનની ચિંતા ભૂલવા પ્રયત્ન કરી રહ્યો છે. પણ આ બધું જીવનને શું સહાયક થવાનું છે ? આજે માણસને પોતે કોણ છે તેની જ ઓળખાણ રહી નથી, માટે તો એને ધર્મકથાની જરૂર છે. એનાથી માણસને પોતાના આત્માની ઓળખાણ થશે. આજે માનવી આત્માને સમજતો નથી, એટલે પોતે શું ગુમાવી રહ્યો છે એનું એને ભાન નથી અને દુન્યવી-ક્ષણિક સુખોની પાછળ ઉતાવળી દોટ મૂકી રહ્યો છે. આજનો માનવી અજ્ઞાન દશામાં રહેલા બાળક જેવો છે. પોતાના પિતા પાસે લાખોની સંપત્તિ છે એ ન જાણનાર નાદાન બાળક, જેમ એના રક્ષક પાસેથી એક રૂપિયો મળતાં સંતોષ માને, એવી કરુણ દશા માનવીની છે. જગતનાં સંસારી સુખો પાછળ એ આત્મિક સંપત્તિ લુંટાવી રહ્યો છે. થોડાંક ભૌતિક સુખોના મોહમાં એ જીવનનું સર્વસ્વ ગુમાવી રહ્યો છે. માટે જ્ઞાનીઓએ કહ્યું છે કે, “માનવી ! તું તારી જાતને ઓળખ, તારી સંપત્તિને ઓળખ.” જોતાં અને શોધતાં આવડે તો આત્માનો આ ખજાનો અઢળક છે, અમૂલો છે. રાગ-દ્વેષ અને જગતની જંજાળથી જે મુક્ત હોય છે, તેને જ આવું આત્મિક-સાચું સુખ મળે છે. આ રીતે જોતાં, વિષય-કષાયમુક્ત સાધુને જે સુખ હોય છે તે ચક્રવર્તી રાજાને પણ નથી હોતું. આત્માની સ્વભાવ-દશામાં જે સુખ છે એનો અંશ પણ દુન્યવી સુખમાં નથી એ આપણે સમજી લેવું જોઈએ. ભૌતિક સુખના આ વંટોળિયામાંથી સાધુ મુક્ત હોય છે, તેથી જ તે સાચો સુખી બની શકે છે. માણસ જ્યારે એના જીવનમાં પ્રવેશેલા રાગના કીડામાંથી મુક્ત બને છે, લોક-વ્યવહારમાંથી અલિપ્ત બને છે, ત્યારે એને આત્મા અને પરમાત્માના મિલનના આનંદની ઝાંખી થાય છે અને ખરી શાન્તિની અનુભૂતિ થાય છે. પ્રભુના સ્મરણમાં જ્યારે માનવી પોતાના ચિત્તનો લય કરી શકે છે ત્યારે જ એને નૈસર્ગિક સુખનો આનંદ મળે છે : બાકી તો આજે જેને લોકો સુખ કહીને લેવા દોડે છે એ સુખ નથી, પણ સુખનો આભાસ માત્ર છે. જગતના કોઈ સુખમાં જે આનંદ નથી, એ ધર્મ-કથામાં રહેલો છે. ધર્મકથાથી આત્માનું કાંચન અને એનો પ્રકાશ બહાર આવે છે. જીવનમાં કદીયે થાક ન લાગે એવું અમૂલું તત્ત્વ આ ધર્મ-કથામાં રહેલું છે. આત્માની વાતો એટલે સ્વ-રસની વાતો. એનો આનંદ અલૌકિક છે. ચંદન જેમ જેમ ઘસાતું જાય છે, તેમ તેમ એમાંથી વધુ ને વધુ સુગંધ પ્રગટે છે; તેમ માણસ આવી ધર્મકથામાં-આત્મકથામાં લીન બને છે તેમ એના જીવનમાં નવી ધર્મરત્નનાં અજવાળાં * ૭ Page #17 -------------------------------------------------------------------------- ________________ સુવાસ પ્રગટ થવા માંડે છે, વધવા માંડે છે. પણ આ ધર્મકથા કોને પીરસાય ? જેને એમાં રસ હોય તેને જ તે આપી શકાય. આત્માનો અર્થી હોય તેનામાં જ આ માટેની તમન્ના જાગે, અને એકવાર એનો રસ જાગ્યો કે પછી એ વસ્તુને છોડે નહિ, એના વિના ચાલે નહિ. માણસને ઘણાં પ્રિયજનો અને સ્વજનો હોય છે, છતાં એનું મૃત્યુ થતાં સૌ સગાં-વહાલાં એને સ્મશાનભૂમિમાં મૂકી આવે છે અને ચિતા સળગાવતાંય પોતાનો હાથ દાઝી ન જાય એની કાળજી રાખે છે. માનવ-જીવનની આ નિર્દયતા તમે કદી વિચારી છે ? - જેને માટે, જેના શરીર માટે માણસ આટલી કાળજી રાખતો એ જ સ્વજનના શરીરને પોતે જ ચિનગારી મૂકી જલાવી દે છે, અને ત્યાં જ એની સાથેનો સંબંધ પૂરો કરી, નાહી નાખે છે. આમ જે દેહ છેવટે તો આપણને છોડીને જવાનો છે, તેને માટે જિંદગીભર પાપ કરવાનાં ? આપણી આ કાયા છે, તે અશુચિની ભરેલી છે, ગંધાઈ ઊઠે તેવી છે, તેથી તો તમે એની દુર્ગધ ઢાંકવા લાખો ફૂલોનો કચ્ચરઘાણ વાળી, એનું અત્તર કાઢી શરીરે લગાવો છો, દેહનો આટલો મોહ ! આટલી માયા ! માટે ભગવાને કહ્યું કે “તું માત્ર તારા આત્માને સમજ; એટલે તું જગત અને પરમાત્માને સમજી શકીશ.” જગતમાં વખોડવા લાયક કે વખાણવા લાયક કાંઈ જ નથી. વસ્તુ માત્ર પરિવર્તનશીલ છે. પ્રાજ્ઞ માણસનું તો કામ એ છે કે જોયા કરવું અને જાણવું. રૃત્વ નામાવનામ સવં મવરિત્તે છે એટલે કે આત્મા વસ્તુનો કર્તા નહિ, પણ દ્રષ્ટા, સાક્ષીરૂપ છે, આ વાત સમજાય તો જ ધર્મકથા સાંભળીને ધર્મના પથ પર સમજણપૂર્વક આગળ વધી શકય. તા. ૧-૭-૧૯૯૦ ૮ - ધર્મરત્નનાં અજવાળાં Page #18 -------------------------------------------------------------------------- ________________ +>& ૩. ધર્મનો આરાધક અપાર એવો જે ભવ-સાગર છે, એમાં સૌથી દુર્લભ મનુષ્યભવ છે. મનુષ્યભવ મેળવવો અત્યંત મુશ્કેલ છે. આ મનુષ્યભવની સાધના શક્યું, તો જીવનમાં બધું શક્ય. બાળક જન્મે છે ત્યારે એની જન્મોત્રીમાં સૌથી પ્રથમ, એનું આયુષ્ય કેટલું છે તે જોવામાં આવે છે. જો આયુષ્ય હોય તો જ સંસારની કીર્તિ, ધન વગેરેની પ્રાપ્તિનો અર્થ છે. આપણા આ ભવરૂપી મહાસાગરની ગહનતા, ઊંડાણ એવાં છે કે મોટામાં મોટા તત્ત્વચિંતકો પણ એની પૂરી ગહનતા પામી શકતા નથી. ધનિકને દરિદ્રીનાં દુ:ખોની કલ્પના આવી શકતી નથી, તેમ અજ્ઞાનીને આ માનવભવની મહત્તા સમજાતી નથી. વસ્તુના દર્શન વગર એનું જ્ઞાન થવું ખૂબ જ મુશ્કેલ છે. માનવ-જીવનની મહત્તા જ્ઞાની માનવી સમજી શકે છે, પશુઓનું જીવન ધર્મરત્નનાં અજવાળાં : ૯ Page #19 -------------------------------------------------------------------------- ________________ યાતનામય હોય છે, પણ એની એ વ્યથા એ કોને વર્ણવી શકે ? પણ માણસને જરાક કાંઈ થાય તો પણ એ પોતાનું દુઃખ લંબાણપૂર્વક વર્ણવવાનો. પશુ મૂક બની સહન કરે છે, માનવી ફરિયાદ કરી શકે છે. દુ:ખ દૂર કરી શકે છે. માનવને આ કેવી ભેટ છે ? જીવનનું દર્શન કરવું હોય, માનવને સુખનાં જે સાધનો મળ્યાં છે તેની મહત્તા સમજવી હોય તો આપણા કરતાં જે ઊતરતી કક્ષામાં છે એવાં પશુઓનું જીવન જુઓ અને તમને આની ખાતરી થશે. પણ આજ તો માણસ નીચે જવાને બદલે ઊંચે જ દૃષ્ટિ રાખે છે અને મનમાં બળ્યા કરે છે, બીજાનું સુખ જોઈ એને બળતરા થાય છે. પરિણામે જીવનમાં જે સુખ મળ્યું છે એને ભૂલી, જીવનને એ દુઃખનું ધામ બનાવી મૂકે છે. જિંદગી સુખમય બનાવવી છે કે દુઃખમય, તેનો આધાર માનવીની પોતાની દૃષ્ટિ પર રહેલો છે. વસ્તુમાં સુખ કે દુ:ખ રહેલાં નથી; જે છે તે મનના ભાવમાં જ છે. એક વસ્તુ એના મનને સુખ આપે છે, અને તે એને પ્રિય બને છે. બીજી એને દુ:ખ આપે છે, અને તે એને અપ્રિય ગણે છે. ગઈ કાલે જે મિત્રની વાતો આનંદ આપતી હતી તે મિત્ર સંગે ઝઘડો થતાં આજે એની વાતોથી અંતરમાં ક્રોધની જ્વાળા ભભૂકવા માંડે છે. આમાં તમે જોશો કે વસ્તુ બદલાતી નથી, માનવીના મનનો, એ પળનો એ ભાવ જ બદલાય છે. જીવનમાં સુખ અને દુ:ખ ક્યાં રહેલાં છે તે વિચારો. એ વસ્તુમાં નથી, પણ એને માટે માનવીના મને રેડેલા ભાવોમાં રહેલ છે. મન જો શાંત હોય અને વ્યવસ્થિત હોય તો ફૂલનું સૌંદર્ય જોઈ એની આંખમાં હર્ષનાં બે આંસુ આવી જાય છે; પણ મનમાં જ્યારે વિષાદ ભરેલો હોય તો આનંદને સ્થાને એ જ વસ્તુથી શોક છવાઈ જાય છે. કેટલાક ઘણી વખત કહે છે કે “હું મૂડમાં નથી.” એટલે કે એનું મનજીવન-ત્યારે અવ્યવસ્થામાં છે. એવા માનવીને સ્વસ્થતા ક્યાંથી હોય ? જેમ અંદરનું યંત્ર બરાબર હોય તો જ ઘડિયાળના કાંટા યોગ્ય સમય બતાવે છે, એમ આપણા ચિત્તમાં પ્રસન્નતાની સપાટી હોય તો જ શાન્તિ મળે. જીવનમાં સુખ અને દુ:ખ બેઉ આવવાનાં, બેઉને સત્કારો, આવકારો ! જીવનમાં સંયોગ અને વિયોગ બેઉ રહેવાના છે, માટે મનને એ બેઉ સમયે યોગ્ય દશામાં રાખો. - દુનિયામાં એક પણ વ્યક્તિ એવી દેખાય છે કે જેને જીવનમાં માત્ર સુખ જ હોય છે ? જીવનમાં બંનેનું સ્થાન છે. કેરીના મધુરા રસની સાથે કારેલાની કડવાશ જ વધુ આનંદ આપે છે. વધુ પડતાં સુખોથી માણસ સડી જાય છે અને ૧૦ * ધર્મરત્નનાં અજવાળાં Page #20 -------------------------------------------------------------------------- ________________ વધુ પડતાં માનવીએ માનેલાં દુઃખોથી નિચોવાઈ જાય છે, સુકાઈ જાય છે. એટલે બેઉને યોગ્ય સ્થાને રાખી, જીવન જીવવા પ્રયાસ કરો. મનુષ્યને ખરો આનંદ આપનાર તત્ત્વ એના અંતરમાં, એના આત્મામાં જ રહેલું છે. મહાન ચિંતક ટૉલ્સ્ટૉયે કહેલું છે કે દુ:ખ તો કેરીને પકવી એમાં મીઠો રસ પૂરનાર તાપના જેવું છે, એ તાપથી જ કેરીમાં મીઠાશ પુરાય છે. એ જ પ્રમાણે સુખની મુગ્ધતા સમજવા માટે દુ:ખના અનુભવની આવશ્યકતા છે. કેરીની માફક આપણા જીવનના ખાટા રસને મીઠો કરવા માટે, દુઃખ પરિસહ સહાયક છે, સુખ અને દુઃખ બેઉ જીવનનાં પોષક તત્ત્વો છે. માટે હારો નહિ, થાકી ન જાવ; હિંમતવાન બનો. માનવીના જીવનમાં સંપત્તિ અને વિપત્તિ બેઉનું સરખું સ્થાન છે. ચોમાસા પછી શિયાળો અને તેની પછી ઉનાળો આવ્યા જ કરે છે. કુદરતનો એ ક્રમ છે. માનવીના જીવનમાં સીધી કટુતા નહિ તો' ખાંડ ચડાવેલી (ફ્યુગરકોટેડ) કટુતા જરૂરી છે. એકલી મીઠાશ તો જીવનને મારી નાખશે. મીઠાશનું ખરું મૂલ્ય સમજવા, કટુતાનો અનુભવ આવશ્યક છે. કહેવાય છે કે, સુખમાં સોની સાંભરે; દુ:ખમાં સાંભરે રામ. જિંદગીની સંધ્યા જ્યારે આવે છે, જ્યારે વિપત્તિના ઓળા પથરાય છે ત્યારે અનંત શાન્તિના ધામસમા પ્રભુ યાદ આવે છે. આમ વિપત્તિ-દુ:ખ જ પ્રભુનું સ્મરણ કરાવે છે. દુનિયામાં સુખ કે દુ:ખ કોઈ કાયમનાં બેસી રહેતાં નથી. જીવનરથના ચક્રનો એક ભાગ ઘડીમાં નીચે જઈ ધૂળમાં રગદોળાય છે અને એ પાછો ફરી ઉપર આવે છે, જિંદગીનાં સુખ-દુ:ખ આવાં જ છે. સુખ અને દુઃખ જીવનનાં બે અંગો છે. જે સિક્કાની બેઉ બાજુ સલામત હોય છે, તે જ ચલણી નાણું બને છે. માણસના જીવનમાં સુખ અને દુઃખનું આ સ્થાન છે. બેઉ પરિસ્થિતિમાં માણસે ધીર બનવાનું છે, સમતા કેળવવાની છે, એમાં જ એની મહત્તા છે. આજે દોલત પાછળ માણસ ગાંડો બન્યો છે. પણ એ જાણતો નથી કે એ દોલત તો માણસના જીવનમાં દો-લત મારે છે. દોલત આવે છે ત્યારે એ માણસને આગળ લાત મારી અકડાઈવાળો બનાવે છે અને માણસ છાતી કાઢી ચાલે છે, પણ દોલત જાય છે ત્યારે બીજી લાત પાછળ વાગે છે અને એને બેવડ વાળી દે છે. આને માટે વૃક્ષનો દાખલો લ્યો. આવા પ્રખર તાપમાં પણ ઝાડ લીલુંછમ કેમ રહે છે ? કારણ... એનાં મૂળ ધરતીની શીતળતામાં રહેલાં છે. માનવીના જીવનમાં પણ એ જ પ્રમાણે ઉપરથી જીવનની તપશ્ચર્યા અને અંતરના મૂળમાં ધર્મરત્નનાં અજવાળાં ૨ ૧૧ Page #21 -------------------------------------------------------------------------- ________________ ભક્તિની શીતળતા આવશ્યક છે. આમ બને તો માનવ-જીવન સાય લીલુંછમ રહે. જ્યાં મનુષ્ય પોતાના જીવનને જ શાન્તિ નથી આપી શકતો, ત્યાં એ વિશ્વને શાન્તિ કેમ આપી શકશે ? આટલા માટે તો માનવીએ પોતાના જીવનની મહત્તા પહેલાં સમજવાની છે. માનવનું જીવન તો ખૂનીને અને સંતને બેઉને મળેલું હોય છે. પણ એના પ્રકારો ભિન્ન છે. અંગો જુાં છે, ઉપયોગ ન્યારા છે, માનવીના એ જીવનનું દર્શન કરો. તમે તમારે સ્થાને ઊભા રહીને, તમારાથી નીચા છે તેમની તરફ કરુણા અને પ્રેમ વહાવો; અને તમારાથી ઊંચે છે તેમને માટે સન્માન અને ભક્તિ દાખવો. માનવ-જીવનનો આ એક સુંદર અધિકાર છે. તા. ૨-૭-૧૯૭૦ ૧૨ * ધર્મરત્નનાં અજવાળાં Page #22 -------------------------------------------------------------------------- ________________ ૪. ધર્મનો અધિકારી ધિકાર : આપણા આ - સ્વાધ્યાયગ્રંથના વિચાર મૌલિક છે છું અને તેમાં માનવ-જીવનનું રહસ્ય રહેલું છે. છે આ માનવ-જીવન એટલે કયું જીવન ? આપણે જીવીએ છીએ તે કે મહાપુરુષોએ જેનું દર્શન કર્યું છે તે ? આપણે આ ભેદ સમજવાનો છે. આ છું ગ્રંથનું વાંચન, શ્રવણ અને મનન આપણને મહાપુરુષોના જીવન અને આપણા સામાન્ય જીવન વચ્ચે શો ભેદ છે તે બતાવશે. સાચું માનવ-જીવન મેળવવું એ અત્યંત દુર્લભ છે. તમે પ્રાણી અને માનવના જીવનની સરખામણી કરશો ત્યારે જ માનવ-જીવનની ઉચ્ચતા બરાબર જાણી ( શકશો. માણસ આજે પૈસાની દૃષ્ટિથી જ પોતાને સુખી માની રહ્યો છે, પણ પાસે દશ લાખ રૂપિયા હોય અને આંખે અંધાપો હોય કે પગે લંગડો હોય તો એનું જીવન કેવું દૂ મુશ્કેલ બની જાય છે ! એટલે જોશો કે ધર્મરત્નનાં અજવાળાં - ૧૩ Page #23 -------------------------------------------------------------------------- ________________ પૈસા કરતાં નયન-વિહોણી દશા વધુ વસમી લાગે છે. જીવનમાં પાંચ ઇંદ્રિયોની પટુતા મળવી દુર્લભ છે; એ સાથે આર્ય દેશે જન્મ મેળવવો એ પણ એટલું જ દુર્લભ છે. આર્ય સંસ્કૃતિમાં ઊછરેલો માણસ જ્યાં લોહીનો છાંટો જોશે ત્યાં જ એ હૃદય દ્રવી ઊઠશે. કારણ ? આર્યાવર્તની સંસ્કૃતિ અનુકંપામય છે, અને તે એ વાતાવરણમાં ઊછર્યો છે. પણ આ સંસ્કૃતિની ભાવનાનો જેને ખ્યાલ નથી તે જ પશ્ચિમની સંસ્કૃતિ પાછળ મુગ્ધ થઈ ફરે છે. બાકી તો આર્ય ભાવનાવાળો કહેશે કે અનાર્ય સંસ્કૃતિમાં ધનવાન થઈને જીવવું એના કરતાં આર્ય ભૂમિમાં સમ્યગ્ દૃષ્ટિ નિર્ધન જન્મવું વધુ સારું છે. આવો આય દેશનો માનવી કદાચ પોતાને નાસ્તિક કહેવડાવતો હશે, છતાં વખત આવ્યે એના મોંમાંથી પ્રભુનું નામ નીકળે છે; જૂના સંસ્કાર જાગે છે. એટલે આવો સુંદર આર્ય દેશ, એમાં ઉત્તમ કુળ અને વળી પંચેન્દ્રિયની પટુતા મળે તો જીવનની સાર્થકતાનું એ પ્રથમ પગથિયું ગણવું જોઈએ. એક ન્યાયાધીશને ત્યાં ગોરું અને પુષ્પસમ બાળક જન્મે. જોવા આવનારા લોકો એનું મુખ જોઈ ખુશ થતા, પણ ઉપરથી સુંદર લાગતું એ બાળક, એનાં નીચલાં અંગોમાં તદ્દન અપંગ હતું. એની આવી વિકલતાથી એનું જીવન નિરર્થક અને યાતનામય બની ગયું હતું. આ દૃષ્ટિએ પંચેન્દ્રિયની સુંદરતા અત્યંત આવશ્યક ગણવામાં આવી છે. આમ મનુષ્યજન્મ માટે આ સંપૂર્ણ અંગોપાંગ અને પૂર્ણ પાંચ ઇન્દ્રિયો એક શ્રેષ્ઠ મૂડી છે. પણ મનુષ્યને આ પાંચ ઇન્દ્રિયો સુંદર મળે એટલું જ બસ નથી, એના સદુપયોગ માટેની વિનય-વિવેકની દૃષ્ટિ પણ સાથે સાથે એટલી જ જરૂરી છે. આટલા માટે જ જ્ઞાની પુરુષોએ આપણને જણાવ્યું છે કે તમને મળેલાં સાધનોનો જેટલો સારો ઉપયોગ કરશો તેટલો તમારો સારો વિકાસ થશે; દુરુપયોગ કરશો તો એટલો તમારો વિનાશ થશે. આમ જીવનમાં વિવેક એ જ સફળતાની સાચી ચાવી છે. સુંદર જોવું, સાંભળવું, બોલવું, વિચારવું, અને સુકાર્યો કરવાં એ જીવનનો મુખ્ય આશય છે, પણ માણસ જ્યાં સુધી મૃત્યુનું દર્શન નથી કરતો ત્યાં સુધી આ બધાનો પૂરો ખ્યાલ એને નથી આવતો : અને પોતાનું જીવન બેફામ રીતે વિતાવે છે; ન કરવાનાં કામો કરે છે. આપણે સમજીએ તો આ મૃત્યુ એક એવો દંડ છે કે જે ન નમનારને પણ નમાવે છે. મૃત્યુ ન હોત તો માણસનું જીવન કેવું બેફામ બની જાત ! મૃત્યુના રહસ્યને જે સમજે છે તે તો વિચારી શકે કે આ જીવનમાં ૧૪ * ધર્મરત્નનાં અજવાળાં Page #24 -------------------------------------------------------------------------- ________________ કામવાસનાનું સ્થાન પણ ઉદર-બિલાડીના ખેલ જેવું છે. બિલાડી થોડીક વાર ઉંદરને રમવા-કૂદવા દે છે, પણ છેવટે તો એનો પંજો એની ઉપર પડવાનો જ છે. એવું જ દુર્ગુણો અને કામવાસનાનું છે. શરૂઆતમાં કામ માણસને રમાડે છે પણ છેવટે એ જ કામ માણસને હડપ કરી જાય છે. અજ્ઞાની માનવી ભ્રમણા અને ગર્વથી ફુલાય છે, અને વડીલો કે ગુરુજન, કોઈના શબ્દોને સન્માનતો નથી. અક્કડ મસ્તકે એ જગતમાં ફરે છે. આવા માણસનું મસ્તક ભલે થોડો વખત ઊંચું રહે, પણ એના જીવનનો અંત નીચો જ રહેવાનો છે. એક પ્રશ્ન આપણે અહીં વિચારવા જેવો છે. દુનિયામાં મોટું કોણ ? માનવી કે એનો પડછાયો ?' માનવીએ એના પડછાયાને માફક આવે એવું જીવન જીવવાનું કે એની અંદરના ચેતનને ઓળખીને જીવવાનું ? જીવનના આવા અણઉકલ્યા કોયડાનો ઉત્તર ઘણો જ ગહન છે. માનવી અને પડછાયો બે જણા આ પ્રશ્નનો નિકાલ ન કરી શક્યા, એટલે એક દેવવિહોણું સૂનું મંદિર હતું ત્યાં ગયા. ત્યાં જઈને ઊભા રહ્યા, અને હાથ જોડી કહેવા લાગ્યા : “દેવ ! તમે જ કહો, કોણ મોટું ? માનવી કે એનો પડછાયો ?' ત્યાં અવાજ આવ્યો, “શાંત થાઓ; કોઈ આવે છે.” માનવી અને પડછાયો એક ખૂણામાં છુપાઈ ગયા. એ વખતે એક ધનવાને પ્રવેશ કર્યો, ને અતિ ખિન્ન વદને બોલ્યો, “પૈસા હતા ત્યારે સૌ મારા સ્વજન થવા આવેલા; આજે પૈસા રૂપી પડછાયો નથી એટલે સૌ મારાથી દૂર ચાલ્યાં ગયાં છે.' વિચારો, જગતે કોને માન આપેલું ? માણસને કે એની સંપત્તિને – એના પડછાયાને ? થોડી વારે એક સત્તાધીશ ત્યાં આવ્યો. આજે એ સત્તાહીન છે, નિવૃત્ત છે. આવીને બબડવા લાગ્યો. મારા હાથમાં સત્તા હતી ત્યારે સૌ મારી આસપાસ વિંટળાતા, ઝૂકી ઝૂકીને સલામો ભરતા. આજે મારો એ સત્તાનો પડછાયો જતાં, શું મારી કાંઈ જ કિંમત નહિ ? જગત શું માણસને નહિ, એના પડછાયાને જ નમે છે ? જરા વાર પછી ત્યાં એક ધનિક આવ્યો. ગઈ કાલે એને સૌ “લખો' કહેતા તે આજે ધનના ઢગલાથી લક્ષ્મીચંદભાઈ' બની ગયો. કારણ ? એની સાથે આજે એના ધનનો પડછાયો છે અને લોકો તેની વાહ વાહ કરી રહ્યા ધર્મરત્નનાં અજવાળાં ૧૫ Page #25 -------------------------------------------------------------------------- ________________ છે. એણે નમન કરી કહ્યું : “હે દેવવિહોણા મંદિરના દેવ ! તને વિનવું છું કે મારો સંપત્તિનો પડછાયો અમર રાખજે.” જગતમાં સર્વત્ર આ બની રહ્યું છે. માનવી એના આસન-સિંહાસનથી મોટો થઈ રહ્યો છે, જ્યારે માણસ પોતાનું, અંદરનું ખરું અસ્તિત્વ બતાવી નથી જીવતો ત્યારે આમ, પડછાયો જ એના કરતાં મોટો બની જાય છે. જીવનમાં જ્યારે માણસ કરતાં એનો શણગાર વધી જાય છે, ત્યારે શણગારના એ પડછાયામાં એ અટવાઈ જાય છે. આપણે સમજવાનું છે કે સાચી વસ્તુ તો માનવી છે; પડછાયો તો બાહ્ય વસ્તુ છે, માણસને લઈને એ છે, પણ આજે આનાથી ઊંધું બની રહ્યું છે. માણસ જાણે એને લઈને છે, એનાથી પૂજાય છે; પણ અંતે તો માનવીને મૂકીને એ ચાલ્યો જ જાય છે. આપણા જીવનના બે વિભાગ છે, એક બહારની દુનિયા, બીજી અંતરની દુનિયા. બહારનો ખજાનો ગમે તેટલો વધારે હશે છતાં એથી સાચો આનંદ નહિ આવે. એના ભભકાથી લોકો અંજાશે, પણ જો તમારી અંદરનો ખજાનો સમૃદ્ધ નહિ હોય તો તમને સુખ નહિ મળે. કોઈ આપણી પાસેથી ન પડાવી શકે એવી જે વસ્તુ છે તે આપણું જીવન, સ્વત્વ છે; બહારનો ખજાનો નહિ. કારણ ? અંદરથી જો માનવી ખાલી હશે તો એ બેચેન બનવાનો છે, એકાંતમાં એના વિચારે એ અકળાઈ જવાનો છે. ખાલી અંતર તો એક ખંડિયેર જેવું છે; જેમાં ભયની ભૂતાવળો જ ભમતી હોય છે. માટે માણસે એના અંતરને સભર રાખવાનું છે. પણ અંતરની એની આ સમૃદ્ધિ બતાવે એવી વ્યક્તિની એને જરૂર છે. એવા વાંચન અને મનનની જરૂર છે. તો જ જીવનનો ખરો આનંદ આપનાર અંતરનો અનંત ખજાનો એ જોઈ શકે, પામી શકે અને એનો આનંદ એ માણી શકે. આજે લોકો ભૂતકાળના જ ગુણ ગાયા કરે છે. પણ એની સુંદર વાતોથી અને સંસ્મરણોથી જ આશ્વાસન લઈને બેસી રહેવું એ તો વાસી ભોજન જેવું છે. વર્તમાન જીવન જ એક ઉપયોગી છે. વર્તમાનનું જીવન જ એક ઉપયોગી બાબત છે. પૂર્વજોના સગુણ જરૂર અપનાવો, પણ એમની પાછળ ખોટી ઇજ્જત સાચવવા ખુવાર ન થાઓ. તમારી પાસેની વસ્તુઓ માગી લાવેલી હશે તો એની ચર્ચા સમાજમાં જરૂર થવાની. જરૂરિયાતોને ઘટાડીને જીવનાર જેવો રાજવી બીજો કોઈ નથી. સાધુ કોઈને કાંઈ દુન્વયી વસ્તુ આપી દેતા નથી, એટલું જ નહિ પણ ૧૬ ધર્મરત્નનાં અજવાળાં Page #26 -------------------------------------------------------------------------- ________________ કોઈનું કાંઈ લેતા નથી. એના જેવી નિસ્વિંતતાનું સુખ બીજે ક્યાંય મળવાનું નથી. આજે માનવીના મનને ક્યાંય શાન્તિ નથી, સ્થિરતા નથી, એના મન ઉપર ચિંતાની સમડીઓ આંટા માર્યા જ કરતી હોય છે, કારણ કે માણસ પોતે પોતાની અસ્મિતા ગુમાવી બેઠો છે અને એના કરતાં એનો પડછાયો વધી ગયો છે. જ્યારે માણસ સ્વસ્થ અને સાવધાન નથી રહેતો ત્યારે એના જીવન કરતાં એનો પડછાયો મહાન બની જાય છે. આમાં ધર્મ જ એ એક એવી ચીજ છે જે માણસના પડછાયાને નિવારી માણસના ચૈતન્યને શાંત, સૌમ્ય અને નિશ્ચિત બનાવશે. જો માણસ પોતે ધર્મનું પાલન કરે છે તો એનું પાલન ધર્મ પણ કરે છે જ. આવો માણસ સાચો ધર્મી છે અને તે સદા સુખી રહે છે, બને છે. દૈહિક પોષણ માટે કરવો પડે તો પુરુષાર્થ જરૂર કરો, પણ વૃત્તિ એવી રાખો કે મળે તો ઠીક છે; પણ ન મળે તો નરસ અને પરવશ ન બનો. જીવનમાં જેમ સાધનો વધારે, તેમ એનું દુ:ખ પણ વધારે જ છે. સાધન ઘટાડો અને જુઓ કે શાન્તિ પણ વધે છે ને ! આ દૃષ્ટિ ન રાખે તો માણસના જીવનમાં એનું સાધન જ ક્યારેક ખંજર બની જાય છે, અને તેને ચિંતામાં, ભયમાં મૂકી દે છે. જીવનમાં દુ:ખ ક્યાંથી આવે છે ? ગયેલું સુખ આંસુથી પાછું આવી શકતું નથી. એટલા માટે તત્વજ્ઞાનીઓએ જીવનમાં ઊંડા ઊતરીને આપણને નવું દર્શન આપ્યું છે, અને તે એ કે દુ:ખ આવે ત્યારે રડવાનો કોઈ અર્થ નથી. ત્યારે એટલું જ વિચારો કે એ ક્યાંથી અને કેવી રીતે આવ્યું ? કોણે ઊભું કર્યું ? અને વિચાર કરતાં તમને જણાશે કે કલ્પેલા સુખમાંથી જ દુ:ખનું સર્જન થાય છે. મળેલું સાધન ચાલ્યું જાય છે ત્યારે માણસને દુ:ખ થાય . કલ્પિત સુખના એ સાધનથી થોડો વખત આનંદ મળે છે, પણ એના અભાવથી દુ:ખની સંકલના શરૂ થાય છે. જીવનની આ બેચેની, સાધનોમાં માનેલા સુખની પાછળ છુપાયેલી છે અને આપણે એ સૂક્ષ્મ દૃષ્ટિથી જોવાનું છે, સમજવાનું છે. જીવનમાં આવતાં દુ:ખો માટે બીજામાં દોષનું આરોપણ કરવાનો કશો અર્થ નથી, માણસ જ્યારે પોતાની અંદર જ દોષો શોધતો થશે ત્યારે એને પ્રકાશ મળી શકશે. ભગવાન મહાવીરે આપણને આ બતાવ્યું છે. તેમના કાનમાં ખીલા ઠોકાયા છતાં એમણે કંદન ન કર્યું, કે દુ:ખનો એક શબ્દ પણ ન કાઢ્યો. એમણે તો પોતાના આત્માને શીખવ્યું કે પૂર્વજન્મમાં તેં એના કાનમાં સીસું રેડાવ્યું તો આજે એ તારા કાનમાં ખીલા મારે છે; તો આજ તું એનું કર્મ ભોગવી લે. ધર્મરત્નનાં અજવાળાં * ૧૭ Page #27 -------------------------------------------------------------------------- ________________ તેં એક વાર સુખ લીધું છે, હવે દુ:ખ ભોગવી લે; સમતા રાખીને સહન કરી લે. આપણા માટે જીવનનો આ મહાપાઠ છે. માણસ આજે સાધનોમાં સુખ માની એના મોહમાં પડ્યો છે, એટલે એનું જીવન શાન્તિમય, સમાધિમય ક્યાંથી હોઈ શકે ? જીવનમાં ધર્મને સ્થિર રાખવા માટે તો મનને સ્થિર રાખવું જરૂરી છે. માનવીમાં અંતરની ભૂમિકારૂપી પાયો જો સધ્ધર ન હોય તો એની ઉપર ધર્મનો પ્રાસાદ ક્યાંથી ટકવાનો છે ? જીવનનું આ સાચું સુખ કેમ મેળવવું, એની દૃષ્ટિ આ “ધર્મ-રત્ન પ્રકરણ'નો ગ્રંથ બતાવશે. બહારનાં માગી લાવેલાં સાધનો કેવી ફજેતી કરે છે તે પર મને એક દૃષ્ટાંત યાદ આવે છે. એક રાજાએ પોતાના હજામને એક જરીભરેલી શાલ ભેટ આપેલી. એ જ ગામના એક માણસે એના પુત્રના વરઘોડા વખતે વરરાજાને ઓઢાડવા માટે હજામ પાસેથી એ માંગી. પેલાએ હજામને કહ્યું કે કોઈને કહીશ નહિ કે મેં તારી પાસેથી આ માગેલી છે. પણ હજામથી મુંગા રહેવાય ? ગામના લોકો આ કસબી શાલનાં વખાણ કરવા લાગ્યા, ત્યારે હજામે કહ્યું, “કોઈને કહેશો નહિ. પણ આ શાલ મારી જ છે. મેં જ આ શેઠને ઉછીની આપી છે.” કહો આ માગી લાવેલી વસ્તુથી એનું માન વધ્યું કે ઘસ્યું ? આપણા જીવનની ઘણીખરી વસ્તુઓ આવી ભાડૂતી જ છે. એથી આત્મગૌરવ વધવાનું નથી. અને એ બધાંને છોડીને આપણે ચાલ્યા જવાનું છે. પણ પણ માણસ જ્યારે સ્વસ્થ બની એના અંતરના ઊંડાણમાં ઊતરે છે ત્યારે એને જિંદગીની ખરી ગૃઢતાનું દર્શન થાય છે. પછી એ સમજે છે કે અંતરની સાચી, પોતાની સંપત્તિ જ સાત્તિ આપી શકે છે, અને જીવનને નચિંત અને શુદ્ધ રાખી શકે છે. આત્માની અંદર રહેલા સત્ય, અહિંસાનો આંતરપ્રકાશ બહારના ઝાકઝમાળ કરતાં વધુ જરૂરી છે. હીરાની અંદર રહેલાં તેજનાં કિરણો હીરાના પાસાઓમાં રહેલાં છે. એ જ પ્રમાણે માનવીની અંદર આવી મહાન શક્તિ પડેલી છે. આપણું કાર્ય એને કેળવવાનું છે, બહાર લાવવાનું છે. સામાન્ય માનવી ઇન્દ્રિયોનો દાસ બની જીવે છે, જ્યારે મહા-પુરુષો ઇન્દ્રિયોને દાસ બનાવી જીવે છે. આપણો પણ એવો પ્રયત્ન હશે તો ધીમે ધીમે આપણી અંદર પણ એ શક્તિ પ્રગટશે જ. વાસણને ચળકતું રાખવા એને ઘસવું પડે છે. કાટવાળા વાસણને ચળકતું રાખવા માટે જેટલી શક્તિ વાપરવી પડે ૧૮ * ધર્મરત્નનાં અજવાળાં Page #28 -------------------------------------------------------------------------- ________________ છે એના કરતાં અનેકગણી શક્તિ આપણા મનને ઊજળું બનાવવામાં વાપરવાની જરૂર છે. કોઈ માણસ જન્મથી મહાન હોતો નથી. પોતાના પુરુષાર્થથી એ મહાન બને છે. અંતરનાં અજવાળાં બહાર લાવવા માટે આપણે આ પ્રયાસ કરવાનો છે. મનુષ્ય માત્ર ટેવને આધીન છે. જેવી સંગત-સોબત હોય છે એવી એની ઉપર અસર થાય છે. જીવનનું જ્ઞાન મેળવવા, આત્માની અનંત શક્તિ પામવા માટે પણ એવી ટેવ પાડવી જરૂરી છે. એ ટેવની પાછળ માણસને જ્યારે ધૂન લાગે ત્યારે એને વિજય જરૂર મળી શકે છે. આપણે સ્પષ્ટતાથી સમજી લેવું ઘટે કે દેહથી આત્મા ભિન્ન છે. દેહ અને આત્મામાં સામ્ય નથી. સુંદર નિમિત્ત મળતાં અંતરનાં દ્વાર ઊઘડી જાય છે, પોતાના સાચા સ્વરૂપની એને પિછાન થાય છે અને તે જાણે છે કે પોતે જ શક્તિનો સ્વામી છે. પછી એ પોતાની ઇન્દ્રિયોથી દોરાતો નથી, પણ ઇન્દ્રિયોને પોતે દોરે છે. અપાર એવા આ ભવસાગરમાં પોતાના આત્માની ખરી ઓળખાણ કરાવે એવો માનવ-જન્મ અત્યંત દુર્લભ છે. માટે માણસે જીવનનું એ મૂલ્ય સમજવું જોઈએ. ધર્મરૂપી રત્નથી જ માણસ આવો મહાન બની શકે છે. પૈસા વગરનો ગરીબ તુચ્છ માણસ જેમ હીરા, મોતી ખરીદી શકતો નથી તેમ ગુણ વગરનો નિર્ધન પણ ધર્મરૂપી રત્ન મેળવી શકતો નથી. જે આત્માની પાસે ગુણોની મૂડી, વિવેકનો ખજાનો અને પુણ્યનો ઉદય હશે તે જ આ “ધર્મરત્ન'ને સમજી શકે છે. દુનિયામાં પ્રકાશમય તત્ત્વ છે અને માણસ જ્યારે એ પ્રકાશમય તત્ત્વની શોધ કરવા ઇચ્છે છે ત્યારે તેની પાસે બુદ્ધિ, ગુણ અને પુણ્યનો વૈભવ આવશ્યક છે. કહેવાય છે કે ચિંતામણી રત્ન, બધા હીરાઓમાં સૌથી વધુ મૂલ્યવાન છે, એની પાસે બીજા બધા હીરા અને ઝવેરાત નકામાં છે. માનવજીવનમાં ધર્મરૂપી રત્નનું સ્થાન પણ અમૂલ્ય ચિંતામણી રત્ન જેવું ગણવાનું છે. દુનિયાની સામાન્ય વસ્તુની પ્રાપ્તિ માટે પણ જે ઇચ્છા અને સંકલ્પબળની જરૂર પડે છે, તેમ આ અમૂલ્ય “ધર્મ-રત્ન' પામવા માટે પણ ઇચ્છાશક્તિ વાપરવાની જરૂર છે. ઇચ્છા અને સંકલ્પબળ બેઉ સાથે ન વાપરો તો એકલી ઇચ્છા ફળશે નહિ, તમને વિજય મળશે નહિ. દુનિયામાં માણસ જો આવી ઇચ્છા-શક્તિ કેળવે, તો તેને કશું અપ્રાપ્ય રહેતું નથી, માંગેલું મળ્યા વગર રહેતું નથી. જેટલા પ્રમાણમાં આત્માની આ ઇચ્છા-શક્તિ પ્રબળ તેટલા પ્રમાણમાં એને સફળતા જરૂર મળશે. કારણ ? ધર્મરત્નનાં અજવાળાં : ૧૯ Page #29 -------------------------------------------------------------------------- ________________ આત્મા આવો શક્તિમાન છે. માણસ ધારે તો એના બળ વડે તીર્થંકર બની શકે છે. પણ આ માટે પાત્રતા જાઈએ. ભરવાડને ચિંતામણી રત્ન મળ્યું હતું, પણ એનું મૂલ્ય એ ન સમજ્યો અને કાગ ઉડાવવા ફેંકી દીધું. માનવજાતનો આ એક વર્ગ; પણ કેટલાક જયદેવ જેવા પણ હોય છે, જે સર્વસ્વનો ત્યાગ કરી આરાધના માંડે છે, અને ધર્મરત્ન પામે છે. આપણે સૌ ભરવાડ જેવા નહિ, પણ જયદેવ જેવા થવાનું છે. જીવનમાં એવી સાધના અને આરાધના કરીએ કે જેથી આ ધર્મરત્નની પ્રાપ્તિ થાય અને માનવજીવન ધન્યતાપૂર્વક સાર્થક થઈ જાય. તા. ૩-૭-૧૯૬૦ ૨૦ * ધર્મરત્નનાં અજવાળાં Page #30 -------------------------------------------------------------------------- ________________ ૫. ગંભીરતા આ જ વનમાં ધર્મરૂપી રત્ન મેળવવા ઇચ્છનારે, એ મેળવવાની વૃત્તિ છે ઉપરાંત પોતાની શક્તિ અને યોગ્યતાનો પણ છે વિચાર કરવો જોઈએ. આધ્યાત્મિક જીવન AP માટે અલૌકિક મૂડીની જરૂર રહે છે. જેની પાસે જીવનના આવા સગુણોની મૂડી ન હોય તે જો અધ્યાત્મ જીવનની વાતો કરે તો $ એ પોતાની જાતને તેમ જ સમાજને છેતરે ધર્મી આત્માએ જીવનમાં ૨૧ ગુણો કેળવવા જોઈએ. ઘણાખરા માણસો જીવનમાં Fર વધારે તો કલ્પનામાં જ ઊડનારા હોય છે અને વાસ્તવિકતામાં તેઓ શૂન્ય હોય છે. આ આવા કલ્પનાધારી માણસો આજે જીવનના ઉચ્ચ ધોરણને નીચે પાડી રહ્યા છે. ધર્મ પાળનારો માણસ પ્રથમ તો અશુદ્ર હોવો જોઈએ; એના જીવનમાં ગંભીરતા હોવી જોઈએ. જેના જીવનમાં, છે. જેની બુદ્ધિમાં ઉતાવળિયાપણું હોય છે તે o ધર્મનો પાલક નથી બની શકતો. માણસે પ્રથમ જીવનમાં પચાવવાની શક્તિ ધર્મરત્નનાં અજવાળાં જ ૨૧ Page #31 -------------------------------------------------------------------------- ________________ કેળવવાની જરૂર છે. કેટલીક વાતો એવી હોય છે કે જે વિચારીને પછી જ બોલવી જોઈએ. સત્ય હોય છતાં એને પચાવી પછી જ રજૂ કરાય. આપણી પાસેની વાતો આપણે વિચાર અને વિવેકના ગળણાથી ગાળી પછી જ બીજાને જણાવવાની છે. કેટલાક જણ પોતાને શંકરના ભક્ત કહેવડાવે છે, પણ શંકર એટલે ? જે બીજાનું શમ્-ભલું કરે છે તે શંકર. જે માણસ જીવનમાં ઝેર પચાવી શકે એ શંકરનો સાચો ભક્ત બની શકે. એણે સદાય સમતા ધારણ કરવી જોઈએ. જે ઝેરને પચાવીને દુનિયાને અમૃત આપે છે તેનું નામ શંકર. આપણે આપણી જાતને ભક્ત કહેવડાવતાં પહેલાં એના ગુણો જીવનમાં લાવવાની જરૂર છે. જીવનમાં આપણે પાર વગરની કડવી વાતો સાંભળીએ છીએ; એટલે માણસે વિચાર કરી, જ્ઞાનથી જીવવાનું છે. એકની એક દવા એક માટે અમૃત બને છે તો બીજા માટે ઝેર રૂપ થઈ પડે છે. માટે સાંભળેલું હોય તે ગળી જઈને પછી શબ્દોમાં પ્રગટ કરવાનું છે. આ માટે જીવનમાં ગંભીરતા જરૂરી છે. ક્યારેક પરહિત ખાતર જાણ્યું ન જાણ્યું પણ કરવું પડે છે. વાણી અને દૃષ્ટિની ગંભીરતા સાથે હૃદય સાગર જેવું વિશાળ જોઈએ. દુનિયા ગોળ છે અને તેથી તમારી વાતો ફરી ફરી પાછી તમારી પાસે આવશે. માટે બોલતાં પહેલાં વિચારવું કે જે વાત કોઈને માટે કહું છું, તે વાત ફરતી ફરતી તેને કાને જશે તો તેને કેવી લાગશે ? મારે માટે તે શું ધારશે ? આમ જે વિચારીને વાણી ઉચ્ચારે છે તે જ મહાન બની શકે છે. કોઈ પણ શબ્દ, વગર વિચાર્યે બોલવો ન જોઈએ. નહિતર ક્યારેક એમાંથી કલહ જાગે. દરેક શબ્દ તમે કયા સંજોગોમાં, કયા રૂપમાં બોલો છો એના ઉપ૨ પણ ઘણો આધાર રહે છે. તમારી પુત્રવધૂ માટે તમે એમ કહો કે “એ મોટા ઘરની છે,' એટલે એ ખાનદાન કુટુંબની અને સદ્ગુણી છે એમ પણ અર્થ થાય : અને એ કામની ચોર છે એમ પણ અર્થ ઘટાવાય. પણ માણસ જો સમજણપૂર્વક વિચારે અને ઉચ્ચારે તો જીવનના આવા ઘણા કોયડા ઉકેલાઈ જાય. ખરાબ વાત હોય તો તેને એવા સારા રૂપમાં મૂકવી જોઈએ કે જેથી કોઈને નુકસાન ન થાય, દુ:ખ ન થાય. સત્ય બધું જ બોલી નાખવું એવી બાધા ન હોય. જૂઠું બોલવું નહિ, એ બાધા વધુ જરૂરી છે. વાત કરતી વખતે જાણતા હોઈએ તે બધું સત્ય કહી દેવાની જરૂર નથી; એમાં સંયમ, વિનય અને વિવેક વા૫૨વો જોઈએ અને જે બોલો તે મીઠું, સારું, સાચું અને બીજાને લાભદાયી ૨૨ : ધર્મરત્નનાં અજવાળાં Page #32 -------------------------------------------------------------------------- ________________ હોવું જોઈએ. જૂના કાળમાં રાજાઓ પાસે એને દોરનાર, માર્ગદર્શક એવા ગુરુઓ અને મહાપુરુષો હતા. પણ પછી રાજાઓએ એ માર્ગદર્શન મેળવવાનું છોડ્યું. તેઓ પશુતાની પરાકાષ્ઠાએ પહોંચ્યા અને તેમનું પતન થયું. આવા કાળના નવાબનો એક પ્રસંગ છે. પરદેશી પાર્લમેન્ટનો એક સભ્ય ભારતીય સંસ્કૃતિનો પરિચય સાધવા માટે અહીં આવેલો. એ નવાબના દરબારમાં ગયો. નવાબમાં ઝાઝી બુદ્ધિ ન હતી. પણ એનો દુભાષિયો ભારે હોશિયાર હતો, કુશળ હતો. નવાબ તો એની ધૂનમાં હતો પણ ભારતની આબરૂ રાખવાનું કામ પેલા દુભાષિયાના હાથમાં હતું. પેલો નવાબ તો તમારે ત્યાં તમારા રાજા કેટલી રાણીઓ-બેગમો રાખે છે? એને છોકરા કેટલા છે?” એવા પ્રશ્નો પૂછે, પણ દુભાષિયો એને બદલે નવા જ પ્રશ્નો રજૂ કરે, અને અતિથિને જ્ઞાનભર્યા જવાબ આપે છે, ભારતની પ્રશંસા વધારે છે. આમ દુનિયાની ઊંધી વાતો સીધી કરે તેનું નામ ડાહ્યો માણસ. જે માણસો બીજાને વાત કરતાં આગ ચાંપતા જાય, તેવાઓ ધર્મના જીવન માટે લાયક નથી. માટે જીવનનો પ્રથમ આવશ્યક ગુણ એટલે ગંભીરતા અને તેની કેળવણી. ઉતાવળા મનનો માણસ બોલીને પોતાને અને બીજાને નુકસાન કરે છે. કોઈની વાત એની સંમતિ વગર બીજાને કહેવામાં વિશ્વાસભંગ રહેલો છે. જે માણસ કુટુંબમાં, સંસારમાં અને જીવનમાં આવી ગંભીરતા રાખીને વર્તે છે તે જ માનવતાને સોપાને ચડી શકે છે. તા. ૪-૭-૧૯૭૦ ધર્મરત્નનાં અજવાળાં * ૨૩ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૬. ગંભીરતા દ્વારા આત્મદર્શન મપ્રાપ્તિના અધિકારી થવા માટે * ૧ માણસમાં કેવા સદ્ગુણો હોવા જોઈએ એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ધર્મ છેપોતે એક ઉદાત્ત વસ્તુ છે પણ એ જે માણસની પાસે આવે છે એ માણસ ગુણવાન ન હોય તો જગતને એ છેતરવા - મંડી જાય છે. પોતાના જીવનની નબળાઈઓ છુપાવવા, પછી માણસ ધર્મની ઓથ લે છે. જે માણસ ધર્મનું નામ લઈ પોતાના દુર્ગુણોનો નાશ નથી કરતો એ માણસ ધર્મને નામે દંભ સેવે છે; ધર્મને લજવે છે. એવા દંભીઓ ધર્મને બદનામ કરે છે. સોનાને જેમ પારખવું પડે છે તેમ માણસનેય ચકાસવાની જરૂર રહે છે. જે માણસ એના સોનાને કસોટી ઉપર ચઢાવવાની, એને કાપવાની કે તપાવવાની ના પાડે ત્યારે સમજવું કે એનું સોનું અશુદ્ધ જી હોવાનો સંભવ છે. સોનાની જેમ, ધર્મી માણસમાં પણ ધર્મનો સાચો અંશ કેટલો છે તે જાણવા એવી કસોટી ક્યારેક કરવી ' પડે છે. ૨૪ : ધર્મરત્નનાં અજવાળાં Page #34 -------------------------------------------------------------------------- ________________ ધર્મ, માણસને દેવ બનાવી શકે છે. એનામાં રહેલી પશુતામાંથી એ ધર્મથી જ દિવ્યતામાં આવે છે, પણ આ ધર્મ એના આખા જીવનમાં વ્યાપક બનવો જોઈએ. શુદ્ર એટલે અગંભીર – જેની સમાલોચના, અવલોકન કે દૃષ્ટિબિંદુ છીછરાં છે, જે માણસ જીવનના ઊંડાણમાં ઊતરતો નથી અને જીવનનું ખરું રહસ્ય સમજાતું નથી. ઘણા લોકો માત્ર ઉપર ઉપરથી જ પાણી ડહોળે છે; પણ મોતી લાવવા માટે મરજીવાએ સાગરને તળિયે જવું પડે છે. ગંભીરતા માણસની પાસે જીવનનાં સાચાં મૂલ્યોનું પાલન કરાવે છે. એ ગંભીરતા ન હોય તો માણસ સત્તા અને ધનને ખાતર, સત્યને અને પોતાની જાતનેય વેચવા તૈયાર થઈ જાય છે; ભૌતિક સુખ મેળવવા માટે એ જીવનનાં મૂલ્યોને વેડફી નાખે છે. આ ધર્મ બોલવા જેવી નહિ, પણ આચરવા જેવી વસ્તુ છે, કારણ કે ધર્મના બાહ્ય દેખાવો જીવનને તારી નહિ શકે. માણસની આંખ મૃત્યુ તરફ ઢળવા માંડે છે ત્યારે તેને આશ્વાસન આપી શકે એવું એક જ તત્ત્વ છે અને તે ધર્મ. માણસની અંદરની સ્થિતિના હજી ફોટા લેવાતા નથી ત્યાં સુધી ઠીક છે, કારણ કે આપણે બહારથી જેવા દેખાઈએ છીએ એના કરતાં અંદરથી જુદા જ હોઈએ છીએ. માણસ જો સામાનું અંતર જોઈ શકતો હોત તો માણસ માણસનો દુશ્મન બની જાત. સારું છે કે હજી આવી શોધ થઈ નથી અને તેમાં જ જગતનું શ્રેય છે. ક્રોધ અને લોભ વગેરેના રંગો અને તેની થતી અસરો વેશ્યાને નામે ભગવતી સૂત્રમાં બતાવી છે; અને આધુનિક રીતે એ જ વાતને બિશપ લેડબીટર નામના એક અભ્યાસીએ ચિત્રોમાં બતાવેલ છે. માણસના મનની અંદર જ્યારે લોભના વિચારો સળવળી રહ્યા હોય છે ત્યારે તેનાં આંગળાં મડદાની માફક વળી જાય છે. આ બધી મનની વેશ્યાઓનો, વિજ્ઞાનની સાથે અભ્યાસ કરવાની જરૂર છે. લોકોના જીવનમાંથી આજે નિષ્કામ ભાવના જ અદૃશ્ય થતી દેખાય છે. માણસના જીવન સ્વાર્થમય બની ગયાં છે, દંભમય બન્યાં છે. એક જણ પિત્તળના કડા ઉપર સોનાનું ગિલેટ કરાવી સોના તરીકે વેચવા નીકળે છે તો બીજો, પાણીના માટલામાં ઉપર ઘી તરતું રાખી ઘીના ઘડા વેચવા નીકળે છે. આ આજનો સંસાર છે. અને આવા અસત્યમય જીવન ગાળનાર માણસને જ્યારે સમાજમાં આગળ વધવાનું મન થાય છે ત્યારે તે ભક્ત બની, શાન્તિસ્નાત્ર કરાવવા સાધુ-મુનિ પાસે જાય છે. આમ દુનિયાને આજે ખરું સત્ય ગમતું નથી. પણ જ્યાં સુધી સત્યનું ધર્મરત્નનાં અજવાળાં ૨૫ Page #35 -------------------------------------------------------------------------- ________________ દર્શન આપણે હાથ નહિ આવે ત્યાં સુધી આપણું કલ્યાણ થવાનું નથી. જીવનનું ખરું દર્શન ગંભીરતા વિના પ્રાપ્ત થઈ શકતું નથી. મસ્ત કવિ આનંદઘનજીની ભક્તિમાં એ તત્ત્વ હતું. એ ભગવાનનાં ગીતો ગાતા અને એમની આંખોમાંથી અશ્રુધારાઓ વહેતી. એમને સાંભળનાર પણ ભક્તિમાં તલ્લીન થઈ જતા. જેમ દૂધને મીઠું બનાવવા માટે સાકરના ગાંગડાએ ઓગળી જવું પડે છે તેમ ઘર્મમાં પણ જ્યાં સુધી આપણે તન્મય થઈ ઓગળી ન જઈએ ત્યાં સુધી જીવનમાં મીઠાશ આવતી નથી. આ યોગીરાજ શ્રી આનંદઘનજીને એમનાં આ ગીતો દ્વારા આત્માનું દર્શન થયેલું અને તેથી એ વિશ્વને ભૂલી જઈ એમાં મસ્ત બનતા. એ જ રીતે માણસ જ્યારે એના કાર્યમાં મસ્ત બની જાય છે ત્યારે એનું ગીત સાંભળતાં સામા માણસની આંખોમાંથી આંસુ સરે છે. પણ આજે પ્રભુના વિરહને કારણે કેટલાંની આંખમાં આવાં આંસુ ઊભરાય છે ? પ્રભુને વિરહે આજે કોઈ રડતું દેખાતું નથી. કવિએ બરાબર કહ્યું છે કે સુખિયો સબ સંસાર, ખાવે ઔર સોવે; દુઃખિયો તુલસીદાસ, ગાવે ઔર રોવે.” તુલસીદાસને ભગવાનનાં દર્શન નથી થતાં અને એ રડે છે. માનવી જ્યારે આમ ભગવાનમાં એકાકાર બને છે ત્યારે એના અંતરનો ઊંડો નાદ પોકારી ઊઠે છે. પાણીમાં પાણી ભળતાં એ જેમ એકાકાર બને છે એમ માણસે પોતાના ચૈતન્યથી પ્રભુના ચૈતન્ય સંગે એકાકાર થવાનું છે. દુનિયાને જ્યારે માણસ ભૂલે ત્યારે જ આત્મના પ્રકાશનો આવિષ્કાર થાય. ભગવાનને મળવા નીકળ્યા પછી સ્થળ અને સમયનાં બંધન શાં ? એ બધાંને ભૂલીને માણસે એકાગ્રતા કેળવવાની છે. જ્યારે સ્થળ-કાળ અને વસ્તુ (Space, Time and Matter)ના પડદાઓ હટી જાય છે ત્યારે જ આત્મા અને પરમાત્માનું આવું મિલન થાય છે. ભગવાનને મળવું એટલે રોવું. સ્વજનોનો સમાગમ આત્માને પિગળાવી આંસુ સરાવે છે. પ્રભુ કરતાં વધુ આત્મીય આ જગતમાં આપણું બીજું કોણ છે ? દુનિયા જ્યારે આપણાં આંસુની ટીકા કરશે, એની તરફ હસશે ત્યારે અંદરનો પ્રભુ એક જ, એ રુદનને સમજશે અને શાન્તિ આપશે. જ્યારે માણસ પોતાના અહમૂને ભૂલી જાય છે અને આત્મામાં તલ્લીન થાય છે ત્યારે જ એને આત્માનંદ મળે છે. અકબરે એક વાર હરિદાસને એના દરબારમાં બોલાવ્યા. હરિદાસે પણ ત્યાં એના દિલના મસ્ત સૂરો છેડ્યા અને સર્વત્ર આનંદ પ્રગટી ઊઠ્યો. પણ કોઈને એ સાંભળી આંસ ન આવ્યાં. ૨૬ જ ધર્મરત્નનાં અજવાળાં Page #36 -------------------------------------------------------------------------- ________________ અકબરે હરિદાસને આનું કારણ પૂછ્યું : “એ દિવસે મેં આપને જંગલમાં ગાતા જોયા ત્યારે તો તમારી આંખમાંથી આંસુની ધારા વહેતી હતી : આજે આમ કેમ !” ત્યારે એણે જવાબ આપ્યો, “હું જ્યારે પ્રભુને રિઝવતો હતો ત્યારે મારા અંતરમાં આંસુ હતાં, પણ આજ તો હું જગત અને બાદશાહને રિઝવું છું એટલે માત્ર આનંદ જ હોય.” આત્માના આ જ્ઞાનની ભાષા મૌન છે. જીવનના, અંતરના ઊંડાણને પારખવા માટે માણસમાં ગંભીરતા જોઈએ. જાતને વેચનાર આજે કદાચ હસશે પણ કાલે એ રડવાનો છે. આનંદથી મળતી વસ્તુ આંસુથી મૂલવવી પડે છે. જીવનની મહત્તા લેવામાં નહિ, પણ એના ત્યાગમાં રહેલી છે. આત્મા કરતાં વધુ ધનિક કોઈ પણ વસ્તુ નથી. આ મુદ્રતાનો પરિત્યાગ એટલે ગંભીરતા. આત્માને પામવા માટે આવી ગંભીરતા જોઈએ. જે માણસ દુન્યવી સુખોથી વેચાઈ જતો નથી તે જ ખરો મહાન છે. જેનો આત્મા ખરીદાઈ શકાતો નથી તેના જીવનમાં ગંભીરતા વ્યાપેલી હોય છે. જીવનમાં પ્રલોભનો સામે ઊભા રહેવાની શક્તિ એનામાં આવે છે. જીવનનાં ઘર્ષણોમાંથી એવાને જ જીવનનું નવનીત મળી શકે છે. તા. ૫-૭-૧૯૬૦ ધર્મરત્નનાં અજવાળાં ૨૭ Page #37 -------------------------------------------------------------------------- ________________ →→ >>>&> ૭. ક્ષુદ્રતાનો ત્યાગ શુ વ્રતા અને ગંભીરતા એ બેનો નિષેધ અને વિધેય આપણે સમજવાનો છે. જીવનમાં ક્ષુદ્રતાનો પરિત્યાગ કરવાનો છે અને ગંભીરતાને ધારણ કરવાની છે. દુનિયામાં કોઈ સ્થાન ખાલી રહી શકતું નથી. એટલે ક્ષુદ્રતાનો ત્યાગ કરી, એની જગ્યાએ આપણે ગંભીરતાને બોલાવવાની છે. કાગડાને કાઢી એની જગ્યાએ રાજહંસને બેસાડવાનો છે. ગંભીરતાવાળો માનવી જ અંદરનો આનંદ મેળવી જાય છે. બાકી તો નાની નાની બાબતોમાં ફ્લેશ કરનારા લોકો, ઓગણત્રીસ દિવસનો સ્વજનનો પ્રેમ એક દિવસમાં બગાડી નાખે છે. આને બદલે જ્યારે માણસ બીજાની કોઈ પણ ભૂલને ચલાવી લેવાની ગંભીરતા કેળવે છે ત્યારે એ મહાનતા તરફ જઈ શકે છે. ક્ષુદ્રતાથી તો માણસ જીવનના પ્રત્યેક પ્રસંગે દુ:ખી બને છે, નાનો બનતો જાય છે; જ્યારે ગંભીરતા આવતાં માનવી વિકાસ પામે છે, આગળ વધે છે. ૨૮ * ધર્મરત્નનાં અજવાળાં Page #38 -------------------------------------------------------------------------- ________________ કોઈએ બરાબર આવકાર ન આપ્યો હોય તો માનવીનો મન-સ્વભાવ બગડી જાય છે. એના નાનકડા, ક્ષુદ્ર મનમાં ક્રોધની જ્વાળા ફેલાવા માંડે છે અને તરત જ ગમગીન બની જાય છે. પરિણામે, મનનું ક્ષેત્ર આમ સંકુચિત બનતાં એમાં સમાઈ શકતો નથી. આનંદને સમાવવા માટે તો મન અને હૃદયનું સ્થાન-પાત્ર વિશાળ જોઈએ. આ માટે “વીસરી જાઓ અને ક્ષમા આપો' (Forget & Forgive) એ મંત્ર ખૂબ જ સહાયક બને છે. પણ આ ક્યારે બને ? જીવનમાં ખરી ઉદારતા હોય ત્યારે. પણ જેના મનમાં ગાંઠો બંધાઈને પડી હોય એના મનમાં આવા આનંદનો અવકાશ ક્યાંથી હોય ? ખરી રીતે જોશો તો દુનિયામાં ક્યાંય દુઃખ છે જ નહિ; મનુષ્ય જ એને ઊભું કરે છે અને જાતે દુ:ખી થાય છે. વધુ ખાવાના લોભથી માણસ પેટ બગાડે છે અને પછી દુઃખ અનુભવે છે. તેમ ગંભીરતાને કાઢી, ક્ષુદ્રતાને ભરીને એ દુ:ખ અનુભવે છે. માટે કહ્યું છે કે, મનમાં (જ્ઞાન) વધુ ભરો અને પેટમાં (અન્ન) ઓછું ભરો'. આમ સારા વિચારો અને કથાઓ મગજમાં ભરી રાખી હોય તો આપણે જ્યારે બોલીએ ત્યારે આપણી વાણીમાંથી સારા વિચારો અને સારી ઉપમાઓ જ બહાર આવશે. આપણે એવા ઘણા માણસોને જોઈએ છીએ જે ભુલાઈ ગયેલી નકામી વાતોને યાદ કરી કરી પોતાની જાતને દુ:ખમાં મૂકે છે. ખરી રીતે તો માણસે એવી વાતો ઉપર ધૂળ નાખી દેવી જોઈએ. જે વસ્તુ આંખને રોચક નથી તેવી વાતો ઉપર કાળની ધૂળ નાખી, એને ભૂંસી નાખવી ઘટે. આમ જે માણસ કટુ અને ખરાબ વાતને ભૂલી શકે છે, તે જ ખરો ભાગ્યશાળી છે. જૂનો ઘા રૂઝાવાની તૈયારીમાં હોય અને એને ઉઘાડ્યા કરો તો એ ઘા ફરીથી તાજો થાય છે અને પછી કોઈ દવા એને માફક આવતી નથી. આવી જ રીતે, જીવનની ભૂલવા જેવી વાતોને ફરીફરીને સ્મરવાથી અંદરનો ઘા વધતો જાય છે. આવાં જાતે ઊભાં કરેલાં દુ:ખોથી છેવટે માણસ રીઢો બની જાય છે અને પરિણામે જ્ઞાનીઓનાં અમૃત જેવાં વચનો એના આત્માને કાંઈ જ અસર કરી શકતાં નથી. સાતાને ક્ષમા આપવી એ સુંદર ગુણ છે. તમે સૂતા હો અને કૂતરું આવી તમારું . ચાટી જાય તો તમે શું એનું મોં ચાટવા જશો ? કોઈ માણસ તમારી સાથે અસભ્યતા દાખવે ત્યારે એનો પ્રત્યુત્તર વાળવાને બદલે એને માફ કરો. તારે તો ત્યારે એમ જ સમજવું કે જેનામાં જેટલી બુદ્ધિ હોય એ પ્રમાણે એ વર્તે. એ વખતે તમારો ધર્મ શઠ પ્રત્યે શઠ થવાનો નથી, ખરાબની સામે ખરાબ થવાનો નથી, પણ આગ સામે પાણી થઈ, એને ઠારવાનો છે. બિનઅક્કલવાળો માનવી હોય તો એની પાસેથી શી અપેક્ષા રાખી શકાય ધર્મરત્નનાં અજવાળાં ૨૯ Page #39 -------------------------------------------------------------------------- ________________ અને કદાચ તમે કોઈ અપેક્ષા રાખો તો એ તમારી ભૂલ છે. કારણ એની પાસે જે છે જ નહિ તે એ તમને આપશે ક્યાંથી ? આને બદલે એને સમજવા પ્રયાસ કરો, એના પ્રત્યે કરુણાની ભાવના રાખો. માનવી આવી ક્ષુદ્ર અને નાની વાતમાં હેરાન થઈ રહ્યો છે. તમારી કોઈ ટીકા કરે છે ને તમે દુભાઈ જાઓ છો. પણ તે વખતે વિચારો કે તમે એવા છો ? જો એવા હો તો એનો આભાર માનો અને સુધરો; અને જો તમે એવા ન હો તો પછી તમારે ચિંતા કરવાની શી જરૂર છે ? એવી નકામી વાતો મનમાં ભરીને મનને તંગ શા માટે બનાવો છો ? આ સમજવા માટે જીવનમાં ગંભીરતા જરૂરી છે. એ આવશે ત્યારે એની સાથે બે ગુણ જાગશે; સૂક્ષ્મ બુદ્ધિ અને ક્ષમા આપવાની શક્તિ. એક માણસે એક વાર બાધા લીધી કે રોજ સાધુની સેવા કર્યા પછી જ ખાવું. દરરોજ એ કોઈ સાધુને શોધી લાવે, એની સેવા કરે અને પછી જમે. એક દિવસ એ આખા ગામમાં ફર્યો પણ જેની સેવા કરવી પડે એવો કોઈ સાધુ એને ન મળ્યો. તે દિવસ એને વાંઝિયો લાગ્યો, અને બબડવા લાગ્યો : ‘ભગવાન ! આજે મારી સેવા લેવા એકેય સાધુ માંદા ન પડ્યા ? મારી કેવી કમદશા ! હવે હું કોની સેવા કરું ?' તમે જોશો કે એની પ્રતિજ્ઞા તો (માંદા) સાધુની સેવા માટેની હતી એ રીતે સારી હતી પણ એનામાં બુદ્ધિની સૂક્ષ્મતા ન હતી એટલે સેવાને માટે એણે સાધુની માંદગી ઇચ્છી. આવો માણસ બીજા પર ભલાઈને બદલે બૂરાઈ કરી બેસે છે. એટલે માણસમાં ગંભીરતા આવે ત્યારે સાથે સાથે આવી સૂક્ષ્મબુદ્ધિ આવવી જરૂરી છે. ધર્મનું આ મહત્ત્વનું પગથિયું છે. તા. ૬-૭-૧૯૭૦ ૩૦ * ધર્મરત્નનાં અજવાળાં Page #40 -------------------------------------------------------------------------- ________________ →9884 ૮. સંપૂર્ણ અંગોપાંગ ધજ બીજું સોપાન છે, જેની પાંચેપાંચ ઇન્દ્રિયો સંપૂર્ણ હોય, જેના શરીરનું બંધારણ વ્યવસ્થિત હોય તેને ધર્મનું પાલન કરવું સરળ બને છે. એવો આત્મા ધર્મમાં જલદી આગળ વધી શકે છે. એટલે સંપૂર્ણ અંગોપાંગને પણ એક ગુણમાં સ્થાન મળે છે. માણસ મૂંગો હોય તો અંતરના ભાવો વ્યક્ત ન કરી શકે. એટલે જેને ધર્મ પાળવો છે એણે પોતાની બધી ઇન્દ્રિયોને સુવ્યવસ્થિત રાખવી જોઈએ. એ ઇન્દ્રિયોથી જેટલા આપણે પરાધીન, એટલા આપણે દુ:ખી થવાના. એટલા માટે માણસે પોતાની બધી પ્રવૃત્તિઓ જાતે જ કર્યા કરવી જોઈએ. જો એ ટેવ છૂટી જાય તો શરીર અકડાઈ જાય અને પછી રિબાઈ રિબાઈને મરવું પડે. માટે શરીરથી આપણે જેટલા સ્વતંત્ર એટલા આપણે વધુ સ્વાધીન, એમ સમજવું. આ માટે સદાય કામ કરતા રહો. પંચેન્દ્રિય સુંદર અને સ્વસ્થ રાખો અને જીવનમાં સંયમ રાખો તો જીવન સુંદર બનશે. ધર્મી માણસ માટે આ વસ્તુ અનિવાર્ય છે. ધર્મરત્નનાં અજવાળાં * ૩૧ Page #41 -------------------------------------------------------------------------- ________________ શરીર આમ સુંદર હોય પણ એની સંગે એ સુઘટ્ટ-સારા બાંધાનું જોઈએ. જો શરીરનું બંધારણ સરસ ન હોય તો એ આરાધના બરાબર નહિ કરી શકે, તપ અને સેવા નહિ કરી શકે. એ જ તીર્થયાત્રા કરવા નીકળશે તોય એણે ડોળીવાળાને તકલીફ આપવી પડશે. આ માટે જ્ઞાનીઓએ કહ્યું છે કે “શરીર અને મનનું સ્વાથ્ય એ જ જીવન છે; મન અને દેહ-સ્વાથ્યની નિર્બળતા એ મૃત્યુ છે.” માટે આ શરીર પ્રત્યે આપણાથી બેકાળજી લેવી શકાય નહિ. જે આવી કાળજી નથી રાખતો તે પાછળથી પસ્તાય છે. તપ, એ જિંદગીરૂપી યંત્રમાં તેલસિંચનનું કામ કરે છે; એ ઉપયોગી છે. આ પ્રમાણે ઉપવાસ પણ શરીર અને મનને નીરોગી રાખવામાં સાધનરૂપ બને છે. આજે તો હવે નેચરોપથીએ પણ બતાવી આપ્યું છે કે જીવનના અનેક રોગો મટાડવામાં આ ઉપવાસ સહાયરૂપ બને છે. ધર્મની આવી સાધના માટે આસન-સ્થાન અડોલ રહેવું જરૂરી છે. આ શક્તિ જ્યારે આવે ત્યારે માણસ માયાનાં પ્રલોભનો સામે પણ રાવણની જેમ અડગ રહી શકે. આ રૂપકમાં એમ કહેવામાં આવે છે કે એની સાધના પરાકાષ્ઠાએ પહોંચતાં દેવોનાં વિમાનો પણ ચલિત થઈ જતાં, થંભી જતાં. એની સાધના પૂર્ણ થતાં આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થતી. આમ છતાં પણ એની એ સાધના, ભોગ માટેના ત્યાગની હતી. એની પાછળ કોઈ આધ્યાત્મિક દૃષ્ટિ ન હતી એટલે એ અધોગામી બન્યો. માટે શરીર સશક્ત હોય તેમ સામે મનને પણ સશક્ત કરવાનું છે, અને અંગની પૂર્ણતા સાથે મનની પૂર્ણતા પણ કેળવતા રહેવાનું છે. - ઇન્દ્રિયો જો પૂર્ણ હોય તો આપણી પરાધીનતા ઓછી થઈ છે. માણસનાં અંગોપાંગ અખંડ ન હોય તો તેની હેરાનગતિને લીધે તે શાન્તિથી ધર્મ કરી શકતો નથી. જેનો શારીરિક બાંધો બરાબર હોય તે ધર્મની પ્રવૃત્તિઓ બરાબર કરી શકે છે. બીજી એક વાત પણ ધમ થનારે યાદ રાખવાની છે અને તે એ કે આત્મા શરીરથી જુદો છે, એ વાત ખરી, પણ જ્યાં સુધી તે શરીરમાં વસે છે ત્યાં સુધી શરીર એની ગાડી છે, આત્મા એનો હાંકનાર છે. આ શરીર તારક પણ બની શકે છે અને મારક પણ બની શકે છે. દરેક સાધનમાં આમ લાભ અને નુકસાન બેઉ રહેલાં હોય છે. નફો અને નુકસાન તો દરેક વસ્તુમાં હોય છે. માણસ જો એના શરીરને દુરાચારમાં વાપરી નાખે તો તે આત્માને ડુબાડી પણ દે અને સદુપયોગ કરે તો જીવન તરી જાય. આંખો વિશ્વનાં નિર્મળ દર્શન કરવા માટે આપણને મળી છે. નિસર્ગમાંથી સારાં સારાં દૃશ્યો જો આંખો જુએ તો એને સમ્યગુ દૃષ્ટિનો લાભ થાય. ૩૨ * ધર્મરત્નનાં અજવાળાં Page #42 -------------------------------------------------------------------------- ________________ આંખનો સ્વભાવ જોવાનો છે. એ જોયા વિના રહેવાની નથી તો ભલે જુએ, પણ એની છાપ મન પર પડવા દેવી કે નહિ તેનો વિવેક તો માણસે જ કરવાનો છે. ધર્મી થવું એટલે દુ:ખી થવું, કે આંખ બંધ કરીને ચાલવું, કે સુંદરના દુશ્મન બનવું એવો તો નથી જ. ધર્મી આત્મા તો સદા પ્રસન્ન હોય. તે સદા યોગનો આનંદ માણી રહ્યો હોય છે, વિયોગનો નહિ. આવો નિર્દોષ આનંદ જ્યાંથી મળે ત્યાંથી લો. જે આત્માનું સુખ માણે છે તે જ ખરો ધર્મી માણસ. ક્રીડામાં લાગેલા બાળકની જેમ માનવીએ પણ નિર્દોષતામાં જીવવાનું છે. ધૂળમાં રમતું બાળક, ધૂળનો કંસાર પીરસી આનંદ અનુભવે છે. માનવીનો ભોગ પણ બાળકના આ ધૂળના કંસાર જેવો છે. માત્ર ફેર એટલો છે કે ધૂળમાંથી બનાવેલો મહેલ તૂટી જતાં બાળક આનંદ પામે છે. જ્યારે આસક્તિવાળા માનવીનું ઘર ભાંગી જાય છે ત્યારે એ રડવા બેસે છે. માનવીનો આ આનંદ શાશ્વત નથી રહ્યો. માનવી લોભમાં સંડોવાયેલો છે. જેઓ દુનિયાની બાહ્ય વસ્તુઓના આનંદમાં પડેલા હોય છે તેઓ જ્ઞાનમાં અપૂર્ણ છે. જેને અનંત જ્ઞાનનું દર્શન હોય છે તે બહારની વસ્તુના આનંદની નહિ, પણ અંતરના આનંદની અપેક્ષા રાખે છે; એ તો આત્માની પૂર્ણતાનાં સ્વપ્નાં સેવતો હોય છે. આ વ્યાખ્યાનોનું માત્ર શ્રવણ કરીને બેસી રહેવાનું નથી, પણ એ વ્યાખ્યાનોને પચાવવાનાં છે. સોનું બહુ કીમતી છે પણ વાસ્તવિકતામાં એની કિંમત ચિંતા છે. સૂવા માટે લોખંડનો પલંગ કામ લાગે છે પણ સોનાની પાટ કામ લાગતી નથી. સોનાની પાટ પર સૂઓ તો રાત્રે શાન્તિથી ઊંઘ પણ આવે કે ? આજે આપણા જીવનમાં મોહનો એવો એક થર લાગ્યો છે કે જ્ઞાનનાં કિરણો આપણી અંદર બેઠેલા આત્માને પહોંચી જ શકતાં નથી. જે પદાર્થોને અડતાં સંકોચ જાગે એવા પદાર્થોમાં માણસ આજે રાચે છે, સુખ માને છે. જ્યારે આપણાં અંતરચક્ષુઓ ઊઘડશે ત્યારે આને ખરા સ્વરૂપમાં જોવાની આંત૨દૃષ્ટિ આપણને મળશે. ઘણી વા૨ે પૈસો જીવનમાં દુ:ખ અને દંભ લાવે છે. પૈસો આવે એટલે ધર્મ આઘો રહી જાય છે. પૈસો માણસને ભાગ્યે જ પુણ્યપંથે લઈ જાય છે. પૈસો તો માનવીને ઘણી વાર વિવેકશૂન્યતા તરફ પણ ધકેલી દે છે અને આત્માની અધોગતિ કરાવે છે. માટે જેને પાંચે ઇન્દ્રિયોની પૂર્ણ પટુતા, ધનસંપત્તિ મળ્યાં હોય તેણે વિવેકથી વર્તવાનું છે, અને તેમ થાય તો સંપૂર્ણ અંગોપાંગ એ પણ ગુણ છે. તા. ૮-૭-૧૯૬૦ ધર્મરત્નનાં અજવાળાં ૩૩ Page #43 -------------------------------------------------------------------------- ________________ *→**** કૃતિ-સૌમ્યત્વ એ સમભાવનું સોપાન આ છે. એ ગુણવાળાનો સ્વભાવ જ એવો હોય કે એને જોતાં શાન્તિ અને આનંદ પ્રસરે દુનિયામાં પ્રકૃતિસૌમ્ય થવું અને નિ:સ્વાર્થી બનવું એ જ ખરી મહાનતા છે. આપણા સ્વભાવમાં કોમળતા આણવી જરૂરી છે. એથી માણસ પોતાની ભાષા અને પ્રકૃતિ ઉપર કાબૂ મેળવી શકે છે. એવાના જીવનમાં પછી સૌમ્યતા એવી સ્વાભાવિક થઈ જાય કે ઉગ્ર થયેલા માનવીને પણ એ ઠંડો બનાવી દે. ક્ષણભર ઉગ્ર બનેલો માનવી પ્રકૃતિસૌમ્યને જોતાં, ફરીથી સૌમ્ય બની જાય છે. ક્ષમા આપનાર માણસ હંમેશાં ઉદાર અને વિશાળ હૃદયનો હોય છે. એટલે જ જ્યારે સંગમ, ભગવાનના ચરણોમાં આવીને પડ્યો ત્યારે ભગવાને કરુણાનાં બે આંસુ ટપકાવી એને ક્ષમા આપી. ૯. પ્રકૃતિસૌમ્યતા માનવી જ્યારે બીજાનું દુઃખ સહાનુભૂતિ દ્વારા જાતે અનુભવતો થાય છે ત્યારે જ એ સ્વાર્થનો ત્યાગ કરી શકે છે; ૩૪ * ધર્મરત્નનાં અજવાળાં Page #44 -------------------------------------------------------------------------- ________________ ત્યારે જ એ મહાન બની શકે છે. પછી એના તપની સાથે ભક્તિની ભીનાશ ઉમેરાય છે. આ તપની તાકાતથી માણસ પીગળી જાય છે; તપના પરિણામે એ કોમળહૃદયી બને છે. જેનાં ચક્ષુઓ કરુણાથી સદાય આર્ટ થયાં છે એ જ ખરો માનવી છે. ધર્મના આ અંશને પામવા માટે હૃદયને કોમળ બનાવવું જરૂરી છે. જે માણસ બીજાની પાસેથી લેવાને બદલે દેવા તૈયાર હોય છે, તે પોતાની ઉદારતાથી બીજાને જીતી જાય છે. આપણે સૌ આપણા જીવનની નાની નાની વાતોમાં યુદ્ધ કરીએ છીએ અને બીજી બાજુથી મોટા વિશ્વયુદ્ધને વખોડવા બેસીએ છીએ. પણ આપણે યાદ રાખવાનું છે કે પથ્થરની એક નાની કાંકરી તળાવમાં નાખતાં એનું કુંડાળું જેમ તળાવના બીજા કિનારા સુધી પહોંચે છે તેમ, આપણે ઊભાં કરેલાં નાનાં વાદવિવાદનાં આંદોલનો દુનિયાના બીજા છેડા સુધી પહોંચે છે અને વિશ્વયુદ્ધના વાતાવરણને ઉત્તેજિત કરે છે. કુદરત પાસે તો માનવમાત્ર સરખો છે. ગરીબ અને તવંગરના હાડચામમાં એને ત્યાં કોઈ ભેદ નથી. વિશ્વને જો આપણે શાંત અને અહિંસક બનાવવું હોય તો પહેલાં આપણે શાંત અને અહિંસક બનવું પડશે અને આપણા જીવનમાં પ્રકૃતિસૌમ્યતા લાવવી પડશે. જીવનના ઊંડાણમાં આ તત્ત્વ વ્યાપક થશે ત્યારે જ આપણે સમજી શકીશું કે જીવનની ઉગ્રતા એ અગ્નિ છે; જીવનની સૌમ્યતા એ ચંદન છે. આપણે જીવનમાં આ ઉગ્રતાને તજી સૌમ્યતા કેળવવાની છે. જે માણસમાં ગંભીરતા નથી તે માણસની પ્રકૃતિ સૌમ્ય ન હોઈ શકે. સૌમ્ય અને સભ્ય બનવા માટે કાંઈ દેખાવ કરવાની જરૂર નથી, જરૂર છે જિંદગીમાં એને વણી લેવાની. માથું દુખતું હોય ત્યારે માથે બામ પણ લગાડાય અને એના મૂળભૂત કારણ કબજિયાત વગેરે માટે આંતરિક દવા પણ લેવાય. જ્ઞાનીઓએ આપણને બાહ્ય સાથે આવી અંતરની દવા પણ બતાવી છે. જે વસ્તુ તમારા લોહીની સાથે એકાકાર થઈ નથી તેને તમે કેમ રાખી શકશો ? માટે જ કહેવામાં આવ્યું છે કે, પ્રવૃત્તિ યાન્તિ ભૂતાન નિહ: વિમ્ વરિત? પહેલાં આપણે ટેવ પાડીએ, પછી ટેવ પ્રકૃતિ બની આપણને પાડે. આપણે મોટે ભાગે બહારથી નિયંત્રણ મૂકીએ છીએ. પરિણામે થોડા સમય બાદ, ટેવ અંદરથી ઉછાળો મારે છે ને બમણા જોરથી બહાર આવે છે. આનું નામ જ આઘાત-પ્રત્યાઘાત. આ સૌમ્ય પ્રકૃતિ એટલે દરેક કામ શાન્તિથી કરવું. જે લોકો ક્રોધને છોડે ધર્મરત્નનાં અજવાળાં - ૩પ Page #45 -------------------------------------------------------------------------- ________________ છે એમની પ્રકૃતિ જ પછી સૌમ્યતાનું સંગીત બની જાય છે. પછી એમની વાણીમાંથી જે ઝરે તે સંવાદના જ સૂરો હોય. જૂના કાળમાં ગ્રંથોની રચના સંતોએ કરેલી છે, એટલે એ વાતો મીઠી અને શાંત લાગે છે, પણ આજે તો લેખકોના લખાણની પાછળ તૃષ્ણાની આગ પડેલી હોય છે. પરિણામે લેખકોના એ આતશ, માણસની (વાચકની) જિંદગીમાં અસંતોષના ભડકા પ્રગટાવે છે. પહેલાંના બ્રાહ્મણો સંતોષી હતા; આજે બ્રાહ્મણો પણ “ભામણો” થઈ ગયા છે. એમની સંસ્કૃત વાણીમાં આજે ક્યાં સુંદરતા રહી છે ? સંસ્કૃત ભાષા તો દિવ્ય સંગીતની લયમય વાણી છે; આપણા મનને આનંદમાં લપેટી લે એવી એ સુંદર ભાષા છે. માનવીને દેહ છે તો દેહની માંગ પણ એની સાથે આવે છે. પણ આ માંગ ઉપર મર્યાદા તો હોવી જોઈએ ને ? એ મર્યાદા એટલે વિવેક. જૂના કાળમાં શ્રમણો અને બ્રાહ્મણો, માંગવું એટલે મરવું, એમ સમજતા. ત્યાગીઓનું કામ હતું ભૌતિક વસ્તુઓ પ્રત્યે ઉપેક્ષા સેવવાનું; રાગીઓનું કામ હતું ત્યાગીઓની સેવા કરવાનું. પણ આજે સાધુઓ માંગતા ફરે છે ત્યારે શ્રીમંતો એમ સમજતા થયા છે કે પૈસાથી તો સાધુઓ પણ ખરીદાય છે ! પણ એ ન ભૂલશો કે જે ખરીદાય છે તે સાચા ત્યાગી નથી; દંભી છે, લોભિયા છે. ખરી સાધુતાને ખરીદવા તો માણસમાં પોતાનામાં સાધુતા આવશ્યક છે. મહા વિદ્વાન કણાદ જેવાની ખબર રાખવી, એ તે કાળમાં રાજાઓનું કામ ગણાતું. આથી રાજાએ સોના ભરેલો થાળ કણાદ પાસે ધર્યો. પણ કણાદ તો પોતાના સર્જનમાં મસ્ત હતા. જ્યાં સુધી માણસ પોતાના કાર્યમાં આવું આત્મવિલોપન નહિ અનુભવે ત્યાં સુધી તે કાર્યમાં એને પૂરો આનંદ નહિ આવે, વિજય નહિ લાધે. પ્રેમ સાથે અર્પણ અને સેવાનો સંબંધ હોવો પણ જરૂરી છે. માતા પોતાના બાળકને માત્ર દૂધ જ નથી પડતી, પણ દૂધ સંગે પ્રેમ પણ પાય છે; જ્યારે આયા માત્ર દૂધ જ પાઈને બેસી રહે છે. બે વચ્ચે આટલો ફેર છે. અને તેથી જ્યારે બાળકને આવો માતૃસ્નેહ નથી મળતો ત્યારે તેનું માનસ વિકત બને છે. પછી એની વિકૃતિઓ આસપાસના વાતાવરણમાં ઝેરી અસર ફેલાવે છે. જેને અંતરની દુનિયાને કેળવવી છે અને મેળવવી છે, તેને માટે કણાદની માફક બહારની વસ્તુઓનો મોહ તજ્યા વગર બીજો કોઈ આરો નથી. માટે, માણસે પોતાના જીવનમાં પ્રેયાત્મક એવો વિચાર કેળવવો જોઈએ કે જે તેના જીવનની પ્રત્યેક ક્ષણે એની નજર સામે રહે. જે માણસ આવા આદર્શમાં જીવે અને પછી જીવનમાં કદી થાક લાગતો નથી. ૩૬ ક ધર્મરત્નનાં અજવાળાં Page #46 -------------------------------------------------------------------------- ________________ રાજાએ કણાદને પ્રથમ સોનાનો થાળ ભેટ ધર્યો. કણાદે એ પાઠો ઠેલ્યો ત્યારે રાજાએ કણાદને રત્નોનો થાળ મોકલ્યો; પણ કણાદ તો સંતોષનો સ્વામી હતો. તેને આ રત્નો આનંદ આપે એમ ન હતું. એને પ્રસન્ન કરવા માટે તો ભક્તિની જરૂર હતી. જેને જિંદગીમાં દુન્યવી સુખોની જ ભૂખ છે તે ભિખારી છે. મનની આવી ભૂખ માણસને અંદરથી ભિક્ષુક બનાવે દે છે. સાચા સાધુઓ તો સંસારબગીચાનાં પુષ્પોમાં ભમનારા ભમરાઓ છે. તેઓ કોઈ પણ પુષ્પને દંશ કે ક્લેશ આપ્યા વિના પુષ્પોનો રસ લઈ આત્માને પરિતૃપ્ત કરી વિહરે છે. ખરો સાધુ તો વિપ્નોની સામે પણ પ્રસન્નતાપૂર્વક ઊભો હોય છે. એના આત્માના પ્રત્યેક પ્રદેશમાં ત્યાગનો રંગ લાગેલો હોય છે. આજના કેટલાક સાધુઓનો ભગવો રંગ કાચો છે. જરાક રાગ કે પ્રલોભનનું પાણી અડતાં એ ધોવાઈ જાય છે. જ્યારે આપણે તો ચિત્તની અવિકલ્પ દશા કેળવવાની છે. પ્રભુભક્તિની આ પ્રભાવના વગર ધર્મઅમૃતની સાચી મીઠાશ આપણે નહિ જાણી શકીએ. રાજાને થયું કે કણાદ સોના અને રત્નોની ભેટો પાછી ઠેલે છે, ત્યારે જોઉં તો ખરો કે એની પાસે એવું શું છે ? એ કણાદની પાસે રાત્રે આવે છે. કણાદ સૂતા છે. રાજા આવીને એના પગ દાબી રહ્યો છે. કણાદ જાગે છે અને પૂછે છે, “હે રાજન તમે મારા પગ શા માટે દાબો છો ? મારો જેવો ભિખારી જે ધોળે દિવસે પણ તમારે ત્યાં ભીખ માગવા આવ્યો નથી, એની પાસે તમે રાત્રે આવા અનુચરના વેશમાં શા માટે આવ્યા છો ?' રાજાએ કહ્યું : “આપ સુવર્ણસિદ્ધિ જાણો છો, તે મને આપો.” કણાદે હસીને કહ્યું, “રાજન, પ્રભુનું નામ એ જ પારસ છે. તે આ જીવનરૂપી લોખંડને અડે તો માટીની કાયા સોનાની થઈ જાય.' રાજાને હવે જ્ઞાન થઈ ગયું કે સોનાની સિદ્ધિથી માણસને મુક્તિ નથી લાધતી; માણસના મૃત્યુ સમયે સોનાની દીવાલો આડી ઊભી રહી નથી શકતી. આત્માનું લોખંડ, પરમાત્માનો પારસ-સંયોગ થતાં સોનું બની જાય. જેને સંતોષનું આ સોનું મળી ગયું એના જેવો ધનાઢ્ય જગતમાં કોઈ નથી. આ સંતોષની ભાવના આપણી પ્રકૃતિમાં વણાઈ જવી જોઈએ. લોભ, ક્રોધ, માન, માયા અને મોહ તો જીવનને કોરી ખાનારી વસ્તુ છે. આપણે તો એ સર્વની ઉપર વિજય મેળવીને જીવનને સૌમ્ય બનાવવાનું છે. માણસની પ્રકૃતિ જ્યારે આવી સૌમ્ય બને છે ત્યારે એ કદી પણ ક્રૂર કાર્ય કરી શકતો નથી. બાકી તો જ્યાં સ્વભાવમાં ક્રૂરતા છે ત્યાં આ પ્રકૃતિસૌમ્યત્વ નહિ ધર્મરત્નનાં અજવાળાં છે ૩૭ Page #47 -------------------------------------------------------------------------- ________________ આવી શકે. ખરબચડા લાકડા ઉપર હાથ ફેરવો તો એની ફાંસ લાગી જવાનો ભય રહે છે, પણ જે લાકડું રંધો ખાઈ લીસું બન્યું છે એમાંથી ફાંસ વાગવાની નથી. માનવીએ આમ એની પ્રકૃતિને પણ સૌમ્ય બનાવવાની જરૂર છે. તા. ૯-૭-૧૯૬૦ ૩૮ ૧ ધર્મરત્નનાં અજવાળાં Page #48 -------------------------------------------------------------------------- ________________ → ~>&> ૧૦. સૌમ્યત્વનાં સાથી ર્મરત્નમાં ખૂબી એ છે કે એમાં એક પછી બીજો સદ્ગુણ એના મ પ્રમાણે આવતો જાય છે. એક સદ્ગુણનું વાચન, શ્રવણ અને મનન બીજા સદ્ગુણોને ખેંચી લાવે છે. જીવનમાં જો એકાદ સદ્ગુણનું એંજિન જોડાઈ જાય તો ક્રમવાર સદ્ગુણના બીજા ડબ્બાઓ પણ એની સાથે જોડાઈ, ખેંચાઈ આવે છે. ધ મહત્ત્વની આ માટે વાતાવરણ બહુ જ વસ્તુ છે. આપણે એવા વાતાવરણમાં જીવવું જોઈએ કે જેમાં સદ્ગુણો આવતા જાય અને દુર્ગુણો જતા જાય. સાચું જ કહેલું છે કે, ‘પુસ્તકો, મિત્રો અને વાતાવરણ માણસના જીવનને ઘડે છે.' માણસનું વાચન એની જિંદગીમાં મહત્ત્વનો ભાગ ભજવે છે; મોટો ફાળો આપે છે. પણ આ વાચન એવું હોવું જોઈએ કે જેથી મનમાં સારા વિચારો ઉત્પન્ન થાય. કારણ, જ્યાં સુધી તમારામાં સારા વિચારો નહિ જાગે ત્યાં સુધી જીવનનું ઉત્થાન નહિ થાય. માટીના હાંડલામાંય માણસ નકામા ધર્મરત્નનાં અજવાળાં * ૩૯ Page #49 -------------------------------------------------------------------------- ________________ પથરા નથી ભરતો; તો શું માણસનું મગજ હાંડલા કરતાં પણ હલકું છે કે જે આવે તે તમે એમાં ભરો છો ! માટે કોઈ તમારી પાસે ખરાબ વસ્તુ સંભળાવવા આવે તો તમારે કહી દેવું જોઈએ કે એવું સાંભળવાનો તમને વખત નથી. એવી ગંદી વસ્તુઓ એક વાર મગજમાં પેસી ગઈ તો પછી એ કાઢવી મુશ્કેલ બને છે. આપણું મગજ બહુ જ નાજુક છે. તેની ઉપર ખરાબ વાતોના આધાત ન પડવા જોઈએ, કારણ કે એવી વાતો ઘર કરી બેસે છે અને પછી કદાચ લાંબે ગાળે નીકળી જાય છે તોય ત્યાં ખાડો મૂકતી જાય છે. માટે આજનું માનસશાસ્ત્ર કહે છે કે, માણસ એના સંસ્કારનું પરિણામ છે. માનસશાસ્ત્ર કરેલાં આવાં બધાં સંશોધનોને પણ આ હકીકત અભિવ્યક્ત કરે છે. આજે લોકોના વિચારો, વાચનથી પણ અસ્વસ્થ બન્યા છે, કારણ કે માણસો જેવું તેવું, જે કંઈ મળ્યું તે વાંચે છે; જેમ બજારની ભેળ, પાણીપૂરી અને હલકું ખાવાથી માણસ બીમાર પડે છે તેમ. આટલા માટે ઓછું વાંચો પણ સારું વાંચો અને જે વાંચો તેની અસર ચેતના ઉપર થવા દો. એ જ એનો ખરો ખોરાક છે. આથી માણસને માટે વિચારાત્મક સર્જનની કલ્પના પ્રતિક્રમણમાં મૂકવામાં આવી છે. આજે જાહેરખબરો દ્વારા માનવીનાં મગજ બગડી રહ્યાં છે. આવે કાળે પુસ્તકો એવાં વાંચવાં જોઈએ કે જેમાંથી જીવનને પ્રેરણા મળે. આજે દેહની આસક્તિ વધતી જાય છે અને આત્માની જળકમળવત્ અલિપ્તતા દૂર થતી જાય છે. આજે આપણા અંતરમાં કોઈ મહાન આદર્શ રહ્યો નથી. આપણી ધર્મક્રિયાઓમાં પણ આજે સ્પર્ધાનું અંધ અનુકરણ વધી રહ્યું છે. પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણી જિંદગી તો ફોટોગ્રાફરના કૅમેરાની નેગેટીવ ફિલ્મ જેવી છે. શટર ખૂલતાં જે એની ઉપર પડે એ વસ્તુનું પ્રતિબિમ્બ ઝડપી લે છે. આથી આપણા મગજમાં આદર્શોનાં આંદોલનો ઊભાં થવાની જરૂર છે. તો જ આપણે આત્માની સાથે એકાકાર થઈ શકીશું. જ્યાં સુધી આવું સંવાદમય સંગીત આપણા આત્મામાં ચાલી રહ્યું છે ત્યાં સુધી જ આપણે સુખી છીએ; વિસંવાદથી જીવનમાં દુઃખ ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી આવી એકાગ્રતા ન આવે ત્યાં સુધી આપણા જીવનનું કોઈ ધ્યેય આપણે નક્કી કરી શકવાના નથી. આવી એકાગ્રતા જાગે ત્યારે આપણે અહીં બેઠા પણ તીર્થોમાં વિહરી શકીએ છીએ. આપણી કલ્પનાઓ જ પછી આપણને શાન્તિના મધુર વાતાવરણમાં વિહરાવવા લઈ જવા શક્તિશાળી બનશે. ૪૦ : ધર્મરત્નનાં અજવાળાં Page #50 -------------------------------------------------------------------------- ________________ જેમ પુષ્પો સદાય સુંગધ આપે છે તેમ આપણા મનને પણ આપણે સતત પરાગવંતું રાખવાનું છે. મન પોતે તો એક સુંદર વાજિંત્ર જેવું છે. એનો જાણકાર જો એના તાર ઉપર હાથ ફેરવે તો એમાંથી આત્માના મધુર સૂરો જ પ્રગટે. પણ આ માટે મન, વચન અને કાયા – એ ત્રણેની યોગરૂપી સંવાદિતા જરૂરી છે; તો જ એ સંગીત જન્મી શકે છે. જ્યાં સંવાદિતા છે ત્યાં સુખ છે; જ્યાં વિસંવાદિતા છે, ત્યાં દુઃખ છે. તબલચીની થાપ અને સંગીતના સૂરોનો લય, જીવનમાં સંવાદિતાનાં આંદોલનો ઉત્પન્ન કરે છે અને જ્યાં આવો સંવાદ છે ત્યાં ચિત્ત આનંદમાં મસ્ત બને છે. જ્યાં સુધી મન પ્રમાણેનું માણસનું વચન નથી, અને વચન પ્રમાણેનું કાર્ય નથી ત્યાં સુધી સાચું સુખ મળવું મુશ્કેલ છે. મન, વચન અને કાયા સ્વસ્થાનમાં રહી, સંવાદિતાથી જીવે એને જ મહાપુરુષો જીવનનો યોગ કહે છે. પિયાનો પોતે સુંદર હોય એટલું જ બસ નથી પણ એનો સાચો જાણકાર એને વગાડવા માટે મળવો જોઈએ; નહિ તો એ દીવાનખાનાની શોભા જ માત્ર બને છે. એક દેવળમાં એક સુંદર પિયાનો રાખી મૂકેલો. વર્ષોથી એને કોઈ સ્પર્શતું. ન હતું. એક દિવસ એનો જાણકાર ત્યાં આવ્યો. એની આંગળીઓને પિયાનાનો સ્પર્શ થયો, અને સંગીતના સૂરો પ્રગટી ઊઠ્યા. સૂરોના એ સાગરમાં સૌ ભક્તો ડૂબી ગયા અને સર્વત્ર દિવ્યતા છવાઈ ગઈ. આ કેમ બન્યું ? કારણ, વગાડનાર એના સૂરોનો જાણકાર હતો અને વળી પોતે જ એમાં એકાગ્ર હતો. પિયાનોવાળું આ દેવળ એટલે આપણા અંતરનું મંદિર. આપણે ગાઈએ છીએ કે “પ્રભુજી ! મનમંદિરમાં આવો પણ આની સાથે મંદિરમાં કેવો ધૂપ, કેવી સુરભિ, કેવો પરાગ હોય એનો વિચાર કરવો જરૂરી છે. મન બહુ જ કીમતી, અત્યંત ઉપયોગી અને ઉત્તમ પ્રકારનું સાજ છે, પણ એનો જાણકાર જો એને વગાડે તો જ એમાંથી યોગ પ્રગટે. આવા આનંદની પરકાષ્ઠા મન, વચન અને કાયાના સંવાદમય પૂર્ણયોગથી જ આવે છે. માણસે જીવનના દરેક ક્ષેત્રમાં આ યોગ કેળવવા મહેનત કરવાની છે. માણસ જ્યાં છે ત્યાં જ જો આ યોગ ન કેળવે, સ્વભાવનું પરિવર્તન ન કરે તો એને માટે બીજે ક્યાંય મુક્તિ નથી, એમ જાણજો. યાદ રાખજો કે જો અહીં વિસંવાદિતા હશે અને કદાચ મહાપુરુષો આવી ચડશે તો પણ મુશ્કેલી જ ઊભી થશે. અંદરના સ્વભાવનો પલટો ન થાય ત્યાં સુધી માનવજીવનનું ખરું પરિવર્તન શક્ય નથી. કહ્યું છે કે ધર્મરત્નનાં અજવાળાં * ૪૧ Page #51 -------------------------------------------------------------------------- ________________ છપ્પન તીરથ કરી આવે, પણ શ્વાનપણું નવ જાયે ! એટલે આપણી અંદર શ્વાનપણાનું જે આ તત્ત્વ છે તેનો પલટો કરવો એ જીવનનું ધ્યેય હોવું જોઈએ. પ્રકૃતિસૌમ્યત્વનો અર્થ જ એ કે જીવનનું ક્રૂરતાભરેલું તત્ત્વ નીકળી જાય અને સૌમ્યતા આવે. આપણે ઉપદ્રવ તો ન કરીએ પણ કોઈનો ઉપદ્રવ આપણને થાય ત્યારેય શાન્તિથી સહન કરીએ. આ ત્યારે જ બને કે જ્યારે આપણામાં પ્રકૃતિ-સૌમ્યત્વ આવ્યું હોય. મનને શાંત અને કાબૂમાં રાખવું બહુ મુશ્કેલ છે. મનમાં ક્રોધ, અશાન્તિ જાગે ત્યારે મનને સમજાવો. એને પૂછો કે શા માટે એ ક્રોધને વશ થયું છે ? આવે સમયે બહાર ન જોતાં, અંદર દર્શન કરો. ક્રોધભરી લાલ આંખોને શ્વેત કરી નાખો; ગરમ મગજને ઠંડું કરો અને પછી જુઓ તો એની સમજણ કોઈ ઓર જ આવશે. જ્યારે માણસના મનમાં આવી સંવાદિતા હોય છે ત્યારે એ જે કાંઈ બોલે અને વિચારે તેની પાછળ સત્ત્વ હોય છે, અર્થ હોય છે. ક્રોધ તો વિસંવાદ છે. એમાં માણસ ગાંડો બની જાય છે. વિસંવાદમાં એ જે કાંઈ બોલે છે કે કરે છે, એનું એને પોતાને જ ભાન રહેતું નથી. માટે જ ડાહ્યા માણસો આવા વિસંવાદની પળોએ ચૂપ રહે છે. જૂના વખતમાં માણસ પોતાના મકાનમાં એક જુદો ખંડ રાખતો. એ ખંડનું નામ ક્રોધાગાર. જ્યારે ક્રોધ આવે ત્યારે માણસ એ ખંડમાં જઈને બેસે. ત્યાં શાન્તિ અને સંવાદિતાનાં પ્રતીકો રાખવામાં આવતાં કે જે એની ક્રોધી પ્રવૃત્તિને શાંત અને સૌમ્ય બનાવતાં. માણસના જીવનમાં આ સંવાદ અત્યંત જરૂરી છે. મિત્રોની પસંદગીમાં માણસે ખાસ વિવેક વાપરવાનો છે. પરીક્ષા કરીને મિત્રો પસંદ કરવા જોઈએ. ખોટા રૂપિયાની જેમ જો મિત્ર એકવાર ખોટો મળી જશે તો ખરે વખતે એ તમારી આબરૂ લેશે. માટે ખરે વખતે તમને કામ આવે એવા મિત્રો કરો; મુશીબતમાં મૂકે એવા મિત્રોથી દૂર રહો. પ્રકૃતિ સૌમ્યત્વ માટેનાં સાથીઓ એટલે સારાં પુસ્તકો, સારા મિત્રો, સારું વાતાવરણ. માણસના મન ઉપર વાતાવરણની અસર બહુ ઊંડી છે. તમારા વિચારો જેમ તમારા મન ઉપર સારી-માઠી અસર કરે છે, એમ વાતાવરણ પણ તમારા માનસ ઉપર સારી કે ખરાબ અસર કરે છે. આ માટે આપણા ઘરની અંદર એવી તેજસ્વી વ્યક્તિઓનાં ચિત્રો જોઈએ કે જે આપણને પ્રત્યેક ક્ષણે એમના દૃષ્ટિબિંદુનું સ્મરણ કરાવે. પ્રકૃતિસૌમ્યત્વ ૪૨ * ધર્મરત્નનાં અજવાળાં Page #52 -------------------------------------------------------------------------- ________________ કેળવવા માટે આમ સારું વાચન, સારી મૈત્રી અને સારું વાતાવરણ આવશ્યક છે. જીવનમાં આ સ્વસ્થતા લાવવા માટે પ્રથમ આપણે મગજનો જૂનો દંશ, કચરો દૂર કરવાનો છે. જે માણસ પ્રકૃતિથી સૌમ્ય છે તે કોઈનું બૂરું નહિ કરે. એવો માણસો પ્રકૃતિસૌમ્યત્વને લીધે ખરાબ કાર્ય નહિ કરે. સારું કુળ અને અંદરના સારા ગુણો આપણને ખરે વખતે પાપ કરવામાંથી બચાવી લે છે. આવું ઉત્તમ વાતાવરણભર્યું કુળ આત્માના પુણ્ય પ્રભાવથી જ મળી શકે છે. માણસનું માનસિક બળ તૂટી ગયું છે; એ બળ ધ્યાનથી કેળવવાનું છે. એ અદમ્ય શક્તિ કેળવો, પ્રકૃતિની અંદર વણાયેલી ખરી સંસ્કારિતાને બહાર લાવો અને ચંદનની સુવાસ અને શીતળતા જેવી મીઠી અને શાંત પ્રકૃતિસૌમ્યત્વની સર્વત્ર સુરભી પ્રસરશે. તા. ૧૦-૭-૧૯૬૦ - ધર્મરત્નનાં અજવાળાં * ૪૩ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૧. જીવનનું પરિવર્તન માણસ ધર્મી બનવા માગતો હોય ° એની પાસે ધર્મના સદ્ગણોની મૂડી શું હોવી જરૂરી છે. તમારી પાસે ગુણ હોય અને ખ્યાતિ પામો તો તો જાણે ઠીક છે, બાકી બાહ્ય આડંબર નકામા છે. આ છે દુનિયામાં સફળતાની સીડી ચડવા માટે પણ સદ્ગુણો કેળવવા આવશ્યક છે. આવા છે સગુણોથી જ જીવનની સાર્થકતા લાધી શકે. આપણી આ કાયા તો માટીનું પૂતળું છે; એમાં રહેલા સગુણો તે જીવનનું સોનું છે. તમે આ સગુણો કેળવો તો માટીમાંથી ૪ સોનું બને. જેને તમે આજ સુધી ધૂળ ગણી છે એ તો તમારું મોટામાં મોટું ને સુંદર દ્રવ્ય છે. આપણું જીવન એટલે ધર્મરૂપી સોનાની ખાણ છે. આપણું આ માનવજીવન એ તો અમૂલો હીરો છે પણ આજે આપણે છે એને કાચ બરાબર સમજીને વાપરી રહ્યા # છીએ. આ સંસારનો બહારનો બધો ખજાનો છેવટે નકામો છે. એ બધું મૂકીને ચાલ્યા ૪૪ : ધર્મરત્નનાં અજવાળાં Page #54 -------------------------------------------------------------------------- ________________ જવું પડશે. પણ તમારી અંદર એક બીજો સાચો ખજાનો છે. જ્ઞાન અને પરમાત્માની જ્યોતથી આપણે એ જોવાનો છે. આજે પરમાત્માની આ જ્યોત આપણી પાસે છે, પણ ઢંકાયેલ છે તેથી જીવન અંધકારમય લાગે છે, પણ જ્યારે અંદરની એ જ્યોત પ્રગટશે ત્યારે આ લોક અને પરલોક – બેઉના જીવન ઉપર નવો પ્રકાશ લાધશે. આ સફળતા મેળવવા માટે ગંભીરતા, તુચ્છતાનો ત્યાગ, તંદુરસ્ત જીવન, સંપૂર્ણ અંગોપાંગ, પ્રકૃતિ સૌમ્યત્વ, રાગદ્વેષથી પર અને સ્વભાવની નિર્મળતા વગેરે ગુણોને વિકસાવવામાં આવ્યા છે. જ્યારે મનુષ્ય આત્માને સમજવા માંડે છે ત્યારે એના સ્વભાવમાં ધીમે ધીમે પરિવર્તન થાય છે. આમ તો જ્યારે માણસને સન્નિપાત થાય છે ત્યારે જ્ઞાની અને ગમાર જેમ વર્તનમાં એકસરખા બની જાય છે તેમ જ્યારે માણસમાં ક્રોધ, મોહ, માયા, લોભ ઇત્યાદિ જાગે છે ત્યારે ત્યાગી અને રાગી, સાધુ અને સંસારી બન્ને સરખા બની જાય છે. કષાયનો એ સન્નિપાત મટે, ત્યારે જ માણસને ખ્યાલ આવે કે એ શું કરી રહ્યો હોય છે. દુનિયાથી તમે જુદા નથી, દુનિયાનો અવાજ એ તમારા બોલોનો એક પડઘો છે. દુનિયાને જે દૃષ્ટિથી જોશો એ જ દૃષ્ટિથી દુનિયા તમારી સામે જોશે. એટલે કહ્યું કે આપ ભલા તો જગ ભલા. માણસનું જીવન સુંદર તો જગતનું જીવન સુંદર, ધોબી કપડાં ધુએ છે ને એક સાધુ ત્યાંથી નીકળે છે. સાધુને ધોબીના છાંટા ઊડ્યા અને ક્રોધ જાગ્યો, એટલે સાધુએ હલકો શબ્દ વાપરી ઠપકો આપ્યો. ધોબી પણ કાબૂ ખોઈ બેઠો. એણે સાધુને ગાળો આપીને કહ્યું : “અહીં શું કરવા રખડે છે ? તળાવની પાળ ઉપર પાણી ન ઊડે તો શું પથરા ઊડે !” પણ સાધુ દૂર જઈ સ્વસ્થ થઈ વિચારવા લાગ્યો અને તરત જ એને જ્ઞાન થયું કે દોષ તો મારો હતો, અને તેથી એણે જઈને ધોબીને ખમાવ્યો. ધોબી પણ એનો આ ભાવ સમજી ગયો અને ધોબીએ પણ પગમાં પડીને સાધુની માફી માગી. આમ સન્નિપાત ઊતરી જાય ત્યારે સાધુ એ સાધુ તરીકે પ્રગટે છે અને ધોબી એ ધોબી તરીકે જણાઈ જાય છે. માણસ આવેશમાં આવી જાય છે ને એના મોંમાંથી બીજા દુભાય એવાં વેણ નીકળી પડે છે. આ આવેશને આપણે સંયમમાં રાખવો રહ્યો, કારણ કુદરતનો નિયમ છે કે ક્ષમામાંથી ક્ષમા, સમતામાંથી સમતા અને ક્રોધમાંથી ક્રોધ ઉભવે છે, અને બેઉને એની સારી કે ખરાબ અસર કરી જાય છે. માનવી ત્યાગને – સાધુપણાને નમે છે પણ જે સમયે એનામાં ક્રોધનો ધર્મરત્નનાં અજવાળાં - ૪૫ Page #55 -------------------------------------------------------------------------- ________________ આવેશ અને આવેગ હોય ત્યારે સાધુ અને સામાન્ય માનવી એક સમાન ભૂમિકા પર આવી જાય છે. માનનો ખોટો આવેશ માણસમાં ગર્વ લાવે છે. એ આવેશ ચાલ્યો જાય પછી જ અંતરમાં નિર્મળતા અને સમજણ આવે છે. અને પછી તમારા વિચારને ઊંડે પ્રેરણા આપે એવી પળો તમારા જીવનમાં શરૂ થાય છે. જે માણસ આ બધાનો જાણકાર છે તેનો કોઈક વાર પણ ઉદ્ધાર શક્ય છે. તમે સાંભળેલું, વિચારેલું હશે તો ક્યારેક તમારામાં એ જાગશે અને તમારા આત્માનેય જગાડશે. સત્સંગથી માણસમાં આ પળો આવે છે. આવા સ્થાનમાં શ્રવણ કરેલું ક્યારેય નકામું નથી જતું. જ્ઞાનીનાં વચનોના શ્રવણ સાથે જ ક્યારેક માણસના આત્માનાં દ્વાર ઊઘડી જાય છે. આ માટે સહશ્રવણ એ આપણા જીવનના ઉત્થાનની એક આવશ્યક ભૂમિકા છે. જીવનમાં એ ખૂબ જ સહાયક બને છે. ગરમ તવા ઉપર પડેલું પહેલું ટીપું તો બળી જાય છે, પણ એક પછી એક સો ટીપાં બળી ગયા બાદ એકસો એકમું ટીપું જ તવા ઉપર દેખાય છે, પણ પેલાં સો ટીપાં નિષ્ફળ ગયાં નથી. આની પાછળ સો ટીપાંઓનો ત્યાગ રહેલો છે એ આપણે ભૂલવું ન જોઈએ. શ્રવણ અને મનનનું પણ જીવનમાં આ સ્થાન છે. ધર્મનું આ જીવન એટલે આંતરિક સૂક્ષ્મ પરિવર્તન. ખરી રીતે તો તમારો વિચાર એ જ તમારું કાર્ય છે. કામ કરવાનું શરૂ કરો ત્યારથી “કામ કર્યું” ગણાય, પણ આ માટે માણસનો આંતર આશય કેવો છે એ જાણવું બહુ જરૂરી વસ્તુ છે. એટલે તમે સૌએ પણ તમારા જીવનમાં પરિવર્તન લાવવાનો, પ્રકાશપંથ શોધવાનો પ્રારંભ કર્યો છે; એને સદા યાદ રાખો. જેનામાં આ ધર્મભાવના પડી છે, સુંદર વિચારો પડ્યા છે અને ક્ષમા તથા સહનશીલતાની ભાવનાઓ છે તેને જીવનમાં કદી અસફળતા નહિ રહે. અહીંના વ્યાખ્યાનનું શ્રવણ કરવા આવનાર માણસે પ્રકાશ તરફ જવાનો પ્રયાસ આદરી દીધો છે. ગુણના આવા વિચારો મગજમાં રમતા હોય ત્યારે જ ધર્મજીવનના વિચારો આવી શકે છે. આ ભાવના જ આપણને ખરાબ કામ તરફ જતાં બચાવી લે છે. તા. ૧૧-૭-૧૯૬૦ ૪૬ ધર્મરત્નનાં અજવાળાં Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧૨. લોકપ્રિયતા % વનમાં દરેક વ્યક્તિને લોકપ્રિય ' થવાનું ગમે છે; બદનામ થવાનું કોઈને પસંદ હોતું નથી. એક નાના છે બાળકમાં પણ સગુણની આ મહત્ત્વાકાંક્ષા પડેલી જ હોય છે. ત્યારે પ્રશ્ન એ છે કે આપણી સતત ઇચ્છા છતાં આપણે આવા લોકપ્રિય કેમ નથી બની શકતા ? કારણ એ છે કે તમે એ માટે જરૂરી સિદ્ધાંતોનું જીવનમાં પાલન કરતા નથી; તમારી ઇચ્છા ? માત્ર શાબ્દિક છે, બાહ્ય છે. દરેક માટે નિયમો હોય છે. માંદાએ સાજા થવું હોય તો વૈદ બતાવે તે પથ્ય પાળવું જરૂરી હોય છે. નહિતર એની તંદુરસ્તી પાછી મળશે નહિ. લોકપ્રિય થવા ૦ ઇચ્છનાર માટે સૌથી પ્રથમ કાર્ય એ છે કે એણે કોઈની નિંદા ન કરવી. એક વખત નિંદા કરવાની ટેવ પડશે તો એ પછી ૪ જવાની નથી એ ધ્યાનમાં રાખજો. અને જો # તેને માટે આ શક્ય ન હોય તો જેમ ખૂજલીવાળા બાળકને હાથે કોથળીઓ * બાંધીને તેને ખણતો રોકવામાં આવે છે તેમ, ધર્મરત્નનાં અજવાળાં જ ૪૭ Page #57 -------------------------------------------------------------------------- ________________ નિંદા કરનારાઓએ પોતાને મોઢે કોથળીઓ બાંધવી જોઈએ. દોષ તો માણસમાં હોય છે પણ બીજાના દોષોની નિંદા કરવી એ પાપ છે. કોઈની નિંદા આપણાથી થાય નહિ. એમાં પણ જેઓ વિશિષ્ટ ગુણોથી સમૃદ્ધ છે તેની તો નિંદા ન જ થાય. માણસમાં દેખાતા મોટા દુર્ગુણ અક્ષમ્ય છે, પણ નાના દુર્ગુણો માટે એના જીવનની પ્રતિકૂળતા, સંજોગો વિચારવા જરૂરી છે. એ વિચાર વગરની આપણી ટીકાથી આપણે સામાને માત્ર અન્યાય જ કરીએ છીએ. અમુક માણસમાં કોઈ ભૂલ હોય એ સ્વાભાવિક છે; તો એને સુધારવાની જરૂર છે; અને ઉતારી પાડવો એ ખોટું છે. કોઈને ધર્મની ક્રિયા બરાબર ન આવડતી હોય તો જેને આવડે છે તેણે, એની ટીકા ન કરવી જોઈએ. જો એવાનું એ ટીખળ કરે તો એ એક જાતનું ભયંકર પાપ છે. જેને નથી આવડતું તેને સમજણ આપી સુધારવો, એ તમારું કામ છે; એનો ઉપહાસ કરવો એ યોગ્ય નથી. આની સાથે બીજી વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે જે માણસને ઘણા લોકો નિંદતા હોય તેવાની સોબત ન રાખતા, નહિતર તમે પણ એની સાથે નિંદાને પાત્ર બનશો. દુનિયામાં લોકપ્રિય થનારે આવો ત્યાગ કરવાની જરૂર રહે છે. દુનિયામાં સૌને લોકપ્રિય થવું તો ગમે છે પણ આ લોકપ્રિયતા એટલા માટે પ્રાપ્ત કરવાની છે કે જેથી માનવીના વચનની કિંમત થાય, એ બીજાને સહાયક બને. જે લોકો દેશ, સમાજ અને ધર્મના નેતા હોય છે તેમણે લોકપ્રિયતા મેળવવી અત્યંત જરૂરી છે. તમારા સારા આચરણથી સારા માણસમાં પરિવર્તન જાગે છે. જો સમાજ તમને ઉત્સુકતાથી સાંભળવા તૈયાર થાય તો સમજજો કે તમે લોકપ્રિય નેતા છો. પણ લોકો તમને ન સાંભળે તો તમે લોકપ્રિયતા ગુમાવી છે. અને તે કેમ ગુમાવી તેનાં કારણો જો શોધી કાઢશો તો જ ગયેલું સ્થાન તમે પાછું મેળવી શકશો. લોકપ્રિયતા એમ ને એમ નથી આવી જતી. એને માટે મનુષ્ય પ્રથમ લાયકાત કેળવવાની છે. જેનામાં લાયકાત છે તે સર્વત્ર લોકપ્રિય થઈ શકશે. માણસ જો સમાજમાંથી ફેંકાઈ જાય તો એણે એનું કારણ શોધી કાઢવું જોઈએ. લોકો જો તમારા પગલે ચાલવા તૈયાર નહિ હોય તો તમારી બધી વાતો તમારી પાસે જ રહેવાની. ત્યાગ અને બલિદાનને લીધે જ વ્યક્તિ અને સંસ્થા લોકપ્રિય બની શકે છે. વ્યક્તિઓને લીધે જ સંસ્થાઓ જીવતી બને છે. ધર્મ સજ્જનોથી ચાલે છે. માટે ધર્મના ક્ષેત્રમાં કામ કરતા પુરુષોના જીવનમાં લોકપ્રિયતા અનિવાર્ય ગુણ ગણાય છે. ત્યાગ અને સૌજન્યને લીધે જ આવી વ્યક્તિ આદરણીય બને છે. ૪૮ ક ધર્મરત્નનાં અજવાળાં Page #58 -------------------------------------------------------------------------- ________________ આજે આપણે જનગણ-જનસમુદાયની વાતો કરીએ છીએ, પણ એમાં સર્વજનોનો સાથ છે ખરો ? સંધમાં સર્વાનુમતિનું બંધારણ જરૂરી છે, બહુમતીનું જ માત્ર નહિ. જિંદગીમાં વિજય માટે આપણે લોકપ્રિયતાનું સૂત્ર ભૂલવાનું નથી. આપણે તો દરેકને આપણે પક્ષે લેવાનો છે. સંસારમાં માણસ એકલો નથી રહી શકતો. માનવીને માત્ર માનવીની જ નહિ પણ પશુનીયે જરૂર પડે છે. માટે અજ્ઞાની ને ગર્વમાં આંધળો બનેલો માનવી જ એવું બોલે કે મારે કોઈની ગરજ નથી.' આ ગર્વને સારા મનુષ્યે હટાવી દેવાનો છે. આ ‘ધર્મરત્ન પ્રકરણ' ગ્રંથમાં આ માટેની જીવંત પ્રેરણા પડેલી છે; જીવનના અનેક કોયડા એનાથી ઊકલી શકે એવી શક્યતા છે. આજે આપણા જીવનમાં અનેક અંતરાયો પડ્યા છે ને તે આપણી આંતરિક પ્રગતિને રોકી રહ્યા છે. આપણે તેને દૂર કરવાના છે. પુણ્ય, તકદીર, કર્મ એ બધું શું છે ? કર્મ કાંઈ કોઈના વારસામાં મળતું નથી. ગઈ કાલે આપણે જે કર્યું એનું પરિણામ તે આજ. આજે કરી રહ્યા છીએ તે આવતી કાલ બની રહેલ છે. તમારું તકદીર એ તમારાં જ ભૂતકર્મોનું ફળ માત્ર છે. યાદ રાખજો કે તમારું જ કર્મ તમારી સામે આવે છે. કોઈ માણસને લોકપ્રિયતા મળે તો તેની નિંદા ન કરો. એમાંય, વિશિષ્ટતાવાળા માણસની નિંદા તો કદી ન કરો. ઈર્ષા અને અદેખાઈથી મોટાની નિંદા કરે તો એ પોતાની જ જાતને હલકો પાડે છે; એનાથી એનું પુણ્ય બળી જાય છે. કોઈ માણસની ક્રિયામાં અણઆવડત જણાય તો એની ટીકા કરવા કરતાં એને પ્રેમથી સુધારો સૂચવવો. કારણ આજે જે આડાઅવળા લીટા કરી રહ્યો છે, તે આવતી કાલે એકડો ઘૂંટતો થઈ જશે; પણ જે માણસ લીટા જ નથી કરતો, શરૂઆત જ નથી કરતો તેને સુધરવાનો, શીખવાનો અવકાશ ચાંથી મળવાનો છે ? આપણે જાણીએ છીએ કે જગતમાં કોઈ માણસને અપમાન સહન કરવું ગમતું નથી, કારણ કે દરેક માણસમાં અહમ્નું તત્ત્વ પડેલું છે. આથી અપમાન સર્વને અસહ્ય લાગે છે; સ્વમાન સૌને પ્રિય લાગે છે. માટે નાના માણસનું પણ અપમાન કે નિંદા ન થાય, તો માટા માણસની નિંદા કેમ જ કરાય ? તા. ૧૨-૭-૧૯૬૦ ધર્મરત્નનાં અજવાળાં ૪૯ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૩. લોકપ્રિયતાની કેળવણી અને પ્રાપ્તિ 1 . દેશમાં આપણે રહેતા હોઈએ તે છે દેશના આચારોનું આપણે પાલન કરવું જોઈએ. “દેશ તેવો વેશ' એ કહેવતની જેમ બધાંની વચ્ચે આપણે રહેવું હોય તો બધાંના જેવા થવું જોઈએ. તેઓના આચાર પાળીએ તો એની મશ્કરીને પાત્ર ન બનીએ; એમનામાંના એક થઈ શકીએ. કહ્યું છે કે“અતિ ઉભટ વેશ ન પહેરીએ, નવ ધરીએ મલિનતા વેશ જો.’ ક્યારેય ઉભટ વેશ ન પહેરો; એમ જ મલિન વસ્ત્રો પણ ન પહેરો. ઉભટ છે વેશવાળો માણસ નિંદાનું મધ્યબિંદુ બની જાય છે. માણસ એના બાહ્ય વેશથી નહિ, પણ એની અંદરના વ્યક્તિત્વથી જ આગળ * આવી શકે છે. માત્ર લોકોનું મનોરંજન કરવા ખાતર, ગમે તેવાં વસ્ત્રો પણ ન શું પહેરો, તેમજ કંજૂસ થઈ મેલાંઘેલાં વસ્ત્રો છે. પણ ન પહેરો. માણસ ખરી રીતે કાંઈ કપડાં અને ૫૦ * ધર્મરત્નનાં અજવાળાં Page #60 -------------------------------------------------------------------------- ________________ દાગીનાથી નથી શોભતો, પણ પોતાના વ્યક્તિત્વથી શોભે છે. આમાં કરકસર અને કંજૂસાઈનો ભેદ પણ આપણે સમજવો જોઈએ. સાદાં ને ચોખ્ખાં કપડાંથી માણસની પ્રતિભા બહાર આવે છે; સાદાં ને સ્વચ્છ વસ્ત્રો પહેરીને સભ્ય સમાજમાં તમે તમારું સ્થાન મેળવી શકો છો. લોકપ્રિય બનવા માટે બીજી વાત એ છે કે દરેક માણસે પોતાના કુટુંબની સ્થિતિને અનુકૂળ કાંઈક દાન કરવું જોઈએ. તમારી આવતી કાલ કેવી ઊગશે એનું તમને જ્ઞાન નથી; એ તમારા હાથમાં નથી. તમારા હાથમાં જે છે, તે માત્ર આજની પળ. માટે જ ‘આજ આજ ભાઈ, અત્યારે'નો મંત્ર યાદ રાખો. આપણે તો વર્તમાનને ઓળખીને સુયોગ્ય જીવન જીવવાનું છે. એને માટે કોઈને ભરોસે બેસી રહેવાય નહિ. જીવનમાં પાછળથી પશ્ચાત્તાપ કરવો પડે એવું ઇચ્છતા ન હો તો આજનું કાર્ય આજે જ કરી લો. ધર્મના કામમાં આજના સમયનો સદુપયોગ કરી નાખો. જીવનને અંતે લઈ જવાનું ભાતું આપણે અત્યારથી જ તૈયાર કરવાનું છે. મરાઠીમાં દાનને ‘દેવ' કહે છે, એટલે કે જેના અંતરમાં દેવ વસ્યો હોય એને જ દાનનો વિચાર આવે છે. જેનામાં લેવાની અને લૂંટવાની ઇચ્છા છે તેનામાં દેવત્વનો અંશ નથી થતો. અનાદિકાળથી લેવાનું કામ તો માનવી કરતો જ આવ્યો છે; આજે હવે દેવાનો સમય આવ્યો છે, એનો ઉપયોગ કરો. છતી શક્તિએ દાન ન દેવું એ અપરાધ છે. તમારી પાછળ કોઈ તમારે માટે એમ ન કહે કે ‘બાપડો આપી શક્યો નહિ.' જીવનમાં બહાદુર બનવું કે બાપડા, એ આમ તમારા હાથમાં અત્યારે છે. લોકપ્રિયતા કેળવવા માટે એક બીજો ગુણ પણ જરૂરી છે કે સાધુનાં વચનો પર કદી ક્રોધ ન કરવો, પણ એનાથી પ્રસન્ન થવું, એમની શિખામણ સાંભળતાં રીસ ન કરવી. તમારા જીવનના ઉત્થાન માટે જ મહાપુરુષો તમને ઉપદેશથી શિખામણ આપે છે. એ તમારા હિતસ્વી છે. એમને તમારી પાસેથી કાંઈ મેળવવાની ઇચ્છા નથી હોતી. આગમ અને દર્શન તો તમારા જીવનનો અરીસો છે. માણસની ખરી જાત જેમ અરીસામાં દેખાય છે, તેમ તેઓ તમારા આત્માની સાચી ઓળખાણ તમને કરાવે છે. આગમના અરીસામાં જોનારને પોતાના સદ્ગુણો અને દુર્ગુણો સ્પષ્ટપણે દેખાઈ આવે છે. સાદાઈ અને સંયમથી શોભતી વ્યક્તિ ગુરુ છે. આડંબરી પોતે જ ડૂબી રહ્યો છે એ કેમ તારે ? એમનાં વચનો આદર અને સદ્ભાવથી સાંભળો તો એમાંથી તમને તમારો સાચે પંથ દેખાશે. ગુરુ આદરણીય છે. સદ્ગુણમાં આપણાથી જે વધારે ઉચ્ચ કોટિએ હોય એ સર્વ આપણા આદરણીય છે. ધર્મરત્નનાં અજવાળાં ૫૧ Page #61 -------------------------------------------------------------------------- ________________ સાદાઈનું સૌન્દર્ય ગુરુચાવી છે, અને માનવીએ તે હાથમાં લેવી એ અત્યંત જરૂરી લોકપ્રિય થવા માગતા માણસે કેવા પ્રકારનો ત્યાગ કરવાનો અને શાનો સ્વીકાર કરવાનો છે તે આપણે જોઈ રહ્યા છીએ. જ્યાં સુધી માણસ ખરાબને છોડે નહિ ત્યાં સુધી એના જીવનમાં સારી વસ્તુ આવી શકતી નથી. ખરાબ વસ્તુ સારીને પણ ખરાબ કરી નાખે છે. જો દુર્ગુણો અંદરથી જાય નહિ તો સદ્ગુણો સ્વભાવમાં ટકે નહિ. સદ્દગુણોને લાવવા માટે આપણે પ્રથમ તો દુર્ગુણોને હટાવવાના છે. આપણું જીવન આજે ભેળવાળું સોનું થઈ ગયું છે. તે સદગુણ અને દુર્ગુણનું મિશ્રણ છે. સગુણો આપણા જીવનમાં છે જ, પણ દુર્ગુણનાં આવરણોને લીધે આજે તેનું દર્શન થઈ શકતું નથી. શક્તિ હોવા છતાં કાર્ય ન કરવું, તે શક્તિ ગોપવવાનું પાપ છે, દાન, જ્ઞાન, વસ્તૃત્વ, ઇત્યાદિ શક્તિ જેની પાસે હોય તેનો તેણે ઉપયોગ કરવો જરૂરી છે. શક્તિ તો જેમ વપરાય છે તેમ તેનો વધારો થાય છે. કાર્યમાંથી જ માણસને નવું જ્ઞાન ને બોધ મળે છે. આમ, કામ માણસના જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે. આપણી આ શક્તિઓનો વિકાસ કરવો જરૂરી છે. જીવનમાં ગુરુતાગ્રંથિ કે લઘુતાગ્રંથિ બેઉ લાવવી એ ખોટું છે. કામ કરતાં પહેલાં તેની અસફળતાનો ભય માણસને ઘણીવાર એના કાર્યમાં અવરોધ કરે છે. પણ આપણે યાદ રાખવું જોઈએ કે દરેક માણસમાં ઓછાવત્તા પ્રમાણમાં મૂળભૂત શક્તિઓ તો પડી જ છે. ભગવાન અને મનુષ્યનો આત્મા તો એક જ સરખો છે, એટલે માણસ આવરણ દૂર કરે તો ભગવાન બની શકે; પણ આ માટે એણે ભગવાનના ગુણો કેળવવાની જરૂર રહે છે. આજે મનુષ્યને પોતાની શક્તિઓ ક્યાં દટાઈને પડેલી છે તેની ખબર નથી. માણસે હવે એને શોધીને જીવનના ઉપયોગમાં લેવાની છે. શક્તિઓને આમ જો વપરાતી રાખીએ તો જ એ જીવતી રહેશે; દબાવવાથી તો એ કુંઠિત થઈ જશે. માણસ જ્યારે કોઈ પણ નવું કામ શરૂ કરે ત્યારે એની નિંદા થાય છે; પણ વખત જતાં પછી લોકો એને માન આપે છે. કવિ નાનાલાલે જ્યારે એમની અપદ્યાગદ્ય શૈલી સૌથી પહેલી સાહિત્યક્ષેત્રે રજૂ કરી ત્યારે બધાંએ એનો વિરોધ કર્યો હતો, એને વખોડી કાઢી હતી; પણ આજે એમની એ ડોલનશૈલી ઉપર લોકો વાહવાહ પોકારે છે. માણસે એ પણ યાદ રાખવાનું છે કે એ આખી દુનિયાને છેતરી શકે છે, પણ પોતાના આત્માને એ છેતરી શકવાનો નથી. પોતાની શક્તિઓને પર એક ધર્મરત્નનાં અજવાળાં Page #62 -------------------------------------------------------------------------- ________________ ગોપવવી એ તો આત્મા પ્રત્યેનો મોટામાં મોટો અપરાધ છે. કાળ ચાલ્યો જાય છે અને માણસ પણ એક દિવસ ચાલ્યો જશે, પણ સમય પ્રમાણે એ જ કાર્ય નહિ કરે તો જગતમાંથી એ સદાને માટે ભૂંસાઈ જશે. માનવમાત્રમાં આ શક્તિઓ પડેલી છે. ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે કે, “મારી બધી શક્તિઓ તમારામાં પડેલી છે; તમારો આત્મા સર્વશક્તિમાન છે.” જો માનવી, ભગવાન મહાવીરે બતાવેલા સત્યના રાહ ઉપર ચાલે તો આ શક્તિઓ એને જરૂર દેખાશે. આપણે તો એને ઓળખીને માત્ર બહાર જ લાવવાની છે. શક્તિઓનું આ દર્શન થતાં માણસના જીવનમાં નવું ચેતન આવે છે. એટલે જીવનમાં નિષ્ફળતા મળે; લોકો નિંદા કરે, છતાં તમને સત્ય લાગે તો તમારા પંથ ઉપર આગળ ચાલ્યા જ જાઓ અને તમને મળેલું સત્ય દુનિયાની સામે મૂકતા જાઓ. સદાય તમારા આત્માની શક્તિને અને તેના અવાજને અનુસરો. પોતાની શક્તિ અનુસાર માણસે મનને કેળવવા માટે કામ કરવાનું અત્યંત જરૂરી છે. હથિયાર ન વાપરવાથી જેમ એને કાટ ચઢી જાય છે તેવું જ અણવપરાયેલી શક્તિઓનું છે. એટલે મળેલી શક્તિઓનો ઉપયોગ કરો અને વિકસાવો. જે લોકો જનસમુદાયમાં પૂજાતા હોય તેમની ક્યારેય મશ્કરી ન કરો. એવા માણસોની મશ્કરીમાં આપણે આપણી જાતની મશ્કરી કરી રહ્યા છીએ. આ જ પ્રમાણે બહેનો અને વૃદ્ધોની પણ કદી મશ્કરી ન કરો. માનજો કે બૂઢાપાની મશ્કરી કરનાર માણસ પોતાની યુવાનીની મશ્કરી કરી રહ્યો છે. યુવાનો તો શક્તિના પ્રતીક છે, આશા સમાન છે. યુવાનો માટે બહેનોને એમ લાગવું જોઈએ કે તેઓ અમારા રખેવાળ છે, આવતી કાલના આધારસ્તંભ છે. જૂના કાળમાં માણસ પૈસાને ઠોકર મારી પોતાની જાતને સાચવતા; આજે માણસ પૈસા ખાતર વેચાઈ રહ્યો છે. શ્રીપાળની માતા કમળપ્રભા રાતને વખતે દિકરાને લઈને જઈ રહી છે. યુવાન રાણી છે. શરીર પર રાજતેજ છે. એવામાં પ્રભાતને પહોરે યુવાનોનું એક ટોળું એની સામે આવે છે. કમળપ્રભા ક્ષણભર ધ્રુજી ઊઠે છે. ત્યાં તો યુવાનોનો આગેવાન આગળ આવે છે અને “બહેન” કહીને સંબોધે છે. કમળપ્રભાને એ કહે છે, “બહેન ! મૂંઝાશો મા. જેને એક ભાઈ પડખે હોય તેનેય કશું કરવાનું રહેતું નથી, તો અમે તો અહીં તારા સાતસો ભાઈઓ છીએ; તારે વળી ડરવાનું શા માટે ?” યુવાનોમાં શક્તિ સાથે આવો સંયમ અને સમજણ આવવી જરૂરી છે. લોકપ્રિયતા મેળવવા માટે ત્રણ વસ્તુઓનો સ્વીકાર કરવો જોઈએ : દાન, વિનય અને શીયળ. જે માણસ વિનયશીલ છે, જે મનનો ઉદાર છે, તે દુનિયામાં ધર્મરત્નનાં અજવાળાં - ૫૩ Page #63 -------------------------------------------------------------------------- ________________ પ્રિય થઈ શકે છે. જે અંતરથી આવો ઉદાર છે એ પોતાની પ્યારામાં પ્યારી ચીજ પણ બીજાનું કલ્યાણ થતું હોય તો આપી દેતાં અચકાતો નથી. દુનિયામાં ઘણા માણસો તો મળેલું ભોગવવાને બદલે જાણે કે માત્ર ભેગું કરવા જ આવ્યા હોય એવા દેખાય છે, પણ છેવટે “કીડીનું તેતર ખાય' એવી દશા એમની થાય છે. માણસ આમ કંજૂસ બનીને ભાવનાને ખોઈ નાખે છે. ઘણા માણસો દાન કર્યા પછી પશ્ચાત્તાપ કરે છે. એવા લોકો વાવ્યા પછી એના પુણ્યના દાણાને બાળી નાખે છે. દાન આપ્યા પછી એને આમ બાળી ન નાખો. દાનનું કામ તો ઉલ્લાસથી, આનંદથી કરો. મનના નિસાસા સાથે દીધેલું દાન એ દાન શબ્દને યોગ્ય નથી. આપણે કહીએ છીએ કે “અન્ન તેવું મન” અને “અન્ન તેવો ઓડકાર' એ સાચી વાત છે. પ્રાણનું સર્જન અન્નને લીધે થાય છે. માટે અન્ન શુદ્ધ હોવું જોઈએ. મંદિરમાં અર્પેલા નિર્માલ્ય ઉપર જો આપણે નજર નાખીએ તો આપણી જિંદગી નિર્માલ્ય થઈ જાય છે, નિર્બળતા આવી જાય છે અને જીવનમાંથી અસ્મિતા ચાલી જાય છે. પ્રભુનાં ચરણોમાં અર્પિત થયેલી વસ્તુ પાછી લેવી એ તો આત્મા અને પરમાત્માને છેતરવાની દૃષ્ટિ છે. માગેલી ભિક્ષાના પૈસા મળ્યા પછી માનવીના જીવનમાં આંતરિક સત્ત્વ રહી શકતું નથી, એ યાદ રાખજો. જે વસ્તુઓ નિર્માલ્ય થઈ ગઈ એને વાપરો નહિ, એને કાઢી નાખો. મફતનું મેળવવાની ઇચ્છા નહિ, સ્પૃહા નહિ, એ જ સાચો મંત્ર છે. પારકા બળ ઉપર જીવનાર જેવો કાયર, જગતમાં બીજો કોઈ નથી. સ્વયંબળ ઉપર જીવનાર જ ખરો બહાદુર છે. જ્યાં સુધી આવું નિર્માલ્ય જીવન જીવશો ત્યાં સુધી સાચા જીવનનો અર્થ તમને નહિ સમજાય. દાનની પાછળ તો સમસ્ત આત્માનો આનંદ વહેવો જોઈએ. દિલની આવી ઉદારતા એનું જ નામ સાચું દાન. તા. ૧૩-૭-૧૯૬૦ પ૪ * ધર્મરત્નનાં અજવાળાં Page #64 -------------------------------------------------------------------------- ________________ ૧૪. વિચાર-ઔદાર્ય - પણે હમણાં લોકપ્રિયતાના ચા સદગણનો વિચાર કરી રહ્યા છીએ. જો માણસના વચનમાં પ્રેમ અને આચરણમાં વિશ્વાસજનક સદાચાર ન હોય છે તો લોકો એને સાથ આપશે નહિ. કામ કરવામાં, સેવામાં આ સદ્ગુણથી સફળતા શક્ય બને છે. જે માણસે આ જાતની હું લોકપ્રિયતા મેળવી કે મેળવી નથી હોતી, તેનાં વચનો ઉપર સમાજને કે લોકોને માન બૂ કે આદર નથી હોતાં. છે આમ જ ધર્મભાવનાના વિસ્તાર માટે જે પણ આ લોકપ્રિયતા આવશ્યક છે. જેનું ૪ જીવન કલંકિત છે, એ લોકપ્રિય થઈ શકશે 8 નહિ. આધ્યાત્મિક જીવનમાં, આચારમાં પણ આ લોકપ્રિયતાનો ગુણ એટલો જ સહાયક | બને છે. જે માણસે બીજાના પૈસા ખાધા હોય, કોઈને છેતર્યા હોય, એ માણસ બીજાને ધર્મની વાત કરશે તો એનું કોઈ સાંભળશે નહિ. સમાજ તો એને કહેશે કે, તું જ પોતે પહેલાં ધર્મ આચર. સમાજની ધર્મરત્નનાં અજવાળાં ૪ પપ Page #65 -------------------------------------------------------------------------- ________________ સંસ્થાઓમાં કામ કરનાર માણસે પોતાની આત્મશુદ્ધિ માટે પ્રયાસ કરી, પછી સંસ્થામાં આવવું જોઈએ. આમ ન થાય તો એવી વ્યક્તિ બધાંને નુકસાનકર્તા બને છે. જે માણસ પોતે વિશુદ્ધ છે તે જ સમાજમાં લોકપ્રિય થઈ શકે છે, આને માટે આપણે જોવાનું છે કે લોકપ્રિયતા મેળવવા માટે કેવા સદ્ગુણો લેવા અને કયા દુર્ગુણો તજવા ! આવો એક આવશ્યક સગુણ તે ચિત્તના ઔદાર્યનો – ઉદારતાનો છે. માણસમાં મન, વચન અને કાયા – ત્રણેયની ઉદારતા જઈએ, જેનું મન કંજૂસ છે, જેનું હૈયું બળિયેલ છે, જે બીજાનું પડાવી લે છે, તે બીજાને કાંઈ નહિ આપી શકે. કેટલાક લોકો પૈસાથી ઉદાર હોય છે, પણ તેઓ બીજાના વિચારો પ્રત્યે ઉદારતા નથી કેળવી શકતા. “હું બધું સમજું છું; એમાં બીજાઓ શું સમજે !” એમ જ એમને લાગે છે. પણ ખરી વાત તો એ છે કે બીજાનુંય સાંભળવા પ્રયત્ન કરવો જોઈએ. તમારી માફક સામાનેય એના વિચારો જણાવવાની સ્વતંત્રતા આપો. વિચારની આ ઉદારતા એટલે ? પોતે જેવી સ્વતંત્રતા ઇચ્છે છે એવી જ બીજાને પણ આપવી. કુટુંબોમાં આજે ક્યાંય આ જાતનું વિચાર-સ્વાતંત્ર્ય દેખાતું નથી. પિતા અને પુત્રની વચ્ચે, સાસુ અને વહુની વચ્ચે, રાજ્ય અને પ્રજાની વચ્ચે આ કેળવાવું જોઈએ. આ જગતમાં કોઈના ઉપર જોહુકમી ચાલી શકતી નથી. છતાંય બે જ જણા આ સહે છે – એક તો નિર્માલ્ય હોય તે, અને બીજા ક્ષમાવાન ધર્મી લોકો. પણ આવા ધર્મી લોકો જગતમાં ઘણા ઓછા હોય છે. વિચારો કે પાંચ-પાંચ દીકરાએ પણ માબાપને રડવાની દશા શાથી આવે છે ? કારણ એ કે સૌ સમાધાનથી, સમજીને આનંદથી સાથે રહી શકતા નથી. કુટુંબમાં દરેકને વિચાર પ્રગટ કરવાની તક મળવી જોઈએ. બળજબરીથી નહિ, પણ ધીમે ધીમે સમજાવટથી ફેરફારો લાવી શકાય. જ્યાં સુધી સામી વ્યક્તિના મનનું સમાધાન તમે કરાવી ન શકો ત્યાં સુધી બહારની બળજબરી નકામી છે. આમ વિચારની ઉદારતા અત્યંત આવશ્યક છે. આનું નામ જ સ્યાદ્વાદ. જીવનના દરેક અંગમાં આ સ્યાદ્વાદની સમીક્ષા છે. એ કાંઈ માત્ર શાસ્ત્રની વાત નથી; એને તો જીવનના પ્રત્યેક આચાર સાથે સંબંધ છે. બાકી તો જે શાસ્ત્ર માણસને પ્રેરણા ન આપે, જે એના જીવનમાં વણાઈ જાય નહિ એ શાસ્ત્ર, જીવંત જીવન માટે નકામું છે. એટલે જ્ઞાનીઓએ શાસ્ત્રમાં જે કહ્યું છે એને આચારમાં ઉતારી આપણે એનો પૂરો લાભ લેવાનો છે. અરસપરસના વિચારોમાં પ૬ ધર્મરત્નનાં અજવાળાં Page #66 -------------------------------------------------------------------------- ________________ આવું સમાધાન લાવે એનું નામ સ્યાદ્વાદ. એક દૃષ્ટાંત જોઈએ. બાપ અને દીકરો રોજ તો સાથે જમતા, પણ એક દિવસ એમનામાં અણબનાવ થયો, દીકરાએ કહ્યું, “બાપા, હું તમારી સાથે જમવા નહિ બેસું.' બાપા સમજુ હતા, સ્યાદ્વાદના ઉપાસક હતા. એણે ઉપાય શોધી કાઢ્યો. દીકરો ન ખાય તો મારાથી કેમ ખવાય ? બાપે ઉદારતા દાખવી. થાળી, વાટકો અને પાટલો લઈ એ દીકરા પાસે ગયા અને સામેથી કહ્યું : “તું મારા ભેગો ન બેસે તો કાંઈ નહિ; ચાલ, હું તારી ભેગો બેસું.” દીકરાનો અહમ્ આથી સંતોષાયો. “હું નહિ, બાપા મારા ભેગા બેઠા એમ માનીએ આનંદમાં રાઓ. બાપે જીવનને સરળ બનાવ્યું તો પુત્રનું સમાધાન થઈ ગયું. આનું નામ સ્યાદ્વાદનો આચાર. જ્ઞાનીઓની આવી વાતોને સમજો. એને સરળ, સાદી કરીને જીવનમાં ઉતારો. એમણે આટલા શાસ્ત્રો રચ્યાં છે, સર્જન કર્યું છે તેનું પરિણામ આપણા દૈનિક જીવનમાં ઊતરવું જોઈએ. આજે મુશ્કેલી એ છે કે આપણે બોલવા તૈયાર છીએ, પણ કોઈની પાસેથી સાંભળવા તૈયાર નથી. “તું મારું સાંભળ; મને તું નવું શું કહેવાનો છે ? તું મને સાંભળ.” એમ ન કહો. જે કહેવું હોય તે સામાને કહી લેવા દો. એ ખાલી થશે તો પછી તમે તમારા સુંદર વિચારો એનામાં ભરી શકશો. એના પ્રશ્નો, શંકાઓ સાંભળો; એનું પ્રેમથી, આનંદથી સમાધાન કરવા મથો. આમ કરશો તો સફળતા સહજસાધ્ય બનશે. ઘણા લોકો આ બધું બુદ્ધિથી તો સમજે છે ખરા, પણ જીવનમાં એ લાવવા મથતા નથી. પણ યાદ રાખજો કે આચાર જ બીજામાં આચારને પ્રેરી શકશે; સામાના જીવનમાં આચાર પ્રગટાવી શકશે. એક કરોડપતિ શેઠ હતા, પણ ભારે કંજૂસ. એનામાં ઉદારતાનું નામ નહિ. જે હતું તેને કેમ સાચવવું એ વિચારમાં એને કાયમની ચિંતા. એક વાર મનની શાન્તિ માટે એ રાત્રે દરિયાકાંઠે ગયા. ગાડી દૂર ઊભી રાખી અને કાંઠે જઈ બેઠા; પણ એના મોં ઉપર ચિંતા ને વિષાદ દેખાતાં હતાં. થોડી વારે બીજા શેઠ ત્યાં આવ્યા. તેણે આનું મોં જોયું તો મોં ઉપર એને ઉદાસીનતા દેખાઈ આવી. વાત સાચી છે કે જે કંજૂસ હોય છે તેના મુખ ઉપર લાલી, પ્રકાશ ક્યાંથી હોય ! એ તો જે દાતા બનીને આપે છે તેના મોં ઉપર જ લાલી ને પ્રસન્નતા દેખાય છે. આ બીજા શેઠને લાગ્યું કે એ બિચારો દુ:ખી દુ:ખી લાગે છે; કદાચ કંટાળીને આત્મહત્યા કરવા આવ્યો હશે. આમ માનીને આ શેઠ પેલાની પાસે ધર્મરત્નનાં અજવાળાં જ પ૭ Page #67 -------------------------------------------------------------------------- ________________ ગયા અને તેને પોતાના નામનું કાર્ડ અને દસ ડૉલર ભેટ આપ્યા; વધુ સહાય જોઈએ તો એની પેઢીએ આવવા જણાવ્યું. એના હૈયામાં ત્યારે સાચી દયા હતી અને એના અંતરમાંથી કરુણાનો સ્રોત વહી રહ્યો હતો. બીજાની મુશીબત જોઈને માનવીનું હૈયું આવી રીતે દ્રવવા લાગે ત્યારે જાણવું કે હવે એનામાં માનવતા પાંગરી રહી છે. પેલા દાનવીર શેઠ તો આમ ભેટ આપી ચાલી ગયા, પણ હાથમાં ડૉલર લઈને પેલો કરોડપતિ વિચારે છે કે, વાહ ! માનવામાં આવી ઉદારતા, લાગણી હોય છે ખરી ! મેં માગ્યું ન હતું છતાં એ મને સહાય કરી ગયો ! પેલા શેઠની માનવતાએ હવે તેનામાં પણ માનવતા જગવી; દીવામાંથી દીવો પ્રગટ્યો; પહેલી જ વાર આવી સુંદર રાત્રિએ, સાગરનાં દર્શને એના હૈયામાં નવું સ્પંદન જાગ્યું. એને થયું, બીજાનાં દુ:ખે, વિના સ્વાર્થે રડનારાય જગતમાં હોય છે ખરા. અને વાત પણ સાચી છે કે માનવી જો બીજા માનવીને મદદ ન કરે તો શું પશુ માનવીને મદદ કરવાનું છે ? પેલા શેઠના વિચારો હવે આનામાં નવા વિચારો જગવી ગયા. એને થયું કે મને આ નવો પ્રકાશ પેલા શેઠ આપી ગયા છે. એની સુષુપ્ત શ્રદ્ધા હવે જાગી કે જગતમાં માનવીના રૂપમાં આવા ફિરસ્તાઓ હજી પણ વસે છે ખરા. આજે પહેલી જ વાર એના દિલમાં આ દીવો પ્રગટ્યો. એનામાં ત્યારથી ઉદારતાનાં, સહાયતાનાં બી વવાઈ ગયાં. પછી તો આ વાતને દશેક વર્ષ વીતી ગયાં. એક વાર એણે છાપામાં વાંચ્યું કે જેના નામનું કાર્ડ હતું અને જેણે એને એક વાર દસ ડૉલરની મદદ – વિના માગે કરેલી એ શેઠ મુશ્કેલીમાં આવી પડ્યા છે; અને એને ત્યાં લેણદારનો દરોડો પડ્યો છે. હવે આ માણસ કાંઈ કંજૂસ નથી રહ્યો. અત્યારે એના ચિત્તનું દ્વાર ઊઘડી ગયું છે. ઉદારતાની એને લગની લાગી છે. પેલા શેઠના નિમિત્તથી એના આત્માનાં બારણાં ઊઘડી ગયાં છે. જરૂર ન હોય તો પાઈનુંય પેટ્રોલ ન બાળે એવો આ કરોડપતિ, આજે હવે એનામાં હૈયાનો પ્રેમ જાગતાં, ૭૦ માઈલ દૂર બેઠેલા પેલા માણસને મદદ કરવા ઊપડ્યો. ત્યાં જઈને એણે જોયું તો શેઠ ગમગીન બેઠા છે. એની પ્રતિષ્ઠા ભૂંસાઈ જવાનો સમય આવી લાગ્યો છે. જેણે આજ સુધી બીજાને છૂટે હાથે આપ્યું છે એને, આજે મુસીબતે જકડી લીધો છે. કોઈ માર્ગ ન જડતાં થાકીને એ ઝેર પીને મરી જવાની તૈયારી કરી રહ્યો છે, ત્યાં કરોડપતિ આવી પહોંચ્યો. આ કરોડપતિને જોઈ પેલો શેઠ ચમકી ઊઠે પ૮ - ધર્મરત્નનાં અજવાળાં Page #68 -------------------------------------------------------------------------- ________________ છે. એ આને ઓળખી શકતો નથી, એટલે આ કરોડપતિ કહે છે : “ભાઈ, આ મારી પાસે જે ધન છે એ તારું જ છે, અને તે વાપરવા માટે જ છે. લે આ નાણાં. તેં જ પેલી અંધારી રાત્રે મારામાં દાનનો ચિરાગ પ્રગટાવેલો. મને ત્યારથી જ્ઞાન થઈ ગયું છે કે માટીની કાયામાં પણ દૈવી માનવી બેઠો છે. તારી એ જ્યોતિએ મારામાં દીવો પ્રગટાવ્યો છે. હવે તો આપવામાં જ મને આનંદ જાગ્યો છે.” આમ બોલીને એણે ધનનો ઢગલો કરી દીધો; પેલા શેઠને બચાવી લીધો. આપણે આ દૃષ્ટાંતથી જોયું કે અવસરે માણસની ઉદારતા કેવાં સુંદર કામ કરે છે ! આપણે જો ભલા હોઈએ તો દુષ્ટ પણ સુધરી જાય. દુષ્ટમાંય સારું જોતાં શીખવું, એનું નામ જ સમ્યક્દૃષ્ટિ. નાલાયકને લાયક બનાવવો, કંજૂસને દાની બનાવવો એમાં જ આપણા માનવજીવનની ખરી મહત્તા રહેલી છે. બીજાઓ ખાલી હોય તો એને તમે ભરો; તમારો દીવો એના અંધકારમાં પ્રકાશ લાવશે. આપણે મન, વચન અને કાયાથી ઉદારતા કેળવી, લોકપ્રિયતાને છાયાની જેમ આપણી પાછળ દોડતી કરવાની છે. તા. ૧૪-૭-૧૯૬૦ ધર્મરત્નનાં અજવાળાં * ૫૯ Page #69 -------------------------------------------------------------------------- ________________ >>>&***+*** ચી લોકપ્રિયતા એ છે કે જે દ્વારા આ માણસનું પોતાનું અને બીજાનું એમ બેઉનું કલ્યાણ થાય. ધર્મી માણસે આ લોકપ્રિયતા કેળવવી જોઈએ. એ કાંઈ બહારની વાતોથી, ભાષણોથી નહિ આવે. દુનિયા એમ ખોટાને માની લે એવી મૂર્ખ નથી હોતી. જ્યારે માણસના જીવનમાં એ ઊતરી હોય છે ત્યારે જ એને દુનિયા માને છે; ત્યારે જ એ લોકપ્રિય થઈ શકે છે. આ લોકપ્રિયતા અને ધર્મીનો શો સંબંધ ? જેણે લોકપ્રિયતા નથી કેળવી, તેનામાં દૂષણો હોવાનો સંભવ છે. પોતાનાં દૂષણો જાણે તો જ એ ધર્મી તરીકે ખપી શકે. ૧૫. વિનય-દર્શન દુનિયાનો સાગર એવો ચંચળ છે કે જેનામાં આ નહિ હોય એવો માણસ, દુનિયામાં લોકપ્રિયતાના કદાચ પાઠ ભજવશે તોય થોડી વારમાં ઊથલાઈ જવાનો છે. લોકપ્રવાહમાં કામ કરવું એ તો અગ્નિની સાથે બાથ ભીડવા જેવું છે. તમારે એ અગ્નિ પાસે જવું હોય તો તમારે પાણી બનીને જવું જોઈએ. ૬૦ ધર્મરત્નનાં અજવાળાં Page #70 -------------------------------------------------------------------------- ________________ કેટલાક સેવકો ફરિયાદ કરે છે કે સમાજ બેદરકાર છે : વાત ખોટી છે. ખરી રીતે તો આવા માણસો પાસે લોકપ્રિયતાની કે બીજી રીતે કોઈ કદર કરે એવી કશી મૂડી જ હોતી નથી, અને સેવા કરવા નીકળી પડે છે. હા, સમાજમાં માણસ સેવાર્થે જાય તો તેની પરીક્ષા થવાની; અગ્નિમાં એની ચકાસણી થવાની; પણ સાથે સાથે ત્યારે જ એનું સુવર્ણ પણ પરખાઈ આવશે. આડંબરથી, ખુશામતથી કાંઈ લોકપ્રિયતા આવી શકતી નથી; એ તો જીવનના સદ્ગુણોમાંથી જન્મવી જોઈએ, આચારમાંથી પ્રગટવી જોઈએ. આવો લોકપ્રિય માણસ વિચારોમાં પણ ઉદારતાભર્યો હોવો જોઈએ. આ માટે બીજાને પ્રથમ સાંભળો; એના વિચારોને પચાવો. આજે જગતમાં વધુમાં વધુ દૂષણ, વિચારોની અનુદારતાનું છે, મનની સંકુચિતતાનું છે. લોક માત્ર આજે પૂર્વગ્રંથિથી ભરેલા દેખાય છે. આથી જ આજે દેશમાં આટલા વાડા, વાદ, ઝઘડા, મારામારી અને ભાગલાઓ થઈ રહ્યા છે. એક બાજુ જો કે ભણતર વધ્યું છે અને છતાં એને પરિણામે પ્રાંતો, ભાષા, વ્યક્તિ અને તેના વર્તુળો રચાયાં છે. આનું કારણ વિચારોની અનુદારતા. આપણા વિચારો વિશાળ હોવા જોઈએ, સુંદર હોવા જોઈએ. ગમે ત્યાંથી પણ સારું લેવું જોઈએ. આમ કરતાં અનુદારતાની ગ્રંથિઓ તૂટશે અને વિશાળતા આવશે. આથી જ છેવટે જીવનમાં સંવાદ પ્રગટશે. આવો માણસ બંને રીતે લાભ મેળવે છે : એક તો એ પોતાને માટે સારું મેળવે છે અને ખરાબને એ છોડે છે. એટલે લોકપ્રિય ધર્મ માટેનો પ્રથમ સગુણ તે એણે સ્યાદ્વાદ કેળવવો. દરેકને સાંભળો, સમજો અને સૌ સંગે એકતા, સમભાવ કેળવો. ગણધરોને ભગવાન મહાવીરે સાંભળ્યા, એમના પ્રશ્નો અને આશંકાઓના જવાબ આપ્યા, એમના મનનું સમાધાન કર્યું તો એ બધા પછી એમના શિષ્યો બન્યા. સમાજની અંદર કાર્ય કરનારે જીવનના પ્રવાહને સમજી, ઝીલી, એની સાથે જીવવાનું હોય છે. એમાં એણે કાંઈ જૂના સત્યને છોડવાનું નથી પણ સમય-સંજોગનો પ્રવાહ જાણી, એને અનુરૂપ આચરણને આકાર આપવાનો છે. આમ વિચારોની ઉદારતા એટલે સ્યાદ્વાદ. એને તમે ઇચ્છો તો સાપેક્ષતાદ કે Theory of Relativity કહી શકો. આગળ આપણે દાનનો -- ઉદારતાનો ગુણ જોયો. બીજો ગુણ છે તે વિનય. મોર એનાં પીંછાંથી રળિયામણો લાગે છે. એ બીજી રીતે ગમે તેવો સારો હોય છતાં, પીંછાં વગર બાંડો લાગે છે. એમ સમાજમાં કામ કરનારની પાસે જ્ઞાન, સત્તા અને સ્થળ કદાચ હોય છતાં વિનય વગર એ સૌ અધૂરાં રહેવાનાં છે. ધર્મરત્નનાં અજવાળાં ૬૧ Page #71 -------------------------------------------------------------------------- ________________ નેતાએ તો બીજાને દોરવાના છે, પણ સાથે સાથે જે પાછળ આવે છે એમની ગતિ અને શક્તિ પણ એણે જાણવાની છે. નેતા દોડે અને સમાજ પાછળ રહે, એ ન ચાલે. એંજિન અને ડબ્બાના સંધાણની માફક નેતા અને સમાજનો સંબંધ છે. એણે તો સમાજને, એની નસને, એના માનસને અને એના વિચારોને જાણી, પોતાની સાથે દોરવાનો છે. આમ સમજીને દોરે તે જ સાચો નેતા. પણ આને બદલે જો એને એમ થઈ જાય કે હું તો સમાજથી ઊંચો છું, લોકો સમાજ તો ગાડરિયો પ્રવાહ છે; તો એનામાં ગર્વ-અહમ્ પ્રવેશતાં એનું પતન થાય છે. માટે ભગવાન મહાવીરે કહ્યું કે સંયોગોથી મુક્ત થયેલા હે ભિખ્ખુઓ ! તમને સદ્ગુણોની અને ધર્મની શરૂઆતમાં, વિનય અંગે કહીશ; પછી અનુક્રમે બીજું જણાવીશ. લોકો તમને વંદન કરશે, તમારા પગની ધૂળ લેશે, એ વેળા જાગ્રત નહિ રહો તો ગર્વરૂપી સર્પ તમને મારી નાંખશે. માટે જ ભગવાને સૌથી પ્રથમ વિનય શીખવ્યો. વિનય વિના તો ભલભલાનાં પતન થઈ ગયાં છે, એ હકીકત છે. સાધુ-સંતોના જીવનમાંય, વિનય વિના આવો ગર્વ અંદરથી ક્યારે છંછેડાઈ જઈ પ્રગટ થઈ જાય છે, એ જાણવું મુશ્કેલ થઈ જાય છે. ભગવાન સ્થૂલિભદ્ર જેમનું નામ લેતાં મંગળતા જાગે, જેઓ શીયળના અવતારરૂપ હતા, તેમનામાંય એક વાર આ અહમ્ છંછેડાઈ ગયો. એમને ખૂબ જ્ઞાન લાધ્યું હતું. એક વાર એની બહેનો સેણા, વેણા, રેણા વગેરે એમનાં દર્શને આવી. ગુરુએ કહ્યું : ‘સ્થૂલિભદ્ર ઉપર છે.’ સ્થૂલિભદ્ર આ વાત જાણી ગયા. એમને થયું કે મારી જ્ઞાન-શક્તિનો પ્રભાવ બહેનોને દેખાડું, એટલે એમણે સિંહનું રૂપ ધારણ કર્યું. બહેનો તો આ રૂપ જોઈને ડરી ગઈ. નીચે જઈને ગુરુને આ વાત કરી. ગુરુ સમજી ગયા કે સ્થૂલિભદ્રમાં વિદ્યાના પ્રદર્શનના ગર્વનો સર્પ જાગ્યો છે; એનો જ્ઞાન-અહંકાર હજી ગયો લાગતો નથી. ઘણી વાર આપણે માનીએ છીએ કે ચમત્કાર બતાવીએ તો લોકો અનુયાયી થશે. પણ આપણે ભૂલી જઈએ છીએ કે આપણા બતાવેલા ચમત્કાર કરતાં નવો અને મોટો ચમત્કાર લોકો જોશે ત્યારે એ ત્યાં જશે, અને જૂના પાસે પછી ઊભા પણ નહિ રહે. ચમત્કારમાં કાંઈ ખરો ધર્મ નથી. એ તો ચોમાસાનાં અળશિયાં જેવો અલ્પજીવી છે. જે ધર્મ આત્માના ઊંડાણથી, સમજણથી નથી આવ્યો તે ધર્મ તો એનો ચમત્કાર જતાં, એ વ્યક્તિ જતાં, બંધ થઈ જાય છે. માટે જ અવધાન જેવા પ્રયોગો કરીનેય લોકોને માત્ર આંજી નાખવાની જ દૃષ્ટિ હોય તો તે પ્રદર્શન પણ પાપ છે. ચમત્કારથી અનુયાયી ૬૨ : ધર્મરત્નનાં અજવાળાં - Page #72 -------------------------------------------------------------------------- ________________ કરવાની દૃષ્ટિને જ્ઞાનીઓએ અયોગ્ય ગણી છે. ધર્મ એ કાંઈ ચમત્કારનો વિષય નથી; એ તો જીવનનો એક આવિષ્કાર છે. આ અહમ્-ગર્વ ક્યારે જીવનમાં પ્રગટી ઊઠશે તે આપણે જાણતા નથી. ઘણી વાર માણસથી ધન, કુટુંબ, પુત્ર, પત્ની, રાગ, માયા છૂટી શકે છે, પણ અહંકારને એ નથી કાઢી શકતો. ભગવાન બાહુબલિએ સર્વસ્વ છોડી દીધેલું; પણ એક અહંકાર એનામાં રહેલો કે હું મારા ભાઈઓને જઈને ન નમું. એનો આ ગર્વ ત્યારે હજી હણાયો ન હતો. એ તો અપાર જ્ઞાની હતા. દેહની આસપાસ પંખીઓ માળા બાંધી જાય – ટાઢ, તડકા અને વર્ષા આવી જાય, પણ જેની સાધના અખંડ અને અડોલ રહેલ, જેણે દેહને કંપવા સરખોય નહોતો દીધો, એનેય ગર્વ રહ્યો, કે હું નમું ? આ ગર્વનું દર્શન માણસને બહુ મોડું થાય છે. અંદરથી જ્ઞાનનાં અજવાળાં પ્રગટે ત્યારે જ માણસ એનું ખરું દર્શન પામે છે. જગતુગુરુ ઋષભદેવને એનો આ ગર્વ જોઈ કરુણા જાગી. એમણે બ્રાહ્મી અને સુંદરીને મોકલી. એમણે આવીને કહ્યું : “વીરા ! હાથી ઉપરથી નીચે આવો'. શબ્દો તો સાદા હતા પણ એની અંદર ભાવ અદભુત હતો. એણે નમવા માટે ડગલું ઉપાડ્યું અને એ જ પળે કેવળજ્ઞાન અને પ્રગટી ઊઠ્યું ! આ કેવળજ્ઞાન આપણા બધામાં છે, પણ વૃત્તિઓનાં આવરણથી આવૃત્ત છે; એટલે પવિત્ર સાધુઓનાં દર્શને, શ્રવણે આપણું એ અંતર ઊઘડી જાય છે. સાધુઓ તો આ માટે માત્ર નિમિત્ત છે. આપણે જે સમજી લેવું જોઈએ કે આવું આંતરજ્ઞાન બહાર નહિ, પણ અંદર પડ્યું છે. માત્ર આપણે એને ઉઘાડવાની ચાવી શોધવાની છે, હાથ કરવાની છે. ઘણી વાર બળથી નથી થતું તે કળથી, સરળતાથી થઈ જાય છે. આપણને જો સત્યની આવી ગુરુચાવી હાથ લાગી જાય તો અંતરનાં દ્વાર પછી પળવારમાં ઊઘડી જવાનાં છે. સ્થૂલિભદ્ર અને બાહુબલિનાં આ દૃષ્ટાંતોનો પાઠ આખા જગત માટે છે. આપણે બધાએ આવા ગર્વથી પર થવાનું છે. જેમ ઘરમાં સર્પ ફરતો હોય અને માણસને શાન્તિથી ઊંઘ ન આવે તેમ, ભગવાને કહ્યું કે આપણે અંદરના ગર્વરૂપી સર્પથી સદાય સાવચેત રહેવાનું છે. આટલા માટે વિનયનો સદ્દગુણ આવશ્યક ગણાયો છે. જ્યારે આપણે આ સમજીશું ત્યારે સાચી કેળવણી આવશે. કેળવણી એ વિનય છે. કણેકને જેમ ગૂંદો, કેળવો તેમ રોટલી સુંદર થાય છે, તે જ રીતે માણસ વિનયથી કેળવાય તો સુંદરનું સર્જન એ કરી શકે છે. ધર્મરત્નનાં અજવાળાં ૪ ૬૩ Page #73 -------------------------------------------------------------------------- ________________ આજના શિક્ષણમાં આ વિનય અત્યંત આવશ્યક છે. પ્રોફેસ૨ બબડ્યા કરે અને છાત્રો મશ્કરી કરતાં કરતાં સાંભળે, એવી વિદ્યા આશીર્વાદરૂપ નથી બનતી; એ તો અભિશાપરૂપ બની જાય છે. ચંડાલ પાસેથી જ્ઞાન મેળવવા બિંબિસાર રાજાએ ઘણા પ્રયાસ કર્યા પણ એને એ જ્ઞાન ન લાધ્યું, ત્યારે એમણે અભયકુમારને આનું કારણ પૂછ્યું. અભિપ્રાય આપતાં અભયકુમારે જણાવ્યું કે મહારાજ, વાસણને પાણીથી ભરવું હોય તો કૂવામાં નાખવું પડે છે; ત્યાં જઈ વાસણે વાકાં વળી નમવું પડે છે, ત્યારે જ પાણી અંદર ભરાય છે, એમ ને એમ નહિ. આમ જ પલાંઠી વાળી, અક્કડ થઈને બેસે તો ઘડો ભરાય ? જ્ઞાનથી ભરાવા ઇચ્છનારે પોતે વિનયથી વાંકા વળવું જોઈએ. માટે આપ સ્થળાન્તર કરો. આપની જગ્યાએ ચંડાલને બેસાડો અને આપ એની જગ્યાએ બેસો. જ્યાં સુધી આપણે વિનયથી નાના નથી બનતા ત્યાં સુધી કદાચ આપણને વસ્તુની માહિતી મળશે પણ અંતરનું જ્ઞાન નહિ લાધે. માહિતી એ બહારની વસ્તુ છે; જ્ઞાન એ અંતરનો આવિષ્કાર છે.' આથી જ જ્ઞાનીઓએ આપણને કહ્યું છે કે જે માણસ અક્ષરમાં રહેલા અક્ષરને સમજે છે તે જાતે અ-ક્ષર બને છે. કાગળ ઉપરના અક્ષરોમાં કાંઈ નથી; પણ એ અક્ષરોમાંના અક્ષરને રહસ્યને, જ્ઞાનને સમજે છે તે જ માણસ એના જીવનથી છેવટે અ-ક્ષર અમર બને છે. આ વસ્તુ વિનય વગર ન લાદે. માટે મગધના મહાન સમ્રાટ હોવા છતાં છેવટે રાજા બિંબિસાર ચંડાલને સ્થાને બેઠા. એમને તો જ્ઞાન અને વિદ્યા મેળવવી હતી. આપણે આથી યાદ રાખવાનું છે કે જ્યારે આપણે કૂવા સુધી નીચે જઈને નમીશું, વિનયથી વાંકા વળીશું ત્યારે જ જ્ઞાન પ્રગટવાનું છે, આવવાનું છે, ભરાવાનું છે. - આવી રીતે જે માણસ નમ્ર બને છે, મીણની માફક ઓગળી જઈ શકે છે તેનું સ્થાન સમાજમાં અમર બની જાય છે. એના જીવનના ઊંડાણમાંથી, આ નમ્રતા જાગેલી હોય છે. લોકો કોઈના નથી રહેતા પણ આવા જીવોના સદ્ગુણોથી, એમની નમ્રતાથી સમાજ આખો એમનો બની જાય છે; ભક્તિભાવે બંધાય છે. આમ આપણે ચિત્તની ઉદારતા, જીવનની નમ્રતા, એ બે ગુણો લોકપ્રિયતા અંગે જોયા. તા. ૧૫-૭-૧૯૭૦ ૬૪ * ધર્મરત્નનાં અજવાળાં Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧૬. શાશ્વત શું ? છે. પણે છેલ્લા થોડા દિવસોથી જ લોકપ્રિયતાના ગુણનો વિચાર કરી $ રહ્યા છીએ; અને એને અંગેના ત્રણ ગુણોદાન, વિનય અને શીયળની ચર્ચા ચાલે છે. લોકો બહારથી કદાચ માન કે સ્થાન આપે તો તેવી લોકપ્રિયતા કે પ્રમાણપત્રો લાંબું ટકી શકવાનાં નથી. સમાજની આજની વાતો, પ્રશંસા, ખુશામત અને વિશેષણોથી ભરમાઈને આવતી કાલનો મિનારો આપણાથી ન બાંધી શકાય. સાચી લોકપ્રિયતા તમારી પોતાની શક્તિમાંથી આવવી જોઈએ. એ શક્તિ જ કઈ ? પૈસાની ? ના, કારણ લક્ષ્મી એ તો ચપલા છે; સરકી જશે. એને બાંધી શકાતી નથી. ગત જન્મનાં સુકૃત્ય હશે ત્યાં સુધી જ એ રહેશે; પણ પુણ્ય પરવારતાં એ રોકાશે જે નહિ. આ લક્ષ્મી તો પાણીની ઉપર ચાલતી છે નૌકા જેવી ચંચળ છે. આપણા જીવનસંસાર – સરોવરમાં લક્ષ્મી એક તરાપો છે. તમે બૂ સ્થિર રાખવા મથશો તોય એ ચંચળ જ * રહેવાની, ધર્મરત્નનાં અજવાળાં કે કૃપ Page #75 -------------------------------------------------------------------------- ________________ તો બીજી શક્તિ કઈ ? સત્તા ? એ ધારે તેને ઊંચે ચડાવે છે અને ધારે તેને નીચે ફગાવે છે; પણ એ ન ભૂલશો કે કર્તા અને અકર્તા માણસ પોતે નથી; એનું પુણ્ય છે. મુસોલિની અને હિટલર જેવાની સત્તા પણ પળ વારમાં એમના હાથમાંથી સરકી ગઈ અને તેમને ભૂંડા મોતે મરવું પડ્યું, એ આપણી સામેનો ઇતિહાસ છે. ત્રીજી શક્તિ દેહબળની છે. વ્યાધિ દેહમાં નથી આવ્યો ત્યાં સુધી માણસ જોર કરી શકે છે, પણ રોગ આવતાં એ નિર્માલ્ય બની જાય છે. સશક્ત હોય છતાં હૃદયવ્યાધિમાં એ ઊડી જાય છે; સવારે હતો તે સાંજે નથી દેખાતો; ત્યારે એવા દેહને જોરે પણ કૂદવું શું ? ત્યારે આ ત્રણ કરતાં જે વધુ શક્તિશાળી છે તે આપણા સદ્ગુણો છે. સંપત્તિ, સત્તા અને શરીરબળ કદાચ ચાલ્યાં જશે, પણ સદ્ગુણોનો ખજાનો હશે તો એના પર તમે કદાચ મુસ્તાક રહી શકશો. માટે આ ત્રણેય ચપળ શક્તિઓને સ્થાને, આપણને ત્રણ સદ્દગુણોની શક્તિ ખીલવવાનો આદેશ મળ્યો છે. એ ત્રણ એટલે દાન, વિનય અને શીયળ. જે લોકપ્રિય ધર્મીમાં આ ત્રણ ગુણ હોય છે તે કાયમને માટે લોકપ્રિય રહે છે. એ મૃત્યુ પામવા છતાં, સમાજમાં અમર રહી જાય છે. કહ્યું છે કે : “મરના ભલા હૈ ઉસકા જો અપને લિયે જિયે, જિતે હૈં વે જો મર ચૂકે ઇન્સાન કે લિયે.” જેઓ બીજાને ખાતર સેવા કરતાં મરે છે તે સાચા લોકપ્રિય સેવકો છે. એમની સ્મૃતિ રહે છે – એમનાં કામોથી, એમના સગુણોથી. - તમારી સંપત્તિ, સત્તા અને શરીરને કાળ વાપરે તે પહેલાં તમે એ વસ્તુઓને સન્માર્ગે વાપરી દો. તમે જો વપરાઈ જશો તો જ તમારી ઉદારતા અમર રહેશે. પછી લોકો કહેશે કે એ તો હૈયાની ઉદારતામાં દિલનો બાદશાહ હતો. આપણાં તન, મન અને ધન આપણે આમ ઉદારતાથી વાપરવાનાં છે. ચિત્તની ઉદારતા જેનામાં છે તે આ કરવાનો; કંજૂસ એને સાચવી રાખવાનો. આવા ઉદાર લોકોની પાછળ જ સમાજનાં સાચાં આંસુઓ વહે છે. માટે આપણું જીવન એવું બનવું જોઈએ કે જેથી આપણી સ્મૃતિ પાછળ બે જણ આંસુ સારે. તમારા જીવનની સુવાસ તમે એમ જ પાછળ મૂકી જઈ શકશો. જે માણસે જીવનભર બીજાનું લૂંટ્યું છે, તે હસતો નથી જઈ શકતો; જેણે જીવનમાં આપ્યું છે એ જ હસતો જવાનો છે; અને એવાની પાછળ જ જગત ૬૬ 5 ધર્મરત્નનાં અજવાળાં Page #76 -------------------------------------------------------------------------- ________________ ડે છે. માટે તક મળે ત્યારે આપવા માંડો, રાખી ન મૂકો. ચિત્તની ઉદારતા પછી આપણે બીજો ગુણ નમ્રતાનો ચર્ચી રહ્યા છીએ. વિજય મળે તો ગર્વ ન આવવા દો. કહો કે કુદરતનો સાથ મળતાં, મિત્રોની સહાય મળતાં, વિજય મળ્યો છે. પણ જગતનો ન્યાય કેવો છે ? સારું હોય તો ‘એ હું કરું છું;' ખરાબ હોય તો ‘તેં કર્યું છે,' એમ કહે છે. આ હું તું આપણા જીવનમાં સર્વત્ર દેખાય છે. આનું કારણ એ કે આપણને દરેકને પ્રશંસા ગમે છે. એ આપણી આંતરિક વૃત્તિ છે. માણસ સારાનું માન લેવા તૈયાર થાય છે, પણ ખરાબ માટે ઠેઠ ભગવાન ઉપર દોષ ઢોળે છે. ઈશ્વરનું સર્જન આમ એક રીતે માણસે જ કર્યું છે; એમાંથી જ ઈશ્વરવાદ આવ્યો. આપણે સૌએ ભૂલોનો ટોપલો નાખવા માટે આજે તો આમ ઈશ્વરને ઊભો કર્યો છે. વ્યવહારમાં જ જુઓને ! લગ્નની કંકોતરીમાં ‘અમારા ચિ. ભાઈનાં લગ્ન અમે નક્કી કર્યાં છે.' લખીને તમે માન મેળવો છો; મોટા ભા બનીને ફરો છો; પણ મરણનો કાગળ લખવો હોય તો ! તો એ ટોપલો ઈશ્વર ઉપર નાખી જણાવો છો કે ‘ઈશ્વરને ગમ્યું તે ખરું.' આમ મંગળ વખતે માણસ પોતાના અહમને પોષે છે; દુખ, મુશ્કેલીને વખતે એ ટોપલો પ્રભુને શિરે નાખે છે. અહીં એક વાત યાદ આવે છે. એક માળીએ સુંદર બગીચો બનાવ્યો હતો. વરસાદ વરસ્યો અને બાગ ખીલી ઊઠ્યો. કોઈ ચિંતક ત્યાં આવ્યો ને પૂછ્યું કે આ લતા, વાટિકા, ફળ, ફૂલ અત્યંત સુંદર છે; આ કોણે બનાવ્યાં ? તુરત જ માળીએ કહ્યું, ‘મેં.’ એણે એમ ન કહ્યું કે મેઘની કૃપાથી, વર્ષાની મહેરથી આ બાગ થયો છે. એવામાં એક ગાય ત્યાં આવી ચડી. માળીએ જોરથી એને લાકડી મારી અને ગાય મરી ગઈ. માળીને રાજા સામે ઊભો કર્યો અને રાજાએ પૂછ્યું, “અરે ! તેં ગાયને મારી નાખી ?' માળીએ જવાબ આપ્યો, “ના, રે ! લાકડીથી કાંઈ ગાય મરે ? લાકડી એ તો નિમિત્ત માત્ર છે; બાકી ભગવાન એનો મારનાર છે, હું નહિ.' આપણા આખા જીવનમાં આ હું સમાજ, મોટો હું, અહમ્ પડેલો છે. ધર્મ, રાષ્ટ્રસેવા બધામાં આ અહમ્ જ મોટો થઈ રહ્યો છે, અને પરિણામે અંદરનો માનવી પ્રતિદિન નાનો ને નાનો થઈ રહ્યો છે. પણ આપણે યાદ રાખવું જોઈએ કે એ અહમુ વધી પડતાં, માણસ એક દિવસ ફુગ્ગાની માફક ફૂટી જવાનો છે. — ધર્મરત્નનાં અજવાળાં * ૬૭ Page #77 -------------------------------------------------------------------------- ________________ ત્યારે આ અહમુને ગાળવો કેમ ? આને માટે વિનમ્રતાનો ગુણ આપણને અપાયો છે. સારું કર્યાનો યશ મળે તો લોકોને, મિત્રોને, કુદરતને આપી દો. જ્યાં જ્યાંથી સારું મળે તે બધું મેળવીને બીજાને વહેંચી દો, તો તમે લોકપ્રિય થઈ શકશો. ચૌદ વરસ પહેલાંની વાત છે. એક વેપારી હતા. એમણે વ્રત લીધેલું કે કમાણીનો અમુક ભાગ રાખી, બીજો બધો ભાગ પોતાના માણસોને વહેંચી દેવો. પછી જ્યારે એનું મૃત્યુ થયું ત્યારે એના દીકરા કરતાંય વધુ રડનાર, આઘાત પામનાર કોણ હતો ? કલ્પો છો ? દરવાજે બેસી રહેતો પઠાણ, ચોકીદાર. એણે કહ્યું કે, “મારા સગા બાપના મૃત્યુથી મને જે આઘાત નથી થયો તે આજે થયો છે.” આ બોલતાં એની આંખેથી આંસુની ધારા વહેવા માંડી. આનું કારણ ? એ વેપારી પાસે જે હતું એ એણે ઉદારતાથી વહેચ્યું હતું, એ છે. આ વેપા૨ીની આબરૂ સારી. સૌના ઝઘડા એ પતાવતા. સમાજમાં અને નાતમાં એ આગેવાન; ખૂબ લોકપ્રિય. રાગ કે દ્વેષ વગર એ સૌનો ન્યાય કરતા. એમની આ સમભાવાત્મક દૃષ્ટિ સ્વાભાવિક થઈ ગયેલી. એવામાં એક પ્રસંગ બન્યો. એના ઘરનાં છોકરાએ જ, થયેલું સગપણ તોડી નાખ્યું. અને તમે જાણો છો, ગામડામાં સગપણ તોડવું એટલે શું ? હાહાકાર મચી ગયો. બીજાનો ન્યાય તોળનારને ત્યાં જ હવે ન્યાય તોળવાનો પ્રસંગ આવ્યો. શેઠે ગામના લોકોને ન્યાય કરવા કહ્યું; પણ બધાંએ એની ઉપર જ ન્યાય ક૨વાનું છોડ્યું. હવે આ શેઠ ન્યાયની ગાદી ઉપર બેઠા, અને આવી બાબત વેળા એણે આપેલા ભૂતકાળના ન્યાયને પોતે યાદ કરી ગયા. એને લાગ્યું કે આવી બાબતમાં એણે હજાર રૂપિયાનો દંડ અને ત્રણ માસ સુધી વહેવાર બંધ એ શિક્ષા પોતાના પુત્રનો ન્યાય તોળતાં કહ્યું કે મારો પાંચ હજાર રૂપિયાનો દંડ અને બાર માસ મારી સાથે વહેવાર બંધ. આપેલી. એણે પોતાનો લોકો ચમકી ઊઠ્યા : ‘શેઠ ! આટલી બધી શિક્ષા !' શેઠે જવાબ આપ્યો કે હું ગામનો, ન્યાતનો આગેવાન છું; મારી ભૂલ માટે તો વધારે જ શિક્ષા જોઈએ. આજે તો હવે એ શેઠ ગુજરી ગયા છે, પણ ત્યાંના લોકો હજી યાદ કરે છે કે ‘ન્યાય તો પાનાચંદ શેઠનો.’ — — આનું નામ લોકપ્રિયતાની અંદરથી જન્મેલી ન્યાયભરી નમ્રતા, વિનય. આ વિનયથી જ મનુષ્ય શોભે છે. સુરભિ અને શીતળતાથી જેમ ચંદન શોભે છે, ૬૮ * ધર્મરત્નનાં અજવાળાં Page #78 -------------------------------------------------------------------------- ________________ સુધાની સૌમ્યતાથી જેમ ચંદ્ર શોભે છે, માધુર્યથી જેમ અમૃત શોભે છે એમ વિનયથી, નમ્રતાથી માનવીનું જીવન શોભી ઊઠે છે. આ વિનયથી આપણે બીજાનાં હૈયાંને જીતી શકીએ છીએ, પૈસાથી નહિ. સાચી સભ્યતા આ વિનયમાંથી આવી શકે છે. લોકપ્રિયતાનો ત્રીજો સદ્ગુણ તે શીયળની સુરભિ. તમે દરેક જણ બ્રહ્મચારી થઈ જાઓ એમ અમે ઇચ્છીએ, પણ તમે તેમ ન કરી શકો તોય સંયમી તો જરૂર બનો. એક જ્ઞાનીને એકવાર પ્રશ્ન પૂછવામાં આવ્યો કે જીવનમાં ઓછામાં ઓછું શું જોઈએ ? એમણે જવાબ આપ્યો કે અ-પરિગ્રહ અને શીયળ. આવી વ્યક્તિ જ સમાજમાં, ધર્મમાં આગળ વધે છે. આવા સંયમથી એનામાં નૈતિક હિંમત આવે છે. આજે લોકોના જીવનમાં આ શીયળની ભાવના જણાતી નથી. સમાજ કેટલો નીચે જઈ રહ્યો છે એ જોવું હોય તો નટ-નટીનાં ચિત્રોવાળાં માસિકોની આજે વેચાતી નકલોની સંખ્યા તપાસો. આવા સમાજને બદલવા માટે આપણે આજનું આખું વાતાવરણ બદલવું પડશે. આની શરૂઆત માટે ધરમૂળથી સંયમ આવવો જોઈએ. વાતાવરણના અણુઅણુને શીયળની સૌરભ અડશે તો જ આ દુર્ગંધ દૂર થશે. આપણે જે લોકપ્રિયતાની ચર્ચા કરી રહ્યા છીએ એના સદ્ગુણોના જીવનથી આપણે જીવવું જોઈએ કે જેથી દુનિયા આપણને મર્યા પછી પણ યાદ કરે; નહિ તો આ જન્મનો અર્થ શો ? મહાપુરુષો કહે છે કે સળગતા આ સંસારમાં સદ્ગુણની શીતળતા સિવાય બીજું બધું જ વ્યર્થ છે. માણસ ઉદાર હોય, નમ્ર હોય પણ શીયળવાન ન હોય તો એની બધી જ છાપ ઊડી જાય. અને તેથી જ લોકપ્રિય માણસ, એવો શીયળવાન હોય કે સ્ત્રીમાત્ર એનાથી અભય હોય અને સમાજમાં એની એવી ઉજ્જ્વળ પ્રતિષ્ઠા હોય કે એને માટે કોઈ પણ શંકા ન સેવે; લોકો એના સંયમ અને શીયળ માટે પૂરેપૂરો વિશ્વાસ ધરાવતા હોય. આમ દાન, વિનય અને શીયળ સદ્ગુણોની આ ત્રિવેણીનો જ્યાં સંગમ થાય તે લોકપ્રિય નામનું તીર્થ બની જાય છે. તા. ૧૬-૭-૧૯૬૦ ધર્મરત્નનાં અજવાળાં ૬૯ Page #79 -------------------------------------------------------------------------- ________________ ઊં ચા શિખર ઉપર ચડવા માટે જેમ પગથિયાંની જરૂર રહે છે, તેમ ધર્મને શિખરે પહોંચવા માટે પણ અમુક પગથિયાં જરૂરી બને છે. ધીમે ધીમે અને એક એક કરતાં ચડનારો, ક્યારેક પણ આવા શિખરને હસ્તગત કરી શકે છે. ૧૭. અધૂર જીવનનાં બધાં શિખરોમાં, મોટામાં મોટું અને ઊંચામાં ઊંચું શિખર તે ધર્મશિખર. હિમગિરિનું ઉત્તુંગ શિખર સર કરી જેમ તેનસિંગે પરાક્રમની પરાકાષ્ઠા દાખવી, તેમ આ ધર્મ-શિખરે જે પહોંચે તે આપણા જીવનના અધ્યાત્મની પરાકાષ્ઠા દાખવે છે. આપણે સૌ આ શિખરના પ્રવાસી છીએ. એ ન હોત તો આપણે અહીં ભેગાં ન થાત. દરેકમાં આ ધર્મ-શિખરના પ્રવાસની ઝંખના, ઇચ્છા, કામના છે, એમ જણાય છે. આપણે જીવનમાં જે પાળવાનું, સાધવાનું છે તે આ ધર્મ-શિખર. પણ આ ધર્મ-શિખરે પહોંચવાનાં પગથિયાં સારાં, વિશાળ જોઈએ કે જેથી સરળતાથી ચડી ૭૦ * ધર્મરત્નનાં અજવાળાં Page #80 -------------------------------------------------------------------------- ________________ શકાય. સરળ માટે ધર્મપ્રવાસ સરળ છે. કુટિલ માટે કઠણ છે. જેઓ ધર્મને ક્લિષ્ટ કહે છે એ ધર્મ નથી; એ તો એમના મનની વાતો છે. જે લોકો એમ કહે કે ધર્મ બધાંને ન સમજાય, धर्मस्य तत्त्वम् निहितम् गुहायाम् वयम् प्रविष्टा भृषमेव तत्र । તો એવા માણસો ધર્મને નામે કાંઈ બીજું વેચવા નીકળ્યા છે એમ સમજજો. ધર્મ તો ગામડાનો ગરીબ પણ સમજે ને આચરી શકે એટલો સરળ છે. ધર્મનાં આ પગથિયાં ઊંચાં પણ નથી, સાંકડાંય નથી; એટલે તમે હાંફ વગર ચડી શકો. આ પગથિયું એટલે એક એક સગુણ. જે માણસના જીવનમાં હેતુ, ધ્યેય, સગુણ નથી તે ક્યાંય પહોંચી શકવાનો નથી. આપણે આ પહેલાં ક્ષુદ્રતાનો ત્યાગ, સંપૂર્ણ અંગોપાંગ, પ્રકૃતિ-સૌમ્યત્વ અને લોકપ્રિયતા – એમ ચાર પગથિયાં જોઈ ગયાં, હવે આપણે પાંચમે પગથિયે આવ્યા છીએ. પણ આ વખતેય પાછલાં પગથિયાં ભૂલી ન જતા. ભણીને પુનરાવર્તન કરતાં કરતાં જીવનમાં કેટલી શાન્તિ, કેટલો આકાર આવ્યો, તેનો અનુભવ કરો. જેટલું જીવનમાં ઊતરશે એટલો વિજય મળશે; માત્ર સાંભળવાથી કાંઈ ન મળે. ડૉક્ટરે આપેલી દવા જોઈને બેસી રહેવાથી રોગ ન જાય; એનું સેવન, અમલ જોઈએ. તો જ જીવનમાં પરિવર્તન આવે. આ પાંચમું પગથિયું એટલે ક્રૂરતાનો ત્યાગ. જે ઠરેલો છે તે જ બીજાને ઠારી શકે, શાન્તિ આપી શકે. જે બરફની પાટ પાસે જઈને બેસે તેને શીતળતા મળે; જે ભઠ્ઠી પાસે જઈને બેસે તેને તાપ મળે. વસ્તુનો આ સ્વભાવ છે. એની અસર સામાને થાય છે. બળેલો બીજાને બાળે છે, ઠરેલો બીજાને ઠારે છે. આથી જ્ઞાનીઓએ કહ્યું છે કે જે માણસ બોધ પામેલો છે તે જ બોધ પમાડી શકે. ખરો ધર્મી કેવો હોય ? એનામાં ચંદનની શીતળતા હોય, જેથી એ બીજાને ઠારી શકે. એનામાં શાન્તિ, શીતળતા અને સૌમ્યતા હોય. આવો ધર્મી જ્યાં જાય ત્યાં સૌમ્યતાની હવા સર્જી શકે છે. ક્રૂરતા નહિ, એટલે શું ? એટલે એ કે જીવનમાં કોઈ જાતની ક્લિષ્ટતા ન જોઈએ; કોમળતા જોઈએ. જેનું હૃદય કોમળ હોય, બીજાનું સુખ અને સફળતા જોઈ રાચે, એ ધર્મી. ઘણા જણ બીજાનું સુખ જોઈ નિરાશ થાય છે. આવો માણસ ક્લિષ્ટતાવાળો છે. અને તે ધર્મ માટે યોગ્ય નથી. જ્યારે માણસ હૃદયથી નઠોર, ધર્મરત્નનાં અજવાળાં 5 ૭૧ Page #81 -------------------------------------------------------------------------- ________________ ક્રૂર થાય છે ત્યારે એ હિંસક પશુ કરતાં વધુ ક્રૂર બને છે, અને એની આ ક્રૂરતામાં સામાને હતો ન હતો કરી દે છે. એમ કહેવાય છે કે સિંહ અને સર્પ સામે આવતા હોય તો સાવધાનતા રાખવાથી બચી શકાય, પણ જે માણસ બહારથી સૌમ્યતા દાખવી ક્રૂરતા આચરે છે તેનાથી બચવું માણસ માટે મુશ્કેલ હોય છે. સાધુતાના સ્વાંગમાં જે થાય એનો તો કોઈ આરો નથી. એ નુકસાનનો શું ઉપાય ? આટલા માટે જ્ઞાનીઓ કહે છે કે એવા લોકો તો મધુ તિતિ નિહ્યા હૃદયે તુ | મોઢે મીઠાબોલા અને હૈયામાં હળાહળ ઝેર રાખનારા હોય છે. જે માણસ દૂર હોય એનામાં દયાનો પ્રકંપ પણ નથી હોતો. પણ જેનું હૃદય મીણના જેવું, માખણ જેવું કોમળ હોય, દ્રવી શકતું હોય તે જ સાચો ધમી બની શકે. આ સમજવા, જેનું હૃદય દ્રવતું હોય એવાનો એક દાખલો જોઈએ. ચરોતરના એક પટેલ છે. આજે તેઓ આફ્રિકામાં છે; ખૂબ પૈસાદાર છે. એમના કપાળમાં એક મોટો ઘા છે. ઘણા મિત્રોએ એમને કહ્યું કે પ્લાસ્ટિક સર્જરીથી એ ડાઘ કઢાવી, સુંદર બનો ને ! ત્યારે એમણે કહેલું કે, “આ ઘા તો મારો ગુરુ છે. એ જો ન હોત તો હું માનવ ન હોત. મારા હૈયામાં દયાના ઝરણાનો જે સ્રોત વહે છે તે વહેતો ન હોત.” એક મિત્રે આ ઘાની વાત પૂછી ત્યારે એમણે કહ્યું કે બાળપણમાં એ ગરીબ હતા. મા-દીકરો ઝૂંપડામાં રહેતાં. મા દળણાં દળી ઘર ચલાવતી. બાજુમાં એક મોટી હવેલી હતી. એના ચોકમાં સૌ બાળકો રોજ રમવા ભેગાં થતાં. બાળકોને તો ભેદભાવ હોતો નથી; એમને મન તો ભેદનો છેદ ઊડી ગયો છે, એટલે સૌ સાથે રમતાં. જે છોકરાંઓ ત્યાં આવતાં, એમાં પૈસાદારનાંય બાળકો હતાં. એક ધનિક માએ પોતાના દીકરાના ખીસામાં કાજુ, બદામ ભરીને એને એમ શીખવેલું કે આમાંથી કાંઈ આપવું નહિ, અને કોઈ માગે તો ડિંગો બતાવવો.” જોઈ લો માનું શિક્ષણ ! મોટો થાય પછી એ જ બાળક માબાપને અંગૂઠો બતાવે તો એમાં નવાઈ શી ? ખૂણામાં બેસીને તો શ્વાન પણ આમ એકલો ખાય છે, પણ માણસે તો વહેંચીને ખાવું જોઈએ. તમે ઘણાંને જમાડો છો, આમંત્રણો આપો છો – પણ તે તમારા જ લાભ સારુ. કોઈ ગુણવાન, ન્યાયી, પ્રમાણિકને ક્યારેય આમંત્રો છો ખરા ? ૭૨ - ધર્મરત્નનાં અજવાળાં Page #82 -------------------------------------------------------------------------- ________________ આપણે યાદ રાખવું જોઈએ કે જે આપીએ છીએ તે જ આપણને પાછું મળે છે. આ કુદરતનો સિદ્ધાંત છે; Law of Nature. સારું આપીશું તો સારું મળશે; ખરાબ આપીશું તો ખરાબ જ મળવાનું. આપેલું કાંઈ નકામું નથી જતું. હા ! કદાચ એ ફળતાં, કુદરતમાં વિલંબ દેખાય છે, પણ ત્યાં અવ્યવસ્થા નથી એટલી શ્રદ્ધા રાખજો. હવે પેલા ગરીબ બાળકે એક વાર પેલા ધનિક છોકરાને બદામ-કાજુ ખાતો જોયો અને એણે એ માગ્યાં. પેલાએ એને અંગૂઠો બતાવ્યો. આ ગરીબ છોકરો રડતો રડતો ઘેર આવ્યો અને રડતાં રડતાં બધી વાત માને કરી અને મા પાસેથી બદામ-કાજુ માગ્યાં. માની આંખમાં આંસુ આવી ગયાં. બાળકનું દર્દ માતા કેમ જોઈ શકે ? માનું હૃદય દ્રવી ઊઠ્યું. એ હવેલી તરફ ગઈ. પેલી ધનિક શેઠાણી પાસે જઈને એણે કહ્યું કે “બહેન, તમને કુદરતે તમારા પુણ્યથી આપ્યું છે, તેથી મને આનંદ છે; હું એ વખાણું છું, પણ દયા કરી શેરીમાં છોકરાને મોકલો ત્યારે ખીસામાં બદામ-કાજુ આપીને ન મોકલો તો ઠીક.'' હિંડોળા પર ઝૂલતી શેઠાણી ખિજાઈ ગઈ અને બોલી, “જા રે જા, તું મને કહેનારી કોણ ? મારો દીકરો ખીસામાં બદામ-કાજુ લાવશે ને અઢાર વાર ખાશે.' આ સાંભળી ગરીબ બાઈને બહુ આઘાત થયો. આ આઘાતમાં એ બહાર આવી; ત્યાં તો એનો દીકરો કહે, “મા, બદામ !” માએ ક્રોધમાં પાસે પડેલો પથરો લઈ આપવા જતાં દીકરાના કપાળમાં વાગ્યો. માથું ફૂટ્યું. લોહીની ધારા ચાલી. પછી તો મા ખૂબ પસ્તાઈ, પાટો બંધાયો અને ઘા રૂઝાયો પણ ઘાનો ડાઘ રહી ગયો. : વર્ષો વીત્યાં ને એ છોકરો મોટો થઈ આજે પૈસાદાર થયો છે, પણ આજ સુધી રોજ સવારે એ અરીસામાં મોં જુએ છે ત્યારે પેલો ઘા એને કહે છે બીજાની લક્ષ્મીએ તારા કપાળમાં ઘા કર્યો; હવે તારી લક્ષ્મી બીજાના કપાળમાં ઘા ન કરી જાય એ જોજે.' આમ માણસે, મળેલા દુ:ખમાંથી સુંદર બોધપાઠ લીધો છે. આમ દુ:ખ ઘણી વાર સુખરૂપ બની જાય છે. આ આ દૃષ્ટિ તે પાંચમો સદ્ગુણ. આમાં બે ભાવ રહ્યા છે. પોતાની પ્રત્યે કઠોરતા, અન્ય પ્રત્યે કોમળતા; આવા સત્પુરુષનું હૃદય નીચેના સુભાષિતમાં છે : वज्रादपि कठोराणि, मृदुनि कुसुमादपि । પારકાંના આંસુ, દુઃખ જોતાં એ દ્રવી જાય; પણ પોતાના જીવનના સંયમ, નિયમ, જીવનના અંતરાયો વેળા, સામનો કરવા માટે વજ્રતા દાખવે. આપણું કાર્ય એ છે કે અન્ય પ્રત્યે મૃદુતા કેળવવી, સ્વ પ્રત્યે વજ્રતા રાખવી. ધર્મરત્નનાં અજવાળાં * ૭૩ Page #83 -------------------------------------------------------------------------- ________________ આપણા કવિ નિરાળાજીને રૂ. ૧૨૫ પુરસ્કારના મળેલા; તે લઈને તે ઘેર જતા હતા. રસ્તામાં એક ભિખારી બાઈનું દુઃખ જોતાં એમનું હૈયું દ્રવ્યું અને તેમણે બાઈને આ રકમમાંથી અંબર ચરખો અપાવ્યો અને સ્વતંત્ર બનાવી દીધી. પત્નીએ પગાર માટે પૂછ્યું ત્યારે એમણે જવાબ આપ્યો કે “એક બહેનને આવી દશામાં જોઈને મેં મદદ ન કરી હોત તો એવો હેવાન પતિ તને ગમત ખરો ?” અને પત્ની પણ એની આ ભાવનાને સમજી ગઈ, ખુશ થઈ. આ પાંચમા સગુણની બે બાજુ છે; હકારાત્મક અને નકારાત્મક. સબળ બનો – તમારી પ્રત્યે; મૃદુ બનો – અન્ય પ્રત્યે. સબળતા પોતાને માટે, કોમળતા બીજા માટે. આમ આ બેઉ અંગો એકીસાથે જીવનમાં આચરવાનાં છે. માણસ ગમે તે પરિસ્થિતિ સામે ક્યારે રહી શકે છે ? જ્યારે પોતે સંયમી હોય, પોતા પ્રત્યે કઠોર બને અને દુનિયા પ્રત્યે કોમળ બને. આપણું કાર્ય એ છે કે બીજાને માટે આંસુ પાડવાં, આપણે માટે નહિ. Life is mostly froth and bubble, Two things stand like stone, Kindness in another's trouble, Courage in our own. ફીણ અને પરપોટા જેવી આ જિંદગીમાં, આ બે વસ્તુ ખડકની જેમ અમર બને છે : બીજા પ્રત્યે કોમળતાભરી કરુણા અને પોતા પ્રત્યે હિંમતભર્યું ૌર્ય. તા. ૧૭-૭-૧૯૬૦ - - - - - ૭૪ * ધર્મરત્નનાં અજવાળાં Page #84 -------------------------------------------------------------------------- ________________ ૧૮. પાપભીરુતા-૧ 1 ધ મરત્ન પ્રકરણનું છઠ્ઠું સોપાન તે ૧ પાપભીરુતા. નિર્ભય બનો અને બીક હું પણ રાખો – એવા બે વિરોધાત્મક ભાવ આમાં દેખાય છે; પણ એ જરૂરી છે. જેમ માણસે બળવંત પોતાના સંયમ પ્રત્યે રાખવાની છે પણ જગત પ્રત્યે તો કોમળતા જ દાખવવાની છે, તેમ આમાં છે. નિર્ભય બનો, ડરો નહિ પણ એમાં છે નફટાઈ ન આવે એ જોજો. ન્યાય માર્ગનો ત્યાગ, સદાચારનો ત્યાગ એ તો નિર્ભયતાને નામે છેવટે ધર્મનો ત્યાગ બની જાય છે. આપણને જે ભીરુતા કેળવવાનું કહ્યું શું છે તે પાપભીરુતા છે. પાપનું કામ કરતાં ડરવું. અંદરથી માણસના મને – આત્માએ એવા આંચકા જગાવવા જોઈએ કે જેથી કોઈ ખરાબ કામ એનાથી થઈ શકે જ નહિ; મન કરવા દે જ નહિ. ખરાબ કામના પ્રલોભનના સંજોગો તો કદાચ આવશે છતાં “એ મારાથી નહિ થાય” એમ » આત્મા ત્યારે બોલી ઊઠશે. આપણે તો ખોટું * કરવું નહિ અને સારું કર્યા વગર રહેવું ધર્મરત્નનાં અજવાળાં જ ૭૫ Page #85 -------------------------------------------------------------------------- ________________ નહિ; એ વૃત્તિ કેળવવી જોઈએ. આ એક અનિવાર્ય અને આવશ્યક સદ્ગણ છે. આવી પાપભીરુતા જીવનમાં સ્વાભાવિક થવી જોઈએ; તો જ ગોળ અને ખોળનો ભેદ માણસ જોઈ શકશે. આવા પાપભીરુ માણસનો એક દાખલો જોઈએ. એક વખત એક માણસ રસ્તામાં ભીખ માગતો, ભૂખ્યો ફરતો હતો. સામેથી એક બીજો માણસ ત્યાં એને મળ્યો. પેલાને ભૂખ્યો જાણી, બીજા માણસે એને ખીસામાંથી મૂઠીઓ ભરીને ચણા-મમરા આપ્યા અને તે ચાલ્યો ગયો. પેલો જ્યાં ચણા-મમરા ખાવા જાય છે ત્યાં તો અંદરથી એક સોનામહોર નીકળી ! એ તો ગરીબાઈથી પીડાતો હતો એટલે થયું કે હાશ ! સારું થયું. પણ બીજી જ પળે એનો આત્મા પોકારી ઊઠ્યો; કારણ કે એ પાપભીરુ હતો. એનો આત્મા બોલ્યો, “અલ્યા, તને તો ચણા-મમરા ભેટ આપેલા છે; સોનામહોર નહિ. એ સોનામહોર તારી નથી.” એક બાજુથી એને એ લેવાનું મન થાય છે; બીજા બાજુ પાપભીરુતાથી એને એ અયોગ્ય લાગે છે. માણસ માત્રને આવાં બે જાતનાં મન હોય છે – એક જાગ્રત મન અને બીજું અજાગ્રત મન. સમજણ ભરેલું મન સૂચવે, ખરાબ કામ સામે બળવો કરે; બીજું મન લેવાનું કહે. એ જણાવે કે તને સોનામહોર આપી દીધી એમાં વાંક ને પ્રમાદ પેલાનો. આમ સ્થળ મન લેવાનું કહે; સૂક્ષ્મ અને જાગ્રત મન આપી દેવાનું કહે. આમ માણસના અંતરમાં યુદ્ધ શરૂ થાય છે. આખી રાત પેલાના અંતરમાં આ ઠંદ્ર ચાલ્યું. એને ચેન ન પડ્યું. સવારે એ ફરવા નીકળ્યો ત્યાં પેલો માણસ એને સામે મળ્યો. એણે પૂછ્યું, “કેમ ભાઈ ! આજેય તારે ચણા-મમરા જોઈએ છે ?” પેલાએ કહ્યું, “ના, આજે તો આ તમારી સોનામહોર હું તમને પાછી આપવા આવ્યો છું.” “કેમ, તને રાખવાનું મન ન થયું ?” પેલાએ પ્રશ્ન પૂછ્યો. હા, થયું હતું પણ એની વાત જવા દો. કાલે તો એ માટે મારા ઘરમાં ભારે ઝઘડો થઈ ગયો.” કોની સાથે ? તું તો કહેતો હતો ને કે – તું એકલો જ છે.” ઘરની કોઈ વ્યક્તિ સાથે નહિ, પણ મારા અંતરના ઓરડામાં ઝઘડો થઈ ગયો. અંદરથી આત્મા જાગ્યો અને આ કજિયો પણ જાગ્યો. મને કહે કે રાખ અને આત્મા કહે કે આપી દે. મારે આજે આ સોનામહોર તમને પાછી આપી દઈને મારી અંદરનો એ ઝઘડો પતાવવો છે.” પેલો આ સાંભળી ખુશ થઈ ગયો. એ કહે છે કે, તું આવો ગરીબ છતાં ૭૬ ધર્મરત્નનાં અજવાળાં Page #86 -------------------------------------------------------------------------- ________________ અંતરનો કેવો જાગ્રત છે ! તું હવે મારી સાથે ચાલ. જેનો આત્મદીપ જાગેલો હોય એવો મારે મિત્ર જોઈતો હતો ને એવો તું આજે મને મળી ગયો. આજે આપણા જીવનમાં આપણને આમ ચેતવનાર અને સૂચવનાર કોઈ નથી; આંતરમનનેય આપણે આજે મૂંગું કરી દીધું છે; આ દશા છે. આજે આપણે આત્માનો એ અવાજ સાંભળવા જ તૈયાર નથી હોતા; બાકી પ્રકાશ ધરતો અવાજ તો મળે છે જ. એને માટેનું સુંદર દૃષ્ટાંત ‘પર્વત ઉપર પ્રવચન' (Sermon on the Mount)માં ઈશુએ બતાવ્યું છે. એક બાઈથી કાંઈ અનાચાર થઈ ગયેલો. ત્યારે ત્યાં નિયમ હતો કે એવી વ્યક્તિને લોકો ભેગા થઈ પથ્થરે પથ્થરે મારે. આ બાઈને એ જ પ્રમાણે મારવા સૌ તૈયાર થયા. બાઈ મૂઠીઓ વાળીને નાઠી. દોડતાં દોડતાં એ એક ટેકરી પાસે આવી. ત્યાં એક સાધુ ઝૂંપડીમાં ૨હે. બાઈ ત્યાં આવી અને ઝૂંપડીમાં ભરાઈ ગઈ અને લોકો એને મારવા આવે છે, એની વાત એણે પેલા સાધુને કહી, અને કરગરતી ને અશ્રુ પાડતી જીવનદાન ને રક્ષણ માગવા લાગી. સાધુ જોઈ ગયા કે એનાથી અનાચાર થઈ ગયો હશે, પણ હવે એ હૃદયથી ઊંડો પશ્ચાત્તાપ કરે છે. લોક કદાચ લપટાઈને પડી જાય જેમ કેળાંની છાલથી; એમાં કેટલીક વાર પડનારાની ઇચ્છા નથી હોતી; માત્ર સંજોગો એને લપસાવી નાખે છે. જ્ઞાનીઓ આ ભેદ જુએ છે ને તેથી ભૂલ કરનાર પ્રત્યે કરુણા વહાવે છે. એમના અંતરમાં ખૂની પ્રત્યે પણ કરુણા, દયા, ક્ષમા હોય છે. કારણ, માનવ આખરે માનવ છે; નબળાઈમાં પડેલો છે. ક્યાંક ચીકાશ મળતાં લપસ્યો હશે. મહાત્માઓ-સાધુઓ એ જુએ છે ને એને ક્ષમા આપે છે. બાકી તો બહુ ઓછા લોકો વાતાવ૨ણ, સંજોગો ઉપર પગ મૂકીને ચાલી શકે એવા બળવાન હોય છે. આમ જીવવું એ ખરેખર અધૂરું પણ છે. સાધુએ જોયું કે આને સુધરવું તો છે જ. એના અંતરમાં સાચો પશ્ચાત્તાપ જાગ્યો હતો. ઉદાત્ત ભાવનામાંથી, દૈવી ભૂમિકામાંથી આવેલું ઝરણું વહે તો માણસ આમ પુણ્યશાળી થઈ શકે. - આ બાઈનું મોં પડી ગયું હતું. એને અંતરે દુઃખ હતું. સંજોગોના દબાણથી જ એણે અનાચાર કરેલો, પણ હવે એને વિષાદ જાગ્યો છે, એ પેલા સાધુએ જોઈ લીધું. સાધુએ બાઈને કહ્યું કે તું અભય ૨હે; તું ચિંતા ન કરતી. ઢેફાં, પથ્થરો અને લાકડીઓ લઈને લોકો જ્યારે ઝૂંપડી પાસે આવ્યા ત્યારે સાધુએ એમને શાન્તિથી સાંભળ્યા; પછી એમને કહ્યું કે તમને લાગતું હોય કે આ બાઈ ભ્રષ્ટ છે તો ભલે તમે એને મારજો, પણ તે પહેલાં એક શરત ધર્મરત્નનાં અજવાળાં * ૭૭ -- Page #87 -------------------------------------------------------------------------- ________________ છે; અને તે એ કે જેણે આજ સુધીમાં એક પણ સ્ત્રી પ્રત્યે કુદષ્ટિ ન કરી હોય, ખરાબ શબ્દો ના બોલ્યા હોય, જેણે કોઈ સ્ત્રીને જોઈ મનમાં વિકાર ન અનુભવ્યો હોય અને જેને પારકી સ્ત્રીના રૂપની લાલસા ન જાગી હોય તે આગળ આવે અને મારે. તમે સૌ શાન્તિથી ઊભા રહી તમારા મનને પૂછો, તમારા ઈષ્ટદેવને પૂછો, અને પછી જો તમને લાગે કે આવા નિર્મળ અને વિશુદ્ધ છો, તો જ ઘા કરો. સાધુ સંગે સી ધ્યાનમાં ઊભા. દરેકે પોતાના અંતરને શાન્તિથી પૂછવા માંડ્યું. અંદરનો આત્મા તો જે હતું તે કહી દેવા માંડ્યો. આપણે દરેક પણ આ કરી શકીએ પણ આજે આપણે મનની સાથે વાત કરવાનો સમય જ રાખતા નથી, આપતા નથી. મૌનનું આ એકાંત એટલે મનની સાથે વાત. આપણે આજે આ કરીએ છીએ ખરા ? આપણે તો એકાંત મનથી ડરીએ છીએ. જરાક નવરા પડ્યા કે રેડિયો ચલાવવા બેસો છો, પણ ક્યારેય શાંત બેસી મન સંગે વાત કરી છે ? તો કેટલાય વિચારો તમને આવશે. આપણે અનુભવ્યું છે કે મંદિરમાં જઈને બેસવા છતાંય આપણા મનમાં ઠેકડા ચાલે છે. બહાર ન જણાય એટલા વિચારો એકાંતની શાન્તિમાં ફૂટી ઊઠે છે. આપણે મૌનની શાન્તિ શીખવાની છે; તો જ આપણને આત્માનો અવાજ સંભળાશે. એટલા જ માટે ઘણી વાર આપણે વ્યવહારમાં કહીએ છીએ કે “તારા આત્માને, તારા અંતરને પૂછી જો'....માંગીએ તો અંતરનો આ અવાજ જરૂ૨ આવે. ધ્યાનની આવી શાન્તિમાં પેલા મારવા આવેલા બધાએ જોઈ લીધું કે સ્ત્રીની મશ્કરી ન કરી હોય, એની ચેષ્ટા ન કરી હોય, એની પ્રત્યે કદષ્ટિ ન કરી હોય એવો કોઈ ન હતો. દરેક જણ શરમાઈ ગયો અને ધીરે ધીરે એક પછી એક ત્યાંથી સરી ગયો. સાધુએ આંખ ખોલી ત્યારે ત્યાં પેલી સ્ત્રી સિવાય બીજું કોઈ ન હતું. - સાધુએ બાઈને ત્યાંથી રજા આપી અને કહ્યું કે હવે તું તારા જીવનને નવસર્જન આપ, જે માણસ અંધકારમાંથી, ખીણમાંથી બહાર આવવા માગે છે તેને નવપ્રભાતનાં સુંદર દર્શન આમ જરૂર મળે છે. “આત્મા સો પરમાત્મા” એમ જે કહ્યું છે તેનો અર્થ જ એ કે આપણો આત્મા એ કર્મ અને વાસનાથી ઢંકાયેલો પરમાત્મા જ છે. પાપભીરુ મન, ધીરે ધીરે કર્મ અને પાપથી મુક્ત થાય છે અને આત્મા પરની વાસના દૂર થતાં, એ પરમાત્માનો પૂર્ણ પ્રકાશ પામે છે. પેલા ભિખારીને સોનામહોર માટે અંતરમાં જે કજિયો જાગ્યો તેનું નામ ૭૮ * ધર્મરત્નનાં અજવાળાં Page #88 -------------------------------------------------------------------------- ________________ જ શ્રેયસુ અને પ્રેયસુનો વિવેક. જેઓ પોતાના મનને ધોઈને સાફ રાખે છે તેઓ શ્રેયસને પહેલાં વધાવે છે; પણ જગતનો મોટો ભાગ તો પ્રેયસુનો જ રસિયો હોય છે. આને માટે રોજ મૌન, વાચન, શ્રવણ, મનન જરૂરી છે. ચોકીદાર જેમ આખી રાત જાગી આલબેલ પોકાર્યા કરે છે એમ આપણે જીવનમાં સતત સાવધાન રહેવાનું છે. કારણ, ઝોકું ક્યારે આવશે એની શી ખબર ? આ માટે જીવનમાં પ્રતિપળની જાગૃતિ આવશ્યક છે. એટલે આ પાપભીરુતાનો અર્થ એ છે કે આપણાથી પાપ થવું ન જોઈએ, અને થયું હોય તો ખેંચ્યા કરવું જોઈએ. એવું જીવનમાં રહે ત્યાં સુધી ચેન ન પડવું જોઈએ. જેમ પથારીમાં કાંકરો કે પીન રહે ત્યાં બેચેન બની જાઓ છો, એમ આપણને પાપ કરતી વખતે થવું જોઈએ. આપણને એ ખટકવું જોઈએ; આમ ન જ થાય' એવો અવાજ સ્વાભાવિક રીતે અંતરમાંથી જાગવો જોઈએ. આ ક્યારે આવે ? આ આપણે આપણી અંદરથી શોધવાનું છે. જો કે બહારથી ધર્મી કહેવડાવનારા ઘણા હોય છે, પણ અંતરને શોધવું ઘણું મુશ્કેલ ડૂબકી મારી મનને શોધવું એ કાંઈ બે-પાંચ વ્યાખ્યાનો સાંભળ્યું નહિ બને; એને માટે તો સાધના જોઈશે. આપણે સાંભળીએ છીએ કે “જેવી કરણી તેવી પાર ઊતરણી'. આ કુદરતનો નિયમ છે. ખુદ ભગવાન મહાવીરનેય સહન કરવું પડ્યું છે. ત્યાં કોઈની લાગવગ ચાલતી નથી. ત્યાં જે સહાયક બને છે કે, આપણા આત્માનું પુણ્ય. આપણે જીવનના સંજોગોમાંથી લપસી ન પડીએ એ માટે આ છઠ્ઠો સોપાનમંત્ર આપણને અપાયો છે. જગતમાં બળવાન લાગતા માણસે પણ અંતરમાં આ પાપભીરુતા સદા જાગ્રત રાખવાની છે. આવો પાપભીરુ માણસ આ લોકમાં કેમ વર્તે, વિચારે અને પરલોકમાં કેમ શાન્તિ પામે એ હવે પછી જોઈશું. - તા. ૧૯-૭-૧૯૬૦ ધર્મરત્નનાં અજવાળાં * ૦૯ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૧૯. પાપભીરુતા-૨ - Dા પભીરુનું હૃદય એવું તૈયાર હોય છે પણ છે એ બીજી રીતે અભય હોય. હું કોઈની પરવા ન કરે પણ પાપનું કામ જે કરતાં તો એને કંપારી જાગે. આપણામાંનો મોટો ભાગ પાપનો વિચાર જ કરતો નથી. છે. જે લોકો આવા છે તે વધુ બીકણ હોય છે. ૧૦ પાપ કર્યા પછી એમનું શું થશે, પકડાઈ જશે તો ! વગેરેથી ડરતા હોય છે. જ્યારે માણસ પાપભીરુ હોય, પાપથી ડરે એ છે બીજાથી નિર્ભય રહી શકે છે. આપણે યાદ રાખવું જોઈએ કે એક પાપ, પછી અનેક ભયને જગાડે છે, ઊભા કરે છે. સાચો પાપભીરુ તો સમાજ, દેશ અને રાજ્યને પણ સહાયરૂપ હોય છે. આવો માણસ રાજ્યના, સરકારના નિયમોને મન, વચન, કાયાથી પાળતો હોય છે; એનો ભંગ ન થાય એનું ધ્યાન રાખે છે. કર ન એ ભરવો, દાણચોરી છુપાવવી, આયાત નિકાસના પ્રતિબંધનો માલ મેળવવો કે બઈ મોકલવો – આ બધું એનાથી ન જ થાય. આ સગુણના અભાવે આજે તો આખો ૮૦ * ધર્મરત્નનાં અજવાળાં Page #90 -------------------------------------------------------------------------- ________________ સમાજ આવો ચોર થવા લાગ્યો છે; ત્યાં માત્ર રાજ્ય અને પ્રધાનનો દોષ દેવાનો શો અર્થ ? રાજ્ય અને પ્રધાન એટલે કોણ ? આપણે પોતે. પ્રધાનો કંઈ ઉપરથી નથી આવતા. એ ચૂંટાણી દ્વારા આવે છે. પણ આવે છે તો સમાજમાંથી જ ને ? માણસની પોતાની અંદર જો ન્યાય, કાયદાનો આદર નહિ હોય, જીવનમાં સિદ્ધાંત નહિ હોય તો રાજ્ય ગમે તેટલા કાયદા કરશે પણ તેને સમાજ તોડશે. આ માટે પ્રજાના જીવનનું ન્યાયધોરણ બલવવું જોઈએ, એમને ઊંચી દૃષ્ટિ આપવી જોઈએ. એક ન્યાયાધીશ હતા. અત્યંત જરૂરી કામે એમને એક ઠેકાણે જલદી પહોંચવું પડે તેમ હતું. ગતિમર્યાદાના નિયમનો ભંગ કરી, પોલીસની ચોકી વટાવી એ ઝડપથી મોટર હંકારી ગયા. પોલીસે પણ સાહેબની મોટર હતી એટલે ન રોકી. પણ કામ પૂરું કરીને સાહેબ પોલીસચોકીએ પાછા આવ્યા અને નિયમભંગ માટે જાતે નામ નોંધાવ્યું. તેઓ માનતા હતા કે સમાજની પ્રત્યેક વ્યક્તિએ ખુદ પ્રજાજન, પોલીસ અને ન્યાયાધીશ બનવું જોઈએ; તો જ સમાજ ઊંચો આવે. એમણે એમ કર્યું. આમ આપણે જાતે રાજ્યના કાયદા પાપભીરુતાથી પાળવા જોઈએ. આજે તો વેપારી, કાયદામાંથી ફાયદા શોધવા પાછળ પડ્યો છે. જ્યાં સુધી પ્રજાજનના હૃદયમાં આવો પલટો નહિ આવે ત્યાં સુધી બહારના કાયદાથી શો હેતુ સરવાનો છે ! પાપભીરુએ જેમ રાજ્યના કાયદાને માન આપી જીવવાનું છે એમ જ સમાજની અંદરના કેટલાંક કાર્યોને ધૃણામય, ત્યાજ્ય ગણવાં જોઈએ. આ માટેની હવા પેદા થવી જોઈએ. આજે તો આપણે ત્યાં સમાજનું કાંઈ બંધારણ જ નથી. વ્યક્તિ ફાવે તેમ વર્તે છે, સ્વછંદતાથી જીવે છે. પણ એક કાળ એવો હતો કે જ્યારે માણસ પોતાની જાતથી અને સભ્ય સમાજથી તેમ જ પવિત્ર લોકોથી ડરતો. અમુક કામ સભ્ય પુરુષથી ન જ થાય, એમ માનતો. આજે એ મર્યાદા રહી નથી. આજે તો સ્વતંત્રતાને નામે માણસે સ્વચ્છંદતાને જીવનમાં પ્રસરાવી દીધી છે. પાપભીરુ માણસે સમાજના સર્વ નિયમનું પૂરી રીતે ને ભવ્યતાથી પાલન કરીને જીવવું જોઈએ. પાપભીરુની ત્રીજી દૃષ્ટિ એ ધર્મ પ્રત્યેની એની સમજણ છે. ધર્મનો પ્રદીપ બધી બાજુ પ્રકાશ પાથરે છે. એ માને છે કે ધર્મી થઈને જીવે તેને પાપ કરવું ન જ પડે. કહ્યું છે કે, “વ રક્ષત ક્ષતિ: માણસ જો ધર્મથી જીવે, ધર્મનું જીવનમાં રક્ષણ કરે તો ધર્મ એનું જરૂર રક્ષણ કરવાનો. પણ આજે તો લોકો ધર્મરત્નનાં અજવાળાં ક ૮૧ Page #91 -------------------------------------------------------------------------- ________________ ધર્મને નિષ્ફળ કરી રહ્યા છે; તો પછી જીવનને શાનો આધાર, કોનું શરણ રહેશે ? ધર્મવૃક્ષને તોડીને માણસ ક્યાંથી શાન્તિ પામી શકવાનો છે ? માટે જ કહ્યું છે કે ધર્મો ન્તિ ઇન્ત:’ધર્મનો નાશ કરશો તો તમે જ તમારા જીવનને નુકસાન કરશો. તા. ૨૦-૭-૧૯૬૦ ― ૮૨ * ધર્મરત્નનાં અજવાળાં Page #92 -------------------------------------------------------------------------- ________________ ૨૦. અશઠ એટલે સૂરીલી સંવાદિતા 3++>&> ણા માણસો મોક્ષ, સ્વર્ગ કે Öનિર્વાણની ઇચ્છા કરે છે; પણ મારે આ જોઈએ છે' એમ માત્ર કહેવાથી જ એ પ્રાપ્ત ન થઈ શકે; એ માટે સોપાન ચડવાં જોઈએ. સોપાનોનું છેલ્લું સોપાન ઇચ્છામુક્તિ. આથી, આ પુસ્તકની વિશિષ્ટતા એ છે કે આમાં આવાં સોપાન બતાવવામાં આવ્યાં છે. આ સોપાન એટલે સદ્ગુણો. એ સદ્ગુણો ઉપર ચડવા માંડો એટલે ઉત્તરોત્તર આનંદ જડશે અને છેવટે કર્મમાંથી મુક્તિ મેળવતાં મોક્ષ લાધશે. સાધન વગર કોઈ સાધ્ય શક્ય નથી બનતું; એટલે આ સદ્ગુણોરૂપી સાધનોનો અમલ કરીએ તો જ આપણે મોક્ષરૂપી સાધ્ય પામી શકીએ. શઠતાવાળો માણસ જે કરે તેની પાછળ તેની મેલી રમત રહેલી હોય છે. તેની આંખ, ચેષ્ટા, હાવભાવમાં માયા રમતી હોય. જેના હૃદયમાં ક્રૂરતા રમતી હોય તેનું હાસ્ય અને રુદન બેઉ માયાવી હોય છે. પાછળથી ઘા કરે એવા આ ધર્મરત્નનાં અજવાળાં * ૮૩ Page #93 -------------------------------------------------------------------------- ________________ માયાવી માણસો, અંદર પડદો રાખીને વર્તે છે. એમની ચેષ્ટા, એમનું હાસ્ય બધું જ ભયંકર હોય છે. એ રડે છે તોય સમાજનો લાભ લેવાને લોભે; બીજાના હૃદયને પિગળાવી લાભ માટે જ એ આંસુ સારે છે. આવો માયાવી માણસ એટલે કોણ ? જે પોતે જેવો છે તે ન બતાવે, અને એનામાં જે નથી તે બતાવે છે. અને દુનિયા એવાને જ મુત્સદ્દી કહી શાબાશી આપે છે. એ કદાચ દુનિયામાં જીતી ગયો લાગે છે, પણ એના જીવનમાં એ હારી ગયેલો હોય છે. એટલે પ્રત્યેક માણસે આવી શઠતાનો ત્યાગ કરવો જોઈએ. માયા વગરની અશઠતાભરી આરાધના જે કરે છે તેને જ મહાનતા વરે છે. પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી યશોવિજ્યજી મહારાજે આથી જણાવ્યું કે જે કપડાં ન પહેરે, દિગંબર રહે, સુકાઈ ગયેલું અન્ન ખાય, તપશ્ચર્યા વગેરે કરે, છતાં જો એનું મન માયામાં રંગાયેલુ હોય તો એને અસંખ્ય જન્મો લેવા પડશે. માયાથી ભરેલું મન એ ખોટું છે. માટે જે કાંઈ પ્રવૃત્તિ, ક્રિયા, આરાધના કરો તે માયા વગરની કરો. અશઠ માણસ બીજાને છેતરે નહિ; એ માયાની જાળ રચતો નથી; જ્યારે શઠ માણસ એની આસપાસ માયાની જાળ ઊભી કરી એક હવા ઊભી કરે છે. પણ આમ છતાં એનામાં કોઈ વિશ્વાસ રાખતું નથી. આ દુનિયામાં માણસ માટે મોટામાં મોટી જીવનની ભેટ હોય તો તે લોકોનો વિશ્વાસ મેળવવો તે છે. જે માનવી આમ બીજાનો વિશ્વસનીય નથી બની શકતો, તે માનવીએ બીજું બધું મેળવ્યું હશે છતાં એ કાંઈ જ ન મેળવ્યા બરાબર છે. માયાવી માણસ ધીમે ધીમે ગુરુ, મિત્ર, દેવ, માબાપ બધાને છેતરતો થાય છે. એની એ માયા વધતી જ જાય છે. આવો માણસ આરાધનામાંય પછી દંભ કરતો થાય છે. એની આરાધના, એના તપ પાછળ માયા રમતી હોય છે. આત્મકલ્યાણના આ દેખાવ પાછળેય એની માયા જ હોય છે. આમ છળ-કપટ અને પ્રપંચ કરનાર માણસ એના આવા જીવનને પરિણામે નીચે પડે છે. અશઠતાભર્યું જીવન એટલે શું ? જેવું મનમાં તેવું વચનમાં; અને જેવું વચનમાં તેવું ક્રિયામાં. ત્રણેય વચ્ચે સુસંવાદ જોઈએ. કહ્યું છે કે, यथा चित्तं तथा वाचो यथा वाचो तथा क्रियाः । धन्यारते त्रितयं येषां विसंवादो न विद्यते ।। બાળકને માયા કરતાં આવડતું નથી તેથી તેના અંતરમાં લાગે તેમ જ એ વર્તે છે. માણસ જો બાળક પાસેથી આટલી પણ શિખામણ લે તોય ઘણું છે. વિચાર, વાણી અને વર્તન ત્રણેમાં આવી સંવાદિતા આવવી જોઈએ. ૮૪ * ધર્મરત્નનાં અજવાળાં Page #94 -------------------------------------------------------------------------- ________________ સંગીતમાં જો ગીતના સૂર, વાદ્ય અને તાલનો સુમેળ ન હોય તો સુંદર સંગીત કેમ પ્રગટી શકે ? એ ત્રણેય વસ્તુનો સમન્વય થવો જોઈએ. પણ આપણો તો આત્મદેવ જુદું ગાય છે. વાણીનું તબલું જુદું વાગે છે અને ક્રિયાની પેટી જુદે સૂરે બજી રહી છે. એટલે મન, વચન અને ક્રિયાની આ વિસંવાદિતા ન જાય અને સંવાદિત ન રચાય ત્યાં સુધી સાચી શાન્તિ મળવી શક્ય નથી. જે કાળમાં ઘરની વ્યક્તિઓમાં આવી સંવાદિતા હતી તેથી કુટુંબો સુખી હતાં. આજે તો ઘરનાં સગાં પાસે પણ, આપણી વાતો સાચી છે એ બતાવવા સોગન ખાવા પડે છે; અને એમ સોગન ખાઓ તોય સામી વ્યક્તિ એ વાતને આઠ આના જ સાચી માને છે. આનું કારણ એ છે કે જગતમાં માયા અને જૂઠ ખૂબ વધી ગયાં છે. અભયા રાણીએ સુદર્શન શેઠને ફસાવ્યો અને શેઠે પોતાનો સંયમ સાચવ્યો, અકાર્યમાં ન ગયા ત્યારે રાણીએ શેઠ પર બળાત્કારનો આક્ષેપ કર્યો, બૂમો પાડી. આખું ગામ સત્ય જાણ્યા વગર સ્ત્રીના, અભયાના પક્ષમાં આવી ગયું. શેઠની પત્ની મનોરમાને કાને આ વાત આવી. અને તો શ્રદ્ધા હતી કે શેઠ મન-વાણીકાયાથી પવિત્ર છે. કોઈ પણ નારીના રૂપ પર પણ એ દષ્ટિ ન કરે. એણે પ્રાર્થના કરી કે, “હે શાસનમાતા ! દૈવી તત્ત્વ, અમારું શીયળ અને દામ્પત્યજીવન શુદ્ધ અને પવિત્ર હોય તો પ્રસન્ન થાઓ, નહિતર અત્યારથી જ હું અન્નજળનો ત્યાગ કરું છું.” એણે આવી પ્રતિજ્ઞા કરી, કારણ કે શેઠની પવિત્રતા માટે એની પત્નીને શ્રદ્ધા હતી. એના મન-વચન-કાયાના સંવાદમય સંગીતને એણે જીવનભર સાંભળ્યું હતું, એટલે જ ગામ ગમે તે કહેતું, પણ પતિ ઉપર એને પૂરો વિશ્વાસ હતો. એના દિલમાં શ્રદ્ધાની જ્યોત જલતી હતી. જેવું એનું ચિત્ત એવી એની વાણી, અને જેવી એની વાણી એવું એનું વર્તન. એટલે શાસનદેવ પધાર્યા. એની અપૂર્વ શ્રદ્ધાથી શૂળી પણ સિંહાસનમાં ફેરવાઈ ગઈ. આમ માણસ ધારે તો એના ગૃહસ્થાશ્રમને પણ પવિત્રતા દ્વારા સ્વર્ગ બનાવી શકે છે. પણ અંદરની વૃત્તિ ન બદલાય ત્યાં સુધી જીવનમાં આવો પલટો ન આવે. આ માટે પ્રથમ તો મન બદલાવું જોઈએ, અને એ કાંઈ એકદમ ન આવી શકે. એને માટે પૂર્વતૈયારી જોઈએ. જેણે સાધુ બનવું છે એણે કપડાં નહિ, વૃત્તિને બદલવાની છે. જ્યાં સુધી વૃત્તિઓ સહેજે વિરક્ત ન બને ત્યાં સુધી બીજું બધું નકામું છે. જો મન વિરક્ત નહિ હોય તો એવો માણસ, સાધુ થઈને જ્યાં જશે ત્યાં વસ્તુઓ ને વ્યક્તિઓનો સંગ્રહ વધવાનો; કારણ કે એની એ વૃત્તિ ગઈ નથી હોતી. વૃત્તિઓની નિર્મળતામાં જ ધર્મ છે. એ નિર્મળ થાય એટલે સંગ્રહનું મન જ ન થાય. પછી તો એને પરિગ્રહ ભારરૂપ લાગે. માથા પર વાળ વધતાં ધર્મરત્નનાં અજવાળાં - ૮૫ Page #95 -------------------------------------------------------------------------- ________________ માણસ બેચેન થાય, તેમ આવો શુદ્ધ વૃત્તિવાળો માણસ પણ પરિગ્રહ વધતાં બેચેન થઈ જાય છે. વાળનો વધારો થતાં માણસ પૈસા ખર્ચીને પણ વાળ કપાવીને ભાર હળવો કરે છે, તેમ એ પણ ભાર ઓછો કરવા દાનની ઝંખના કરે છે. આજે તો ધનિકોને એમ લાગે છે કે સાધુને પણ અમારા વગર કયાં ચાલવાનું છે ! એથી ધર્મની નહીં, ધનની પ્રતિષ્ઠા વધી છે. આ દૃષ્ટિ બદલાવાની જરૂર છે. આજથી સોળ વર્ષ ઉપરની એક વાત છે. એક સ્થળે એક સંત રહેતા હતા, અને તેઓ એક સંસ્થાનું સંચાલન કરતા હતા. એમની પાસે એક શેઠ આવ્યા અને કહ્યું કે આ ત્રણ લાખ રૂપિયા લો. સંતે માત્ર એક લાખ લીધા અને બે લાખ પાછા આપ્યા. બીજા વર્ષે ફરી એ શેઠ દાન આપવા આવ્યા. સંતે બેમાંથી એક લાખ લઈ એક લાખ પાછા આપ્યા. ત્રીજે વર્ષે એણે ત્રીજા લાખ સ્વીકાર્યા. પેલા ધનિકે કહ્યું કે ત્રણ વર્ષે ત્રણ લાખ લીધા તો એક વખતે કેમ નહિ ? સંતે જવાબ આપ્યો કે એકી સાથે એ રકમ લીધી હોય તો તારામાં ગર્વ આવી જાત, અને તારું દાન નમ્રતાને બદલે અહંકારમાં પલટાઈ જાત. મારે તને સમજાવવું હતું કે પૈસાની લેવડ-દેવડ કરતાં માનવીનો દાનભાવ વધારે મોટો છે. આટલા માટે જ કહેવાયું છે કે, દાનની રકમ કરતાં એની પાછળ દિલ, આપ્યાની આનંદ-ભાવના એ વધુ મૂલ્યવાન છે. દાનમાં અર્પણભાવ હોય ત્યાં જ આનંદ આવે; એ ભાવ ન હોય તો અમરતાની પગદંડી હાથ લાગવાની નથી. આ પગદંડીનાં દર્શન માટે દાન આવશ્યક છે. વાદળી જેમ વરસીને હળવી થતી જાય છે એમ માનવીએ દાન દઈને હળવા થઈ આ આનંદ મેળવવો જોઈએ. આપણા જીવનની પ્રત્યેક ક્ષણે આ ઉદારતા અને દાનની ભાવના જાગ્રત રહેવી જોઈએ. ચિત્તની ઉદારતા વગર ખાલી આરાધનાનો શો અર્થ ? આપણું પ્રથમ કાર્ય ચિત્તને કેળવવાનું છે. આ ચિત્તની કેળવણી એ બહુ મોટી વાત છે. આ માટે આપણે સાતમો સગુણ બતાવ્યો છે. અશઠતા – શઠતાનો ત્યાગ. આવો માણસ નિર્મળ હૃદયવાળો હોય છે. એનું જીવન આંતર-બાહ્ય પારદર્શક હોય છે. ચિત્ત, વાણી અને ક્રિયા પણ પારદર્શક હોય છે, એના જીવનમાં ત્રણેયનો સુસંવાદ હોય છે. આવો માણસ વિશ્વસનીય છે અને પરિણામે પ્રશંસનીય છે. એ ઉન્નત બુદ્ધિવાળો હોય છે; એની બુદ્ધિ સરાણે ચડેલી તલવારની ધાર જેવી તીણ વિદ્યુતમથી હોય છે. તા. ૨૧-૭-૧૯૬૦ ૮૬ ક ધર્મરત્નનાં અજવાળાં Page #96 -------------------------------------------------------------------------- ________________ ૨૧. ધર્મી જીવનનું સાફલ્ય માણસ માયા વગરનો હોય છે તે O પોતાના આત્માનું તેમ જ આસપાસનું હું ભલું કરી શકે. ધર્મી કહેવરાવનારનું મન સ્વચ્છ અને પારદર્શક હોવું જોઈએ. સ્ફટિકપણું એ એની ખાસ વિશેષતા છે. જેનું મન મલિન હોય, જે કપટી હોય, જે છળકપટ કરે તે કદાચ દુનિયામાં ધર્મી ગણાઈ જાય તો પણ એ વિશ્વસનીય નથી હોતો. મન કહેશે કે એનું મન ચોખું નથી, માટે એનાથી ચેતજો. ધર્મી માણસ વિશ્વસનીય હોવો જોઈએ. લુચ્ચો કે મુત્સદ્દી નહિ. મુત્સદ્દી એવો હોય છે કે એનું મન કોઈને એ પામવા દેતો નથી, અને બીજાનું મન જાણ્યા વગર એ રહેતો નથી. લુચ્ચાનો સુધારેલો પર્યાયવાચક શબ્દ એટલે આ “મુત્સદ્દી'. ધર્મી માણસ સ્ત્રી, બાળક, વૃદ્ધ ગમે જ તેની પાસે જાય પણ એના ચારિત્ર્ય, એની જે સરળતા અને ક્રિયા માટે કોઈને ભય ન છ રહે. જેને કોઈ માયા નથી તે સાચો અશઠ. ધર્મરત્નનાં અજવાળાં ૮૭ WWW.jainelibrary.org Page #97 -------------------------------------------------------------------------- ________________ ત્યારે ધર્મને માટે સાચો ઉચિત કોણ ? જે અશઠ છે, જે માયા વગરનો છે, જે હૃદયનો સરળ છે તે જ લોકોમાં વિશ્વસનીય અને પ્રશંસનીય બને છે. આમ અશઠ માણસ ઉચિત, વિશ્વસનીય અને પ્રશંસનીય હોય છે અને તેથી એની પ્રશંસા દીર્ઘકાળ ટકી રહે છે. ઉચિતતા વગરની પ્રશંસા લાંબી ટકતી નથી. આ એનો ભેદ છે. માણસ જેમ ઉચિત, વિશ્વસનીય અને પ્રશંસનીય હોય છે તેમ તે ભાવસાર હોય છે. ધર્મીનું જીવન ભાવથી તરબોળ જોઈએ. માયા વગરનામાં જ આવો ભાવ ટકે. આ સરળ ભાવના લાવવા માટે અંદરની કુટિલતા જવી જોઈએ, નહિતર ફૂલના જેવા સુંદર વિચારો એમાં રહે ક્યાંથી ? જ્યાં સુંદર જમીન હોય, એને બરોબર પાણી મળે તો ત્યાં છોડ વિકસે અને પુષ્પ ખીલે. એ જ પ્રમાણે જ્યાં હૃદયની સરળતાનું ખાતર છે, ભાવ છે ત્યાં જ ધર્મની આવી ભાવના રહેવાની; છળકપટ હશે ત્યાં એ બળી જવાની. જગતમાં પૈસા, પ્રતિષ્ઠા, કીર્તિ, માન અને સ્થાનવાળા ઘણા મળશે, પણ જે માણસ મનને સદા પ્રસન્ન રાખી શકે તે સાચો ધર્મી છે. એવા લોકો ઓછા મળશે. બાકી તો કૃત્રિમ આડંબરવાળો, કામનાથી તરબોળ કામી પણ એમ બોલે છે. “સંસાર અસાર છે.” માટે કહ્યું છે કે એ લોકો તો "वैराग्यरंग: परवंचनाय धर्मोपदेशो जनरंजनाय । वादाय विद्याऽध्ययनं च मेऽभूत कियब्रुवे हास्यकरं स्वमीश ॥" લોકોને રંજન કરવામાં એ સહાયક બને છે. એમને માટે કૃત્રિમતા, આડંબર અને પારકાની સહાય; આ ત્રણથી પ્રસિદ્ધિ સહેલી બને છે. આવા માણસોનાં નાનાં કામ પૈસાને લીધે મોટાં થઈ જાય છે. એવા લોકો બહારથી ત્યાગી લાગે છે, મોં ઉપર ખોટા ભાવ બતાવે છે. એ બધી એમની બાહ્ય ચેષ્ટા હોય છે. એનાથી લોકોના મનનું રંજન થાય, પણ એનો આત્મા તો અંદરથી કુટિલ અને મલિન થતો જાય છે. આવા લોકો આડંબર રાખે છે; ટોળાબંધ શિષ્યો, ભક્તો રાખે છે, જે એમની પ્રશંસા કરે છે અને પૈસા ખર્ચીને પણ છાપામાં પોતાનો પ્રચાર કરે છે. કૃત્રિમતા, આડંબર અને પૈસા ખરચીને જાહેરાત - આ એમનાં પ્રચારલક્ષણો હોય છે. જગતમાં આવાની વાહ, વાહ થઈ જાય છે. લોકોનું મન એ રંજન કરે છે, પણ એનું મૂલ્યાંકન કરવાની શક્તિ આત્મામાં હોય છે. આત્મા આવા આડંબરથી નહિ, પણ સાચી કરણીથી જ ખુશ થાય છે. ૮૮ 5 ધર્મરત્નનાં અજવાળાં Page #98 -------------------------------------------------------------------------- ________________ જે આત્મા ધર્મી થવા માગતો હોય તે તો ભાવથી સારવાળું હૃદય રાખે છે. મન જ્યારે સરળ હોય ત્યારે આ બની શકે. ઘણા લોકો કામ કરીને પોતાની પ્રશંસા કરાવે છે, જ્યારે ભાવ-સારવાળા લોકોને પણ પ્રશંસા તો મળે છે પણ એમને એની સ્પૃહા નથી હોતી. નામના થાય તો તેને આપણાથી રોકી શકાતી નથી, પણ નામના મેળવવાની સ્પૃહા તો જરૂર રોકી શકાય છે. - ફૂલની પાસે આવી ભ્રમર ગુંજારવ કરે તેમાં વાંધો નથી. એમાં ફૂલનો દોષ નથી. એ ગુંજારવ સ્વાભાવિક છે. આમ માણસની લાયકાતને કારણે એને પ્રશંસા મળે તો ભલે; એ અનિચ્છનીય નથી. આત્મા જ્યારે વાસ્તવિકતાનું દર્શન કરે છે ત્યારે એ ખુશ થાય છે. જ્યાં સુધી ભ્રમરને મધપાન નથી મળતું ત્યાં સુધી તેનું ગુંજન બંધ થતું નથી. આવી રીતે આત્માને જ્યાં સુધી વાસ્તવિક ગુણનું દર્શન ન થાય ત્યાં સુધી એને પ્રસન્નતા લાગતી નથી. આપણે સ્વજનને જોઈએ ત્યારે એ આફ્લાદ, એ રોમાંચ ત્યારે જ શક્ય બને – જો એમાં સ્નેહની વાસ્તવિકતા હોય. આજે આપણું મન અવાસ્તવિકતા તરફ જઈ રહ્યું છે. આપણે આખો વખત બીજાનો વિચાર કરી એનું ધ્યાન કરીએ છીએ, પણ આપણું પોતાનું ધ્યાન ધરતા નથી. તમે ભલે બધી કરણી કરો, પ્રવૃત્તિ કરો, પણ પછી દરેક વેળા મનને પૂછો કે એનાથી મારું મન, મારો આત્મા પ્રસન્ન થાય છે ? ન થયો હોય તો કયે કારણે નથી થયો ? તપાસો. ભૂલ શોધી ભાવિ માટે કાળજી રાખો. વ્યાખ્યાન સાંભળ્યા બાદ એના ઉપર વિચાર કરો. શું મળ્યું ? કયો વિચાર, કઈ નવી દૃષ્ટિ મળી ? કયો દોષ ગયો ? કયા સગુણને પોષણ મળ્યું ? આમ કરશો તો જ ચિત્ત એમાં તલ્લીન થતું જશે, લય પામશે અને વૃત્તિઓ આત્મા તરફ ઢળશે. - સ્તવન પણ એવું કરો કે જેથી બીજાને આનંદ આવે. સ્તવનમાં આપણે રંગાઈ જવું જોઈએ. એ તો આપણા આત્માને પ્રસન્નતા અર્પે છે. આવી પ્રસન્નતા બીજાને પણ આનંદ જ આપશે. જ્યાં સુધી આવો લય લાગે નહિ ત્યાં સુધી સત્યનું દર્શન નહિ લાધે. માણસ બધું છોડી શકે છે પણ એ માયામાંથી નથી છૂટી શકતો. સાધુ થયેલો માણસ કંચન-કામિનીને છોડે છે. પણ એવાને પણ કીર્તિની ઝંખના છૂટતી નથી. પણ એ લોકો ભૂલી જાય છે કે માયાનું વચન, એ તો રમતનું વચન છે. માણસ જ્યારે પોતાની જાતને, પોતાના કાર્યને ઓળખી શકે, ત્યારે તે ભવસાગર તરી શકે છે. જે માણસ ખોટાને ખોટા તરીકે જોઈ શકતો નથી, પોતાની ધર્મરત્નનાં અજવાળાં * ૮૯ Page #99 -------------------------------------------------------------------------- ________________ ભૂલ જોઈ શકતો નથી, એના જેવું ખોટું જગતમાં બીજું કાંઈ નથી. કુસુમપુર નામનું એક નગર હતું. ત્યાં એક મકાન હતું. ત્યાં બે સાધુ રહેવા આવ્યા. એક ત્યાગી પણ આડંબરી; બીજો શિથિલ પણ ગુણજ્ઞ. પેલા સરળ સાધુ પાસે જ્યારે ઘરધણી આવ્યો ત્યારે આ સરળ સાધુએ પેલા આડંબરી સાધુની પ્રશંસા કરી, ગુણગાન ગાયાં. આ સાધુ ગુણાનુરાગી હતો. જ્યારે શેઠે ઉપદેશ માગ્યો ત્યારે એણે કહ્યું કે શેઠ, ઉપદેશ તો પેલા તપસ્વી આપશે. શેઠ પેલા તપસ્વી અને આડંબરી સાધુ પાસે ગયા. ત્યાં તો આડંબરી સાધુએ ગુણાનુગારી સાધુની નિંદા શરૂ કરી. આમ કરતાં એના પોતાના ભવની પરંપરા વધી ગઈ જ્યારે પેલા સરળ સાધુને એ જ ભવમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. માણસ એટલો વામણો થઈ ગયો છે કે એ બીજાની વિશાળતા કે વિરાટતા જોઈ શકતો નથી. પોતાની ક્ષુદ્રતાના કારણે એને બીજા માટે અદેખાઈ આવે છે. પણ માણસમાં જ્યારે વિરાટતા જાગે છે, જ્યારે એ મહાન બને છે ત્યારે પોતાના મોટા સદ્ગુણ એને નાના લાગે છે અને બીજાના નાના ગુણને એ મોટા જુએ છે. જે માણસ પોતાની લઘુતા જુએ અને બીજાની વિરાટતા જુએ, તે માણસ માટે જ વિકાસનો અવકાશ રહે છે. માટે જ કહ્યું છે કે परगुणपरमाणुन् पर्वतीकृत्य नित्यम् I निजहृदि विकसन्तः सन्ति सन्तः कियन्तः ॥ આપણું કાર્ય બીજાને અનુમોદના આપવાનું છે. એનાં વખાણ કરો, પણ એને વખોડો નહિ. વાસ્તવિકતાને જોનાર માણસ ભૂલ જોઈ શકે છે. આથી જ તેને સુધ૨વાનો અવકાશ રહે છે. અકબરે એક વખત બિરબલને કહ્યું કે આ મારી લીટીને કાપ્યાકૂપ્યા વગર નાની બનાવી દો. સૌને વિચાર આવ્યો કે તે શક્ય જ નથી. લીટીને ભૂંસ્યા વગર નાની કરાય જ કેમ ? પણ બિરબલે નાનીની પાસે જ બીજી નવી, મોટી લીટી દોરી કે જેથી આપોઆપ અકબરની લીટી નાની દેખાવા લાગી. આપણે જીવનમાં આનો બોધપાઠ લેવા જેવો છે. બીજાને નાના બનાવવાનું છોડી, આપણે વિરાટ, મોટા બનવા મથવું જોઈએ. જો તમે બીજાને નાના બનાવવામાં જ રહેશો તો તમે મોટા ક્યારે થશે ? દુર્ગુણવાળા માણસને દુર્ગુણી ન કહો, માત્ર તમે વધુ સદ્ગુણી બનો. લોકો એ દુર્ગુણ અને સદ્ગુણનો ભેદ બરાબર સમજી શકવાના છે; એને કાંઈ કહેવા જવાની જરૂર નથી. બીજાની નાનમ ન જુઓ; તમારું જીવન વિરાટ બનાવો. ૯૦ * ધર્મરત્નનાં અજવાળાં Page #100 -------------------------------------------------------------------------- ________________ એક ઠેકાણે બે ડોસીઓ રહેતી હતી. એકનું નામ રિદ્ધિ, બીજીનું નામ સિદ્ધિ, સિદ્ધિ ઈર્ષાળ હતી; એ બીજાની મહાનતા જોઈ શકતી ન હતી. આમાં ને આમાં ઈર્ષાથી એ પહેલાં પેન્સિલ જેવી હતી તે હવે સોય જેવી બની ગઈ. એને મનમાં થયું કે પેલી રિદ્ધિની સંપત્તિનો નાશ કરું તો મને ખરો આનંદ આવે, કારણ કે એનાથી બીજાનો ઉત્કર્ષ જોઈ શકાતો ન હતો. આ કારણે એણે તપ કર્યું, તપથી દેવ પ્રસન્ન થયા. એણે પૂછ્યું કે આમ બળી કેમ રહી છે ? એણે કહ્યું કે રિદ્ધિનો ઉત્કર્ષ જોઈ હું બળી રહું છું. માટે દેવ ! તમે મને સુખી કરો; એટલું જ નહિ પણ પેલી રિદ્ધિને દુ:ખી કરો. દેવે કહ્યું કે એ તો ન થાય. કારણ કે એનું પુણ્ય પ્રબળ છે. પણ આટલું થઈ શકશે. તું જે માગીશ તેનાથી એને બમણું મળશે. સિદ્ધિએ કહ્યું, કે “તો એમ તો એમ.” - દેવે કહ્યું, “તથાસ્ત.” - પેલી સિદ્ધિએ એક ઘર અને દરેક ઓરડામાં એક કૂવો માગ્યો. એને એક તો રિદ્ધિને બે ઘર અને દરેક ઓરડામાં બે કૂવા મળ્યા. પછી પોતે કહ્યું કે મારી એક આંખ ફૂટે કે જેથી પેલીની બે ફૂટે; એ આંધળી થાય અને કૂવામાં પડે. આમ જોશો કે બીજાની અદેખાઈ ખાતર એ પોતાની એક આંખ ફોડીને પણ બીજાનું ખરાબ કરવા ઝંખતી હતી. માણસની આ બળતરા, તુચ્છતા અને અદેખાઈ આજે આપણા ઘરમાં પણ ઝઘડા લાવી રહે છે. આજે ઘરમાં આપણને ખાવા ખોરાક છે, પહેરવા કપડાં છે અને છતાં દેરાણી-જેઠાણી નાની નાની વાતોમાં કલહ કરે છે. પણ જીવનને જો સુખી કરવું હોય તો નાની નાની આવી તુચ્છ વાતો પ્રત્યે આપણે ઉપેક્ષા સેવી ઉદારતી કેળવવી પડશે. આપણે જીવનમાં બિરબલની મોટી લીટી અને સિદ્ધિની ઈર્ષાને ધ્યાનમાં રાખવાની છે. જેઓ ધર્મમાં આગળ વધવા માગે છે તેમણે બીજાની લીટી નાની કરવા કરતાં, પોતાની લીટી જ મોટી કરવાની છે. આ જ આપણા જીવનની સફળતાનો સાચો મંત્ર છે. તા. ૨૨-૭-૧૯૬૦ ધર્મરત્નનાં અજવાળાં જ ૯૧ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૨૨. સુદાક્ષિણ્ય ઠમો ગુણ એટલે સુદાક્ષિણ્ય. કાજેનામાં દાક્ષિણ્યભાવ હોય તે હું માણસ બીજાને શુભમાં સહાયતા કરવા છે તૈયાર થાય છે. જીવનમાં આવું દાક્ષિણ્ય જોઈએ. જ્યાં સુધી એ ન આવે ત્યાં સુધી માણસ માત્ર સ્વાર્થ ખાતર જ જીવે છે, અને સ્વાર્થની સાધુતામાં મગ્ન રહે છે. એવો માણસ તો શ્વાન જેવો ગણાય. માત્ર સ્વાર્થ આ અર્થે ઘેલો એવો શ્વાન, સ્વાર્થની ખાતર લાકડીનો માર પડે તોયે સહન કરે છે; કારણ કે એ માને છે કે ત્યાંથી જ રોટલો મળવાનો છે. પણ માનવીએ તો આના જ કરતાં વધુ વિશિષ્ટતા બતાવવાની છે. આ આ માટે માનવીમાં પરમાર્થનું તત્ત્વ આવવું જોઈએ. છે જેની આંખમાં સુદાક્ષિણ્યભાવ છે, ને એની પાસે જ્યારે કોઈ માણસ દુ:ખ રડતું ન આવે ત્યારે એ એને સહાયતા કરે છે. જ્યાં જઈને દુઃખી લોકો પોતાનાં હૈયાં ઠાલવી શકે એવાં સ્થાનો આજે રહ્યા નથી; જગતમાં આજે આની મોટી ખોટ છે; ૯૨ ૩ ધર્મરત્નનાં અજવાળાં Page #102 -------------------------------------------------------------------------- ________________ આપણે એ ખોટ પૂરી કરવાની છે. શહેરીઓનાં જીવનમાં જોશો તો એનું દરેક ડગલું અને પગલું માત્ર સ્વાર્થ માટેનું જ હોય છે. ઓટલામાંથી મહેલ થઈ જાય તો પણ સ્વાર્થની એવી વૃત્તિ જતી નથી. માણસ આમ જો પોતાનો જ વિચાર કર્યા કરે ત્યાં સુધી માનવતા કેમ પાંગરે ? માનવીએ પોતાનું જીવન લીલું રાખવું હોય તો એના હૃદયમાં ભીનાશ, આર્દ્રતા આવવી જોઈએ. જેનામાં દાક્ષિણ્યભાવ હોય છે, તેનું હૃદય આવું ભીનું હોય છે; એ સ્નેહાળ હોય છે, અને તે બીજાને સહાનુભૂતિ બતાવી સહાયક બને છે. આવા માણસને કોઈ યાચના કરે તો એ કહે કે, તારા દુઃખને દૂર કરવા હું મારાથી બનતું બધું જ કરીશ. જૂના કાળમાં આવા લોકો દરેક સ્થળે મળી રહેતા, અને તેમની પાસે જઈ લોકો પોતાના અંતરનું દુ:ખ ઠાલવતા. આજે તો બીજાનું દુઃખ સાંભળવાની ધીરજ પણ આપણામાં રહી નથી, તો સહાયક તો ક્યાંથી જ થવાના ? એક શહેરના નગરશેઠ ગુજરી ગયા ત્યારે એમને અંજલિ આપતાં કવિ શ્રી મેઘાણીએ કહેલું કે એ માણસ મોટા હતા પણ એનો ઓટલો નાનો હતો. કહેવાનો આશય એ હતો કે રસ્તે ચાલતો વૃદ્ધ પણ શેઠ પાસે આવી ફરિયાદ કરી શકતો. વગર તકલીફે એ નગરશેઠ સૌનું સાંભળતા. દરેકને માટે એનાં દ્વાર સદાય ખુલ્લાં હતાં. દુ:ખી લોકો તો આવાની પાસે જાય; મહેલમાં બેસી રહેનાર પાસે કોણ જવાનું હતું ? જૂના કાળમાં માણસ જેમ જેમ મોટો થતો જતો તેમ તેમ એનામાં ગુણો વધતા. નાના લોકો સાથે પણ એ સંબંધ રાખતો, અને એનું દુ:ખ સાંભળી એ સહાનુભૂતિ બતાવતો. કુટુંબમાં પણ જો આવી એકાદ વ્યક્તિ હોય તો કુટુંબનાં બીજાં બધાંમાં પણ એ ભાવ ધીમે ધીમે આવે. ‘મજ્ઞાનનો યેન ગત: સ: પન્ચા:'ની જેમ મોટાંઓએ નાનાંઓને યોગ્ય માર્ગે લાવવા માટે પ્રથમ પોતાનું જીવન દાક્ષિણ્યભર્યું, પવિત્ર અને પરોપકારી બનાવવું જોઈએ. નાનાંઓ એ જોઈને એમનું અનુકરણ કરશે. માટે આપણો ધર્મ એ છે કે આપણે પહેલાં સુધરવું અને આપણા જ્ઞાનને અમલમાં મૂકવું. આર્યો દાક્ષિણ્યભાવવાળો માણસ એટલો પરોપકારી હોય છે કે એ સ્વકીય લાભ અને બીજાના લાભ વચ્ચે તોલ કરે છે. બીજાનું કામ વધુ જરૂરી હોય તો એને સહાય કરવા એ પ્રથમ તૈયાર થાય છે; પોતાના પાંચ રૂપિયાના ભોગે પણ એ બીજાના પાંચ હજાર બચતા હોય તો તેમ કરવામાં સહાય કરે છે. આવો માણસ અનેકને સહાયક બની શકે. પણ આજે તો માણસ, ‘સમય નથી' કહીને કોઈને મદદ કર્યા વિના જ ભાગ્યો જાય છે. આવા માણસો પહેલા ધર્મરત્નનાં અજવાળાં * ૯૩ Page #103 -------------------------------------------------------------------------- ________________ નંબરના નવરા હોય છે, પણ પ્રમાદી અને આળસુ હોવાથી “મારે સમય નથી' એમ કહી ખોટો બચાવ કરે છે. સાચો અને ઉદ્યમી માણસ તો સમયમાંથી પણ સમય કાઢે છે, જ્યારે પ્રમાદીનો સમય તો એની આળસ જ ખાઈ જાય છે. પંડિત નેહરુ પણ હમણાં આરામ હરામ હૈ'નો સંદેશ આપી રહ્યા છે. ભગવાન મહાવીરે તો આજથી પચીસસો વર્ષ પહેલાં કહેલું કે એક ઘડીનો પ્રસાદ કરશો તો, ઊધઈ જેમ ઘર અને ઝાડને કોરી ખાય છે, તેમ એ પ્રમાદ તમારા ગુણોને ખાઈ જશે. - તમારામાંના ઘણા સવારે આળોટવામાં, તંદ્રામાં કલાકો નકામા બગાડો છો, નકામા વિચારોમાં કલાકો ગાળો છો, પણ આ નકામા વિચારો અને ચિંતા, તમારા અંતરને કોરી ખાશે; માટે એવો સમય જ એને ન આપો. આંખ ઊઘડતાં જ પ્રસન્નતાથી ઊભા થાઓ, ભગવાનનું નામ લો, સુંદર વિચાર કરો અને કામ શરૂ કરો. યાદ રાખજો કે કામથી કોઈનો આત્મા થાકતો નથી; કામથી એ ઘરડો થતો નથી; કામ જ માણસને તાજો અને તંદુરસ્ત રાખી શકે છે. ધર્મ આપણને કદીય નિર્માલ્ય બનવાની વાતો નથી કરતો. ધર્મનું કામ તો “મૃત્યુ મારો મિત્ર છે,” એમ કહીને આગળ વધારવાનું છે. ધર્મને મૃત્યુનો ડર કદીયે હેરાન કરે જ નહિ. સુદાક્ષિણ્યવાળો માણસ તેની પ્રવૃત્તિઓમાંથી પણ સમય કાઢીને, સ્વકીય વ્યવહાર બાજુએ મૂકીને પણ દાક્ષિણ્યતાને લીધે પરોપકારનું કામ કરવા તૈયાર થઈ જાય છે. આવા માણસને “ગ્રાહ્ય વાક્ય' કહેવામાં આવે છે. એનું વચન પડ્યા પહેલાં લોકો ઝીલી લે છે. પણ આવું ક્યારે બને ? જો તમે લોકોને માટે ક્યારેક કાંઈક પણ કર્યું હોય તો આમ થાય. આજે તો આપણે અપેક્ષા વધુ રાખીએ છીએ અને ઉપેક્ષા વધુ કરીએ છીએ, પણ લોકોની ઉપેક્ષા કરીને આપણે અપેક્ષા કેમ રાખી શકીએ ? ઘણી વાર અમુક માણસે મારું કામ કર્યું નહિ' એમ તમે ફરિયાદ કરો છો; પણ એ વખતે જાતને જરા પૂછો તો ખરા કે તમે એનું આજ સુધી કેટલું કર્યું છે ? બાળક અને માબાપ, શેઠ અને નોકર, પ્રધાનો અને પ્રજા – આજે એક બીજાને આ જ પ્રશ્ન પૂછે છે કે તમે અમારા માટે શું કર્યું છે ? ચૂંટણીવેળા મત લઈ ગયા પછી, પ્રધાન મોં બતાવે છે ખરા ? અને છતાં એ અપેક્ષા તો રાખે જ છે કે હું કહું તેમ તમે કરો; મત મને જ આપો. પણ આમ માત્ર ભાષણો ઝીંકવાં, એ કાંઈ સેવા ન કહેવાય. પાલિતાણામાં આગમ-મંદિરનું કામ ચાલતું હતું. તે વખતની એક વાત ૯૪ 5 ધર્મરત્નનાં અજવાળાં Page #104 -------------------------------------------------------------------------- ________________ છે. આગમ-સંશોધન માટે પૂ. આચાર્ય શ્રી આનંદસાગરસૂરિજી મહારાજ અવિરત કામ કરી રહ્યા હતા. એમનું કામ જોઈએ બીજાને થાક લાગી જાય એટલ શ્રમ એ લેતા. મેં પૂછ્યું, “પૂજ્ય ગુરુદેવ ! આટલી તકલીફ શા માટે લો છો ?' એમણે કહ્યું, “આ કાંઈ તકલીફ ન કહેવાય; જ્ઞાનાવરણીય કર્મને ક્ષય કરવાનો ઉત્સવ છે. અત્યારે તો પ્રત્યેક પળને જ્ઞાનથી ભરવાની છે; વધુ સમય જ ક્યાં છે ?" આનું મૂલ્ય કદાચ આજે આપણને નહિ સમજાય. એ વાતો તો જૂના ગોળની જેમ વર્ષો પછી વધુ મૂલ્યવાન લાગશે. આવા સમર્થ જ્ઞાની ગુરુ પણ, જો કોઈ સાધુ માંદો પડે તો એની શાતા માટે, આવા જ્ઞાનની સેવાને પણ થોડી વાર થંભાવી દેતા, અને માંદા પાસે પહોંચી જતા, જ્ઞાનની આવી મહાન સાધના સંગે શુશ્રષા અને શ્રમ કરતાં આવા સાચા જ્ઞાની ગુરુનાં દર્શન જીવનને પ્રેરણા આપે છે. તમે બીજાની પાસેથી કામ લેવા માગતા હો તો પહેલાં તમે એનું કામ કરી આપો. આજના ઘર-ઘરના અને સમાજના ઝઘડા, આને લીધે જ છે : કારણ કે માણસ ઉપેક્ષા કરીને અપેક્ષા ઝંખી રહ્યો છે. - વિટ૨ હ્યુગોમાં એક પ્રસંગ આવે છે. એક સામાન્ય પાદરી હતો. એક વાર રસ્તામાં એણે કોઈ ગૂમડાંવાળો માણસ જોયો. વેદનાનો માર્યો એ રિબાતો હતો. પોતાનું કામ છોડી એ પાદરી ત્યાં રોકાયો અને પેલાને મદદ કરી. તે સમયે બાજુમાંથી અસંખ્ય લોકો પસાર થઈ ગયા. કોઈએ ત્યારે તો પેલાને મદદ ન કરી, પણ દરેક જણના અંતરમાં થયું, “વાહ ! આ કેવો સેવાભાવી !” અને પરિણામે એનું આ સેવાકાર્ય હજારોની આંખમાં જડાઈ ગયું, પ્રેરક બન્યું અને એની સેવા પર વાર્તા લખાઈ. આ માણસને મહાન બનાવનાર કોણ ? પેલા ગૂમડાંવાળા માનવીનો પ્રસંગ, આવા પરોપકારના નિમિત્તમાં જ ખરો સ્વઉપકાર રહેલો છે. યાદ રાખજો કે બાજુના પડોશીને ત્યાંની આગ બુઝાવશો તો તમારી પણ સલામતી રહેલી છે; ગુલાબદાનીથી બીજા પર ગુલાબજળ છાંટવા જશો તો તમને પણ એની સુગંધ જરૂર મળવાની જ છે. આવા લોકોનું વાક્ય ગ્રાહ્યવાક્ય બને છે. એવાનો પડ્યો બોલ તરત ઝિલાય છે. બાકી તો ડોસો પડ્યો પડ્યો બોલે કે, “અલ્યા, કોઈ પાણી તો પાઓ' ત્યારે ઘરનાં માણસ સંભળાવે : “તમે ક્યાં કોઈ દિવસ કોઈને પાણી પાયું હતું કે તમને કોઈ પાય !” આ દશા માણસની થવાની. માટે અત્યારથી જ એનાથી ચેતજો. ધર્મરત્નનાં અજવાળાં જ ૯૫ Page #105 -------------------------------------------------------------------------- ________________ ધર્મી માણસે એના જીવનથી, આચારથી એવી હવા ઊભી કરવી જોઈએ કે એનો બોલ તરત ઝિલાય. આ ક્યારે આવે ? તમે બીજાઓ માટે પ્રથમ એવું કાંઈ કરીને જીવો તો ! આ તત્ત્વ આપણામાં પ્રથમ આવવાની જરૂર છે. ખરી રીતે જોશો તો સમાજ કદી કૃતઘ્ની નથી બનતો. એ તો પુષ્પ નહિ તો એની પાંખડી પણ પાછી આપે જ છે. આપણું કરેલું કાર્ય કદી નિષ્ફળ જતું નથી. આજે કદાચ એ નહિ પાકે, તો નવી વર્ષાએ, બીજે ચોમાસે પણ પ્રગટ થશે જ. બી વાવ્યાં હોય તો ફળ આવ્યાં વગર રહે જ નહિ. હા ! વહેલુંમોડું ફળે એટલું જ. પણ ફળે એમાં તો શંકા નથી. આ શ્રદ્ધા કદી ન છોડતા. તા. ૨૩-૭-૧૯૬૦ ૯૬ ધર્મરત્નનાં અજવાળાં Page #106 -------------------------------------------------------------------------- ________________ ૨૩. દાક્ષિણ્યમયી દાનભાવના ટા દાક્ષિણ્યવાન આત્મા કેવો હોય એ R. આપણે જોઈ રહ્યા છીએ. પોતાના હું કુટુંબને માટે તો પશુપંખી પણ પ્રયત્ન કરે છે છે. આને માટે સુગરીનો માળો જુઓ : એની ગૂંથણી જોઈને ભલભલા કલાકારો છે પણ સ્તબ્ધ થઈ જાય છે. પશુ-પંખી આ જે બધું જ કરે છે અને કેટલીક વાર તો છે માનવી કરતાં પણ સારી રીતે કરે છે. પશુપંખીની, એના કુટુંબ પ્રત્યેની જવાબદારી તો જુઓ. સારસની જોડી એક બીજા પ્રત્યે કેવી સ્નેહાળ હોય છે ! " માણસમાં આવી વફાદારી છે ખરી ? પોતાનાં બાળકો સ્ત્રીને છોડી પુરુષો આજે ક્લબોમાં રખડે છે. પણ પંખીની જવાબદારી એટલે પૂરી જવાબદારી. એ બીજાને માટે : તાપ, શ્રમ, દુ:ખ સહીને સાથે રહે છે. 0 માનવી આજે પંખી જેટલુંય કરે છે ખરો ? સંસારના સુંદર દાંપત્ય-જીવન માટે સુગરીના માળા તરફ કે સારસની જોડલી છે તરફ નજર કરવી જોઈએ. એ એકબીજા ખાતર ઝૂરીને પ્રાણ દઈ દે છે. ભગવાનના ધર્મરત્નનાં અજવાળાં - ૯૭ Page #107 -------------------------------------------------------------------------- ________________ સ્તવનની અંદર પણ કવિએ પંખીની ઉપમા લીધી છે. એ જ વાત કહી છે કે, હે પ્રભુ ! હું તને ચક્રવાક અને ચક્રવાકીની જેમ ચાહું છું. તેઓ એકબીજા માટે ઝૂરે છે, તેમ હું તારા દર્શન માટે તલસું છું. આ સુંદર ઉપમા આપણને પંખી પાસેથી મળે છે. આપણે એ જોવાનું છે કે તમારું સંસારનું દામ્પત્યજીવન આજે ચક્રવાક-ચક્રવાકી જેવું, પંખી જેવુંય રહ્યું નથી. પંખીમાં દિલ અને ભાવની એકતા હોય છે. ઝૂરતા સારસની આંતરવ્યથા જુઓ તો આ જણાશે. પણ અમરતાનો વારસો તો માત્ર માનવીને જ મળેલો છે. માનવીએ પંખીની જેમ સાથે રહીને માત્ર મરવાનું જ નહિ, પણ અમર બનવાનું છે. નહિતર તમે એ માનવ નામને શોભાવશો નહિ. મનુષ્ય સાયુજ્યભાવથી સાથે ઊંચે ઊડવાનું છે. જ્યારથી આ જન્મ-મરણથી ગાડીમાં બેઠા, ત્યારથી એ ગાડી એના અંતિમ ધ્યેય તરફ ચાલ્યા જ કરે છે. વાતોમાં અને પ્રવૃત્તિમાં તમારું જીવન વહી રહ્યું છે; કાળનો પ્રવાહ એને ઘસડી રહ્યો છે. આ માટે આપણી આંખો ક્યારે ઊઘડશે ? આ કાળનો પ્રવાહ ક્યારેક તો બે આત્માને છૂટા પાડી દેવાનો જ છે. અને તેમ થશે તો તમે ક્યાં ભેગા થશો ? નેમ-રાજુલની જોડી જેવા ઉદાત્ત, ઊર્ધ્વગામી બનવાની કલ્પના કદી આવે છે ? મોક્ષમાં પણ ભેગાં. આનું નામ જ આદર્શ-જીવન. આદર્શ દામ્પત્યમાં એક વ્યક્તિ બીજાની પૂરક બને છે. પણ કેટલાક ઠેકાણે તો દામ્પત્યજીવન પશુતાનો એક અખાડો માત્ર થઈ ગયો છે ! જ્યાં મર્યાદા, સંયમ જોઈએ ત્યાં પશુતાનું પ્રદર્શન છે. આ માટે જ્ઞાનીને સાંભળી એમના વિચારોનું ચિંતન કરીએ કે જેથી આપણે ઊંચે જઈ શકીએ. આપણે ચર્ચા રહ્યા છીએ તે ગુણોનું જીવન આપણને ધીમે ધીમે ઉપર લઈ જાય છે. મા જેમ બાળકની આંગળી ઝાલી ધીમેથી એક એક પગથિયું એને ચડાવે છે તેમ જ્ઞાનીઓ, ધર્મના એક-એક પગથિયે આપણને ઊંચે લઈ જાય છે. આમાંનું એક પગથિયું તે સુદાક્ષિણ્યભાવ. એવો માણસ પરોપકારનું કામ મળતાં પાછી પાની નહિ ભરે. લોકના સદૂભાવથી પણ કાર્ય કરે જ કરે. એક ગામમાં એક ફોઝદાર; ખૂબ દૂર. એની એક આંખ કાચની, બનાવટી હતી પણ કોઈ ઓળખી ન શકે એવી સુંદર. એક વાર એની પાસે એક ચતુર ગુનેગાર આવ્યો. એને થયું કે એની પરીક્ષા તો લઉં. એણે ગુનેગારને કહ્યું કે જો તું મારા પ્રશ્નનો જવાબ સાચો આપીશ તો તારી શિક્ષા માફ કરીશ. બોલ જોઈએ, મારી કઈ આંખ બનાવટી છે ? ૯૮ ૧ ધર્મરત્નનાં અજવાળાં Page #108 -------------------------------------------------------------------------- ________________ ગુનેગાર કહી દીધું કે “ડાબી.” ફોઝદાર સાચી વાતથી ડઘાઈ ગયો. એણે પૂછ્યું કે આ તેં કેમ જાણ્યું ? ત્યારે ગુનેગારે કહ્યું કે સાહેબ ! કારણ એ ડાબીમાં મને દયાનો અંશ દેખાયો. કહેવાનો આશય એ હતો કે તારી સાચી આંખમાં તો ક્રૂરતા જ છે; કાચની આંખ જેટલીય દયા એનામાં નથી, દાક્ષિણ્યભાવ નથી. પેલાને આનો ભારે ઘા લાગ્યો. અને તેને ત્યારથી જીવનમાં નવું જ્ઞાન લાધ્યું. જ્યાં સ્વાર્થ આવે છે ત્યાંથી સુદાક્ષિણ્યભાવ ચાલી જાય છે. દુનિયામાં આપણે આવ્યા છીએ તો દુનિયાનાં કામો કરવા પડશે. પણ દિવસમાં એકાદ તો એવું કામ કરો કે જે રાત્રે સૂતી વેળા તમને અંતરનો સાત્ત્વિક આનંદ આપે, ઉલ્લાસ આપે. આનું નામ દાક્ષિણ્ય. એવો માણસ સ્વ તેમ જ પરનો વિચાર એકસરખા ભાવથી કરે છે. બીજી વ્યક્તિનાં દુઃખ અને દર્દના પડઘા જેના અંતરમાં પડી શકે છે તે દાક્ષિણ્યવાન. ધર્મનાં વચનો સાંભળીને થોડુંક જીવન ઊંચું આવે તો યોગ્ય. પણ આ સગુણો કાંઈ એકદમ આવતા નથી; એ કાંઈ ખરીદી શકાતા નથી. આપણી અંદરની, અનાદિ કાળથી ચાલી આવેલી ટેવો એકદમ જતી નથી. એ તો માણસના જીવનમાં ઘર કરીને બેઠેલી છે. છીંકણી, બીડી વગેરે વ્યસનોની ટેવ માણસને પાછળથી પડેલી હોય છે, છતાં તે પણ કાઢવી મુશ્કેલ બની જાય છે. તો આ દુર્ગણોની ટેવ તો અનાદિકાળથી ચાલી આવે છે. ઘાંચીનાં ગંદા કપડાંય ખૂબ ધોવાથી જરાક સાફ થઈ શકે છે; તો આપણે પણ આપણા મનને સાફ કરવા તપ, જપ અને જ્ઞાનની પૂર્ણ આરાધના સતત કરીએ તો મનનો એ મેલ અને દુર્ગુણો પણ જરૂર દૂર થાય. આમ ન થાય ને એવો માણસ જો ભગવાનના મંદિરમાં જશે તો ત્યાંય ખોટો પૈસો નાખી આવશે અને કહેશે કે પ્રભુ, ખોટા માણસને સારો કરે છે તો આ પૈસાને સાચો નહિ બનાવી દે ? આ કંઈ દાન નથી. કેટલાક તો કહોવાયેલું નકામું અનાજ હોય તો તે માણસ દાનમાં આપે છે. ઘરમાં ન સંઘરી શકાય એવું ખરાબ હોય ત્યારે જ એની આંખમાં દયા ઊભરાય છે, પણ આ કંઈ દાન નથી. દાન તો સારામાં સારાનું જ અપાય. જે તમને સુંદર લાગે, જે તમને વધુમાં વધુ ગમતું હોય તેનું દાન થાય, અને તે જ શોભે. નચિકેતાએ જ્યારે આવું ખરાબ દાન દેતાં એના પિતાને જોયા ત્યારે એણે કહ્યું કે પિતાજી ! આ દાંત વગરની, વસૂકી ગયેલી ગાયો જ શા માટે આપો. છો ? એ કાંઈ સાચું દાન નથી. આવું જ પેલી મહાસતી દ્રૌપદીના પૂર્વભવના જીવનમાં બને છે. એણે કડવી તુંબડીનું શાક સાધુને દાનમાં દીધું પણ પરિણામે એના ભાવ વધી પડ્યા. ધર્મરત્નનાં અજવાળાં જ ૯૯ Page #109 -------------------------------------------------------------------------- ________________ દાન તો સુંદરનું જ હોય, અને એ પણ પ્રેમથી અપાયેલું હોય. દાન એ તો આપણા દિલનું, ભાવનું એક પ્રતીક છે. એનાથી માણસની ચેતનાનો વિકાસ થાય છે. આવો ભાવ ન હોય તો એ દાન માત્ર લેવડ-દેવડ બને છે. પૈસા આપી જેમ વસ્તુ ખરીદીએ, એમ દાન આપી પ્રતિષ્ઠા, કર્તિ પામવા કાર્ય કરીએ, એ કાંઈ ખરું દાન નથી. દાન એ કાંઈ વ્યાપાર નથી. એવા વ્યાપાર માટે તો જીવનમાં બીજાં ઘણાં ક્ષેત્રો છે. સાચું દાન તો માણસના સંકુચિત મનને વિકસિત કરનાર એક સુંદર સાધન છે. દાનનો મહિમા તે ચેતનાના વિકાસને કારણે છે. અંદરના સંગ્રહભાવને, સંકુચિતતાને બહાર કાઢવા માટે દાન છે. વસ્તુના પ્રતીક દ્વારા દાન આપવામાં નવી ચેતના પ્રગટ થાય છે. માટે દાનમાં આપણે આવી ભાવના કેળવવી જોઈએ. આવું દાન આપનારા થોડા હશે તો પણ, દાનનો એક સુંદર પ્રવાહ શરૂ થશે. બાકી તો માનવી લાભ, કીર્તિ, ખ્યાતિ કે પ્રશંસા માટે જે દાન કરે છે એ દાન માત્ર શબ્દરૂપે રહે છે, એનો ભાવ ઊડી જાય છે. આવા આદર્શ દાનને સમજવા સુરતના હમણાં તાજા બનેલા બે બનાવો ધ્યાનમાં લેવા જેવા છે. સુરતમાં એક આગમ-મંદિર બંધાવવાની વિચારણા ચાલી. પૂજ્ય સાગરજી મહારાજ કહે કે ઘેર ઘેર માગવા જવું નથી; જેનો ભાવ હોય તે લાભ લઈ જાય. સંઘે એક સ્થળે પેટી મૂકી. અને તમને આશ્ચર્ય થશે કે એક લાખ ને દસ હજાર રૂપિયાની રકમ માત્ર ચોવીસ કલાકમાં ભેગી થઈ ગઈ. કોણે શું આપ્યું છે એય કોઈએ જાણ્યું નહિ. આનું નામ દાન. બીજો પ્રસંગ હમણાં થોડા વખત પહેલાં આવેલ રેલસંકટ ને અતિવૃષ્ટિના સમયનો છે. ગામના લોકો એક જણને ત્યાં ગયા અને પેલાને રૂ. ૫૧/- આપવા વિનવ્યો. પેલાએ તો કહ્યું કે મારે તો એકવીસ જ ભરવા છે. સાંજે સૌ ભેગા થયા ત્યારે વાતો ચાલી. “એ માણસ કેવો કંજૂસ કે રૂ. એકાવન પણ ન આપ્યા !” એની ટીકા, નિંદા ચાલી. ત્યાં એક વૃદ્ધ જણાવ્યું કે ભાઈઓ ! માણસને પૂરેપૂરો સમજ્યા વિના ટીકા ન કરો. એને દાન આપીને નામ નહોતું જોઈતું; બાકી તો સવારે છાપામાં જેની વાત આવી છે તે અનામી રહીને રૂ. એકત્રીસ હજાર દેનાર તે આ ભાઈ પોતે જ. આમ સાચું દાન દેનારા એના અંતરના આનંદ માટે આપે છે; એને નામની ઝંખના નથી હોતી. આપણા શરીરને મળેલાં નામો – પછી એ કોઈએ પાડેલ હોય કે માબાપે – પણ એ ભાડૂતી છે અને એવાં નામો પાછળ, આપણે આખી જિંદગી ખરચીએ. પણ અંદર બેઠેલો તો અનામી છે; એનું દર્શન, એની પ્રતીતિ એ ધર્મનો હેતુ છે. ૧૦૦ - ધર્મરત્નનાં અજવાળાં Page #110 -------------------------------------------------------------------------- ________________ આપણી જીવનયાત્રા માત્ર પાણી વલોવવાની પ્રવૃત્તિ જ ન બને એ ધ્યાનમાં રાખો. વિચારતા રહો કે તમારી પ્રવૃત્તિઓ નામ માટે છે કે અંદરના અનામી માટે છે ? એટલા માટે કહેવાયું છે કે તારાં કાર્યો “આત્મપ્રીત્યર્થ” કર. અંદરના આત્માને આનંદ આવે તેમ જીવો, કારણ કે મન, ઇન્દ્રિયોની તૃપ્તિ ક્ષણિક છે; આત્માની તૃપ્તિ એ જ શાશ્વત છે. આત્માને, સાચી તૃપ્તિ તો તમે જ્યારે અનામીને નામે કરો ત્યારે જ થાય. દાન એ ચેતનાના વિકાસનું નિમિત્ત છે. કોઈ ન જાણે એમ દાન આપી, અંદરનો આવો આનંદ માણતાં શીખો. પાલિતાણા તો જગવિખ્યાત છે. આવા ઊંચા ગિરિરાજ પર આટલાં બધાં મંદિરોની નગરી, તમને બીજે ક્યાંય જોવા કે સાંભળવા નહિ મળે. પણ જાણો છો, એ મંદિરો કોણે બંધાવ્યાં ? એ તો કેટલાંય અનામી હૃદયોની ભાવનાનું અર્પણ છે; પ્રેમનો પરિશ્રમ છે. મહામંત્રી બાહડ મંદિરોનો જીણોદ્ધાર કરવા માગે છે. એને એનો લહાવો લેવો છે, પણ ગામ-લોકો પણ એમાં મદદ કરવાનો લહાવો લેવા માગે છે. દરેકને એમ થાય છે કે મારી પાસે છે તે આપી દઉં. દરેકને થાય છે કે હું દાન આપ્યા વગર રહી જઈશ તો ! આ ભાવનામાંથી એ મંદિરનગરી ઊભી થઈ છે. આપવું તો પડશે જ અહીં નહિ આપો, તો તમારે ત્યાં આપવું પડશે. માણસ આપ્યા વગર ક્યાંથી બચી શકવાનો છે ! કાળની મર્યાદા આપણી સામે ઊભી છે. માનવીની પામરતા એ છે કે મૃત્યુ પછી એ અહીંનું કાંઈ લઈ જઈ શકતો નથી. આ વાત એ જાણે છે છતાં અહીં આપી શકતો નથી. પણ આવી મર્યાદા સાથે માનવીમાં એક વિરાટતાય રહેલી છે. માણસ જો આપી દે તો એની એ વિરાટતા પ્રગટે; રાખીને બેસે તો એ વામણો રહે. માનવી માટે ભાવનાનું ભાતું એટલે દિલની વિશાળતા. આમ માનવામાં અસીમ અને સીમાબદ્ધ એવી બેઉ શક્તિ છે. આવી અસીમ શક્તિ પેલા ભીમા કુંડલિયાએ બતાવી. જીર્ણોદ્ધારની વાત એને કાનેય આવી. દાનનો પ્રેમકલહ જાગ્યો. ભીમાને થઈ ગયું કે હું મારી પાસે છે એ બધાનું દાન કાં ન કરું ? એ હતો તો એક સામાન્ય માણસ; ઘીનો વેપારી. એ એની મૂડી ગણવા બેઠો. બધું, નાનું મોટું પરચૂરણ કાઢ્યું તો રૂપિયો દોઢ થયો. ફાટેલું ધોતિયું. એમાં ઘીના ડાઘ, ધૂળથી રગદોળાયેલો પણ આજે એનામાં દાનની ભાવના જાગી ગઈ છે. આ દોઢ રૂપિયો એ એની જીવાદોરી હતી; પણ એને થઈ ગયું છે આ બધું જ આપી ધર્મરત્નનાં અજવાળાં જ ૧૦૧ Page #111 -------------------------------------------------------------------------- ________________ દઉં. આમ દાનની ભાવના એ લાખોની ઉપર નહિ, મનના આવા ભાવની ઉપર રહેલી છે. આ વાણિયાને મન દાન એ હવે એની જીવાદોરી બની ગઈ. વાદળું ભરાય ત્યારે એને વરસવાની ઝંખના જાગે છે. એના વગર એ બેચેન બને છે. માણસને પણ એ પોતે ખાલી ન થઈ જાય ત્યાં સુધી આવી બેચેની જાગવી જોઈએ. એને તો મનમાં રટણ ચાલે કે પ્રસંગ આવ્યો છે તો ઠાલવી દઉં, આપી દઉં. આ વાણિયો દૂરને ગામથી નીકળ્યો, દાન આપવા. દોઢ રૂપિયો એ એનું સમસ્ત જીવન, પ્રાણ, મૂડી ધંધાનો સર્વસ્વ આધાર. સાત સાઈલ ચાલીને બાહડમંત્રીની હવેલીએ એ આવ્યો. પણ આવતાં એણે ત્યાં જોયું કે હજારો શ્રીમંત ત્યાં આવીને લાખો સોનામહોરો ધરી રહ્યા છે. એને થયું, આમ જ્યાં લોકો રત્નો ધરી દેવા તૈયાર હોય ત્યાં એનો કોણ ભાવ પૂછશે ? એનું મન નિરાશ થઈ ગયું. છતાં એ દૂર દરવાજે ઊભો છે ને સૌ લોકો દાન દેવા માટે બાહડમંત્રી સાથે મીઠો કલહ કરી રહ્યા છે, એ જુએ છે. મનમાં વિચારે છે, “ગળામાં નીલમની કંઠીવાળા ત્યાં બેઠા છે એમાં મારા દોઢ રૂપિયાની શી કિંમત થવાની છે ! અને આવે કપડે, આવે પગે હું ત્યાં જાઉં તો મને ઊભો પણ કોણ રહેવા દેશે !' બીજાનો વૈભવ જોઈ એનું મન ભરાઈ આવ્યું. થઈ ગયું કે હું કેવો દુર્ભાગી ! એ પાછો વળ્યો અને એક ઝાડ નીચે જઈને બેઠો. એનું મન ત્યારે આલોચના માગતું હતું. એણે વિચાર્યું કે હું ગયો ખરો મેં પણ મંત્રીને “લો મારી ભેટ” એમ ક્યાં કહ્યું હતું ? ભેટ ધર્યા છતાં એણે ના પાડી હોય તો માનવું કે ન લીધું. માટે લાવ, ફરી જાઉં. એને લેવાની નહિ, અત્યારે દેવાની તાલાવેલી જાગી છે. માણસને જેમ સ્વજનને મળવાની ઝંખના જાગે છે એવી દેવને માટે, સમાજને માટેના દાન માટે આજે આતુરતા જાગે છે ખરી ? આપણે આ પ્રશ્ન વિચારવાનો છે. આ વાણિયાને એવી ઝંખના જાગેલી. એ પાછો હવેલી પાસે આવ્યો. ત્યાં પેલા મંત્રીની નજર એના ઉપર પડી. સૌને ત્યાં જ છોડી મંત્રી દરવાજે આવ્યા. એમને થયું કે કોઈ ગરીબ માનવીને પૈસાની જરૂર હશે ને હું ન આપું અને માત્ર મંદિર બાંધવા બેસું તો માનવતા લાજે. અને મંત્રી સામે પગલે ત્યાં ગયા. આવી વિચારણા આજે આપણામાં છે ? આવું થશે ત્યારે જ ઉપાસના સાથે દાન પણ થશે. પણ આજે તો કંકોત્રીમાં આપણાં નામ છપાય, એ માટે ૧૦૨ : ધર્મરત્નનાં અજવાળાં Page #112 -------------------------------------------------------------------------- ________________ જ આપણે ઝંખીએ છીએ. પેલા મંત્રી ઊઠ્યા ને તેની સાથે તારામંડળ જેવું શ્રીમંત મંડળ પણ ઊભું થયું. મંત્રીએ જઈને ભીમાને પૂછ્યું કે ભાઈ, બોલ, તારે શાની જરૂર છે ? શેઠે વાણિયાને ખભે હાથ મૂક્યો ત્યાં એના હૃદયમાં આહૂલાદ જાગ્યો. એને થયું કે આવો મોટો માણસ મારા જેવાને સ્નેહથી પંપાળે ! મંત્રીના વહાલથી વાણિયો અડધો અડધો થઈ ગયો. કહે કે મારે કંઈ જોઈતું નથી. હું તો આપની પાસે આજે આપવા આવ્યો છું. અને એણે ગાંઠડી છોડી, રૂપિયો દોઢ કાઢ્યો. મંત્રી એનો હાથ પકડી એને મખમલના ગાલીચા ઉપર લઈ ગયો. પેલો કહે કે મારા પગ મેલા છે. પણ મંત્રી હવે એને દાનભાવ જાણી ગયેલા છે. એણે કહ્યું કે તમારા પગની ૨જ એ તો અમારે મન આજે કંકુના થાપા છે. તમે દિલના દરિયાવ છો કે સર્વસ્વ આપી દેવા આજે અહીં આવ્યા છો. અમે તો લાખમાંથી હજાર આપ્યા છે; તમે સર્વસ્વ ધરી દો છો. આજે તમે અમારા પૂજ્ય છો. અને મંદિરનો જીર્ણોદ્ધારમાં એનું નામ સૌથી પહેલું લખવામાં આવ્યું; એનું દાન સૌથી મોટું દાન બન્યું. કારણ ? એને માટે દાન એ ચેતનાનો વિકાસ હતો; અંતરનો આહૂલાદ હતો; સ્વાર્થના પરિત્યાગની અંદરથી જાગેલી એ ભાવના હતી. જેમનામાં ઔદાર્યભરી દાનભાવના જાગી શકે છે એવો માણસ, ધર્મી બની લોભ છોડે અને દાનને વહાવે ત્યારે માનવજીવનની ખરી ધન્યતા ગણાય. આવું જ બીજું દૃષ્ટાંત આપણી પાસે રાણકપુરનું છે. એ મહામંદિરમાં ૧૪૪૪ થાંભલા છે. લાખ લાખ ખરચો છતાં એક થાંભલાય ન બને એવા થાંભલા. એ કરાવનાર એક પોરવાડ હતો. જ્યારે વિજ્ઞાનનાં ઠેકાણાં ન હતાં ત્યારે આ મંદિરનું સર્જન થયું. અરાવલી પર્વતમાં આ મંદિર, એક અપૂર્વ કળા છે. એ એવું ભાવભર્યું સુંદર સર્જન છે કે આજે પણ ત્યાં જૂની ભાવનાનાં પરમાણુઓ વાતાવરણમાં પથરાયેલા અનુભવી શકાય છે. ત્યાં જતાં જ આત્માનો આહ્વાદ લાધે છે. આવાં પવિત્ર સ્થળોની ધૂળ માથે ચડાવીએ તોય દિલમાં ભાવ ઉદારતા જાગે. એના વાતાવરણની આપણા પર ઊંડી અસર થાય છે. આવું સુંદર કલાસર્જન છતાં પેલા પોરવાડનું નામનિશાન ત્યાં નથી. માત્ર એક જ થાંભલામાં એ હાથ જોડીને ઊભો છે. એ કાળ એવો હતો કે જ્યારે દેનારા હતા ને સામે ના પાડનારા પણ એવા જ મહાન હતા. એમને માટે દાન એ તો પ્રેમ-ભક્તિની મીઠી રમત હતી. ધર્મરત્નનાં અજવાળાં જ ૧૦૩ Page #113 -------------------------------------------------------------------------- ________________ આજે તો ભગવાન કરતાં, દાન આપનાર અને પ્રતિષ્ઠા કરનાર આચાર્ય પોતાનું નામ રંગભર્યા મોટા અક્ષરોમાં ભગવાનની પાલખી પર કોતરાવે છે. સંપ્રતિ મહારાજાએ લાખો પ્રતિમા ભરાવી પણ ક્યાંય એમનું નામ ન મળે. એ સમર્પણ હતું. આજે પ્રસિદ્ધિની ભૂખ છે. એ ભગવાનનેય ન છોડે. કેટલાક અજ્ઞાનીઓ તો પોતાનું બાવલું ભરાવે છે. આવો વિચિત્ર કાળ આવ્યો છે. પણ યાદ રાખજો કે આપણે જ્યારે આપણી એ પુરાણી દાનભાવના ફરી લાવશું ત્યારે જ આજનો સમાજ ઊંચે આવશે. આ માટે આ સુદાક્ષિણ્યભાવ એ એક આવશ્યક સગુણ તા. ૨૫-૭-૧૯૬૦ ૧૦૪ જ ધર્મરત્નનાં અજવાળાં Page #114 -------------------------------------------------------------------------- ________________ ૨૪. લાળતા 3 5 પણે છેલ્લા સદ્દગુણમાં જોયું કે ધર્મી આત્મામાં સુદાક્ષિણ્યભાવ હોય, હું એની આંખમાં નૈસર્ગિક કરુણા હોય. એ પછીનું સોપાન એટલે લજ્જાળુતા. ધર્મી માણસની આંખ લજ્જાવાળી હોય. એને એમ થાય કે આવું કામ તો મારાથી થાય જ નહિ. આવો વિચાર, અંદર સમજ હોય શું તો જ આવી શકે. છે. માટે જ્ઞાનીઓએ આપણને કહ્યું કે લજ્જાળુ આત્મા હોય તે અકાર્યને દૂર જ રાખે. એવો માણસ અકાર્યમાં જાય નહિ, અયોગ્ય એવું કરે નહિ અને કદાચ નાનું છે પણ અકાય એનાથી થઈ જાય તો એનું જ દુ:ખ એને ખટકે. એ અયોગ્ય પગલું ભરે જ નહિ; અને કદાચ એનાથી ભરાઈ જાય તો એનો પશ્ચાત્તાપ એને કોરી ખાય. એનું નામ લજ્જાળુ. આવો માણસ આ સગુણને લીધે, આ સદાચારનું જ આચરણ કરે છે. એ બે અકાર્યથી દૂર રહે છે, અને તેથી સુકાર્યમાં પ્રવૃત્ત રહે છે. પણ જેમને પહેલેથી ખરાબ ધર્મરત્નનાં અજવાળાં જ ૧૦૫ Page #115 -------------------------------------------------------------------------- ________________ ટેવો પડી જાય છે તેને પછી સારી વાત ગમતી નથી. ડુંગળી અને લસણ ખાનારાને લાડુ ખાય ત્યારેય ચટણીની દુર્વાસના ન હોય તો ગમે નહિ; જ્યારે જેને એની ટેવ નથી તે તો એની દુર્ગધ માત્રથી નાસશે. આનું નામ ટેવ, સ્વભાવ. આમ દુરાચારીને દુરાચાર વગર ચેન પડતું નથી; સદાચારીને સદાચાર વગર શાન્તિ થતી નથી. આટલા માટે જ રોજ જ્ઞાનીનાં વચનો સાંભળવાની આવશ્યકતા છે, જેથી તમે સદાચારને વાતાવરણમાં રહી શકો, જીવી શકો. માંસાહારીને માટે માંસ એ આનંદદાયક છે; એને જોતાં એને મોંમાં પાણી છૂટે છે; પણ બીજો એને જોતાં ચકરી ખાઈ જાય છે. આમ શાથી ? કારણ એ કે એક ક્રૂરતાના વાતાવરણમાં રહેલો છે; બીજો દયા અને કોમળતાના સંસ્કારમય વાતાવરણમાં જીવનારો છે. આટલા માટે જ પેલા ચિન્તકે કહેલું કે મારું કુળ અને સંજોગો સારા હતા, તેથી મારાથી ખરાબ કામોથી દૂર રહી શકાયું છે. સંયોગો શી અસર કરે છે તે માટે સુલસનું દૃષ્ટાંત લો. એનો પિતા કસાઈનો ધંધો કરતો, એટલે એની ઇચ્છા નહોતી છતાં, કસાઈનો ધંધો કરવા સ્નેહીઓ અને કુટુંબીજનોએ એને આગ્રહ કર્યો, પણ એને તો અભયકુમારની મૈત્રીનો સહયોગ મલ્યો હતો અને તેમાંથી એનામાં કરુણાનો સ્ત્રોત વહ્યો તેથી પિતાના મૃત્યુ બાદ કુટુમ્બીજનોની સલાહ છતાં, બાપદાદાનો ધંધો એણે ન સ્વીકાર્યો. એને થયું કે હું અભય સંગે બેસનારો, જીવોને અભય આપનારો, પાડાને મારું એ કેમ બને ! સારી સોબતની અસર કેટલી ઊંડી થાય છે એ જુઓ. સારા વાતાવરણમાં રહેલો માણસ આમ ખરાબ કામ કરતાં અટકી જાય છે, બદલાઈ જાય છે. સુલસ ધંધો બંધ કરે છે એમ ખબર મળતાં, એના કુટુંબીઓ એને સમજાવવા આવ્યા. કહે કે તને આ ધંધામાં પાપ લાગતું હોય તો, કમાણી સાથે પાપનો ભાગ પણ અમે વહેંચી લઈશું. પણ સલસ જાણતો હતો કે પાપના નફામાં ભાગીદાર થવા સી આવે છે, પણ પાપનો ભાગીદાર કોઈ થતું નથી. એ જાણતો હતો કે કહેનારો તો ખસી જશે અને કરનારો ફસી જશે. માટે જ આવે પ્રસંગે વિવેકનો ઉપયોગ રહેલો છે. આથી જ પાપ વેળા આપણને જાગ્રત રહેવાનું કહેવામાં આવે છે. સુલસે ઘણી ચર્ચા કરી પણ કુટુંબીઓ માન્યા નહિ; એટલે સુલસે એક યુક્તિ કરી. એણે કસાઈનો કુહાડો લઈ પોતાના પગ ઉપર માર્યો. લોહીની ધારા છૂટી. એણે કહ્યું કે તમે દુઃખના ભાગીદાર થવાના છો તો મારું આ દુ:ખ, પીડા વહેંચી લો. બધા કહે કે ઘા તને વાગ્યો, લોહી તને નીકળ્યું, તેથી પીડા તારી, ૧૦૬ * ધર્મરત્નનાં અજવાળાં Page #116 -------------------------------------------------------------------------- ________________ અમે બહુ તો પાટો બાંધીએ, દવા આપીએ અને રાબડી કરીને પાઈએ પણ સહેવું તો તારે જ પડે ને ! ત્યારે સુલસે એમને કહ્યું : “મારા દુ:ખમાં ભાગ ન લઈ શકો તો મારા પાપમાં ભાગ કેમ કરીને લેશો ?' કુટુંબીઓને ખરું જ્ઞાન થયું. સુલસે કુહાડો પોતાની ઉપર મારી કુટુંબને બોધ આપ્યો, “મારા આવા ઘામાં ભાગીદાર નથી થતા, એ મારા પાપમાં શું ભાગીદાર થવાના ?' સુલસની આ તર્કભરી દલીલ સાંભળી સહ મંગાં થઈ ગયાં. આપણે જોયું કે સારા મિત્રો, સારી સોબત, સારું વાતાવરણ માણસને પાપકર્મમાંથી કેમ બચાવે છે; ખરે વખતે કેમ મદદગાર બને છે ! ખરાબ કર્મમાંથી બચવા માટે સારા કુળમાં જન્મ અને સારો મિત્ર એ બેઉ સહાયક બને છે. આનું નામ કરુણા. એવો માણસ કદી ખરાબ કામ કરતો નથી. એના જીવનમાં એવો અયોગ્ય પ્રસંગ કે વિચાર કદાચ આવે છે તો એ લજવાઈ જાય છે. પણ આજે આપણા જીવનમાં આ લજ્જા રહી છે ખરી ? પચાસ વરસ પહેલાં લોકો રસ્તામાં બીડી પીતાં શરમાતા. આજે તો જાણે બધે નાદિરશાહ ફરી રહ્યા છે ! મોંમાં પાનનો ડૂચો, સિગરેટ અને રસ્તામાં પિચકારી મારતા લોકો ફરે છે. એમનાં આવાં વ્યસન માટે આજે એમને આંચકોય આવતો નથી ! પણ માનવીએ તો નિર્વ્યસની બનવાનું છે. આપણે જન્મ્યા ત્યારે એકેય વ્યસન લાવ્યા ન હતા. આ વ્યસનો તો અણસમજ, નિર્બળતા, અજ્ઞાન અને દુરાચાર તરફ લઈ જાય છે. પરિણામે વ્યસનો આજે માલિક બન્યાં છે અને માણસ એનો ગુલામ બન્યો છે. થોડા વખત પહેલાં એક જણ મારી પાસે આવ્યો. કહે કે અઠ્ઠમ કરવો છે. ખાધા વગર ચલાવી શકું એમ છું, પણ સવારે દૂધ-ખાંડ વગરની કાળી ચા જરા ગરમ પી લઉં તો કાંઈ વાંધો ખરો ? જુઓ, આ તો પેલો હાથી આખો નીકળી ગયો અને પૂંછડું અટક્યું, એના જેવી વાત છે. ખાવાનું એ છોડવા તૈયાર હતો પણ ઉકાળેલા પાણીમાં ચાર પાંદડી નાખીને પીવાની એની ઇચ્છા ન ગઈ. આજે આ રીતે ચા જેવાં વ્યસનો આપણી ઉપર ચડી બેઠાં છે. યાદ રાખજો કે વ્યસનોને છોડવાં એ પ્રથમ પુરુષાર્થ છે. કેટલાક વ્યસનીઓ તો વ્યાખ્યાન ચાલતું હોય ત્યારે પણ છીંકણીની દાબડી એકબીજાને સેરવતા હોય છે ! એ કેવું કહેવાય ! આજે આપણા જીવનની આ કરુણતા છે. પડેલાં વ્યસનોમાંથી જે માણસ બહાર આવવા ઇચ્છે છે એણે એ વ્યસન કેમ વળગ્યું એ જાણી લેવું જોઈએ. જમ્યા ત્યારે તો આપણે એ નહોતા લાવ્યા, તો એ આવ્યું ક્યાંથી ? અને જો તમે જ એ સ્વીકાર્યું છે તો તમે એનો ત્યાગ કરવાની શક્તિ પણ ધરાવો છો. આવું સમજનારો માણસ સદાચાર તરફ પ્રયાણ ધર્મરત્નનાં અજવાળાં જ ૧૦૭ Page #117 -------------------------------------------------------------------------- ________________ કરી શકે. જ્ઞાનીઓના આવા શ્રવણનો મુખ્ય હેતુ એ જ છે કે ધીમે ધીમે સાંભળીને આપણામાં પરિવર્તન જાગે; અને તો જ વિકાસ શક્ય બને છે. લજ્જાળુ માણસ અયોગ્ય કામ કરતો નથી; અને થઈ જાય તો એ પશ્ચાત્તાપથી તરત શુદ્ધ થવા મથે છે. એ મોટે ભાગે યોગ્ય કામમાં જ વળગેલો રહે છે અને તેથી અયોગ્ય કામનો એને અવકાશ જ રહેતો નથી. આ માટે કાર્યનો સમયવિભાગ પાડી સવારે જરા વાર પ્રાર્થનામાં બેસો. સુંદર વિચાર કરો. સવારના જ્ઞાનના એ વિચારો અંદર ભરી રાખો, તો ચોવીસ કલાક એની તાઝગી રહેશે. આમ પ્રાર્થના એ તો પાણી છે. મનની ભૂમિને એ સીંચો તો ચિત્તવૃક્ષ સુંદર રહેશે, અને પછી અન્ય વ્યવસાયમાં હશો ત્યારેય એ વિચારો તમારી પડખે રહેશે. બની શકે તો એક નાની એવી ચોપડી સાથે રાખો. અવકાશ મળે ત્યારે એમાંથી વાંચો. રાત્રે ઘેર આવો ત્યારે શાન્તિ જાળવો. ઘરનો દરેક જણ જો આમ કરવા માંડે તો દરેક ઘરનું જીવન કેવું સુખમય બની જાય ? લજ્જાળુ માણસ સદાચાર આચરે અને દુરાચારને દૂર રાખે. આથી મનોભૂમિકા તૈયાર થાય છે, અને તેથી મન અયોગ્ય બાબતોમાં પડતું બંધ થાય છે. અંદરની લજ્જા જીવનમાં કેવી સહાયક બને છે એનું એક સુંદર દૃષ્ટાંત છે. એક વાર રાજા વિક્રમ પાસે ચા૨ ગુનેગારોને લાવવામાં આવ્યા. બધાનો ગુનો એક જ જાતનો હતો. ચારેય એકમાં સંકળાયા હતા. પણ વિક્રમે બધાને એક સરખી શિક્ષા ન કરી. એણે તો દરેકની સ્થિતિ, સંજોગો, સંસ્કાર, ઉછેર વગેરે જાણી લીધું અને પછી ચારેયને યોગ્ય હતી તે જ શિક્ષા કરી. પહેલાને એણે શિક્ષામાં આટલું જ કહ્યું કે તારા જેવો સંસ્કારી, ખાનદાન માણસ આવું કરે ? બીજાને કહ્યું કે તું નાલાયક છે, માટે તારો સો રૂપિયા દંડ ! ત્રીજાને કહ્યું કે તારા જેવા તો બીજાને બગાડે, માટે તું બાર માસ માટે દેશનિકાલ. ચોથાને કહ્યું કે તું તો અધમતાની પરાકાષ્ઠાથી ભરેલો છે; માટે તેને અવળે ગધેડે બેસાડી, તારું મોં કાળું કરી ગામમાં ફે૨વી તને ગામ બહાર તગડી મૂકવો પડશે. આ સભામાં એક ડાહ્યો માણસ બેઠો હતો. એણે રાજાને પૂછ્યું કે ગુનો એક જ જાતનો અને છતાં શિક્ષા આમ જુદી કેમ ? રાજાએ કહ્યું કે એનો મર્મ તમને પછી સમજાશે. જુઓ, આપણે આ દૂતને ચારેયની તપાસ કરવા મોકલીએ અને એ શી વાતો લાવે છે તે જોઈએ. દૂતે આવીને ચારેયની, ચારેય જણાની, જોયેલી વાત દરબારમાં રજૂ કરી. પહેલાને કહેલું કે ‘તારાથી આવું થાય ?' અને એ ઘરે જઈ, બારણું બંધ કરી રડ્યો. એને થયું ‘રાજાએ મને આવા શબ્દો કહ્યા !'' આના કરતાં તો ૧૦૮ * ધર્મરત્નનાં અજવાળાં Page #118 -------------------------------------------------------------------------- ________________ તલવારનો ઝાટકો મને સુંવાળો લાગત”. જુઓ એની માનસિક ભૂમિકા ! એક જ વાક્ય એને એવું ખટક્યું કે બાર માસ સુધી લોકોને મોં ન બતાવવું એમ એને થઈ ગયું. આનું કારણ એ કે તે લજ્જાળુ હતો. - બીજાને ૧૦૦ રૂ. દંડ કરેલો. એ બહાર જઈને વાતો કરવા લાગ્યો કે “એમાં શું ? અરે ! હજાર દંડ કરત ને તોય હું આપી દેત; રાજાને તો આમ કરી કમાણી જ કરવી છે ને !” જુઓ, એની લજ્જા ચાલી જવા માંડી છે. ત્રીજાને દેશનિકાલ કરેલો. એ દિવસે તો ગામબહાર રહે, પણ રાત્રે છાનોમાનો ગામમાં આવતો રહે. એ કહેતો કે “રાજાનો એવો દેશનિકાલનો હુકમ કોણ માને છે !” જોશો કે એનામાં નફટાઈ વધી રહી હતી. ચોથાને ઊંધા ગધેડા ઉપર બેસાડી ગામમાં ફેરવ્યો; ત્યારે કહે કે “શો જિંદગીનો લહાવો છે ! આમ નગારાં વાગે ને લોકો મને જુએ. આવો અવસર ફરી ક્યાં આવવાનો છે ?' એના ઘર પાસે એ આવ્યો ત્યારે એ કહે છે કે હવે જોરથી નગારાં વગાડો” એની પત્ની એને જોવા આવી ત્યારે કહે કે “જરા ઠંડું પાણી તો લાવ. ગળું સુકાયું છે. એટલી વાર ભલે આ લોકો નગારાં વગાડતાં.” જોઈ એની નફાટાઈ ! આ ઉપરથી જોશો કે જ્ઞાની અને લજ્જાળુ માણસ નાની વાતમાંથી બોધ લઈ ઊંચે ચડે છે. એટલે, આપણે પણ કોઈની ટીકાથી ક્રોધ ન કરવો. ઊલટું માનવું કે એ મારો હિતસ્વી છે કે મારી ભૂલ બતાવે છે. પડખે આવીને તમને ભૂલ બતાવે તો એનો આભાર માનો. જિંદગીમાં આવી પ્રત્યેક ક્ષણ મેળવવા માટે છે; એને ગુમાવતા નહિ. સદાય સ્વાગત કરજો. આપણે જે લજ્જાળુતાની વાત કરીએ છીએ એવી લજ્જાવાળા માણસને નાની વાત, બેચાર શબ્દો પણ એના જીવનને બદલાવી નાખે. ચંદનબાળા મૃગાવતીને માત્ર આટલું જ કહે છે કે “આર્યાઓને ઉપયોગની શૂન્યતા ન શોભે' આટલું જ વાક્ય મૃગાવતીને વિચારમાં નાખી દે છે. એવા સાધનાવાળા પાસે લાંબી દલીલ ન હોય. મૃગાવતી સાધક હતા. એને એ વાક્યમાંથી વિચારણા જાગી ઊઠી અને અંતમાં એ કેવળજ્ઞાન પામ્યા. માણસમાં જ્યારે આવો લજ્જાનો ગુણ આવી જાય છે ત્યારે એનામાં મનની કેળવણી આવે છે. એનો માનસિક વિકાસ વધે છે અને તેને પછી અયોગ્યનું મન જ થતું નથી. અને કદાચ થઈ જાય તો એ પશ્ચાત્તાપ કરી ફરી એવા કાર્યમાં કદી પ્રવૃત્ત બનતો નથી. તા. ૨૬-૭-૧૯૬૦ ધર્મરત્નનાં અજવાળાં આ ૧૦૯ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૨૫. મંગળ મંદિરને પંથે ધન મંગળમંદિર તરફ લઈ જેવા મથે છે. મંદિરે પહોંચવું એ પ્રત્યેક માનવીનું ધ્યેય હોવું જોઈએ. આજે આપણું જીવન માત્ર એક વ્યથા, એક દુ:ખ, એક તરફડાટ બની ગયેલ છે. જીવ માત્રને ઉગારવા માટે, ધર્મીના હૃદયમાં એક ઝંકાર જાગે છે. વિશ્વ માત્રને તા૨વાનો વિચાર આવી કરુણાવાળો જ કરી શકે છે. જો આપણે ધીમે ધીમે પણ પ્રયત્ન કરીએ તો એ મંગળમંદિર પહોંચી શકીએ. મોક્ષનું એ મંદિર ઘણું ઊંચું છે. એવા ઊંચે સ્થાને જવા માટે પ્રયત્ન, સાધના કરવાની રહે છે. મહાપુરુષના હૃદયમાં માનવમાત્ર માટે અપાર કરુણા પડી હતી, તેથી એમણે બધા ગ્રંથો લખ્યા છે અને આપણને પંથ દાખવ્યો છે. લોકોના હૃદયના નિર્ણયો અને પ્રતિજ્ઞાઓ જોતાં થાય છે કે હજીય થોડી માનવતા જાગ્રત છે ખરી. આજે એક જાતનું પરિવર્તન થઈ રહ્યું છે અને માણસ અંધારા ૧૧૦ * ધર્મરત્નનાં અજવાળાં Page #120 -------------------------------------------------------------------------- ________________ ઓરડામાંથી બહાર આવી રહ્યો છે; આ એક સારી આશા છે. કુદરતનો એક નિયમ એ છે કે ‘શુદ્ધિ શુદ્ધિને લાવે છે, અને અશુદ્ધિ અશુદ્ધિને લાવે છે.’ આ પ્રમાણે પ્રયત્ન કરી તમે આગળ વધશો તો ખરાબ ચીજો ધીમે ધીમે છૂટતી જશે. મૂળ વાત એ છે કે આ એક ભાવના, એક વિચાર છે, એક પ્રયત્ન છે. આ મંગળમંદિર તરફ આપણે દઢ વિચારથી પ્રયાણ કરવાનું છે. માનવજીવનનો હેતુ શો છે ? આપણે જે શોધવું છે તે શ્રવણ, મનન અને ચિંતન કર્યાથી જ મળી શકશે. અંધારું ઘેરું છે અને માર્ગ મળવો મુશ્કેલ છે અને છતાં સતત પ્રયત્નથી માણસ આગળ વધી શકે છે; એની શ્રદ્ધા રાખજો. હમણાં આપણે ધર્મરત્ન પ્રકરણની પગદંડી પર ચાલી રહ્યા છીએ. પ્રત્યેક પગલે આપણે ધ્યેયની નજીક જઈ રહ્યા છીએ. આ નવમો ગુણ તે લજ્જાળુપણું. આજે તો આને બદલે માણસોના જીવનમાં નફટાઈ આવી રહી છે. પણ લજ્જાથી જેની આંખ ઢળી જાય છે, જેનામાં લજ્જા છે તેને કોઈ વાર પણ લજ્જાને લીધે તરવાનો વારો આવે છે; પણ જ્યારે લજ્જાની પાળ તૂટી જાય છે ત્યારે જીવનનાં પાણી વેરવિખેર થઈ જાય છે. માનવીની દૃષ્ટિ, વિચાર, આચાર શુદ્ધ હોવાં જોઈએ. લજ્જાની પાળથી ચારિત્ર્ય, સંયમ આદિનાં પાણી સચવાય છે. કોઈ પણ અનુચિત કામ કરતાં પાંપણ ઉપર ભાર આવે ત્યારે જાણજો કે હજી લજ્જા રહી છે અને તેથી ક્યારેક પણ આગળ વધી શકવાની આશા રહે છે. તા. ૨૭-૭-૧૯૬૦ ધર્મરત્નનાં અજવાળાં * ૧૧૧ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૨૬. દયાનું ઝરણું ૪ બ મ આત્માનું મન દયાથી ભીનું હોવું યજોઈએ; દયાથી કૂણું અને દયાથી હું આર્ટ. એટલે આપણે પેલી પ્રાર્થનામાં સાંભળ્યું કે : દીન, કૂર ને ધર્મવિહોણા, દેખી દિલમાં દર્દ રહે.” ધર્મી એટલે જડ નહીં. ધર્મ તો એનું જે નામ છે જે જડતાને કાઢી નાખે. જ્યારે માણસમાં ધર્મ આવે, જ્ઞાન આવે ત્યારે માનવ પોતે દયાનું ઝરણું બની જાય. પછી છે તો સ્ફટિક કે નિર્મળ પાણીમાં જેમ સૂર્યનું પ્રતિબિમ્બ પડે તેમ એના મનમાં વિશ્વનાં સુખદુ:ખનાં પ્રતિબિંબ પડે. આવું હૃદય જેનું ન હોય એ જ માણસ જ્ઞાનીના જ્ઞાનનાં કિરણોને ઝીલી શકે. દયા તો ધર્મનું મૂળ છે. ગમે તે ધર્મ હોય પણ જ્યાં દયા નથી, ત્યાં ધર્મ નથી. જે દયા વિના ધર્મ આવી શકતો નથી. જે આત્મા ધર્મી હોય તેનું ચિત્ત દયાથી ભીનું • હોવું જોઈએ; દુ:ખ જોઈ દ્રવી જાય તેવું ૧૧૨ ક. ધર્મરત્નનાં અજવાળાં Page #122 -------------------------------------------------------------------------- ________________ હોવું જોઈએ. ધર્મી માણસ દૂર, નિષ્ફર, નફ્ફટ હોઈ શકે નહિ. જેના અંતરને બીજાનાં દર્દની અસર થતી નથી, એ ધર્મી બની શકે નહિ. પણ માણસમાં જો જ્ઞાન ન હોય તો આ દયા જણાય કેમ ? અજ્ઞાની માણસ અહિંસા અને હિંસાનો વિવેક કેમ કરે ? દયાનું કાર્ય કરવા જાઓ ત્યારે તમારે જ્ઞાન લઈને જવું જોઈએ. જે લોકો દયા-અદયાનો ભેદ ન સમજે, બે વચ્ચે વિવેક ન કરી શકે, એ દયાને નામે હિંસા કરે અને છતાં કહેવડાવે કે પોતે દયાળુ છે. દયાનું કાર્ય કરતી વખતે, જ્ઞાનનો પ્રકાશ જો લાગણી ઉપર નહિ હોય તો કાર્ય નામનું જ – અર્થહીન બનશે. માટે કાં તો જ્ઞાની બનો અને કાં તો જ્ઞાનીની સલાહ લઈને વર્તો. જ્ઞાનીને ચરણે બેસી, અર્પણભાવે શીખો. આજે લોકો જરાક જાણે ત્યાં એને જ્ઞાનનો ગર્વ આવી જાય છે, અથવા તો જ્ઞાનની જડતા આવી જાય છે. અંધારામાં ગોળ તો ગળ્યો જ લાગે છે, પણ એટલું તો જ્ઞાનથી જુઓ કે એની ઉપર ગરોળીની લાળ તો નથી પડીને ! જે માણસ અભણ હોય અને કબૂલ કરે કે એ પોતે સમજતો નથી તો એને જલદીથી સમજાવી શકાય છે; પણ જે જાણતો નથી અને છતાં જાણ્યાનો દંભ કરે છે એને સમજાવવો મુશ્કેલ હોય છે. જ્ઞાની માણસથી ભૂલ થઈ જાય છે તો એ તરત જ ભૂલને જોઈ શકે છે અને સુધારવા મથે છે. વિશેષજ્ઞની આ વિશિષ્ટતા છે. ડાહ્યા માણસને ભૂલ કબૂલ કરતાં વાર નહિ લાગે, પણ જે અર્ધદગ્ધ છે, અર્ધજ્ઞાની છે અને છતાં પોતાને પંડિત માને છે એ તો કહેશે કે તમે કહ્યું એ તો હું જાણતો જ હતો; હું એમ જ કરવાનો હતો. આવા માણસને તો બ્રહ્મા પણ ન સમજાવી શકે. આવા માણસના જીવનમાં ક્યાંય આરો નથી. માટે કાં તો જાતે જ્ઞાની બનવા મથો અથવા તો જ્ઞાની તે નિશ્રામાં રહો અને એની સૂચનાનું પાલન કરો; તો કોઈક દહાડો પણ તરવાની આશા રહેશે. જ્યાં શરણાગતિ ન હોય, જ્યાં શ્રદ્ધા ન હોય ત્યાં માણસ ક્યાંયનો નથી રહેતો. આપણે ભવસાગરમાં નકામા ભટકીને ભવ પૂરો કરવાનો નથી પણ આગળ વધીને વિકાસ સાધવાનો છે. એટલે કાં તો પૂર્ણ જ્ઞાન કેળવી જાણો અથવા જ્ઞાની માર્ગદર્શક પાસેથી એ જાણી લો. એક માણસને કૂતરું કરડ્યું. સાત ઇંજેક્શન લેવાં પડ્યાં અને તે બચી ગયો. પછી એને થયું કે કોઈ બીજાને આમ કૂતરું કરડશે તો ! એને દયા આવી અને તેણે પચાસ હજાર રૂપિયાનું દાન કર્યું કે બધાં કૂતરાંને ઝેર આપી મારી નાખો, કે જેથી એ કોઈને કરડે નહિ. એણે માણસને બચાવવા, આમ દયા ધર્મરત્નનાં અજવાળાં કે ૧૧૩ Page #123 -------------------------------------------------------------------------- ________________ બતાવી ખરી, પણ જ્ઞાન વગરની. એ દયામાં એમણે શ્વાનસંહારની ક્રૂરતાનો વિચાર ન કર્યો. મહાપુરુષોએ આથી જણાવ્યું છે કે ધર્મ, દયા અને દાનની સાથે જ્ઞાન-સમજણનો પ્રકાશ જોઈએ. જ્યારે માણસ પ્રથમવાર હિંસાનું દૃશ્ય જુએ છે ત્યારે એનામાં પ્રકંપ જાગે છે અને એને ચક્કર આવે છે. પછી વારંવાર એવું જ દશ્ય જુએ છે, હિંસાની વાતો સાંભળે છે અને પછી એ ટેવાઈ જાય છે. પછી એની કરુણા બુઠ્ઠી અને કુંઠિત બને છે. એક દિવસ એવો હતો કે હિંસાની વાતથી આપણાં હૃદય દ્રવી જતાં. આજે હવે એની બેચેની આપણને રહી નથી. આજે તો આ ક્રૂરતા અને હિંસા આડકતરી રીતે તમારા ઘરમાં પણ આવી રહી છે. જો કે તમે જાતે હિંસા નથી કરતા, પણ બીજાને કરવામાં સહાય તો કરો જ છો. ઘણા લોકો સુંવાળા ચામડાના બૂટ, ચંપલ, પાકીટ વગેરે વાપરે છે. પણ તમે જાણતા હશો કે મરી ગયેલા જાનવરનું ચામડું કઠોર થઈ જાય છે, પણ જો એને જીવતું મારી એની ખાલ ઉતારે તો જ એ કોમળ રહે છે. ઉપલી વસ્તુઓની સુંવાળપ જોનાર, આ વાત યાદ રાખે છે ખરો ? આપણે ત્યાં આજે અહિંસાની ભાવના વધુ ને વધુ સ્થળ થઈ રહી છે ત્યારે લંડન જેવાં શહેરોમાં શાકાહારી ક્લબો શરૂ થઈ રહી છે. તે લોકો અહિંસક ચામડાનો જ વપરાશ કરે છે. મન, વચન અને કાયાથી અહિંસા રાખવાની વાતો કરનાર અને ચૌદશને દહાડે લીલોતરી ન ખાનાર માણસ દિવસભર કડવી વાણી બોલે છે, ઘરમાં કલહ કરે છે ને તેની સ્ત્રીને અગ્નિસ્નાન કરવું પડે છે ! આવું ક્રૂરતાભર્યું અને દયાહીન જીવન માણસ જીવે ત્યાં ધર્મ કેમ શોભે ? ધર્મ કેમ પાંગરે ? આજની વૃદ્ધ સાસુઓ, એવા ચૂંટી ચૂંટીને શબ્દો વહુને સંભળાવે છે કે વહુના હૃદયમાં ભાલાની જેમ એ ભોંકાય છે, અને તે આત્મઘાત કરે છે. સાસુઓ એવા ટોણા મારે કે વહુને પછી જીવન જીવવા જેવું લાગતું નથી. અને એ જ સાસુઓ પાછી આઠમ ને ચૌદશ કરવા બેસે છે; ધર્મી હોવાનો ડોળ કરે છે. મને ઘણી વાર પ્રશ્ન થાય છે કે વહુઓ આવા ત્રાસથી આપઘાત કરતી સંભળાય છે, પણ કોઈ સાસુએ વહુના દુ:ખથી અગ્નિસ્નાન કર્યું સાંભળ્યું છે ખરું ? શબ્દોમાં શક્તિ હોય છે. એટલે શબ્દો વાપરતાં વિચારો કે એ કોમળ છે, દયાળુ છે ? ઠપકો આપો ત્યારે શબ્દની પસંદગી કરો. ગાંધીજી જ્યારે બહુ ક્રોધમાં આવતા ત્યારે વધુમાં વધુ આટલું બોલતા, “દુનિયા પાગલ ઔર પાજી ૧૧૪ * ધર્મરત્નનાં અજવાળાં Page #124 -------------------------------------------------------------------------- ________________ હો ગઈ હૈ' આમ શબ્દો એવા ચૂંટવા જોઈએ કે થોડા શબ્દમાં ઘણો ભાવ કહેવાઈ જાય. જૂના કાળમાં માણસ ગુનો કરતો ત્યારે હક્કાર, મક્કાર અને ધિક્કાર આવા શબ્દો એને કહેવામાં આવતા. આજની ફાંસી જેવું ત્યારે માણસને આ શબ્દો સાંભળતાં લાગી આવતું. શબ્દોનો ત્યારે કેવો મહિમા હતો ! આજે તો કઠોર શબ્દો સાંભળીને, એને ઘોળીને પી જનારા લોકો પડ્યા છે ! આપણે ભાષાસમિતિની વાત કરીએ છીએ; વચનગુપ્તિની વાત કરીએ છીએ. આ વચનપ્તિ એટલે શું ? વિચારો. વચનને મ્યાનમાં રાખવું, એ એનો અર્થ છે. તીર ને વચન છૂટેલાં પાછાં આવતાં નથી. માટે કોઈ ખરાબ શબ્દ મોંએ આવી જાય તોય બોલો નહિ, ગોપવી રાખો. હોઠ પર આવે તો પાછો લઈ જાવ. - બોલવામાં ઓછામાં ઓછા શબ્દો વાપરો; તો સુખી થશો. વધુ અને ગમે તેમ બોલશો તો ‘આમ ન બોલ્યો હોત તો ઠીક થાત' એમ પાછળથી પસ્તાવું પડશે. કોઈ આપણાં જડબાં પહોળાં કરીને પરાણે આપણને બોલાવતું નથી, માટે આપણે જાતે જ એનો સંયમ કેળવવાનો છે. જે દયાની આપણે વાત કરીએ છીએ એ દયાળુપણું શબ્દમાં પણ હોવું જોઈએ. શબ્દો સુખદ, આનંદકર હોવા જોઈએ. આપણામાં અહિંસક વિચાર, અહિંસક વાણી અને અહિંસક કાર્યની જરૂ૨ છે. ઘણા જણાને અહીં સભાખંડમાં જગ્યા નથી મળતી કે ભગવાનની મૂર્તિ પાસે યોગ્ય જગ્યા નથી મળતી તો એ ગરમ થઈ જાય છે. આમ અહીં ઉપાશ્રય ને દેરાસરમાં ગ૨મ થનારા, ઘ૨માં કેવી ગરમી લાવતા હશે, એ વિચારો. જ્યારે આપણાં વચનો સુંદર, અહિંસક અને દયાથી ભરેલાં હોય ત્યારે જ એ તપેલાને શાન્તિ આપી શકે. માણસમાત્રે પ્રવૃત્તિ તો કરવી જ પડે છે, પણ એ પ્રવૃત્તિ કેવી હોવી જોઈએ ? મહાપુરુષોએ કહ્યું છે કે ‘જે જયણા અને કરુણાથી ચાલે છે, બોલે છે, ખાય છે એવો માણસ બધી ક્રિયા કરે, છતાં પાપને બાંધતો નથી.’ કેટલાક જણ ખાતી વખતેય શાન્તિ રાખી શકતા નથી. એડવર્ડની વાત છે કે એ ખાતી વખતે લબલબ કર્યા કરતો, બોલ્યા કરતો, પણ ત્યારે કોઈ વચ્ચે બોલે તો એ તપી જતો. એક વાર એના પાંઉ ઉપરના મુરબ્બામાં નાનો વાંદો આવ્યો. પાસે બેઠેલી આઠ વરસની બાળકી એ જોઈ ગઈ અને દાદાને ના કહેવા ગઈ, પણ દાદા ખિજાઈ ગયા. બાળકી મૂંગી રહી. ભોજન પછી દાદાએ પૂછ્યું કે જમતી વખતે તું કેમ વચ્ચે બોલવા જતી હતી ? બાળકીએ વાત કરી કે ધર્મરત્નનાં અજવાળાં ૧૧૫ Page #125 -------------------------------------------------------------------------- ________________ મુરબ્બામાં વાંદો હતો તે તમે ન ખાઓ એમ મારે કહેવું હતું, પણ હવે તો વાંદો તમારા પેટમાં ચાલ્યો ગયો છે એટલે એની વાત શી કરવી ! દાદા પસ્તાયા. એને ભૂલ સમજાઈ. જીવનનાં બધાં કાર્યો પાછળ ઉપયોગની દૃષ્ટિ જરૂરી છે. જેની પાસે ઉપયોગની દૃષ્ટિ નથી, એ કદી દયાળુ બની શકે નહિ. આપણી વાચા, આપણી પ્રવૃત્તિ, દરેક બાબતમાં જયણા રાખીએ તો ફાયદો થાય. ઉપયોગની શુન્યતા માણસને હેરાન કરે છે. જે માણસ ઉપયોગ રાખીને જીવે છે તેને પશ્ચાત્તાપના પ્રસંગો બહુ ઓછા આવે છે. દયાનો ગુણ જીવનમાં આ રીતે અત્યંત ઉપયોગી છે. એક શેઠ હતા. એને પુત્રની ખૂબ ઝંખના. કોઈએ કહ્યું કે તમે દેવીને બોકડો ચડાવો તો તમારે ત્યાં પુત્રનો જન્મ થશે. શેઠ કહે કે મારાથી કાંઈ એવું કામ થાય ! એક જણે ઉપાય બતાવ્યો કે તમે એવું કામ જાતે ન કરતા. મને રૂ. ૫૦૦ આપો. અને હું એ કામ કરીશ. સંસારની આસક્તિ કેવી છે ? શેઠે એમ કર્યું અને દૈવયોગે શેઠને ત્યાં બાળક જન્મ્યો. પુત્ર એક વરસનો થયો ત્યાં શેઠ ગુજરી ગયા. મરીને એ બોકડો થયા. આ છોકરાએ દર વર્ષે ચાલ્યા આવતા ક્રમ પ્રમાણે દેવીને બોકડો ચઢાવવાનું ઠરાવ્યું. ગામમાંથી બોકડો મંગાવ્યો. બોકડો જ્યાં દુકાન પાસે આવ્યો ત્યાં તો એને જાતિસ્મરણ થયું. “આ મારી દુકાન; આ મારો દીકરો !” બોકડો ત્યાં થંભી ગયો. એ ચાલતો નથી એટલે છોકારાએ કહ્યું કે એને મારીને લઈ જાઓ. આટલી વારમાં એક સાધુ ત્યાં આવી ચડ્યા. એમના ચિત્તમાં કરુણા ઊભરાતી હતી. દીકરાના સાંભળતાં પેલા બોકડાને સાધુએ કહ્યું કે “દીકરા માટે તે બોકડો મરાવ્યો, તો આજે તારે બોકડો થઈ ખેંચાવું પડ્યું છે. આસક્તિ વખતે ઉપયોગ ન રાખ્યો, તો હવે શા માટે ખેંચતાણ કરે છે ?” પછી તો ગુરુએ એને ઉગાર્યો. પણ એક નાની મમતા ખાતર જીવને કેટલું ભોગવવું પડે છે એ આમાંથી તારવવાનું છે. માટે કહેવામાં આવ્યું છે કે આત્માની અધોગતિ કરી કોઈ કાર્ય કરશો નહિ. જેના હૃદયમાં દયાનું ઝરણું વહેતું હોય તેનાથી જેમાં હિંસાને ઉત્તેજન મળે એવું કામ થાય જ કેમ ? ધર્મી માણસ સાચો દયાળુ હોવો જોઈએ ને એણે મનસા, વાચા, કર્મણા અહિંસક ભાવનાથી જીવવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. તા. ૨૮-૭-૧૯૬૦ ૧૧૬ - ધર્મરત્નનાં અજવાળાં Page #126 -------------------------------------------------------------------------- ________________ ૨૭. દયાના સ્રોત છે , ધર્મી આત્મા, ધર્મની અંદર આગળ વધવા માગતો હોય, તે પોતાની હૃદયભૂમિકામાં દયાનું વૃક્ષ વાવે. જ્યાં આ છે દયાનું વૃક્ષ નથી, ત્યાં શાન્તિની છાયા નથી હોતી; અને તો પછી બીજો દુ:ખી જીવ એને છે ત્યાં આવીને શાન્તિ પામે ક્યાંથી ? આટલા જ માટે ધર્મ માટે આ ગુણ અનિવાર્ય છે. આ દયા સ્વ અને પર, બને પરત્વે છે રાખવાની છે. કોઈને વાગ્યું હોય, કોઈ ગરીબ હોય, કોઈ આંધળો હોય અને મદદ | માગે તો આપણે સહાય કરીએ છીએ. આ દ્રવ્ય-દયા સાથે, ભાવ-દયાની પણ જરૂર છે. જેની પાસે આત્માનું ધન, ધર્મ નથી તે વધારે દરિદ્ર છે; અને તેવાને દયા બતાવનાર જગતમાં આજે બહુ ઓછા લોકો છે. ધન નથી તે નિર્ધન; તેમ જ જેને ધર્મ નથી તે નિર્ધર્મ છે અને તે વધુ સહાયને પાત્ર છે. નિધનને પૈસા નહિ મળે તો એ . કદાચ ઓછાં પાપ કરશે, પણ જો માણસ * નિર્ધર્મી હશે ને એને જીવનની દૃષ્ટિ નહિ ધર્મરત્નનાં અજવાળાં * ૧૧૭ Page #127 -------------------------------------------------------------------------- ________________ મળે તો તે વધુ પાપ કરશે. માણસ ઘણી વાર સમૃદ્ધિનાં સાધનોથી નીચે જાય છે. એનાં સાધનો એનાં પાપને સગવડ કરી આપે છે. પૈસાદાર જો અન્યાય અને અનીતિનાં કાર્યો કરશે તો પણ એને રોકનાર કોઈ નથી, જ્યારે મધ્યમ વર્ગનો માણસ આજુબાજુના લોકોની ટીકાઓને લીધે, એની બીકે પણ મર્યાદામાં રહે છે. કરોડાધિપતિ દારૂ પીએ, સિનેમામાં રખડે, નટનટીઓનો સંગ રાખે છતાં એને કહેવાની કોઈ હિંમત નહિ કરે, કારણ લોકોને એનો વૈભવ આંજી દે છે. આમ પૈસાને પાપની છૂટ મળી રહે છે. એટલા જ માટે દુ:ખિયા કરતાં સુખિયા લોકોની જ્ઞાનીઓને વધારે દયા આવે છે, કારણ એવા લોકોને ડૂબવાની વધુ શક્યતા હોય છે. આને કારણે જ જ્ઞાનીઓમાં આવા માટે વધુ ભાવદયા જાગે છે. દયાના અનેક પ્રકારો છે. તમે લૂલા-લંગડાની દયા ખાઓ છો, એના કરતાં જેના જીવન પાપથી, કલુષિતતાથી ભરેલાં છે તેને માટે વધુ દયા બતાવો. દુ:ખમાંથી માણસ ઊંચે જઈ શકે છે, પણ સુખીનું સુખ એને નીચું પાડે છે. દાદર ચડવામાં કદી નથી પડાતું; પણ ઊતરતાં ક્યારેક લપસી પડાય છે. મુસીબત, દુઃખ માણસને સારો બનાવે છે; જ્યારે પૈસો અને પ્રતિષ્ઠા આવે ત્યારે લપસવાનો ભય વધુ જાગે છે. પછી તો એના મિત્રો, નોકરો સૌ એનાં વખાણ જ માત્ર કરે છે; એના દોષો એને કોઈ ચીંધતું નથી, અને એની કોઈ દયા પણ ખાતું નથી. પણ દુ:ખ તો માણસને સ્વર્ગ સુધી લઈ જઈ શકે છે. દેવલોકમાં વધુ સંખ્યા કયા વર્ગમાંથી આવે છે, ખબર છે ? પશુઓમાંથી. માનવીઓમાંથી જેટલા દેવો બને છે એના કરતાં પશુઓમાંથી દેવ બનીને આવનારા વધુ સંખ્યામાં હોય છે. દેવલોકના થાળાને ભરનાર આમ પશુઓ વધારે છે; માનવી ઓછા. ગાડું ખેંચતો બળદ, માર ખાતો ખાતો, ભૂખ્યો તરસ્યો અકામ નિર્જરા કરીને દેવ બને છે; પણ માનવી તો આને બદલે પુણ્ય પૂરું કરીને આજે નીચે ને નીચે જઈ રહ્યો છે. માનવીમાં નથી, તે અકામ નિર્જરાની શક્તિ પશુઓમાં રહી છે. માટે હું એમ કહું છું કે ભલે તમે દેવ ન બનો, પણ માનવી તો રહો ! દૂધપાક ને પૂરી ભલે ન પામ્યું, પણ મળે છે તે ખીચડીય શું કામ ખુઓ છો ? જેનામાં ક્રોધ, માન, માયા, લોભ વગેરે પાતળાં હોય તે મરીને ફરીથી મનુષ્યજન્મમાં આવી શકે છે. વળી દાનની રુચિ એ પણ માનવીને માનવજન્મ અપાવવામાં સહાયક બને છે. જ્ઞાનીઓ કહે છે કે જગતમાં બીજાનું ખાઈને આનંદ માનનારા ઘણાં છે, પણ ખવરાવીને આનંદ લેનારા ઓછા છે. પ્રેમાળ ૧૧૮ * ધર્મરત્નનાં અજવાળાં Page #128 -------------------------------------------------------------------------- ________________ પત્ની જેમ પતિની વાટ જુએ છે તેમ ભક્તનું હૃદય દાનના પ્રસંગ માટે કાયમ વાટ જુએ છે. ભગવાન આવે કે ન આવે, પણ ભક્તને તડપવું પડે છે. પ્રભુને પધરાવવાની આવી ધૂન પેલા જીરણ શેઠને લાગેલી. આહા ! એનું દિલ ભક્તિ અને દાનભાવથી કેવું ઊભરાતું હતું ! ભાવમાં ને ભાવમાં એણે બાર દેવલોક સુધી ઊર્ધ્વગમન કર્યું; આનું નામ ખરી ભક્તિ. આવો ધર્મ, બહારની વસ્તુ કરતાં આંતર વસ્તુ સાથે વધુ સંબંધ ધરાવે છે. દાન વિના દેવ મળે નહિ, પણ એમાં દાન એ તો ગૌણ છે; ભાવના એ જ મુખ્ય વસ્તુ છે. ભાવના જાગ્યા પછી દાન આપ્યા વિના રહેવાય જ નહિ. આવું દાન દેવા માટે અંતરમાં ઝંખના જોઈએ; ઉલ્લાસ જોઈએ. જીરણ શેઠને આવું થયેલું. એને થાય છે કે શેરીએ શેરીએ જળ છંટકાવું. એ એની ભાવના બતાવે છે. આજે તો સાધુના ત્યાગ પ્રત્યે જે રાગ જોઈએ તેને બદલે લોકોમાં ત્યાગ પ્રત્યે વૈરાગ્ય વધુ જાગ્યો છે ! આજના લોકો ત્યાગને ત્યજતાં શીખ્યા છે અને રાગને ભજવા લાગ્યા છે. ત્યાગની ભાવના આજે જૂના વખતની જેમ માનવીમાં પૂજ્યભાવ નથી જગાવતી. આપણા હૃદયમાં પણ આજે તો રાગ આવીને બેઠો છે. એક સગો આવે કે જમાઈ આવે તો લેવા ને મૂકવા જાઓ છો, પણ સાધુને માટે એટલોય ભાવ આજે જણાતો નથી. જીરણ શેઠમાં આ ભાવ હતો, તો એને લીધે એ બાર દેવલોક સુધી પહોંચી ગયા. દાન આપતા પહેલાં દાનની રુચિ જાગવી જોઈએ. એ એનામાં જાગી ગઈ હતી. એવી રુચિ હોય ત્યારે દાન દેવામાં કાંઈક જુદી જ મજા આવે છે. સમાજમાં નામ થશે, પ્રતિષ્ઠા વધશે માટે તમે ફાળામાં પૈસા ભરો એવા દાનની કાંઈ જ કિમત નથી. ખરી રુચિ હોય તો અંદરથી દાનનો ઉલ્લાસ, ઉમળકો જાગે. આ રુચિ હોય તો મનુષ્ય સાચો મનુષ્ય બની શકે. સાચું દાન મનુષ્યને બીજે જન્મે પણ મનુષ્ય બનાવે છે. આ તો દાનની વાત થઈ. પણ આપણે તો દયાની વાત ચાલે છે. ગરીબો પ્રત્યે દયા આણવી તે દ્રવ્ય-દયા; ધર્મ વગરના ધનિકો પ્રત્યે કરુણા લાવવી તે ભાવ-દયા; પણ પોતે જ્યારે ક્રોધ, માન, માયા, લોભમાં સપડાઈને અવળે માર્ગે જતો હોય ત્યારે, વિચારીને પોતાની ઉપર દયા લાવવી, તે સ્વ-દયા. તમે ભિખારીની દયા ખાઓ છો, પણ તમે તમારી દયા ખાઓ છો ખરા ? શું તમારામાં કષાય નથી ? છે. તો પછી તે માટે કદી વિચાર કર્યો છે કે મારા આત્માનું શું થશે ? આવી દયા આવે છે ખરી ? તમે ક્રોધ કરો ત્યારે તમારી દયા ખાઓ. એ શીખશો, પછી બીજાને ધર્મરત્નનાં અજવાળાં * ૧૧૯ Page #129 -------------------------------------------------------------------------- ________________ બરાબર સમજની પાળ બાંધીને કાર પર-દયા માટેની સાચી દયા, પર-દયા તમારામાં જાગશે. ભગવાનને ડંખવા જ્યારે પેલો ચંડકોશી ગયો ત્યારે ભગવાને એના ક્રોધની દયા ખાધી. આનું નામ પર-દયા. આજે તો માણસ પોતાની આસપાસ પાપની પાળ બાંધીને જાતે જ અંદર પુરાઈ રહ્યો છે. જો આ સ્વ-દયા બરાબર સમજાશે તો ભાવ-દયા સમજતાં વાર નહિ લાગે. ભાવ-દયા આવતાં મા-બાપપણું આવશે. પોતાના જ દીકરાને કારણે મા દુઃખી હોય, છતાં પડોશી પૂછવા આવે ત્યારે એ પુત્રનું ઉપરાણું લે છે. એમ આપણે બીજાના દોષો, ખાનગી વાતો જાણતા હોઈએ છતાં અન્યને કહીએ નહિ, એને બદનામ ન કરીએ. ગુનેગારને સુધારવો હોય તો એની વાતો સાંભળીને ચારે બાજુ ચંદરવો ન બાંધો; એથી તો તમેય નીચા ઊતરો છો. બીજાને સુધારવા માટે મા જેવા બનો; શોક્ય જેવા નહિ. બીજાને સુધારવા માટે અંતરની આવી ઉદારતા અત્યંત આવશ્યક છે. આજે લોકો દાની અને ધર્મી બનવા ડોળ કરે છે, પણ ખરી રીતે જેમ મરજીવો સાગરને તળિયે ડૂબકી મારી મોતી શોધી લાવે છે, તેમ ધર્મી આત્માએ જિંદગીના ઊંડા સમુદ્રમાં ઊતરીને દર્શન, જ્ઞાન, ચારિત્ર્યરૂપ ધર્મની શોધ કરવાની છે. આ મુશ્કેલ છે અને અનેક જન્મો પછી એ પ્રાપ્ય બને છે. આપણે તો આજે વગર સાધનાએ જરાક તપ કરીને મોક્ષની ચિઠ્ઠી ફડાવવાની ઇચ્છા રાખીએ છીએ. પણ કુદરતનો તો કાનૂન છે : “જેવી કરણી તેવી પાર ઊતરણી' કુદરતને ત્યાં કાઈ લાંચરુશવત ચાલતાં નથી. ત્યાં તો અખંડ ને અમર એવો કાયદો જ કામ કરે છે. આ દર્શન આપણને એમ સમજાવે છે કે મુક્તિ તરફ જનારે જીવનમાં ઊંડા ઊતરવું પડશે. દુનિયા પ્રત્યેની બાહ્ય દયા એ તો સામાન્ય દયા છે. પણ આપણું દિલ તો મા અને ગુરુ જેવું જોઈએ. આપણે કોઈની નિંદા ન કરીએ. આજે સોમાંથી પંચાણું જણ પાછળથી બીજાની ટીકા કરનારા હોય છે. પણ વાત્સલ્યથી, ભાવથી મોઢે ભૂલ કહી સહાય કરનાર માણસ નથી દેખાતા. જ્યાં સુધી આ સમજણ નહિ આવે ત્યાં સુધી આપણામાં ભાવ-દયા નહિ આવે. બીજાને સહાયક થવા માટે આપણામાં સમ્યગુ દર્શન, પવિત્ર સમજણ લાવવાની જરૂર છે. આ ન જાગે ત્યાં સુધીની દયા તે બાહ્ય દયા છે, ભાવદયા નહિ. આપણે જીવનમાં દયાનાં બેઉ પાસાં જોવાનાં છે; સ્વ-દયા અને પર-દયા. પર આત્માની અધોગતિ ઉપર તમે દયા ખાઓ છો, પણ આજના તમે કરોડાધિપતિ કાલે ક્યાં ફેંકાઈ જશો એની, તમારી પોતાની દયા ખાઓ છો ૧૨૦ : ધર્મરત્નનાં અજવાળાં Page #130 -------------------------------------------------------------------------- ________________ ખરા ? જે માણસની અંદર આ સ્વ-દયા અને ભાવ-દયા બેઉની સમજ છે તે જ ધર્મનો સાચો અધિકારી છે. આવી દયા આપણામાં આવી છે ? ન આવી હોય તો વિચારો કે શાથી નથી આવી ? દરરોજ શીખેલું ફરી વિચારી જાઓ. સગુણોનો વિચાર કરો અને દ્રવ્યદયા અને ભાવદયાની ભાવના કેળવવા પ્રયાસ કરો. તા. ૨૯-૭-૧૯૬૦ ધર્મરત્નનાં અજવાળાં ૪ ૧૨૧ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૨૮. વિશ્વ-એકાત્મભાવ છે, પણે દયા વિષેના બે વિચાર - “ સ્વયા અને પરદયા જોયા. હજી એક ત્રીજો વિચાર જોવાનો બાકી રહે છે. આપણે ઘણી વાર બોલીએ છીએ કે “યા આ ધર્માં મૂન હૈ " પણ આનો અર્થ શો ? ધર્મના અનેક પ્રકારો અને દૃષ્ટિઓ હશે, • પણ એમ છતાં બધા ધર્મના મૂળમાં દયા રહેલી છે. બીજી અનેક બાબતોમાં ધર્મીની દૃષ્ટિ કદાચ જુદી પડતી હશે, પણ દયાની બાબતમાં કોઈ ધર્મ જુદો પડતો નથી. જગતમાં દરેક માણસ દયાથી જીવવા ચાહે છે. તમને જેમ મૃત્યુ, હેરાનગતિ, ક્રૂરતા પસંદ નથી, એમ જગતનેય એ ગમતાં નથી. જેમ મોતીની માળામાંનાં મોતી બંછ બધાં જુદાં હોય છે, છતાં અંદરનો દોરો એક અને સળંગ હોય છે, એમ વિશ્વના બધા ધર્મોમાં દયાનો દોર એકસરખો સમાન પડેલો છે. વિશ્વ માટે એકાત્મભાવ એ દયાની બે નવ્ય દૃષ્ટિ છે. માટે આપણે પેલો મંત્ર સાંભળીએ છીએ કે “આત્મવત સર્વ ભૂતે, ૧૨૨ : ધર્મરત્નનાં અજવાળાં Page #132 -------------------------------------------------------------------------- ________________ सुखदुःखे प्रियाप्रिये બીજાનાં દુ:ખનો પડઘો આપણા હૃદયમાં પડે તો એક વિચારનો ઉદ્ગમ થાય કે મને નથી ગમતું તે બીજાનેય નથી ગમતું; મને ગમે છે તે જ બીજાને ગમે છે. આમાંથી જ વિશ્વ-એકાત્મભાવ ધીમે ધીમે પ્રગટે છે. સ્વદયા અને ૫૨દયાની સાથે આ ત્રીજી ભાવના વિશ્વ-એકાત્મભાવની પણ ખાસ જરૂર છે. એનાથી વિશ્વ સાથેનો, જિંદગી સાથેનો સંવાદ જાગે છે. પછી તો એ માણસ બધામાં શુભની ભાવના જોતો થાય છે; એ દ્રષ્ટા બને છે. પણ આવું દર્શન માત્ર આંખથી નહિ, વિચાર-આત્મા દ્વારા આવે છે. આપણે તો વિશ્વમાં સંવેદન જગવવાનું છે. જેમ એક દિલરુબા કે સિતારના એકાદ તારને પણ તમે સ્પર્શો તો બીજા બધા તાર રણઝણી ઊઠે છે, એ રીતે વિશ્વના માનવીઓ સંગે આપણે સહાનુભૂતિ રાખી શકીશું તો આખા વિશ્વ સાથે તાદાત્મ્ય સાધી શકીશું. માટે યાદ રાખો કે મને ગમે છે તે જ બીજાને ગમે છે; મને દુ:ખકર છે એ બીજાનેય દુ:ખકર બને છે. આથી દરેક શબ્દ બોલતી વખતે વિચારો કે આ શબ્દ સામાને ગમશે ? માનો કે તમને કોઈને ‘નાલાયક' કહેવાનું મન થયું. તો પ્રથમ એ શબ્દ તમને પોતાને લગાડી જુઓ અને તમને ન ગમે તો બીજાનેય નહિ ગમે એમ માની એ છોડી દો. માણસને મોઢું મળ્યું છે માટે બોલી કાઢવું એમ ન ચાલે. અંદરથી શબ્દ આવે કે જરી એને ઊભો રાખો. તમે વાપરવા ધારેલ વિશેષણ તમને સારું, વહાલું લાગે છે ? આમ વિચારો. પણ આજ તો દયાની માત્ર વાતો રહી ગઈ છે, અને વિશ્વ સંગેની અનુભૂતિ, સંવેદનના તાર તૂટી ગયા છે. એક વાર એક વણજારો થોડુંક સોનું વેચવા માટે એક ચોકસીને ત્યાં ગયો. જઈને કહ્યું કે શા ભાવે સોનું ખરીદશો ? ચોકસીએ કહ્યું કે રૂપિયે તોલો. વણજારાને તો આશ્વર્ય થયું. ‘રૂપિયે તોલો ?' એને થયું કે ત્યારે તો એ જ ભાવે હું જ સોનું ખરીદું તો કેવું ! એણે ચોકસીને કહ્યું કે ત્યારે તો હું જ એ ભાવે થોડું સોનું ખરીદવા માગું છુ; તો એ ભાવે મને સો તોલા સોનું તોળી આપો. ત્યારે ચોકસી કહે કે મારા સોનાનો ભાવ તો ૧૦૦ રૂપિયે તોલો છે' જુઓ ! લેવા માટેનો ભાવ રૂપિયે તોલો અને વેચવા માટેનો ભાવ સો રૂપિયે તોલો ! આજે આપણા જીવનનાં બધાં ક્ષેત્રોમાં આમ ચાલે છે. મારો પ્રાણ મોંઘો સો રૂપિયે તોલો પણ બીજાનો પ્રાણ રૂપિયે તોલો ! હું આજે ઘસાવા તૈયાર નથી, ભલે આખી દુનિયા મારે માટે ઘસાય. આજે આપણી એકની સગવડ ખાતર, સુખ માટે આપણે ન કરવાનું ક૨વા તૈયા૨ થઈએ છીએ. એક માણસને રોજ પથારીમાં ફૂલ પાથરીને સૂવાનો - -- ધર્મરત્નનાં અજવાળાં * ૧૨૩ Page #133 -------------------------------------------------------------------------- ________________ શોખ હતો. માળીને કાયમ માટે એણે આ હુકમ કરી દીધેલો. પોતાને ફૂલની શય્યાનો શોખ. પણ એક રાતની ઊંઘને માટે હજારો ફૂલનો કેવો નાશ ! આમ જ જીવહિંસા કરી, શોખનાં સાધનો વાપરતાં માણસને આજે આંચકો લાગતો નથી. ખરી રીતે તો વિશ્વના નાનામાં નાના જંતુ સાથે સમવેદના જાગવી જોઈએ. જ્યાં સુધી આપણે આવી આત્મીયતા નહિ સાધીએ ત્યાં સુધી સાચો દયાભાવ જાગશે નહિ, અને અહિંસાની વાતો માત્ર ઊંચે આકાશમાં જ રહેશે. આપણે તો સર્વ સંગે આત્મીયતા સાધવાની છે. પ્રાણ અને જીવન જેટલાં જ બીજાનાં પ્રાણ અને જીવન કીમતી છે, એ સમજવાનું છે. પણ આજે તો આપણે આપણી જાતને મહત્ત્વ આપીએ છીએ. બીજાને માટે તો આજે પ્રકંપ જ રહ્યો નથી. બંગાળનો દુષ્કાળ, જાપાનમાં ધરતીકંપથી ખાનાખરાબી, અનેકનાં મૃત્યુની સરખામણીમાં આજે તો માણસને પોતાનું નાનું ગૂમડું વધારે દુ:ખદ લાગે છે. એને ખાતર એ દોડદોડ કરી મૂકે છે; જગતના ધરતીકંપ કરતાં એનો પોતાનો નાનો દાંતનો દુખાવો એને વધારે પીડા આપે છે. જ્યાં સુધી આ રીતે માણસ બીજાના કરતાં પોતાના પ્રાણને, દુ:ખને મહત્ત્વ આપે છે ત્યાં સુધી એનામાં અહિંસાની ભાવના આવે ક્યાંથી ? તમે ખાદી પહેરો છો અને એ અહિંસાનું પ્રતીક છે એમ બોલો છો, પણ તમે વિશ્વ સંગે એકાત્મભાવ, સમસંવેદન, પ્રકંપ અનુભવો છો ખરા ? ખાદી પહેરનાર જો સાચો અહિંસક હોય તો એની વાણીમાંથી મત્સ્ય-ઉદ્યોગની અને ‘પશુઓને મારો' એવી વાણી નીકળી શકે ખરી ? અહિંસા અને દયાને ઘણો નિકટનો સંબંધ છે. જ્યાં દયાનાં ઝરણાં વહેતાં નથી, ત્યાં અહિંસાનો અંશ પણ નહિ મળે. જીવનનો આ સિદ્ધાંત આપણે બરાબર સમજવાનો છે. એક હતા શેઠ. એને ત્યાં એક ઘરઘાટી હતો. શેઠની નાની છોકરીને એણે ઉછેરેલી. પછી એ દેશમાં ગયો. પાછળથી આ છોકરી માંદી પડી અને મરી ગઈ. શેઠે ઘાટીને ખબર આપી. આઠ મહિને એ પાછો આવ્યો. ઘરમાં દાખલ થતાં જ એની આંખમાંથી આંસુ ચાલ્યાં. શેઠે પૂછ્યું : ‘કેમ રડે છે?’ ગદ્ગદ્ કંઠે માંડ માંડ ઘાટીએ જવાબ આપ્યો ‘મૂલગી ગેલી' એ વધુ બોલી ન શક્યો. શેઠને એમ કે એ ઘાટીની પુત્રી મરી ગઈ લાગે છે. એટલે એણે આશ્વાસન આપતાં કહ્યું : ‘એ તો હોય; જન્મે એ તો જાય જ ને ? એમાં રડવાનું શું ?' રામો વિચારતો હતો કે શેઠ કેટલા જ્ઞાની છે ? એટલામાં શેઠે પૂછ્યું : ‘કેટલાં વર્ષની છોકરી હતી ?' રામાને લાગ્યું કે શેઠ ઊંધું સમજ્યા ૧૨૪ : ધર્મરત્નનાં અજવાળાં Page #134 -------------------------------------------------------------------------- ________________ લાગે છે. એટલે તેણે સ્પષ્ટ કહ્યું કે ‘શે તુમી મુક્તી' અને પળવારમાં શેઠને એ ભુલાયેલી પુત્રી યાદ આવતાં જોરથી એ રડવા બેઠા. પારકી દીકરી એટલે કાંઈ નહિ અને પોતાની પુત્રીની વાત આવી ત્યાં કેવો મોહ ! આવે વખતે જ આપણે વિશ્વ-એકાત્મભાવના દોરનો વિચાર કરવાનો છે. સાચા ધર્મીના અંતરમાં આવું દયાનું ઝરણું નિત્ય વહેવું જોઈએ. એટલે સ્વદયા ને પરદયાની સાથે આપણે ત્રીજી ભાવના વિશ્વએકાત્મભાવ કેળવવાનો છે. જ્યારે મારા જેવો જ આત્મા સર્વત્ર છે, સૌને સુખ પ્રિય છે અને દુ:ખ અપ્રિય છે એમ આપણે સમજતા થઈએ ત્યારે વિચારના ગળણાથી ગાળ્યા વગરની, દરેક અગળણ પ્રવૃત્તિ આપણે કરતાં અટકીશું. પછી એવો વિચા૨ક સહેજે જોશે કે હિંસક દવાઓ, હિંસક ચામડાની વસ્તુઓ એ બધું અયોગ્ય છે. પણ આને માટે સૌથી પ્રથમ તો આપણું મન વિશ્વની સાથે એકાત્મભાવ અનુભવતું થવું જોઈએ; પછી દયા, અહિંસા વગેરે સ્વાભાવિક બની જશે. એક મોટા સાધુ સંગે, એક નાનો સાધુ શ્રમણ જંગલમાં વિહાર કરી રહ્યો હતો. આમ તો એ છોકરો નાનો હતો છતાં એનો આત્મા જાગ્રત થયેલો, છતાં ઉંમરની અસર પણ રહે ને ! એણે પાણીનું ભરેલું એક ખાબોચિયું જોયું. એની બાલ્યવૃત્તિને પાણીમાં છબછબિયાં કરવાનું મન થયું. એણે તેમ કર્યું, ખાબોચિયાને સાગર કલ્પી, લાકડાના પાત્રને હોડી માની, એ તરાવી આનંદ માણતો હતો, ત્યાં પેલા સાધુએ આ જોયું. એણે એને કહ્યું કે પાણીમાં જીવ હોય, વનસ્પતિ હોય, ને આપણાથી આવું થાય ! બસ સાંભળતાં જ છોકરો જાગ્રત થઈ ગયો. ‘આત્મવત્ સર્વ મૂર્તવુ' સમજનાર આવું કરે ? એવો જ્ઞાની ઉતાવળે કોઈ પ્રવૃત્તિ કરે નહિ અને કદાચ થઈ જાય તો પશ્ચાત્તાપ-અનુતાપ કરે. આને પણ અનુતાપમાંથી, ગદ્ગદતી વિચારણામાંથી કેવળજ્ઞાન જાગી ગયું. એ મુનિનું નામ હતું અતિમુક્ત ! પશ્ચાત્તાપ દ્વારા એ કેવો જલદી મુક્ત થઈ ગયો ! એવો પશ્ચાત્તાપ એ મનોભૂમિકાની વાત છે. આપણાં શ્રવણ, વાચનપ્રવચનમાંથો આવું માનસિક પરિવર્તન જાગવું જોઈએ. એને બાહ્ય દેખાવ સાથે કશો સંબંધ નથી, એને કોઈ જાતના થર્મોમીટરથી માપી શકાતું નથી. આત્માની અંદર આવી રીતે જે સૂક્ષ્મ સ્પંદનો જાગે છે, તેને માપી શકાતાં નથી, પણ એની અનુભૂતિ જરૂ૨ થઈ શકે છે. આવા માનસિક પરિવર્તનથી ગઈ કાલનો ખરાબમાં ખરાબ ગણાતો માણસ, આજે સારામાં સારો બની શકે છે. જેને મનની સમજણ જાગી જાય ધર્મરત્નનાં અજવાળાં ૧૨૫ Page #135 -------------------------------------------------------------------------- ________________ છે એનું મનપરિવર્તન સૂક્ષ્મ હોય છે. કયો માણસ ક્યારે મનમાં અનુતાપનાં આંસુ પાડી નિર્મળ બનશે તે આપણે જાણતા નથી. આ માટે આપણે આપણી માનસિક ભૂમિકાઓ વિશુદ્ધ બનાવવી જોઈએ. આત્મસંવેદના અનુભવતા થવું જોઈએ, તો જ વિશ્વ-એકાત્મભાવ આવી શકશે. દયા અને અહિંસા એક જ સિક્કાનાં બે પાસાં છે. એક વિધેયાત્મક છે; બીજો નિષેધાત્મક છે. આપણને ન ગમે તે બીજાને માટે ન વિચારીએ, ન બોલીએ, ન કરીએ, તો આવું વિશ્વ-એકાત્મભાવનું સંવેદનમય અને સંવાદમય સંગીત પ્રગટે. તા. ૩૦-૭-૧૯૬૦ ૧૨૬ * ધર્મરત્નનાં અજવાળાં Page #136 -------------------------------------------------------------------------- ________________ ૨૯. માધ્યસ્થ , જે આપણે ૧૧મા સદ્ગુણનો વિચાર કરવાના છીએ. ધર્મનો છે સાચા સ્વરૂપમાં કોણ વિચાર કરી શકે ? જેનામાં માધ્યસ્થ ભાવ હોય અને સૌમ્યદૃષ્ટિ * હોય. આ બે ભાવનાઓને સંયુક્ત રીત મૂકીને એક સુંદર વિચાર આપવામાં આવ્યો જ છે. માધ્યસ્થ એટલે ? જેના મનનાં દ્વારા સદાય ખુલ્લાં હોય, જેને કોઈ પણ ધર્મ પ્રત્યે પૂર્વગ્રહ ન હોય; જેને દુરાગ્રહ ન બૂ હોય; નવા સત્યનો સ્વીકાર કરવા જે તૈયાર હોય. આ માધ્યસ્થ ભાવ સાથે, પ્રકૃતિથી શું એ સૌમ્ય હોવો જોઈએ. માધ્યસ્થ સાથે સૌમ્યતા ન હોય તો દ્વેષ આવી જાય. ૭ બુદ્ધિની અંદર માધ્યસ્થપણું અને પ્રકૃતિમાં સૌમ્યતાનો અંશ હોય તો તે માણસ જીવનના કોયડાઓનો શાન્તિથી ઉકેલ આણી જ શકે છે. જેના મનમાં પક્ષપાત છે તે શાન્તિથી સામાન્ય વિચાર નહિ કરી શકે, મૂળ તો ધર્મ જેવી અસામાન્ય વાતનો વિચાર તો * એ ક્યાંથી કરી શકે ? ધર્મરત્નનાં અજવાળાં * ૧૨૭ Page #137 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં જેને ધર્મ આચરવો છે, તેનામાં આ બેઉ ભાવ જોઈએ; માધ્યસ્થ અને સૌમ્યતા. અતિરાગ પણ નહિ અને તિરસ્કાર પણ નહિ. સામાન્ય રીતે માનવીનું મન ચંચળ છે. મન શાન્તિથી વિચાર કરી શકતું નથી. જીવનની સામાન્ય વાતો માટે મન-બુદ્ધિની આ સ્વસ્થતા અનિવાર્ય છે. એ વખતે, દૃષ્ટિ દ્વેષ વગરની અને બુદ્ધિ માધ્યસ્થ ભાવવાળી હશે તો જ તે સત્યનું દર્શન કરી શકશે. એક ગુરુ પાસે બે શિષ્યો ગયા. ઉપદેશમાં ગુરુએ બેઉને એકસરખી ત્રણ વાતો કહી : લોકપ્રિય બનવું, મીઠું ખાવું અને સુખેથી સૂવું. એમાંનો એક શિષ્ય પ્રજ્ઞ હતો અને એણે પોતાનો માર્ગ લીધો; બીજો માધ્યસ્થ – સૌમ્યદૃષ્ટિવિહોણો હતો. આ બીજા શિષ્ય તો ગુરુના શબ્દોને જ પકડ્યા. એણે મંત્રતંત્ર શરૂ કર્યા, વૈદું શરૂ કર્યું અને લોકપ્રિય થવા માંડ્યું. ભિક્ષામાં રોટલી-રોટલાને બદલે, પેંડા, મૈસૂર, ગુલાબજાંબુ લેવા માંડ્યાં; અને રાતના આઠથી સવારના આઠ સુધી સૂવા માડ્યું. એણે માની લીધું કે પોતે ગુરુના શબ્દોને બરાબર પાળે છે. આ શિષ્ય ગુરુના માત્ર શબ્દો જ સાંભળ્યા. પણ એ શબ્દોનો મર્મ એ પામ્યો નહોતો. આવા લોકો શબ્દોના અર્થનું, ભાવનું ખૂન કરે છે. આજે લોકો ધર્મગુરુઓના, મહાપુરુષોના શબ્દોને જ માત્ર વળગ્યા છે, પણ એનો ઊંડો મર્મ, અર્થ ભૂલ્યા છે. આથી જે મહાપુરુષો વિશ્વમાં શાન્તિ અને સમાધાન સર્જવા આવ્યા હતા તેમના જ શબ્દોને નામે, એના ભક્તોએ આજે અનેક પ્રકારના ઝઘડા, કજિયા, પંથ અને માર્ગો ઊભા કર્યા છે. માટે શબ્દને ન વળગો; એની પાછળના અર્થને શોધો, સમજો. “ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર” એમાં એ જ કહેવા માગે છે કે શબ્દને વળગો; ભાષાનો ભાવ જાણો. આને માટે સતત માધ્યસ્થની જરૂર છે. આ ભાવના માટે શ્રમ અને સાધના બેઉ જોઈએ. એક કાવ્યપંક્તિ લો. “રામ ! તારા રાજ્યમાં દીવાનથી અંધારું છે. આ પંક્તિમાંથી એક માણસ એમ સમજે કે દીવાનથી રાજ્યમાં અંધારું છે; તો રામ એને કાઢી મૂકે; પણ “રામ ! તારા રાજ્યમાં દીવા નથી, (તેથી) અંધારું છે' એમ સમજે તો બીજો જ ભાવ સમજાય. આપણે તો આમ ભાષાના વિરામ અને વિચારનો ખ્યાલ કરતા રહેવાનું છે. આ પ્રમાણે માણસ જો અનેકવાર ધર્મસુત્રોનું વાચન કરી જાય પણ એનો અર્થ ન જાણે તો જીવનમાં એને મજા નહિ આવે. માટે આપણને કહ્યું છે કે શબ્દોને લો ત્યારે એની ઉપાસના કરો; એનું દર્શન પામો. એના ભાવમાં જ્યારે તમે એકાકાર થશો ત્યારે એમાંથી મધુરતા ૧૨૮ ૧ ધર્મરત્નનાં અજવાળાં Page #138 -------------------------------------------------------------------------- ________________ જાગશે. પેલા શિષ્યે ત્રણ મંત્રોનો ખોટો ઉપયોગ કર્યો અને પરિણામે એણે ખોટી લોકપ્રિયતા મેળવેલી તે આખરે ગઈ ને ફજેત થયો. ખાઈને માંદો પડ્યો અને ઊંઘીને પ્રમાદી બન્યો, કારણ ? એનામાં માધ્યસ્થપૂર્ણ સાચું જ્ઞાન, વિજ્ઞાન, ચેતના નહોતાં જાગ્યાં. એકવાર ફરીથી એને એનો પ્રજ્ઞ ગુરુબન્ધુ મળ્યો. એણે જોયું કે એણે તો માત્ર ગુરુના શબ્દોને પડ્યા છે, પણ એના ભાવને એ સમજ્યો નથી. મોઢે શબ્દો કર્યા છે, ગોખ્યા છે, કડકડાટ બોલી જાય છે પણ એ ભાવને ભૂલ્યો છે. એ પ્રશ્ન શિષ્યે પછી પેલાને બતાવ્યું કે ગુરુના ત્રણ સંદેશનો ભાવ તો એવો હતો કે મીઠું ખાવું એટલે એકાંતરે ખાવું, તપ કરીને ખાવું; ખરી ભૂખ લાગે ત્યારે ખાવું. તપને પારણે સૂકો રોટલો પણ મીઠો બની જાય છે. ચીનનો એક તત્ત્વચિંતક એકવાર અમેરિકા ગયો. ત્યાં એ દાક્તરોની પરિષદમાં ગયો. દાક્તરોએ એને પૂછ્યું કે તમારા ત્યાંના દાક્તરો કેવા છે ? કાંઈ જાતઅનુભવ છે ? તત્ત્વચિંતકે કહ્યું કે ‘હા, એક્વાર હું માંદો પડ્યો. મેં દાક્તરને બોલાવ્યો. એણે એકના બે રોગ કર્યા. બીજાને બોલાવ્યા; એણે ત્રીજો રોગ ઉમેર્યો. પછી મેં ત્રીજા દાક્તરને બોલાવ્યો, પણ ત્યારે એ ગામમાં ન હતો. એ એક અઠવાડિયે આવ્યો પણ ત્યાં તો દવા વગર જ મારો રોગ મટી ગયેલો.' આજના ઘણા રોગો વિષે આ શું સાચું નથી ? કેટલાક રોગો ડૉક્ટરોથી નથી વધ્યા ? હા, કેટલાક જરૂર મટ્યા હશે પણ વધ્યા છે કેટલા ? આપણા રોગોનું કારણ એ છે કે આપણું અન્ન આજે મીઠું નથી રહ્યું. આપણે તો તીખું, ચટાકેદાર ખાઈને છીએ. બાકી ખરેખર ક્ષુધા લાગે ત્યારે તો સાદું અન્ન પણ મીઠું લાગે. પેલા ગુરુએ કહેલું કે ‘મીઠું ખાઓ' એટલે ત્યારે ખાઆ કે જ્યારે અન્ન મીઠું લાગે; ભૂખ લાગે ત્યારે; તપ અને તિતિક્ષા પછી જ ખાઓ. અને લોકપ્રિયતા એટલે ? નિ:સ્પૃહતા. જે માણસને દુનિયામાંથી કાંઈ પણ લેવાની ઇચ્છા નથી, તે લોકપ્રિય થાય છે. આવી લોકપ્રિયતા ભાષણોમાંથી, મીઠી વાતો કરવાથી કે જ્યોતિષના મંત્રતંત્રથી નથી આવતી. એ તો જેને લેવાની ઇચ્છા નથી, પણ આપવાની સ્પૃહા છે તેને જ વરે છે. જેના અંતરમાં માત્ર અપેક્ષા જ પડેલી હોય એ કેવી રીતે લોકપ્રિય થઈ શકે ? એ તો ગરોળી જેવો કહેવાય. ગરોળી માત્ર લેવાનો જ સદા વિચાર કરે છે; કાંઈક મેળવવાની જ ઇચ્છા રાખે છે. આવી રીતે ઘણા માણસો અપેક્ષા ધર્મરત્નનાં અજવાળાં * ૧૨૯ Page #139 -------------------------------------------------------------------------- ________________ રાખે છે. એ ક્યારેય એમ નથી વિચારતો કે હું શું કરું કે જેથી બીજાને લાભ થાય. આપણે આપણાં બધાં કામ જાતે જ કરવાં જોઈએ. કોઈની અપેક્ષા ન રાખો. આમ કરશો તો થશે એવું કે નહિ સોંપો તોય હજાર હાથ તમને સહાય કરવા દોડશે. આનું નામ લોકપ્રયિતા, નિ:સ્પૃહતા. માટે કહ્યું છે કે : સહજ મિલા સો દૂધ બરાબર, માંગ લિયા સો પાની; ખિંચ લીયા સો ખૂન બરાબર, યહ ગોરખની વાણી.” સહજ ભાવે મળી જાય એ જ સારું; બાકી માગીએ તો આપણું પાણી ઊતરી ગયું. એટલે જીવનમાં આપણે ઓછામાં ઓછી જરૂરિયાત રાખવી. બધાય વગર ચલાવતાં શીખો. આવો ભાવ જાગે ત્યારે આત્માની અસ્મિતા આવે. આપણે સંપત્તિના, સાધનોના દાસ થવાનું નથી; આપણે તો દિલ-સંપત્તિની શ્રીમંતાઈ બતાવવાની છે. અને તો જ જીવનમાં ખરી ખુમારી આવી શકશે. આપણે જ ઊભી કરેલી જરૂરિયાતો આપણને પછી એની પાછળ કેવી દોડાવે છે તે જુઓ. જરૂરિયાતો આમ માણસને નીચેમાં નીચે લઈ જાય છે; પણ ઊંચે જવા માટે તો માણસે આ જરૂરિયાતો ઓછી કરવાની છે. અન્ન, વસ્ત્ર અને રહેઠાણ જરૂરી છે; પણ એ સિવાયનાં બીજાં સાધનો આજે તમારી બેડીઓ બની બેઠાં છે. વસ્તુના આવા ગુલામ ન બનો. આમાં ઘેરાઈ ન જાઓ. જિંદગીમાં પ્રથમ ઇચ્છા કરીએ અને એ ન મળે એટલે આપણને દુ:ખ થાય છે. ખરી રીતે દુ:ખ છે જ નહિ, પણ ઇચ્છાને લીધે આપણે દુખ ઊભું કરીએ છીએ; આપણે લાવીએ છીએ. ઇચ્છાને બોલાવો એટલે એનો ભાઈ દુ:ખ એની પાછળ અટળ ચાલ્યો જ આવે છે. આમ લોકપ્રિયતા એટલે નિ:સ્પૃહતા. આ એક જ રીતે આવે કે સ્પૃહા જ ન કરવી; સંતોષથી જીવવું. આ વસ્તુ ખૂબ મજા આપશે. મિત્રો કહે કે લો અને આપણે ના કહીએ; એ નિ:સ્પૃહતાથી લોકપ્રિયતા આવે. ગુરુનો ત્રીજો સંદેશ એટલે “સુખે સૂવું” એનો અર્થ એ કે આત્માના વિચારમાં મનને રોકવું. માત્ર દેહ થાકે ત્યારે શરીરને ઢળવા દેવું. આવો માણસ ઊંધે, પણ ઊઠે એટલે સ્વસ્થ. એને ઊંઘમાં સ્વપ્નાં, બકવાટ, ધમપછાડા મારવાનું રહેતું નથી. સુખેથી સૂવું એટલે આત્માની વિચારણામાં મસ્ત રહેવું. જીવન એવું બનાવવું કે જેમાં ભય ન હોય અને તેથી એ સુખેથી સૂઈ શકે. જેનું મન અભય છે, એવો માણસ ભૂમિ ઉપર બાદશાહી આરામથી સૂશે. ૧૩૦ % ધર્મરત્નનાં અજવાળાં . 1 Page #140 -------------------------------------------------------------------------- ________________ ફુટપાથ ઉપર થાકીને ઊંઘતા માણસને જે આનંદ હોય છે એ આનંદ, હવેલીમાં સૂતેલાને નથી મળતો; કારણ ? એકનું મન ભયમુક્ત અને શ્રમની સાધનાવાળું છે, બીજાનું ભયવાળું અને શ્રમ વગરનું છે. આ ત્રણે ઉપદેશનો ખરો અર્થ, પ્રજ્ઞ શિષ્ય જેનામાં માધ્યસ્થભાવ હતો અને જેનામાં સૌમ્યદૃષ્ટિ હતી તે એ સમજી શક્યો. એ શિષ્યને કશો પૂર્વગ્રહ ન હતો. સૌમ્ય દૃષ્ટિ હોવાથી એનામાં દ્વેષ ન હતો; આથી એ બીજા શિષ્ય સાથે લડ્યો નહિ; એણે તો એના દયા ખાધી. પરિણામે એના વિચારો બીજા શિષ્ય ઝીલ્યા. આપણે પણ આમ શબ્દોની પાછળની લક્ષણા સમજવી જોઈએ. ગંગામાં ઝૂંપડું' કહીએ એટલે ગંગાના પાણીમાં ઝૂંપડું બાંધવાની વાત નથી, પણ ગંગાને તીરે ઝૂંપડું એમ ભાવ-અર્થ છે. મહાપુરુષોનાં વાક્યોમાં આવો લક્ષણાભાવ હોય છે; એ અર્થગંભીર હોય છે. જેનામાં માધ્યસ્થભાવ હોય, જેનામાં સૌમ્યતા હોય તેઓ આ સમજી શકે. વિકાસ માટે બુદ્ધિમાં માધ્યસ્થભાવ અને દૃષ્ટિમાં સૌમ્યતા બેઉ જોઈએ. આવો માણસ ધર્મવિચારને સાચા સ્વરૂપમાં જાણી શકે છે, સમજી શકે છે. તા. ૧-૮-૧૯૭૦ ધર્મરત્નનાં અજવાળાં * ૧૩૧ Page #141 -------------------------------------------------------------------------- ________________ 30. માધ્યસ્થનું માધુર્ય , ર્મનો યોગ્ય અધિકારી માણસ બુદ્ધિમાં માધ્યસ્થ અને દૃષ્ટિમાં સૌમ્યતા દાખવે. એનો સ્વભાવ જડ ન જ હોય. એવા માણસને જ્યાં વાળવો હોય ત્યાં વાળી શકાય. જેનામાં રાગદ્વેષની તીવ્રતા ન હોય તે માણસ સરળતાથી વસ્તુને – ભાવને ગ્રહણ કરી શકે. આજે લોકોમાં માધ્યસ્થભાવ નથી એટલે પોતાની ખોટી આ વાતને નકામા વળગી રહે છે ને છોડવા તૈયાર થતા નથી. ઊલટું તેઓ એમ માને { છે કે પોતે જે કરે છે, એ જ સાચું છે અને પોતે ધર્મમાં વિશ્વાસવાળો છે. પણ આવો માણસ ભૂલે છે કે કોઈ આ પણ વસ્તુને આકાર આપવો હોય તો એ - વસ્તુ નરમ હોવી જોઈએ. માટી સૂકી હોય * ને આકાર આપો તો તેમાં તરડ પડી જાય. છે. જો માટી નરમ, ભીની, આદ્ર, કોમળ હોય જ તો એને યોગ્ય આકાર આપી શકાય. આ જ પ્રમાણે, જેના જીવનમાં માધ્યસ્થભાવ નથી, છે તેવો માણસ મિથ્યાત્વમાંથી ઊંચે નથી આવી શકતો; પણ જેના સ્વભાવમાં જે સગુણો ૧૩૨ - ધર્મરત્નનાં અજવાળાં Page #142 -------------------------------------------------------------------------- ________________ છે તે સારી વાતને ગ્રહણ કરવા તૈયાર હોય છે. જેનામાં માધ્યભાવ નથી તે એક બાજુ નમી પડે, ઢળી પડે છે ને વાતને એવી રીતે પકડે છે કે પછી એ બીજાને સાંભળવા તત્પર નથી હોતો; છેવટે સત્યથી વંચિત રહીને જિંદગી પસાર કરે છે. આવા માણસને કદી સત્ય મળી શકતું નથી. તમે જોયું કે આ માધ્યસ્થભાવ સાથે સૌમ્યતા જરૂરી છે. માધ્યસ્થ સાથે સૌમ્યતાની દૃષ્ટિ હશે તો એ જરા જરા વાતમાં ઉગ્ર નહિ બને. જો માણસ જરાક નિમિત્ત મળતાં ઉગ્ર થઈ જાય, તો પછી ધર્મનો અર્થ શો ? નાની વાતમાં આવેશમાં આવી જવું અને નિમિત્ત ન મળે ત્યાં સુધી હું ગુસ્સો નથી કરતો એવો આડંબર કરવો એ તો ખોટું છે. એમ જુઓ તો કૂતરુંય નિમિત્ત ન મળે ત્યાં સુધી તો ભસતું જ નથી ! એ પણ અજાણ્યાને જુએ છે તો જ ભસે છે. નિમિત્ત ન મળે ત્યાં સુધી જ શાંત રહીએ, એ તો કૂતરુંય કરે છે; પછી એનામાં ને માણસમાં ફેર શો ? દરેક પ્રવૃત્તિમાં માધ્યસ્થભાવ અને સૌમ્ય દૃષ્ટિ કેળવો. સામો માણસ કદાચ તપી જાય તો પણ તમે ગરમ ન થાઓ. તમે જાણો છો કે હથોડો પોતે જો ઠંડો રહે તો જ એ લોખંડને ટીપી શકે. એ પોતે ગરમ થઈ જાય તો એ પોતાના હાથાને જ પ્રથમ બાળી નાખશે. યાદ રાખજો કે ઉશ્કેરાટ અને અશાન્તિ સાથેની અનેક ક્રિયાઓ કરતાં, એક મિનિટની શાન્તિપૂર્ણ ક્રિયા વધુ મહત્ત્વની છે. અશાન્તિ તો બધી ક્રિયાઓને ભરખી જાય છે. કહેવાય છે કે “મિયાં ચોરે મૂઠે અને અલ્લા ચોરે ઊંટે.” એમ આપણે ખૂબ મહેનત કરી ધર્મક્રિયા કરીએ, પ્રવૃત્તિ કરીએ, પૂજા-સેવા કરીએ, સમતા કેળવીએ અને જરાક નિમિત્ત મળતાં જો એક જ મિનિટની ગરમીમાં એ શાન્તિનો નાશ કરીએ, તો કેટલું નુકસાન થાય ! એક નાનો એવો અગ્નિનો તણખો કરોડ મણ રૂને બાળી નાખે છે. એમ આપણી અશાન્તિ, આપણા ક્રોધની એક જ ચિનગારી, સમતારૂપી રૂને બાળી નાખશે. આપણી આ સમતા જીવનના પ્રસંગોમાં કેમ ચોરાઈ જાય છે એ જોતા રહો. સારા અને ખરાબ પ્રસંગ વખતે આપણું માનસિક સમતોલપણું જળવાય છે કે તૂટે છે, એનું ધ્યાન રાખો. એક ટેકરી ઉપર એક સાધુ રહેતા હતા. ત્યાં એક દિવસ એક ભક્ત આવ્યો અને સાધુને કહે કે મારે જાત્રાએ જવું છે, માટે આ સો સોનામહોર સાચવો. સાધુ કહે ભાઈ ! મેં સંસાર છોડ્યો છે, તે શું તારી સોનામહોર સાચવવા ? એ કાંઈ મારું કામ નથી. પણ પેલાએ બહુ જ આગ્રહ કર્યો, ત્યારે ધર્મરત્નનાં અજવાળાં ૬ ૧૩૩ Page #143 -------------------------------------------------------------------------- ________________ સાધુએ કહ્યું કે ભલે, પેલી બાજુ ખાડો ખોદીને મૂકી જા. ભક્ત તો એમ કરી, નિર્ભય થઈને જાત્રાએ ગયો. બાર મહિને એ પાછો આવ્યો. સાધુ પાસેથી પેલી કોથળી માગી. સાધુએ કીધું કે તેં કોથળી જ્યાં મૂકી હશે ત્યાં જ એ હશે. ખોદીને સોનામહોરની કોથળી એણે કાઢી અને પછી બે મોઢે સાધુની પ્રશંસા કરવા માંડ્યો. આટલી સ્તુતિ કરવા છતાં પેલા સાધુને એની કાંઈ જ અસર ન થઈ. પણ આપણે તો જરાક અનુકૂળતાં મળતાં ફુલાઈ જઈએ છીએ અને પ્રતિકૂળતા મળતાં સંકોચાઈ જઈએ છીએ. એટલે આપણે યાદ રાખવું જોઈએ કે જીવનમાં તો બેઉ રહેવાનાં. બધા દહાડા કાંઈ સરખા નથી હોતા. જીવનમાં સંયોગ અને વિયોગ આવ્યા જ કરે છે, અને આવ્યા જ કરવાના. આપણે એ વખતે સમતા કેળવવાની છે. એટલે ધીમે ધીમે મનને શાંત કરવા મળે. મન જ્યારે આવેગમાં કે આવેશમાં આવી જાય ત્યારે અંદરના આત્માએ એને શાંત કરવા મથવું જોઈએ; પ્રગતિની શાન્તિ જાળવી રાખવી જોઈએ. આપણે જોયું કે પેલા સાધુની સ્તુતિ થઈ ત્યારે એ ફુલાયા નહિ; એમ જ પ્રશંસાથી આપણે ફુલાવાનું નથી; નિંદાથી મૂંઝાવાનું નથી. કોથળી લઈને પેલો ભક્ત ઘેર આવ્યો. સ્ત્રીને કહ્યું કે નાહીને આવું છું; પછી જમીએ. પેલી સ્ત્રીએ તો હરખમાં ને હરખમાં લાડુ બનાવવાનો વિચાર કર્યો. પેલી કોથળીમાંથી એક સોનામહોર કાઢી ચીજવસ્તુ લઈ આવી અને ભોજન તૈયાર કર્યું, પેલો નાહીને આવ્યો અને લક્ષ્મીવંદન કરવા બેઠો. પણ મહોરો ગણી તો એક ઓછી. એને થયું કે પેલો સાધુ જ ચોર લાગે છે. મારા બેટાએ ધીમે રહીને એક કાઢી લીધી લાગે છે અને પાછો સંત થઈને બેઠો છે ! હું જાઉં અને એને ખબર પાડી દઉં. આવેશમાં ને આવેશમાં એ દોડ્યો. જુઓ ! આવેશમાં હવે અસ્થિરતા આવતાં એ કોઈને સાંભળવા તૈયાર નથી. બૈરી પૂછતી રહી અને એ તો ભાગ્યો સાધુ પાસે. આવેશમાં એનું મગજ પણ એના કાબૂમાં ન રહ્યું. સાધુ તો ચેલાઓ વચ્ચે શાન્તિથી બેઠા છે. ત્યાં તો એણે આવીને ‘ચોર પાખંડી ! ઊભો રે' ! તારી ખબર લઉં' કહેતો ગમે તેમ બોલવા લાગ્યો. આવેશ માણસમાં કેવો દૃષ્ટિભ્રમ અને મતિભ્રમ ઊભો કરે છે ! એ ગમે તે બોલી નાખે છે. ચૂંટી ચૂંટીને હલકામાં હલકા શબ્દો એણે સાધુને સંભળાવ્યા અને કહ્યું કે સોનામહોર ચોરી છે તે આપ, નહિતર આખા ગામમાં બદનામ કરીશ. સાધુ તો શાંત રહ્યા. પેલો થાકીને પાછો ફર્યો. રસ્તામાં જેટલા લોકો મળ્યા તે બધાને કાને સાધુનું ખરાબ બોલી એણે એને બદનામ કર્યા. ઘેર આવીને એણે સ્ત્રીને બધી વાત કરી કે એ સાધુએ સોનામહોર ચોરી, ૧૩૪ : ધર્મરત્નનાં અજવાળાં Page #144 -------------------------------------------------------------------------- ________________ પણ હું એને કેવો ફજેત કરી આવ્યો ! ત્યારે સ્ત્રીએ કહ્યું : “તમે આ શું કર્યું ?' અને એણે વાપરેલી એક સોનામહોરની વાત કરી. વાત સાંભળતાં જ એ અવાક થઈ ગયો. શરમાઈ ગયો. જમ્યા વગર જ એ સીધો સાધુ પાસે દોડ્યો અને પગમાં પડી એમની માફી માગી, “મેં આપની કરેલ નિંદાથી આપને દુઃખ તો નથી થયું ને ?' સાધુએ જમીન પરથી ધૂળની ચપટી લઈ, નીચે નાખતાં કહ્યું કે અમ સાધુઓને મન નિંદા અને સ્તુતિ, બેઉ આ ધૂળ જેવી છે.” સાધુ તો ચંદન જેવા શીતળ હતા. તેઓ એ જ શાન્તિ બતાવી રહ્યા હતા. એ તો પ્રશંસાથી ન ફુલાયા કે ગાળોથી ન દુભાયા. એમણે સમતા રાખી અને તેથી એ જીતી ગયા. આ દૃષ્ટાંત આપણને શીખવે છે કે ઘરમાં અને બહાર આપણે જીવનમાં શાન્તિ અને સમતા રાખવી જોઈએ. કોઈની ભૂલ થઈ જાય તો શાંત વાતાવરણ વખતે એને સમજાવો, વિચારણા આપો, પણ તમે ગરમ ન બનો. પેલા સાધુને સ્તુતિ કે નિંદા કાંઈ સ્પર્શી શકી નહિ. એનામાં માધ્યસ્થ ભાવ અને સૌમ્ય દૃષ્ટિ, બંને હતાં. જેનામાં આ બે ગુણ હોય તેવો આત્મા જ ધર્મની આરાધના કરી શકે. આવા માધ્યસ્થ ભાવવાળો માણસ સારાનો સ્વીકાર કરે અને દૃષ્ટિની સૌમ્યતા કેળવે. દુર્ગુણને એ દૂરથી જ છોડી દે છે. આમ જ્યારે માણસને સગુણ સોના જેવો, અને દુર્ગુણ પેલા વીજળીના તાર જેવો ભયંકર લાગશે, ત્યારે એ સાચો ધર્મી થઈ શકશે. એવો માણસ સદ્ગણનો સદા સંસર્ગ કરે છે, અને દુર્ગુણનો સદા ત્યાગ કરે છે. આવા માણસમાં જ માધ્યસ્થ અને સૌમ્યતા આવી શકે, ટકી શકે. તા. ૨-૮-૧૯૬૦ ધર્મરત્નનાં અજવાળાં જ ૧૩૫ Page #145 -------------------------------------------------------------------------- ________________ +++++&*** \?+++8 ૩૧. ગુણાનુરાગ આ વિચાર કરવાના છીએ. આ ગુણ સદ્ગુણનો આપણે પણ એટલે ગુણાનુરાગીપણું. આ દુનિયામાં, કાગની દૃષ્ટિ તો સૌને વરેલી હોય છે, હંસષ્ટિ આવવી મુશ્કેલ છે. બીજાના દોષ જોવાનું કામ આપણે અનાદિ અનંત કાળથી કરતા આવ્યા છીએ. એ આપણે માટે સરળ બની ગયું છે. આને પરિણામે, સંસારમાંથી આજ સુધી આપણે માત્ર દોષ જોયા કર્યા છે; ગુણ નથી તારવ્યા. જેમ ગળણીમાંથી ઘી ગળાઈ જાય અને કચરો ગળણીમાં રહી જાય છે. તેમ સંસારને જોવાની આપણી દૃષ્ટિ દોષવાળી હોય તો એ ગળણીમાંથી સારા ગુણો ગળાઈને ચાલ્યા જશે અને માત્ર દુર્ગુણો જ આપણા ભાગ્યમાં રહેવાના. ગુણાનુરાગી માણસ ગુણવંતનું બહુમાન કરે. એ પોતાના કરતાં બીજામાં વિશિષ્ટ તત્ત્વ જોવા મથે છે, એની પ્રશંસા કરે છે. જેમ ઝવેરી ગમે તેટલાં મોતી અને ૧૩૬ : ધર્મરત્નનાં અજવાળાં Page #146 -------------------------------------------------------------------------- ________________ એના હતા હીરામાંથી, સાચાં મોતી અને ખરા હીરાને પારખી કાઢે છે. એમ ગુણાનુરાગી આત્મા, બીજાની પાસેથી ગુણ જોઈ ગુણનો ભંડાર બને છે. કાગડા જેવી દૃષ્ટિ રાખી જીવનને ખરાબ કરવું એના કરતાં હંસદષ્ટિ રાખતાં ક્યારેક છેતરાઈ જવામાં પણ ફાયદો છે. એક વખત ઇન્દ્રસભામાં વાત ચાલી કે ગુણાનુરાગી હોય તે ગુણવંતની કદર કરનારો હોય, અને જગતમાં આવી વ્યક્તિ શ્રીકૃષ્ણ મહારાજા છે. આ સાંભળી એક દેવથી ન રહેવાયું. એણે એમની કસોટી કરવા માટે શ્વાનનું રૂપ લીધું અને રસ્તામાં જઈને એ ઊભો રહ્યો. કહોવાઈ ગયેલું એનું શરીર, ખસથી ખવાઈ ગયેલું પૂંછડું, લબડી ગયેલા કાન અને દુર્ગધ મારતી કાયા. સૌ એને જોઈ મોં ફેરવી ચાલ્યા જાય છે. શ્રીકૃષ્ણ મહારાજ ત્યાંથી નીકળ્યા. એ તો ગુણાનુરાગી હતા. એમણે જોયું કે આમાંય કાંઈક તો સારું છે જ : એમણે વિચાર્યું : “એના દાંત કેવા મજાના દાડમની કળી જેવા છે ! આ સાંભળી શ્વાનના રૂપમાં આવેલો દેવ એમને નમી પડ્યો. એણે કહ્યું કે ભગવાન ! શ્વાનના દુર્ગુણને જોનારા ઘણા હતા પણ દુર્ગુણમાં સગુણને જોનાર, ગુણાનુરાગી તો આપ એક જ નીકળ્યા, આપને હું વંદું છું. આપણે આ દુનિયામાં થોડાં વર્ષોનું જીવન જીવવાનું હોય છે અને એમાંનો ચોથો ભાગ ખાવામાં અને ચોથો ભાગ સૂવામાં જાય છે, બાકીનો સમય થોડોક ધંધો કરવામાં અને બીજો બધો સમય બીજાના દોષો જોવામાં અને પોતાનાં રોદણાં રોવામાં જાય છે. આમાં આપણા આત્મા માટેનો વિચાર કરવાનો સમય ક્યાં ? - પારકાની વાતો કરવામાં, એની વાતો યાદ રાખવામાં આપણે એટલી શક્તિ ખરચીએ છીએ કે સાચું યાદ રાખવાનું યાદ રહેતું નથી. આમ તમે જો બીજાનું, ભળતું જ બધું યાદ રાખી બેસી રહો, તો તમારા આત્માને ક્યારે યાદ કરવાના ! આજે આપણું મન આવી વાતોથી એટલું બધું ભરેલું છે કે કાલની ય વાત આપણને આજ યાદ રહેતી નથી. નકામી વાતોની યાદથી આપણાં મન આજે ઠાંસોઠાંસ ભરેલાં છે, અને તેથી નવી, સારી વાતને મનમાં રહેવાનો અવકાશ જ નથી રહ્યો. આ બતાવે છે કે આપણા મગજમાં નકામું ઘણું ભર્યું છે. આ દશામાંથી સુધરવાનો એક માર્ગ એ કે ગુણાનુરાગી બનવું. ગુણવંત પાસેથી જે સારું મળે તે લ્યો; બાકીની બધી વાતો ભૂલી જાઓ. જેમ ભ્રમર ફૂલ ઉપર બેસી, મધ ચૂસી, બીજાને પીડા આપ્યા વગર વિચરે છે, એમ તમે પણ ગુણની ગૌચરી કરો. લોકો પાસેથી, ગમે ત્યાંથી શીખો, જેથી ખરાબ વાતો મગજમાં ભરાઈ ન જાય અને સારું મળી રહે. આપનાર ગુજાન, ધનના પાનના રસ ધર્મરત્નનાં અજવાળાં જ ૧૩૭ Page #147 -------------------------------------------------------------------------- ________________ પણ આને માટે આપણે ગુણના એકલા પ્રશંસક જ નહિ, પણ એના રાગી બનવાનું છે. જેના પર આપણને રાગ હોય તેને માટે જેમ બધું કરવા આપણે તૈયાર થઈએ છીએ, તેમ ગુણાનુરાગી બનવા માટે પણ કરો. જેમ પોતાનું બાળક દાઢી ખેંચે, ધક્કો મારે તોય મીઠું લાગે છે તેમ. કારણ ? એની પાછળ પિતાને બાળક માટેનો રાગ ભર્યો છે. દુનિયાના રાગી ન બનતાં આપણે હવે ગુણના રાગી બનવાનું છે. જેમ વેપારી માણસ એના વેપાર પ્રત્યેના રાગને કારણે બજારમાં દોડે છે, એમ આપણામાં સગુણ માટેનો રાગ જાગવો જોઈએ; તો તમે ગુણવંત તરફ દોડી જશો, અને કાંઈક મેળવવા પ્રયાસ કરશો. એવા ગુણવાન પાસેથી લૂંટાય એટલું લૂંટ; તમારો જીવનભંડાર સગુણથી ભરો, આ ગુણ, ગુણીજન વ્યક્તિમાં પોતાનામાં હોય છે. હીરાનાં કિરણો હીરાની અંદર રહેલાં હોય છે; મોતીનું પાણી મોતીમાં છે. એના ભૂકામાં નહિ. આમ, આપણે આવા ગુણાનુરાગી ને ગુણવંત પુરુષોના પૂજક બનીશું ત્યારે જ આપણામાં મહાનતા આવશે. ગુણવંતનું સન્માન કરો તો એ ગુણ તમારામાં આવે; પણ આજે એ માનભાવ રહ્યો નથી; આપણે એ કેળવવાનો છે. બે બ્રાહ્મણો કાશીમાં સંસ્કૃત ભણીને પાછા આવ્યા. બંને એક ધર્મશાળામાં ઊતર્યા હતા. ગામના એક શેઠ ત્યાં આવ્યા અને બેઉને પોતાને ત્યાં જમવા નોતર્યા. એમાંનો એક ન્યાય ભણીને પંડિત થયેલો; બીજો વ્યાકરણમાં પંડિત બનેલો. ન્યાયશાસ્ત્રી કહે કે વૈયાકરણીઓ પિશાચ જેવા હોય છે; તો વૈયાકરણી કહે કે ન્યાય ભણનારા રીંછ જેવા હોય છે. આમ બેઉને, પરસ્પરની વિદ્યા માટે માન નહોતું પણ ધિક્કાર હતો. બેઉ પંડિત થયેલા પણ એમને એમ ન થયું કે સામાની દૃષ્ટિ પણ સમજવા મથું. જો એમ કરત તો એ બેઉ જણ એક બીજાના પૂરક, પ્રશંસક બનત અને પોતે ગુણ મેળવત. સમાજમાં જુદાં જુદાં ક્ષેત્રોમાં જુદા જુદા લોકો કામ કરે છે. હજામ, ધોબી, કાપડિયો – બધાનું સમાજમાં સરખું સ્થાન છે. એમ ન ચાલે તો દરેક જણ બીજાનો વિરોધક અને વિઘાતક બની જાય. ખરી રીતે તો સમાજ આપણને ઉપયોગી છે, તેમ આ દરેક ધંધાદારીએ સમાજને ઉપયોગી થવાનું છે. બીજે દિવસે બેઉ પંડિતો પેલા શેઠને ત્યાં જમવા આવ્યાં. બેઉને જુદા ઓરડામાં બેસાડ્યા. બેઉનામાં એકબીજા માટે પૂર્વગ્રહ પડેલો છે. દરેકને એમ લાગે છે કે શેઠને ત્યાં મારા જેટલું માન, બીજાને ન મળવું જોઈએ, કારણ કે મારું જ્ઞાન વધારે ઊંચું છે. ૧૩૮ - ધર્મરત્નનાં અજવાળાં Page #148 -------------------------------------------------------------------------- ________________ પેલો ન્યાયશાસ્ત્રવાળો શેઠને કહે કે શેઠ ! પેલો માણસ વ્યાકરણ ભણેલો છે પણ સાવ ગધેડા જેવો છે; ન્યાયનું તો એને જ્ઞાન જ નથી. આમ કહી એણે એના ન્યાયનું પ્રદર્શન કર્યું, પછી શેઠ ત્યાંથી ઊઠીને વૈયાકરણી પાસે ગયો, તો એ કહે કે શેઠ ! ન્યાયવાળો તો સાવ બળદ છે; એને વ્યાકરણનું જરાય ભાન નથી. ક્યાં ષષ્ઠી અને ક્યાં સપ્તમી વાપરવી એટલુંય જ્ઞાન એને નથી એમ કહીને એણે પોતાની ભાષાનું પ્રદર્શન કર્યું. શેઠ સમજી ગયા કે આ બેઉ ન્યાય અને વ્યાકરણ ભણ્યા છે પણ અંદરથી બળેલા છે. આ તો બંને સરખા પોથી-પંડિતો છે, પણ એમના જીવનમાં શૂન્યતા છે. એને થયું કે પંડિતો આવા ! સંસ્કારી માણસ આવો હોય ! વિદ્યા, શાસ્ત્ર, ચારિત્ર્ય વગેરે જો જીવનમાં પચે નહિ તો એમના શબ્દો કેવા દુર્ગંધ મારતા નીકળે ! એણે નક્કી કર્યું કે ડાહ્યાનું કામ એ કે ભૂલેલા પંડિતોનેય માર્ગ બતાવવો. મારે આ કામ કરવું પડશે. શેઠે પછી બેઉને જમવા બેસાડ્યા. પાટલા અને થાળી મૂક્યાં. ચાંદીની થાળી અને ચાંદીના લોટા. એકને ભૂસું પીરસ્યું; બીજાની થાળીમાં ઘાસ પીરસ્યું. પેલા પંડિતોએ તો થાળીમાં આવું જોઈ, રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, અને ત્રાડ નાખી : “અમારું આવું ઘોર અપમાન !” શેઠે કહ્યું કે ગરમ ન થાઓ. જુઓ ! હું તો આપ જેવા પંડિતોનું કહેવું ન પાળું, તે કેમ ચાલે ! આપે કહ્યું હતું તે પ્રમાણે, આપમાંના ગધેડા પાસે મેં ભૂસું મૂક્યું છે, અને બળદ પાસે મેં ઘાસ મૂક્યું છે, અને તે યોગ્ય છે. આ સાંભળી પંડિતો પોતાના શબ્દો યાદ કરીને શરમાઈ ગયા. શેઠે એમને શીખવ્યું કે તમે શાસ્ત્રો ભણ્યા છો, પણ તમારી દૃષ્ટિ ખૂલી નથી; તેથી જ મેં તમને આજે જીવનનું આ જ્ઞાન આપ્યું છે, પણ હવે યાદ રાખજો કે બીજાને ઉતારી પાડનાર પોતે ઊંચો નથી રહી શકતો. અને આ સાંભળી બેઉએ પરસ્પરની માફી માગી. શેઠે એમને આમ સત્કાર્ય અને સન્માનથી સુધાર્યા. સંસારમાં ને કુટુંબમાં તમે પણ એકબીજાની નિંદા ન કરો. એકબીજાના પૂરક બનો. તો જ સંસાર મીઠો લાગશે. ગુણાનુરાગીનું કામ, ગુણવંતનું માન કરવાનું છે. બાકી તો જગતમાં દોષ કોનામાં નથી હોતા ? પણ વહુ અને સાસુ, દેરાણી અને જેઠાણી સૌમાં ત્રુટી ન જોતાં એના ગુણ જુએ. આજે વિશ્વની મોટામાં મોટી ખામી એ છે કે સૌમાં દોષદૃષ્ટિ વધી રહી છે; ગુણદૃષ્ટિ ઘટી રહી છે. તા. ૪-૮-૧૯૬૦ ધર્મરત્નનાં અજવાળાં - ૧૩૯ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૩૨. સગુણની ઉપાસના એ પદષ્ટિ એ માણસનો અનાદિ * કાળનો એક કુસ્વભાવ છે, ટેવ છે. છે કોઈ વસ્તુ ઢાળ તરફ વહી જાય તો એમાં જે કાંઈ એની મહત્તા નથી. જિંદગીમાં ચઢવું જ મુશ્કેલ હોય છે; ઊતરવું તો સાવ સહેલું છે. દુનિયામાં માણસને અધમ બનાવનાર તે આ દોષદૃષ્ટિ છે; જ્યારે જીવનને આગળ હું વધારનાર તો ગુણદૃષ્ટિ છે. તમને ખબર છે કે આખા ગામનો “ કચરો ભેગો કરનાર માણસ, પોતે કચરો સંઘરીને ઘરમાં નથી રાખતો. કચરાને ભેગો કરી એ ઉકરડામાં નાખે છે. તો પછી, ૐ આપણે લોકોના દોષની ગંદકી આપણી સાથે આ લઈને શું કરવા ફરવું ? આમ કરનાર માણસ તો પેલા કરતાંય વધુ નીચ છે. એ તો બધાના દોષો જોઈ, પોતાનામાં સંઘરી રાખે છે. આવો માણસ જ્યાં ખરાબ વાતો જ થતી હોય ત્યાં દોડી જાય છે અને ઘરનું દિવેલ બાળી બીજાના દોષ શોધે છે. માટે સમાજને સ્વચ્છ રાખવા માટે ૧૪૦ % ધર્મરત્નનાં અજવાળાં Page #150 -------------------------------------------------------------------------- ________________ મહાપુરુષો આપણને ગુણાનુરાગી થવાનું કહે છે. દોષથી ભરેલી આજની દુનિયામાં ગુણનું દર્શન દુર્લભ છે. દરેક ઘરમાં બગીચાઓ નથી હોતા; એમ સર્વત્ર સગુણ પણ નથી હોતા, એક સ્થળે કહેવામાં આવ્યું છે કે ‘નિંદા ન કરજો પારકી, ન રહેવાય તો કરજો આપકી.” જો નિંદા કર્યા સિવાય ન રહી શકો તો માત્ર તમારી પોતાની જ નિંદા કરજો. ધોબી પણ પૈસા લઈને કપડાં ધુએ છે, પણ આપણે તો આપણી જીભથી મનુષ્યના મેલને મફત ધોઈએ છીએ. માટે નકામી વાતો ઓછી કરો અને કામની વાતો તરફ વધુ ધ્યાન આપો. આમ કરશું તો જ હંમેશાં આપણા મોંમાંથી સુવાક્યો નીકળશે. આજે આપણે સોળ સતીઓનાં ચરિત્ર સંભારતાં નથી; આપણા ચોવીસ તીર્થકરોનાં ચરિત્ર આપણને યાદ નથી. આ આપણું સદ્ભાગ્ય છે ? આ સ્થિતિમાં આપણે તેમની શી આરાધના કરી શકીએ ? જો સમજણપૂર્વકની આરાધના હોય તો જ તે અભુત બની શકે છે. આજે આપણા જ્ઞાનતંતુઓ શિથિલ થઈ રહ્યા છે, કારણ કે એની ઉપર નબળા શબ્દોના ઘા સતત ચાલુ જ છે. શબ્દની અસર જમ્બર થાય છે એ યાદ રાખવું જોઈએ. ક્રોધભર્યા એક શબ્દથી આપણી આંખના ખૂણા લાલ થઈ જાય છે, અને મર્મભર્યા એક સારા શબ્દથી, આપણે હાસ્યમાં મસ્ત થઈએ છીએ. શબ્દોની આમ કેવી અસર છે ! જેમ એક સુંદર તંતુવાદ્યના તારને સ્પર્શતાં જ એમાંથી સૂર ઝણઝણી ઊઠે છે, એમ જ્ઞાનતંતુઓનું પણ છે. જો હથોડાથી ઘા કરવાનો હોય તો કાંડે બાંધેલું સો રૂપિયાનું ઘડિયાળ કાઢી નાખો છે ને ? કારણ કે એને આંચકા લાગે. પણ કરોડ રૂપિયાનું મગજ સાચવવા આજે કોઈ ધ્યાન આપતા નથી. માણસે પોતાનું મન શ્વેત વસ્ત્ર જેવું રાખવું જોઈએ, કે જેથી એની ઉપર ડાઘ ન પડે; અને કદાચ પડે તો એ તાજો હોય ત્યારે જ તરત ધોઈ નાખો. યાદ રાખો કે જો એ સુકાઈ જશે તો પછી નીકળવો ભારે પડશે. કપડાંને સાબુથી સ્વચ્છ કરી શકાય છે, તેમ મનને સદ્ગુણના સંપર્કથી સાફ કરી શકાય. ધ્ય ન રાખો કે તમારા મનની સ્લેટ ઉપર કોઈ પણ નકામી વાત લખાઈ ન જાય. જેમ શાહીના અક્ષરો કાઢતાં કાગળ ઘસાઈ જાય છે તેમ મનની ખરાબ વાતોને પાછળથી ભૂંસવાનો પ્રયત્ન કરતાં મનની મુલાયમતા ઘસાઈ જાય છે, ઓછી થઈ જાય છે. ધર્મરત્નનાં અજવાળાં છે. ૧૪૧ Page #151 -------------------------------------------------------------------------- ________________ એટલે પ્રથમથી જ મનને સુંદર, મુલાયમ રાખવા માટે ગુણાનુરાગી બનો. તમારી બેઠક તમારા કરતાં ચઢિયાતા હોય એવા લોકોની સાથે રાખો. એમની સોબતથી, એમની કોઈક સારી અસર તમારી ઉપર ક્યારેક પણ થવાની. માણસ અમુક વ્યસનને અધીન કેમ થાય છે ? એના વિના કેમ નથી રહી શકતો ? એ વ્યસનનો પ્રારંભ તો સંગના રંગથી જ થાય છે, પણ અંતે એ ટેવ બની જાય છે. વ્યસનીઓની સાથે રહેવાથી વ્યસનોની અભિવૃદ્ધિ થાય છે અને નિર્બસની સાથે રહેવાથી વ્યસન મટી જાય છે. જેમ લસણ સંગે રહેવાથી દુર્ગધ મળે છે અને સુખડ-ચંદન સંગે રહેવાથી સુગંધ મળે છે. એમ વ્યસની અને નિસનીનો સંગ છે. આટલા માટે કહ્યું છે કે એક ઘડી નહિ તો અડધી ઘડી પણ કાઢો અને સારાનો સંગ કરો. તુલસીદાસજીએ તેથી કહ્યું છે કે સારા વાતાવરણ વિના, દુનિયાના અપશબ્દોમાંથી તમને બીજું કોઈ નહીં બચાવી શકે. સાચો સાધુ તો એ કે જેને એમ થાય કે મને માર્ગ મળ્યો છે તે વિશ્વને પણ જણાવું. સારા રંગથી પાણીમાં પલટો આવે છે. ગટરનાં પાણી પણ જો ગંગામાં વહે છે તો એ પણ ગંગાની સંગે રહેતાં, ગટરજળ મટી ગંગાજળ બની જાય છે. કેટલાક કહે છે : “શત્રુના ગુણ ગાવા અને ગુરુના પણ દોષ હોય તો તે જાહેર કરવા', પણ તે બરાબર નથી. નિર્ગુણી હોય તેની ઉપેક્ષા કરો. એના દોષો ગાશો તો એ કદી બંધ નહિ થાય. ગુણવાનની કદર કરો, પણ દોષિતની નિંદા કરશો તો તમારું જ્ઞાન અને ચારિત્ર્ય પણ મલિન થશે. આપણું કાર્ય એ છે કે ગુણ દરેકના લેવા, પણ દોષ કોઈના ન લેવા. આપણે બોલવું ખરું, પણ મીઠું અને હિતકર તથા સત્ય હોય તે જ, જે માણસ ગુરુની નિંદા કરે, તેનામાં ગુરુ પ્રત્યેનો માનભાવ ક્યાંથી જાગે ! દુનિયામાં બીજાના દોષોની જાહેરાત કરવી, એ ડાહ્યા માણસનું કામ નથી. જો માણસ જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યને નિર્મળ રાખવા માંગતો હોય તો તેણે માત્ર આટલું જ કરવાનું છે કે : માર્ગ ભૂલેલા જીવનપથિકને માર્ગ ચીંધવા ઊભો રહું; કરે ઉપેક્ષા એ મારગની તોયે સમતા ચિત્ત ધરું.” બીજાને તારવાનું કામ આપણું છે. બીજાને મારવાનું નહિ. ગુણાનુરાગી થવાનો આ સદ્ગુણ અત્યંત સૂક્ષ્મ છે. ગુણવંતની ઉપાસના કરવી અને ગુણનો આદર કેળવવો. એકલવ્ય શ્રી દ્રોણાચાર્યની પ્રતિમા બનાવી ૧૪ર જ ધર્મરત્નનાં અજવાળાં Page #152 -------------------------------------------------------------------------- ________________ ગુરુપદે સ્થાપી, પોતાની શ્રદ્ધા એનામાં રેડી, અને એમાંથી એણે પ્રેરણા મેળવી શ્રેષ્ઠ વિદ્યા સાધી. માટે તમે ગુણાનુરાગી બની, ગુણના ઉપાસક બનો. અત્તરના કાગળને કપડું જરાક અડે અને જેમ અત્તરની સવાસ એને લાગી જાય છે, તેમ ગુણવાનનો સંસર્ગ રાખશો તો તમારામાં પણ એવા ગુણો જાગશે. આપણે આ બારમું પગથિયું ચડશે એટલે તેરમું આવીને ઊભું જ રહેશે. તા. ૭-૮-૧૯૯૯) ધર્મરત્નનાં અજવાળાં * ૧૪૩ Page #153 -------------------------------------------------------------------------- ________________ >&>4)&8* 33. સથા બા રમા પગથિયા ઉપર ચડેલ માણસ ગુણાનુરાગી હોય છે. આવો માણસ તેરમા ગુણમાં પ્રવેશ કરી શકે છે. એ ગુણીનો ભક્ત બને છે; એના ચરણમાં બેસે છે. આવો માણસ પછી સહજ ભાવે જ સક્થા કરે છે. સત્કથા એટેલે સારી કથા કહેનારો. તેના મોંમાંથી સ્ત્રીકથા, દેશકથા, રાજકથા, ભક્તકથા (ભોજનની કથા) ન આવે, પણ સારી કથા જ આવે. આજે બધે દેશકથા અને પ્રાંતકથા વધી રહી છે. ભ્રાતૃભાવના દોરાથી બંધાયેલી આપણી માનવજાત, આજે પ્રાંતવાદના ટુકડાથી વહેંચાઈ ગઈ છે. ગુજરાત ને મહારાષ્ટ્ર આજે વહેંચાયા છે, એટલું જ નહિ પણ પ્રાન્તે પ્રાન્તે ભાગલાની કથા છે. લોકો માત્ર પોતાનું જ હિત જોતા થયા છે. એમાંથી દષ્ટિભેદ, વિચારભેદ, મતભેદ અને મનભેદ શરૂ થયા છે. દેશકથા અને પ્રાન્તકથાની જેમ આજે સ્ત્રીકથા પણ વધી ગઈ છે. એ કથામાં માણસને બીજું ભાન જ નથી રહેતું. ૧૪૪ : ધર્મરત્નનાં અજવાળાં Page #154 -------------------------------------------------------------------------- ________________ એની એ જ વાતો, ને એના એ જ ચિત્રો ! માત્ર ફેર એટલો કે આજે સ્ત્રીકથા, સુધરેલા રૂપમાં આવી છે. આજે લોકો સુધારક મવાલી બની રહ્યા છે. કઈ નટી કેવાં કપડાં, આભૂષણો પહેરે છે એની વાતો આપણાં ઘરોમાં આવી રહી છે. આરામનો સમય આજે આમાં લૂંટાઈ રહ્યો છે. જૂના વખતમાં કહેવત હતી કે ‘ચાર મળે ચોટલા તો ભાંગે ઘરના ઓટલા.' પણ આજે જરાક ફેરવીને એમ કહેવું જોઈએ કે ‘ચાર મળે ચોટલી, તો તોડી નાખે રોટલી.' જેમ વારંવા૨ ઓ૨ડામાં થયેલા ધુમાડાની અસર ત્યાં રહી જાય છે એમ આજે લોકોના મગજની અંદર આવી બધી વાતોની અસર રહી જાય છે. મગજની દીવાલને એ કાળી કરી નાખે છે. એ પરમાણુઓ પછી જતા નથી, સારા વિચારને એના ઉપર ઊપસવા દેતા નથી. માટે આપણે જે ગુણ કેળવવાનો છે તે સત્કથાનો. તમે સારી જ વાત કરો તો બીજાને પણ એનો ચેપ લાગશે. માણસ જો એકની એક સારી વાત અનેક વાર સાંભળે તો દરેક વખતે તેની ઉપર અમુક અસર થાય. પછી એવી વાતોનું રટણ ચાલશે તો છેવટે જીવનમાં એ પલટો લાવશે. અને જ્યાં આવા સંસ્કારી લોકો હોય, ત્યાં તેનાં છોકરાં એવા સંસ્કારી જ બનશે. શંકરાચાર્ય દિગ્વિજય ક૨વા નીકળેલા છે. એ કુમારિલ ભટ્ટને જીતવા માંગે છે. ગામને પાદર પાણી ભરતી સ્ત્રીઓને, કુમારિલ ભટ્ટ ક્યાં રહે છે તે પૂછે છે. સ્ત્રીઓ જવાબ આપે છે કે જેને બારણે બેઠેલાં મેના-પોપટ શાસ્ત્રની વાત કરે, તત્ત્વજ્ઞાનની ચર્ચા કરે, ઈશ્વરવાદની ચર્ચા કરે, એ ઘર જાણજો કે કુમારિલ ભટ્ટનું છે. જેના ઘરના વાતાવરણમાં રહેલાં મેના-પોપટ જ્યાં શાસ્ત્રચર્ચા કરતાં હોય તો ત્યાં માનવી તો કેવા હશે ? આવા વાતાવરણની અસર માત્ર આપણાં સંતાનો ઉપર જ નહિ, પણ નોકો ઉપર પણ થાય છે, અરે ! પશુ ઉપર પણ થાય છે. એક ગામમાં એક સ્ત્રીએ એક વાછરડી પાળેલી. બાઈ ખાય પછી જ એ વાછ૨ડી ખાય. એક વાર આ બાઈએ અઠ્ઠમ કર્યો. એટલે વાછરડીએ પણ ખાવાનું બંધ કર્યું. સ્વામિની ન ખાય તો એ કેમ ખાય ? વાછરડીએ પણ અઠ્ઠમ કર્યો. પછી સ્ત્રીએ અને વાછરડીએ સાથે પારણાં કર્યાં. આનું નામ વાતાવ૨ણની અસર. પશુ ઉપર વાતાવરણની કેટલી ઊંડી અસર થાય છે એનો બીજો સુંદર દાખલો તે હિઝ માસ્ટર્સ વૉઇસ'ના ગ્રામોફોન ઉપર દેખાય છે, તે કૂતરો છે. એનો માલિક રોજ વાઘ લઈને વગાડવા બેસતો, ત્યારે એનો કૂતરો પણ સામે બેસી રહેતો શેઠ પોતે જમવા બેસે ત્યારે કૂતરો પણ ટેબલ પાસે બેસે ને આપે તે બ્રેડ ખાય. એ તો એટલો બધો શેઠથી ટેવાઈ ગયો કે ન પૂછો વાત. કૂતરું ધર્મરત્નનાં અજવાળાં ૧૪૫ Page #155 -------------------------------------------------------------------------- ________________ આમ માણસ માટે જેટલું વફાદાર હોય છે એટલે આજે માણસ બીજા માણસ માટે વફાદાર છે ખરો ? થોડા સમય બાદ શેઠનું મૃત્યુ થયું અને એનું પેલું સંગીત પણ બંધ થયું. હવે કૂતરાને ન સંગીત સંભળાય, ન માલિક દેખાય. એને આઘાત લાગ્યો. ખાવું, પીવું છોડીને એ પરવશ પડ્યું રહેતું. ઘરના માણસોએ ઘણા ઉપાયો કર્યા પણ એણે ખાવાનું ન લીધું. છેવટે એક જણને વિચાર આવ્યો કે શેઠના સંગીતનું રેકર્ડિગ કરેલું છે, એ એને સંભળાવીએ. એ લોકોએ તેમ કર્યું, અને શેઠનો અવાજ સાંભળતાં કૂતરું હર્ષમાં આવ્યું, નાચવા લાગ્યું અને આનંદનાં અશ્રુ સારવા લાગ્યું. પછી તો રોજ એ રેકર્ડ સાંભળે, તો જ ખાય, જુઓ ! શ્વાનમાં પણ કેવો ભાવ ! વાતાવરણને પરિણામે કેવી સમજણ આવી ! વાતાવરણની અસર એણે કેવી ઝીલી ! હીઝ માસ્ટર્સ વૉઇસની રેકર્ડ જોજો કે માલિકના અવાજને એ કુતરું કેવી એકાગ્રતાથી સાંભળે છે. માટે હંમેશાં સારી કથા કરો. આથી આપોઆપ ખરાબ કથા બંધ થઈ જશે. બાકી તો જે લોકો અગાઉ કહી છે તેવી ચાર કથામાં પડ્યા રહે, તેમનાં મન કલુષિત થાય છે. પછી ધુમાડાને લીધે ચીમની ઉપર મેશ વળતાં દીવાનો પ્રકાશ જેમ નથી દેખાતો, એમ આ ચાર કથાના કરનારાને, વિવેક રૂપી રત્નનો પ્રકાશ દેખાતો નથી; એનો તેજોમય ઝળહળતો પ્રકાશ એને જણાતો નથી અને જ્યાં આમ વિવેક નષ્ટ થાય છે પછી ચારે બાજુ અંધકાર સિવાય શું રહે ? કોઈ પણ કાર્ય માટે પ્રથમ આ વિવેક જરૂરી છે. માણસને તો આલોક અને પરલોક બેઉનો વિચાર કરવાનો છે. જે માણસ સતુ અને અસતુનો વિચાર કરી વર્તે છે. તેને પશ્ચાત્તાપ કરવાનો પ્રસંગ જ નથી આવતો. પોતાને, પોતાના મનને, શરીરને નુકસાન કરે તેવું કાંઈ જ નથી કરતો. ધર્મ શું છે ? ધર્મ એટલે વિવેકનો સાર. જે પ્રવૃત્તિ કરો તેમાં વિવેક ન હોય તો એ ધર્મકાર્ય નથી. ધર્મમાં વિવેક પ્રથમ જોઈએ. વિવેક વગરનું કાર્ય માણસને નુકસાન કરે છે. એક વાર એક કાશ્મીરી અને એક મદ્રાસી મુંબઈમાં ભેગા થયા. બન્નેને મૈત્રી થઈ પણ મદ્રાસનો માણસ ચકોર હતો. જ્યારે કાશ્મીરી, લાગણીવાળો, ઉદાર પણ વિવેકહીન હતો. લાગણી સાથે વિવેક પણ જોઈએ. એ એનામાં નહિ. છૂટા પડતી વખતે બેઉએ એકબીજાને સરનામાં આપ્યાં. અને પોતાને ત્યાં આવવા આમંત્રણ આપી રાખ્યું. પછી ઉનાળો આવ્યો ત્યારે કાશ્મીરી મદ્રાસ ગયો. મદ્રાસીએ ભાવથી એનો સત્કાર કર્યો. ખૂબ તાપના એ દિવસો હતા, આથી મદ્રાસીએ ભોજનમાં શ્રીખંડ ૧૪૬ * ધર્મરત્નાનાં અજવાળાં Page #156 -------------------------------------------------------------------------- ________________ આપ્યો. નાહવા માટે ઠંડુ પાણી આપ્યું; ઝીણાં કપડાં આપ્યાં; જમવા બેસાડ્યો અને પાસે બેસીને પોતે પંખો નાંખ્યો. આ ભાવથી કાશ્મીરી તો ખુશ ખુશ થઈ ગયો. પછી શિયાળો આવ્યો અને મદ્રાસી મિત્ર કાશ્મીર ગયો. કાશ્મીરી તો વિવેકહીન હતો એટલે એણે મદ્રાસીની જેમ જ બધું કર્યું. નાહવા ઠંડું પાણી, ભોજનમાં ઠંડો શ્રીખંડ, પહે૨વા ઝીણાં વસ્ત્રો અને ઉપર પંખો ! પેલો તો ધ્રૂજવા લાગ્યો. જમાડતાં જમાડતાં એણે પૂછ્યું કે આપની કાંઈ સેવા કરું ? ત્યારે પેલો ધ્રૂજતાં ધ્રૂજતાં મનમાં બોલ્યો કે હવે લાકડાં સળગાવવાનાં જ બાકી રહ્યાં છે ! જુઓ ! બેઉની સેવા એકની એક હતી પણ તે કાળ, દેશ, પરિસ્થિતિને ધ્યાનમાં લઈ કરવી જોઈએ; એટલો વિવેક પેલામાં નહોતો. ધર્મને પણ દેશ, કાળ અનુસાર વિવેકપૂર્વક સાચવવો જોઈએ; નહિતર ધર્મની પણ આવી મશ્કરી થશે. આજે આપણે આ વિવેક ખોઈ બેઠા છીએ. એક કાળે વરઘોડો એ પ્રભાવનાનું કારણ મનાતું. આજે કાળા બજારના પૈસાનું જએ પ્રદર્શન હોય છે એમ બીજાઓ માને છે. પણ ધર્મ એટલે તો વિવેકસાર. દેશ, કાળની પરિસ્થિતિ મુજબ જ એ આચરવો જોઈએ. આજે તો વગર વિવેકે, એક જૂનું દેરાસર ઊભું હોય છે અને માણસ એની પાસે બીજું નવું ઊભું કરે છે, પણ જૂનાનો જીર્ણોદ્ધાર કરવાનું એને નથી સૂઝતું. રાજસ્થાનમાં આજે આવાં કેટલાંય જૂનાં મંદિરો અપૂજ પડ્યાં છે. પાલિતાણાનાં નીચેનાં દેરાસરોએ અને ધર્મશાળાઓની પેઢીઓએ, મુખ્ય મંદિરને કેટલું નુકસાન કર્યું છે એની કલ્પના કોને છે ! માટે કાળ-સમયનો વિવેક કરો. વિચાર વગરની પ્રવૃત્તિ થાય તો ધર્મને નામે અધર્મ થઈ જવાનો બહુ ભય રહે છે. ધર્મના ભ્રમમાં તણાઈ ન જાઓ. આપણે આ ખાસ સંભાળવાનું છે, સમગ્ર જીવનનો વિચાર એ ખરો ધર્મ. ધર્મ એટલે વિવેકનો સાર. વિવેકવાળો માણસ સારા અને ખરાબને જુદાં પાડી શકે છે. જૂનું છે માટે સારું છે એમ ન માનો, પણ સારું છે તેથી સારું છે એમ સ્વીકારો. આ રીતે પ્રવૃત્તિ અને જીવનનો વિચાર એ બેને પરિણામે જે આવે તે ધર્મ, સત્કથ માણસ આવો વિવેકવાળો હોય. ગમે તેટલી લાંબી કથા હોય, તો પણ એમાંથી સાર તા૨વનારો હોય છે. એ ખોટાને છોડી, સારાને ગ્રહણ કરે છે. પણ આજે તો આંધળી દોટ ચાલી છે. લોકો વિવેકને ભૂલીને જીવી રહ્યા છે. એટલે જેણે ધર્મના અર્થો બનવું હોય એણે સારી કથા, સારા વિચારો, સારા ભાવો ને સારા પ્રસંગો જ પોતાની વાણીમાંથી પ્રગટ કરવા એ જરૂરી છે. તા. ૮-૮-૧૯૬૦ ધર્મરત્નનાં અજવાળાં * ૧૪૭ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૩૪. અખંડ જીવન 5. પણે ૨ - પણે જોઈ ગયા કે ધર્મ આત્મા ૦ મા સારી કથા કરનાર હોય; માટે એને સત્કથ' કહ્યો છે. એના મુખમાંથી એવી જ વાત નીકળે કે જેથી સાંભળનારને પ્રેરણા મળે. એની વાતોથી કોઈને નુકસાન ન થાય. આ ટેવ જેને પડે, તે એકાંતમાંય [ સારી વાતો જ કરે. આજે લોકોના જીવનમાં, ખાનગી અને જાહેર એવા ભાગલા પડી ગયા છે. ૧ અંદર કંઈક અને બહાર કહેવાની વાત ૧ કંઈક જુદી. આથી છેવટે આવા લોકોનું આંતરિક જીવન કલુષિત થઈ જાય છે. પછી એને આ બે વિભાગ જીવનમાં કાયમ જાળવી રાખવા પડે છે. ખરી રીતે જિંદગીમાં “એગોવા પરિસતો વા' – એકલા હો કે પરિષદસમૂહમાં હો – વિભાગ જેવું કાંઈ નથી. જીવન તો સરળ હોવું જોઈએ. તમે એકલા છે હો કે સભામાં હો, જેવું એકાંતમાં રાખો છે એવું જ સમાજમાં વર્તો, બોલો, વિચારો. આ વગર તમારો આરો નથી. જ્યાં સુધી ૧૪૮ - ધર્મરત્નનાં અજવાળાં Page #158 -------------------------------------------------------------------------- ________________ આવું જીવન આપણે નહિ બનાવીએ ત્યાં સુધી માનવસમાજ ઊંચો નહિ આવે. અને સમાજ જો ખરાબ હશે તો, ગરમ તવા પર પાણીનાં ટીપાં પડતાં જેમ છમ બોલી ઊડી જાય છે એમ, ધર્મનાં અમૃતબિંદુઓ એવા સમાજ ઉપર પડતાં જ તે બળી જશે. માટે આપણું કાર્ય એ છે કે સમાજને સુંદર બનાવવો જિંદગીમાં આવી દીવાલોના અંતરાયો બહુ ખરાબ છે. એ હંમેશાં માણસને નડે છે. એ દીવાલ તૂટી જાય તો જ બધું બરાબર દેખી શકાય. ખાનગી અને જાહેર એવા વિભાગો આપણા જીવનમાં આડી આવતી દીવાલો છે. એટલા માટે જ્ઞાનીઓએ આપણને કહ્યું કે તમે જીવન એવું બનાવો કે એકાંતમાં કે બહાર જ્યાં હો ત્યાં કોઈ જાતનો વાંધો જ ન આવે. જ્ઞાનીઓના આવાં વાક્યો ટૂંકાં હોય છે પણ એમાં ઘણો મર્મ અને અર્થ ભરેલો હોય છે; એની ઉપર આપણે ચિંતન કરવું જોઈએ. જો તમે બરાબર જીવન ગાળતા હશો તો એકાંતમાં કે જાહેરમાં, તમે બોલતા હશો ત્યારે બીજાને જોઈ તમારે વાત બદલવી નહિ પડે. પછી તો તમને થશે કે એને બદલે ભલે બે-ચાર જણ તમારી વાર્તા સાંભળે. આપણે જોઈએ છીએ કે દીવાની એક જ્યોતમાં જ્યારે બીજી જ્યોત જોડાય છે ત્યારે એ બે અથડાતી નથી. પણ એકબીજામાં એ મળી જાય છે. આ પ્રમાણે જે જ્યોતિ તમારામાં છે એમાં બીજી જ્યોતિ મળે તો તમારી જ્યોતિ પણ વધે છે. પણ જો જીવનમાં આવી જ્યોત ન હોય તો તમારે વાત કરતાં બીજાને જોઈ પાટા બદલવા પડે છે. એમાંથી પછી મનની ખેંચતાણ વધે છે. હું પૂછું છું કે તમે ક્યાં સુધી આમ પરાયા લોકોની ટીકાની બીકમાં જીવશો ? જીવનના આવા બે કૃત્રિમ વિભાગોને છોડી તમારી જાતને ધ્યાનમાં લ્યો અને બેઉ સ્થળે એક જ રીતે વર્તો, તો જીવનમાં કશી મુશ્કેલી નહિ લાગે. તમારા આત્મા માટે વધારે વિચાર કરવા માંડો તો જીવનનો તમારો અંધકાર ટળશે અને પ્રકાશ આવશે. જીવનને સમગ્ર રાખો; એના વિભાગ ન પાડો. જેમ દોરામાં વચ્ચે ગાંઠ હોય તો સોય ત્યાં અટકી જાય છે. તેમ, જીવનમાં ધર્મરૂપી સોય છે તે આવા વિભાગોની ગાંઠ આવતાં અટકી જાય છે. પછી એવી ગાંઠ ખૂલે નહિ ત્યાં સુધી માણસનું જીવન આગળ નહિ વધી શકે. તમારી વાતમાં, જાહેર-ખાનગીના આવા બે વિભાગ ન હોય. તમે જે એકને કહો તે જ જગતને કહો; જગતને કહો તે એકને કહો. આવું થશે તો તમને ખૂબ મજા આવશે એ પછી ગમે ત્યારે બીક વગર બોલી શકશો. આજે તો છછૂંદરના જેવાં માણસોના જીવન બની ગયાં છે. એવા લોકો તો દરમાં જ પડ્યા રહે છે. પણ યાદ રાખો કે આપણે તો મનુષ્ય છીએ. જો - ધર્મરત્નનાં અજવાળાં ૧૪૯ Page #159 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યજીવનમાં આવીને પણ આપણે છછૂંદર તરીકે જીવીશું તો માનવજીવન ક્યારે જીવીશું ? માટે જીવનનો રસ્તો નક્કી કરો. પછી જિંદગી જીવવામાં ઓર આનંદ આવશે. આજે આપણા જીવનમાં આ આનંદ નથી રહ્યો તેથી જીવન ભારે અને દુ:ખદ લાગે છે. પણ જીવનમાં આદર્શ નક્કી થશે તો પછી જિંદગીનો કંટાળો, થાક નહિ લાગે. આપણે વિચારવાનું છે કે માણસ આજે આવો નાનો કેમ થઈ ગયો છે ? કયે કારણે થઈ ગયો છે ? ખાવાનાં, પહેરવાનાં, રહેવાના સાધનો આપણને મળ્યાં છે છતાં આપણે જીવનને બગાડીએ છીએ. તો પછી સુધારવાની તક ક્યાં ? માણસને જો જિંદગી જીવવાનો અર્થ ન આવડે તો માનવ-જીવનનો અર્થ શો ? આપણે આટલાં બધાં વર્ષો આવી રીતે ગાળ્યાં છે; શું બાકીનાં વર્ષો પણ હજી આમ જ કાઢવાં છે ? માટે શાન્તિથી વિચારો કે આટલું જીવ્યાં એમાં તમે કાંઈ સારું મેળવ્યું ? કે પ્રપંચ, ભેદ વગેરેમાં જ વર્ષો ગાળ્યાં ? હવે આંખ મીંચીને બેસો અને વિચારો કે પચાસ વર્ષમાં શો કસ કાઢ્યો ? અને હવે બાકીનાં વર્ષોમાં શો કસ કાઢશો ? આપણી સોના જેવી જિંદગી તો ચાલી જાય છે. બાલ્યકાળ ગયો; યૌવન ગયું; વૃદ્ધાવસ્થા પણ જવા બેઠી છે. હવે તો જરાક નચિંત થઈને અંતરનો આનંદ માણો. ઘડપણ એટલે તો આરામ, ભાર ઉતારીને હવે બેસવાનું. તો જ ખરો આનંદ આવશે. ઘડપણ એ તો વિસામો છે. યુવાનીમાં હતો તે ભાર મૂકી દઈએ, તો ઘડપણ મજાની વાત લાગે. જો સમજતાં આવડે તો એના જેવી સુંદર વસ્તુ બીજી કોઈ નથી. બુઢાપો તો સારામાં સારી ચીજ છે, કારણ ત્યારે જીવનની કલુષિતતા ચાલી ગઈ હોય છે. ઇન્દ્રિયોનાં તોફાન શમી ગયાં હોય છે ને અનુભવોનો એના જીવનને પ્રકાશ મળ્યો હોય છે. બાલ્યકાળમાં રમકડાંમાં ધૂળમાં રમવામાં જીવ હોય; યૌવનકાળમાં કામમાં, ભાગમાં, રાગમાં જીવ હોય; પણ ઘડપણમાં જીવનનાં એ ડહોળાં પાણી ઓસરી જાય છે. પછી તો શરદના પાણી જેવા નિર્મળાં નીર વહે છે. આવી સ્થિતિ ઘડપણમાં આવે છે. પછી જીવનમાં એને ઇન્દ્રિયોની કામના ન હોય. ઘડપણમાં આમ, માણસને આવડે તો એ પ્રભુ સંગે મન મેળવે. આત્માનો વિચાર કરે. પાંચ સારા લોકોની વચ્ચે બેસી સત્કથા કરે. અને કદાચ એમ કરતાં, પવનની લહરી આવે અને આંખો બંધ થઈ જાય, તોય એ ફૂલની માફક ખરી પડે. એને પછી સંસારનો કશો વળગાડ ન હોય. પણ આજે તો સ્થિતિ જુદી છે. માણસને ઘડપણમાં આજે તો વધારે ૧૫૦ જ ધર્મરત્નનાં અજવાળાં Page #160 -------------------------------------------------------------------------- ________________ હડકવા જાગે છે. મારો આ ‘હડકવા' શબ્દ ઘણાને આકરો લાગે છે. પણ એમને પૂછું છું કે તમે શા માટે ઘડપણમાં હાય હાય કરો છો ? શાન્તિનો વખત આવ્યો છે ત્યારે ઉપાધિઓ કેમ વધારો છો ? શાસ્ત્રોનો સાચો સંદેશ એ છે કે હાથમાં વસ્તુ, દ્રવ્ય આવી જાય તો ભલે લો, પણ એની પાછળ ન જાઓ. જીવન જીવવા માટે જે સહજમાં મળી જાય તેનો ભલે સ્વીકાર કરો, પણ એની ઝંખના ન કરો. નહિતર અનેક જિંદગીના ફેરામાં ફર્યા કરશો. પછી તમને આરો હાથ નહિ લાગે. આપણે તો જીવનનો આરો-કિનારો શોધવા નીકળ્યા છીએ, અને એ જ જિંદગીનો ખરો હેતુ છે. માનવ-જીવન કાંઈ ઘરમાં પડી રહીને જીવવા જેવું નથી. પણ માનવી તરીકે જીવવા માટે મળ્યું છે. રાફડામાં રહેલા ભોરિંગની જેમ ભયભર્યું અને ક્રોધથી ક્રૂર બનેલું જીવન આપણે જીવવાનું નથી પણ સદ્ગુણથી પ્રકાશિત જીવન જીવવાનું છે અને આને માટે સત્કથનનો ગુણ માણસમાં જોઈએ. તા. ૯-૮-૧૯૭૦ C ધર્મરત્નનાં અજવાળાં ૧૫૧ Page #161 -------------------------------------------------------------------------- ________________ ત્કથાથી માણસુપક્ષવાન બને છે. સ પક્ષના બે અર્થ છે. પક્ષ એટલે પડખું અને પક્ષ એટલે પાંખ. આ પડખું એટલે એના સ્વજનો, સ્નેહીઓ. આવા ધર્મ માણસને પડખું સારું હોય, એનો પક્ષ સારો હોય, પોતે સારી કથાવાળો હોય તો એનો પક્ષ સારો જ હોય ને હલકાનો પક્ષ પણ હલકો જેમ દારૂડિયાનો પક્ષ દારૂડિયાનો હોય છે તેમ. અને એવાનો વિશ્વાસ કોઈ કરે ? દસ દારૂડિયા ભાઈબંધોની સાથે બેસી શરાબની પ્યાલીઓ ઠાલવે, પણ એમાંના જ એક મિત્રને મુશ્કેલીમાં મદદ કરવાની વાત આવે ત્યારે તો સૌ એમ જ કહેશે કે દારૂડિયાનો તે કોણ વિશ્વાસ કરે !' ૩૫. સુપક્ષ ખરાબ પક્ષનો મિત્ર અવસરે કામમાં નથી આવતો; સુપક્ષવાળો મિત્ર હોય તો તે તમારી વાત સાંભળે, તમારી મુસીબત જુએ અને એનામાં અનુરાગ જાગે; મુસીબતમાં એ તમને સહાય કરવા તૈયાર થાય. દુર્ગુણીઓ તો માત્ર નુકસાન કરાવવામાં સાથે હશે, પણ ખરે અવસરે એ પડખે ઊભા નહિ ૧૫૨ * ધર્મરત્નનાં અજવાળાં Page #162 -------------------------------------------------------------------------- ________________ રહે. ખરાબનો વિશ્વાસ, ખરાબ માણસ પણ કરતો નથી; જ્યારે સદગુણીના સૌ સુપક્ષી બને છે; તેની પ્રશંસા એના શત્રુઓ પણ મનમાં તો કરે જ. સદ્ગુણની આ મહત્તા છે. સુપક્ષવાળો માણસ આમ અનુકૂળ સ્વજો પામે છે. એવા ધર્મી માણસ માટે સૌને માન રહે છે, એને સૌ સાથ આપવા તૈયાર રહે છે. આવા નિર્વ્યસની માણસને ઘરમાં સૌ અનુકૂળ મળે છે. એનું તપ, સામા માણસમાં ભાવના જગવે છે. પછી એવા તપમાં એની આગળ આવતી પ્રતિકૂળતા પણ એને અનૂકૂળતા બની જાય છે. જીવનનું આખું વાતાવરણ એવાને અનુકૂળ થઈ જાય છે. એક કુટુંબમાં એક પુરુષ ઘણો જ સજ્જન અને સદાચારી હતો. એક વાર પ્રવાસે જતાં સ્ટેશન ઉપર એ પાણી ભરવા ગયો અને ટ્રેન આવી લાગતાં એના પગ કપાઈ ગયા. એ પંગુ બન્યો. તેની સ્ત્રી એના સર્વ સદ્ગુણને અને એના સદાચારને જાણનારી હતી. એણે પતિને કહ્યું કે તમારાં બધાં કામ હવે હું કરીશ; તમે કશી ચિંતા ન કરતા. આ બાઈ સવારે ઘરનું કામ કરી, રસોઈ કરી ખેતરમાં જાય; ત્યાં ધ્યાન આપે અને સાંજે ઘેર પાછી આવે. આ જોઈને પતિને થયું કે મારા પગ નથી ચાલતા તેથી એ મારું કામ કરે છે, તો મારે એનું થોડુંક ઘરકામ ઉપાડી લેવું જોઈએ. એણે એક જગ્યાએ બેસી રસોઈ તૈયાર કરી આપવા માંડી, એવું ઘરકામ કરવામાં એને કાંઈ શરમ ન હતી. એણે ગામના લોકોને કહ્યું કે મારા પગ નથી ચાલતા તેથી મારાથી બીજી તો શી સેવા થાય, પણ ગામમાં જે કોઈ સાધુ-સંત આવે એને મારે બારણે મોકલવાનું પુણ્ય લેજો. પછી ગામમાં જેટલા સાધુ, બાવા, જૈન તિ જે આવે તે પશા પટેલને ત્યાં આવે. એણે ઘર ચોખ્ખું રાખેલું. આવનારની એ ખૂબ ભક્તિ કરે. એ કહેતો કે હું ઘરમાં બેઠો બેઠો ખાઉં, એ કરતાં રસોઈ કરી, અભ્યાગતોની સેવા કરી, અને મૂઠી દાન દઈને, ખાઉં તો શું ખોટું ? આવું દાન દઈને જ હું મારું જીવન ધન્ય બનાવીશ. આવા માણસને કરોડપતિ સંગે જરાક સરખાવી જુઓ અને તમને લાગશે કે કરોડપતિ કરતાં આવા માણસ આધ્યાત્મિક દૃષ્ટિએ વધુ સુખી છે. કારણ, એ શ્રમ કરે છે., પસીનો પાડે છે અને સાધુસંતોની ભક્તિ કરીને ખાય છે અને શ્રમને કારણે આવતી ઊંઘમાં શાન્તિથી રાત પસાર કરે છે. જિંદગી શું છે એનું માપ પૈસા, ધન, સત્તા અને અધિકારથી ન મપાય. તેથી તો સરવૈયું ખોટું આવશે. પણ આ વાત ક્યારે સમજાય છે ? એ બહુ મોડી સમજાય છે. આવી સારી વાતો આજે તો અહીંથી સાંભળીને હજી તમે ધર્મરત્નનાં અજવાળાં મૈં ૧૫૩ Page #163 -------------------------------------------------------------------------- ________________ દાદરો ઊતરો, ત્યાં જ ભુલાઈ જાય છે. દુનિયાની અસર આજે માણસની ઉપર એટલી જબરી થઈ રહી છે કે અહીં મીઠી, સારી લાગતી વાતો પણ, એની સાથે લાંબો વખત રહી શકતી નથી. આ ઉપરથી ધ્યાનમાં રાખજો કે પૈસામાં ને ધનમાં મહત્તા, મોટાઈ નથી પણ એને માટે તો દિલમાં પ્રભુતા જાગવી જોઈએ. આપણે જોયું કે પેલા ઘરમાં પતિ-પત્ની બેઉ પરસ્પરને અનુકૂળ હતાં. બેઉ જણાં ધર્મની છાયા અને દાનનું વૃક્ષ થઈને બેઠાં હતાં. તો આખું વાતાવરણ એમને સુપ-અનુકૂળ મળી ગયું હતું. આમ સુપક્ષના કુટુંબમાં દરેક સભ્ય ધર્મશીલ હોય. બેમાંથી એક ધર્મી અને બીજી વ્યક્તિ અધર્મી હોય તો નુકસાન થાય. દાખલા તરીકે ઘરમાં પતિ માંસાહારી હોય તો છેવટે એની પત્નીએ એવા થવું પડે. આમ દુરાચાર જલદી આવે છે. પણ સદાચાર એકદમ જાગતો નથી. સો પાનના ઢગલામાં એક જ પાન સડેલું હોય તો એ પણ બીજા સોમાં ડાઘ લગાડે છે. આવું દુરાચારનું છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે કહ્યું છે તેમ – હીન તણો જે સંગ ના ત્યજે, તેહનો ગુણ નવિ રહે, જેમ જલધિજલમાં ભળ્યું ગંગાનીર લુણપણું લહે.” માણસે હીનનો સંગ છોડવો જોઈએ. એને કહી દો કે તારાથી અમે ન શોભીએ. આપણે તો આપણા આત્માને અનુકૂળ અને સહાયક હોય એવું જ વાતાવરણ તૈયાર કરવાનું છે. એક ચિંતકે કહ્યું છે કે રાજકારણી પુરુષો તો ઢોલ જેવા છે. એ બન્ને બાજુથી વાગે. એવા રાજદ્વારી પુરુષોની વાતોથી આઘા રહો. એ લપ તો ખરાબ ગંદકી ઊભી કરે છે, અહમ્ ઊભા કરે છે અને “ધણીનું ખાય અને અહીંનું ગાય' એવા એ લોકો બની જાય છે. આવી દશા આપણા આત્માની ન થાય તે માટે સાવધાન રહો. આ માટે આપણી દૃષ્ટિ, વિચાર, સિદ્ધાંત, ધ્યેય વગેરે સ્પષ્ટ હોવા જોઈએ. એ ન હોય તો વ્યક્તિ ધીમે ધીમે નીચે સરકી જાય છે. ધર્મશીલનું વાતાવરણ સુપક્ષવાળું જોઈએ. ‘આ કરવું મને ન શોભે” એવો વિચાર એ સદાય કરતો રહે છે. આ અગાઉથી ધ્યેય નક્કી કરેલું હોય તો થાય; એટલે વાતાવરણ ધર્મશીલ રાખો, કે જેથી એ હવામાં સુપક્ષનું જ સર્જન થાય. સુપક્ષમાં આમ અનુકૂળતા, ધર્મશીલતા અને એની સંગે સદાચાર આ ત્રણ ગુણો હોય છે. સુપક્ષનો બીજો અર્થ એટલે સારી પાંખવાળો. પાંખ સારી હોય તો ગગનમાં અનંત સુધી એ ઊડી શકે. આપણા આત્મપંખીને આમ અનંત સુધી ૧૫૪ ધર્મરત્નનાં અજવાળાં Page #164 -------------------------------------------------------------------------- ________________ ઊડવાનું છે. માટે એની પાંખો ધર્મથી મજબૂત હોય, સદાચારથી પૂર્ણ હોય, ખંડિત ન હોય તો તેવો માનવપંખી મોક્ષ તરફ પ્રયાણ કરે અને મોક્ષના માળામાં પહોંચી શકે. સંજોગો ને સ્વજનો અનુકૂળ હોય, મન ધર્મશીલ હોય અને સૌ સદાચારથી પૂર્ણ હોય તો આત્મા અનંત પ્રતિ સુખેથી ઉચ્ચન કરી શકે. તા. ૧૦-૮-૧૯૬૦ ધર્મરત્નનાં અજવાળાં જ ૧૫પ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૩૬. જીવનમાં સુપક્ષતા [ આત્માનો પક્ષ જો અનુકૂળ હોય ” એ તો ધર્મ આચરવામાં અને ઉત્સાહ મળે છે. પક્ષ એટલે સ્નેહીઓ, સ્વજનો અને આસપાસના લોકો. જીવનના દરેક ક્ષેત્રમાં ” માણસ પ્રયત્નશીલ, પ્રવૃત્તિશીલ હોય તો તેના પ્રોત્સાહનથી એનામાં ઉત્સાહ વધી 9 જાય છે. દુનિયાના દરેક ક્ષેત્રમાં માનવીને છે પ્રેરણા, ઉત્સાહ જોઈએ છે અને તેને એ 8 મળે પણ છે. વિશ્વમાં કહેનારા અને પૂછનારા { ઘણા મળે છે પણ ધર્મને માટે ઉત્સાહ આપનારા આજે નથી દેખાતા. પરિણામે જ સિનેમા અને નાટકના સ્થાન કરતાંય 8. ધર્મસ્થાનને ઘણા લોકો હલકું ગણે છે. પ્રશ્ન થાય છે કે માણસના વિચારો આવા કેમ થયા ? આજે મનનો રાગ એટલો વધી ગયો છે કે માણસ વિરાગને ભૂલી ગયો છે. જ્યાં જ સુધી ધર્મનાં મૂલ્યાંકનો આપણને બરાબર હjડ સમજાય નહીં, ત્યાં સુધી તેની ખરી રુચિ પણ જાગે નહીં. આમ ધર્મની બાબતમાં ૧૫૬ ક ધર્મરત્નનાં અજવાળાં Page #166 -------------------------------------------------------------------------- ________________ સતત પ્રેરણા આપવાની આજે જરૂર છે, આવી ધર્મની દૃષ્ટિ માણસને આફતો, દુ:ખો અને વ્યસનોમાંથી ઊંચે લાવે છે. પણ ધર્મ સમજવો એ જુદી વાત છે અને એને આચારમાં વણવો, એ જુદી વાત છે. મેઘકુમારે ભગવાન મહાવીરનું પ્રવચન સાંભળ્યું અને એના અંતરમાં એ ઊતરી ગયું; એનો ઉપદેશ પણ એણે અંતરમાં ઉતાર્યો, ત્યાં સુધી તો માને વાંધો ન હતો, પણ પછી જ્યારે મેઘકુમારે, સાંભળેલા ઉપદેશને અમલમાં ઉતારવાની વાત માને કરી ત્યારે માને લાગ્યું કે છોકરો હવે હાથથી જાય છે. આનું કારણ એ હતું કે મા એના છોકરાને સાંભળવા દેવા તૈયાર હતી, પણ એ સાંભળીને સાધુ થઈ જાય, એ માટે એ તૈયાર નહોતી. આમ ધર્મને ઉપરથી આચરવામાં સર્વ સંમત થવાના, પણ આંતરિક ધર્મના દર્શનથી સૌ ચમકે છે. માટે ધર્મનાં મૂલ્યાંકનો સમજી એને આચરવાં એ વધુ જરૂરી છે. જ્યારે પક્ષનું, ઘરનું વાતાવરણ નિરુત્સાહી હોય છે ત્યારે માણસની પ્રગતિ રૂંધાઈ જાય છે. એ તો જેનું ભાગ્ય સારું હોય, જેણે પુણ્યનો પ્રકાશ મેળવ્યો હોય તેનું સ્વજન તેને અનુકૂળ થાય છે. એ પોતે ધર્મશીલ હોય છે અને તેથી પ્રગતિની અંદર એકબીજાને તેઓ પૂરક બની શકે છે. ઘણી વાર સ્પર્ધાને લીધે પણ પ્રગતિમાં સહાય મળે છે. આવી સારી, ધાર્મિક જીવનની સ્પર્ધા, માનવીને ઊંચા સોપાને લઈ જાય છે. જ્યારે ઘરના વાતાવરણમાં અનુકૂળતા ન હોય, બધાનો એકરાગ ન હોય ત્યારે મતભેદ જાગે છે; છેવટે એમાંથી મનભેદ થાય છે અને એકતા તૂટી જાય માટે, વિચારો કે વસ્તુમાં આનંદ છે કે મનમાં આનંદ છે ? ગળ્યું ખાવાનું કર્યું હોય પણ ઘરમાં ઝઘડો થાય તો કલહના વાતાવરણને કારણે, દૂધપાક પણ મીઠો નહિ લાગે. આની સામે, વાતાવરણની પ્રસન્નતા હોય તો રોટલો અને કઢી પણ મીઠાં લાગે છે. એટલે, આનંદ અશાન્તિમાં નથી; આનંદ તો અંદરની તૃપ્તિભરી શાન્તિમાં રહેલો છે. આજે એવા ઘણા સામાજિક કાર્યકરો દેખાય છે કે જેમના ઘરમાં ભડકા બળતા હોય છે. અને બીજાને એ જ્ઞાન દેવા નીકળે છે. ઘરની આગ હોલવ્યા વિના, દેશું ભલું કરવા નીકળી પડેલા આવા કાર્યકરો આજ વધી પડ્યા છે. તમે ધર્મી બનવા માગતા હો તો સુપક્ષ તૈયાર કરો. એવું જીવો કે જેથી તમે કદાચ ચાલ્યા જાઓ, પણ તમારા વિચારો, તમારાં સંતાનો અને સ્વજનો દ્વારા જગતમાં જીવતા રહે. બાળક માટે સંસ્કૃતમાં આત્મજ શબ્દ વપરાયો છે. જે આત્માના સંસ્કારથી ધર્મરત્નનાં અજવાળાં 5 ૧૫૭ Page #167 -------------------------------------------------------------------------- ________________ જન્મ્યો છે તે આત્મજ; આવતી કાલનું કાર્ય કરનારો. પુત્ર એટલે ઇચ્છાઓ અને મનોરથોનો વારસો; માણસના લોહી અને પ્યારનું સર્જન. એનામાં લાગણી, ભાવના અને અનુભૂતિ છે. પિતા પુત્રને કહે છે કે અમારી ઊર્મિઓ અમે તારામાં રેડી છે. એટલે અમારાં અપૂર્ણ રહેલાં કાર્યોને તારે પૂરાં કરવાનાં છે. માતાપિતાનાં હૃદયો એમનાં બાળકોમાં રેડાયેલાં હોય છે. આનું એક સુંદર દૃષ્ટાંત છે. એક વૃદ્ધનો દીકરો છાપરાનાં નળિયાં સમાં કરી રહ્યો છે. બપોર થઈ ગઈ. જમવાનો સમય થઈ ગયો છે. બાપ એને નીચે જમવા બોલાવે છે પણ એ આવતો નથી. કામ કર્યે જ જાય છે. હવે બાપે એક યુક્તિ કરી. એના દીકરાના નાના બાબાને એણે લાવીને તડકામાં મૂક્યો. પોતાના પુત્રને તડકામાં જોતાં જ ઉપર બેઠેલા દીકરામાં, બાપનો ભાવ જાગ્યો. એ કૂદકો મારી નીચે આવ્યો. પોતાના બાબાને છાતીએ ચાંપતાં એણે પૂછ્યું : ‘આમ કેમ કર્યું ?’ બાપે કહ્યું : ‘મને તારા માટે કેવો પ્રેમ છે તે, તને આ રીત વિના કેમ સમજાત? તું નથી જમ્યો તે માટે મને શું થાય છે તે તું તારા પુત્રના દાખલામાંથી હવે સમજી શકીશ. બાપને બાપ સમજે.’ વિચારોનું તંત્ર બાપ અધૂરું મૂકીને જાય છે. બાપનાં અધૂરાં શુભ કામ પૂરાં કરવાં એ પુત્રનું કાર્ય છે. આવું ન કરે તે પુત્ર કેમ કહેવાય ? માતાપિતાની શુભેચ્છાઓ પૂરી કરવી એ બાળકોનું કામ છે. માબાપ બાળકો ઉપર એટલી લાગણીઓ વરસાવે છે કે એમનું ઋણ કદી પૂરું કરી શકાતું નથી. તમે કહેશો કે ભાગ્યને લીધે અમને આ બધું મળ્યું છે પણ ભાગ્ય ભલે તમારું હોય, પણ નિમિત્ત એ છે. મા-બાપના ઉપકારનો બદલો વાળવાનો એક ઉપાય છે. જો માબાપ ધર્મથી ચલિત થયાં હોય, આધ્યાત્મિક જીવનને જાણતાં ન હોય અને તમે એમને સાચા અને સારા માર્ગ તરફ લઈ જાઓ, એ માટે ઉત્તમ સાધનો પૂરાં પાડો, તો તમે તેમનો ઉપકાર કાંઈક અંશે પૂરો કર્યો ગણાય. આવા પ્રકારના પુત્રો-સ્વજનો જેને હોય તે સુપક્ષવાળા કહેવાય. તેમનાં સ્વજનો તેમને અનુકૂળ હોય છે અને તેથી તેઓ સુપક્ષથી સારી પાંખો મળતાં, ઊંચે ઊડી શકે છે. તા. ૧૦-૮-૧૯૬૦ ૧૫૮ * ધર્મરત્નનાં અજવાળાં Page #168 -------------------------------------------------------------------------- ________________ ૩૭. દીર્ઘદર્શી જ મરત્નના આ સદ્ગણોને આપણે સોપાન કહીએ તો વધુ યોગ્ય છે. છું ગુણ આગળ વધારે અને સોપાન ઉપર લઈ જ જાય. આપણે આ અગાઉ આવાં ચૌદ ” સોપાનનો વિચાર કરી ગયા. ગઈ કાલે આપણે “સુપ”નો વિચાર * કર્યો હતો. આ શબ્દમાં કેવી કવિતા છે ! પક્ષ એટલે કુટુંબ અને પક્ષ એટલે પાંખ. મોરલો હોય ને એની પાંખ કપાઈ જાય, પીંછાં ખરી જાય તો એ સુંદર નથી લાગતો. || પીંછાંવાળો, પાંખવાળો મોર કળા કરે ત્યારે જ એ સુંદર લાગે છે. જીવનમાં પણ આ જ પ્રમાણે સુંદર પાંખ હોય તો આપણે સારા લાગીએ, શોભીએ, ઊડી શકીએ. આમ, આપણી આસપાસનાં સ્વજનો સારાં હોય તો જ આપણે સુંદર લાગીએ. દીકરો સુંદર હોય તો એનાથી બાપ ઓળખાય, પણ દેવતાનો દીકરો કોલસો જ નીકળે તો એ બાપને લજવે. માટે કહ્યું છે છે કે ખરાબ પુત્રનાં મા-બાપ થવા કરતાં, * નિ:સંતાન હોવું વધુ ઠીક છે. પુત્ર ન હોય ધર્મરત્નનાં અજવાળાં જ ૧પ૯ Page #169 -------------------------------------------------------------------------- ________________ તો અફસોસ નહિ. વસ્તુપાળ, વગર પુત્રનો બાપ હોવા છતાં સમાજનો પિતા થઈ, આબુનાં શિલ્પભર્યા ભવ્ય મંદિરોનું સર્જન કરી અમર બની ગયો. જેનામાં બીજાને પોષવાનાં તત્ત્વ હોય તે ખરો પિતા. આ અર્થમાં વસ્તુપાળને જુઓ. એણે ઊભાં કરેલાં, દેલવાડાનાં દહેરાંએ ગૌરવ આપ્યું, સંસ્કૃતિને પોષણ આપ્યું. આજે એથી આપણે માથું ઊંચું રાખી શકીએ છીએ. થોડા વખત પહેલાં એક અંગ્રેજ દંપતી ત્યાંના છતની સુંદર કારીગરી જોવા માટે આવેલાં. તેઓ સૂઈને છતની એ સુંદર શિલ્પકલાનું અવલોકન કરતાં મુગ્ધ થઈ ગયાં. છતની ઝીણી કારીગરી ઊભાં ઊભાં જોયાં કરે તો ડોક રહી જાય, એટલે એમણે આ રસ્તો લીધો. એ વખતે મને મનમાં થયું કે વસ્તુપાળ કેવો જબરો કે એણે અંગ્રેજોનેય એની કળાના સર્જનમાં લાંબા કરી દીધા ! આને લીધે, એ પુત્ર વગરનો છતાં પોષક પિતા બન્યો અને આટલાં સૈકાં થયાં છતાં આપણે એમને, એમનાં સંતાન બનવાનું ગૌરવ લઈ યાદ કરીએ છીએ. સુપક્ષ શબ્દની આવી કવિતા છે. આપણી પાંખ એટલે આપણાં સ્વજનો, પુત્રો, મિત્રો, વાતાવરણ વગેરે. આવો સપક્ષવાળો માનવી, ધર્મી આત્મા બની શકે છે. એની પાંખો સારી તેથી એ ધારે ત્યાં ઊડી શકે છે. દીર્ઘદર્શી એટલે શું ? સુપક્ષતાના સોપાન ઉપરથી આપણે હવે પંદરમા સોપાન “દીર્ધદર્શિતા' ઉપર આવીએ છીએ. દીર્ઘદર્શી માણસ જે કાંઈ પણ કામ કરવાની તૈયારી કરે ત્યારે તે એનાં પરિણામનોય વિચાર કરીને કરે. જેનું પરિણામ સારું નહિ, એ કામ પણ સારું નહિ. આપણી પ્રવૃત્તિમાં અનાસક્તિ અને દીર્ધદર્શિતા બેઉ જોઈએ. કામ કરો પણ એવું, કે જેનું પરિણામ સારું આવે અને જેના ફળમાં તમારી આસક્તિ ન હોય. વેવારિત્તે મા હર્નક્વીન' આ સાપેક્ષ વાક્ય છે. કર્મ કરવું એ તારું કામ છે, પણ માણસ તો આજે પરિણામની આસક્તિથી પાછળ પડ્યો છે. કામ પહેલાં પરિણામો માગે એવા આજે લોકો થઈ ગયા છે. જે માણસ આમ આનો-પાઈ ગણ્યા કરે એ સારું કામ નહિ કરી શકે. માણસનો ધર્મ એટલો કે કર્મ કરવું પણ તે સારું ને વિચારીને કરવું, એની પાછળ દીર્ઘદર્શીપણું અને પરિણામની અનાસક્તિ જોઈએ. આ વિરોધી વાત નથી. આ બે ગુણો મળે ત્યારે કાર્ય વધારે સુંદર થાય. બેઉનું સંકલન થાય ત્યારે જ વધુ સફળતા મળે. પંચોતેર વરસનો એક ડોસો આંબો વાવતો હતો. એને જોઈને બીજા માણસે પૂછ્યું કે “તમે ઘરડા થયા છો; હવે આ આંબો વાવશો તો ઊગશે ક્યારે, ફળશે ક્યારે અને તમે એનાં ફળ ખાશો ક્યારે ?' ત્યારે એણે, પેલા ગીતાના સૂત્રથી જવાબ આપ્યો કે “આંબો વાવવાનું કામ મારું છે; ફળ ભલે બીજાને ૧૬૦ - ધર્મરત્નનાં અજવાળાં Page #170 -------------------------------------------------------------------------- ________________ મળે. ખરી રીતે તો તમે જ્યારે આંબો વાવો છો ત્યારે જ તમને ફળ મળી ગયું છે, અથવા મળવાની શરૂઆત થઈ જાય છે. તમે બીજાને છાયા માટે, બીજાને સુખ આપવાનો વિચાર કર્યો ત્યારે જ તમને સૂક્ષ્મ ફળ તો મળી જ ગયું. ડોસાએ વિચારેલું કે બીજાનાં વાવેલાં વૃક્ષોનાં ફળ મેં ખાધાં છે તો બીજાઓને માટે હું વૃક્ષ વાવી જાઉં જેથી બીજાં ફળ ચાખી આનંદ માણે. એણે આમ, એની કૃતજ્ઞતાનો ભાવ જીવતો રાખવા આ કાર્ય કર્યું. આનું નામ દીર્ઘદર્શાપણું. એવાનું કાર્ય એને તથા બીજાને, માનવજાતની પેઢીને, સમાજને લાભ કરે. માટે કહ્યું છે “બહુ લાભ અને અલ્પ ક્લેશ.' કામ એવાં કરો કે જેનો લાભ સારો હોય અને જેમાં ક્લેશ ઓછો હોય. યાદ રાખજો કે શ્રમ અને ક્લેશ, એ બે શબ્દોના અર્થમાં ફેર છે. શ્રમ દેહ સાથે સંબંધ ધરાવે છે; ક્લેશ મન સાથે સંબંધ ધરાવે છે. લાભ વધુ લે અને કામ ઓછું કરે એ માણસ કામનો ચોર બને છે. આ ચોરી કહેવાય. માટે શ્રમ અને ક્લેશનો અર્થ બરાબર સમજો. ધ્યાન રાખજો કે અલ્પ ક્લેશનો એટલે અલ્પ શ્રમ નહિ. શ્રમ તો કરવો જ જોઈએ. મુનિના વર્ણનમાં ક્ષમા અને શ્રમણ બે શબ્દો વાપર્યા છે, તે આ દૃષ્ટિએ. આત્માની શુદ્ધિ માટે, મનની મુક્તિ માટે બધું સહન કરે છે, શ્રમ કરે તે ક્ષમા-શ્રમણ ગણાય. આ શ્રમણપણે આપણા જીવનમાં અનિવાર્ય છે. શ્રમ નહિ હોય તમને જીવનમાં મીઠાશ નહિ આવે. રસોયાની કરેલી રસોઈ કરતાં, શ્રમ કરી હાથે રાંધેલા ભોજનમાં કોઈ જુદી જ મીઠાશ રહેલી છે. શ્રમ પછી ભૂખ, અને ભૂખ પછી મીઠાશ આવે છે. આથી તો તમે ભોજનમાં જમવા બેસો છો ત્યારે બાર માસની ભૂખ હોય એવું અનુભવો છો, કારણ ? તમે એ માટે પહેલાં શ્રમ કરેલો છે, પરસેવો પાડ્યો છે, તેમ પૈસા માટે પણ સમજવું. પ્રસ્વેદ ડીને જે કમાય છે, તે જ પૈસાની ખરી કિંમત સમજે છે. ધરાયેલાને ભૂખ્યામાં ખ્યાલ નહિ આવે. એ ભાષણ કરશે, કથન કરશે પણ એને અનુભૂતિ નથી, તેથી એનું કથન સુંદર નહિ બને. જેણે શ્રમથી પૈસા પેદા કર્યા છે તે કામો ખર્ચ નહિ કરે, અને સારા કામમાં ખર્ચતાં અટકશે નહિ. એ તો પેટે બાધા બાંધીનેય ધર્મમાં વાપરે છે. ગરીબાઈ એ મનની વસ્તુ છે, નિર્ધનતા એ દુનિયાની વસ્તુ છે. જેનામાં નૈતિક હિમત નથી, એ માણસ મનનો ગરીબ છે. માટે નિર્ધનતા ભલે આવે, પણ મનની ગરીબી ને આવવા દેશો. જગતમાં ધનનાં સાધનો છતાં, ઊંચે જનારા બહુ ઓછા હોય છે. માટે કહેવા માગે છે કે ધર્મરત્નનાં અજવાળાં જ ૧૬૧ Page #171 -------------------------------------------------------------------------- ________________ “સંતોષથી જીવન ગુજારે એટલું તું મને આપજે; ઘર ઘર ગરીબી છે, છતાં પણ દિલમાં અમીરી રાખજે.” માણસના જીવનમાં આ અમીરી આવે, તો સાધનો ન મળવા છતાં એ મનથી ઉન્નત રહી શકે છે. આવો માણસ ભલે ધન વગરનો હોય, છતાં મનથી. તવંગર હોય છે. એક ભિખારી હતો. દિવસભરની ભીખ ભેગી કરી એ ચાલ્યો જતો હતો, ત્યાં એને બીજો ભિખારી મળ્યો. એ વધુ ગરીબ ભિખારી હતો. એને પેલાની માફક ભીખ માગવાની કળા નહોતી આવડતી. આનું દુ:ખ જોઈ, પેલા ભિખારીએ પોતાના ડબલામાંના પૈસા પેલા ગરીબના ખોળામાં ઠાલવી દીધા. એણે જોયું કે એ ગરીબને, પૈસાની વધુ જરૂર હતી. એય ભિખારી તો હતો, પણ મનનો ગરીબ નહોતો; દિલનો અમીર હતો. આ અમીરી અને ગરીબી માણસના દિલમાં પડી છે. દીર્ઘદર્શી માણસ જે કાંઈ કામ કરે તેની પાછળ વિચાર હોય, વિવેક હોય. એ હંમેશાં પરિણામને લક્ષમાં લે. આમ ન કરે તો પ્રવૃત્તિનું પરિણામ શૂન્યમાં જ આવે. એટલે ગ્રંથકાર કહે છે કે પ્રવૃત્તિ એવી કરો કે “બહુ લાભમ્ અલ્પ ફ્લેશમ્' આ ક્લેશ એટલે ઉદ્વેગ. વિકલતા આવે એવું કામ ન કરો. પ્રવૃત્તિ માણસના મનને સ્વસ્થ કરવા માટે છે. જો મન તૂટી જતું હોય, એને આર્તધ્યાન થતું હોય, એની સમાધિ તૂટી જતી હોય તો પચ્ચખાણ છોડાવી પારણું કરાવવામાં પણ એટલું પાપ નથી; કારણ કહ્યું છે કે “સત્વસમાહિ-વત્તિયાગારેણં' પચ્ચખાણમાં પણ આ આગાર રાખ્યો છે. પચ્ચખાણ એ તો સમાધિને માટે છે, માત્ર બાહ્ય પચ્ચખાણ રહે અને અંદરની ચિત્તસમાધિ તૂટી જાય તો એનો અર્થ શો ? પ્રવૃત્તિ કરો તે ક્લેશહીન અને પરિણામે સુંદર હોય એવી કરો તો તમે તે પ્રવૃત્તિ દ્વારા વિકાસ સાધી શકો. એ કર્યા પછી મન વિચારોમાં, વંટોળમાં ચડે તો એ પ્રવૃત્તિ પાણી વલોવવા જેવી પ્રવૃત્તિ બની જાય છે. આપણા જીવનનું પ્રત્યેક કામ દીર્ઘ ચિંતન માગે છે. આ ચિંતન વગર શ્રેષ્ઠતા ન આવે. જે માણસ ખરો દીર્ઘદર્શી હોય છે એ આલોક તથા પરલોક બેઉને આવી રીતે સુધારે છે. તા. ૧૧-૮-૧૯૬૦ ૧૬ર ક ધર્મરત્નનાં અજવાળાં Page #172 -------------------------------------------------------------------------- ________________ ++++>& ***** ૩૮. વસ્તુના હાર્દનું દર્શન ધ Æ આત્માનું કોઈ પણ પગલું ઉતાવળિયું ન હોય. તેના કાર્યમાં છીછરાપણું અને ક્ષણિક આવેગ ન હોય. એ દીર્ઘ ચિંતન પછી કાર્ય હાથ ધરે છે. આવેગનો જીવનમાં અવકાશ ખરો, પણ ધર્મી માણસ એને વિવેકથી નાથે છે. આવેગને એમ ને એમ અમલમાં મૂકીએ તો પરિણામ અસુંદર આવે. માણસ માત્રને સુંદર જ ગમે છે; મેલું કોઈને ગમતું નથી. ઘર પણ વ્યવસ્થિત અને સ્વચ્છ હોય તો ગમે. અવ્યવસ્થા મનને અને મગજને ખટકે છે. કોઈ માણસ ઢંગધડા વગરનું બોલે તો તે સાંભળવું આપણને ગમતું નથી; પણ જો એ રચનાપૂર્વક શબ્દો વાપરે, એની પાછળ વિચારણા હોય તો એનાથી સામા માણસનો પલટો થઈ જાય. માણસનો સ્વભાવ છે કે તે સારું પસંદ કર્યા વગર રહેવાનો નહિ. દુનિયાને પણ સારું જ ગમે છે. દુનિયાને સારો માણસ જ ગમે છે. ‘A thing of beauty ધર્મરત્નનાં અજવાળાં ૧૬૩ Page #173 -------------------------------------------------------------------------- ________________ is a joy for ever' સારી વસ્તુઓ સદાય આનંદ આપે છે. જગત પાસેથી આપણે જે જાતની અપેક્ષા રાખીએ છીએ એવા આપણે બનતા નથી, એ મુશ્કેલી છે. આપણે યાદ રાખવું જોઈએ કે તમને જે પ્રિય છે એ જ જગતને પ્રિય છે; તમને જે નથી ગમતું, તે જગતને પણ નથી ગમતું. સંસ્કાર અને સભ્યતાવાળો માણસ દુનિયા આખીને ગમે છે. જગત પણ એવું બને એમ તમે ઇચ્છતા હો તો પ્રથમ તમે એવા બનો, તો તમે જગતને વહાલા લાગશો. પણ એ વહાલ પામતાં પહેલાં, એનું મૂલ્ય આપવું પડે છે, થોડોક ત્યાગ કરવો પડે છે. સગુણોને મેળવતાં પહેલાં માણસે થોડુંક બલિદાન આપવાનું રહે છે. તમે તો એવું ઇચ્છો છો કે સાધુઓ સગુણો કેળવે, મહેનત કરે, અને તમને એ વગર શ્રમે એમ ને એમ વળી જાય; આ ક્યાંથી બને ? કોઈ તમારા વતી ભગવાનનો જાપ કરે અને તે તમને પહોંચે, એવી વાત કેમ બને ? આજે બ્રાહ્મણો જાપ કરી શેઠિયાઓ પાસેથી પૈસા મેળવે છે. ધર્મમાં પણ આ છેતરપિંડી દાખલ થઈ ગઈ છે. “As you sow. so shall you reap' વાવો તેવું લણો, અને કરો તેવું પામો' એવું ન કરો તો ક્યાંથી પામો ? લોભ, આસક્તિના ત્યાગ વગર સદ્ગુણ એમ ને એમ મળી જતા નથી. એમ ને એમ કાંઈ નથી મળી શકતું; તો શું ભગવાન તમને મફતનો માલ આપી દેવાના છે ? આત્માના વિકાસ માટે, સગુણ મેળવવા માટે, ત્યાગ કરવા તૈયાર થવું એનું નામ દીર્ધદષ્ટિ-આત્મા, એ કે જે એવાં કાર્યો કરે કે જેનાં પરિણામ સુંદર જ આવે. એ માણસ આ લોકનો જ નહિ, પણ પરલોકનોય વિચાર કરીને જીવે માનવજીવનમાં જે મળ્યું છે એને ખરચી નાખશો તો ના કોઈ નહિ કહે, પણ એનાથી આવતી કાલ ન બગડે એ જોજો; નહિતર પાછળથી પસ્તાવાનો સમય આવશે. છેવટે જ્યાં જવાનું છે ત્યાંને માટે જીવનમાં કાંઈ નહિ રાખો ? બધું મળ્યું છે તે કાંઈ સર્વભોગ માટે નથી, ત્યાગ માટે છે, આજે ત્યાગ કરો અને કાલે તમને તે મળશે. જે પરલોકનું ધ્યાન રાખે છે, તેનું આ લોકનું જીવન પણ સુધરી જાય છે. જેને પરલોકનો ભય નથી, જે પરિણામની સુંદરતાનો વિચાર નથી કરતો તે ધર્મ, સમાજ અને પોતાની જાતને નુકસાન કરે છે. પરલોકનો વિચાર કરનાર સત્યવાદી, અપરિગ્રહી હોય છે. ઓછો પરિગ્રહ રાખનાર માણસ સમાજને ચૂસતો નથી. આ દેહને તો છેવટે બાળી નાખવાનો છે એમ સમજી, એ માણસ સંયમી ૧૬૪ ધર્મરત્નનાં અજવાળાં Page #174 -------------------------------------------------------------------------- ________________ જીવન ગાળશે; સમાજને સંયમની સુવાસ આપશે. જેને પરલોકનો ભય છે એ આત્માને મેલો નહિ થવા દે. બાકી તો જગતની દૃષ્ટિ જુદી છે. જગત તો કહે છે : “આ લોક મીઠા; પરલોક કોણે દીઠા !” માટે મેળવાય એટલું મેળવો અને ભોગવાય એટલું ભોગવો. એટલે તમે જોશો કે પરલોકના વિચારકને સંસારનો ત્યાગ છે, પેલાને રાગ છે. કાલનો વિચાર સૌ કરે છે, અને કરવો જોઈએ. વિદ્યાર્થી કાલના પાઠ તૈયાર કરે છે. કુમારાવસ્થામાં યુવાનીનો, અને યુવાની જતાં બુઢાપાનો વિચાર માણસ કરે છે તેમ દીર્ઘદૃષ્ટિવાળા માણસને આવતા જન્મનો વિચાર કરવાનો રાજગૃહના ધના શેઠને ચાર દીકરા. એ વૃદ્ધ થયો, અને એને વિચાર આવ્યો; કરોડોનાં સુખસાધન મૂકીને જવાનું છે. એણે વિચાર્યું કે સ્ત્રી સારી તો કુટુંબ સારું. પુરુષ એટલે તો બજાર, બાહ્ય પ્રવૃત્તિમાં મગ્ન; પણ સ્ત્રી એટલે ઘર. માટે જ કહ્યું છે કે “કૃદિm પૃમુખ્યતે' ગૃહિણી સંસ્કારી, પવિત્ર, વ્યવસ્થાવાળી, સૌમ્ય હોય તો આખું ઘર સુંદર બનવાનું. શેઠે ધાર્યું કે વહુઓ સારી હશે તો દીકરા ઠેકાણે આવી જશે. એણે પરીક્ષા કરવાનો વિચાર કર્યો. ચારેય વહુઓને બોલાવી કહ્યું કે અમે હવે પાકું પાન થયાં છીએ માટે જાત્રા કરવા જઈએ છીએ. લો, ડાંગરના આ પાંચ દાણા સાચવજો, એને જીવનની મૂડી ગણજો. આમ બોલીને શેઠે દરેક વહુને ડાંગરના આ પાંચ દાણા આપ્યા. પહેલી વહુએ વિચાર્યું કે શેઠની “સાઠે બુદ્ધિ નાઠી' લાગે છે. આ દાણાને વળી જીવનની મૂડી શું ગણવાની ? એટલે એણે દાણા ઉકરડામાં ફેંકી દીધા. બીજી વહુએ વિચાર્યું કે વડીલોની આ કદાચ દક્ષિણા-પ્રસાદી હશે; એટલે એણે મોંમાં નાખ્યા. ત્રીજીએ વિચાર્યું કે ડોસા છે તો અનુભવી; “સાચવજો” કહેલું છે માટે એની પાછળ કાંઈક કારણ હશે; એટલે એણે નાની દાબડીમાં દાણા મૂકી તિજોરીમાં સાચવી રાખ્યા. પણ ચોથી ભારે બુદ્ધિશાળી હતી. એનો ભાઈ એને મળવા આવેલો એટલે એણે એને દાણા આપી દીધા ને કહ્યું કે આને સારી જમીનમાં વાવજે. એમાંથી એક વરસે ૫૦૦ દાણા થયા, તો બીજે વરસે પચાસ હજાર દાણા થયા અને દસ વરસે દાણાથી કોઠાર ભરાઈ ગયો. જાત્રામાંથી ડોસો પાછો આવ્યો ત્યારે ડોસાએ વહુઓને સાચવવા આપેલા દાણા પાછા માગ્યા. પહેલીએ કહ્યું : “મેં તો ફેંકી દીધા. એમાં રાખવા જેવું શું હતું ? કહો તો કોઠારમાંથી નવા લાવી આપું.” ધર્મરત્નનાં અજવાળાં . ૧૬પ Page #175 -------------------------------------------------------------------------- ________________ વૃદ્ધે કહ્યું : “તમારું નામ ઉક્સિકો. તમારે ઘરનો કચરો કાઢવો. ઘર સાફસૂફ રાખવું.” બીજીએ કહ્યું : “હું પ્રસાદ માનીને ખાઈ ગઈ.” વૃદ્ધે કહ્યું : “તમે ખાઈ ગયાં એટલે તમારું નામ ભક્ષિકા. તમારે રસોડું સાચવવું.” ત્રીજીએ કહ્યું : “મેં તો સાચવીને રાખ્યા છે.” એમ કહી તિજોરી ખોલી દાબડી ઉઘાડી સસરાને દાણા આપ્યા. વૃદ્ધે કહ્યું : “તમે આનું રક્ષણ કર્યું છે. તમારું નામ રક્ષિકા. તિજોરીની ચાવીઓ તમારે રાખવી. ઘરનું બધું ઝવેરાત તમારે સાચવવું.” ચોથીએ કહ્યું : “મેં તો મારે પિયર મોકલ્યા છે. એ એમ નહિ આવે. ગાડાં મોકલો તો ભરાઈને આવે.” વૃદ્ધે પ્રસન્ન થઈ કહ્યું : “તમે વૃદ્ધિ કરી, વધારો કર્યો. તમારું નામ રોહિણી. કુટુમ્બનું સર્વ સંચાલન તમારે સંભાળવું.” એમ ગુણ પ્રમાણે વ્યવસ્થા ગોઠવાઈ. શેઠે જોયું કે ચોથી વહુએ દીર્ધદષ્ટિ વાપરેલી હતી. એણે એવું કામ કર્યું કે જેથી પરિણામ સુંદર આવે. કામ તો બધાં કરે પણ એની પાછળ વિચાર જાઈએ. હજામ પણ એટલો તો વિવેક વાપરે જ ને ! બે જુદા અસ્ત્રા રાખે છે; બાળકને મૂંડવાનો અને પાડા મૂંડવાનો. એક જ અસ્ત્રો બેઉ માટે ન ચાલે. જ્યારે માણસમાં આવો વિવેક આવે છે, ત્યારે જીવનમાં એનાં મૂલ્યો બદલાય છે. પછી એ એવાં કામો કરે છે જેથી ક્લેશ ઓછા થાય; લાભ વધુ થાય. શેઠની ચાર વહુઓ – ઉક્તિ કા, ભક્ષિકા, રક્ષિકા અને છેલ્લે રોહિણી. દરેકની વિશિષ્ટતા જીવનમાં તરી આવી. પણ રોહિણીની પ્રજ્ઞાની તીવ્રતા જુદી જ હતી. એણે પોતાના કાર્યથી પોતાનું જ નહિ, પણ કુળનું ગૌરવ વધાર્યું. એ દીર્ઘદૃષ્ટિવાળી હતી. એને દાણા આપ્યા હતા હાથથી પણ એણે પાછા વાળ્યા ગાડાંઓ ભરીને. આમ જીવનમાં થોડું મળે તો પણ એને વિકસાવીને જીવન ભરો. કામ એવું કરીએ કે જેથી સૌનું સારું જ થાય. ગુણો તથા વ્રતોના વિકાસ અને વૃદ્ધિ માટે દીર્ઘદૃષ્ટિ આપણા ધર્મજીવનમાં ખૂબ જ આવશ્યક છે. તા. ૧૨-૮-૧૯૬૦ ૧૦૬ જે ધર્મરત્નનાં અજવાળાં Page #176 -------------------------------------------------------------------------- ________________ ૩૯. વિશેષજ્ઞ દ૨મો સદ્ગુણ દીર્ઘદર્શિતાનો આપણે જોયો. દીર્ઘદર્શી માણસ તત્ક્ષણના લાભને નહિ, પણ લાંબી વિચારણા પછીના સાચા પરિણામનો વિચાર કરી કાર્ય કરે છે. એ આજની ખાતર, આવતી કાલને નહિ બગાડે. આજે માણસ શ્રમ કરે તો કાલે એને ફળ મળે. એ આવતી કાલ માટે, આજે જરાક સહન પણ કરવું પડે તોય પ્રેમથી સહન કરે. સહન કર્યા વગર કાંઈ મળે નહિ . આજે સહન કરી, આત્માના હિત ખાતર કાલને સુધારે તેનું નામ દીર્ઘદર્શી. : હવે સોળમો સદ્ગુણ જોઈએ એ ‘વિશેષજ્ઞ’. વિશેષજ્ઞ માણસ, એની સામે જે વસ્તુ આવે તેના ગુણ અને દોષ તારવી શકે છે. આ કામ મુશ્કેલ છે કારણ આપણે તો કોઈની એકાદ વાત ન ગમે તો તે આખી વ્યક્તિને જ ફેંકી દઈએ છીએ. વિશેષજ્ઞ કદી સમગ્ર વ્યક્તિનો વિરોધ ન કરે. એ તો વિચારે કે એના એકાદ દુર્ગુણ સંગે બીજા ઘણા સદ્ગુણો એનામાં છે. ધર્મરત્નનાં અજવાળાં ૧૬૭ Page #177 -------------------------------------------------------------------------- ________________ ચોકસી જેમ સોનાનો ટચ જુએ તેમ એ તો સામાની વિશિષ્ટતા સ્વીકારે. એ વ્યક્તિનો નહિ, પણ એના દુર્ગુણનો વિરોધ કરશે. આ વાત ક્યારે બને ? જ્યારે એનામાં ગુણદોષની સમીક્ષા કરવાની શક્તિ હોય ત્યારે. કોઈવાર વિરોધ થાય તો એ વાત પૂરતો જ વિરોધ રહેવા દો; પણ જે માણસ એકને ખાતર સામાના નવાણુ ગુણો સામે, આખી વ્યક્તિ સામે વિરોધ કરે છે તે કદી ઉત્કર્ષ સાધી શકતો નથી. આજે આવા મતભેદોને લીધે મનભેદ વધવા લાગ્યા છે અને અનેક ગચ્છોમાં, સંસ્થાઓમાં મતોના ઝઘડા ચાલ્યા છે. આપણે તો એ જોવાનું છે કે નવ્વાણુમાં જો આપણે એકમત છીએ તો એટલી બાબતોમાં તો સાથે મળી કામ કેમ ન કરીએ ! હંસની પાસે પાણી અને દૂધ ભેગાં કરી મૂકો તો એની વિશિષ્ટ શક્તિથી એ દૂધ પી જાય છે અને પાણી છોડી દે છે. એના આ કાર્યને માટે વિવેક શબ્દ વપરાયો છે. આપણી પાસે પણ હંસના જેવી ચાંચ હોવી જોઈએ. જેથી આપણે ખરાબમાંથી સારું લઈએ અને ખરાબને છોડી દઈએ. વિશ્વમાં ગમે ત્યાંથી સારું મળે તો એ લઈ લો. જો માણસ આમ નહિ કરે તો વિશ્વનું કેટલુંય સારું, એની પાસેથી સરકી જવાનું છે. સારું લો અને સારું ન સમજાય તો નમ્રતાપૂર્વક સમજવા પ્રયત્ન કરો. શ્રી હરિભદ્ર ભટ્ટ એટલે મેવાડના અત્યંત સમર્થ વિદ્વાન, પણ એમણે એક નિયમ રાખેલો કે સારું ગમે ત્યાંથી લેવું અને જ્યારે સારું ન સમજાય ત્યારે સામાને પૂછવું – એના ચેલા થઈ જવું. એકવાર એમણે એક સાધ્વીએ જોઈ. એ “ચકી દો' ચકી’ એમ ગાથા ગોખી રહી હતી. હરિભદ્રને એ સમજાયું નહિ એટલે એ પાસે ગયા અને અર્થ પૂછળ્યો; શિષ્ય બનીને, ગુરુ બનીને નહિ, આજે તો ન આવડે તો લોકો દંભ કરે છે અને ગુરુ બનીને શીખવા માંગે છે, શિષ્યભાવે નહિ. ગુરુ બનીને જે વિદ્યા શીખવા જાય છે તો એને વિદ્યા મળતી નથી. અને કદાચ મળી જાય તો એને કામ લાગતી નથી. નમ્ર, શિષ્ય બનીને વિદ્યા લો તો એ સંજીવની બની શકે છે. એના જેવી બીજી કોઈ ચીજ નથી. દુનિયાની બધી વસ્તુ માણસને મારનારી છે; માત્ર વિદ્યા એક જ એને તારનારી છે. વિદ્યા જ ખરે વખતે માણસને સદ્ગતિએ લઈ જાય છે. વિદ્યા મેળવવા શિષ્ય બનવું પડે છે; આ વિદ્યારૂપી નૌકાથી આપણે ભવસાગર તરી શકીએ છીએ. આ માટે આપણામાં વિનય અને નમ્રતા જોઈએ. દત્તાત્રયે જ્ઞાન ખાતર કૂતરાનેય ગુરુ ગણેલો. એમના ચોવીસ ગુરુઓમાંનો એક તે કૂતર. એની પાસેથી એ વફાદારીનો ગુણ શીખ્યા. હંસ પણ એમનો ૧૬૮ ધર્મરત્નનાં અજવાળાં Page #178 -------------------------------------------------------------------------- ________________ બીજો ગુરુ; એની પાસેથી એ વિવેક શીખ્યા. બગલો પણ એમનો ગુરુ; એની પાસેથી એ ધ્યાનની એકાગ્રતા શીખ્યા. હેતુની પ્રાપ્તિ માટેની સાવધાનતા, તેઓ કાગડા પાસેથી શીખ્યા. એમણે વિશ્વનાં પ્રાણીઓને આમ ગુરુ બનાવ્યાં અને શીખ્યા; પણ આપણે તો આજે માનવીનેય ગુરુ નથી બનાવી શકતા. આપણે આજે ગુરુઓને પણ ગુરુ નથી રહેવા દીધા, તો શું શીખી શકવાના છીએ ! આજે તો આપણે સૌ ન-ગુરા થઈ રહ્યા છીએ. સર્પને માટે એક ગારુડી મંત્ર આવે છે. એમાં ૧૮ શબ્દો છે. આ મંત્ર ભણવા છતાંય એ જો ઝેર ચૂસે નહિ તો ગારૂડી છેલ્લે તેને “ન-ગુરો' કહે. આ શબ્દ સાંભળી એ પોતાનું માથું શિલા પર પછાડે છે અને મરી જાય છે. એનાથી એ સહન થઈ શકતું નથી. આપણા નગુરાપણા માટે આપણને આજે આવું લાગે છે ખરું ? પણ આજે ગુરુ જેવું તત્ત્વ જ ક્યાં રહ્યું છે ! જે માણસ પોતાને પંડિત માને એ બીજા પાસેથી શું લઈ શકવાનો ? આત્માના ઉત્કર્ષ માટે જનારાએ તો બાળક જેવા નિર્દોષ બનીને જવું જોઈએ. હરિભદ્ર બાળકને ભાવે પેલી સાધ્વી પાસે ગયા અને અર્થ પૂછ્યો. સાધ્વીએ આ વિદ્વાનને પોતાના ગુરુ પાસે મોકલ્યા. કારણ કે એ પડ્રદર્શનના જાણકાર હતા. ગુરુએ હરિભદ્ર ભટ્ટને પ્રતિબોધ કર્યો અને દીક્ષા આપી. પછી તો એ શાસનપ્રભાવક મહાન આચાર્ય શ્રી હરિભદ્ર સૂરીશ્વર થયા, પણ તેઓ પેલાં સાધ્વીનો ઉપકાર ન ભૂલ્યા, કારણ કે માર્ગદર્શક એ બન્યાં હતાં તેથી જ એમણે જેટલા ગ્રંથો લખ્યા તેને અંતે પોતાની જાતને યાકિનીસૂનુ સાધ્વીપુત્ર તરીકે એ પોતાને ઓળખાવે છે. આવા સમર્થ આચાર્ય પણ સાધ્વીને ગુરુ માને છે ! કોઈએ આચાર્ય હરિભદ્રને પૂછેલું કે તમે કપિલના ભક્ત હતા અને મહાવીરના ભક્ત કેમ બન્યા ? ત્યારે તેમણે જવાબ આપ્યો કે “મારે મહાવીરનો પક્ષપાત નથી, કપિલ ઉપર દ્વેષ નથી. યુતિપૂર્ણ જેનું વચન હતું તેનો મેં સ્વીકાર કર્યો છે. આજે તો માણસને કાંઈ ગમે તો એ માટે રાગ જાગે છે અને ન ગમે તો એનો દ્વેષ કરે છે. ખરી રીતે માણસે આ બેની વચ્ચે રહેવાનું છે. ખીણ અને પર્વત બેની વચ્ચેથી રસ્તો કાઢવાનો છે. રાગ એ ખીણ છે; ષ એ ટેકરો છે. ન રાગમાં રહો, ન ષમાં. વચ્ચેનો માધ્યસ્થભાવ જ આપણે કેળવવાનો છે. જેનાં વચનો શાસ્ત્રો, જીવન અને અનુભવ સાથે બંધબેસતાં થાય, જે આપણી બુદ્ધિમાં બેસે અને જ જ્ઞાનથી સારાં લાગે તેનું કાર્ય સ્વીકારવું. દરેક વાત સમજવી જોઈએ; પછી સમજીએ અને સારી લાગે તો જીવનમાં ઉતારી શકીએ છીએ. આજે માણસો સમજવા પ્રયત્ન કરતા નથી તેથી જીવનમાં ઉતારતાય નથી. ધર્મરત્નનાં અજવાળાં કે ૧૬૯ Page #179 -------------------------------------------------------------------------- ________________ પૂજા, સામાયિક વગેરે બધાનાં સાચાં મૂલ્ય સમજો. એનો અર્થ સમજો, ભાવ સમજો, પછી એ બોલશો તો ઝોકાં નહિ આવે. ભગવાનની વાતો આવી રીતે વિચારશો તો ખૂબ સરળ ને સાદી છે. આગમ અત્યંત સરળ છે, સુંદર છે પણ આપણે એને સમજવા સમય જ કાઢતા નથી. જીવનનું પરમ સત્ય દરેકને મળી શકે એમ છે કારણ કે એ સરળ છે. માટે કહ્યું છે કે “જે મને સમજાય છે, તેનો હું સ્વીકાર કરું છું.” જેણે વિશેષજ્ઞ બનવું છે, એણે વસ્તુનો ગુણ-ધર્મ જાણવો જોઈએ. આ કાર્ય પક્ષપાતની ભાવના વિના થવું જોઈએ. અપક્ષપાતભાવે જો તમે ગુણદોષનો વિચાર કરો તો ધર્મને માટેની લાયકાત આવે. માણસ વિશેષજ્ઞ હોય તો આ આવે. જ્યાં સુધી એ નહિ આવે, ત્યાં સુધી ધર્મની યોગ્યતા નહિ આવે. આ યોગ્યતા એટલે પાત્રતા. આ યોગ્યતા ન હોય તો પાત્રમાં મળેલી વસ્તુ ટકી શકે નહિ. એટલે જ્યારે વિશેષજ્ઞતા આવે છે ત્યારે માણસના મતાગ્રહ, દુરાગ્રહ, પક્ષપાત રહેતા નથી. આજે તો એક ગામમાં, એક જ ધર્મના બે ગચ્છના લોકો હોય તેની વચ્ચે પણ મતભેદ ને મનભેદ ચાલે છે, અંધતાની પરંપરા ચાલી રહી છે. મારો ગચ્છ, મારો માર્ગ, મારો પંથ ચલાવવાનો મોહ જાગ્યો છે. ત્યાં એ લોકો સમાજને શું આપી શકશે ? માટે વિશેષજ્ઞ બની આત્માને રૂચે, ઉન્નત બનાવે, જે ગુણથી ભરેલ હોય એનો સ્વીકાર કરો. ગુણનો સ્વીકાર કરશો એટલે જીવનમાં ઉલ્લાસ અને પ્રકાશ આવશે. ધર્મના મહાશિખરે પહોંચવા માટે, વિશેષજ્ઞતા એક પગથિયું છે. એ જીવનમાં આવશે એટલે દૃષ્ટિની વિશાળતા આપોઆપ આવશે. ઈંડાની અંદરનું પંખી દુનિયાને ઈંડા જેવડી જાણે છે. પછી બહાર નીકળે છે ત્યારે એને દુનિયા માળા જેવડી લાગે છે. છેવટે પાંખો ને આંખો મળતાં અનંત આકાશમાં ઊડે છે અને અપાર સાગરને જુએ છે ત્યારે તેને લાગે છે કે દુનિયા તો વિશાળ છે. એની ઉપરનું કોચલું તૂટે છે ત્યારે એની દૃષ્ટિ વિશાળ બને છે. આપણા મગજ, બુદ્ધિ અને આંખની આસપાસ આવાં કોચલાં જામ્યાં છે. એ તૂટે છે ત્યારે જ જગતના પદાર્થોની અનંતતા સમજાય છે. તા. ૧૩-૮-૧૯૬૦ ૧૭૦ શર્મરત્નનાં અજવાળાં Page #180 -------------------------------------------------------------------------- ________________ ૪૦. વૃદ્ધાનુગામી 1 , પણે જોયું કે ધર્મરૂપી રત્ન ( IL મેળવનાર વિશેષજ્ઞ હોય. સુજ્ઞ માણસ વિશેષજ્ઞ ન બને ત્યાં સુધી સારાનરસાનો વિવેક નહિ કરી શકે; અને એ સારાનો સ્વીકાર કરી, ખરાબનો ત્યાગ પણ નહિ કરી શકે. વિશેષજ્ઞ હોય તો ગોળ અને ખોળ; તથા સાચા અને ખોટા વચ્ચે હું વિવેક કરી શકશે. તમે વિશેષજ્ઞ હો તો આ વિવેક આવે. આને માટે બુદ્ધિને કસવાની જરૂર છે. આંધળિયાં કરી દોટ મૂકવાનો કશો અર્થ નથી. કોઈ પણ વાતને સાંભળ્યા પછી * પ્રજ્ઞાથી વિચાર; આલોચના કરી. દરેક છે વાતનું શ્રવણ, મનન, નિદિધ્યાસન રાખો. આવો આત્મા વિશેષજ્ઞ હોય. એવો માણસ દુનિયાના વિશિષ્ટ તત્ત્વને ગમે ત્યાંથી શોધી કાઢશે. સારું હશે તે લઈને અંતરમાં ભરશે. કચરા ભેગી પડેલી આની ફેંકી દેવાની નથી હોતી; આમ, ખરાબની વચ્ચે પડેલું પણ બ સારું હોય તો લઈ લ્યો. જ્યારે આ પ્રજ્ઞા, વિશેષજ્ઞતા આવશે ધર્મરત્નનાં અજવાળાં - ૧૭૧ Page #181 -------------------------------------------------------------------------- ________________ ત્યારે સારા-ખોટાનો વિવેક સરળ બનશે. જૂનું હોય છતાં ખોટું હોય તો એનો ત્યાગ કરો. સારું, પછી એ પ્રાચીન હોય કે અર્વાચીન પણ ગ્રહણ કરો. જે અવિચ્છિન્ન છે તેનો સ્વીકાર કરો. વૃદ્ધાનુગ હવે પછીનો સગુણ છે. તે વિશેષજ્ઞ હોય; તે વૃદ્ધોનો અનુગામી બને. તમને દોરનાર અને પ્રેરણા આપનાર કોણ છે ? વૃદ્ધો. જેણે માર્ગ જોયો છે અને તેની ઉપર ચાલેલ છે, એ બીજાને માર્ગ બતાવી શકે. એમનું અનુકરણ કરો તો એમનું ઠરેલપણું, અનુભવ મળે અને માણસ ઠોકરમાંથી બચી શકે. એ માર્ગના એ જાણકાર હોય છે તેથી, માર્ગમાં આવતા ભય આપણને એ બતાવી શકે છે. ખાડા-ખીણમાંથી જે પસાર થયેલો હોય તે રસ્તાનો ભોમિયો થઈ બીજાને માર્ગ બતાવી શકે છે. કેટલાક લોકો કહે છે કે વૃદ્ધનો અનુભવ અમને નથી જોઈતો; અમારે તો જાતે અનુભવ કરવો છે. પણ ઝેર અને અફીણના કાંઈ અનુભવ અને અખતરા હોય ? એના અખતરા કરનાર ઠોકર ખાય છે અને એમાં પોતે પણ પૂરા થઈ જાય છે. એટલા માટે આપણને કહેવામાં આવ્યું છે કે “મહાનનો પેન સ ન્યા: !' મહાજન એટલે જેનામાં મહત્તા છે, જે વિશિષ્ટ તત્ત્વવાળા છે, એવાને પગલે ચાલીએ તો એ આપણને ખાડા-ટેકરામાંથી બચાવે. આ વૃદ્ધ એટલે ધોળા વાળવાળો, દાંત વગરનો નહિ. આ વૃદ્ધત્વને દેહ સાથે સંબંધ નથી, ઉંમર સાથે સંબંધ નથી. એક રાજાની સભામાં એક શેઠ આવ્યો. રાજાએ એને પૂછ્યું કે તમને કેટલાં વરસ થયાં છે ? તમારે દીકરા કેટલા છે ? તમારી સંપત્તિ કેટલી છે ? શેઠે કહ્યું કે મારી ઉંમર દસ વર્ષની છે; દીકરા કેટલા છે એની મને ખબર નથી; સંપત્તિ ચાલીસેક હજારની છે. લોકો એને જાણતા હતા તેથી એની આ ત્રણે વાતોથી રાજસભાને આશ્ચર્ય થયું. કૌતુક થયું. રાજાએ સ્પષ્ટતા કરવાની આજ્ઞા કરી. શેઠે જે વર્ષોની વાત કરી એ જુદા અર્થની હતી. એટલે જ્યારે વાવણી શરૂ થઈ, ખેતી શરૂ કરી, જ્યારથી ઇન્દ્રિયોને જીતવાની શરૂઆત કરી, આત્મબુદ્ધિ જાગી, તે કાળથી વર્ષની શરૂઆત કરી, બાકી તો જીવનનાં જે વર્ષો આહાર, નિદ્રા, ભય, મૈથુન અને પરિગ્રહમાં ગયાં તેને કોણ ગણે છે ? જ્યારથી માણસના જીવનમાં ધર્મબીજ વવાય, ઊગે, ધર્મને એ સમજે, ચિંતન, મનન, ત્યાગ અને સંયમ કેળવે ત્યારે એ ધર્મમાર્ગે વળ્યો ગણાય. પછી આવો ધર્મી માણસ, આહારની ચર્ચામાં કે રસની આસક્તિમાં સમય ન ગાળે. ઊંઘને ચિતનથી જીતે, ભયને સમયે અભય રહે; કામ જાગે ત્યારે વિચારે કે શું હું ૧૭૨ ધર્મરત્નનાં અજવાળાં Page #182 -------------------------------------------------------------------------- ________________ ભાવનોરલા જ કલયે આવે છે એ બતાવે પણ બહારનો પરિચય પશુથીયે અધમ ? અને પરિગ્રહ લોભાવે ત્યારે વિચાર કરે કે જીવનભર સંગ્રહ કરવાનું જ કરું તો મારામાં વિવેક શો ? જેણે આ પાંચ ઉપર વિજય મેળવ્યો એણે સમજવું કે એનામાં ધર્મનું બીજ વવાયું છે. બહારનો પલટો કરો, તે અસ્થાયી છે. બહારનું ચરિત્ર તો ઘણા બતાવે પણ તે માત્ર દેખાવનું. સમ્યક્ત્વ હોય ત્યારે અંદરનો પલટો આવે છે પછી દરેક કામમાં સાવધાનતા આવશે. હું કરું તે કેટલા જુએ છે ? એ ભાવના આજે વધુ ચાલી રહી છે. પણ પ્રદર્શનની ભાવનાથી, સ્વદર્શન નથી આવતું. અને ખરું સ્વ-દર્શન કરશો તો બહારના પ્રદર્શનની જરૂર પણ નહિ રહે. પણ આ બે દર્શનો સાથે ન રહી શકે. કાં તો પ્રદર્શન કરો અને કાં તો સ્વદર્શન તરફ વળો. આવો વૃદ્ધ માણસ, અંદરના આત્મા તરફ વળેલો હોય છે. એટલા માટે એને “પરિપક્વ બુદ્ધિ' કહ્યો છે. એનો અર્થ એ કે તેવો વૃદ્ધ પરિપક્વ બુદ્ધિવાળો હોય; એની વાતોમાં મીઠાશ હોય; એનામાં કટુતા, ખટાશ, સડેલાપણું ન હોય. પાકેલી કેરીનો સ્વાદ સૌને મીઠો લાગે છે એમ, જેની વાતો, વિચારો સાંભળી આનંદ જાગે તે વૃદ્ધ. જેનામાં આવું ન હોય તે માણસ એના દેહવૃદ્ધત્વને લજવે છે. આજે વૃદ્ધોનાં વાણી, વિચાર, વર્તનમાં આ પરિપક્વતા, મીઠાશ છે ખરી ? એ ન હોય તો જીવનને એકડે એકથી ફરી ઘંટો. આજે તો વૃદ્ધાવસ્થા આવતાં માણસમાં કટુતા આવે છે. ખરી રીતે તો આવે વખતે જિંદગીના અનુભવો લીધા પછી, એણે શાન્તિના સમુદ્ર અને વાત્સલ્યના સાગર બનવું જોઈએ. એણે તો સારી હવા રેલાવવી જોઈએ. વૃદ્ધોએ કટુતાથી ભારરૂપ ન બનતાં, પ્રસન્નતાથી વાતાવરણ હળવું બનાવવું જોઈએ. આને માટે પરિપક્વતા જરૂરી છે. આવા વૃદ્ધ તપ, ઉપવાસ જ નહિ પણ તિતિક્ષા-સહનશક્તિ કેળવવાની છે. ભક્તિ કરવાની છે અને કાયા પર કષ્ટ આવે તો પણ સહેવાનું છે. સહન કરવા માટેનું સામૂહિક નામ એટલે તપ. માણસ જેટલું તપ કરે તેટલો તે ઘડાય છે. આ તપ ગમે તે અવસ્થામાં શક્ય છે. કાચા ઘડામાં પાણી ભરો તો એ ફૂટી જશે અને પાણી પણ ચાલ્યું જશે. પણ એને તડકો મળે, તાપમાંથી એ પસાર થાય ત્યારે ટકોરા સહન કરવા એ શક્તિશાળી થાય છે. તાપ પછીથી જ યોગ્યતા આવી શકે છે. અને ધર્મનું જીવન સરળ બને છે. માણસ થોડાક દાનથી, પૈસાથી, અધિકારથી જ ધર્મ આચરવા માટે લાયક નથી થઈ શકતો. એ બધાનું ફળ તો સાધના અને તિતિક્ષામાં પરિણમવું જોઈએ. પછી એ ગમે તેવાં દુ:ખોથી પણ ફૂટશે નહિ કે ફાટશે નહિ. જેમાં અમૃત રહી શકે, એવું પાત્ર બનવા માટે આ તપ-તિતિક્ષાની ખાસ જરૂર છે. એણે તો સહન ધર્મરત્નનાં અજવાળાં ક ૧૭૩ Page #183 -------------------------------------------------------------------------- ________________ કરવાનું છે અને કડવા ઘૂંટડા પી જવાના છે. માણસ જ્યારે આવી જાતના છે બાહ્ય અને છ આંતર તાપમાંથી પસાર થાય છે ત્યારે એનામાં ખરી પૂર્ણતા આવી શકે છે. આંતરિક તપ-પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, બાન અને કાયોત્સર્ગ તથા બાહ્ય-અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, કાયક્લેશ, રસત્યાગ અને સલ્લીનતા છે. આમ તપની ઉપાસના દ્વારા એ તપોવૃદ્ધ હોય, જ્ઞાનની ઉપાસના દ્વારા જ્ઞાનવૃદ્ધ, સંયમની ઉપાસના દ્વારા ચારિત્રવૃદ્ધ હોય. જનક રાજાને એકવાર ઊંઘમાં સ્વપ્ન આવે છે. એમાં એ હારે છે ને ભિખારી બને છે. માગી લાવેલા અનાજથી પેટ ભરે છે. વધેલું થોડુંક સાંજ માટે ઢાંકી રાખે છે. ત્યાં લડતા લડતા આખલા આવે છે અને અનાજ ધૂળમાં મળતાં એનામાં ભય જાગ્યો ને ત્યાં એમની આંખ ઊઘડી ગઈ. જુએ તો એ રાજમહેલમાં પલંગમાં સૂતેલા છે અને નોકરો ખમા ખમા કરી રહ્યા છે. બીજે દિવસે રાજસભામાં એ બધા વિદ્વાનોને પૂછે છે કે તત સત્યં વા તત સત્યમ ? આ સાચું કે તે સાચું ? કોઈ જવાબ નથી આપી શકતું. જે ઉત્તર ન આપી શકે તેને એ કેદમાં નાખે છે. ત્યાં મહાવિદ્વાન અષ્ટાવક્ર સભામાં આવે છે. એનાં આઠેય અંગ વાંકાં જોઈ સભા હસી પડે છે. આમ બધાને હસતા જોઈ અષ્ટાવક્ર પણ હસવા લાગ્યા. રાજાએ એમને પૂછ્યું કે અમે સૌ તમારાં વાંકાં અંગો જોઈને હસ્યા પણ તમે શા માટે હસ્યા ? એમણે જવાબ આપ્યો કે અહીં બધા ચમારો ભેગા થયા છે; તમે ચમારોના રાજા હોવા છતાં જનકવિદેહી તરીકે ઓળખાઓ છો જાણીને હું હસ્યો. રાજાએ એમને પૂછ્યું અમને ચમાર કહેનાર તમે કોણ ? એમણે જવાબ આપ્યો કે મેં તમને ચમાર કહ્યા કારણ કે તમે સૌએ મારી ચામડી જોઈ; મારું ચામડું માત્ર જોયું અને હસવા લાગ્યા; કોઈએ એની અંદર રહેલ જ્ઞાનજ્યોત, દિવ્ય આત્માને જોવા પ્રયત્ન ન કર્યો. ચામડાને કોણ જુએ ? ચમાર. તમે પણ અહીં ભેગા થઈ એમ ચામડાં જ જુઓ છો ને ? આપણે પણ લોકોના દેહ જોઈએ છીએ; બાહ્ય રૂપને જોઈએ છીએ. આપણી આંખ પાસે માત્ર રૂપરંગનો આકાર જ આવે છે. પણ જો આપણે અંદરના આત્માને જોવાની દૃષ્ટિ નહિ કેળવીએ તો આત્મજ્ઞાન આવશે ક્યાંથી ? નાની એવી કીડીને જ જુઓને ! એનામાંય તમારા જેવી સુખદુ:ખની ભાવને પડી છે. સુખને એ ચાહે છે. ગળપણ એનેય ગમે છે. એનેય તડકો નથી ગમતો, એનેય છાયાની શાન્તિ જોઈએ છે. આવી કીડીને જોતાં આપણા જ જેવા આત્માનું આપણને જ્ઞાન જાગે છે ખરું ? એના જેવા બીજા પ્રાણીમાત્ર ૧૭૪ 5 ધર્મરત્નનાં અજવાળાં Page #184 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યે સમભાવ જાગે છે ખરો ? માટે બાહ્ય રૂપ, રંગ, અને દેહના આકારને જોવાનું છોડી, અંદર રહેલા અદ્દભુત આત્માને જોતાં શીખો. માટે નરનારીના રૂપની પાછળ રહેલા આત્માનું દર્શન કરો. બાકી તો કવિએ ગાયું છે તેમ-- નર નારીના રૂપમાં હાડ, ચામ ને માંસ, શું એને સુંદર કહો, જેમાં દુર્ગધ ખાસ.” આવી કાયાની માયા શી ? એકસ-રેના ફોટામાં જેમ બાહ્ય કપડાં વગેરે નહિ, પણ અંદરના ભાગનું પ્રતિબિમ્બ ઝીલાય છે તેમ આપણે પણ દેહની પાછળ રહેલા પરમ તત્ત્વને જોવાનું છે. એ નહિ થાય ત્યાં સુધી આપણો આરો નથી. માટે વિશ્વમાં ફરો ત્યારે પેલી ચમારદૃષ્ટિ ન રાખો, પણ સંતદષ્ટિ રાખો, કેળવો. જનક રાજા સમજી ગયા કે આ છોકરો ખરો જ્ઞાન-વૃદ્ધ છે. એનાં અંગો વાંકાં છે, ઉંમર નાની છે પણ એનામાં જ્ઞાન કેવું સુંદર છે ! જનકે એમને પેલો પ્રશ્ન પૂછ્યો કે તત્ સત્યમ્ વ તત્ સત્યમ્ ? બેમાંથી સાચું શું ? આવા પ્રશ્નોનો જવાબ આપવાનું જ્ઞાન, સંસ્કૃત કે પ્રાકૃતના ચોપડા ભયે નથી આવતું. એ તો જેના અંતરની દાબડી ખૂલી જાય, તેનામાંથી ખજાનો મળે, સુવાસ લાધે, માટે કહેવામાં આવ્યું છે કે શાસ્ત્રો બરાબર સમજો. શાસ્ત્રો તો નિસરણી છે. અમુક કક્ષા સુધી એ પહોંચાડે, પણ ઉપર ચડવાનું કામ તો અનુભવ અને અભ્યાસની સાધનાથી જાતે કરવાનું છે. અષ્ટાવક્ર આવા સમૃદ્ધ હતા. એણે અધ્ધર પ્રશ્ન સાંભળ્યો છતાં એની પાછળનો અર્થ એ સમજી ગયા. એમણે જવાબ આપ્યો કે “તપ અસત્યમ્ સત્યમ્' આ પણ ખોટું છે અને તે સ્વપ્ન પણ ખોટું છે. આ આંખ બંધ થાય તો ખોટું, અને પેલું આંખ ખૂલી જાય તો ખોટું; બંને સ્વપ્ન જેવા છે; અસાર છે. પણ આજે આપણને આ જ્ઞાન સમજાતું નથી. આજે તો અહીંની વસ્તુને વળગીને બેઠા છીએ. સ્વપ્નમાં સગું મરી જાય છે તોય ભડકો છો; અને જાગ્રતિમાં સાચે જ સગું મરી જાય છે ત્યારેય રડો છો. જ્ઞાનદશાથી સમજો તો આ જીવન પણ એક સ્વપ્ન જ છે. સ્વપ્નમાંથી જાગતાં એ જેમ ખોટું લાગે છે તેમ આત્મજાગૃતિ આવશે તો બેઉ સરખાં અસત્ય લાગશે. આમ વૃદ્ધ એટલે જ્ઞાનવૃદ્ધ અને ચારિત્ર્યવૃદ્ધ. જેની પાસે જ્ઞાનદૃષ્ટિ હોય, જેની પાસે તપનું ધન અને જેની પાસે ચારિત્રની સમૃદ્ધિ હોય તે વૃદ્ધ કહેવાય. અને તેને આપણે અનુસરવાનું છે. તા. ૧૪-૮-૧૯૬૦ ધર્મરત્નનાં અજવાળાં જ ૧૫ Page #185 -------------------------------------------------------------------------- ________________ >>>L<+ ૪૧. અનુભવની એરણ વૃ દ્ધોને અનુસરીએ તો વિપત્તિમાંથી ઊગરી જઈએ. પણ વૃદ્ધોને અનુસરતાં પહેલાં, વૃદ્ધ કોણ એ સમજીએ. વર્ષો કાઢ્યાં તેથી જ્ઞાન આવ્યું છે એમ નહિ. એટલા માટે બર્નાર્ડ શોએ કહેલું કે વર્ષો સાથે જ્ઞાનનો સંબંધ હોય, તો લંડનના પથરા વધુ જ્ઞાની ગણાવા જોઈએ. પણ વૃદ્ધનો એ અર્થ નથી. વૃદ્ધ એટલે ? શાસ્ત્રમાં એના ચાર પ્રકાર છે. જ્ઞાન-વૃદ્ધ, તપોવૃદ્ધ, ચારિત્રવૃદ્ધ, વયોવૃદ્ધ. ઘરડો અથવા તો યુવાન, પણ જેનામાંથી જ્ઞાનની ધારા વહે છે તે જ્ઞાનવૃદ્ધ. તપ કે તિતિક્ષા વડે સુંદર જીવન ગાળે તે તપોવૃદ્ધ. તેનો પ્રભાવ આખા સમાજ પર પડે; એ સમાજમાં આવીને બેસે તો સૌનું ધ્યાન જાય, સૌને માન થાય અને શાન્તિનું વાતાવરણ પ્રસરે . ચારિત્રવૃદ્ધઃ આરાધના, નિષ્કંલક જીવન, સેવામાં તરબોળ, બીજાનું દુઃખ જોઈ એની આંખમાં સમવેદનાનાં આંસુ આવે; પાપ જોઈ એ વ્યથા પામે. પુણ્ય પનોતા ચારિત્રી દીપે, ૧૭૬ : ધર્મરત્નનાં અજવાળાં Page #186 -------------------------------------------------------------------------- ________________ વયોવૃદ્ધ એટલે જીવનફળની પરિપક્વતાથી મધુર થયા હોય તે આવા લોકોના નેતૃત્વથી સમાજ સુખી થાય છે. વૃદ્ધની વ્યાખ્યામાં કહેલું છે કે ધોળા વાળવાળો તે જ વૃદ્ધ નહિ, પણ જે તપોવૃદ્ધ અને શ્રુતવૃદ્ધ હોય, જેણે ખૂબ સાંભળ્યું હોય તે બહુશ્રુત. wellread—પુસ્તકપંડિત અને બહુશ્રુતમાં ફેર છે. એ બેઉ એકબીજાના પર્યાયવાચક શબ્દો નથી. પુસ્તકપંડિતે ઘણું વાંચેલું હોય છે. બહુશ્રુત એટલે જેણે ઘણું સાંભળ્યું છે તે. વાંચવા અને સાંભળવામાં ભાવનાનો ફેર છે. વાંચનારો ખુરશીમાં બેઠો બેઠો ઘણું વાંચી નાખે છે, પણ બહુશ્રુતને તો શ્રવણ કરવા ત્યાગ કરવો પડે છે; શિષ્યભાવે ઉપાસના કરવી પડે છે. પોથીપંડિતો જગતમાં ઘણા મળે છે, પણ એમની પાસે માત્ર સ્મૃતિનો સંચય હોય છે; શ્રવણ-સાધનાની મૂડી નહિ. શ્રુત તો શ્રવણ દ્વારા આવે છે. આગમો એ શ્રુત છે; એ કાંઈ લખાયેલાં ન હતાં. ભગવાન પાસેથી શ્રી ગૌતમે, શ્રી સુધર્માએ, સુધર્મા પાસેથી જમ્બુએ; એમ એ શ્રુતજ્ઞાન શ્રવણ દ્વારા ઝિલાયું છે. આ શ્રુતજ્ઞાન ઉપાસના, સંયમ, ત્યાગ અને તપ દ્વારા આવે છે. જેનામાં એ જ્ઞાન આવે તેનું જીવન પલટાઈ જાય. શ્રુત સાંભળવાથી જીવનમાં ત્યાગનો સૂર્ય ઉદય પામે છે અને અમાસનો અંધકાર ચાલ્યો જાય છે. માણસ અહીં સાધુ પાસે સાંભળવા આવે છે. અહીં માણસ માથું નમાવે છે અને તેનો અહંકાર ઓછો થાય છે. આટલા માટે હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે કે સાધુની સેવાથી ત્રણ ફાયદા થાય છે. સારો ઉપદેશ સાંભળવાનો મળે છે. સંતના હૃદયમાંથી નીતરતી વાતો માણસના મનને અસર કરી જાય છે. સાધુ વસ્તુને વળગેલો નથી, તેથી તે છોડાવી શકે છે. ત્યાગમાંથી જ ત્યાગ જન્મી શકે. આથી એમનો ઉપદેશ મનને પહોંચે છે, અસર કરે છે ને જીવનમાં પલટો આવે છે. બીજું, એવા ધર્માચારી પુરુષોનાં દર્શનનો લાભ. ધર્મની અંદર જ જેમનું જીવન, લેખન, વાચન અને મનન હોય છે, તેમનાં દર્શનથી પણ પ્રેરણા મળે છે. આજે છાપાંવાળા, અને પૈસા માટે જ કથા વાંચતા લોકો પણ ધર્મની વાતો કરતા થયા છે. પણ એ બધું હજામ ઝવેરાતની વાત કરે, એના જેવું જ લાગે. અનધિકારીની વાતો ન શોભે; એ માટે અધિકાર જોઈએ, યોગ્યતા જોઈએ. ત્રીજો લાભ એ કે સાધુના યોગે વિનયનો લાભ થાય છે. આત્મા જ્યાં નમે, વળે એવું સ્થાન માણસને જગતમાં જોઈએ. માથું જો ગર્વની અંદર અક્કડ રહે તો એ નકામું થાય. માથું તો મંદિરને, ગુરુને, વડીલને નમવું જોઈએ, ધર્મરત્નનાં અજવાળાં ઃ ૧૭૭ Page #187 -------------------------------------------------------------------------- ________________ આપણામાં જો નમવાનો વિનય આવશે તો પાછળની પ્રજા પણ એમ કરશે. શ્રત એટલે શ્રવણ; અને તે પણ ભક્તિ અને વિનયપૂર્વક. આમ સાંભળનારા ઉપદેશને સાંભળીને પચાવે છે. પોથી પંડિતો દુનિયામાં ઘણા મળશે, પણ બહુશ્રુત ઓછા મળશે. એકમાં શબ્દો છે; બીજામાં ચારિત્ર છે. શિયાળાની ઠંડીમાં અગ્નિ વિશેનું સુંદર કાવ્ય વાંચવા બેસો, તેથી ટાઢ જશે નહિ, પણ તાપણીનો સંપર્ક સાધશો તો ઉષ્મા આવશે. એકલું પોથીવાચન એ તો અગ્નિ વિષેના કાવ્ય-વાચન જેવું છે. પણ જેનામાં ચારિત્ર છે, એની પાસે જાઓ તો તમને એની હૂંફ મળે, તમારા મન ઉપર એની સુંદર અસર થાય. એટલે, સંતોનાં પુસ્તકો કરતાં, તેમનો સંપર્ક વધુ ઇચ્છનીય છે. આ માટે જૂના કાળમાં ગુરુકુળ-ગુરૂઆશ્રમો હતા. ગુરુ પાસે બેસી, અંતેવાસી થઈ, અભ્યાસ કરતા. એમના જ્ઞાનથી જીવનમાં પૂર્ણતા અને પરિપક્વતા આવતી. એ કાળના ગુરુ જોતાં કે આપેલું જ્ઞાન એનામાં કેટલું ઊતર્યું છે; એની પરીક્ષા લેતા અને આ રીતે વૃદ્ધા પાસેથી વિનયપૂર્વક જીવનનું જ્ઞાન મેળવતા. કારણ કે વૃદ્ધ વિવેકવંત હોય. એ વિવેકથી કાર્યો કરે; જાણવા લાયક જાણે અને છોડવા જેવું લાગે, તેને છોડવા તૈયાર હોય. આવા માણસને યમ હોય; પોતાની ઇન્દ્રિયો પર એનો યમ હોય. આંખ, કાન, નાક—બધાનો સ્વભાવ તણાઈ જવાનો છે. પણ એ સંયમથી સર્વને કાબૂમાં રાખે છે. વળી તેનો સંયમ પણ સુંદર હોય છે. એનામાં ચારિત્ર્યજીવનની મધુર સુંદરતા હોય છે. આ બધું જ્યારથી આવવા માંડે ત્યારથી એની ઉમરનાં સાચાં વર્ષો શરૂ થયાં ગણાય. પેલા શેઠે આટલા માટે કહેલું કે છેલ્લાં દસ વર્ષથી જ મને આ દૃષ્ટિ આવી છે; બાકીનાં વર્ષો તો નકામા ગયાં. તપ, શ્રત, એકાગ્રતા, વિવેક, જ્ઞાન અને ચારિત્ર્ય–આ છમાંથી એકાદનો પણ ઉદય થાય ત્યારથી ઉમર ગણવી જોઈએ. રાજાનો બીજો પ્રશ્ન “કેટલી મૂડી છે !' એ હતો. લાખોપતિ છતાં એણે ૪૦ હજારની મૂડી કહી. કારણ ? સાચા રૂપિયા તો એ કે જે સારાં કામોમાં વાપર્યા હોય. ભેગા કરીને મૂકી જનારા જગતમાં ઘણા હોય છે, પણ પ્રેમથી પોતાને હાથે, સ્વેચ્છાથી ખરચી જનારા વિરલ હોય છે. પ્રેમથી વાવેલું જ ઊગી નીકળે છે. માટે કહ્યું કે “પાંચ કોડીનાં ફૂલડાં, પામ્યા દેશ અઢાર.' એક વખતનો સામાન્ય માનવી. મહાન કુમારપાળ બની જાય છે. તે એવી જ નિર્મળ ૧૭૮ ધર્મરત્નનાં અજવાળાં Page #188 -------------------------------------------------------------------------- ________________ ભાવનાથી. હૃદયની શુદ્ધિ અને એકાગ્રતાથી ભક્તિ કરતાં, જે કંઈ કરો તે ભાવથી કરો. ફૂલપૂજા એ હૃદયનો ભાવ છે; એ કંઈ ઢગલા કરવા જેવી વસ્તુ નથી. ભલે એક ફૂલ ચઢાવો પણ તે ભાવથી, અર્પણતાના આહ્વાદથી ચઢાવો. પાંચ કોડીનાં ફૂલ ચઢાવતાં પણ પેલાની આંખમાં હર્ષનાં આંસુ આવ્યાં અને તે રાજા કુમારપાળ થયો. દીધું, પણ પ્રેમથી દીધું તો ઊગી નીકળ્યું. પૈસો સાચો વાપરેલો એ કે જે વાપર્યા પછી આનંદ આવે. દાણો-બિયારણ સારું હોય તો જ પાક સારો આવે. તમે એવી પ્રસન્નતાથી આપો કે તમારું વાવેલું સુંદર રીતે બહાર આવે, માટે શેઠે જવાબ આપ્યો કે આવા કામમાં વાપરેલી રકમ તે ચાલીસ હજારની. એની પાછળ મારી આવી ભાવના હતી. આજ સુધીના જન્મોમાં આપણે કીડીની માફક દરમાં ભેગું જ કર્યું છે. પાપ કરી કરી દુર્ગતિ પામ્યા છીએ અને ભેગુ કરેલું અહીં પડ્યું રહે છે. તો શું આટલી સમજણ પછી પણ, હજુ પેલી કીડીઓ જેવું જ જીવન રાખવું છે ? શેઠને ત્રીજો પ્રશ્ન પૂછવામાં આવેલો કે દીકરા કેટલા ? મા-બાપ મરવા પડે અને એને જે શાન્તિ આપે. જે સેવા કરે. છેલ્લી ઘડીએ કાનમાં પ્રભુનું નામ સંભળાવે – જે શાન્તિથી વિદાય આપે એ સાચા દીકરા. ઘણીયે આત્મકથાનાં આંસુઓમાં વાંચશો તો જણાશે કે મૃત્યુકાળે મા-બાપની સેવા કરનાર દીકરા જ પાસે ન મળે. અંતિમ કાળે પિતાને સમાધિ ન કરાવે તો એ દીકરા શા કામના ? છેલ્લી પળે ભગવાનનું નામ સંભળાવે એ જ સાચા દીકરા; બાકી દીપડા તો છે જ ને ! શ્વાન પણ અન્ન અને દૂધ માટે પાછળ પાછળ ભમે છે. એમ, પિતાની મૂડી માટે બાપ પાસે ભમનારા એવા મતલબિયા ઘણા હોય છે. દીકરાની ખરી મહત્તા તો એ છે કે બાપની પાસે ભલે કાંઈ ન હોય છતાં સમજે કે જીવનભર મા-બાપના એની ઉપર ઉપકાર છે. સમાધિપૂર્વક મા-બાપનું મૃત્યુ કરાવે, એની અંતિમ ઇચ્છા ને ભાવનાઓ પૂરી કરે એ ખરા દીકરા. આપણે તેથી જોયું કે જેનામાં આ છ વિશેષણો હોય તે વૃદ્ધ ગણાય. આવો વૃદ્ધ પાપાચારમાં પ્રવૃત્ત ન હોય. જેઓમાં જીવનનો અનુભવ છે, જ્ઞાન, તપ, શીયળ છે તેનું અનુગામિત્વ એ સારું છે. આવા વૃદ્ધો જો સમાજના નેતા હોય તો સમાજને સાચે રસ્તે દોરે અને એમનું શ્રેય થાય. તા. ૧૫-૮-૧૯૬૦ ધર્મરત્નનાં અજવાળાં - ૧૭૯ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૪૨. વિનય આ થા તરમાં સગુણ વૃદ્ધાનુગામિત્વમાં - આપણે જોયું કે જેનામાં પરિપક્વ છે બુદ્ધિ છે, ઠરેલ બુદ્ધિ છે, જે જ્ઞાનવૃદ્ધ, ચારિત્ર્યવૃદ્ધ અને તપોવૃદ્ધ છે, આવા વૃદ્ધનું P. જે અનુકરણ કરે છે તે માણસ અનેક વિપત્તિમાંથી તરી જાય છે. આવા માણસમાં વિનય સહજ હોય. એકના સદ્દભાવથી બીજાનો સભાવ જાગે છે; જ્યાં સદ્ભાવનો અભાવ હોય ત્યાં 9 સભાવ ન આવે. એવા લોકોમાં, પૂર્વના - સદ્દગુણના અભાવને લીધે, સદ્ગુણનો સ્વભાવ હોતો નથી. જેમ બધા ધર્મોનું મૂળ દયા છે, એમ બધાય ગુણોનું મૂળ વિનય છે. વિનય ન હોય તો કર્યું-કરાવ્યું બધું નકામું જાય છે. આટલા માટે જ આપણે બાળકોને સર્વ જે પ્રથમ વિનય શીખવીએ છીએ. વિનય હશે, છે તો બીજું બધું આવશે. જેનામાં ગુણીજન આ માટે પૂજ્યભાવ નથી, એ એમની પાસેથી શું બેડ મેળવી શકે ? આ વિનય એટલે સીધું પાત્ર; અવિનય એટલે ઊંધું પાત્ર. સીધું પાત્ર હોય ૧૮૦ ક ધર્મરત્નનાં અજવાળાં Page #190 -------------------------------------------------------------------------- ________________ તો વસ્તુ એમાં રહી શકે; ઊંધું પાત્ર હોય તો વસ્તુ ઢોળાઈ જાય. આ પ્રમાણે, જે વિનયશીલ હોય છે એનામાં કાંઈ પણ રેડો તેને તે તરત જ ઝીલી લેશે; જ્યારે અવિનયવાળા માણસમાંથી એ ઢોળાઈ જશે. ધૂળમાં ઘી રેડી, ગોળ નાંખી લાડવા વાળીએ, તો ખાવાને માટે નહિ ચાલે. લાડવા લોટના થાય; ધૂળના નહિ. અવિનય હોય તો ધૂળ-ગોળના લાડવા જેવી અવસ્થા થાય. માટે વિનય કેળવવો અત્યંત જરૂરી છે. જ્યારે આપણામાં વિચાર, વાણી અને વર્તનમાં વિનય આવશે ત્યારે જ આપણે બીજાને, આપણાં બાળકોને એનો વારસો આપી શકીશું. તમે જો તમારા વડીલોને અને ગુરુજનોને અપમાનની દૃષ્ટિએ, અવિનય અને તિરસ્કારથી જોતાં હશો તો જ્યારે તમે વડીલ થશો ત્યારે તમારાં બાળકો પણ તમારી પ્રત્યે એમ જ વર્તશે. તમે આનો વિચાર કરો છો ખરા ? આજે આપણે નાના પાસેથી અપેક્ષા રાખીએ છીએ, પણ વડીલોની તો ઉપેક્ષા જ કરીએ છીએ. માટે વડીલો પ્રત્યે આજે તમે વિનય-ભક્તિ બતાવો તો આવતીકાલે તમારાં બાળકો પણ એમ જ વર્તશે. એક બાઈને એવી ટેવ કે સાસુ જ્યારે ખાવાનું માગે ત્યારે એ પિત્તળ કે કાંસાના વાસણમાં ડોશીને ખાવાનું આપવાને બદલે ઠીકરાના વાસણમાં આપે. પછી એ બાઈનો દીકરો પરણ્યો અને ઘરમાં નાની વહુ આવી. એણે જોયું કે એની સાસુ, ડોશીમાને આમ ઠીકરામાં જમવાનું આપે છે. એણે રોજ એ વાસણો લઈ સાફ કરી ઉપર માળિયામાં મૂકવા માંડ્યાં. છએક માસ થયા અને સાસુ એકવાર ઉપલા માળિયામાં નજર નાખે છે, તો ડોસીનાં વાસણોનો ઢગલો. સાસુએ પુત્રવધૂને પૂછ્યું કે આપણા ઘરમાં તો સુંદર વાસણો છે અને તેં આવાં ઠીકરાનાં વાસણ કેમ ભેગાં કર્યા ? વહુનો જવાબ સુંદર હતો; એ વિનય અને અવિનયનો સૂચક હતો. એણે સાસજીને કહ્યું કે બા, તમે જેમ તમારી સાસુને આવાં કોબરાં આપો છો, એમ તમે પણ જ્યારે ઘરડાં થશો ને માંદાં પડશો ત્યારે હું કુંભારને ત્યાં હોબરાં ક્યાં શોધવા જઈશ ? એટલે, ત્યારે તમને આપવા માટે આ બધાં સંઘરી રાખું છું. વહુના આ શબ્દો સાસુ સમજી ગઈ. આપણે જો બીજાને માન, સન્માન, | વિનય ન આપીએ તો એ માગવાનો આપણને શો અધિકાર છે ? ધ્યાનમાં રાખજો કે આજે ઉપેક્ષા કરો છો, તેવું સ્થાન કાલે તમારુંય થશે. આજે આપણે સન્માન માગીએ છીએ, પણ કોઈને એ આપવા તૈયાર નથી. આજે આપણા રાષ્ટ્રમાં સૌ છોકરાંઓની શિસ્તનો વિચાર કરી રહ્યા છે. બધા કહે છે કે કેળવણીમાં ખામી છે; તેથી આમ બને છે, પણ કઈ ખામી ધર્મરત્નનાં અજવાળાં છે. ૧૮૧ WWW.jainelibrary.org Page #191 -------------------------------------------------------------------------- ________________ છે એ કોઈ શોધતું નથી. ખરી વાત એ છે કે વિદ્યાર્થીઓમાં વિનય રેડાયો નથી. વિદ્યાર્થીઓના અંતરમાંનો ગુરુ પ્રત્યેનો પ્રેમ આજે પોઢી ગયો છે. ઘરની અંદર જ્યાં મા-બાપો ગુરુ માટે “વેદિયો', “પંતુજી' તે “માસ્તર' શબ્દ વાપરે ત્યાં દીકરામાં વિનય આવે ક્યાંથી ? એક સમય એવો હતો જ્યારે મા-બાપો ઘરમાંથી જ આ માન, પોતાનાં બાળકોમાં કેળવતાં; આજે એ રહ્યું નથી. જૂના કાળમાં આપણે શીખતા કે માતાને, પિતાને, ગુરુને અને અતિથિને દેવ ગણવા જોઈએ. એ કાળમાં એ ચારે પ્રત્યે આપણે દેવની દૃષ્ટિએ જોતા હતા, એમને એ મુજબ માન આપતા હતા. આવા ગુરુઓ પાસેથી એકાદ અક્ષર પણ મંત્રરૂપ મળી જતો તો એમાંથી જીવનનું સુંદર વૃક્ષ ઊગી નીકળતું, પણ આજે વિનય રહ્યો નથી; એટલે સુંદર ઊગી નીકળતું નથી અને જીવનને એ શીળી છાયા આપતું નથી. એટલે દુનિયાના બધા ગુણોનું મૂળ આ વિનય છે. જેમ જેમ વિનય દાખવશો તેમ તેમ વિદ્યા જીવનમાં નવો રંગ લાવશે. સફેદ કપડાં ઉપર ગમે તે રંગ જલદી ચડી જાય છે. એમ, જેનું મન વિનયશીલ છે તેના મન ઉપર વિદ્યાનો કોઈ પણ રંગ જલદીથી ચડી શકે છે. ફલશાળ નામનો એક નાનો છોકરો હતો. પિતાની પાસેથી એણે ત્રણ વાતો શીખી. માન આપવું, વિનય રાખવો અને વડીલનું વચન ન ઉથાપવું. એણે પોતાના જીવનની અંદર આ ગુણોને ઉતારવાનું મનમાં લીધું. એક વાર એ બાપ સાથે તલાટી પાસે ગયો. તલાટીને જોઈ પિતાએ નમન કર્યું. ફલશાળને લાગ્યું કે મારા પિતા જેને નમે છે એ મારા પિતા કરતાં પણ મહાન હોવા જોઈએ. એથી એણે પણ જઈને તલાટીને નમન કર્યું અને એમની પાસે રહેવાની ઇચ્છા જણાવી. એ કહે કે મારે પગાર નથી જોઈતો; મને માત્ર સેવાની તક આપો. તલાટી ખુશ થઈ ગયો ને એણે છોકરાને પોતાને ત્યાં રાખ્યો. એમની પાસે રહીને પેલા ત્રણ મંત્રો પ્રમાણે એ જીવવા લાગ્યો. એમાં એક વાર આ તલાટી રાજ્યના મહામંત્રીને ત્યાં મહેસૂલ ભરવા ગયા. પેલો ફલશાળ સાથે હતો. મંત્રીને જોઈ તલાટી એમને નમ્યા. ફલશાળને થયું કે તલાટી કરતાં તો આ મંત્રી વધુ મહાન લાગે છે; માટે ચાલને, એમની સેવા માગું ! એણે તો જઈને કહ્યું કે મંત્રીજી, મારે આપની પાસે રહી આજ્ઞાંકિત, નમ્ર અને સેવાભાવી થવું છે; માટે મને આપને ત્યાં રાખો. આપની સેવા કરવાની મને તક આપો. માણસ કરતાંય લોકોને તો માણસનું કામ જ ખરી રીતે સુંદર લાગે છે ને ! જે માણસ કામ ન કરે, સેવા ન કરે અને માત્ર રૂડો-રૂપાળો હોય તો ૧૮૨ - ધર્મરત્નનાં અજવાળાં Page #192 -------------------------------------------------------------------------- ________________ પણ એને કોણ સન્માન આપે ! જેઓ દુનિયામાં લોકપ્રિય બન્યા છે, તેમણે દેશ, ગામ માટે કાંઈક કામ કર્યું હોય છે; એથી જ એમનું સ્થાન લોકોના હૃદયમાં જાગે છે. જે આમ બીજાને ખાતર જીવે છે તે હંમેશાં લોકપ્રિય થવાનો જ. ચંદન જેમ ઘસાય છે અને તેની સુવાસ વધુ આપે છે, તેમ માણસ બીજાની સેવામાં જો ઘસાઈ જાય તો જ સમાજમાં એની સુવાસ પ્રસરે. આ છોકરો કામને લીધે, વિનયને લીધે, મંત્રીને વહાલો થઈ ગયો. એકવાર મંત્રી રાજા પાસે ગયા ત્યારે એ પણ સાથે ગયો. એના જીવનમાં એક જ ધૂન કે પેલી ત્રણ વાતો જીવનમાં ઉતારવી. મંત્રી સાથે આ ફલશાળ પણ શ્રેણિક રાજા પાસે પહોંચ્યો. મંત્રીએ રાજાને નમન કર્યું, એટલે આ સમજ્યો કે મંત્રી કરતાં આ રાજા મહાન લાગે છે, માટે આ રાજાની સેવા કરવી વધુ ઠીક છે. માણસ જો ફલશાળની માફક આમ એક જ વાતને વળગે તોય ક્યાં સુધી એ જઈ શકે છે, એ જુઓ. પછી તો એકમાંથી અનંત જાગશે. વડલાના એક બીજમાંથી જબરદસ્ત વડલો ઊભો થાય છે ને ? હજારોને આરામ અને શાન્તિ આપે છે. એમ જીવનમાં ગુણરૂપી બીને ભૂમિ, પાણી સારાં મળી જાય તો જ એ ફૂલે-ફાલે છે. માટે આપણે પણ હજાર વાતને વળગવા કરતાં, એક સગુણને વળગવું જોઈએ. આજે લોકો દરેક વસ્તુ જરા જરા જાણે છે. "Jack of all and master of none'માં મજા નથી. મજા તો એક વિષયમાં પૂર્ણતા મેળવવામાં છે; એકના સ્વામી બનવામાં છે; અનેકમાં ચંચુપાત કરી જીવન વેડફી ન નાખો. એકાદ વાત, એકાદ સદૂગણને પણ એવો કેળવો એની સાથે તમારું નામ જોડાઈ જાય. જ્યારે એકમાં આવી ખરી સંપૂર્ણતા કેળવશો, ત્યારે તમારો એ સગુણ તમારી સાથે એકાકાર બની જશે. અભયકુમારની બુદ્ધિ, બાહુબલિનું બળ, કેવન્નાનું સૌભાગ્ય – વગેરે, આજે અઢી હજાર વર્ષ થવા છતાં તમે તમારા ચોપડામાં યાદ કરીને લખો છો. આનું કારણ એ કે તેઓ તે તે ગુણોમાં પૂર્ણ હતા. આપણે પણ એકને વળગી, એમાં પૂર્ણ બનીને જીવવાનું છે; સદ્ગુણની વ્યાપકતા જીવનમાં કેમ આવે તે માટે પ્રયત્ન કરવાનો છે. દર વર્ષે એકાદ ગુણના પણ જો તમે સ્વામી બનો તો, ૨૫-૩૦ વર્ષમાં કેટલા બધા ગુણ આવી જાય ! પણ આજે માણસ આ વાત વિચારે છે જ ક્યાં ! આપણા જીવનનાં પાણી આમ વેરવિખેર ન થઈ જાય માટે આપણે તો નીક બનવાનું છે. નીક હશે તો એ દ્વારા ક્યારામાં પાણી પહોંચશે. તમારા જીવનમાં આજે આવી કોઈ નીક છે ખરી ? આનો વિચાર કર્યો છે ખરો ? ધર્મરત્નનાં અજવાળાં - ૧૮૩ Page #193 -------------------------------------------------------------------------- ________________ એવી એક સુંદર નીક બાંધો કે જેથી જીવનનો ક્યારો હર્યોભર્યો અને લીલોછમ બની જાય. મોટાંઓની સેવા, સન્માન અને વચન ન ઉથાપવું—એટલું જ જીવનમાં લઈને બેઠેલો ફલશાળ, છેવટે શ્રેણિક પાસે આવ્યો. પછી તો રાજાને એના વગર ચાલે જ નહિ એવું થઈ ગયું. કેવો આજ્ઞાંકિત ! કેવો સન્માન આપનારો ! કેવો વચન પાળનારો ! એનાં વિચાર, વાણી અને વર્તનમાંથી વિનયભાવ જ નીતરતો. કહેવાય છે કે : “કોયલ કિસકો દેત હૈ, કૌઆ કિસકા લેત ? એક વચન કે કારણે, જગ અપના કર લેત.” કાગડો કોઈનું કાંઈ લઈ લેતો નથી અને કોયલ કોઈને કાંઈ આપી દેતી નથી; છતાં કોયલ એના મુખના વિનય અને મધુરતાભર્યા શબ્દને કારણે જગતને પોતાનું બનાવી દે છે. આમ વચન સાથે જો વર્તન આવી જાય તો સમજજો કે જગત તમારું છે; જો વિનય હશે તો બધા તમારા છે. ગુણ કેળવો, પણ વિનયને ન ભૂલો. ફલશાળને આથી જ શ્રેણિક પાસે સ્થાન મળ્યું. પછી એકવાર એ જ રાજા શ્રેણિક, ભગવાન મહાવીરને વંદન કરવા ગયા. જઈને એમના ચરણમાં પડ્યા. મહારાજ કરતાંય આ ભગવાન મોટા લાગે છે, એ ફલશાળે જોઈ લીધું, અને તે ભગવાન મહાવીર પાસે દોડી ગયો અને ઢાલ તથા તલવાર એમની પાસે ધરી દીધાં. એણે ભગવાનને જઈને કહ્યું કે મારો નિર્ણય છે, સંકલ્પ છે કે આપની સેવા કરવી; મારો સ્વીકાર કરો. હું મારી આ ઢાલ-તલવાર સાથે આપના રક્ષક તરીકે ઊભો છું. ભગવાને એને કહ્યું કે આ તારી તલવાર અને ઢાલ કાંઈ ખરે વખત રક્ષણ નથી કરી શકવાનાં. સાચું રક્ષણ તો આ રજોહરણ ક૨શે; કારણ કે એમાં દયા ભરેલી છે; એ જ ખરું રક્ષણ કરી શકશે. લશાળમાં વિનય સાથે સન્માનભાવ પણ હતો. વિનય એ બાહ્ય પરિણામ છે; સન્માન એ અંતરનો ભાવ છે; અને આજ્ઞાપાલન એ આગળ વધવાનો, તરવાનો માર્ગ છે. વિનય સાથે આ સન્માનભાવના આવશ્યક છે. વિનય હોય પણ સન્માનની ભાવના ન હોય તો ન ચાલે. જીવનમાં વિનય, સન્માન ને આજ્ઞાપાલન ત્રણેય ગુણો જરૂરી છે. આવા વિનયવાન આત્મા જ મેઘને જોઈને જેમ મોર નાચે એમ, ગુણિયલ માણસોને જોઈ નાચી ઊઠે છે. ફલશાળની વિનય-ભાવનામાં ભગવાન માટે સન્માન મળ્યું, તે અમૃત બની ગયું. ફલશાળે એ જ સમયે ભગવાનની આજ્ઞા ઝીલી, રજોહરણ લીધું અને તે મુનિ થઈ ગયો. ૧૮૪ : ધર્મરત્નનાં અજવાળાં Page #194 -------------------------------------------------------------------------- ________________ ફલશાળ આપણને શીખવે છે કે તમારા કરતાં ઉંમરમાં, ગુણમાં, તપમાં, આરાધનામાં, જ્ઞાનમાં જે ઉત્તમ હોય તેને સન્માન આપ. તમે જે આપશો તે જ તમને પાછું મળશે. મોટો તો એ કહેવાય છે કે નાનાનું સન્માન કરે, નાના માટે પણ જે તુંકારો કે તોછડાઈ ન વાપરે. માણસની ભાષામાંથી એનું અંતર દેખાઈ આવે છે. એક જણ ન દેખતાને માટે “આંધળો' શબ્દ વાપરે, બીજો એને “પ્રજ્ઞાચક્ષુ' કહે છે. વસ્તુ એક છે પણ બીજો શબ્દ કેટલો સુંદર છે ! આપણે ભાષાસમિતિની વાતો કરીએ છીએ. ભાષાસમિતિ એટલે શું ? શબ્દો પસંદ કરીને બોલો. ચૂંટીને બોલાયેલો શબ્દ તમારી લાયકાત અને યોગ્યતા બતાવશે. માણસ જો સામાન્ય વસ્તુ માટે પણ પસંદગી કરે છે તો જીવનમાં વપરાતા શબ્દો માટે કેમ નહિ કરતો હોય ! આ વિચારવા જેવું છે. ફલશાળની કથામાંથી આપણે જોયું કે જે માણસ વિનય દાખવે છે તે આગળ વધી શકે છે. વિનય એ તો આમ મોક્ષનું એક સાધન છે. વિનયમાંથી જ્ઞાન, જ્ઞાનમાંથી દર્શન, દર્શનમાંથી ચારિત્ર્ય અને ચારિત્ર્યમાંથી મોક્ષ પ્રાપ્ત થાય છે. મોક્ષનો એ અધિકારી બને છે. આથી વિનયને અત્યંત ઉપયોગી સગુણ ગણવામાં આવ્યો છે. એનાથી માણસનો આત્મા નિર્મળ બને છે. તા.૧૬-૮-૧૯૬૦ ધર્મરત્નનાં અજવાળાં ૧૮૫ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૪૩. કૃતજ્ઞતા જા નુષ્યનું જીવન, સદ્ગુણો પામવાનું જ એક સુંદર ધામ છે. અગાઉ જોયેલા હું સગુણોનો આપણે વારંવાર વિચાર કરવાનો છે. જેમ માણસને પોતાનું સ્થળ જીવન 2 ટકાવવા ખાવા-પીવાની જરૂર છે તેમ, + આત્મા અને મનની પુષ્ટિ માટે, આવા સગુણોની જરૂર છે. આપણે જોઈ શકીએ તો જીવનનો છે. પ્રત્યેક દિવસ, એ સુંદર પર્વનો દિવસ છે; ' જીવનની મંગળતાનો દિવસ છે. પણ આ માટે પ્રત્યેક દિવસ, આરાધનમય બનવો ૦ જોઈએ. મને દરરોજ પવિત્ર, નિર્મળ, શાંત રહે તો જ મળેલ જ્ઞાનની ધારા, દિવસને X એક પર્વરૂપ બનાવી દે છે. આપણે સૌએ કૃતની નહિ, કૃતજ્ઞી બનવાનું છે. કોઈએ આપણા માટે નાનું પણ કાર્ય કર્યું હોય તો આપણે અનેકગણું જ કરીને પાછું વાળવું જોઈએ. આનો પાઠ આ ધરતી આપણને શીખવે છે. એક દાણામાંથી એ અનંતગણું કરીને પાછું આપે છે. જગતમાં માત્ર માણસ જ એક એવો છે ૧૮૬ 5 ધર્મરત્નનાં અજવાળાં Page #196 -------------------------------------------------------------------------- ________________ જેને આપો એટલે એ ખાઈ જાય છે. જગતમાં જાણે કે આજે એ રીત જ થઈ ગઈ છે કે હું આખા ગામનું ખાઉં, અને મારું ખાય એનું નખોદ જાય. કુદરતે આપણને પાંચ ઇંદ્રિયો બક્ષી છે. એ પંચભૂતોના આપણે ત્રણી છીએ; પણ આપણે એમને માટે કાંઈ કરીએ છીએ ખરા ? ખરો કૃતજ્ઞી તો એ છે કે જે, સામાએ પોતાની ઉપર શા ઉપકાર કર્યા છે એ ધ્યાનમાં રાખે, અને તેનો બદલો વાળવા ઇંતજાર રહે. આપણી ઉપર ગુરુનો, માતાપિતાનો, આપણને મદદ કરનારનો, સમાજની સહાય મેળવી આગળ આવ્યા તેનો અને પંચમહાભૂતોનો ઉપકાર રહેલો છે. પ્રથમ ઉપકાર માતાનો ગણવામાં આવ્યો છે. કારણ દુ:ખ સહન કરીને ઘોર અંધારા કૂવામાંથી એ આપણને પ્રકાશપૂર્ણ જગતમાં લાવે છે, આપણી ઉપર વાત્સલ્ય વહાવે છે. સંગાઓના સ્નેહ સ-કારણ, સહેતુક હોય છે. પણ માનો સ્નેહ અકારણ, નિષ્કામ હોય છે. એ તો કાંઈ માગ્યા વગર પણ આપે જ જાય ગુરુનું જીવન વૃક્ષ જેવું છે, નદી જેવું છે. વૃક્ષ, એને ત્યાં જે આવે તેને છાંયો આપે છે, ફળ આપે છે. સરિતા કોઈને પૂછતી નથી કે તું ક્યાંનો છે, કેવો છે ? એ તો કાંઠે આવેલા સર્વને પાણી આપી તૃષા છિપાવે છે. આ બન્ને ગુણો જેનામાં હોય તે જ ગુરુ છે. આત્માને શાન્તિ આપવાનું કામ જ્ઞાનીઓનું–ગુરુઓનું છે. માટે સ્વરૂપનું યશોવિજયજી મહારાજે કહ્યું છે કે જેણે તને સમ્યક્ત્વ આપ્યું, જેણે તને વિષાદના કૂવામાંથી બહાર કાઢ્યો, એવા તારો ગુરુના ઊંડા ઉપકારનો બદલો તું શી રીતે વાળી શકવાનો છે ? ગુરુનો ઉપકાર એવો છે કે અનેક ભવોમાં પણ એ વાળી ન શકાય. જગતમાં માણસ એકલો આવ્યો છે અને છેવટે તો એણે એકલા જ જવાનું છે. સાથમાં એનાં સત્કાર્યો અને ભલાઈ સિવાય કોઈ આવવાનું નથી. આત્માની ઓળખ કરાવે તે ગુરુ છે. એ ઋણ ચૂકવવા માટે તો રોજ એમનું સ્મરણ કરવું ઘટે, દિવ્ય આત્માની વિચારણા કરવી ઘટે. ઘણા પૂછે છે કે મારાથી ક્રોધ, માન, માયા છૂટતાં નથી અને ઉપકારી ગુરુઓ યાદ આવતા નથી. તો એક ઉપાય એ છે કે ક્રોધ વગેરે ક્યાંથી, શા માટે આવ્યાં એ તમે શોધો અને સદ્ગુણોનું બળ વધારો. ચડતાનાં દૃષ્ટાંત જુઓ, પડતાનાં નહિ : તો કદાચ વધુ ઝડપે તમે આગળ આવી શકશો. ગુરુ પાસે પણ દાક્તરના જેવી અત્યંત સુક્ષ્મ દૃષ્ટિ હોય છે. એથી તેઓ આપણી અંદરની વાતોને, સ્થિતિને જોઈ શકે છે. એ પ્રાજ્ઞ પુરુષો જોઈ શકે કે ધર્મરત્નનાં અજવાળાં કે ૧૮૭ Page #197 -------------------------------------------------------------------------- ________________ તમારા હૃદયમાં ક્રોધના કેવા તણખા પડ્યા છે; કેવી માનની ટેકરીઓ ઊભી છે; કેવી માયાની ઝાડીઓ જામી છે; કેવા લોભના ખાડાઓ ખોદાયા છે. આ બધાને લીધે જ માણસ સત્ય ધર્મનું દર્શન કરી શકતો નથી અને સદ્દગુણમય બની શકતો નથી. માણસ જ્યારે આમ પોતાને બરાબર જુએ ત્યારે તેને જણાય છે કે “મો સમ કોન કુટિલ, ખલ, કામી' – મારા જેવો બીજો કોઈ કુટિલ, લુચ્યો અને કામવાસનાથી ભરપૂર માણસ નથી. જૈન દર્શને આપણને આ એક સુંદર સાધન આપ્યું છે. જૈન દર્શન એટલે આંતરિક સંશોધનની સંસ્કૃતિનું દર્શન. પણ આજે તો આપણે છીછરી, નાની વાતોમાં પુરાઈ ગયા છીએ. આધ્યાત્મિક આરોહણને બદલે, સંપ્રદાયો અને પ્રસિદ્ધિની ક્રિયામાં પડી ગયા છીએ. આપણો ખરો માર્ગ એટલે આત્માનો માર્ગ. માટે ભગવાને કહ્યું કે જીવ ! તેં બહારનું બધું કર્યું, પણ અંતરને શોધવાનું કામ તે નથી કર્યું એટલે હેરાન છે, પરેશાન છે. હવે આપણે એની પાછળ લાગવાનું છે. હવે તમે વીતરાગી જેવા સાધુ પાસે જાઓ અને તમારી જાતને જુઓ. સાથે સાથે સરખામણી પણ કરતા જાઓ કે પ્રભુ આવા શાંત અને હું આવો ક્રોધી ! તમે જ્ઞાનની જ્યોત ને હું આવો અજ્ઞાનપૂર્ણ, કાળો કોલસો ! તમને જગત પૂજે તોય તમે નિરભિમાની અને મને કોઈ ન પૂછે તોય હું આટલો અભિમાની ! આમ શા માટે ? ભગવાન ! તમને કેવળજ્ઞાન લાધ્યું, તો મને કેમ નહિ? ભગવાનની અને આપણા આત્માની આમ સરખામણી કરો તો અંદરનું તત્ત્વ જાગે, ગુણ પ્રત્યે આદર પ્રગટે અને કોઈ પાસેથી થોડું પણ કંઈ મળ્યું હોય તો તેના પ્રત્યે ભાવ જાગે, અને આમ કૃતજ્ઞતા પણ વિકસે. તા. ૩૦-૮-૧૯૬૦ ૧૮૮ * ધર્મરત્નનાં અજવાળાં Page #198 -------------------------------------------------------------------------- ________________ ૪૪. ઉપકાર-ચતુષ્ટક ણસ બીજા બધા ગુણોથી શોભતો મ હોય છતાં જો એનામાં આવો કૃતજ્ઞતાનો ગુણ ન હોય તો બીજા બધા ગુણ ઉપર પાણી ફરી વળે. જેણે તમારું નાનું એવું પણ કાર્ય કર્યું હોય, વિપત્તિમાં સહાય કરી હોય, એને યાદ ન રાખો તો તમારામાં રહેલા ગુણો દટાઈ જ જવાના ને ? સંસારમાં આજે કૃતજ્ઞતાનો ગુણ ઓછો થઈ રહ્યો છે. બહાર આવીને માણસ ધર્મનો દેખાવ કરી રહ્યો છે, પણ પોતાના જીવનમાં ક્યારે, કોણે કોણે સહાય કરી હતી એની યાદ રાખતો માણસ બંધ થયો છે. જૂના કાળમાં એક માણસ બીજાની ઉપર ઉપકાર કરતો, તો બીજો માણસ પોતાનું એ ઋણ ફેડવા માટે ઝંખ્યા કરતો. આજે આ ભાવ છે ખરો ? આપણી ઉપર ગુરુ, ધર્મ, માતાપિતા, સમાજ વગેરે અનેક જણના ઉપકાર રહેલા છે. ગુરુને કારણે આપણે આવે સ્થળે થયા; હવે ખરાબ કાર્ય કરતાં આવતા ધર્મરત્નનાં અજવાળાં ૧૮૯ Page #199 -------------------------------------------------------------------------- ________________ આપણને ક્ષોભ થવા લાગ્યો છે. આપણને માનવતાનું જે દર્શન થઈ રહ્યું છે તે આવા ગુરુને લીધે. આમ છતાં જીવનમાં ક્યારેક પશુતાનું પ્રાબલ્ય જાગે ત્યારે આવા ઉપદેશના પ્રકાશને લીધે જ “હું આ ઠીક કરતો નથી' એમ એને લાગે છે, અને એ ખોટું કરતાં અટકી જાય છે. આમ સગુરુનો સમાગમ અને શાસ્ત્રોનું શ્રવણ, માણસને પાપ કરતાં આંચકો આપે છે. એનાથી, પાપ કર્યા બાદ તરત જ પશ્ચાત્તાપ જાગે છે; સદ્ગુરુના શબ્દો એવી વેળાએ કાનમાં ગુંજી ઊઠે છે. આને લીધે જ આપણે બધી વાર ખરાબ કૃત્ય કરતાં બચી જઈએ છીએ. ગુરુ પછી આપણા બીજા ઉપકારી તે માતાપિતા. પોતાનાં બાળકો માટે એ શુભેચ્છા રાખે છે અને પેટે પાટા બાંધીને પણ એને ઉછેરે છે. જેઓ પોતાના દીકરા માટે ટાઢ અને તડકો વેઠે છે, પોતાના કરતાંય, એ દીકરા માટે વધુ જીવે છે. એ માત-પિતાનો ઉપકાર કેવો અપૂર્વ છે ? ત્રીજો ઉપકાર તે સમાજનો. એના નિમિત્તે તમે આગળ આવ્યા તમારી આવડત ખરી, પણ તમને આગળ ધકેલવામાં સમાજની સહાય રહેલી જ છે. બાકી જો તમે તમારા પૈસા, માત્ર મોજશોખમાં વાપરો તો સમાજ તમને માન શા માટે આપે ? મૂડીવાદની સામે, આજનો સામ્યવાદ કાંઈ જાતે આવ્યો નથી; આપણે એને લાવ્યા છીએ. પહેલાંના શ્રીમંતો સમાજ માટે અર્પણ કરતા તો સમાજ એમને સન્માન આપી આગળ બેસાડતો. આજે ધનવાન પોતાના મોજશોખમાં પૈસા ખર્ચે છે, તો પછી સમાજને એવા શ્રીમંતોની શી પડી હોય ? જ્યારે આપણે જગતમાં આવીએ છીએ ત્યારે આપણે રડીએ છીએ અને સગાંઓ હસતાં હોય છે. હવે માણસે કરણી—ધર્મ એવો આચરવાનો છે કે જેથી એ હસતો હસતો જાય અને એની પાછળ ગામ આખું ૨૩. સારી વ્યક્તિની આપણને ગેરહાજરી સાલે છે; પણ તે એના દેહને માટે નહિ, પણ તેની ઉદારતા, મહાનુભાવતા વગેરે ગુણોને લીધે આ કૃતજ્ઞતા, આપણને ચાર વાત શીખવે છે. કોઈએ આપણી ઉપર ઉપકાર કર્યો હોય તો તે કદી ભૂલવો નહિ; કોઈને માટે તમે ઉપકાર કર્યો હોય તો એને યાદ કરવો નહિ. કોઈએ આપણી ઉપર અપકાર કર્યો હોય તો એને માફી આપવી ! અને આપણાથી કોઈનો અપકાર થઈ જાય તો સામાની માફી માગવી. ધર્મનું બીજ આમાં રહેલું છે. મૃત્યુની ઘડીએ પણ કૃતજ્ઞતાવાળો માણસ વિચારે કે મારી ઉપર થયેલા ઉપકારનો બદલો હવે હું ક્યાં વાળીશ ? એક ડોશી હતી. એ જાત્રાએ જવા નીકળી. રસ્તામાં એક કૂતરો એનું ૧૯૦ 5 ધર્મરત્નનાં અજવાળાં. Page #200 -------------------------------------------------------------------------- ________________ ભાતું ખાઈ ગયો. ડોશી ભૂખી થઈ છે, વિચારે છે ત્યાં એક વણજારો આવ્યો ને ખાવા બેઠો. એણે માજીને પણ ખાવા બોલાવ્યાં. વણજારામાં માનવતા હતી. એણે માજીને બોલાવ્યા અને બેઉએ સાથે બેસી પ્રીતથી ભોજન કર્યું. છૂટાં પડતાં માજીએ કહ્યું કે આ અન્નનું ઋણ હું ક્યારે ફેડીશ ? કારણ, ખાઈને રાજી થવું, એમાં મારું ગૌરવ નથી; ગૌરવ તો ખવરાવવામાં છે. પેલો વણજારો કહે છે કે તમારી સાથે જમવામાં તો મારું અન્ન સફળ થયું; તમે જમીને મારી ઉપર ઉપકાર કર્યો છે. હું ફલાણા ગામમાં રહું છું; મારું નામ ગજરા. કામ પડે ને યાદ કરશો તો ઉપકાર થશે.' એમ કહીને ડોસીએ વિદાય લીધી. એ વાતને દસ વરસ થઈ ગયાં. પણ ડોશી રોજ વિચાર કરે છે કે પેલા વણજારાનો ઉપકાર હું ક્યારે વાળીશ ? એ આવા વિચાર કરી રહી છે; ઉપકારની વાતોમાં જ એનું મન રોકાયેલું છે. આને કાળે માણસને જીવનના ઊંડાણમાંથી સરસ ચિંતન મળે છે અને સુંદર ભાવના જાગે છે. એ વિચારોમાં જ માણસે આગળ વધવાનું હોય છે. પણ માણસમાં આ શક્યતા છતાં આજ એ કેવો બની ગયો છે! પરદેશનો કોઈ માણસ કરોડપતિ થઈ જાય તો એને દુ:ખ નથી, પણ એનો ભાઈ કરોડપતિ થઈ જાય તો એને ઈર્ષા જાગે છે. આ દશા છે. આજે જગતમાં ઘણાને ઈર્ષાનો આ ક્ષય (ટી.બી.) લાગુ પડ્યો છે. સર્વત્ર ઈર્ષા જ પ્રગટ થઈ રહી છે અને એ માણસના લોહીને બાળી રહી છે. આવી જ રીતે માણસ કીર્તિ અને પ્રશંસા પાછળ ગાંડો બની રહ્યો છે. પણ એ કીર્તિ તો પાણીની ઉપર લખેલા અક્ષર જેવી છે; એ કાંઈ બેસી રહેવાની નથી. આત્મસમાધિ માટે કરેલાં ઉજ્વળ કાર્યો સિવાય અહીં શું રહેવાનું છે ? માણસનું જીવન તો પાણીના પરપોટા જેવું છે. કાળબળના પ્રવાહમાં એનું સ્થાન શું ? માણસને આજે એવી ભૂખ લાગી છે કે બીજાનું નામ ભૂંસી, હું ત્યાં મારું નામ લખું, કીર્તિ પામું ! એ ભૂલી જાય છે કે જેમ તું બીજાનું નામ ભૂસવા તૈયાર થયો છે એમ, તારા પછી આવનારો, તારું નામ શા માટે નહિ ભૂંસે ? સંસારનું આ દર્શન છે ! આજે સૌ આમ અભિમાન, ગૌરવ, અહંકારમાં મસ્ત છે. પછી વિચાર કોણ કરે ? પછી તો દસ વરસ ચાલ્યાં ગયાં. એકવાર પેલો વણઝારી પકડાયો. એ નિર્દોષ હતો. પણ એને આ ગામમાં કોઈ ઓળખે નહિ. રાજાએ પૂછ્યું : 'તમે નિર્દોષ છો એનો પુરાવો છો ? તમને કોઈ ઓળખે છે ?' વણજારાને પેલી ધર્મરત્નનાં અજવાળાં - ૧૯૧ Page #201 -------------------------------------------------------------------------- ________________ ડોશી યાદ આવી. એણે પોતાનો સ્મૃતિખજાનો તપાસો. ડોશીનું નામ યાદ કર્યું, અને કહ્યું : “મહારાજ, મારી પાસે જે માલ છે તે મારો જ છે, તે આપ વિશ્વાસથી માનો. હું પરદેશી છું. મારે કોની ઓળખાણ હોય ? પણ આ ગામમાં ગજરા નામે એક ડોશીને હું જાણું છું પણ એ ક્યાં રહે છે તે મને ખબર નથી.' રાજાએ તપાસ કરાવી. ડોશી તો વાટ જોઈને બેઠી હતી. એ દોડીને ગઈ; એની જામીન થઈ. નિર્દોષ વણઝારાને એણે છોડાવ્યો અને પછી પોતાને ત્યાં માનપૂર્વક બોલાવી જમાડ્યો. ડોશીએ કહ્યું : “આજનો દિવસ ધન્ય છે કે મારા ઉપકારીને સત્કારવાની ધન્ય પળ મને મળી છે.' અન્ન ખાધેલું તો એને ખાતર ડોશી આટલું બધું જોખમ ખેડવા પણ તૈયાર થઈ ગઈ એનું નામ કતજ્ઞતા. પણ આજે તો લોકો કોઈને મુસીબતમાં પડેલો જુએ છે તો ત્યાંથી મોં ફેરવી ભાગી જાય છે. જીવનની સુધારણા માટે આપણે આ બધી વાતોની આલોચના કરવાની છે. તા. ૩૧-૮-૧૯૭૦ ૧૯૨ - ધર્મરત્નનાં અજવાળાં Page #202 -------------------------------------------------------------------------- ________________ ૪૫. કૃતજ્ઞતાનો સંદેશો આ ણસમાં જેમ જેમ સદ્ગુણો જાગે છે જે જા તેમ તેમ એની ભૂમિકા બદલાતી હું જાય છે. બાળકને ધક્કો લાગે તો પડી જાય છે છે, પણ યુવાન એનાથી પડી જતો નથી. આમ જ્યારે માણસને જીવનમાં દુર્ગણોનો ધક્કો વાગે છે ત્યારે સગુણોથી યૌવનકાળમાં આવેલો માણસ પડી જતો નથી. સદ્દગુણોની સાથે માણસમાં અંદરથી શક્તિ જાગે છે. આવા કૃતજ્ઞી માણસો જગતમાં બહુ ઓછા છે. તેલનું એક ટીપું જો પાણીમાં પડે છે તો પાણીની આખી સપાટી જેમ તેલમય શું બનાવી દે છે એમ, સદ્ગુણોથી ભરેલા મનમાં એકાદ વધુ સગુણ પડે છે ત્યારે તે છે માનવીના આખા જીવનમાં પ્રસરી જાય છે; આ કુદરતનો નિયમ છે. o સજ્જન માણસો આવા પાણી જેવા હોય છે, જેઓ સદ્ગુણને વ્યાપક બનાવે છે; જ દુર્જન લોકો તપેલા તેલ જેવા હોય છે. છે. જેમાં સગુણ નાખો તોય એને બાળીને ભડકો કરી દે છે. ધર્મરત્નનાં અજવાળાં છે ૧૯૩ Page #203 -------------------------------------------------------------------------- ________________ એક હજામ હતો. તેણે એવી વિદ્યા મેળવેલી કે જેથી એ કોઈ વસ્તુને હવામાં અધ્ધર રાખી શકતો. એક સાધુએ આ વાત જાણી, એણે વિનવણી કરીને હજામ પાસેથી વિદ્યા સાધ્ય કરી, પણ જ્યારે એ સાધુ બીજા પાસે ગયો ત્યારે એણે કહેવા માંડ્યું કે મેં જાતે જ અપૂર્વ સાધના કરી, હિમાલયમાં જઈ આ શક્તિ મેળવી છે. હજામને ગુરુ ગણાવતાં એને શરમ લાગી. એ આમ જૂઠું બોલ્યો અને પરિણામે આકાશમાં અધ્ધર રહેલી એની તુંબડી એના માથા ઉપર જ પડી અને એનું માથું ફૂટી ગયું. આમ માણસ આજે કૃતજ્ઞતાહીન થઈ રહ્યો સગુણ મેળવ્યા વગરનું મનુષ્યનું જીવન તુચ્છ છે. કાળચક્રના માપથી જુઓ તો મનુષ્યનું સો વર્ષનું આયુષ્ય, એક પૂરા બિન્દુ સમાન પણ નથી. આવું આપણું કીમતી જીવન, એને દુગુર્ષોની પંચાતમાં કાઢી નાખીએ, તો કેવું દુ:ખદ ગણાય ! સગુણને અપનાવતાં શીખશો તો તમારી દૃષ્ટિ સદ્ગુણ બની જવાની. આટલો કાળ તો તમે ખરાબ શોધ્યું, હવે બાકી રહેલા થોડા કાળમાં તો સારું શોધો ! જીવનમાં સંચય કરવા જેવું બીજું કંઈ નથી, માત્ર સગુણો જ છે. કોઈનો નાનો પણ ઉપકાર ન ભૂલવો એનું નામ કૃતજ્ઞતા. કતજ્ઞી બનવા માટે બીજું કાર્ય એ કે કોઈની ઉપર આપણે કરેલા આપણા ઉપકારને યાદ જ ન કરાવવો. ઉપકારને યાદ કરાવવાથી, કરેલા કાર્યનું મહત્ત્વ મરી જાય છે. એથી તો સામાને દીનતાનો અનુભવ થાય અને આપણા મનમાં અભિમાન જન્મે, કારણ કે ક્રોધ જીતવો સહેલ છે. પણ માન પચાવવું મુશ્કેલ છે. આ જીવનમાં માણસે કૃતજ્ઞી અને વિશ્વઋણી બનવાનું છે. ચંદન ઘસાઈ સુવાસ આપે છે. પાણી બીજાની તૃષા છિપાવે છે. ઝાડ સર્વને શીતળ છાયા આપે છે. માણસે પણ કોઈને કંઈ કહ્યા વિના, આવો ઉપકાર કરતાં શીખવાનું છે. જમણો હાથ દે અને ડાબો હાથ ન જાણે, એનું નામ સાચું દાન. જેમ જમીનની અંદર રહેલું બી છૂપી રીતે ઊગી નીકળે છે એમ ગુપ્ત રીતે આપેલું દાન જ સાચું ફળદાયી બને છે. પણ આજે તો આવાં દાન, પુણ્યનાં કામો મટી, માત્ર લેવડદેવડના વ્યવહાર બનતા જાય છે. દાન દઈને તો માણસે હળવા થવાની જરૂર છે. પૈસો સારા કામમાં ખરચાય ત્યારે હળવાપણું લાગવું જોઈએ. દાનની રકમ દીધા પછી, તિજોરીમાં પડેલા ખાડાને ફરી પૂરવા પાછળ ન પડો. દાનનો જે ખાડો પડે છે, તે માનવીની ઉપરનો ભાર ઓછો કરાવવા. એ ભાર ફરી ઊભો ન કરો. કોઈને કરેલી સહાય ભૂલી જાઓ, માત્ર એટલી શ્રદ્ધા સેવો કે વાવેલું ૧૯૪ - ધર્મરત્નનાં અજવાળાં Page #204 -------------------------------------------------------------------------- ________________ ક્યારેક જરૂર ઊગી નીકળવાનું છે અને તે પણ જેવી ભાવનાથી વાવ્યું હશે એવી જ ભાવના સાથે એ ઊગી નીકળવાનું છે. પારકાનો અપકાર યાદ ન રાખો; તેમ તમે કરેલો ઉપકાર પણ યાદ ન રાખો. બેઉ વસ્તુ ભૂલવા જેવી છે. ખરો ધર્મ તો એ છે કે અપકારીના અપકારને યાદ કર્યા વગર એની ઉપર ઉપકાર કરવો. આપણે તો ચંદન જેવા બનવાનું છે. કુહાડી ચંદનના ઝાડને કાપી નાખે છે, છતાં ચંદન તો કપાતાં કપાતાંય એને કાપનાર, કુહાડીના ફળાને-મુખને સુવાસિત કરતું જાય છે. કૃતજ્ઞી બનવા માટે આ ચારે વાત પુન: પુન: વિચારવી જ રહી. આપણા પર કોઈએ કરેલા ઉપકારને ભૂલવો નહિ; અને કોઈએ પણ કરેલા અપકારને સંભારવો નહિ. આપણે કરેલો ઉપકાર સંભારી આપવો નહિ અને આપણાથી ભૂલથી પણ થઈ ગયેલા અપકારની સાચા દિલથી ક્ષમા માગવી. તા. ૧-૯-૧૯૬૦ ધર્મરત્નનાં અજવાળાં - ૧૫ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૪૬. પરહિતનિરતઃ : 6) રહિતનિરત” એ વીસમો સગણ છે ૫ અને તે અત્યંત ઉપયોગી છે. પહેલું સુખ તે જાતે નર્યા; બીજું સુખ તે ધને આ ભર્યા.” આવું તો પશુઓ પણ માગે છે. એટલે જો મનુષ્ય પણ આટલી જ ઇચ્છા રાખતો હોય તો એ માણસ શાનો ? જે મનુષ્યના જીવનમાં તો પરોપકારનો છે. પ્રેમ જાગવો જોઈએ; પારકાના હિતમાં મગ્ન થવાની એનામાં તમન્ના જાગવી જોઈએ. જેણે ધર્મના વિજ્ઞાનનું દર્શન કર્યું હોય તે જ પરહિતનિરત: થઈ શકે. પરોપકાર કરવામાં જ સ્વઉપકાર માની આનંદ માનો. આત્મભોગ આપી, એનો છે બદલો મેળવવા ઝંખતા લોકોને સમાજ જ્યારે સત્કારતો નથી ત્યારે એમને સમાજ બેકદર લાગે છે. પણ મા જેમ દીકરાની સેવા કરે છે તેમ માણસે સમાજની સેવા કરવાની છે. ધર્મને અને તેના વિજ્ઞાનને જે સમજ્યો છે તે, બને ત્યાં સુધી બીજાની સેવા જે લેવા ઇચ્છા રાખતો નથી; એ પોતાનું કષ્ટ છે બીજા ઉપર નાખવા ઇચ્છતો નથી. આજના કહેવાતો ધર્મી માણસ ૧૯૬ ધર્મરત્નનાં અજવાળાં Page #206 -------------------------------------------------------------------------- ________________ પારકી સેવા લેવામાં મસ્ત છે. ઓછાં કષ્ટે એ વધુ ધર્મ કરવા તત્પર બન્યો છે. ‘મેં તો ઘણી પૂજા કરી છે અને ઘણો ધર્મ કર્યો છે' કહીને, માણસ આજે સ્વકાર્ય કરતો બંધ થયો છે. માણસ પોતાની જવાબદારી બીજા ઉપર લાદી મુક્ત થવા ઇચ્છે છે. પોતાનું કામ બીજા ઉપર નાખી નીકળી જવું, એ આજના સમાજમાં એક વ્યાપક બનતો માનસિક રોગ છે. પણ જ્યાં સુધી માણસ વિશ્લેષણ કરતો નથી ત્યાં સુધી વિજ્ઞાન એને હાથ આવતું નથી. અણુનું વિશ્લેષણ થયું તો નવી શક્તિ મળી. આજે હવે, એ જ પ્રમાણે આપણાં ધર્મ અને કર્મનું વિશ્લેષણ કરવાની જરૂર છે. આ જગતમાં બીજાનું ઋણ ઓછું લો. બધાં વ્યાજ કરતાં કર્મરાજનું વ્યાજ બહુ જબરું છે. આથી ડાહ્યા માણસો, વહેલામાં વહેલી તકે ઋણમુક્ત થવાનો પ્રયાસ કરે છે. એનાથી નવી દષ્ટિ મળે છે. મફત કોઈનું નથી લેવું, એ દૃષ્ટિ આપણે રાખવી જોઈએ. યાદ રાખજો કે કોઈની પાસેથી પડાવીને લીધું હશે તો એ ક્યારેક પણ તમારા હાથમાંથી પડી જ જવાનું છે. ધર્મ વિજ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે એની દૃષ્ટિમાં ફેર આવે છે. એ જાણે છે કે લીધું હશે તો વ્યાજ સહિત પાછું આપ્યા વગર છૂટકો નથી. આંકડા ગણવાનું યંત્ર જડ છે, પણ આંકડા ગણવામાં ભૂલ નથી કરતું; જ્યારે માણસ ભૂલ કરી નાખે છે. કર્મ પણ આવું જડ છે છતાં એ ગણતરીમાં કોઈ દિવસ ભૂલ નથી કરતું; યોગ્ય પરિણામ એ આપે જ છે. જડની પદ્ધતિમાં આવી વ્યવસ્થાભરી ચોકસાઈ છે. માણસ પાસે ધન આવે છે ત્યારે જાણે કે એનાથી આઘો ચાલ્યો જાય છે. પણ ધર્મ તો અંતરનું સાચું ધન છે. એ નહિ હોય તો આત્મા દીન બની જશે. જગતનાં કંચન, કાયા, કુટુંબ અને કાંતા ધર્મને ભુલાવી દે છે. સોનું વધતું જાય છે તેમ તેમ એને વધા૨વાની ભાવના વધે છે; કાયાની તેવડમાં માણસ એનો સમય વેડફી નાખે છે; પોતે સો સગાંનો, વિશાળ સમુદાયનો સગો થાય એ એને ગમે છે; પણ પોતે જન્મકાળે એકલો આવ્યો છે ને મૃત્યુકાળે એકલો જવાનો છે એ વાત જ ભૂલી જાય છે. માણસને જીવનમાં સૂવા માટે એક ખૂણો, ખાવા માટે મૂઠી અન્ન અને ૫હે૨વા માટે બે જોડી કપડાંની જરૂર છે. આમ છતાં માણસ આજે કપડાં અને અલંકારોની પાછળ કેવો ગાંડો બન્યો છે ! સદ્ગુણી માણસના મનની અંદર આવાં પ્રલોભનો અને માનવતા વચ્ચે યુદ્ધ ચાલે છે; પણ ત્યારે એ પ્રલોભનો ઉપર વિજય મેળવી જીવનને આગળ વહાવે છે. એટલે આવો પહિતનિરત: માણસ, આસપાસનાં બધાંનો વિચાર કરે, તેને સુધારે અને સમાજને આગળ લાવવામાં સહાયક થાય. તા. ૩-૯-૧૯૬૦ ધર્મરત્નનાં અજવાળાં * ૧૯૭ Page #207 -------------------------------------------------------------------------- ________________ +>&> ૪૭. સમષ્ટિની ભક્તિમાં મુક્તિ ગલો પાઠ બરાબર સમજાય એ આ માટે પાછલા પાઠનું જ્ઞાન જેમ જરૂરી છે, તેમ એક ગુણ બરાબર પચાવ્યા પછી જ નવો ગુણ પીરસાય છે. કોઈનું ભલું કરેલું સંભારવું નહિ અને કોઈએ આપણું ભલું કર્યું હોય તો ભૂલવું નહિ. આથી કૃતજ્ઞતાનો ગુણ આવી શકશે. જ્યારે માણસ કૃતજ્ઞી બને છે ત્યારે તે પરહિતમાં મગ્ન બની જાય છે. પછી તો પરહિતનિરતઃનો ગુણ એની પ્રકૃતિરૂપ બની જાય છે. ખાવું, પીવું, સૂવું એ જેમ પ્રકૃતિ ગણાય છે તેમ સદ્ગુણો આપણી પ્રકૃતિ બની જવા જોઈએ. પરહિતમાં નિરત માણસથી ભલું કર્યા વગર રહી શકાય નહિ. જો કોઈનું ભલું તેનાથી ન થઈ શકે, તો એના મોં ૫૨ શૂન્યતા છવાઈ જાય અને એ દિવસ એને નિષ્ફળ લાગે. પણ આજે તો સ્થિતિ જુદી છે. લોકો કામ કરે થોડું અને એ થોડું પણ ઘણું કેમ દેખાય એની ધમાલ એટલી કરે કે એટલી ધમાલ જો કામ માટે કરે તો કેટલાનું ભલું થઈ જાય ! ૧૯૮ * ધર્મરત્નનાં અજવાળાં Page #208 -------------------------------------------------------------------------- ________________ પરહિતમાં હકારાત્મક કે નકારાત્મક, બેઉ ભાવો સમાયેલા છે. સૌનું ભલું કરવું, એ હકારાત્મક; કોઈનો ઉપકાર ન લેવો, એ નકારાત્મક. પારકાનું લેતાં માણસને દુખ થવું જોઈએ; કારણ કે લીધેલું વ્યાજ સાથે પાછું આપ્યા વગર છૂટકો થવાનો નથી. આજે બધા લોકોમાં એક જ મનોવૃત્તિ દેખાય છે કે વધારેમાં વધારે લેવું અને ઓછામાં ઓછું આપવું. પણ ખરો ધર્મ તો એ છે કે ખાઈને રાજી થવાને બદલે ખવડાવીને, લેવાને બદલે દઈને રાજી થાઓ. લૂટેલું કે પડાવેલું ક્યાં સુધી ટકશે ? જે કાર્ય કરવાથી માણસને નીચું જોવું પડે એ એણે શા માટે કરવું જોઈએ ? આત્મા ના પાડે, પછી કોઈ પણ વસ્તુ શા માટે સ્વીકારો છો ? આને બદલે આત્માનું એવું તેજ કેળવો જેથી તમે શરમજનક એવું કાંઈ જ ન કરો. મહાપુરુષો આથી આપણને સમજણ આપે છે કે જીવનમાં જરૂરિયાત ઓછામાં ઓછી રાખો, તો આવી સ્થિતિ નહિ આવે. જરૂરિયાતો જ માણસને મુશ્કેલીમાં મૂકી દે છે ને છેવટે માણસને વસ્તુઓનો ગુલામ બનાવે છે. જરૂરિયાતો ઓછી, તો દુ:ખ પણ ઓછું આપશે. સ્વતંત્ર માનવી તરીકે જીવો. કોઈ માટે તિરસ્કાર ન રાખો અને કોઈની ગુલામી ન સ્વીકારો. તો તમે મૃત્યુની શચ્યા ઉપર પણ પૂરી શાન્તિ અનુભવી શકશો. શિયાળામાં ગરમી ગમે છે, પણ ઉનાળાના દિવસોમાં એ જ ગરમી દુખદ લાગે છે. એમ જ, આજની વસ્તુ જે સુખ આપી રહી છે તે કાલે દુઃખદ બનશે. માટે વસ્તુ પ્રત્યેનું મમત્વ છોડો. જિંદગીમાં એવી કરણી કરો કે શાન્તિની પળોમાં એ તમને શાંત રાખે, કારણ કે નાની સરખી અશાન્તિ નૌકામાં પડેલા કાણા જેવી છે. એ કાણું નાનું છતાં આખી નૌકાને ડુબાડવા પૂરતું થાય છે. પરહિત કરો', એમ કહેવું સુલભ છે પણ એ પ્રમાણે કરવામાં ત્યાગની આવશ્યકતા રહે છે. એ ત્યાગ કરી, કાર્યરત બનો તો તમે અમર થઈ જાઓ છો. ત્યાગની વાંસળી વાગે છે અને સત્યવ્રત પિતાની અભિલાષા પૂર્ણ કરવા મહાત્યાગ કરી ચાલી નીકળે છે. જે લોકો ઈંટ કે ખાતર બનીને પાયામાં પુરાય છે, તે જ દુનિયાનાં ફળના પોષક બની શકે છે. માટે ઉપકાર કરો પણ તે લોકો ખાતર નહિ, તમારા આત્માના આનંદ ખાતર. મુક્તિ તો ભક્તિની દાસી છે. ભક્તિ કેળવો તો મુક્તિ પાછળ દોડતી આવશે. વ્યક્તિ કરતાં સમષ્ટિના હિત માટે જીવવું એમાં જ જીવનની કૃતજ્ઞતા, સાર્થકતા રહેલી છે. તા. ૪-૯-૧૯૬૦ ધર્મરત્નનાં અજવાળાં ૪ ૧૯૯ Page #209 -------------------------------------------------------------------------- ________________ ++88&8* આ મહાતેજની તરના તિમિરનાં થર તોડવા માટે જરૂર પડે છે. આ તેજની ઝાંખી કરવી એ જ માનવજીવનનો મુખ્ય હેતુ છે. આનું નામ લબ્ધલક્ષ. માણસને જીવનમાં અનેક વસ્તુ મેળવવા અભિલાષા જાગે છે, પણ જીવનનું પૂર્ણ ધ્યેય શું છે તેની એને ખબર નથી.’ જે મહાતેજથી આપણે દૂર આવી પડ્યા છીએ એ વિયોગનું પણ આજ આપણને દુ:ખ થતું નથી. આજે સ્થિતિ એવી છે કે જે છોડીને ચાલ્યા જવાનું છે, એની પાછળ માણસ મગ્ન બન્યો છે, અને જે સાથે આવવાનું છે એનું લક્ષ એને રહ્યું નથી. ૪૮. લબ્ધલક્ષ દુનિયા આખીમાં આજે એવું ગાંડપણ ચાલ્યું છે કે માનવી સાધનોને જ સાધ્ય માની બેઠો છે. પરિણામે સાધનો, સાધનો નથી રહ્યાં પણ સાધ્ય બની બેઠાં છે. માણસ સવારથી સાંજ સુધી સંગ્રહની પાછળ પડ્યો છે, પણ એ ભૂલી જાય છે કે એ આપણું જીવનલક્ષ્ય નથી. ૨૦૦ * ધર્મરત્નનાં અજવાળાં Page #210 -------------------------------------------------------------------------- ________________ નિરર્થક વાતો પાછળ સમગ્ર સમય ખર્ચવાનું એને પોસાય છે પણ ‘આગમ’ વાંચવા બેસતાં એને આળસ આવે છે. માણસનું જીવન આજે અર્થહીન બન્યું છે. જીવવા ખાતર એ જીવી લે છે અને આયુષ્ય પૂરું થવા આવે ત્યારે દાક્તર પાસે દોડે છે. જો આપણું જીવન આવું યંત્રમય ને જડ હોય તો એવું યાંત્રિક જીવન જીવવા કરતાં હંમેશ માટે સૂઈ જવું, એ વધારે સારું નથી ? લોકો બીજાની નકામી વાતો સાંભળવા પાછળ જિંદગી વિતાવી નાખે છે. એક એક માણસની એક એક વાત, એક એક મિનિટ પણ સાંભળવામાં સમય ખરચો તો જીવન એમાં જ ખતમ થઈ જવાનું. દુનિયામાં કેટલા અબજ માણસ છે તે જાણો છો ? સૌની વાતો સાંભળશો તો ક્યારે એનો પાર આવશે ? માટે ભગવાન મહાવીરે કહ્યું છે કે બીજાને જાણવા પહેલાં તું તારા આત્માને ઓળખવા મથ. જો તું તને જાણીશ તો જ તું બીજાને જાણી શકીશ. જે માટીને જાણે છે, તે માટીનાં દરેક જાતનાં વાસણોને જાણી શકશે; જે લોટને જાણે છે તે રોટલીને અને લોટની બીજી વાનગીઓને જાણી શકશે. દ્રવ્યનાં રૂપ બદલાય છે. નામ બદલાય છે, પણ વસ્તુ તો એની એ જ રહે છે. જે આજે એકને સમજે છે, એ કાલે વિશ્વને સમજી શકશે; જે પોતાના આત્માને ઓળખે છે તે સર્વના આત્માને ઓળખી શકશે. વિચારશ્રેણી બદલાય છે પણ સત્ય બદલાતું નથી; આપણે તો માત્ર જૂના અને નવાનો સમન્વય ક૨વાનો છે. તો જણાશે કે કાળનો પ્રવાહ વહેવા છતાં, મૂળ સત્ય ઝાંખું પડતું નથી, એને કાળનો કાટ ચડી શકતો નથી; કોઈ દિવસ ચડી શક્યો નથી. જગતની સર્વ ચીજો પરિવર્તનશીલ છે. બહારનાં પડ જુદાં લાગે છે, પણ એની અંદર રહેલો આત્મા તો એનો એ જ છે. આપણે એનું દર્શન કરવું એ આપણું લક્ષ છે. તા. ૫-૯-૧૯૬૦ ધર્મરત્નનાં અજવાળાં ૨૦૧ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૪૯. ધ્યેયદષ્ટિ છે. ધર્મરૂપી રત્નને મેળવવા માટે આ એકવીસ ગુણ કેળવવા પડે છે. છે અનધિકારી પાસે જો વસ્તુ આવે તો તે વસ્તુ અને તેને મેળવનાર–બેઉ નિંદાય છે. ધર્મરત્નને પામનાર ધર્મી, ગુણશીલ હોવો _જરૂરી છે. યોગ્યતા વગરનો માણસ પોતાને ન ધર્મ કહેવડાવે તો એ ધર્મ શબ્દને લજવે છું છે. લબ્ધલક્ષ–યોગ્યતાની પરાકાષ્ઠા એટલે ધર્મ આત્મા. લાયકાત હોય તો ધર્મી બની શકાય; પ્રથમ ધર્મી કહેવડાવી, પછી લાયકાત કેળવવી મુશ્કેલ છે. પ્રથમ માણસ આવશ્યક ગુણોથી સંપન્ન હોવો જોઈએ. જે આત્મા આગળના વીસ ગુણો સમજી ગયો છે અને જીવનમાં આચરે છે એ લબ્ધલક્ષ છે. માનવજીવનનો હેતુ શો ? આપણું જીવનલક્ષ્ય શું ? હોય, શેય અને ઉપાદેય; છોડવા લાયક, વિચારવા લાયક અને આચરવા લાયક હોય છે. ગમતું હોય છતાં જે છોડવા લાયક હોય તે છોડતાં શીખવું જોઈએ. મા સમજે છે કે દીકરીનું સ્થાન ૨૦૨ - ધર્મરત્નનાં અજવાળાં Page #212 -------------------------------------------------------------------------- ________________ એને સાસરે છે, એટલે ચાહવા છતાં એને વિદાય આપે છે. માણસના આત્માને એક દિવસ ખાલી હાથે અચાનક ચાલ્યા જવાનું છે. જ્યારે માણસ લબ્ધલક્ષ ન હોય ત્યારે એ દુન્યવી વસ્તુઓમાં મગ્ન થઈ ફરે છે. પણ હું પૂછું છું કે જ્યારે પાપનો ઉદય થશે ત્યારે શું જગતમાં એ કાર્યો તમને સહાય કરશે ? કુટુંબને પોષવા અર્થદંડ કરવો પડે પણ આજનો માનવી તો અનર્થ દંડ પણ આચરે છે. અર્થદંડ એટલે નીતિની મર્યાદામાં રહી, કુટુમ્બના પોષણ માટે અર્થપ્રાપ્તિ કરવી તે; જ્યારે અનર્થદંડ એટલે ન્યાયનીતિને બાજુ પર મૂકી, ગમે તેમ કરી પૈસા ભેગા કરવા અને કેવળ અર્થ પાછળ જ જીવનને વિતાવવું તે છે. આજના જમાનામાં પાપભીરુતાની વૃત્તિ જ રહી નથી; અદૃશ્ય થઈ ગઈ છે. કસાઈખાનામાં રોજ જનારો જેમ ટેવાઈ જાય છે તેમ, માનવી આજે એનાં પાપોથી ટેવાઈ ગયો છે. આત્મા, ધર્મ અને નીતિનો નાશ થાય એવો વ્યવસાય ન કરાય, એ વાત જ માનવી આજે ભૂલી ગયો છે. લોકો આજે પૈસા આગળ ભગવાનને પણ નાનો ગણે છે, કારણ એને જીવનનું સાચું લક્ષ્ય બતાવનાર કોઈ રહ્યું નથી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ—આમાંથી માણસ આજે અર્થ અને કામ પાછળ પડ્યો છે. એમાં એટલો બધો એ રંગાયેલો છે કે ભેગું કરેલું ભોગવવાનોય એને સમય નથી. આજે મનુષ્ય ભોગ નથી ભોગવતો, પણ ભોગ મનુષ્યને ભોગવી રહ્યો છે. દિવસ પછી દિવસ કરતાં, આખું આયુષ્ય ચાલ્યું જાય છે અને છતાં માણસ એની વર્ષગાંઠ ઊજવવા બેસે છે. એ શું આનંદનો દિવસ છે કે માણસ મહેફિલ માણે છે ! મળેલો વારસો ચાલ્યો જાય અને અંતરમાં જેવી ફાળ પડે, એમ આ ખર્ચાઈ જતા આયુષ્ય માટે માણસને લાગવું જોઈએ. રૂપિયાનું પડેલું ગાબડું પૂરી શકાય છે, પણ આયુષ્યનું ગાબડું ફરી પૂરી શકાતું નથી. આ યાદ રહે છે ખરું ? તેલ ખૂટશે એટલે દીવો બુઝાઈ જવાનો. અંતિમ પળે દીપ નિર્વાણ પામે છે તેમ, આયુષ્ય પૂરું થતાં માનવીએ ચાલ્યા જવાનું છે. આયુષ્યનાં ગાબડાં તો પડવાનાં, પણ સત્કાર્ય કરતાં પડે તો ગાબડાંય સફળ થઈ જાય છે. જતી જિંદગીને કોઈ અટકાવી શકતું નથી. પણ જે પાણી રણભૂમિમાં ભસ્મ થાય છે એ જ પાણીને ફળદ્રુપ જમીન ઉપર વાળવામાં આવે તો એ મોલને લીલોછમ કરી દઈ શકે છે. આપણા આયુષ્યનું પણ આવું છે. આપણા મૃત્યુએ લોકો એમ કહેતા થવા જોઈએ કે કામ કરતાં એ મર્યો અને એણે મોતને સફળ બનાવ્યું. તો જ માનવજીવનનો ખરો અર્થ છે. ધર્મરત્નનાં અજવાળાં : ૨૦૩ Page #213 -------------------------------------------------------------------------- ________________ લબ્ધલક્ષ એટલે ધ્યેય તરફ જ દૃષ્ટિ, જીવનમાં આવું લક્ષ જો મજબૂત, નિશ્ચિત ન હોય તો બીજા બધા ગુણો નકામા બને છે. જીવનમાં લબ્ધલક્ષનું આવું ઉત્તમ સ્થાન છે. તા. ૬-૯-૧૯૬૦ ૨૦૪ * ધર્મરત્નનાં અજવાળાં Page #214 -------------------------------------------------------------------------- ________________ ૫૦. ધ્યેયયાત્રા - પણે જાણીએ છીએ કે જેટલા - Sા માણસો રત્નો પહેરે છે તે દરેક છે કાંઈ સાગરને તળિયે જઈ ડૂબકી મારીને જે લઈ આવેલા હોતા નથી, પણ કોઈક ડૂબકી મારીને લઈ આવે છે, જ્યારે એનો લાભ કે કોઈક બીજાને મળી જાય છે. આ પ્રમાણે, આ ધર્મરત્નો છે મહાપુરુષોએ શ્રુતસાગરમાં ડૂબકી મારી, શ્રમ વેઠીને આપણે માટે મેળવી આપ્યાં છે. માખણ તૈયાર કરનારને શ્રમ વેઠવો પડે છે T પણ ખાનારને સરળતા જ રહે છે. આમ, આપણી ઉપર, આવાં રત્નો મેળવીને છે મહાપુરુષોએ કેવો અસીમ ઉપકાર કર્યો છે જ એ વિચારો. જે કાર્ય આપણાં મા-બાપ આપણને નથી કરી આપી શકતાં, તે મહાપુરુષોએ આપણે માટે કરેલું છે. તેઓએ શાસ્ત્રોનો જ અભ્યાસ કરી આપણે માટે આ સુંદર રત્નો જ શોધી આપ્યાં છે. સંસારનાં સગાંઓ કદાચ છે તમને પૈસાનો વારસો આપી જશે પણ ધર્મરત્નનાં અજવાળાં - ૨૦૫ Page #215 -------------------------------------------------------------------------- ________________ મહાપુરુષો તો તમારું શ્રેય ઇચ્છી, તમારા આત્માના ઉદ્ધાર માટે અમૂલું એવું દાન આપી જાય છે. માટે જ્ઞાનીઓ કહી ગયા છે કે આપણને સાધન આપે છે માટે માતપિતાનો ઉપકાર છે અને તેથી એમને નમસ્કાર ઘટે છે. પણ સદ્ગુરુ તો આ ભવ માટે જ નહિ, ભવોભવને માટે આપણી આંખોમાં જીવનનું અમૂલું અંજન-સૂરમો એ આંજી આપે છે અને આપણને નવું દર્શન કરાવે છે. આથી, વિશ્વના આપણા સર્વ સ્નેહીજનો અને સ્વજનો કરતાં આ ગુરુઓ આપણા વધુ ઉપકારી છે. પચ્ચીસસો વર્ષ પહેલાં, શ્રમણ ભગવાન મહાવીર આપણને આ બધું શા માટે આપી ગયા હશે, એનો વિચાર કરો. એમને અંતરે તો એક જ હિત હતું કે માનવજાતનું કલ્યાણ કરવું. આ નિર્મળ ભાવનાથી એમણે આ સર્જન કર્યું. એટલે તમે જોશો કે આપણા સાચા સ્નેહીઓ તો આવા પુરુષો જ છે, જેઓ આપણને સંસારના કીચડમાંથી બહાર કાઢવા મથે છે. બાળક નાનું હોય અને એ સાચા સર્પને રમકડું માની ઝાલવા માટે હાથ લંબાવે, તો મા એના બાળકને પાછો ખેંચી લે છે અને તેમ કરતાં કદાચ અણસમજુ બાળક માને હાથે બચકું ભરી લે છે તોય મા એને છોડતી નથી. બાળકને ત્યારે તો આકરું લાગે છે પણ એમાં જ એનું હિત છે એ મા જાણે છે. આ પ્રમાણે, આપણા ગુરુઓ પણ મા જેવા હોય છે. વિષયો રૂપી સર્પ સાથે આપણે જ્યારે રમવા માટે લલચાઈએ છીએ ત્યારે ગુરુઓ આપણને અટકાવે છે. એ ત્યારે તો આકરા લાગે છે પણ છતાં એ જ આપણા જીવનું હિત કરે છે. શ્રોતાઓમાં પણ જુદા જુદા વર્ગો હોય છે. કેટલાક કાન્તાસમિત હોય છે. એમને, નાની નાની વાતો કહીને બાળક અને સ્ત્રીની જેમ સમજણ આપવાની હોય છે; બીજા મિત્રસમિત. એમની સાથે દલીલો, તર્ક વગેરેથી ચર્ચા થાય; અને ત્રીજો વર્ગ તે પ્રભુસમિત. આવો માણસ પ્રથમની બે ભૂમિકા ઓળંગી ગયો હોય છે અને તેથી એના દિલમાં ગુરુઆજ્ઞા માટે શંકા જ જન્મતી નથી; એ તો ગુરુ આજ્ઞા મુજબ જ જીવે છે. અને જે શિષ્ય આમ ગુરુની આજ્ઞામાં રહે છે, તેનો વિચાર ગુરુને કરવો પડે છે. પણ આ સ્થિતિ એકદમ નથી આવતી. એ માટે તો લબ્ધલક્ષ થઈ અનેક જન્મો સુધી સાધના કરવી પડે છે. આ જ્ઞાન એ માત્ર ચર્ચાનો વિષય નથી; એ તો આચરણની વાત છે. આટલા માટે જ્ઞાનીઓએ કહ્યું કે ગળપણ વિષે સો ગ્રંથ વાંચવા કરતાં, સાકરનો ૨૦૬ - ધર્મરત્નનાં અજવાળાં Page #216 -------------------------------------------------------------------------- ________________ એક ગાંગડો મોંમાં નાખી અનુભવ કરશો તો એમાં વધુ જ્ઞાન અને આનંદ મળશે. આપણે એ સમજવાનું છે કે કાયા કૃશ હશે તો ચાલી શકશે પણ આત્માને કૃશ કરશો તો નહિ ચાલે. તેજસ્વી પુરુષોની કાયા કેટલીક વાર કૃશ હોય છે પણ અંદરનો એમનો આત્મા ઝગમગતો હોય છે. આજ સુધી આપણે કાયાને પુષ્ટ કરવામાં જીવતર વિતાવ્યું છે; હવે આત્માને પુષ્ટ કરવા મથો. આ માટે જ્ઞાનની વાતો સાંભળો, લબ્ધલક્ષ બનો. એક વખત એક માણસને બે કુંભ આપવામાં આવ્યા. એને કહેવામાં આવેલું કે ડાબા હાથમાં સંપત્તિનો કુંભ રાખજે અને જમણા હાથમાં શાન્તિનો કુંભ. એને આજ્ઞા આપવામાં આવેલી કે જગતમાં તું સંપત્તિ વહેંચજે, અને શાન્તિને જાળવજે; તો તું પૂર્ણ સુખી થઈશ. કુંભ લઈને એ માણસ રસ્તે ચાલ્યો જાય છે ત્યાં એને પગમાં કાંટો વાગ્યો. કાંટો કાઢવા માટે એણે હાથમાંના બેઉ કુંભ નીચે મૂક્યા. પણ ડાબાજમણી બદલાઈ ગયા. એ લક્ષ્યમાં ચૂક્યો. હવે એ બે કુંભ લઈને સંસારમાં ગયો અને સમજણ વગર શાન્તિ વહેંચવા માંડી અને સંપત્તિ જાળવવા માંડી. બસ ત્યારથી આખી માનવસમાજ ભુલભુલામણીમાં પડ્યો છે. શાન્તિ વેચીને એ સંપત્તિ મેળવવા ફાંફાં મારે છે. આ ભુલભુલામણીમાંથી બહાર નીકળવા માટે આપણા જીવનમાં લક્ષ્યબિંદુ આવવું જોઈએ. આપણે લબ્ધલશ થવું જોઈએ. તા. ૮-૯-૧૯૬૦ ધર્મરત્નનાં અજવાળાં ૨૦૭ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૫૧. લક્ષ્યબિંદુ જ વનનું દરેક કાર્ય લબ્ધલક્ષવાળો જ છે. માણસ લક્ષ રાખીને જ કરે, હું વ્યવસ્થિત ને વિચારણાપૂર્વક જ કરે. વહાણ જ્યારે એનું લંગર ઉઠાવે છે ત્યારે એનું પહોંચવાનું બંદર નક્કી થઈ ગયું હોય છે. જીવનના કોઈ પણ ક્ષેત્ર માટે લક્ષ્ય નક્કી કરવું જરૂરી છે. આ પ્રમાણે, આપણે શા માટે જન્મ્યા છીએ, શા માટે જીવવું છે, એનો વિચાર કરવો જોઈએ. જેના જીવનમાં લક્ષ્ય નથી તેની દશા, બંદર વગરના નાવિક જેવી થાય છે. એવાને કોઈ કિનારો, કોઈ * બંદર હાથ આવવાનું નથી. મુંબઈમાં બહારગામથી કોઈ આવી ચડે અને રસ્તે ચાલ્યો જતો હોય, એને તમે બંડ પૂછો કે ક્યાં ચાલ્યા ? તો કહેશે : “ખબર નથી.” “ક્યાંથી આવ્યા ?' તો કહેશે : ખબર નથી.” “ક્યાં જવું છે ? તો કહેશે : ખબર નથી.' આવાને તમે ડાહ્યો કહો ખરા ? આપણી બધાની દશા પણ આવી જ * નથી ? બધા ઉતાવળમાં જીવે છે; કોઈને ૨૦૮ * ધર્મરત્નનાં અજવાળાં Page #218 -------------------------------------------------------------------------- ________________ સમય નથી; બધા ધમાલમાં પ્રવૃત્ત છે; કામના ભારથી લદાયેલા છે. એ બધાને પૂછીએ કે આ બધું શા માટે કરો છો ? જીવનનો હેતુ શો ? શા માટે જીવવા માગો છો ? ક્યાં પહોંચવું છે ? ક્યાંથી આવ્યા છો ? તો કોઈને કલ્પના નથી. આજે આ દશા છે. પેલા રસ્તા પ૨ જનારને આપણે પાગલ માનીએ છીએ; પણ આપણે કેવા છીએ ? જ્ઞાનીઓ આપણી સામે જોઈને વિચાર ફરે છે કે આ બધાને કાંઈ જ ખબર નથી અને છતાં ધમાલનો પાર નથી. ચોવીસેય કલાક પરસેવો પાડીને પ્રવૃત્તિઓ કર્યે જાય છે પણ બંદરનો વિચાર જ નથી. માટે તેઓ આપણને જણાવે છે કે શાંત પળોમાં આનો વિચાર કરો. આપણે મકાન ચણવા, ઘર લેવા, વસ્તુ કરાવવા બધાનો વિચાર કરીએ છીએ પણ જીવન શા માટે છે, એક એનો જ વિચાર કરતા નથી. જગત છોડીને જવાની વાત કોઈને ગમતી નથી. એવી વાત અપશુકનિયાળ લાગે છે. પણ આપણે ભૂલી જઈએ કે એ બન્યા વગર રહેતું નથી; એક દિવસ ગયા વગર છૂટકો નથી. આપણે એ ન ગમે તોય, ક્યાં સુધી મૃત્યુને આપણે ઠેલી શકવાના છીએ ? દૂર રાખી શકવાના છીએ ? અંતે એકવાર એ સામોસામ આવીને ઊભું રહેવાનું જ છે. શિકારી પાછળ હોય ત્યારે સસલું જોરથી નાસી જવા દોડે છે, પણ પછી થાકી જાય છે ત્યારે આંખ બંધ કરીને રસ્તામાં બેસી જાય છે. એ એમ માને છે કે મારી આંખો બંધ છે તેથી હું કાંઈ નથી જોઈ શકતું, એમ શિકારીનેય કાંઈ નહિ દેખાતું હોય. પણ આ એની મૂર્ખતા છે. માણસજાતની પાછળ પણ આવો કાળનો શિકાર આવી રહ્યો છે અને છતાં મરણનો વિચાર જ આપણે નથી કરતા; નથી કરવા માગતા. ઘણા મર્યા અને ઘણાને વળાવ્યા છતાં આપણને હજી જ્ઞાન થતું નથી. માટે ઉપા. વિનયવિજય મહારાજે કહ્યું કે જેની સાથે તમે બાળગોઠિયા થઈને રમેલા, એ ગયા; જેને મુરબ્બી ગણી માથું નમાવતા, તે ગયા; જેની સંગે પ્રીત લાગેલી, જેની પાસે બેસી પ્રેમભીની વાતો કરતા, પ્રેમ અનંત યુગ સુધી ચાલશે એમ માની પ્રેમગોષ્ઠિમાં મગ્ન હતા, એ સ્વજનોય ભસ્મીભૂત થઈ રાખની ઢગલી બની ગયા અને છતાં, આપણા માટેનો વિચાર નથી આવતો. આ કેવો પ્રમાદ ! યાદ રાખો કે સૌને વળાવ્યા એમ તમારેય એક દિવસ જવાનું છે. દડામાં ભરેલો પવન નીકળી જતાં જેમ સંકોચાઈ જાય છે તેમ, આત્મા નીકળી જતાં આ દેહ એમ જ ખાલી થઈને પડી રહેવાનો છે. ચેતન જશે, એટલે ચોવીસ ધર્મરત્નનાં અજવાળાં * ૨૦૯ Page #219 -------------------------------------------------------------------------- ________________ કલાકમાં એ દેહ દુર્ગધ મારતો થઈ જશે. જે દેહને આખી જિંદગી તમે પંપાળ્યો છે, એને પળવારમાં બાળી દેવામાં આવશે. આ જ્ઞાન માટે, લક્ષ્યબિંદુ આવશ્યક બને છે. પર્વતમાંથી નીકળતી નદીને પોતાનું લક્ષ્ય નક્કી છે. આથી વચ્ચેના ખડકો, પથ્થરો, જંગલ-ઝાડીમાંથી રસ્તો કરીને એ સાગર તરફ ધસતી જાય છે; ક્યાં અટકતી નથી. ગમે ત્યાંથી એ એનો માર્ગ કરી લે છે ને આગળ વધે છે. આમ, જે માણસ શરૂઆતથી જીવનનું લક્ષ્ય નક્કી કરે છે એ જીવનમાં પ્રવૃત્તિ કરે છે છતાં, વચ્ચે ક્યાંય બંધાતો નથી, અટકતો નથી. - બિલાડી એકવાર એના બચ્ચાને મોંમાં લે છે અને બીજી વાર ઉંદરને મોંમાં લે છે. બિલાડી તો એકની એક હોય છે, છતાં બેઉને પકડવામાં ફેર છે. ઉંદરને એના દાંત ભોંકાઈ જાય છે પણ એના બચ્ચાને એનાથી કાંઈ થતું નથી. આનું કારણ એ છે કે બેઉની પાછળ દૃષ્ટિબિન્દુ જુદું જુદું છે. એકમાં રક્ષણનો ભાવ છે; બીજામાં ભક્ષણનો ભાવ છે. આ પ્રમાણે માણસ જ્યારે સંસારમાં પોતાનું લક્ષ્ય નક્કી કરે છે ત્યારે, એ બધાં કર્મ કરતો રહે છે છતાં એમાં એનાં દાંત ક્યાંય બેસતા નથી, ખૂંચતા નથી. માટે દરેક પ્રવૃત્તિ કરતાં વિચારો કે લક્ષ્ય તો બરાબર છે ને ? આમ વિચારનારો માણસ પાપ કરતાં અટકી જાય છે. એ અસત્ય કરતો નથી; અનાચાર કરતો નથી. માણસે આ દૃષ્ટિ કેળવવાની છે અને સમય આવ્યે, અવસર આવ્યે સર્વ છોડવા માટેની તૈયારી રાખવાની છે. જ્ઞાનીઓ જીવનમાં આ લક્ષ્યબિંદુ કદી ભૂલતા નથી અને તેથી અલિપ્ત રહી શકે છે. સાકર અને મધ બેઉમાં ગળપણ છે, પણ સાકર ઉપર બેઠેલી માખી, ગળપણ ચૂસીને ઇચ્છા હોય ત્યારે ઊડી જઈ શકે છે, જ્યારે મધની માખી, મધની અંદર જ એની પાંખો ખેંચી જતાં ચોંટી જાય છે. માણસનું જીવન આજે મધમાખી જેવું થઈ રહ્યું છે. વસ્તુમાત્રમાં એ ખૂંચતો જાય છે. એટલે જીવનમાં લક્ષ્ય અત્યંત જરૂરી છે. એ નક્કી થશે ત્યારે સંસારમાં રહેવા છતાં, સંસારની વસ્તુઓ તમને બાંધી શકશે નહિ. અન્ન, વસ્ત્ર ન હોય તો પણ આપણે જીવી શકીશું. આ માટે અરૂપી આત્માનું અરૂપી સ્વરૂપ સમજવાની જરૂર છે. એ મળે તો જીવનના માર્ગ ઉપર માણસ સીધો જઈ શકે; એનો સંસ્કારપથ જલદી કપાઈ જાય. આ બહુ જ આવશ્યક છે. અંગ્રેજીમાં કહેવત છે કે No man can hit the mark, if his eye moves froin it. g fell-40418-1 2424 A21L4 042 ૨૧૦ * ધર્મરત્નનાં અજવાળાં Page #220 -------------------------------------------------------------------------- ________________ ન હોય, ત્યાંથી સરકી જાય એ કદી નિશાનને વીંધી શકે નહિ. આપણે જીવનમાં આ નિશાન પર નજર સ્થિર કરવાની છે. તો પ્રવૃત્તિમાં રહેવા છતાં આપણે આગળ વધી શકીશું, ક્રોધ, માન, લોભ, બધાને પલટતા જઈશું, એમાંથી મુક્ત થઈ શકીશું. માણસને આજે ભવનો ભય રહ્યો નથી. એ હોય તો જન્મમરણના ફેરા ફરવા કરતાં, એને રાગદ્વેષ જીતી સાધના કરવામાં આનંદ આવે. સાધુ પણ જો લક્ષ્ય ચૂકે તો સાધુ જેવો સાધુ પણ નીચે ઊતરી જાય. ઘણી વાર તો સંસારી લોકો કરતાં સાધુની સામે વધારે પ્રલોભનો આવે છે. મુંબઈમાં લોકોને નાની ખોલીય મળતી નથી; અમને ત્રણ માળ મળે છે ! તમે સાદી રસોઈ જમો છો; સાધુને મિષ્ટાન મળે છે ! તમે કદાચ ફાટેલાં કપડાંથી ચલાવતા હશો; સાધુને કદી ફાટેલું પહેરવા મળતું નથી ! આમ સાધુ છતાં, એ લક્ષ્ય ભૂલે તો એ પણ અહીં બેઠો કાપડ, વસ્તુ, મકાન અને બીજા સંગ્રહમાં ચોંટી જાય. એટલે સાધુ કે સંસારી, બેઉને આવશ્યક છે, તે જીવનનું લક્ષ્યબિંદુ. એકવાર આ નક્કી થશે એટલે લાગશે કે કરવાનું ઘણું છે અને સમય ઓછો છે. પછી એક પળ પણ તમારી પ્રમાદમાં નહીં જાય. ઘણા જણ આવીને કહે છે કે પ્રયત્ન છતાંય ક્રોધ આવી જાય છે; જતો નથી, શું કરવું ? હું એમને પૂછું છું કે તમારી દુકાને બેઠા હો, કોઈ ઘરાક આવે અને હજાર બે હજારનો નફો કરાવે તેમ હોય, તો તમે એની સાથે કેમ વર્તો છો ? એ કદાચ તમને ‘પાગલ' જેવા શબ્દો કહે તોય તમે કેવા ગળી જાઓ છો ! ત્યાં તમારે સ્વાર્થનું લક્ષ્ય છે કે એનું ખીસું ખાલી કરાવી, તમારો લાભ તમારે લેવો છે. પણ આવું લક્ષ આપણને આત્મા રહે છે ખરું ? જો આત્મા વિશે આમ વિચારીએ તો સંયમ સ્વાભાવિક બની જાય. પછી જીવનમાં નવો વેગ આવશે. લક્ષ્યબિંદુ વગર, ગુણો દંભ બની જાય છે. લક્ષ્યબિંદુ હોય તો જ માણસ શિખર ઉપર ચડી શકે. પછી નીતિ વગેરે જીવનમાં એવાં વણાઈ જાય કે એના વગર તમે જીવી શકો જ નહિ. લક્ષ્ય નક્કી થતાં, ગુણો માણસને આગળ લઈ જાય છે. પછી ક્યાં જવાનું છે. એનો જવાબ તમારો આત્મા જ તમને આપશે. શું બનવું છે, એનો પ્રથમ વિચાર કરો. આ મનુષ્યજન્મ બહુ કીમતી છે પણ એનાથી તમે પશુય બની શકો; સ્વર્ગમાંય જઈ શકો અને નરકમાં પણ જઈ શકો. બેઉ હાર માણસ માટે ખુલ્લા છે. આપણી પાસે મૂળ પ્રશ્ન છે : “હે આત્મા-વણજારા ! તું કયું નગર ધર્મરત્નનાં અજવાળાં જ ૨૧૧ Page #221 -------------------------------------------------------------------------- ________________ શોધીશ ?” નરભવનગર સોહામણું છે; મુંબઈ નગરી જવું, એમાં પડવાની તક છે; રળવાની તક છે. માટે જ્ઞાનીઓ કહે છે કે આત્માને લાયક કામ કરજે. આપણી સામે ત્રણ પ્રશ્નો છે: “તું ક્યાંથી આવ્યો છે ?” “શું સાથે લાવ્યો છે ?” “તું ક્યાં જવાનો છે ? આ પ્રશ્નો તમારા આત્માને, અંતરને પૂછો. એના પર વિચાર કરો તો ધીરે ધીરે તમારું ધ્યેય સ્પષ્ટ થશે. મોક્ષ એ આપણું લક્ષ્ય છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર્ય એ એનાં સાધનો છે. એ સાધનો મેળવવા માટે આપણે લાયક બનવાનું છે. એ લાયકાત આ એકવીસ ગુણથી પ્રાપ્ત થાય છે. માટે આપણે આપણા જીવનમાં આ ગુણોને કેળવી, લાયકાત મેળવી મોક્ષમાર્ગમાં પ્રગતિપૂર્વક પ્રયાણ કરીએ. તા. ૯-૯-૧૯૬૦ ૨૧૨ % ધર્મરત્નનાં અજવાળાં Page #222 -------------------------------------------------------------------------- ________________ SC ચાર સાધન ____ _____ ____ __ Page #223 -------------------------------------------------------------------------- ________________ Page #224 -------------------------------------------------------------------------- ________________ પ૨. લક્ષ્મીનાં ભાગ્ય દાનથી ખીલે છે ! दानाय लक्ष्मी सुकृताय विद्या ચિંતા પરબ્રહ્મ વિનિયા परोपकाराय वचांसि यस्य वंद्यः त्रिलोकीतिलकः स एव ।। પ્રવચનમાળામાં, મનુષ્યને મળેલાં ા સાધનોનો વિચાર કરવાનો છે. A સાધનોનો સદુપયોગ થાય, તો એ માનવજાત માટે આશીર્વાદરૂપ બની જાય જ છે; એનો દુરુપયોગ થાય તો એ અભિશાપ A બની જાય છે. માનવીએ સાધનોનો સદુપયોગ ન કર્યો, તેથી એ ભૂલો પડી ભટકતો આવ્યો છે છે. એને સાધન મળ્યાં, પણ એ સાધક ન જ બન્યો. જેનાથી તરવું જોઈએ, શક્તિ મેળવવી જોઈએ, તેને બદલે તેનાથી એણે છે વિનાશ સર્યો. જે સાધનોથી એણે તરવાનું 2 હતું, તેનાથી જ એ ડૂબી રહ્યો છે. શું આ સાધનોનો ઉપયોગ કેમ કરવો, છે તેનું આ ચિન્તન છે. ખેતરની સુરક્ષા માટે ચોતરફ વાડ હોય અને એમાં જો કપડું ચાર સાધન = ૨૧૫ Page #225 -------------------------------------------------------------------------- ________________ ભરાઈ જાય ને તમે ખેંચો તો કાં તો કપડું ફાટે, કાં તો વાડ તૂટી પડે; પણ સંભાળીને કાઢશો તો કપડું પણ નહીં ફાટે ને વાડ પણ રહેશે. તેમ જિંદગીજીવન કાંટામાં ફસાય નહીં ને સુરક્ષિત સ્થાને પહોંચે, એ માટે આ સાધનોનો સદુપયોગ બતાવવામાં આવ્યો છે. આ શ્લોકમાં માનવની ચાર શક્તિઓની સાધના છે. એ શક્તિઓનોસાધનોનો જે સદુપયોગ કરે છે એ માનવી ત્રણે લોકમાં, જગતરૂપી કપાળમાં તિલક સમાન શોભે છે. એ ચાર શક્તિઓ છે : લક્ષ્મી, વિદ્યા, મન અને વચન. આજે આપણે લક્ષ્મીનો વિચાર કરીએ. સંસારમાં પૈસાની ઘણી જરૂરિયાત છે. માનવી પાસે પૈસા ન હોય, તો તેની સમાજમાં કિંમત નથી. જ્યારે સાધુસંતો પાસે પૈસા હોય તો એની કિંમત કંઈ નથી ! સાધુપણામાં અર્થના ત્યાગની ભાવના મુખ્ય ભાગ ભજવે છે. આ લક્ષ્મી ભોગ માટે, વિલાસ માટે, વિનાશ માટે કે વ્યભિચાર માટે નથી. આવા દુરુપયોગથી તો માનવ, માનવ મટી પશુ જેવો બને છે. પણ એનો જો સદુપયોગ થાય, તો એ આશીર્વાદરૂપ થઈ જાય. જેને લક્ષ્મી મળી છે, તે પુણ્યશાળી છે – પણ કોણ ? જે પવિત્ર માર્ગે પોતાની પ્રવૃત્તિ ચલાવે છે તે. જો એ પ્રવૃત્તિ ચાલુ ન રહે, તો લક્ષ્મી સ્થગિત બને છે અને લોભના ખાબોચિયામાં ગંધાય છે. જીવનમાં લક્ષ્મીની ઘણી ઉપયોગિતા છે, એ સત્ય છે. દિવાળીના શુભ દિવસોમાં તેરસને દિવસે કોની પૂજા થાય છે ? લક્ષ્મીની, ધનની; ચૌદસને દહાડે શક્તિની અને દિવાળીના દિવસે વિદ્યાદેવીની પૂજા થાય છે ને ? આમ ત્રણે વરદા છે; ધનદા, શક્તિદા ને વિદ્યાદા છે. અહીં પણ બધી શક્તિમાં પહેલું સ્થાન “લક્ષ્મી'ને મળ્યું છે. તેને સન્માનવામાં આવી છે. શાસ્ત્રમાં પરિગ્રહ-પરિમાણવ્રત બતાવવામાં આવ્યું છે, તેમાં શોભા છુપાઈ છે. માનવી પાસે મર્યાદિત ધન હોય, તો તેને કોઈ હેરાન ન કરે. તેનાં સંતાનો પણ કુસંસ્કારી ન થાય. જેમ વધારે પડતો ખોરાક મળે, તો શરીરમાં રોગો ઉત્પન્ન થાય તે પ્રમાણસર મળે, તો તેનું જીવન તંદુરસ્ત અને સ્વસ્થ થાય. તેમ ધન માટે પણ સમજવું. માથા ઉપરના વાળની જ વાત યાદ કરો ને ! વધારે રાખો તો ગરમી કરે, તેલ વધારે ખાય ને આંખની આડા પણ આવે. એટલા માટે જ તો તમે પૈસા આપીને પણ વાળને કપાવો છો. ધન પણ વાળ જેવું છે. તે તમારી પાસે વાળની જેમ પ્રમાણ પૂરતું હોય તો જ સારું, નહિતર નુકસાન કરવાનું. ૨૧૬ = ધર્મરત્નનાં અજવાળાં Page #226 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મી આવ્યા પછી, માણસ ત્રણ જાતના બની જાય છે. લક્ષ્મીદાસ, લક્ષ્મીનંદન અને લક્ષ્મીપતિ. કેટલાક, ધન આવતાં તેના દાસ બની જાય છે; તેના તાબેદાર તરીકે રહે છે. જીવન સુધી તેની સેવા જ કર્યા કરે. બીજા, લક્ષ્મીના દીકરા હોય છે. લક્ષ્મી જેમ આજ્ઞા કરે, તેમ તે આચરે. નન્દન એટલે પુત્ર. એ આજ્ઞા બહાર કેમ જાય ? પણ ત્રીજો, જે લક્ષ્મીનો સ્વામી હોય છે, એ જીવનભર એને છૂટે હાથે વાપર્યા જ કરે છે. અંત સમયે એને એમ ન થાય કે હું બધું જ વાપર્યા વિના મૂકીને જાઉં છું, એનો આત્મા તો સાક્ષી પૂરે કે મેં જીવનને જીવી જાણ્યું છે, લક્ષ્મીને વાપરી જાણી છે, પતિ બની લક્ષ્મીને સદુપયોગમાં ખરચી લહાવો લીધો છે. તમે લક્ષ્મીને વાપરો નહીં, સારા માર્ગે ખર્ચો નહીં, તમારા ઘરમાં પ્રસંગો આવે ત્યારે પણ દિલના ઉદાર બનો નહિ, તો છેવટે જતાં જતાં હાથ ઘસવા પડશે. વિશ્વનો એ અફર નિયમ છે કે માનવી બધું જ ભેગું કરે છે, પણ અંતે એ બધું અહીં જ મૂકીને જાય છે. જો બધું સાથે લઈ જવાતું હોત તો માણસ પોતાનાં પ્રાણપ્યારાં પુત્ર-પુત્રીઓને અને પ્રાણપ્રિયાઓને મૂકીને જાત ? સંસારમાં અર્થની જરૂર છે, એ વાત સત્ય છે. પણ તેની મર્યાદા તો જોઈએ. બૂટની જ વાત વિચારોને ! બૂટ પગના માપથી મોટા હોય તો ગબડી જવાય; નાનો હોય તો પણ છોલાઈ જાય; બરાબર હોય તો જ મુસાફરી થાય. તેમ લક્ષ્મી પણ વધારે હોય તો માણસને ગબડાવી મૂકે છે, અને સાવ અલ્પ હોય તો કંગાલ કરી મૂકે છે. એ મર્યાદિત જ જોઈએ. ઘણા માણસોને તો છેલ્લી ઘડી સુધી વીલની વ્યવસ્થા કેમ કરવી, તેનો જ વિચાર ચાલતો હોય છે. આ શું બતાવે છે ? ધનની પકડ માણસના મન ૫૨ કેવી તીવ્ર છે ! જેને વસુંધરાના તિલક સમાન બનવું છે, તે તો લક્ષ્મીને દેતો જાય છે; એ જેમ જેમ દેતો જાય છે તેમ તેમ એ સંપત્તિ પણ વધતી જાય છે. ધન સન્માર્ગે વા૫૨વાથી કદી ખૂટતું નથી. લક્ષ્મીને છૂટે હાથે વાપરો, તો લક્ષ્મીની વૃદ્ધિ થાય છે, અને જો ન વાપરો તો એ ક્ષીણ થાય છે. લોકો વસ્તુપાળ-તેજપાળને યાદ કરે છે. ઇતિહાસ પણ આ નામોને જતનથી જાળવી રાખે છે. એ કયા દેશના હતા તે સાથે કાંઈ સંબંધ નથી, પણ તેની ઔદાર્યભરી દાનવૃત્તિ સાથે, તે સંબંધ છે. એ પુણ્યશાળી ઘરમાં અનુપમાદેવી એક આદર્શ નારી હતી. તેને લીધે જ આ વસ્તુપાળતેજપાળને આપણે યાદ કરીએ છીએ. તકદીર-ભાગ્ય એક જુદી જ વસ્તુ છે. એક દિવસ વસ્તુપાલ ધન દાટવા ચાર સાધન ૨૧૭ Page #227 -------------------------------------------------------------------------- ________________ માટે જમીનમાં ખાડો ખોદે છે. ત્યાંથી પણ પુણ્યયોગે ચરુ મળે છે. ત્યારે અનુપમાદેવીએ કહ્યું : ‘જેને નીચે જવું હોય તે ધનને નીચે દાટે અને જેને ઊંચે જવું હોય તે ઊંચે સ્થળે-સન્માર્ગમાં વાપરે !' આ ટૂંકું પણ મર્માળું વચન વસ્તુપાળને ગમ્યું, અને એણે આબુના શિખર પર ઊંચે ભવ્ય મંદિરો બંધાવ્યાં. આજે વસ્તુપાળ કે તેજપાળ નથી, પણ તેઓનાં નામને શોભાવનાર સ્થાપત્યો ઊભાં છે. સંપત્તિને કોઈ યાદ કરતું નથી, પણ તેનાં સુકૃત્યોને સૌ યાદ કરે છે. જિનમંદિરોની કારીગરી જોઈ, પ્રેક્ષકોનાં મન અને મસ્તક નમી પડે છે. જોનારનું મન સ્થાપત્યના સર્જનહારને અભિનંદન આપવા દોડી જાય છે. આ છે, સુકૃતમાં વપરાયેલી લક્ષ્મીનો પ્રતાપ. જેમ વર્ષો પહેલાંનું એમનું સર્જન, આજે આપણને યાદ આવે છે, તેમ આપણે પણ કાંઈક એવું સર્જન કરી જવું જોઈએ, કે જેથી આપણા ગયા પછી પણ લોકો યાદ કરે. દીકરાઓ નામ રાખે કે ડુબાડે, તેના કરતાં આવું સર્જન કરી, તમારું કામ જ નામ રાખે એવું કરી જવું શું ખોટું છે ? લક્ષ્મીના ત્રણ પ્રકાર છે : દાન, ભોગ અને નાશ. એક ઘીનો ડબ્બો હોય તે કોઈને ખવડાવશો તો ખાનાર બધા રાજી થશે. ધરમાં રોટલા ઉપર ચોપડો, તો તમે રાજી થાવ પણ એ આગમાં બળી જાય તો દુ:ખ થાય. પહેલામાં આત્માની પ્રીતિ છે; બીજામાં દેહતૃપ્તિ છે; ત્રીજામાં વ્યથા છે. લક્ષ્મી ઘરમાં આવ્યા પછી એને નિયમિત વહેતી રાખવા સારુ, ગંગાનાં પાણી જુઓ. એ સતત વહે છે ને કિનારાઓને લીલા રાખે છે. એક જગ્યાએ જ એ ૨હે અથવા એનો સંગ્રહ થાય તો એ બંધાય અને ગંધાય. લક્ષ્મી પણ બંધાય અને સંગ્રહિત થાય તો ચિંતા-ભય, વૈમનસ્ય ઊભાં કર્યાં વિના રહે જ નહિ. જેમ લક્ષ્મી મળી નથી, એવાઓ એની સેવા કરે. જ્યારે લક્ષ્મીવાન વિચારે કે મારે શું કરવું ? ખરી રીતે તો એવા માણસોએ છૂટા હાથે દાન જ આપવું જોઈએ. લક્ષ્મી કેમ મળે છે તેનો વિચાર કર્યો છે ? મહેનતથી જ મળે છે કે પુણ્યથી ? તમારા ઘરમાં ઘાટી-નોકર છે. ૨૪ કલાક મજૂરી કરે છે. તમે રાજી થઈ કેટલા પૈસા આપવાના ? પાંચ કે પચ્ચીસ. તે બિચારો જીવનભર શ્રમ કરે તોય શ્રીમન્ન ન થાય, અને તમે ગાદી પર પડ્યા હો તોય લક્ષ્મી ચાલી આવે છે, કારણ કે ત્યાં તમારું પુણ્ય રળે છે. પુણ્યના દિવસો જ્યાં સુધી હોય ત્યાં સુધી સુખ; પછી તો દુ:ખ જ ૨૧૮ * ધર્મરત્નનાં અજવાળાં Page #228 -------------------------------------------------------------------------- ________________ આવવાનું. એ ન આવે એના માટે લક્ષ્મીને ચિરસ્થાયી બનાવવા દાન આપો. બેટરીનો પાવર વાપર્યા પછી ખલાસ થાય તો તમે શું કરો છો ? બીજો નાખો છો. તેમ નવું શ્રેય, દાન આપી ઉપાર્જન કરવું જોઈએ. દાન આપવાનાં સાત ક્ષેત્રો છે. જિનમૂર્તિ, જિનમંદિર, જિનાગમ, સાધુસાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. આ સાત ક્ષેત્રમાં માનવીથી માંડી દેવ સુધીનો, સૌનો સમાવેશ થઈ જાય છે. આમાં સમાજને ભુલાતો નથી, ને પ્રભુભક્તિ ચૂકાતી નથી. આવાં આ સાત ક્ષેત્રો બીજે ક્યાંય નહીં મળે. ખેતરમાં ખેડૂત એક દાણો રોપે છે, તો ચાર મહિને તેના સો દાણા થાય છે, બીજા વર્ષે હજારો થાય. આમ એક બીમાંથી અનેકગણું થાય. યોગ્ય ભૂમિમાં વાવવાથી એકનું અનેકગણું ફળ મળે છે. માટે આ સર્વોત્તમ ક્ષેત્રમાંથી, જે કાળે જેની આવશ્યકતા હોય તેમાં લક્ષ્મી વાપરવી. એક બગીચો હોય, તેમાં સાત ક્યારા હોય; કોઈમાં ગુલાબ હોય, કોઈમાં મોગરો હોય; કોઈમાં જાસુદ હોય; વળી કોઈમાં સારાં શાકભાજી પણ હોય; પણ બગીચાનો કુશળ માળી સાત ક્યારામાંથી જે ક્યારાનું પાણી સુકાઈ ગયું હોય ત્યાં તે રેડે. તેના મનમાં કોઈ ક્યારા પ્રત્યે ભેદભાવ નથી, પણ જરૂરિયાત જ્યાં હોય ત્યાં રેડવાની ભાવના છે. પ્રભુના શાસનમાં સાત ક્ષેત્રો છે. જે ક્યારામાં પાણી ન હોય, એ ક્યારો પાણી વગર બળીને ભસ્મ થાય છે. તેમ જે ક્ષેત્ર શોષાઈ જતું હોય, સુકાઈ ગયું હોય ત્યાં દાનનાં પાણી રેડવાં જોઈએ. તો જ સાતે ક્ષેત્રો લીલાંછમ રહેશે, અને પ્રભુના શાસનની વાડી હરિયાળી બનીને શોભશે. યાદ રાખજો; સાતે ક્ષેત્રો કામનાં છે; માત્ર વિવેકદૃષ્ટિની જ આવશ્યકતા છે. જે ક્યારામાં પાણી નાખવાની જરૂરિયાત છે તેમાં પાણી ન રેડો અને જ્યાં જરૂરિયાત નથી ત્યાં રેડો, તો બંને બળે : એક સૂકા દુષ્કાળથી અને બીજું અતિવૃષ્ટિથી. માટે દાનમાં પણ દૃષ્ટિની આવશ્યકતા છે. દાન પછી આવે છે, ભોગ. સંસારમાં રહો તો ગૃહસ્થાઈથી, સાદાઈથી રહો. જાણીતાને શરબત આપવું અને અજાણ્યાને પાણી પણ નહીં, એવો તુચ્છતાભર્યો ભેદભાવ મનુષ્યને ન શોભે. આજે તમારે ત્યાં સુખના દિવસ આવ્યા છે તેથી તમે બીજાની પરવા ન કરો, એ તમારી કમનસીબી છે. તમે કોઈને બોલાવતા નથી, તમારું પુણ્ય બોલાવે છે. તમારા પુણ્યનો પ્રભાવ જોઈ, લોકો તમારે ત્યાં લેવા આવે છે. પુણ્ય પરવારી જશે ત્યારે સૌ કહેશે કે ત્યાં જવું ઠીક નથી; ત્યાં કંઈ નથી. જે માણસ તમારા બારણે આવીને ઊભો છે, તેને તમારા જેવી જ આંખો ચાર સાધન છે ૨૧૯ Page #229 -------------------------------------------------------------------------- ________________ છે. તમારા જેવાં જ સ્વપ્નો અને ભાવનાની ઊર્મિઓ છે. આવેલાને તરછોડો નહિ. ભોગ એટલે તમે એકલા જ ખાઓ એમ નહિ, પણ આવેલાને આપી, વહેંચીને ખાઓ. - જ્યાં દિલ છે. દિલદારપણું છે. ત્યાં સંપત્તિ વધ્યા જ કરે છે. કોઈ અતિથિ થઈ તમારે દ્વારે આવે ત્યારે તમે તેને પ્રેમથી સૂકો રોટલો ખવડાવશો, તોય એને એ મીઠો લાગશે. પણ કમનથી શ્રીખંડ-પૂરી ખવડાવશો, તો એ ઝેર રૂપે પરિણમશે. માટે દાન આપો, લક્ષ્મી વાપરો તો મનથી વાપરજો. આમ, પ્રેમથી વાવેલી લક્ષ્મી, જ્યાં જશો ત્યાં એ તમારી આગળ હશે. એક ગરીબ માણસ રોજ ચોળા અને તેલ ખાઈ કંટાળી ગયો હતો. એને થયું, લાવ બનેવીને ત્યાં જાઉં. કારણ કે એના બનેવી મોટા શ્રીમંત હતા. તે શહેરમાં રહેતા હતા, એટલે બનેવીને ત્યાં એ આવ્યો. એ દિવસે બનેવીને થયું : રોજ બદામની કતરી અને મીઠાઈ ખાઈ થાકી ગયા છીએ ! આજે ફરસાણ બનાવીએ અને ખેતરથી તાજા ચોળા મંગાવી, તેલ ને ચોળા ખાવાનો પ્રોગ્રામ ગોઠવ્યો. બહેનને ત્યાં ભાઈ આ જ સમયે પહોંચ્યો. બહેનને ખબર નહીં કે ભાઈ મીઠાઈ ખાવા આવ્યો છે. બહેને તો ખૂબ પ્રેમથી આગ્રહપૂર્વક ભાઈને જમવા બેસાડ્યો. ભાણામાં ચોળા આવેલા જોઈ, ભાઈએ પૂછ્યું : “અરે, તમે અહીં ક્યાંથી ?” પડખે એક ડાહ્યો માણસ બેઠો હતો, એ સમજી ગયો. તેણે ધીરેથી કહ્યું : ભાઈ ! માણસ ટ્રેનમાં આવે છે. પણ તકદીર તારથી આવે છે. મૂંઝાયા વિના, જે છે તે ચૂપચાપ ખાઈ લે...” સામા માણસના તકદીર એવા હોય છે ત્યારે રોજ મીઠાઈ ખાનારા પણ એ દિવસે ચોળા ખાવાનું વિચારે છે. જ્યારે ભાગ્યહીન મીઠાઈ ખાવાને ઇચ્છે છે, ત્યારે તેને ત્યાં પણ ચોળા જ ખાવા મળે છે. તમારો સારો દિવસ છે, તો દાન વડે હાથને શુદ્ધ કરતાં શીખો. લેવું ખૂબ અને દેવામાં કાંઈ નહીં; જમવું બધાનું અને જમાડવું કોઈને નહીં; તો એવો વ્યવહાર ક્યાં સુધી ચાલશે ? ખેતરમાંથી ખેડૂત માલ ઉતારે છે. જરૂર હોય તેટલો પોતાના માટે રાખે છે, પણ ખેતરમાં હોય ત્યારે એનું ધાન્ય ઢોર ખાય, મોર ખાય અને થોડું ચોર ખાય, વધે તે સમાજને ચરણે ધરી દે. એ અનાજ શ્રમ- પરસેવાવાળું છે, છતાં એનામાં દાનની ભાવના ઊંડે ઊંડે પડી છે. જો દાન ન કરે, ભોગ ન કરે, તો એ નાશ થવા માટે બેઠું જ છે. ૨૨૦ - ધર્મરત્નનાં અજવાળાં Page #230 -------------------------------------------------------------------------- ________________ માણસ વાપરે નહિ અને સદુપયોગ ન કરે તો એનાં સંતાનો ઉડાવે. બાપને રૂપિયાની પણ કિંમત હોય છે, જ્યારે દીકરાને મન દસ રૂપિયા પણ કંઈ નથી. એક શ્રીમંતના છોકરાને મેં કહ્યું : ‘તું માસિક ત્રણસો રૂપિયાનો હાથખર્ચ કેમ રાખે છે ?' તે કહે : ‘ત્રણસો તો મને ઓછા પડે છે. શું કરું, વધારે મને મળતા નથી !' મને થયું, હવે આને સમજાવવાનું વ્યર્થ છે. એને શ્રમ શું છે તે જ ખબર નથી. પછી પૈસાની કિંમત એને કેમ સમજાય ? આ રીતે ‘નાશ'નો સવાલ નજ૨ સન્મુખ આવવાનો જ છે. તો સુખી થવા માટે યોગ્ય ક્ષેત્રોમાં લક્ષ્મીને વાપરી જીવનને સફળ કરવું શું ખોટું છે ? આજ સુધી તો ઘરની ચિંતા સ્વાર્થી બની સહુએ કરી છે, પણ સમાજની કોણે કરી છે ? સમાજ હશે તો તમે કે ધર્મ ટકશે, એટલું ખાસ યાદ રાખજો. આ પ્રસંગે મને નદી ને તળાવની વાત યાદ આવે છે. એક દિવસ તળાવે નદીને કહ્યું : હૈં નદી, તું ઉનાળાના દિવસોમાં સાવ સુકાઈ જાય છે, કારણ કે તું આઠ મહિના વહીને તારું જળ વહેંચી નાખે છે ! પછી તારી પાસે તે વખતે કો૨ી ધગધગતી રેતી જ દેખાય છે. જ્યારે હું પાણી કેવું સંગ્રહ કરીને રાખું છું ! તું તો ખળખળ કરતી પૂરમાં વહી જાય છે; હું તો અહીં જ છું.' નદીએ કહ્યું : ‘તારી વાત સાચી. તું ગમે તેટલું સંગ્રહે પણ ઉનાળામાં તો તારું પાણી પણ સુકાઈ જ જાય છેઃ રહે છે, તો નાનાં નાનાં ખાબોચિયાં ભરાઈ રહે છે. જેમાં જીવજંતુઓ જ ઉત્પન્ન થાય છે. વધારામાં તેમાં પગ મૂકનારા બિચારા તારા કાદવમાં ખૂંચી જાય છે ! જ્યારે ગ્રીષ્મમાં પણ મારી પાસે આવના૨ને હું કંઈ નહીં તો છેવટે નિરાશ તો નથી કરતી. જો થોડો ખાડો ખોદે તો હું વીરડીનું મીઠું પાણી આપીને તેને તૃપ્ત કરું છું !' નદી ને તળાવની આ વાત યાદ રાખવા જેવી છે. તમારું પુણ્ય ન હોય તો તે તમે ભોગવી નહીં શકો. કુદરતે ઘણું આપ્યું હોય પણ દાનમાં વાપરો નહીં, પોતે ભોગવો નહીં તો તે શા કામનું ? દાન કરવામાં પણ પુણ્ય જોઈએ. માટે સરોવર નહિ, સરિતા બનો. 5 એ દિવસ હેમચંદ્રાચાર્ય મહારાજ પાટણ પધાર્યા. રાજા કુમારપાળે ખૂબ શ્રદ્ધા અને ભક્તિથી ગુરુવર્યનું સામૈયું કર્યું. આચાર્યશ્રીના શરીર પર થીગડાવાળું ખાઈ.નું વસ્ત્ર હતું. ઉપાશ્રયમાં પ્રસંગોપાત્ત વિનમ્રભાવે કુમારપાળે ગુરુવર્યને કહ્યું. આપને મારા જેવા અનેકાનેક ભક્તો છે. સમાજના ઉપર આપનો અનન્ય ઉપકાર છે છતાં આપના શરીર ઉપર આવું જાડું થીગડાંવાળું વસ્ત્ર જોઈ અમને શરમ આવે છે. મને આજ્ઞા આપો, હું આપની સેવાનો લાભ ઉઠાવું.' આચાર્ય મહારાજે જવાબ આપ્યો...હે રાજન, હું થીગડાંવાળા કપડાં ચાર સાધન : ૨૨૧ Page #231 -------------------------------------------------------------------------- ________________ પહેરું એ તને ખટકે છે, પણ તારા સમાજના કેટલાક સાધર્મિક બંધુ, અન્ન અને વસ્ત્ર વગર ટળવળે છે, તેનો તે વિચાર કર્યો ?' જેમ શરીરમાં આત્મા બેઠો છે, ને આત્મા શરીરની સંભાળ રાખે છે, તેમ સમાજમાં આવા આત્મવાન માણસો જોઈએ, જે દાન ને ધર્મથી સમાજને સુખી રાખે. આજે સમાજ અને માણસો વચ્ચે અસમાનતાની દીવાલ ઊભી થઈ છે, જેને દૂર કરવાની જરૂર છે. આજે મુંબઈ જેવાં શહેરોમાં પચાસ રૂપિયા લઈ સુખ-સગવડ સાથે ખાવાનું આપનારી હોટલો મળશે, પણ તમને પ્રેમ-ભક્તિ કે સાધર્મિક બંધુનું સગપણ જોવાનું નહિ મળે. એક રોટલામાંથી અડધો રોટલો બીજાને ખવડાવવાની ભાવનાવાળાને જ, સ્વાભાવિક સુખ-શાંતિ ને આનંદનો અનુભવ થશે. શાલિભદ્રજીએ પૂર્વના રબારીના ભવમાં શું શું કર્યું હતું, એ વાત તમને ખબર જ હશે. દિવાળીનો દિવસ છે. ગામમાં સર્વત્ર આનંદ છે. છોકરાંઓ આનંદથી રમી રહ્યાં છે. સૌ ખાધેલી મીઠાઈ ગણાવી જાય છે. ત્યારે પેલો રબારીનો પુત્ર ખીર માટે રડી રહ્યો છે. એની મા બિચારી પુત્રનાં આંસુ જોઈને બેબાકળી થઈ જાય છે. આંસુ તો પથ્થરને પણ પિગળાવે. એટલે માતાનું હૃદય દ્રવી જાય તેમાં નવાઈ શું ? આડોશી-પાડોશીઓ માતાને સીધું આપી, રડતા બાળકને શાંત કરવા અને ખીર બનાવી આપવાનું કહે છે. પડોસમાંથી આવેલા આ ચોખા અને દૂધની ખીર બનાવી, માટીના વાસણમાં પીરસી, મા પાણી ભરવા જાય છે. માટીનું વાસણ છે, તેમાં ચોખા-સાકરથી બનેલી ખીર ઠંડી થાય છે. ગરમ ખીર જલદી ઠંડી થાય તો પેટમાં જાય, એ જ વિચાર બાળકના મનમાં ઘોળાયા જ કરે છે ત્યાં એને એક દૃશ્ય યાદ આવે છે. એના એક ભાઈબંધે એક દિવસ ગુરુ મહારાજને ઘરે આગ્રહ કરી લઈ જઈ, સુપાત્રમાં દાન આપી, આખો દિવસ અનુમોદનાના આનંદમાં વિતાવેલો. તે પ્રસંગ એને સાંભરી આવે છે. એને થાય છે : “મને પણ આજે એવા મુનિ મળે તો ! પણ મારું એવું ભાગ્ય ક્યાં છે ?” એના દિલમાં આમ દાનનો ઝરો ખળભળી ઊઠે છે, તે જ ક્ષણે એક ત્યાગી તપસ્વી મુનિરાજ માર્ગ ઉપરથી પસાર થાય છે. ભાવનાની કેવી પ્રબળ અસર ! એ રબારી બાળક ખીરને પડતી મૂકી, ભાવનાના આવેગમાં ઊભો થઈ એમની પાસે જાય છે અને એ ત્યાગી મુનિવર્યને ઘરે બોલાવી લાવે છે. ઉચ્ચ ૨૨૨ - ધર્મરત્નનાં અજવાળાં Page #232 -------------------------------------------------------------------------- ________________ ભાવનાથી મુનિના પાત્રમાં ખીર રેડી દે છે, અને આનંદથી એનું મન ભરાઈ જાય છે. તેનું મન આજે દિવાળી સફળ કર્યાનું મધુર ગીત ગાતું થઈ જાય છે. ત્યાં તો કામ પૂર્ણ કરી મા પાછી ઘરે આવે છે. ખીર બધી ખલાસ થયેલી જોઈ એને નવાઈ લાગે છે. બાળક પણ કેવું ગંભીર ! એના દાનની બડાઈ ન મારી. આ રબારી મરીને શાલિભદ્ર થાય છે ! દાન જેટલું ગુપ્ત થયેલું હશે, જેટલું સુયોગ્ય પાત્ર પડેલું હશે, જેટલું શુદ્ધ હશે, એટલે એ ચેતનાને ઊર્ધ્વગામી બનાવવામાં મદદરૂપ થશે. - અત્તરની બાટલીનું વિચારો. બાટલીનું ઢાકણું બંધ હોય ત્યાં સુધી એની સુવાસ દીર્ઘજીવી રહે છે, તેમ જ આ દાનનું ઝરણું જેટલું ગુપ્ત હશે તેટલું જ એ દીર્ઘ ફળ આપનારું બનશે. આજે તમે શાલિભદ્રજીની રિદ્ધિ માગો છો, અભયકુમારની બુદ્ધિ ઇચ્છો છો પણ શાલિભદ્રના દાનની ભાવનાને માગતા નથી. દાન આપ્યા વગર રિદ્ધિ ક્યાંથી મળવાની ? સ્ટીમના જોરથી સેંકડો ટન વજનની ગાડી ખેંચી જવાય છે ને ? ભાવનામાં આવી શક્તિ નથી એમ કોણ કહે છે ? પણ તે ભાવના, બળવાન, સંકલ્પમય હોવી જોઈએ. - લક્ષ્મી તમારા ઘરે આવી છે. તે દાનને માટે છે. દાનની સાથે અવાંતર રીતે ભોગ પણ આવી જાય છે; અને જો તમે એ બેઉમાં નહીં વાપરો તો એ લક્ષ્મીનો ત્રીજો માર્ગ – નાશ તો થવાનો જ છે. રબારી પાસે જેવી દાન આપવાની ભાવના હતી તેવી ભાવના માનવ પાસે આવે, તો બીજા અનેક શાલિભદ્રો આ ધરતી ઉપર અવશ્ય ઉત્પન્ન થાય જ અને તે પોતાના કુળને અને શાનને ઉજાળનારા બને. [] ચાર સાધન - ૨૨૩ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૫૩. વિધા સુકૃતથી ધન્ય બને કા ઈ કાલે આપણે “દાનાય લક્ષ્મી' ગ એ વિષય ઉપર વિચાર કર્યો. આજે સુકૃતાય વિદ્યા” ઉપર વિચાર કરવાનો છે. > કેળવણી શા માટે, ભણવાનો હેતુ શો છે, તેનો મુખ્યત્વે આજે વિચાર કરીશું. વિદ્યા સુકૃત માટે હોવી જોઈએ. અર્થાતું, - જીવન કેમ જીવવું એ એના દ્વારા જાણવાનું મળે. કેળવણી એટલે પાઠશાળા કે સ્કૂલમાં જઈ શિક્ષણ લેવું એટલું જ નહીં, પણ [ આત્મા અને શરીરનો વિવેક – તેનું નામ કેળવણી. સામાન્યત: આજે વ્યાવહારિક કેળવણીનો પ્રચાર એટલો થયો છે કે બી.એ. તો કંઈ હિસાબમાં જ નથી. મને બે યાદ છે કે ૨૦-૨૫ વર્ષ પૂર્વે, મેટ્રિક પાસ થયેલાઓનું પણ સ્થાન હતું અને બી.એ. ૧ થએલો તો સમાજમાં બહુ વિદ્વાન કહેવાતો. તે જ્યારે આજે તો એમ.એ.વાળાનેય નોકરી $ શોધવી પડે છે અને ધંધામાં કોઈ સ્થાન નથી. આમાં મેટ્રિકવાળાની તો ગણતરી જ શી ? ૨૨૪ : ધર્મરત્નનાં અજવાળાં Page #234 -------------------------------------------------------------------------- ________________ માતા-પિતાને એક અમર આશા હોય છે કે મારો પુત્ર વિદ્યા સંપાદન કરશે, તો તેનું જીવન સુંદર બનશે; એ સંસ્કારી અને સુખી બનશે, અને કુળ અજવાળશે. એક પિતાએ એના પુત્રને ઇંગ્લેંડ બૅરિસ્ટર થવા મોકલ્યો ત્યારે તેના બીજા મિત્રે કહ્યું : ‘કમાઈને એ બહુ પૈસા લાવશે.' તેના પિતા લક્ષ્મીના પૂજારી ન હતા; સંસ્કારી જીવનમાં માનતા હતા. તેમણે મિત્રને કહ્યું : ‘મારો પુત્ર હિન્દુસ્થાનના એક જ નિર્દોષ માણસને ય પણ છોડાવશે તો મારા વીશ હજારના ખર્ચને હું સફળ માનીશ. પૈસા તો વેશ્યા પણ મેળવી શકે. મારો પુત્ર એ માટે નહિ, પણ વિદ્યા માટે જાય છે. વિદ્યા ધનસંચય માટે નહિ, પણ મુક્તિ માટે હોવી જોઈએ.' જે સુકૃતને માર્ગે લઈ જાય, તેનું નામ વિદ્યા. જે વિદ્યા વિચારોમાં શુદ્ધિ ઊભી ન કરે, વિચારોને શુદ્ધ અને નિર્મળ ન બનાવે તે વિદ્યા નહીં, પણ માનવીના મગજ ઉપર લદાએલી ડિગ્રીઓ છે. જેમ દાન વગરની લક્ષ્મી આનંદ આપતી નથી, તેમ માનવીને સુકૃત વગરની વિદ્યા, સુખ-આનંદ કે શાંતિ આપતાં નથી. તમે જાણો છો ને કે દૂધની અંદર એકાદ તેજાબનું ટીપું પડી જાય તો તે દૂધ ફાટી જવાનું. પરંતુ ગુલાબના એસેન્સનું એક ટીપું નાખવાથી તે કોલ્ડ્રીંક બની જવાનું. એવા દૂધનું નામ પણ પલટાઈ જાય છે ! વધુ સુંદર બની જાય છે. કેળવણી પામ્યા પછી માનવીના મનમાં આ રીતે જો વિચારોની સુવાસ ન આવે, તો તેની મહત્તા કંઈ નથી. ભણેલો તો એ કે જેના મનમાં ખરાબ વાત ન આવે. શિક્ષિત એ કે જેના મુખમાંથી અસભ્ય, અસંસ્કારી શબ્દ ન નીકળે. જેમ જેમ વિદ્યા સંપાદન કરે તેમ તેમ સારા વિચારોનો જીવનમાં સંગ્રહ થતો જાય. જેની પાસે સત્ય ને સ્વાશ્રયી જીવન હોય, શુચિ ભાવના હોય, તેની પાસે ભણતર છે એમ કહેવાય. દરેક માબાપ ઇચ્છે છે કે અમારો પુત્ર કેળવાયેલો હોય. તેથી આગળ વધીને ચિંતકો કહે છે કે સંતાનોને અવશ્ય શિક્ષણ આપવું, પરંતુ તે ધ્યાન રાખવાનું છે કે ભણતર સાથે તેને બીજું પણ કંઈક આપવાનું હોય છે 1: તેનામાં સંયમ, સદાચાર, શિયળ ન હોય તો કેળવણી કંઈ કામની નથી. સુકૃતની કેળવણી પામેલ વિદ્યાર્થી, પોતાના ગુણો વડે માબાપની ગેરહાજરીમાં, તેને યાદ કરાવે તેવાં કામ કરે છે. ભગવાન મહાવીર સ્વામીને યાર સાધન છે ૨૨૫ Page #235 -------------------------------------------------------------------------- ________________ જ્યારે આપણે યાદ કરીએ છીએ ત્યારે, તેમનાં માતા-પિતા કોણ હતાં, એ પણ સહેજે યાદ આવી જાય છે. મા-બાપો સંતાનને ધનનો વારસો આપે છે, પરંતુ પૈસાનો વારસો આપવો કે ન આપવો તેની બહુ મહત્તા નથી. મહત્તા છે – સંસ્કારનો વારસો આપવામાં. કારણ કેળવણી વિનાનો કે અધ્યાત્મજ્ઞાન વિનાનો માનવી ક્યાં જઈ અટકશે એ કલ્પી શકાતું નથી. પહેલાંના જમાનાના માણસો થોડું ખપ પૂરતું ભણેલા હતા, છતાં એમનામાં છલ-પ્રપંચ જેવા દુર્ગુણો અલ્પ હતા. શાંતિથી જીવનરાજ્ય ચાલતું. પણ આજે જ્યારે શિક્ષણ વધ્યું છે, ત્યારે સુકૃતોનો, શાંતિનો તેમાં અભાવ છે. એટલા માટે જ કહું છું કે આજના શિક્ષણથી, ઘણું મળવા છતાં દુનિયાને ઓછું મળ્યું છે. ગાંધીજી યુરોપ જતા હતા. જતાં પહેલાં તેઓ મા પાસે આશીર્વાદ લેવા ગયા. પૂતળી બા એક સંસ્કારી માતા હતી. પુત્રને આશીર્વાદ આપતાં કહ્યું : તું પરદેશ ભણવા જાય તેમાં હું રાજી છું. પરંતુ પરદેશમાં ધર્મને કેમ પાળીશ એ મને સમજાવ.” આ સંસ્કારી માતા બાજુમાં રહેલા ઉપાશ્રયમાં ગાંધીજીને ગુરુમહારાજ પાસે લઈ ગઈ. એ જાણતી હતી કે વ્રતધારી ત્યાગી ગુરુઓ જે હિતશિક્ષા આપશે, તે ઘણી ઉપયોગી અને પ્રેરણાદાયી થશે. વ્રતધારી પાસે લીધેલી પ્રતિજ્ઞા, ધ્રુવતારકની જેમ એના જીવનમાં માર્ગદર્શક બની રહેશે. ગુરુ મહારાજે દારૂ ન પીવો, માંસ ન ખાવું અને પરદારાગમન ન કરવું – આ ત્રણ પ્રતિજ્ઞા આપી, મોટા મનથી શુભાશીર્વાદ આપ્યા. ગાંધીજીએ આ વાત પોતાની આત્મકથામાં પણ લખી છે. જૈન મુનિ પાસે લીધેલી આ પ્રતિજ્ઞા ગાંધીજીને વારંવાર યાદ આવતી, એટલું જ નહીં પણ ઘણી વાર એવાં પ્રલોભનો પણ જીવનમાં આવ્યાં હતાં. એનાથી જો એ ચલિત થઈ ગયા હોત તો હું ધારું છું કે એ મહાત્મા ગાંધી ન હોત, માત્ર મોહનદાસ જ હોત. આ બધો પ્રતાપ માતાએ આપેલા સંસ્કારનો છે. ધનની ધમાલમાં ને ધમાલમાં મા-બાપો આજે સંતાન માટે સંસ્કૃતિનો વિચાર કરતા અટકી ગયા છે, પરંતુ તેથી નુકસાન તમારા જ ઘરમાં છે. જે મહાપુરુષો થાય છે, જે સુપ્રસિદ્ધિ થયા છે, તે બધા વિદ્યાના પ્રતાપે થયા છે. વિદ્યા મેળવ્યા બાદ તેઓએ જીવનમાં એને ઉતારી છે, પચાવી જાણી છે. ૨૨૬ * ધર્મરત્નનાં અજવાળાં WWW.jainelibrary.org Page #236 -------------------------------------------------------------------------- ________________ લાખ રૂપિયા મળવા જેટલા સરળ છે, તેટલા એ પચાવવા કે વાપરવા સહેલ નથી. તમે મેળવેલા રૂપિયાનો પણ તમારે સરકારને જવાબ આપવો પડે છે ને ? તમે એને ગમે તેમ વાપરી ન શકો. વિદ્યાનું પણ એમ જ છે. જેટલું ભણ્યા હો તેટલું સારા માર્ગે કામ લાગે, તો સમજો કે એ સુકૃતનું છે. હાથમાં પેન લેતા તમારો આત્મા જો સાક્ષીપૂર્વક કહી શકે કે હું આ પેન વડે એવો અક્ષર નહીં લખું કે જેથી મારી સરસ્વતી લાજે; અક્ષર લખતાં લખતાં તો મારા જીવનને અ-ક્ષર એટલે કે શાશ્વત બનાવીશ, તો એ વિદ્યા સુંદર છે. બંગાળમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર નામે એક વિદ્વાન થઈ ગયા. કારણવશાત્ સ્ટેશન ઉપર કોઈની રાહ જોતા એ ઊભા હતા. એ જ વખતે ગાડીમાંથી એક યુવાન બનારસથી ભણીને ઘરે પાછો જવા ઊતર્યો. પાસે એક બૅગ હતી. પેલાએ ખાદીનાં જાડાં વસ્ત્રધારી ઈશ્વરચંદ્રજીને પૂછ્યું : “તમે મજૂર છો ?' જવાબ આપ્યા વગર તેમણે મૂંગા મોઢે બૅગ ઉપાડી લીધી. માર્ગો અને ગલીઓ વટાવતાં, એ યુવાનનું ઘર આવ્યું. યુવાને ઘરમાં બૅગ મુકાવી પૂછ્યું : “ભાઈ, કેટલા પૈસા આપું ?' જવાબમાં વિદ્યાસાગરે કહ્યું : હું આપનાં માતા-પિતાનાં દર્શન કરવા ઇચ્છું છું.” એટલામાં તો એના મોટાભાઈ અંદરથી દોડી આવ્યા. એમણે એમને ઓળખી લીધા અને વિનમ્રભાવે વિદ્યાસાગરને પગે પડી ક્ષમા માગી; પધારવાનું કારણ પૂછ્યું. મર્મમાં હસીને વિદ્યાસાગરે કહ્યું, “તમારા નાના ભાઈ એટલું બધું ભણીને આવ્યા છે કે તેના ભારના લીધે આ બૅગ પણ તે ઉપાડી ન શક્યા. જ્યારે મારી પાસે કંઈ નહીં એટલે હું એનો ભાર ઉપાડું તો એમને મદદરૂપ બને ને ?' યુવાન આ વાક્ય સાંભળી ખૂબ શરમાઈ ગયો ! એ તરત સમજી ગયો કે આ વ્યક્તિ બીજી કોઈ નહિ પણ બંગાળને કેળવણીથી ભરનાર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર છે. શરમાયેલ યુવાનની પીઠ ઉપર હાથ થાબડતાં વિદ્યાસાગરે કહ્યું : “તારે શરમાવાની જરૂર નથી. મારું મહેનતાણું એ જ કે આજથી તું સ્વાશ્રયી બનીશ તો હું માનીશ કે મને મારી મજૂરી મળી ગઈ છે.” આજે જગતમાં સારા વિચારો ઓછા થયા છે; વિજ્ઞાન વધ્યું છે; એરોપ્લેન ને જેટ વિમાનો શોધાયાં છે; પણ માણસમાં માણસાઈ ઓછી થતી જાય છે. આજે અમેરિકાના પ્રમુખ કેનેડીને એક ઝનૂની માનવીએ, પળવારમાં હતા ન હતા કરી દીધા. જો એ માનવીમાં સુકૃતપૂર્ણ વિદ્યા હોત તો આવું અઘટિત કામ એ કદી કરતા ? ચાર સાધન = ૨૨૭ Page #237 -------------------------------------------------------------------------- ________________ કેનેડી હંમેશાં કહેતા હતા કે હું નમ્ર છું, પરંતુ સત્યની લડત માટે તો હું અડોલ અને અફર છું. એમની પાસે વિદ્યા હતી, સત્તા હતી, સાથોસાથ માનવતા પણ હતી. એમણે આખી દુનિયા ઉપર અદ્વિતીય અસર ઊભી કરી હતી. આમ દેશનું ભલું કરવા જતાં આજે એ ખપી ગયા. એ ગયા પણ માનવતાનો અમર પમરાટ પાછળ મૂકતા ગયા ! આજે સંશોધન અને શોધખોળમાં જગત ઘણું આગળ વધી ગયું છે. પણ માનવી સવિચારોમાં કેટલો આગળ વધ્યો છે ? દશ વર્ષ પૂર્વે એ જ્યાં હતો, ત્યાંથી એ પાછળ છે; આગળ નહીં. એટલા જ માટે કહેવા દો કે આજનો માનવી સારા માણસોને જગતમાં રહેવા દેવા માગતો નથી. વિચારોમાં જ્યાં સુધી પશુતા છે ત્યાં સુધી તમે યાદ રાખજો, કે દુનિયાના સંશોધકોએ મહેનત કરી સર્જેલું કાર્ય, એક ગાંડો માનવી એક ક્ષણમાં ધૂળ ભેગું કરી નાખશે. આજે દુનિયામાં સારા માણસને પેદા કરવા કરતાં, તેવા માણસને ખોઈ નાખવા રમત રૂપ બની ગયું છે. ભણીને અશાંતિ ઊભી કરવી, કલહ ઊભો કરવો એ વિઘા નથી. શ્રી ઝીણા જેવા કેટલાક બૅરિસ્ટરો બુદ્ધિના ખાં હતા, પણ તેણે હિંદના બે ભાગ કર્યા. આમ એ જ બુદ્ધિ માનવજાતને અભિશાપ રૂપ બની ગઈ, અને એક ભૂમિનાં સંતાનો બે ભાગમાં વહેંચાઈને આજે લડી રહ્યાં છે ! વિદ્યાવાળો આત્મા નમ્ર હોય, ગુણવાન હોય. તેને થાય કે મને વિદ્યા મળી તો તેના પ્રકાશ વડે હું મારો રસ્તો કેમ શોધી લઉં ! આ પ્રકાશના પુંજથી, લોકોને અંધકારમાંથી પ્રકાશ તરફ કેમ દોરું ? નાનકડું કિરણ બની મારું જીવન ધન્ય કેમ બનાવું ? જ્યાં સુધી સૌ સારા નહીં થાય, ત્યાં સુધી જગત સારું નહીં થાય. જ્યાં સુધી આપણી ભાવનાઓ-વૃત્તિઓ-ઇચ્છાઓ ખરાબ હશે, ત્યાં સુધી સારાને જીવવા દેવાનું આપણને નહીં ગમે. વિઘાની પ્રાપ્તિ પાછળ સુકૃતની ભાવના હોય, તો આપોઆપ અધ્યાત્મની ભાવના જીવનમાં આવતી જાય. મારામાં આવી ભાવના છે. હું આમ ઇચ્છું છું, આમ જીવવા માગું છું, એ રીતની પ્રાર્થના અને કામના કરો. જ્યાં સુધી આવા ઉચ્ચ કોટિના સંવિચાર જીવનમાં ન આવે ત્યાં સુધી પથ્થર ઉપર પાણી જ સમજજો. એક મોટું બિલ્ડિંગ હોય; એમાં તમે બાજુ બાજુમાં રહેતા હો. તમે શાકાહારી ભોજન કરો, પેલો પાડોશી માંસાહારી હોય તો ગાળો દીધે કંઈ નહિ વળે. તે માટે તમારે તેનામાં સારો વિચારપ્રવાહ રેડવો પડશે, પ્રેમથી સમજાવવો ૨૨૮ - ધર્મરત્નનાં અજવાળાં Page #238 -------------------------------------------------------------------------- ________________ પડશે, યુક્તિઓથી એને ગળે એ વાત ઉતારવા પ્રયત્ન કરવો પડશે અને ધીરજ રાખી, તમારે આ કાર્યમાં આગળ વધવું પડશે. તો એક દિવસ એના પર તમારી અસર જરૂર થશે. પણ તમે કહો કે મારે શી પડી છે, મરશે. તો એની દુર્ગંધ રોજ તમને મળશે અને જતે દિવસે તમે નહિ તો તમારા છોકરાઓ ૫૨, એના આહારની અસર પડશે અને તમારા ઘરમાં એ પાપ પ્રવેશશે; માટે આંખમિંચામણાં કર્યો નહિ ચાલે. તમારે જગતમાં રહેવું છે તો આ પરિસ્થિતિ સમજવી પડશે. સારો વિચારક ને સારો લેખક, દુનિયાના પ્રવાહને પલટાવી શકે છે; સમાજને એ સારા વિચારો આપી મગજને ભરી નાખે છે. હું તો વિચારને સહી (હસ્તાક્ષર) સાથે સરખાવું છું. લાખ રૂપિયાનો ચેક લખેલો હોય, પણ તેમાં સહી કરી ન હોય તો ? એ કાગળની કિંમત કંઈ જ નથી. જે પેનથી એ અક્ષરો લખ્યા, એ પેનની પણ કિંમત કંઈ નથી. કિંમત તો એ ચેકમાં જે સહી કરે છે, તેની છે. એ સહી ન હોય તો બૅન્કવાળો ઊભા પણ રહેવા ન દે. આજે વિચારોની જરૂર છે. વિચારો સારા થાય તો માનવી સારું કામ કર્યા વગર રહેતો નથી. એક સારો વિચાર, હજારો માણસોનું મંથન કરે છે, અને અનેક શુભ ભાવનાઓ ઊભી કરે છે. શ્રી ટિળક વકીલાત કરતા હતા ત્યારની આ વાત છે. એક નવયૌવના તેમની પાસે અરજી લખાવવા આવી. અરજી લખાઈ ગઈ ને યૌવનાને આપી પણ દીધી. પરંતુ એમણે ન જોયું એ નવયૌવનાનું રૂપ કે સૌંદર્ય. પાસે બેઠેલા આસિસ્ટન્ટે પૂછ્યું : ‘આપે એ નવયૌવનાની સામે ઊંચું સરખું પણ કેમ ન જોયું ? શું શરમ આવી ?' ટિળકે જવાબ આપ્યો : ‘એ મારી પુત્રી સમાન હતી. હું તેનું રૂપ જોવા માટે આ નથી ભણ્યો.' આનું નામ તે સુકૃતવિદ્યા. આજે સડક ઉપર માણસો ગાંડાની જેમ જતા હોય છે. એ માને છે કે સારાં કપડાં પહે૨વાથી સમાજ અમને સુસંસ્કારી કહેશે. પરંતુ શર્ટ, પાટલૂન કે નેકટાઈમાં કાંઈ પડ્યું નથી. સદ્ગુણ-સદ્વિચાર અને સુસંસ્કાર જ માનવીનાં ખરાં ભૂષણ છે. બહારના દેખાવ ઉપરથી માણસનું માપ ન નીકળે. એક વાર હું ચાલ્યો જતો હતો. એક માણસ પક્ષીઓને દાણા નાખતો હતો અને સાથેસાથે વટેમાર્ગુઓને શાંતિથી જવા વિનંતી પણ કરતો હતો. મને થયું કે કેવો ભલો માણસ છે ! પણ પછી ખબર પડી કે એ પારધી હતો. એ માનવી ખરી રીતે ચાર સાધન : ૨૨૯ Page #239 -------------------------------------------------------------------------- ________________ પક્ષીઓને દાણા નાખવાની સાથે, પોતાની જાળમાં ફસાવવાની પણ ભાવના સેવતો હતો. તમે દુકાનમાં કોઈ ઘરાક મળવા આવે, તમે તેનો ભાવથી આદર-સત્કાર કરો; પરંતુ આ બધું ઘરાકના જ માથે ને ? પરોપકાર માટે તો નહિ ને ? માણસ સમાજની લોકકલ્યાણની પ્રવૃત્તિ કરે છે ત્યારે એક મિનિટ પણ સર્વ પ્રથમ પોતાના આત્માને એકાંતમાં લઈ જઈને પૂછે છે કે મારી પ્રવૃત્તિ પાછળ કઈ ભાવના છે ? કારણ, આપણે જ આપણા ન્યાયાધીશ બનવાનું છે; તે પછી બીજાના. આપણે આપણા વિચારના સંશોધક થવાનું છે, ક્રિયાના ચોકીદાર બનવાનું છે. એમ કરશું તો જ જાગૃતિ આવવાની. વ્યાખ્યાન કે સદ્દવિચાર તમને પલટાવતાં નથી પણ પલટાવવાના વિચાર આપે છે. જ્ઞાન કે વિદ્યા તમને તારતાં નથી, પણ તરવાની કળા શિખવાડે છે. તરવાનું તો છેવટ તમારે જ છે. બુદ્ધિ દ્વારા, સમજણ દ્વારા જીવમાત્ર સાથે મૈત્રી કરવાની છે. આપણી આંખ, મિત્રની આંખ જેવી હોવી જોઈએ. મિત્રના દોષ, મિત્ર ન કાઢે તો કોણ કાઢશે ? મિત્ર તો મા જેવો હોય; તેને મારો તોય મધુર લાગે. મિત્ર ભૂલ કરે તો આપણું હૈયું બળે. એ સુખી થાય તો આપણે સુખી થઈએ. આવી વિશાળ દૃષ્ટિ કેળવવા માટે જ સુકૃત વિદ્યાનું મહત્ત્વ છે. પ્રભુ વીર પાસે એવી અદ્ભુત આંખ હતી. એટલે જ તો પ્રભુએ ઇન્દ્રને કહીને, પોતાના પર આવતા ઉપસર્ગને દૂર કરાવ્યા નહીં કે પોતાને પરેશાન કરનારને શિક્ષા અપાવી નહીં. આવી કરુણાદષ્ટિ હતી, એટલે જ ચંડકૌશિક જેવો સર્ષ સુધર્યો. અર્જુનમાળી સાત માનવીની હત્યા કરનારો દુષ્ટ હતો; છતાં ભગવંત પાસે જ્યારે એ ગયો ત્યારે પ્રભુએ એ જ કહ્યું : “અર્જુન ! તેં તારી ઇન્દ્રિયોને બહેકાવી મૂકી છે. તેનું આ પરિણામ છે ! ઇન્દ્રિયોનો અતિ વ્યાપાર, વિનાશ સિવાય બીજું શું સર્જે ? માટે ઇન્દ્રિયોને ગોપવી. આત્મવિદ્યા પ્રાપ્ત કર.' વિદ્યા આમ આવાં સુંદર કાર્યો અર્થે જ છે. ૨૩૦ * ધર્મરત્નનાં અજવાળાં Page #240 -------------------------------------------------------------------------- ________________ ૫૪. ચિત્તન એ પરમ તત્ત્વના વિનિશ્ચય માટે છે યા બે દિવસમાં આપણે દાન અને ગ વિદ્યાનો વિચાર કર્યો. આજનો વિચાર ચિંતન-મનનનો છે. મહાપુરુષો કહે છે કે મનન કરે એ મનુષ્ય; પણ મનન શાનું કરવું ? આજે એ શોધવાનું છે. માણસ દરેક વસ્તુને ઇન્દ્રિયોથી જૂએ છે, વિવેકની આંખવાળા મનથી નહીં પણ વસ્તુને ચિન્તનના ચીપિયાથી જો પકડવામાં આવે તો જ એ ને બરાબર પકડાય. ઇન્દ્રિયો કેટલું અલ્પ જુએ છે ? પાણીના પ્યાલામાં આંખથી જૂઓ તો શું જ દેખાય ? એકે જીવ દેખાય ? પણ મેગ્નિફાઇંગ ગ્લાસથી જોશો તો હજારો જીવ દેખાશે. જે આંખ સાધન વિના જોઈ શકતી નથી, એ સાધનથી એને દેખાય; 0 અને સાધનથી પણ જે ન દેખાય, તે જ્ઞાનીને જ્ઞાનથી દેખાય. મહાપુરુષો કહે છે : ઇન્દ્રિયોથી મન સૂક્ષ્મ છે; પણ મનથીય ગૂં સૂક્ષ્મ જ્ઞાન છે. ચાર સાધન - ૨૩૧ Page #241 -------------------------------------------------------------------------- ________________ આજે મનુષ્યને પરમ તત્ત્વ પ્રાપ્ત કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. આવો સુઅવસર બીજે ક્યાંય નથી. પશુગતિમાં અજ્ઞાનતા છે, નર્કગતિમાં જીવોને દુ:ખ સહેવાનું છે, દેવગતિમાં વૈભવ-વિલાસ છે, જ્યારે મનુષ્યગતિમાં જ સાચી સમજણ દ્વારા વિકાસ કરવાનો છે. આ ચાર ગતિમાં મનુષ્યને વિચાર કરવાની તક છે. એણે પરબ્રહ્મની ચિંતા કરવાની છે, એને બદલે મનુષ્ય આજે પરમનિમ્નની જ ચિંતા કરવામાં પડી ગયો છે. જે લિફટ ઊંચે મહેલમાં લઈ જાય છે, તેના દ્વારા એ નીચે ખાડામાં જવા પ્રયત્ન કરે છે, જે પરબ્રહ્મ છે તે આખા વિશ્વના અણુએ અણુમાં છે. આત્મા ગયો. એટલે શરીર મડદું છે. માટે જ શરીરમાં જે ચૈતન્યનું તત્ત્વ છુપાયેલું છે, તેની ચિંતા કરો. આજનો મનુષ્ય ચાર વસ્તુની ચિંતા કરે છે : (૧) પૈસો, (૨) પ્યાર, (૩) પુત્ર-પુત્રીઓ અને (૪) પ્રસિદ્ધિ – આ ચારમાં જ તેનું મન રોકાયેલું છે. બીજું કોઈ ઉદાત્ત તત્ત્વ એની પાસે ન હોવાથી એ વધુ દુઃખી થાય છે; ચિંતાના બોજથી એ વધુ ને વધુ દબાતો જાય છે. ભગવાન પાસે, ગુરુ પાસે, જ્યાં એ જશે ત્યાં એ એની જ ચિંતા કરશે. આ મનની ટાંકીમાં જ્યાં સુધી સારા વિચારો નહીં પહોંચે, ત્યાં સુધી આવી ખોટી ચિંતા કરવાનુંય નહીં મટે. સાતમા નર્ક અહીંથી સીધી રીતે જનારા જો કોઈ જીવ હોય, તો તે એક મનુષ્ય અને બીજો તંદુલિકમચ્છ. અર્થાત્ મનુષ્ય જેમ ઊર્ધ્વગતિ પામવા ભાગ્યશાળી છે, તેમ અધોગતિ પામવા પણ કમનસીબ છે. જેવી મતિ તેવી ગતિ. જ્ઞાની પુરુષો કહે છે કે તમે તમારી જાતને એકાંતમાં બેસી ત્રણ પ્રશ્ન પૂછો. હું કોણ ? હું ક્યાંથી આવ્યો ? હું અહીંથી ક્યાં જવાનો ? આ ત્રણ પ્રશ્નોના વિચાર-મંથનથી તમને નવું જ માખણ મળશે. મનમાં ચિત્તનનો રવૈયો ચાલશે તો જીવનનું નવનીત મળ્યું સમજો. આજે કોઈ પોતાને પૂછતું નથી કે હું શું કરવા આ પ્રવૃત્તિ કરું છું ? શા માટે પ્રભુની પૂજા કરું છું ? હું શા માટે પ્રેમ કરું છું ? કોને પ્રેમ કરું છું ? શા માટે અતિથિ જમાડું છું ? વસ્તુપાલને સાધર્મિકો માટે કેટલો ભાવ હતો ! માટે જ તેને ત્યાં અનેક પવિત્ર આત્માઓ આવતા. જેની પાસે પવિત્ર ભાવના છે, ઉચ્ચ વિચારણા છે, જેના રોમેરોમમાં ઉલ્લાસ છે, તેની ક્રિયાઓ અને કાર્યો જીવંત અને ફળવંત બને છે. ૨૩૨ - ધર્મરત્નનાં અજવાળાં Page #242 -------------------------------------------------------------------------- ________________ પૂજા કર્યા પછી, તમને કોઈ દિવસ એમ થયું છે કે હે પ્રભુ ! આપની દૃષ્ટિ કેવી સમાન છે ! ફૂલ જેમ ડાબા કે જમણા હાથનો ભેદ રાખ્યા વિના, બંનેને સુવાસિત કરે છે, તેવી સમાન દૃષ્ટિ અમારામાં ક્યારે જાગશે ? પૂજા પાછળ આવું કોઈ મનન છે ? તમે કોઈને મળવા જાઓ. એને મળવાનું ન બને તો તમે કહો : “ફેર નિષ્ફળ ગયો.” એમ સામાયિક કર્યા પછી, થોડી પણ જીવનમાં સમતાની ઝાંખી ન થાય તો તમને લાગે છે કે સમય ગુમાવ્યો ? સામાયિકમાં આપણે રાગદ્વેષને સમતુલામાં મૂકવાના છે. સામાયિક પરબ્રહ્મની શોધ માટે છે; ઊંડાણમાં ઊતરવા માટે છે. તમે કહેશો : એકની વાત વારંવાર વિચારવાથી શું મળે ? પણ એ ન ભૂલતા કે મેંદીનાં પાન જરાક પીસવાથી તેનો રંગ ન આવે. એને તો શ્રમ લઈ જેમ પીસો તેમ રંગ આવે છે. દૂધમાં હાથ નાખો તો તમારા હાથમાં માખણ ન આવે. એ મેળવવા ખૂબ વલોણું કરવું પડે છે. પીપરને પણ ૬૪ પહોર સુધી પીસવામાં આવે તો જ તેમાં રહેલ ગુણધર્મ બહાર આવે છે. તો જ એ માત્રા અને રસૌષધિ બને. રંગ લાવવા માટે મેંદી પીસવી પડે; પીપરમાંથી સત્ત્વ કાઢવા ૬૪ પહોર સુધી ઘૂંટવી પડે; છાશમાંથી માખણ કાઢવા એ વલોવવી પડે; તો અમર આત્માની શોધ માટે કંઈ નહીં ? એ માટે ચિંતન, મનન કંઈ જ નહીં ? શંકરના લિંગ ઉપર સતત જળધારા પડે છે, તેમ માણસના મગજ પર જ્ઞાનરૂપી જળધારા ન પડે, તો અગ્નિશિખા પ્રજ્વલિત રહે. પછી એ જ્વાળા આંખ ને વચન, બધાં સાધનોને નુકસાન પહોંચાડે. માનવીમાં પશુતા લાવનાર, કષાય અને અજ્ઞાન છે; એટલે જેમ જેમ સારું સાંભળીએ, તેમ તેમ જીવનનું અજ્ઞાન અને અશુભ વૃત્તિઓ દૂર થાય છે. સાધના વિના ખાઈ-પીને જો મોક્ષ મળતો હોય તો બધાંને આનંદ થાય. ન સાધના, ન મૌન, ન સ્વાધ્યાય, ન એકાંતમાં ધ્યાન, ન તપ, ન ત્યાગ; આવો સસ્તો ધર્મ મળે તો કોને ન ગમે ? ભોગી જીવોએ તો ધર્મને પણ ભોગપ્રધાન બનાવવા પ્રયત્ન આદર્યો છે. તમને થતું હશે કે ટેલિફોન ઉપર વાતો કરતાં લાખો રૂપિયા ક્યાં નથી મળતા ? તો શું મોક્ષ પણ એમ ન મળે ? પણ લક્ષ્મી પૂર્વકૃત પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી મળે છે, જ્યારે મોક્ષ મેળવવા તમારે સર્વ કર્મનો ક્ષય કરવો પડશે. આ કર્મક્ષય માટે ધ્યાન અને ચિંતનની જરૂર છે. આજે વિસ્તાર વધ્યો છે, પણ ઊંડાણ નથી. ધર્મક્રિયાનો વિસ્તાર છે, પણ ચાર સાધન જ ૨૩૩ Page #243 -------------------------------------------------------------------------- ________________ ચિંતનનું ઊંડાણ નથી. પ્રવૃત્તિની પાછળ ખરી રીતે વિચારસરણી જ ભાગ ભજવે છે. મેંદીનાં પાન પહેલાં લીલાં હોય છે. પીસો પછી લાલ બને છે. દૂધમાં આમ જુઓ તો કંઈ ન દેખાય, પણ વલોણા પછી માખણ હાથે એવું ચોંટે કે સાબુથી પણ જાય નહીં. પીપર ખાઓ તો તમને કાંઈ ન થાય. પણ ચોસઠ પ્રહર ઘૂંટેલી ખાઓ, તો ગરમી ગરમી થઈ જાય છે. આ છે ચિંતન અને મનનનો મહિમા. સામાયિક એક આસન છે; એક આસને બેસીને જ થાય. એ સમય દરમિયાન, સામાયિકમાં શાંતપણે વિચારવાનું છે કે હું મુક્ત, બંધનમાં કેમ પડ્યો ? હું મુક્તિનો પ્રવાસી, અહીંનો વાસી કેમ થયો ? હું ક્યાં છું ? અહીં હું શું કરવા આવ્યો હતો અને શું કરી રહ્યો છું ? આ રીતે એકાંતમાં પરબ્રહ્મનો વિચાર કરવાનો છે. સંકુચિતતામાંથી વિશાળતામાં જવું, એનું જ નામ પરબ્રહ્મ. ‘મારી પત્ની’ ને ‘મારા પુત્ર’ને બદલે વિશ્વ આખું મારું છે. આ વિચાર વિશાળતા વિના ક્યાંથી આવે ? જે માણસ બંધનથી બંધાયો છે, તે છૂટો થવા માટે સર્વ પ્રથમ બંધનને ઢીલાં ક૨શે. પછી તેનો ત્યાગ કરી, તોડીને મુક્ત થશે. તેમ માણસ, વિષયકષાયનાં બંધનમાં બંધાયો છે. તેને શિથિલ ક૨વાને બદલે, એ તેને વધારે દૃઢ બનાવે છે ! ગમે તે બંધનો, અને વાતો મુક્ત થવાની કરીએ, તે કેમ ચાલે ? માટે વિચારો કે મુક્ત કેમ થઈશું ? એક માણસે એક પોપટને પાંજરામાં પૂરી રાખ્યો હતો. મેં તેના માલિકને પૂછ્યું : ‘તમે શા માટે આને પૂરી રાખ્યો છે ?' તેણે જવાબ ન આપતાં બારણું ખોલ્યું. પોપટ મુક્ત થયો. એ ઊડ્યો, પણ બંધનમાં જ સુખ માનનારો એ, ગગનમાં ચક્કર મારી, ફરી પાછો પાંજરામાં આવી ભરાઈ બેઠો. મને થયું : આપણે પણ એમાંના જ છીએ. આપણને પણ બંધનમાં પાંજરાં ગમે છે. એ પોપટ જન્મથી એવો ટેવાયો હતો કે ઉડાડો તો પણ પાછો પાંજરામાં જ બેસે. અનંતનો સ્વાભાવિક આનંદ માણવાનો એ ભૂલી ગયો છે. અહીં જ એણે પોતાનું સુખ માન્યું છે. આજે આપણા આત્માની દશા પણ આવી જ છે. જાત્રામાં જાય તો પણ ઘરનાં બંધન વગર એ રહી ન શકે. ઉપધાન કરે, પૌષધ કરે અથવા સામાયિક કરે, તો પણ ઘરનું વાતાવરણ એનાથી ન છૂટે. જે સ્થળે છૂટવાનું છે, છૂટવા માટે જઈએ છીએ, ત્યાં પણ બંધન ! તો પછી છૂટશો ક્યાં ? છૂટશો કેમ ? અનુકૂળ પુત્ર હોય, અનુકૂળ પત્ની હોય, અનુકૂળ શરીર હોય, અનુકૂળ મકાન હોય અને અનુકૂળ સંપત્તિ હોય તો એ તમારો મોક્ષ. પણ જ્ઞાનીઓ કહે ૨૩૪ : ધર્મરત્નનાં અજવાળાં Page #244 -------------------------------------------------------------------------- ________________ છે; “એ મોક્ષ નથી, પણ સુખનો ભ્રમ છે. સાધનનો ટેકો છે. સાધન ખસતાં, જ્યાં સુખ દેખાય છે, ત્યાં જ દુ:ખ દેખાશે. ઊંડાણથી વિચારશો તો જણાશે કે આ બહારનું સુખ જ દુ:ખનો જનક છે.” પાણીથી ટાંકી જેટલી ઊંચી હોય, એટલું ઊંચે પાણી ચઢે છે, એ તમે અનુભવ્યું છે. તેમ મનને, ઊંચા વિચારો વડે ઊંચું બનાવીએ તો મગજ સુધી સવિચાર પહોંચે. તન માટે નળનાં પાણી છે, જ્યારે મન માટે જ્ઞાનનાં પાણી છે. વાણી અને પાણી વિના કોઈ દિવસ પવિત્ર થવાતું નથી. દરેક ગામમાં જવા માટે રાજમાર્ગ-સડકો હોય છે. તેમ મોક્ષની સડક કઈ ? મોક્ષની સડક છે–સમ્યગ-દર્શન,-જ્ઞાન ને ચારિત્ર. દર્શન એટલે તત્ત્વનો પ્રથમ દૃષ્ટિએ સ્પર્શ. સ્પર્શની સાથે આત્મામાં દિવ્ય ઝણઝણાટી થાય છે. એવા આનંદનો અનુભવ થાય. એ પછી જ્ઞાન. જ્ઞાન એટલે તત્ત્વનું આત્તરદર્શન. વસ્તુનાં બધાં પાસાંઓનું જ્ઞાન. એ જ્ઞાનના, આનંદનો અનુભવ પછી, એ તત્ત્વનું આનંદ-સ્વરૂપે વ્યક્તિમાં સંક્રમણ થવું, તેનું નામ ચારિત્ર. નયસારની વાત ખૂબ પ્રસિદ્ધ છે. એ જંગલમાં લાકડાં કાપવાને ગયો હતો. બાર વાગ્યાના સમયે ખાવા માટે રોટલો કાઢે છે. ભૂખ તો એવી લાગી છે કે પથ્થર પણ પચી જાય. • ખાવાની વાત કરો તો બધાને ખાતાં આવડે છે. પણ એ જમાનાના માણસો ખાતાં પહેલા કંઈક વિચારતા હતા. શું વિચારતા હતા તે જુઓ. નવસારે વિચાર્યું – “આ જંગલમાં મને કોઈ અતિથિ મળે તો કેવું સારું ? એકલો ખાઉં, તેના કરતાં આ રોટલાને ભાંગવામાં બીજો કોઈ ભાગીદાર હોય તો ?' પહેલાંના માણસો માનતા કે ખાવું ખરું પણ થોડું બીજાને આપીને, ભાગ પાડીને ખાવું. નયસાર એ અવસ્થામાં જૈન નથી, પણ માનવ છે. માનવને છાજે એવો એ વિચાર કરે છે. બધી ઇમારતો આ માનવતાના પાયા ઉપર ઊભી થાય છે. ભલે પછી એને કોઈ ધર્મ કે સગુણ ન કહે ! આવા માનવમાં પછી આપોઆપ શ્રદ્ધા, શ્રવણ ને સંયમ આવે છે. કોને આપવું ? એ વખતે નયસારને જાતિ-દેશ કે ધર્મનું બંધન નહોતું. એની નજર એક મુનિવર ઉપર પડી. મુનિ સાર્થવાથી છૂટા-ભૂલા પડી ગયા છે. એ સંતને જોતાં જ, એની ચેતનામાં આનંદની ઝણઝણાટી થઈ. આમ તેને એ પ્રથમ ક્ષણે જ દર્શનનો સ્પર્શ થયો. જાણો છો, સભ્યતા શું છે ? નમન. મુનિને એ જુએ છે ને ચાર સાધન = ૨૩પ Page #245 -------------------------------------------------------------------------- ________________ ભક્તિભાવથી નમન કરે છે. ગુરુજનોને નમનારો, ભવિષ્યમાં આખા જગતને પોતાને ચરણે નમાવી શકે છે. જુઓને, વૃક્ષો નમે છે એટલે એ ખીલે છે. શું એકેન્દ્રિય એવા વૃક્ષોના ગુણ પણ માણસમાં નહિ રહે ? સન્મુખ જઈ તેણે કહ્યું, “મહારાજ, મને લાભ આપો.' આહાર, પાણી પતાવી શાંત થયા પછી પૂછ્યું : “મહારાજ, તમે આ અટવીમાં ક્યાંથી ? મહારાજે જવાબ આપ્યો : “હું સાથીઓથી છૂટો ભૂલો પડ્યો છું.” નવસારે કહ્યું : “મહારાજ, આ અટવી ભયંકર છે. આમાં જે ભૂલ્યા, તે જીવના ગયા. આ જંગલ વાઘ-સિંહ-હાથીઓથી ભરેલું છે. ચાલો, હું આપને આપના સાથી સાથે મેળવી આપું.” નયસાર ને મુનિ જંગલ વટાવતા જાય છે. મુનિએ જંગલના અંતે, પર્વતની ધારે એક નાનકડી કેડી ઉપર ઊભા રહી પૂછ્યું – “આ જંગલમાં ભૂલા પડેલાનું શું થાય ? ભૂલા પડેલાનો ભોગ વાઘ અને વરુ લે ને ? તેમ જીવનરૂપી જંગલમાં ભૂલા પડેલાઓને પણ ક્રોધ-માન-માયા-લોભરૂપી પશુઓ ચીરી ખાય છે.' જંગલમાં પડેલાને તો પંથ મળી પણ જાય, પણ જે જીવનમાં ભૂલા પડ્યા છે, તેમનું તો પૂછવું જ શું ? એમને કોણ સત્ય પંથ સમજાવે ? જીવનમાં ભૂલા પડેલાને તારવાની-ઉગારવાની આજે ખૂબ જરૂર છે. ધન ને મદની સત્તા પાછળ જે ભૂલા પડ્યા છે, તેઓને સત્ય કેડી બતાવવાની જરૂર છે. ધર્મની કોને જરૂર છે ? તે વાત પણ આ ઉપરના સંવાદથી સમજાશે. કારણ ગરીબ તો દુ:ખથી પણ કહેવાનો : “હે ભગવાન, હવે મને છોડાવ.” પણ શ્રીમંત ? મહારાજે કહ્યું : “હે નયસાર ! તેં મને જંગલમાંથી રસ્તો બતાવ્યો, પણ તને જીવનનો રસ્તો કોણ બતાવશે ? ભાઈ, જીવનનો માર્ગ દર્શન, જ્ઞાન અને ચારિત્ર છે.' એક સારો વિચાર મનમાં આવે તો એમાંથી અનેક સારા વિચાર જન્મે. પણ આજે સાચા વિચારનો જ દુકાળ છે. તેથી વિચારશૂન્ય પ્રવૃત્તિઓ વધતી જાય છે. આ ભારતદેશ, જે અહિંસા-ધર્મનો પૂજારી છે. ત્યાં આજે કતલખાનાં ને મસ્યઉદ્યોગ વધી રહ્યા છે. આજે એવો સમય આવતો જાય છે કે માનવી દેડકાંઓની પરદેશ નિકાસ કરી હૂંડિયામણ ઊભું કરવાની ધમાલમાં પડ્યો છે. જ્યાં મઘરથ અને શિબિરાજ જેવા રાજા હતા, જેમણે પારેવાં માટે પોતાના પ્રાણ આપવાની તૈયારી બતાવી હતી, કુમારપાળ જેવો જીવદયાપાલક રાજા હતો, જે મકોડા માટે પોતાની સુંવાળી ચામડી કાપી દેવા તૈયાર થયો ૨૩૬ - ધર્મરત્નનાં અજવાળાં Page #246 -------------------------------------------------------------------------- ________________ હતો. આવા અનેક આદર્શ રાજા જ્યાં વસ્યા હતા, તેની પ્રજા તો કેવી આદર્શ હોવી જોઈએ ! પણ આજે શી દશા છે ! એસેમ્બલીમાં આજે અદ્યતન કતલખાનાં ખોલવાની વિચારણા થાય છે. ખાદી પહેરેલાઓ એવી સભામાં જઈને તાળીઓ વગાડે છે; પણ યાદ રાખજો, તેમાંયે અહિંસાનું ખૂન થાય છે. જે સિદ્ધાંત ઉપર દેશ આઝાદ થયો તેની એમાં મશ્કરી છે, ઉપહાસ છે. પશ્ચિમના દેશોમાં વેજીટેરિયન સોસાયટીઓ સ્થપાય છે. વનસ્પતિઆહાર એ શુદ્ધ-સ્વચ્છ ને શાંતિદા છે, એમ તેઓ માને છે. જ્યારે અહીં ઉચ્ચ વિચારસરણી ધોવાતી-ભૂંસાતી જાય છે. આજે અન્યાય અને ભૌતિકવાદનો પવન ફૂંકાય છે. તે વાદમાં પ્રવેશેલો માનવી, એક સ્થળે બેસી મન કે ચિંતન કરવા તૈયાર નથી. ચિંતન વિનાના નેતાઓના નેતૃત્વમાં રહેલી આવતી કાલની પેઢીને, ભયંકર નુકસાન છે. સસલું ખૂબ સુંદર, ચપળ ને નાજુક પ્રાણી છે. એ ખૂબ દોડે છે, પણ જ્યારે એ નિર્ભય થવાની કક્ષાએ પહોંચે છે. ત્યારે જ એ આંખ બંધ કરીને બેસી જાય છે. એ માને છે કે મને હવે કોઈ જોતું નથી. પછી એવાને છેવટે શિકારી પકડી લે છે. માણસને પણ એ રીતે મોહનીય કર્મ ઝડપી લે છે. એના પંજામાંથી છૂટવા માટે સતત ચિંતન-મનનની આંખ ખુલ્લી રાખવી જોઈએ. ચિંતન કરવાથી એકની અસર બીજા ઉપર થાય છે. રેલવેના એક ડબ્બાને જો ધક્કો લાગશે, તો બધા ડબ્બાને લાગ્યા વગર નહીં રહે. મનને ધક્કો લાગ્યો એટલે સમજજો પાંચ ઇન્દ્રિયો ઉપર એની અસર થવાની જ. એટલા માટે મુનિએ નયસારને કહ્યું : “તમે શાંતિથી વિચારો. જીવનની અટવીમાં ભૂલા પડેલાનું શું થાય ?” પછી મુનિ તેને “નમો અરિહંતાણ' પદનું મહત્ત્વ સમજાવે છે. આમ એ જીવને, તત્ત્વના સ્પર્શ સાથે અનુભવનો પરમ આનંદ થાય છે. તે વધારે કાંઈ જાણતો નથી, પણ કાંઈક સારું છે, તેટલું તો જાણે જ છે. સૂર્યોદય પહેલાં અરુણોદય થાય, તેમ જ્ઞાન પહેલાં દર્શન થાય છે. દિવ્ય જીવનની આવી ઝાંખી થયા પછી આત્માને બીજું જીવન જ નહીં ગમે. માજે સમાજમાં કોઈને બ્લડપ્રેશર છે; કોઈને હાઈપ્રેશર, તો કોઈને લો પ્રેશર આવ્યાં છે. રહેવા માટે જગ્યા ને પહેરવા માટે વસ્ત્ર જોઈએ. તે માટે માણસ આટલો હેરાન થાય છે. આ બધું શા માટે, તેનો સાચો ખ્યાલ કોઈને નથી. થોડીક વાર શાંત થઈને વિચાર કરો તો તમને જીવનનું સાચું મૂલ્યાંકન ચાર સાધન = ૨૩૭ Page #247 -------------------------------------------------------------------------- ________________ સમજાશે. મનમાં મંથન કરો, તો સાધના વિના, તન પણ તત્ત્વહીન લાગશે. મન ઘણું ચંચળ છે. એ ફાવે તેમ વિચાર્યા કરે છે. એક રાજા ફરવા માટે બગીચામાં ગયો. ત્યાં જઈ એણે આરામ કર્યો, પરંતુ સામેથી કોઈ રાજા સૈન્ય લઈ આવી રહ્યો છે, તેમ તેને જણાયું, અને એના મનમાં તરત એવો વિચાર ઉદ્ભવ્યો : ‘એ મારા પર ચઢાઈ કરે તો પહેલાં હું જ તેને મારી નાંખું !' અને પછી તો પૂછવું જ શું ! એનું મન મારવા અને કાપવાના કામે લાગી ગયું. એણે મનથી યુદ્ધ આદર્યું. આમ મનમાં ને મનમાં એણે બધી પાપની ઘટમાળ ઘડી કાઢી. જેનું મન હાથમાં છે, તેના હાથમાં આખું જગત છે. મહાવી૨ પ્રભુ મનને જીતવા નીકળ્યા. સાડાબાર વર્ષ સુધી તપસ્યા કરી તેમણે મનને સાધ્યું. સામેથી આવી રહેલા રાજાએ જોયું તો ગામનો રાજા બગીચામાં બેઠો છે, એટલે તેણે વિનયથી પ્રણામ કરી કહ્યું : ‘હું દૂરની જાત્રાએ નીકળ્યો છું. આપ અહીં જ મળ્યા એ સારું થયું. ‘હું આપને વિનંતી કરવા જ આવતો હતો. આપ પણ મારી સાથે જાત્રા કરવા પધારી મને લાભ આપો.' આ રાજાને થયું : હાશ ! આ શત્રુ નથી, જાત્રાળુ છે. પણ જોવાની ખૂબી તો એ છે કે એક જાત્રા કરવા જાય છે, તો બીજો એને મારવાનો વિચાર કરે છે ! જગતમાં માણસો આમ વગર વિચારે જ, મગજમાં શાંતિ લાવવાને બદલે અશાંતિ સ્થાપે છે. ચિંતકો કહે છે : હે માનવી ! શત્રુ છે તે પણ તું જ છે; મિત્ર છે તે પણ તું જ છે. જેવાં ચશ્માં પહેરશો તેવું તમને દેખાશે. દૃષ્ટિ તેવી સૃષ્ટિ. ‘તત્ત્વસિ’ મને આ પ્રસંગે કવિ દલપતરામ ને નાટ્યકાર ડાહ્યાભાઈનો પ્રસંગ યાદ આવે છે. એક કવિ છે, તો બીજા નાટ્યકાર. બન્ને સ્વતંત્ર છાપામાં લખતા. માણસજાત ઘણી ઈર્ષાળુ. ઈર્ષાથી ડાહ્યાભાઈ પોતાના છાપામાં લખે છે : દલપતરામ તો ‘એકલી સ્ત્રીઓ ગાય તેવાં જોડકણાં જ લખે છે. તેમાં શું તત્ત્વ છે ?' જ્યારે કવિ દલપતે એ લખ્યું ‘ડાહ્યાભાઈ તો આખો દિવસ ભવની ભવાઈ જ લખે છે ! એ નાટક નહિ, ભવાઈ છે !' એક દિવસની વાત છે. અમદાવાદમાં પર્યુષણના દિવસો હતા. સ્થળે સ્થળે સાધુમહારાજે પ્રવચનો આપતા હતા. અચાનક એક ત્યાગી મુનિરાજનું પ્રવચન સાંભળવા, ડાહ્યાભાઈ જઈ ચડયા. ત્યાગીઓ પાસે શું હોય ? ત્યાગની વાતો. એ દિવસે ‘િિત્ત મે સર્વો ભૂલ્ડ્સ' એ વિષય ઉપર વ્યાખ્યાન આપતાં મુનિવર્યે કહ્યું : ‘મનના વસ્ત્ર ઉપર ૨૩૮ : ધર્મરત્નનાં અજવાળાં Page #248 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીનો રંગ ન લાગે તો આ જીવન ગંદું-મેલું-અપવિત્ર બની રહે. પછી ભલે એ માનવ, મહા વિદ્વાન પણ કેમ ન હોય ! નાટ્યકાર ડાહ્યાભાઈ, એ જમાનામાં એક શ્રેષ્ઠ ગણાતા સ્નાતક ને નાટ્યકાર. તેમને થયું, હું નાટક લખું છું, સંસ્કારી વાતો કરું છું, પણ મારા પત્રમાં સરસ્વતીને શરમ આવે તેવાં લખાણ, કવિ દલપતભાઈ માટે લખાય છે ! મારા મનના પડદા ઉપર એના માટે કેટલાં વેરઝેર ભર્યા છે ? મારે મારું મન ધોવું જોઈએ. વ્યાખ્યાન પૂરું થયું, પણ પેલો વિચાર ન અટક્યો. એ ગયા સીધા કવિના ઘર તરફ. કવિ હીંચકા પર બેઠા બેઠા સોપારી ખાતા હતા. તેમણે દૂરથી જોયું તો ડાહ્યાભાઈ ગલીમાં આવી રહ્યા છે ! થોડી વારમાં તો ડાહ્યાભાઈ, કવિ દલપતભાઈના ઘરનાં પગથિયાં ચઢતા થયા. કવિને ક્ષણભર તો ભ્રમ થયો. મારો શત્રુ મારે બારણે ! દીવાથી દીવો પ્રગટે એમ, માનવતાના બેઉના અંતરમાં દીપક પ્રગટ થયા. ઘણાં વર્ષે શત્રુઓની આંખો, મિત્ર થવા માટે ભેગી થઈ. બંને હીંચકા ઉપર બેઠા. ડાહ્યાભાઈએ વાત મૂકી – “ભાઈ, હું તમને એક વાત કરવા આવ્યો છું. રણક્ષેત્ર પર જ્યારે યુદ્ધ બંધ થવાનું હોય ત્યારે સમરાંગણમાં એક ઝંડી ઊભી કરાય છે, તે ઝંડી સફેદ હોય છે. આ વાત સાચી છે ?' કવિને, આ વાત કેવું રૂપાંતર લેશે એની કલ્પના ન આવી. ટૂંકમાં તેમણે કહ્યું “હા, વાત સાચી છે.' ડાહ્યાભાઈએ પાઘડી ઉતારીને સફેદ ઝંડી “ચોટી બતાવતાં કહ્યું : “કવિરાજ, આ ઝંડી આપણા માથે કુદરતે ઊભી કરી. હજુ આપણે વાયુદ્ધ, કર્યા કરીશું ?' આ ટૂંકા વાક્ય કવિના દિલને હલાવી નાખ્યું. કવિને ખ્યાલ આવી ગયો. એ ઊભા થયા. ડાહ્યાભાઈને ભેટી પડ્યા. આંખ ભીની થઈ. તેના મોઢામાંથી શબ્દો સરી પડ્યા : “તમે કેટલા મહાન ! ક્ષમા માગવા માટે મારા દ્વારે આવ્યા ? ખરેખર, તમે જીવનના સાચા નાટ્યકાર છો !' શત્ર મટી ક્ષણમાં બેઉ મિત્ર બન્યા. એ જ કલમ જે વર્ષો સુધી વિરુદ્ધ લખતી હતી, તે હવે સારું લખવા લાગી. પછી તો જીવ્યા ત્યાં સુધી એકબીજા, એકબીજા માટે સારું જ લખતા ગયા. આનું કારણ – જિત પરબ્રા विनिश्चयाय । દૃષ્ટિ પલટાઈ જાય તો જીવન પલટાયું સમજો. સમાજમાં પણ દષ્ટિ ચાર સાધન = ૨૩૯ Page #249 -------------------------------------------------------------------------- ________________ પલટાઈ જાય તો નવ્ય દૃષ્ટિ આવે. એટલે વસ્તુનું હાર્દ સમજવા માટે સાચું જ્ઞાન જોઈએ. આમ પહેલો વિચાર દર્શન, બીજો જ્ઞાન અને ત્રીજો ચારિત્ર. કાળચક્રનો વિચાર કરો તો આ જીવન, બિન્દુ સમાન લાગશે. મોક્ષસુખનો વિચાર કરો તો દૈવી સુખો પણ તૃણ સમાન લાગશે. મનનપૂર્ણ સવિચા૨, માનવીના આચારને સુધારે છે. આચાર જીવનમાં રહેલા અનાચારને દૂર કરે છે. માટે જ ચિંતન કરો તો પરબ્રહ્મનું કરો. કારણ, આ આત્માને પરબ્રહ્મનું પદ પ્રાપ્ત કર્યા વિના ક્યાંય સુખ મળનાર નથી ! ૨૪૦ ધર્મરત્નનાં અજવાળાં ' 12 Page #250 -------------------------------------------------------------------------- ________________ ૫૫. વાણી પરોપકાર માટે હો ! જે આપણે ભાષાનો વિચાર કરીએ આ હીએ. ભાષા, એ માનવીની અપૂર્વ સિદ્ધિ છે. માણસના મનના ભાવોનું એ વાહન છે. ભક્તિ અને ભાવ; સ્નેહ અને સૌહાર્દૂભાષાના માધ્યમ દ્વારા વ્યક્ત થાય + છે, અંદર ઘૂંટાતું તત્ત્વ, આ ભાષા દ્વારા જ બહાર પ્રગટ થાય છે. આ ભાષા માણસ અને પશુ બન્નેને મળી છે, પણ માણસની ભાષાનો અનુવાદ બૂ બીજી ભાષામાં થઈ શકે છે. અંગ્રેજ અંગ્રેજીમાં બોલે છે, તો તેનો અનુવાદ ગુજરાતીમાં થઈ શકે; ભારતવાસી હિન્દીમાં હું બોલે તો એનો અનુવાદ અંગ્રેજીમાં થઈ શકે. પણ કૂતરાની ભાષાનો અનવાદ - બિલાડાની ભાષામાં થાય ? આ રીતે માણસની ભાષા, પશુની ભાષાથી વિશિષ્ટ ને છે. પણ એથીય વધારે મહત્તા તો એ છે જે કે માણસની ભાષા, કોઈકના વિકાસ અને જે પ્રેરણાનું પ્રબળ સાધન બની શકે છે, અને આ જ ભાષાનો વિવેક વિના ઉપયોગ થાય ચાર સાધન - ર૪૧ Page #251 -------------------------------------------------------------------------- ________________ તો કંઈકના ઉદ્વેગ, પતન અને વિનાશનું નિમિત્ત પણ બની બેસે છે. માટે આપણે વિચાર કરવાનો છે કે ભાષા કેમ વાપરવી ? તમે જાણો છો કે સારી અને કીમતી વસ્તુ ઉપર ચોકી હોય, પહેરો હોય; આ ભાષા પર પણ તેમ જ છે. બત્રીશ તો દાંત રૂપી જેના ચોકિયાત છે અને બે હોઠ રૂપ જેની આસપાસ કિલ્લા છે, એવી જીભમાં ભાષા છે. ભાષા કેવા રક્ષણ નીચે છે ! કાંટો, વીંછી કે સર્પ જે ન કરી શકે તે આ ભાષા કરી શકે છે. સર્પનું ઝેર ઉતારી શકાય, પણ જીભના ડંખનું ઝેર કાતિલ છે. આ ઝેર તો ભવોભવ ચાલે. એટલે મહાપુરુષો કહે છે કે પરોપકાર માટે વચનનો વ્યવહાર કરજો ! વિવેકી કરતાં, અવિવેકી માણસો ઘણા છે. તે એવું બોલે કે આપણને સાંભળતાં પણ શરમ આવે. એ પણ માણસ છે, છતાં એમના મગજમાં આવી ખરાબ વાતો કેમ આવી ? એમની વાણીમાંથી આવા ખરાબ શબ્દો કેમ ઝર્યા ? તે જરા વિચારો. જીભ તો પવિત્ર વસ્તુ છે. એના પર પ્રભુનું નામ રમે. મા સરસ્વતી એના પર વાસ કરે, અને બ્રાહ્મીનું જ્યાંથી અવતરણ થાય છે એ જ જીભ, આજે કેવી રીતે લોકો વાપરી રહ્યા છે, તેનો શાંતિથી વિચાર કરીએ તો લાગે, કે માણસો જ વાણીના વ્યવહાર વખતે, વિવેકને અને વિચારને વીસરી જાય છે. તમારી જીભથી તમે તમારું ને પારકાનું ઘણું ભલું કરી શકો છો. આ જીભ વડે સારું ખાઈ શકાય છે, સારું પી શકાય છે ને સારું બોલી પણ શકાય છે. જેવા માણસના સંસ્કાર ! એક દિવસની વાત છે. ઇંગ્લેન્ડથી ખાસ હોશિયાર એક એલચીને હિન્દુસ્તાન મોકલવામાં આવ્યો હતો. અહીં આવી તેણે એ જ કામ કરવાનું હતું, કે હિન્દુસ્તાનના રાજાઓ કેવા છે ? રાજનીતિ કેવી છે ? તેઓમાં સમજણ કેટલી છે ? આ બધું જાણીને એણે ત્યાં જઈ હેવાલ રજૂ કરવો. અહીં આવીને એ સીધો લખનૌના દરબારમાં બેઠો. એની અંગ્રેજી ભાષા રાજવી જાણતો ન હતો. રાજવીની ભાષા, અંગ્રેજ જાણતો ન હતો; એટલે વચ્ચે દુભાષિયો રાખવામાં આવ્યો. તે અંગ્રેજીનું ઉર્દૂ કહે, ને ઉર્દૂનું અંગ્રેજી કહે. એ જમાનાના નવાબો નાચમાં, મુજરામાં, નૃત્ય ને મહેફિલોમાં મસ્ત હતા. તેઓને પોતાના રાજ્યની કે પ્રજાની ચિંતા ન હતી. બધુંય કામકાજ રાજ્યના મંત્રીઓ કરી લેતા. નવાબે ઇંગ્લેન્ડના એલચીને પ્રશ્ન કર્યો : “તમારા રાજાને બેગમો કેટલી છે ?” દુભાષિયો રાજનીતિમાં નિપુણ હતો. તેણે વિચાર્યું કે જો આ પ્રમાણે ૨૪૨ જ ધર્મરત્નનાં અજવાળાં Page #252 -------------------------------------------------------------------------- ________________ હું અંગ્રેજને પ્રશ્ન પૂછીશ તો તેને લાગશે કે આ નવાબો એકલી ભોગની જ વાતો કરે છે. એટલે દુભાષિયાએ ફે૨વીને પૂછ્યું : “આપની કૅબિનેટમાં કેટલા સભ્યો બેસે છે ?’’ ૨૧૨ એલચીએ જવાબ આપ્યો ૨૧૨. દુભાષિયાએ નવાબને કહ્યું : બૅગમો છે. પછી નવાબે પુછાવ્યું કે તેના શાહજાદા કેટલા છે ? એનું ભાષાંતર કરીને દુભાષિયાએ પૂછ્યું : “તમારી કેબિનેટમાં મેમ્બરોને કેટલું ભથ્થું મળે છે ? ચૂંટણી તમે કેવી રીતે કરો છો ?'' નવાબે આમ એલચીને વાતોમાં બંગલા કેટલા, કૂતરા કેટલા અને મહેફિલ કરવાનાં સ્થાનો કેટલાં ? આ જ વાતો પૂછી. તેના જીવનમાં ભારોભાર વિકાર અને વિલાસ હતો. જ્યારે તેનો અનુવાદ કરી રાજનીતિજ્ઞ દુભાષિયાએ રાજ્યનું વ્યવસ્થાતંત્ર કેવું છે ? કર તમે કેટલો લો છો ? આમ આખી વાત ફેરવીને એલચીને પૂછી. આ વાર્તાલાપથી એલચીને થયું કે હિન્દુસ્તાનના રાજાઓ ભલે કંઈ ન જાણે, પણ રાજનીતિમાં આપણાથી ઊતરે એવા નબળા નથી. આવો પ્રભાવ જે પડ્યો, તે વિશિષ્ટ વાણીથી પડ્યો. ઘરમાં ઘી બરાબર વાપરો તો તેની રસોઈ સારી બને, પણ ઘીને ૧૦૮ વાર ધુઓ તો એ ઝેર બને. તમારા વચનમાં કટાક્ષ હોય, કટુતા હોય, બડાઈ મારવાની ને બીજાને ઉતારી પાડવાની ભાવના હોય તો તે ડંખ રૂપ જ નીવડે ને ? આપણે સામા માણસનું માન જળવાય તેવું, ઓછું પણ ગૌ૨વતાભર્યું વચન બોલવું જોઈએ. અહંકારથી માણસ શોભતો નથી, અલંકારથી શોભે છે. માનવીના આ અલંકાર એટલે પરોપકારી વચનો. માણસમાં રહેલા આત્માને માન આપતાં શીખવું જોઈએ. શી ખબર કે અહીં નીચે બેઠેલો આત્મા પણ આવતી કાલે ઉચ્ચ ગતિએ જનારો હોય ! શિષ્યા હોવા છતાં મૃગાવતી, ચંદનબાળા કરતાં પહેલાં કેવળજ્ઞાન પામે છે. તાપસો, ગૌતમસ્વામી કરતાં પ્રથમ કેવળી બને છે. જેમ મોટરમાં સારી બ્રેક હોય, તો અકસ્માત થતો બચે છે, તેમ વાણી પર બ્રેક હોવી જોઈએ. બોલવાનું ઘણું મન થઈ જાય, ત્યારે એને કહેવું : ‘થોડા સમય માટે તું ચૂપ થઈ જા.' આત્માની શક્તિ, આંકડાથી નથી માપી શકાતી. આપણે છદ્મસ્થ છીએ. માણસ-ભૂલને પાત્ર છે, એ ભૂલને સુધારવા માટે વાણીને પવિત્ર રાખો. એના ચાર સાધન : ૨૪૩ Page #253 -------------------------------------------------------------------------- ________________ માટે આપણે ત્યાં માફી, ક્ષમા ને મિચ્છામિ દુક્કડં વપરાય છે. ઇતિહાસના પાનાં વાંચતાં કે સાંભળતાં તમે એવું ક્યાંય જાયું છે કે મૌનથી ક્યાંય ઝઘડો થયો હોય ? લોકો કહે છે કે મહાભારતનું યુદ્ધ જુગારમાંથી ઊભું થયું, પણ હું તમને યાદ આપવા માગું છું કે બોલતાં આવડ્યું નહીં, એટલે એ ઊભું થયું ! - દુર્યોધન ઉતાવળથી મહેલમાં પ્રવેશ કરે છે. સામે બારણું છે એમ કલ્પી, એ અંદર જવા જાય છે, ત્યાં એ કાચ સાથે અથડાઈ પડે છે. જે દરવાજો કપ્યો, એ કાચ હતો. તેમાં બારણાનું પ્રતિબિંબ હતું. આમ એ ભ્રમથી અથડાઈ પડે છે. તે પાછો ફરે છે. દ્રૌપદી, સામે ઝરૂખામાં ઊભી છે. તે આ બનાવ જોઈને હસી પડે છે, અને વ્યંગમાં કહે છે : “આંધળાના દીકરા પણ આંધળા જ હોય ને ?' દુર્યોધનને થાય છે, આ તો દ્રૌપદી દ્વારા મારું અને મારા વડીલોનું અપમાન થયું ! માણસ જીવનભર પોતાના અપમાનને યાદ રાખે છે. માણસ મરે છે, ત્યારે પણ એ અપમાનને યાદ કરતો કરતો મરે છે. આમ તેનું વેર પરંપરાએ પણ બંધાય છે. ઈ. સ. ૧૯૧૮માં જર્મનીને જો ગુલામ ન બનાવ્યું હોત, તો હિટલર ન પાકત. હિટલર એ અપમાનની ખેતીનો પાક છે, વેરનું પરિણામ છે. સામાને નમાવીને સમાધાન ન કરતા. તેમાં તમે જીત્યા એમ માનો છો, પણ યાદ રાખજો કે, કોઈને પાડીને તમે ઊભા નહીં રહી શકો. તમારાથી બીજો કોઈ બળવાન નીકળશે, ને એ તમને પાડશે. એટલે પ્રભુ મહાવીર કહે છે : પ્રેમના વારિથી ક્રોધને ધુઓ – ૩પસન ઢોરમ્ ! દ્રોપદીના શબ્દથી વેરનાં બીજ વવાય છે ને તેમાંથી મહાભારત નીપજે છે. અપમાન એ ડંખ છે. તે સહેલાઈથી પિગળતો નથી. વેર લઈને જ એ શાંત થશે. એ તો આત્માને, કઠોર પથ્થર જેવો બનાવે છે. દુર્યોધનના કપાળમાં ચોટ લાગી છે. એ એણે સહી લીધી, પણ દિલમાં લાગેલા વાણીનાં તીર એ સહી ન શક્યો. એણે ત્યાં જ મનમાં સંકલ્પ કર્યો – “મને આંધળાને દીકરો કહે છે, તેને નિર્વસ્ત્ર ન કરું તો હું દુર્યોધન નહીં ! ભગવાનને ચંડકૌશિક ડંખ મારે છે. શરીરમાંથી ધારા વહે છે. જવાબમાં પ્રભુ ઉગ્ર બનતા નથી. વાણીના પ્રહારો કરતાં નથી. શાંતિથી “બુઝ બુઝ” કહે છે. ભગવાન સર્પને પ્રતિબોધવા, શાંત કરવા અમૃતવાણી વરસાવે છે. ત્યારે તે માથું નમાવી, શરણું સ્વીકારી, જીવન માટે અણસણ લે છે. ૨૪૪ ક ધર્મરત્નનાં અજવાળાં Page #254 -------------------------------------------------------------------------- ________________ તમારા જેવા જ એ અવસરે હોય, તો કહેશે : “દીકરા, ક્યાં ગયું હવે તારું બળ ? જોયું ને, લોહીને બદલે અહીં દૂધ વહે છે !” શબ્દોમાં જાદુ છે : એ ઝેર પણ છે, અને અમૃત પણ છે. શત્રુને પણ મિત્ર બનાવી શકાય છે. શ્રાવકનું લક્ષણ કર્યું ? જે રોજ સાંભળે તે શ્રાવક. તે સમજણ ને શ્રદ્ધાપૂર્વક સાંભળે છે. કારણ – સાંભળનારને સમજણ આવે છે; સાચું ભાન થાય છે. આત્મા ભૂખ્યો છે. તેને ખોરાકની જરૂર છે. તે ખોરાક મળે ક્યાંથી ? વાણીમાંથી. વાણી તો આત્મા સારો. માણસની માણસાઈને સમૃદ્ધિથી માપવામાં આવતી નથી; મપાય તો તે દિલથી જ મપાશે. કોઈને હલકો ન પાડો. અપમાન કોઈનું કોઈ દિવસ ન કરો. નહિ તો માણસની રાખમાંથી આગ ભભૂકી ઊઠશે; એમાંથી અવાજ નીકળશે : આણે મારું અપમાન કર્યું છે ! પાંડવો વનમાં ગયા. શ્રીકૃષ્ણ દુર્યોધનને સમજાવવા ગયા; “તું વધુ નહીં તો પાંચ ગામ પાંડવોને આપ. હું તને ધર્મ સમજાવવા આવ્યો છું.” એમણે ઘણી સુંદર વાતો કહી, પણ તેણે એ ન સાંભળી. દુર્યોધને કહ્યું : “આપનું બધું તત્ત્વજ્ઞાન હું સાંભળીશ, પણ આ તકે નહીં. આપની વાત સુંદર છે. પણ ધર્મનો ઉપદેશ સાંભળવાનો આ અવસર નથી.' આપ ધર્મની વાત કરો છો. હું મૂર્ખ છું, એવું પણ કાંઈ માનશો નહીં, આ બધું સારી રીતે જાણું છું, પણ તેને હું સ્વીકારી શકતો નથી; તેના માર્ગે જઈ શકતો નથી. એક સ્ત્રીની લાજ લેવી એ ભયંકર અધર્મ છે, એ હું જાણતો નથી, એવું પણ કાંઈ નથી. પણ મને દુ:ખ છે કે એવા અધર્મના માર્ગથી હું પાછો વાળી શકતો નથી.” તેના હૃદયમાં દેવત્વ નહોતું પણ વેરભાવ હતો. દેવત્વ હોત તો ક્ષમાને માર્ગે દોરાત, પણ તેના હૃદયમાં દેવને બદલે દૈત્ય છે. નહીં તો આવું થાય? દુર્યોધન કહે : “હું આપનો ધર્મ સાંભળું છું, પણ મારું અંતર સાંભળતું નથી. ખરી રીતે તો, હું આ માર્ગે જવા પણ માગતો નથી. પણ મારું તનમન-એ માર્ગે મને ઘસડી જાય છે' આ ઉપરથી વિચારો કે આ બધું કોણ કરાવે છે ? પેલા કટુ શબ્દો ! શબ્દ ઉચ્ચારતી વખતે કાંઈ વિચાર ન કર્યો, એટલે આખો રણસંગ્રામ ઊભો થયો. વાણીમાં જેટલી તાકાત છે એટલી અણુબોમ્બમાં નથી. મંત્ર એ શું છે ? મંત્રથી દેવતાને અહીં પૃથ્વી પર બોલાવાય છે. તે દેવતાઓ કઈ શક્તિથી અહીં આવે છે ? તે મંત્રશક્તિથી આવે છે. મંત્ર એટલે શબ્દ. શબ્દમાં અદશ્ય તાકાત પડેલી છે. ચાર સાધન છે ૨૪૫ Page #255 -------------------------------------------------------------------------- ________________ કૂતરો નજીક આવતો હોય તો હડ હડ કરો તો તરત એ ભાગી જશે. એમ માણસને કહો : ‘પધારો શેઠ' તો તે જરૂર આવવાનો. પણ જમાડ્યા પછી કહો કે તમારા જેવા બેકારો અહીં ઘણા આવે છે; જમાડવા પડે એટલે જમાડીએ છીએ; આટલાં અશિષ્ટ વચનોથી સારામાં સારું ખાધેલું પણ બળીને ભસ્મ થઈ જાય છે. જ્યારે એક ગરીબ, સૂકો રોટલો આપીને કહે ‘તમારા જેવા મહાપુરુષનાં પગલાં અમારા જેવા ગરીબના ઘ૨માં ક્યાંથી ?' તો જમનાર પર કેવી અસર થાય ? શબ્દોનો કેવો જાદુઈ પ્રભાવ છે ! મને એક દૃશ્ય યાદ આવે છે. એક ભિખારી બહુ જ વૃદ્ધ અવસ્થાએ ભીખ માગતો હતો, તે રસ્તામાં લાંબો હાથ કરી ઊભો હતો. તેને માગતાં આવડતું હતું, પણ એ બોલ્યા વિના જે મળે તેથી એ સંતોષ માનતો. માર્ગ પરથી અનેક જતા. કોઈ જોયા કરતા, કોઈ હાંસી કરતા. કોઈ પૈસો બે પૈસા આપતા. કોઈ ટીકા પણ કરતા. માણસની જાત ઘણી વિચિત્ર છે. માણસ કંઈ ન કરી શકે, તો ટીકા તો કરી શકે. જે લોકો કંઈ નથી કરતા, તે બેઠા બેઠા આ કામ સરસ રીતે કરતા હોય છે ! આ વૃદ્ધ ભિક્ષુક પાસે થઈને, એક સજ્જન પસાર થયો. તેને કંઈક આપવાની ભાવના થઈ. ખિસ્સામાં હાથ નાખ્યો. કાંઈ ન મળ્યું. બધાં ખિસ્સામાં જોઈ લીધાં. કાંઈ ન મળ્યું. પાકીટ ઘેર રહી ગયું હતું. તે સજ્જનને આપવું હતું, પણ આપી ન શક્યો. મનમાં દુઃખ થયું. તેણે ભિખારીને સહાનુભૂતિભર્યા મીઠા શબ્દોમાં કહ્યું : “દાદા, આજ ખિસ્સું ખાલી છે. દિલ છે, પણ દ્રવ્ય નથી, શું કરું ? મારા ઘરે આવશો ? વૃદ્ધે જવાબ આપ્યો : ‘ભાઈ, ઘણા ઘણું આપે છે. પણ એના કરતાં તમે તો ઘણું ઘણું મને આપ્યું છે. તમે જે સ્નેહભરી સહાનુભૂતિ બતાવી તે મારે મન ઘણું છે. ધન ઘણા આપે છે, પણ મન કોઈ આપતું નથી. સ્નેહનો શબ્દ કોઈના મોંએથી સાંભળ્યો નથી. આજે તમે મને એ સાચા સ્નેહભીના શબ્દો આપ્યા છે !'' અને એ વૃદ્ધની આંખના ખૂણે એક આંસુ ઝૂલી રહ્યું. માણસ માણસને મળે ત્યારે વાતો દ્વારા વિચારનો વિનિમય થવો જોઈએ. તેને બદલે એકબીજાની નિંદા અને કાપવાનું શરૂ કરે તે શું યોગ્ય છે ? માનવી પાસે શબ્દનું શસ્ત્ર છે પણ તેનો સદુપયોગ નથી. જો એનો સદુપયોગ થાય તો આ સંસાર સ્વર્ગ બને; આ ઉજ્જડ જીવન નંદનવન બને. કે વાણીથી પરોપકાર થાય તો બોલો, અન્યથા મૌન જ્ઞાનીઓ કહે છે ૨૪૬ : ધર્મરત્નનાં અજવાળાં Page #256 -------------------------------------------------------------------------- ________________ રહો. ન બોલતાં આવડે તો મૌન રહેવું એ સુજ્ઞનું કર્તવ્ય છે. માટે જ ત્રણે લોકરૂપી ભાલમાં, તિલક સમાન થવા ચોથું સાધન વાણી કહ્યું છે. વાણી એ માણસનું ભૂષણ છે. આ આભૂષણથી માણસ શોભે છે. આના દ્વારા એ ઘણાને સહાયક બની શકે છે; ઘણાને શાતા આપી શકે છે; ઘણાને પ્રેરણા આપી શકે છે. વાણી દ્વારા એ ઊંચામાં ઊંચા સ્થાને પહોંચી શકે છે. માટે વાણીને વિચારીને વિવેકના વસ્ત્રથી ગાળીને વાપરવી. તમારી પાસે વિદ્યા ઓછી હશે તો ચાલશે, પણ વિવેક ઓછો હશે તે નહિ ચાલે. ધન ઓછું હશે તો ચાલશે પણ વાણી ઓછી હશે તે નહિ ચાલે. આપણા માટે આ શ્લોકમાં એ જ કહ્યું છે : માનવી પાસે દાન માટેની લક્ષ્મી હો; સુકૃત માટે વિદ્યા હો; પરબ્રહ્મ માટે ચિંતા હો; અને પરોપકાર માટે વાણી હો. આ ચાર ભેટ જે માનવી પાસે છે – હશે એ માણસ ત્રણે ભુવનમાં તિલક સમાન ગણાશે.* * (મરીન ડ્રાઇવ પર ર -૧૧- ૬૩ થી ૨૭-૧૧-૩.૩ સુધી આપેલ મનનીય પ્રવચન.) ચાર સાધન * ૨૪૭ Page #257 -------------------------------------------------------------------------- ________________ શાંતિનગર જેકબ સર્કલ પર વસતાં ભાઈબહેનોએ, દશેરાના તા. ૨૯-૯-૬૩ના દિવસે પૂજ્ય મુનિશ્રી ચન્દ્રપ્રભસાગરજી (ચિત્રભાનુ) મહારાજનું એક પ્રવચન ‘માનવધર્મ'' પર ગોઠવ્યું હતું. એ વિશાળ મંડપમાં હજારોની માનવમેદની સમક્ષ આપેલ પ્રવચનની પ્રેરણાથી ઘણાય મહારાષ્ટ્રિયન ભાઈ-બહેનોએ દારૂ, માંસની પ્રતિજ્ઞા લીધી હતી. પ્રવચનનો સાર અહીં રજૂ કરીએ છીએ. ૫૬. માનવધર્મ દુ નિયામાં ધર્મો ઘણા છે પણ માનવધર્મ એક છે. જૈન હો કે બૌદ્ધ હો, હિન્દુ હો કે મુસલમાન હો, શીખ હો કે ખ્રિસ્તી હો, પણ હકીકતમાં સૌ માનવ છે. માનવ એ મુખ્ય નામ છે; બાકી બધાં અહીં વિશેષણ છે. આજે વિશેષણો એટલાં મહત્ત્વનાં બની ગયાં છે, કે મૂળ નામ ગૌણ બન્યું છે, અરે ! ભુલાતું જાય છે. માનવ, એ બધાં વિશેષણોથી મુક્ત ૨૪૮ * ધર્મરત્નનાં અજવાળાં Page #258 -------------------------------------------------------------------------- ________________ થઈને પોતાનો વિચાર કરે, તો એને ખ્યાલ આવે કે પોતાનો ધર્મ શો છે ? તમે કુદરતમાં જોશો તો જણાશે કે દરેક ચેતન વસ્તુને કે જડ વસ્તુને, પોતાનો ધર્મ છે; પોતાનો સ્વભાવ છે. અગ્નિ ઉષ્મા આપે છે. ફૂલ સુગંધ આપે છે. શેરડી મીઠો રસ આપે છે. ધૂપ વાતાવરણ સ્વસ્થ કરે છે. આમ પ્રકૃતિ પોતાનો ધર્મ બજાવે છે. વિષમ અને વિકટ પરિસ્થિતિમાં પણ એ પોતાનો ધર્મ નહી છોડે ! ચંદનને બાળો તો પણ સુવાસ જ આપે છે ને ? શેરડીને કોલુમાં પીસો તોય મીઠો રસ જ આપે છે ને ? એ પોતાના સુંદર સ્વભાવને કેવાં અનુરૂપ હોય છે ? પોતાનો ધર્મ છોડવો, એટલે તો પોતાના અસ્તિત્વને ગુમાવવું. આજે માનવ પોતાનો આ ધર્મ ભૂલી ગયો છે. એક કવિએ આજના માનવતા-ભૂલેલા માનવ માટે ઠીક જ લખ્યું છે : ખીલીને ફૂલ બીજાને સુવાસ આપે છે, દીપક બળીને બીજાને ઉજાસ આપે છે; ફકત છે માનવી એવો – આ આખી દુનિયામાં; જે પોતે જીવવા, બીજાને ત્રાસ આપે છે.” માનવ પોતે મહાન છે, પણ એ પોતાને જ્યારે ભૂલી જાય છે ત્યારે યુદ્ધ, કલહ, કંકાસ અને કજિયા કરી, જીવનને એક યાતના બનાવી મૂકે છે. આવા માનવીને એની મૂળ યાદ તાજી કરાવવા, મહાપુરુષોએ તહેવાર અને પર્વ નક્કી કર્યા છે. જેમકે, આજે દશેરા છે. લોકો રામ-રાવણની કથા આજે યાદ કરવાના. સીતાના સતની કથા સંભારી, પ્રેરણા મેળવવાનાં. સત્ય દ્વારા થયેલા રામના વિજયની ગૌરવગાથા સંભારી, સત્યના અને શિયળના માર્ગે આગળ વધવાની પ્રતિજ્ઞા લેવાના. નવપદના આ દિવસોમાં, શ્રીપાલચરિત્ર માણસને સજ્જન અને દુર્જનનો ભેદ બતાવે છે. ધવળશેઠની દુર્જનતા પર શ્રીપાલની સજ્જનતાનો અપૂર્વ વિજય થયો, તે પ્રાગું ઐતિહાસિક પ્રસંગ યાદ કરાવી, માણસને એ સજ્જનતાના માર્ગે દોરે છે. પર્વ એ માણસને જગાડનાર એક એલાર્મ છે. ઘણા કહે છે : પ્રકૃતિ તો જડ છે. તમે જડની ઉપમા કેમ આપો છો ? પણ પ્રકૃતિમાં કેવી વ્યવસ્થા અને કરામત છે, તે વિચાર્યું છે ? સૂર્ય કેવો નિયમિત ઊગે છે ? એ કાંઈ તમારી પ્રાર્થનાની પ્રતીક્ષા નથી કરતો. સમય થતાં એ આકાશમાં દેખાયો જ હોય, સાગરમાં ભરતી અને ઓટ પણ કેવાં નિયમિત આવે છે ! અરે, આ ઘડિયાળ પણ કેવું સમયસર એલાર્મ વગાડે છે. ચાર સાધન એ ૨૪૯ Page #259 -------------------------------------------------------------------------- ________________ માણસ ઊંઘી જાય છે પણ એ ન ચૂકે. ચેતનવંત માણસને, આ જડ એલાર્મ ઊંઘમાંથી જગાડે છે ! આવી રીતે, પર્વ પણ એલાર્મની જેમ, માણસને યાદ અપાવે છે કે તારો ધર્મ શો છે ? માણસ જો પોતાનો ધર્મ સમજે, તો એ મિત્ર છે; ન સમજે તો એ દુશ્મન છે; વહેમનો પડછાયો છે. એક ધર્મશાળામાં બે માણસ સાથે રાતવાસો રહ્યા, બંને બાજુબાજુમાં ગાદલાં નાખીને સૂતા, બંનેના ખિસ્સામાં પૈસા છે. એકને થાય છે. : ‘આ કડકો છે.’ બીજાને થાય છે ‘પેલો કડકો છે.' એ તો સર્વ સામાન્ય છે કે જેની પાસે ધન હોય, તે સામાને નિર્ધન પણ માને ને કદીક ચોર પણ માને. બંને સાથે સૂતા પણ અવિશ્વાસને લીધે એકેયને ઊંઘ ન આવી. સવાર પડી. કોકે પૂછ્યું ત્યારે એમણે કહ્યું : ‘અમે બંને સાથે રહ્યા, સાથે ઊંઘ્યા,' તત્ત્વચિંતક તો પૂછશે કે સાથે ઊંઘ્યા કે સાથે જાગ્યા ? સાથે સાથે રહ્યા કે દૂર દૂર રહ્યા ? એમની વચ્ચે તો અવિશ્વાસની તોતિંગ દીવાલ હતી; ત્યાં સાથે ક્યાં રહ્યા ? આજે માણસની સ્થિતિ આ છે. ઉપરથી એ માણસ છે, પણ અંદર તો અનાદિકાળથી ચાલી આવતી પશુતા જ હજુ એનામાં બેઠી છે. ક્રોધ કરે છે, ત્યારે માણસ કેવો દેખાય છે ? લાલ લાલ ડોળા કાઢતો, આવેશના ફૂંફાડા મારતો અને વાણીમાંથી વિષ વર્ષાવતો માણસ સર્પના સંસ્કાર નથી સૂચવતો ? આ વળગેલી પશુતાને માણસે ટાળવાની છે અને તે માટે પોતાનો ધર્મ વિચારવાનો છે. પોતાના સ્વરૂપના વિચાર વિના, સ્વત્વ આવે તેમ નથી, અને પરત્વ ટળે તેમ નથી. વિચાર કરતાં, સ્વધર્મ સમજાય. માણસનો ધર્મ શો ? પહેલો નિયમ તે મૈત્રી, અગર નિઃસ્વાર્થ પ્રેમ. માણસમાં અને પશુમાં અહીં ભેદ તરત જણાઈ આવે. ઉત્તમ માણસ નિ:સ્વાર્થ પ્રેમ કરી શકે છે, પશુ તે નહિ કરી શકે. કૂતરું માલિકને ચાહે છે. માલિક આવે ત્યારે નાચે, કૂદે, પેટ બતાવે, પગ ચાટે, કારણ કે માલિક તેને રોટલો આપે છે. પણ તે જ કૂતરું બીજા અજાણ્યા માણસને જોઈ ભસવાનું. જ્યારે માણસ નિ:સ્વાર્થ ભાવે, પ્રેમને માટે જ પ્રેમ કરે છે. તમારે મુંબઈથી બેંગ્લોર જવાનું હોય, તમારી પાસે ભાતું હોય, ભૂખ લાગે ત્યારે સુખડીનો ડબો ખોલી ખાવા બેસો ત્યારે પાટિયા પર જે સહપ્રવાસીઓ હોય તેને આમંત્રણ આપીને, ધરીને કહો છો ને કે ભાઈ, કંઈક લેશો ? આમ બોલવા, પાછળ તમારો માનવપ્રેમ છુપાયેલો છે. પ્રેમ તો હાથ લંબાવે છે. પોતાના માટે બનાવેલી સુખડી બીજાને ધરવાની એ ઉદારતા બતાવે છે. આપ્યા વિના ખાય તો માણસનું દિલ ડંખે. આમ પ્રેમ-મૈત્રી આગળ વધતાં, ૨૫૦ ધર્મરત્નનાં અજવાળાં Page #260 -------------------------------------------------------------------------- ________________ વધારે નિર્મળ અને શુદ્ધ બને છે. સંતોનો પ્રેમ જોયો ? એમને માણસ ગમે તેમ સંભળાવે તોય તે અનુકંપાથી કહે છે : “બરાબર છે. તું હજુ નાનું બાળક છે. બાળકને વિવેક ન હોય; એ તો ધૂળ પણ મોંમાં નાખે. પણ મા એને ધૂળ ખાતો બચાવે છે. એ એને ઝૂંટવીને લઈ લે છે. તું બાળક છે એટલે આ ધૂળ જેવા શબ્દો તું મોંમાં ભરે છે. તેને બચાવવો જોઈએ.” આમ સંતો સહન કરીને પણ જગતને શાંતિ અને શીતળતા આપે છે. માણસ જેમ પોતાની જાતને જોતો થાય તેમ તે વધારે અને વધારે ઉદાર અને ઊંચો થતો જાય. પૈસાદાર, પૈસા કમાય છે ત્યારે કેવો કઠોર હોય છે ! પણ એની માનવતા જાગે છે ત્યારે એ હજારોની અને લાખોની સખાવત કરે છે ને ? સામાન્ય માણસો, જે પાયધુનીથી અહીં સુધી પગપાળા ચાલીને આવે છે, તે પણ ભૂખ્યાને જોઈ પાવલી આપી દેવાના. જે પોતાની સગવડ માટે નથી ખર્ચતા, તે બીજાને આપે છે. માનવતા જાગે ત્યારે આવા સગુણો આવે અને થયેલી ભૂલો પર પશ્ચાત્તાપ થાય. આંખમાંથી આંસુ ટપકે અને સુધરવાની વૃત્તિ જાગે. કલકત્તામાં સ્વરૂપ નામે એક સુખી માણસ હતો. તે સંગના કારણે મદિરાના વ્યસનમાં લપેટાઈ ગયો. પછી તો દારૂ વિના એને ચાલે જ નહિ. દારૂ એના જીવનનું મુખ્ય અંગ થઈ ગયું. એક દિવસ વર્ષોમાં એના બંગલાના કંપાઉન્ડની દીવાલમાં મોટું ગાબડું પડ્યું. એણે કડિયાને બોલાવ્યા અને કહ્યું : “તમારે આજે જ આ ગાબડું પૂરવાનું છે.” કડિયો કહે : “આજ તો હું વચનથી બીજે બંધાયેલો છું. કાલે આવીશ.” સ્વરૂપ કહે “ખરેખર, તું કાલે આવીશ ? ફરી નહિ જાય ?" કડિયાએ સરળ પણ સચોટ ઉત્તર વાળ્યો : સાહેબ, શું આપ મને દારૂડિયો ધારો છો ? હું દારૂ નથી પીતો કે બોલીને ફરી જાઉં કે ભૂલી જાઉં...” કડિયો તો ગયો પણ સ્વરૂપ એવા શબ્દો સાંભળી વિચાર કરતો થઈ ગયો. અરે, દારૂડિયાની આટલી હલકી છાપ ! એક કડિયાથી પણ હું હલકો ? શું વ્યસનને કારણે માણસ આટલો નીચો ઊતરી જાય છે ? – અને એ અંદર ગયો. દારૂની ઊંચામાં ઊંચી કીમતી બાટલીઓ હતી તે લાવીને ગટરમાં ફેંકી દીધી ! એ જ ક્ષણે એના મનમાં પ્રસન્નતાની એક લહેરખી આવી. એ હળવો હળવો થઈ ગયો. વ્યસનમુક્તિનો આ આનંદ છે. માણસ પાપથી જ્યારે પાછો વળે છે ત્યારે જે સુખ એ અનુભવે છે, તે અપૂર્વ છે, કારણ કે તે પોતાના સહજ સ્વભાવ તરફ વળે છે; મળ અને મેલથી મુક્ત થાય છે. ચાર સાધન - ૨૫૧ Page #261 -------------------------------------------------------------------------- ________________ સારામાં સારી વસ્તુ પણ આસપાસના વાતાવરણને લીધે ખરાબમાં ખરાબ પણ દેખાય. પારદર્શક સ્ફટિકની પાછળ કાળી વસ્તુ પડી હોય તો એ સ્ફટિક, શ્વેત શુભ્ર હોવા છતાં કાળું દેખાય. માણસ પણ વાતાવરણ અને સંયોગોના લીધે આવો બને છે. બીડી કે દારૂ પીનારને પૂછો. આ ટેવ જન્મથી સાથે લઈને આવ્યા છો કે ? ખરાબ વસ્તુ એકદમ નથી કરી શકાતી. એ માટે ધીરે ધીરે ટેવ પાડવી પડે છે. મારા દૂરના એક કાકા હતા. હું નાનો હતો ત્યારે એમની પાસે બેસતો, રમતો. એક દિવસ કહે : “બેટા, અહીં આવ. ચાલ જોરથી એક દમ લગાવ જોઈએ.' એમ કહી એણે મારા મોંમાં બીડી મૂકી. મેં દમ માર્યો. શું કહું ? ગુંગળાઈ ગયો, ગળું અને મગજ ભરાઈ ગયાં; દમ નીકળી ગયો, આંખમાં પાણી આવ્યાં. ખાંસી જ ખાંસી. કાકા ગભરાયા. મેં કહ્યું : “કાકા, બિસ્કિટ કે ચોકલેટ આપવાને બદલે આ દમ મારવાનું તમે શું કહ્યું ? આજે ઘણાને હું વ્યસનમાં મગ્ન જોઉં છું ત્યારે મને મારા એ કાકા યાદ આવે છે. જેણે પણ બીડી કે સિગારેટ પીવાની શરૂઆત કરી હશે તેની દશા પહેલાં તો મારા જેવી જ હશે ને ! ધીમે ધીમે માણસ એ ખરાબ વસ્તુઓથી ટેવાઈ જાય છે. પછી તેને તે વસ્તુ વગર ચાલતું નથી. આવી કુટેવની ટેવ પાડ્યા વિના એકદમ કાંઈ ખરાબ ન થવાય. ગાળથી ટેવાયેલા માણસો, અલ્પવિરામ અને પૂર્ણવિરામની જેમ હલકા શબ્દો વાપરતા હોય છે. પણ સારા માણસને એવો શબ્દ સ્વપ્ને પણ મોમાં નહિ આવે, એને તમે પૈસા આપશો તો પણ એ એવા શબ્દને નહિ ઉચ્ચારે. એને એવો શબ્દ ઉચ્ચારતાં લજ્જા આવશે. કળિયુગ, ધર્મરાજ પાસે આવ્યો અને પૂછ્યું : “હું ક્યાં જાઉં ? મારે માટે જગ્યા ક્યાંય નહીં ?'' ધર્મરાજાએ કહ્યું : “તું ત્યાં જઈને રહે જ્યાં જુગાર હોય, ચોરી હોય, અત્યાચાર હોય, દારૂ હોય.' કળિયુગ કહે : “દારૂ, જુગાર, ચોરી અને અત્યાચાર બધાં જ એક ઠેકાણે ભેગાં થાય તે કેમ ખબર પડે ?'' ધર્મરાજા કહે : “જ્યાં તને પૈસો દેખાય, ધનનો ઢગલો દેખાય, ત્યાં આ ચારે વસ્તુ હશે.'' કળિયુગ કહે : “બધા પૈસાદારોને ત્યાં આ ચારે હોય ?” ધર્મરાજા “ઊભો રહે. જરા સમજ, નહીં તો ભૂલ કરીશ. જે ઘરમાં ધર્મ હોય, સાધુ અને સંતનું નામ હોય, સદાચારની પૂજા હોય ત્યાં પૈસો હોય તોય આ ચારમાંનું એકે નહીં હોય.'' પૈસો ખરાબ છે, પણ ધર્મ અને નીતિથી એ શુદ્ધ બને છે. પૈસો આવે સાથે દુર્જન આવે; ધીમેધીમે દુર્જનના સંગની ટેવથી માણસ ખરાબ થતો જાય. આ ખરાબીને રોકવાનો એક જ માર્ગ છે. સજ્જન સંગે કહે : ૨૫૨ ધર્મરત્નનાં અજવાળાં Page #262 -------------------------------------------------------------------------- ________________ સત્સંગ વધારી આત્મનિરીક્ષણ તરફ વળો. તમે તમને, અને તમારા કામને જોતા થાઓ, પૂછતા રહો કે, હું માનવ છું તો આજે મેં માનવને શોભે તેવું શું કર્યું ? તમારે ખુદને આ પ્રશ્ન પૂછવાનો છે. ખુદ એટલે ખુદા - આ ખુદ તેનું જ નામ ખુદા. ખુદને સમજે તે આત્મા ખુદા છે. ખુદ પોતાને જોનારો, બીજાની સારી વસ્તુ જોઈ રાજી રાજી થવાનો. એનું મન મૈત્રીથી છલોછલ ભરેલું રહેવાનું. એની આંખમાંથી અમી ટપકવાનું. આજે લોકો કેવા માનસના થતા જાય છે. સુખીને જોઈને બળ્યા કરે. કહે : “કાલે અહીં રખડતો હતો, નોકરી કરતો હતો, આજે મોટરમાં જાય છે.' આ બળતરા શા માટે ? આમ દુ:ખી થવાથી કાંઈ વળતું નથી. સુખીને જોઈ આમ થાય અને દુ:ખીના પ્રત્યે તિરસ્કાર કરે. આ જમાનાનું એ માનસ છે. આજે નિંદા કેટલી વધી ગઈ છે ? કોઈ આગેવાન થાય કે જરા મોટો થાય તો બીજા તેની નિંદા કરીને તેને નીચે પાડવા પ્રયત્ન કરશે. પણ આમાંથી એ શીખો કે કોઈનોય ઉત્કર્ષ થાય તો તેની નિંદા ન કરો. આંખમાં અમી ભરો, કારણ બાજુમાં તળાવ હશે તો કોઈ વાર પવાલું પાણી ભરીને પીવા કામ લાગશે. સભામાં અકબર કહે : “હું પાટિયા પર એક લીટી દોરું છું, તેને ભૂસ્યા વિના, તેને અડક્યા વિના, નાની બનાવો.” બધા કહે “નાની બનાવવી હોય તો પોતે ફેરવવું પડે, તેને જરા ભૂંસવી પડે.” બધા જ ભેંસનારા છે ! ઈર્ષાનો સ્વભાવ છે કોઈ દોડે તો તેનો પગ પકડવો અને પાડવો. પછી બિરબલ ઊભો થયો. પાટિયા પાસે ગયો. અકબર કહે : “મારી લીટીને સંભાળજે.” બિરબલે ચોક લીધો ને કહ્યું : “મારા પર વિશ્વાસ રાખો. હું તમારી લીટીને અડીશ પણ નહી." બિરબલે તે લીટીની બાજુમાં એવડી મોટી લીટી દોરી કે તેની સરખામણીમાં અકબરની લીટી નાની થઈ ગઈ. સાવ નાની, જાણે વિરાટ પાસે બટુક ! સિદ્ધાંત આ છે. તમારી લીટી મોટી બનાવો. તમે કોઈનેય ગાળ દઈને એને નાનો ન બનાવો. તેમ કરતાં તો માણસ પોતે જ નાનો બને છે. જેન હૈયામાં મૈત્રી હોય તે બીજાનો વિકાસ અને પ્રગતિ જોઈને રાજી થાય છે અને દુ:ખીને જોઈ એના હૈયામાં કરુણાનો સ્રોત વહે છે. એ ભોજન કરતો હોય ત્યારેય એને ભૂખ્યા જીવોનો વિચાર આવે. શિયાળામાં એ સુંદર પથારીમાં ઓઢીને સૂતો હોય ત્યારે, એને માર્ગ પર ટાઢમાં ધ્રૂજતો, ટૂંટિયું વાળીને પડેલા આત્માઓ સાંભરી આવે અને આરામથી છાયામાં બેઠેલ હોય ત્યારે, તાપમાં શ્રમ કરતાં ગરીબો એને યાદ આવ્યા વિના ન રહે. કારણ ? એ માણસ છે. માણસને દિલ છે, એનું ચિત્ત દ્રવે છે અને એને કંઈક કરવાનું ચાર સાધન ર૫૩ Page #263 -------------------------------------------------------------------------- ________________ મન થાય છે. એને પોતાનામાંથી કંઈક આપવાનો, ત્યાગ કરવાનો વિચાર જાગે છે. આવા વિચારોને સતેજ કરવા, જાગ્રત કરવા માટે આ પર્વો છે. પર્વો માનવના આત્માને ઢંઢોળવામાં નિમિત્ત બને છે. આ પર્વના ઉત્સાહમય વાતાવરણ દ્વારા માણસમાં પણ ઉલ્લાસ જાગે છે અને શુદ્ધ સ્વરૂપ તરફ વાળવા પ્રેરણા મળે છે. વિશાળ ગગનના મંડપ નીચે જેમ પ્રાણી માત્ર છે, તેમ તમે આજે આ મંડપમાં જાતના, ભાષાના, પ્રાંતના અને વાડાના ભેદભાવ ભૂલી જે પ્રેમથી અને મૈત્રીથી મળ્યા છો, તે જોઈ સૌને આનંદ થાય છે. પણ મને તો વધારે આનંદ ત્યારે થશે કે તમે જે પ્રેમભર્યો વ્યવહાર માણસો સાથે આજે દાખવ્યો છે, એવો પ્રાણી માત્ર પ્રત્યે સદાય દાખવો. આ દિવસોમાં થતી હિંસા અટકાવવામાં તન, મન અને ધનથી સાથ અને સહકાર આપો અને પ્રતિજ્ઞા કરો; તો આજનો આ સમય ધન્ય અને અમર થઈ જાય... ૨૫૪ * ધર્મરત્નનાં અજવાળાં Page #264 -------------------------------------------------------------------------- ________________ પ૭. ભક્તિનું માધુર્ય વૈષ્ણવ-મંદિર દરિયાસ્થાનમાં આપેલ પ્રવચનો બા નુષ્યજન્મનું ફળ, તે મોક્ષ છે. "ા જન્મ શા માટે મળ્યો ? મોક્ષની પ્રાપ્તિ માટે. બધે બધું જ પ્રાપ્ત થાય છે, પણ મોક્ષ તો ફક્ત મનુષ્યજન્મ દ્વારા જ થાય છે ! તે પ્રાપ્ત કરવાનાં સાધનો શાં, oછે અને કયા માર્ગે જઈએ તો મોક્ષ મળે, તે વિચારવાનું છે. મોક્ષનો ઉપાય અને યોગ્ય સાધન ન મળે, તો અહીં જ ભટકવું પડે, જન્મ વ્યર્થ જાય. મહાપુરુષોએ એના ઉપાય અને સાધનોને જ્ઞાન, એકાંતનું ચિંતન અને ધ્યાન દ્વારા શોધી કાઢ્યાં છે. જેવી પ્રકૃતિ તેવાં સાધન. ધર્મ એક છતાં ઉપાસના જુદી જુદી હોય, ગામ એક છતાં રસ્તા જુદા જુદા હોય. પણ અંતે એક ઠેકાણે ભેગા થાય છે. કર્મ, ભક્તિ અને જ્ઞાન. આ ત્રણે પંથ આમ ચાર સાધન = ૨૫૫ Page #265 -------------------------------------------------------------------------- ________________ જુદા દેખાય છે, પણ એ મોક્ષનાં જ સાધન છે. જીવન એટલે જ્ઞાન, ભક્તિ અને કર્મ. ત્રિવેણીનો સંગમ. આ ત્રણના મિલનથી સંગમનું તીર્થ બને છે. ગંગાયમુના અને સરસ્વતી જુદી નદી કહેવાય, પણ સંગમ થાય ત્યાં ત્રિવેણી તીર્થ બને છે. એક જ સાધનને વળગેલા માણસો, આજે એકબીજાની વસ્તુને વખોડે છે. સાધના કરવાને બદલે, કલહ અને કંકાસમાં એમનું જીવન ચાલ્યું જાય છે. જ્ઞાનવાળો, ભણેલો જો કોમળ-ભીનો-આર્દ્ર ન હોય તો એના હૈયામાં ધર્મવૃક્ષ ઊગતું નથી. જ્ઞાની તો ભક્તિ અને ભાવથી ભરેલો હોવો ઘટે. ભક્ત પોતાનો સમય રાગમાં ન કાઢતાં, ત્યાગમાં વિતાવે છે. અહીં બેઠેલાં ભાઈ-બહેનો અહીં ભક્તિ માટે ભેગાં થયાં છે. નહિ તો સિનેમામાં જાત અને ત્યાં પાપ બાંધત. જ્યારે અહીં પ્રભુના ભજનમાં ચિત્તને આનંદ આપી, ભાવ દ્વારા એને ઉન્નત બનાવે છે. ભક્તિની શક્તિ માણસના હૃદયને ભીનું અને કોમળ બનાવે છે. સુરદાસનું દૃષ્ટાંત તો સૌ કોઈ જાણો જ છો ! તે કહે છે : “આંખ વિનાના મને, તો ધણી આંખવાળો દોરી રહ્યો છે.' આજે તો અંધના અકસ્માત ઓછા થયાં છે, પણ દેખતા લપસી લપસીને પડી રહ્યા છે ! માનવીના જીવનમાં કેટલા અકસ્માત છે ? રસ્તા પર પડે તો તેને કોઈ ઊભોય કરે, પણ જીવનમાંથી પડે તો એને કોણ ઊભો કરે ? આ માટે વિશ્વાસ-શ્રદ્ધાની આંખની જરૂર છે. વિશ્વાસ બહુ મોટી વાત છે. વિશ્વાસે દરિયામાં વહાણ ચાલે છે. શ્રદ્ધા વિના ક્યાંય ચાલતું નથી. મારી પાસે એક સુધારક ભાઈ આવ્યા. તે કહે : “મહારાજશ્રી અમે શ્રદ્ધામાં માનતા નથી. અમારે તો (ફીગર અને ફેંસ) આંકડા અને દાખલા જોઈએ.” મેં તેમને કહ્યું : “સંસારમાં મેં એકેય એવો માણસ જોયો નથી કે જે શ્રદ્ધા રાખ્યા વિના જીવી શકે. તમે જ્યારે બસમાં બેસો છો ત્યારે તમે ડ્રાઇવરને ઓળખો છો ?” તો કહે, ‘ના’. ત્યારે બસો રૂપિયાના પગારદાર ડ્રાઇવર પર તમારી જિંદગીનો વિશ્વાસ તમારે મૂકવો પડે છે ને ! તે ડ્રાઇવર પર વિશ્વાસ ન હોય તો તમે બસમાં ન બેસી શકો. તે જ રીતે વિશ્વાસ રાખી તમારા રૂપિયા બેંકમાં મૂકો છો. વિશ્વાસ રાખી રસોઇયાની રસોઈ ખાઓ છો. વિશ્વાસ રાખ્યા વિના ક્યાંય ચાલી શકતું નથી. તમે વિમાનમાં જાઓ છો ત્યારે તમારી આખી જિંદગી વિમાનીને સોંપો છો; તો પછી ધર્મગુરુ અને ભગવાન પર શ્રદ્ધા ન રાખો તો કેમ ચાલે ?'' પરમ-તત્ત્વના દર્શક, એવા ગુરુ તો દીવો છે. ગુરુ દેવતા છે. દીપકના આધારે જ અંધકારની પેલે પાર જવાય છે. સુરદાસમાં શ્રદ્ધાનો એ દીવડો હતો. ૨૬ - ધર્મરત્નનાં અજવાળાં Page #266 -------------------------------------------------------------------------- ________________ તે ભગવાનનું સ્મરણ, ચિંતન કરતો, પ્રભુગુણ ગાતો, ચાલ્યો જાય છે. એનું મન ભક્તિના પાનથી તૃપ્ત બને છે. વિષયોથી કોઈ તૃપ્ત થયો હોય તેવું નહિ મળે. અતૃપ્તિ એ સૂકી તરસ છે. એ જાગે તેનામાં, ચિંતન-સ્મરણ ન મળે; તેના ચિત્તમાં ન મધુરતા કે સુંદરતા મળે. બધું જ લૂખું લૂખું જાણે ધગધગતો તવો. જે મળે તેને એ બાળીને ભસ્મ કરે. સુરદાસ ચાલ્યો જાય છે. માર્ગમાં ખાડો આવે છે. પણ એ ભક્તિથી તરબોળ છે. વિશ્વાસ એને દોરી રહ્યો છે. તેવામાં કોઈ દિવ્ય હાથ આવીને તેને પકડીને દોરે છે. એ હાથનો સ્પર્શ જ દિવ્ય અને નાજુક છે. એ હાથ, માયાથી કઠોર અને રંગરાગથી શિથિલ નથી. એ હાથ જુદો છે. કદાચ તે સરકી જશે. તેમ ધારી સુરદાસે તેને ખૂબ મજબૂત પકડી રાખ્યો. અંતર્યામી જાણે છે કે આ મને પકડવા માગે છે. પણ એ પકડાય ? ખાડામાંથી પેલે પાર ઉતારી, એ હાથ સરકાવી લે છે, છૂટી જાય છે, કા૨ણ કે તે બળવાન છે. સુરદાસ ખાલી હાથે રહ્યા. હૃદય ભરાઈ આવ્યું. ઘણી સાધના પછી આ હાથ મળ્યો હતો, તે પણ ચાલ્યો ગયો. જ્યારે મળેલું પરમતત્ત્વ ચાલ્યું જાય છે, ત્યારે ભક્તોની દશા આવી જ હોય છે. ભક્ત રડતો હોય તો, તેને દુનિયા પાગલ કહે છે. પણ એવા પાગલો જ આ પરમતત્ત્વ પામે છે. રૂપિયાનાં કાગળિયાં ગોદરેજની તિજોરીમાં હોય છે; ભક્તિ હૈયાના અંતરમાં છે. દુનિયામાં ઘી-દૂધ બધું મધુર છે, પણ મન જેમાં લાગે તેના જેવું મધુર એકેય નથી. હાથ છૂટતાં સુરદાસ કહે છે : “ક્યાં જાઉં ? ક્યાં પોકાર કરું ? બધા પૂછે છે : 'શું ખોવાયું ? તે કહે છે : ‘૫૨મતત્ત્વનો સ્પર્શ ગયો.' ત્યારે પૈસા ગણનાર કહે છે : “ગયો તો ગયો. એમાં શું ખોયું ? પૈસા કે પત્ની તો નથી ગયાં ને ?' પૈસાના આવા પૂજારીઓને પેલા પ્રેમની પાગલ રીત કેમ સમજાય ? ભક્ત વિષયોને ઝેર માને છે. એમને મન એ તુચ્છ વસ્તુ છે. એને તો ગમે છે પરમતત્ત્વ. એમાં જ એ રમે છે. તેના સિવાય કોઈ વસ્તુમાં એનું મન લાગતું નથી. એક દૃષ્ટાંત કહું ? એક સ્ત્રી હતી. તેનો પતિ બાર વર્ષે પરદેશથી આવે છે. તેનાં સાસુ-સસરા દીકરાને લેવા જાય છે, પણ બાઈને ઘેર રાખી જાય છે. પણ તે બાઈ જલદી જલદી કામ પતાવી એક પગદંડીએ તે પતિને નિહાળવા દોડી જાય છે. રસ્તામાં બાદશાહ અકબર એક સુંદર ગાલીચો પાધરી, નમાજનો ચાર સાધન ૨૫૭ Page #267 -------------------------------------------------------------------------- ________________ સમય થવાથી નમાજ પઢતો હોય છે. બાઈ તો તેની ધૂનમાં છે. તે મસ્તાની બની છે. તેને ખબર નથી કે બાદશાહ શું કરી રહ્યા છે ? એ તો ધૂનમાં ગાલીચા પર પગ મૂકીને ચાલી જાય છે. તેનાં ધૂળવાળાં પગલાં ગાલીચા પર પડ્યાં, એટલે અકબરે નમાજ પઢતાં મગજ ગુમાવ્યું. તેણે ચોકીદારોને હુકમ કર્યો કે તે પાછી ફરે ત્યારે પકડીને, મારી પાસે એને હાજર કરજો. પતિના દર્શન કરી એ પાછી ફરે છે. એનું મન પ્રસન્ન થયું છે. હુકમ પ્રમાણે માણસોએ કહ્યું : ‘બાઈ, તને બાદશાહ અકબર બોલાવે છે.' તે બાદશાહની સન્મુખ આવી ઊભી રહી. બાદશાહે પૂછ્યું : ‘આ ગાલીચા પર પગ મૂકી જનાર તું હતી ?' તેણે કહ્યું : ‘જહાંપનાહ ! મને ખબર નથી. કદાચ હું પણ હોઈશ. હું પ્રેમદીવાની હતી. તે સમયે મેં આપને ન જોયા. મારા મનનો કબજો ત્યારે મારા દિલના બાદશાહે લઈ લીધો હતો. મારા સમગ્ર ચૈતન્યનું અસ્તિત્વ મારા પ્રિયતમ એવા મા૨ા પતિમાં હતું. મને માફ કરો.' પણ હું આપને એક વાત પૂછું : “તે સમયે આપ શું કરતા હતા ?' બાદશાહ કહે : ‘નમાઝ પઢતો હતો.'' “નમાઝ કોની ? ભગવાનનીં ? અલ્લાહની ? અને તેમ છતાં તમે મને જોઈ ? અરે, એક માટીના માનવીમાં મસ્તાની બનેલી હું, આપના જેવા બાદશાહને પણ ના જોઈ શકી, અને તમે ભગવાનમાં મગ્ન હોવા છતાં, મારા જેવી એક સામાન્ય સ્ત્રીને જોઈ ! તો પછી હું કેમ માનું કે આપ ત્યારે નમાઝ પઢતા હતા ?'' આ સાંભળી બાદશાહ વિચારવા લાગ્યા : ‘ખરે જ મારું અંતર, હજી ભક્તિથી ધોવાયું નથી.' સાબુ-પાણી ચોખ્ખાં હોય તો જેમ કપડામાં મેલ રહે નહિ, તેમ ભક્તિની આરાધના આજે બહુ ઓછી દેખાય છે. સાચી ભક્તિ હોય તો પ્રસાદ વેચાય નહિ, પણ વહેંચાય ! ભક્તિ એ તો હૃદયને ધોઈ, મનને શુદ્ધ કરવાને માટે છે. આવી ભક્તિ આવે તો જ્ઞાન, ભક્તિ અને કર્મનો મેળ મળે. તો જીવન આ ત્રિવેણીના સંગમથી પ્રયાગ બની જાય છે. અકબર બાદશાહે બાઈને સોનાનો હાર આપતાં કહ્યું : બાઈ, તારામાં જેવી પતિભક્તિ છે તેવી મારામાં પ્રભુભક્તિય નથી' સુરદાસ રડી રહ્યા છે. હાથમાં આવેલું ગયું, પણ રડતાં રડતાં અને એક વિચાર આવ્યો : ગયું : પણ ક્યાં ગયું ? હાથ મરડીને ગયું ? સુરદાસ ભગવાનને કહે છે : ‘હાથ મરોડ કે જાત હો, દુર્બલ જાને મોય; અંતર મેં સે જો ખસો, તો મર્દ બકુ મેં તોય.' ભગવાન ! તમે બળવંત છો; હું નબળો છું. આપ પર્વતને અંગૂઠાથી ૨૫૮ * ધર્મરત્નનાં અજવાળાં Page #268 -------------------------------------------------------------------------- ________________ ડોલાવી શકો તેમ છો. તમે મને દુર્બળ જાણી હાથ મરોડી ચાલ્યા જાઓ પણ તમે જો મારા અંતરમાંથી ખસો તો હું તમને મર્દ કહું ! ભલે તમે ખસી જાઓ પણ તમારી તેજોમય મૂર્તિ તો મારા હૈયામાં છે. અંતરના અણુએ અણુમાં છે. અંતર જો પોતાના હાથમાં છે, તો ભક્તિ અંતરને ભીનું ભીનું કરે છે. ભીના હૃદયમાં ભગવાનના ભાવો ઊભરાય છે. એવા હૃદયમાં શુષ્કતા કે કઠોરતા આવતી નથી. ભગવાનને યાદ કરીને એ ભાવથી રડી પડે છે. ભક્તને અયોગ્ય કાર્ય કરતાં આંચકો લાગે છે. ખરાબ કાર્ય થઈ જતાં, ભગવાન મારી પાસેથી ખસી જાય છે, એવો એને અનુભવ થાય છે. દુનિયામાં કોઈ ન જાણે, પણ અંતર્યામી તો બધું જ જાણી રહ્યો છે. દુનિયાનો સુપ્રીમ જજ તે તમારો આત્મા છે, અને તે ભક્તહૃદયના સિંહાસન પર બેઠો છે. ભક્તનું હદય નીતિમય હોય છે. એક બાજુ કર્મ અને બીજી બાજુ જ્ઞાન હોય છે. જ્ઞાનથી પ્રકાશ અને કર્મથી ગતિ મળે છે. ભક્તિ વચમાં શોભે છે, ને અવલોકન કરે છે, એટલે ભક્તિને વચમાં રાખી છે. આમ જ્ઞાન અને કર્મ સાથે ભક્તિ તો હોવી જ જોઈએ. એક સામાજિક કાર્યકર ભાઈ હતા. કામ બહુ કરે, પણ કડવી બદામ ખાધી હોય તેવું સાંજે તેમનું મોં હોય. એક વખત એ પસાર થતા હતા. રસ્તામાં એક વણજારણ બાઈ, ઘંટી દળતાં ભજન ગાઈ રહી હતી. પેલા ભાઈ ઊભા રહ્યા અને પૂછ્યું : “બહેન, તમને એક વાત પૂછું ? તમે કામ કરતાં ગાઓ છો શું કરવા ? દળતાં ગાવું અને ગાતાં દળવું આ બે કામથી થાક ન લાગે ? મૂગાં મૂંગાં દળો તો થાક ઓછો લાગે ને !'' વણઝારણે કહ્યું : “ભાઈ ! ગીત વગરનું કાર્ય એ તો વૈતરું કહેવાય. શ્રમમાં સંગીત હોય તો એ કાર્યમાં ભાવ આવે. સંગીતમાં શ્રમ હોય તો મન ઉજ્વલ થાય. ગીત વગ૨નો શ્રમનો રોટલો તો કૂતરાને નાખીએ તો એ પણ ખાઈને ભસવા લાગે, બટકાં ભરે. ગીત વિનાનું કામ એ તે કંઈ કામ છે ?'' આ સાંભળતાં પેલા ભાઈને તત્ત્વ સમજાઈ ગયું. આજે માનવ બચકાં ભરતોને ભસતો સંભળાય છે, કારણ કે એની પ્રવૃત્તિ પાછળ કોઈ સંગીત નથી. એ માત્ર સત્તા અને શ્રીમંતાઈની પાછળ જ દોડી રહ્યો છે. જ્ઞાન અને કર્મ સાથે ભક્તિનું માધુર્ય આવી જાય ત્યારે જ એમાંથી કાર્યનો સંવાદ પ્રગટે છે. જીવન કાંઈ વૈતરું નથી, સંવાદ છે. સાચો ધર્મ સંવાદમાં છે. જેમ તંબૂરાનો તાર સંવાદમાં હોય છે તેમ જીવનનો તાર પણ સંવાદમાં જોઈએ . ચાર સાધન : ૨૫૯ Page #269 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધને એક ભક્ત પૂછ્યું : “ભત્તે ! જીવન કેવું હોવું જોઈએ ? એમણે કહ્યું : “સારંગીના તાર જેવું. શિથિલ પણ નહિ, કઠણ પણ નહિ.” તાર શિથિલ હોય તો સંગીત નીકળે ? ના; તેમ તાર કઠણ હોય તો સૂર આકરા નીકળે. તાર મધ્યમ જોઈએ. તેમ જીવન પણ ન ભોગમાં હોય, ન નિરસતામાં હોય. એ ભક્તિમાં સહજ પ્રસન્ન હોય. ભગવાન મહાવીરે કહ્યું છે: “જીવન આંબા જેવું હોવું જોઈએ.” આંબો મીઠો મધુર છે. મધુરતા વર્ષાવી ચાલ્યો જાય છે. દુનિયાની કટુતા, કજિયાને એ પચાવી લે છે. તેમ માણસે જીવનની કટુતા સમતામાં ઓગાળી મધુરતા સર્જવાની છે; ચંડકૌશિકના ઝેરને પચાવી દૂધની ધારા વહાવવાની છે. અહીં આવવા માટે પ્રારંભમાં તમે મારો આભાર માન્યો. પણ એ તો મારું કર્તવ્ય છે. મેઘ જેમ ધરતીના પ્રત્યેક ખૂણે વર્ષે છે, તેમ સાધુએ પણ સ્થળે સ્થળે જઈ ધર્મવર્ષા કરવાની છે. મેઘ વિના બોલાવે આવે છે, જ્યારે તમે તો ઊલટા મને બોલાવવા આવ્યા હતા. એમાં આભાર શો ? કોઈ પણ જાતના ભેદભાવ વિના, મેઘ જળ વર્ષ છે. સૂર્ય પ્રકાશ આપે છે, અને વાયુ હવા આપે છે. જ્ઞાનીઓનાં વચન દુનિયાના કલ્યાણ માટે જ છે. વિના મુલ્ય જ જ્ઞાનની ધારા વહાવવાની છે. બીજા દેશોમાં જ્ઞાન વેચાય છે. ડેલ કાર્નેગી તો વ્યાખ્યાનની ટિકિટ રાખતો, અને એમાં લાખો કમાતો. પણ આ દેશમાં જ્ઞાન અમૂલ્ય છે. સૂર્યના પ્રકાશનું બિલ મહિનો થાય અને આવે તો શું થાય ? ગરીબો તો મરી જ જાય ને ? પણ યાદ રાખજો. અમૂલ્ય વસ્તુઓ, વિના મૂલ્ય જ મળે છે. અંતરને ધોઈ ઉજ્વળ કરનાર ભક્તિ, એ પણ અમૂલ્ય વસ્તુ છે. તે અહીં વિના મૂલ્ય મળે છે. આ ભક્તિરૂપી ન્યાયાધીશ, જીવનનાં બધાં જ કાર્યોને ન્યાય આપે છે. આ અમૂલ્ય ભક્તિનાં નીરથી આપણા અંતર ધોઈ, ચિત્તને કુંદન જેવું ઉજ્વળ કરીએ તો આજનો પ્રસંગ ધન્ય થાય. આપણા સૌના હૃદયમાં ભક્તિનું આવું માધુર્ય આવે તો આપણો જન્મારો સફળ થઈ જાય. ૨૬૦ : ધર્મરત્નનાં અજવાળાં WWW.jainelibrary.org Page #270 -------------------------------------------------------------------------- ________________ ૫૮. યોગપ્રાપ્તિ માટે જે આપણે ‘યોગ'ના મહિમા વિષે વિચારીએ. યોગ શું છે ને શું કરે છે એ વસ્તુ સમજીએ. યોગની તાકાત કેટલી છે ! અગ્નિ જેમ કચરાને બાળી નાખે છે એમ, અંતરમાં રહેલ કર્મના કચરાને યોગ બાળી નાખે છે. મનમાં સંગ્રહાયેલા કષાયોના ગંજને એ રાખ કરી નાખે છે. યોગની તાકાત વાસનાને બાળી ભસ્મ કરવાની છે. બાળવામાં પણ ચોક્કસ વસ્તુને બાળે છે જે રીતે તેજાબ સોનાની અંદર રહેલા કચરાને બાળે છે, સોનાને નથી બાળતો, સોનાને તો એ વિશુદ્ધ બનાવે છે, તે રીતે યોગ કચરાને-કષાયોને બાળે છે અને આત્માને તેજોમય બનાવે છે. ભગવાનનાં દર્શનનો આનંદયોગ આ શબ્દો બરાબર સમજો. દર્શન થાય તો આનંદ થાય; પણ દર્શન પામવા મન, વચન અને કાયાના સમાધિમય યોગની આવશ્યકતા છે. શ્રી આનંદઘનજી મહારાજે કહ્યું છે કે, દર્શનના અમૃતનો પ્યાલો મળે તો ચાર સાધન ૨૬૧ — — Page #271 -------------------------------------------------------------------------- ________________ જન્મમરણની તૃષા શાન્ત થઈ જાય. શાંતિ થઈ જાય. આનંદ-આનંદ છવાઈ જાય. દર્શનરૂપી અમૃતપ્યાલો મળતાં જીવનની તરસ છીપી જાય સંતોષ થઈ જાય. આ તરસ કઈ ? અંગ્રેજીમાં કહે છે એવી Dry thirst નથી કે જેમાં પીઓ પીઓ તો પણ અશાંતિ ને અસંતોષ રહ્યા કરે. જાણે પીધું જ નથી એવું લાગ્યા કરે. પણ આ દર્શનઅમૃત પીઓ ને ટાઢક વળી જાય, સંતૃપ્તિ થઈ જાય. પછી બીજું કંઈ જ પીવાની જરૂર ન રહે. આ દર્શનનો અમૃતપ્યાલો આનંદઆનંદ છલકાવી જાય. તૃષા લાગી છે. શેની ? અમૃતપાનની. પણ છતાં તું તો ઝેરનું જ પાન કરે છે. આખું જગત અમૃતપાન મૂકીને ઝેરનું પાન કર્યા કરે છે. ખૂબી તો એ છે કે, અજ્ઞાનના અંગે એ ઝેરના પાનમાં સુખ માન્યા કરે છે. પણ એ તો વિનાશકારી છે. ઝેરમાં તે સુખ હોય ? અમરતા તો અમૃતપાનથી જ મળે ને ? માટે, અમૃતપાન શોધો. આનંદઘનજી મહારાજ કહે છે : ‘દર્શન-દર્શન કરતો હું બહારના જગતમાં ફરું છું ત્યારે જ્ઞાનીઓને રણમાં ઝાંઝવાનાં જળ માટે દોડતા-રખડતા રોઝ જેવો હું લાગું છું', રોઝ પાણી પાણી કરતાં રણમાં ઘૂમતાં હોય છે. આ દર્શનરૂપી અમૃત ક્યારે મળે ? ચિત્તના ઊંડાણમાં ઊતરે ત્યારે. સરોવરના જળના તરંગો જ્યારે શાંત થઈ જાય છે ત્યારે જ તળિયે પડેલ વસ્તુનું સ્પષ્ટ દર્શન થાય છે. એમ જ ચિત્તના તરંગો શાંત પડે, ઓછા થઈ જાય ત્યારે દર્શન થાય. અને તો જ આંતરદશા સુધરે અને આંતરદશા સુધરતાં યોગ લાધે. યોગ લાધવો સહેલો નથી, એને માટે ચિત્તની વૃત્તિઓના નિરોધની આવશ્યકતા છે. ચોક્કસ વસ્તુઓમાંથી મુક્તિ મેળવવાની રહે છે. કઈ વસ્તુમાંથી ? તો કહે કે-~ ખાના, પીના, સોવના, મિલના, વચનવિલાસજ્યોં જ્યોં પાંચ ઘટાઈએ ત્યોં ત્યોં ધ્યાનપ્રકાશ. ઉપરની પાંચે ચીજો ઓછી કરવાની જરૂર છે. પહેલું છે ‘ખાના'. ખાવાની લપ કેટલી બધી કરી મૂકી છે ! આગલે દિવસે સાંજે મનભાવતાં ભોજન પેટ ભરીને અરે, ભાવતાં ભોજન હોય તો ભૂખ કરતાંય વધુ જમીને કરેલાં હોય છે. તો પણ સવાર પડતાં જ પૂછે : ‘ચાની સાથે શું બનાવ્યું છે ? ખાખરા છે ? કંઈ ગરમ ગરમ ફરસાણ બનાવો ને ! ચટણી-અથણાં તો આપો ! બિસ્કિટ કે સેન્ડવીચ હશે તો ચાલશે ! — ૨૬૨ : ધર્મરત્નનાં અજવાળાં Page #272 -------------------------------------------------------------------------- ________________ આ છે સવારના પહોરમાં જ ખાવાની ધમાધમ. સવારની ખાવાની ધમાલ પૂરી થાય ને જ્યાં બાર વાગે ત્યાં ફરી ભોજનની ધમાલ. અનેક વાનગીઓ જોઈએ. એમાં કોઈ વાનગી ન બની હોય તો મગજ ગુમાવી નાખે. ક્રોધ કરે. ‘ષ પણ કરે. કોઈ મિત્રને ત્યાં જમવા ગયો હોય ને અનુકૂળ પદાર્થ ન મળે તો કહે : “ફલાણાને ઘેર જમવા ગયો હતો, પણ જમવામાં કંઈ માલ જ મળે નહિ. મિષ્ઠાન્ન હતું, પણ ફરસાણમાં કંઈ જ નહિ.” આમ પેટ ભરીને જમીને આવે, ભાવ્યું પણ હોય, છતાંય દોષ કાઢે. ભોજનમાંથી કેટલા રાગદ્વેષ જાગે ? બારેક વાગ્યે જમ્યો હોય, પછી આરામ કરે, ઊંધીને ઊઠે ત્યાં ચા દૂધકોફી-કોકો કે એવું જ કંઈક જોઈએ. એ પતી જાય ને પાંચેક વાગે ફરી નાસ્તા માટે કંઈક જોઈએ. અને સાંજે અગર રાત્રે ફરી અનેક વાનગીઓથી ભરપૂર Full dish જોઈએ. કેટલું ખાય ! ભૂખ હોય એટલું જ નહિ – અરે પચે નહિ તોય પરાણે ખાય. કારણ કે સ્વાદિષ્ટ છે ને ! એટલે ખાય. જાણે ખાવા માટે જ ન જીવતો હોય ! આવી લપ છે ખાવાની. આ ઓછી કરવાની જરૂર છે. આમાં ઘણો સમય જતો રહે છે. મહત્ત્વનાં કામો ઘણાં બાકી છે. પણ એ સમજાતું જ નથી. જ્ઞાનીઓ એટલે જ ભોજનકથાને પાપકથા કહે છે ! યોગ મેળવવાના માર્ગે જતા પહેલાં આ “ખાનાની લપ ઓછી કરવાની ખાસ જરૂર છે. પછી આવે છે “પીના.' આમાં પણ એવું જ. ચા-કોફી-કોકો-સોડા-લેમના અને બધાથી ચડે એવો દારૂ. જાતજાતનું ને ભાતભાતનું પીવાનું. એની પસંદગી, અને પુરવઠો, અને સ્વાદ અને એનો ઉપયોગ. આમાં પણ સારો એવો સમય વ્યર્થ વીતી જાય છે. આ પછી આવે છે “સોવના”. માણસની જિંદગીનો ઘણો સમય આ ઊંઘ લઈ લે છે. ઊંઘ આળસને લાવે છે અને આળસ મનુષ્યને ઊધઈની જેમ કોતરી ખાય છે. વધુ ઊંઘ પ્રમાદને લાવે છે અને પ્રમાદ અને આળસ જ્યાં હોય ત્યાં કોઈ શુભ કામ થાય નહિ. આળસુ માણસ એટલે કાંટા વિનાની ઘડિયાળ. ચાલે પણ સમય ન આપે. સામાન્ય રીતે તંદુરસ્ત માણસ માટે છ કલાકની ઊંધ પૂરતી ગણાય. વધુમાં વધુ સાત કલાકની. આથી વધુ ઊંઘ મનુષ્યના ઉત્કર્ષ માટે અવરોધરૂપ છે. હવે આવે છે ‘મિલના'— વ્યર્થ મળવાની ટેવ. કંઈ પણ હેતુ વગર વાતો કરવાથી મન શિથિલ થાય છે. એક ભાઈ બીજા ભાઈને મળે ત્યારે પૂછે કે, “કાં શું સમાચાર ? સાંભળ્યું, મગનભાઈએ દેવાળું કાઢયું.' કાં તો, “ફલાણાને નોકરીમાંથી રુખસદ ચાર સાધન - ૨૬૩ Page #273 -------------------------------------------------------------------------- ________________ મળી કે ફલાણો ચૂંટણીમાં ઊડી ગયો.” ત્યારે બીજો પણ એમ જ પૂછેઃ કાં, છેલ્લા સમાચાર (latest news) શું છે ? આમ, જેની સાથે તેને અંગત સંબંધ નથી એવું કોઈ ભાગી ગયું કે કોઈએ દેવાળું કાઢ્યું એ સાંભળીનેય તને શું ફાયદો ! પણ આ તો ટેવ પડી. આવું બધું સાંભળ્યા અને સંભાળાવ્યા વગર ચેન જ ન પડે ને ! પારકી વાતમાં તો ઊંડા ઊતરી જાય. ઘણાને લપ કરવાની ટેવ હોય છે. “કાં, હાલ શું કામ કરો છો ? શું પગાર મળે છે ? સામાને ગમે કે ન ગમે તોય પોતાની પીંજણ ચાલુ રાખે ને વ્યર્થ સમય ગુમાવે. આ પીંજણ કરતી વખતે સામાને મદદ કરવાની ભાવના ન હોય, શક્તિ પણ ન હોય અને છતાં જેને કહેવાય છે ને કે “ઝીણું કાંતે' એમ નાની બાબતોમાં પણ રસ લીધા કરે. આખા ગામની ફિકર કર્યા કરે. કાજજી, ક્યોં દૂબલે ?' તો કહે, કે “સારે ગાંવ કી ફિકર.” એ કહેવત મુજબ પોતાનું ભલું કરવું બાજુ મૂકી, ગામની કુથલી કર્યા કરે. મગજ આવી જ વાતોથી અને ખોટી ચિંતાઓથી ભરેલું રાખે. પછી આ મગજમાં સારી વાત આવે ક્યાંથી ? જગ્યામાં બધો કચરો ભરી રાખે, પછી સારી વસ્તુ રાખે ક્યાં ! કબાટમાં રદ્દી કાગળ-પસ્તી ભરી મૂકો ને પછી કે કપડાં માટે જગા નથી. ક્યાં મૂકું ! જગા નથી પણ ભલા માણસ, પહેલાં પેલી પસ્તી કાઢી નાખને ! પસ્તી ગઈ કે સારી ચીજવસ્તુ મૂકવા સારુ આપમેળે જગા થશે. કપડાં સચવાશે ને તું સુખી થઈશ. એમ મગજમાંથી પણ ઉપાધિરૂપ પસ્તી કાઢી નાખ, ને મન સાફ-ચોખું-નિર્મળ રાખ, તો આત્મકલ્યાણની વાત કંઈક ગળે ઊતરશે. વગર ફોગટનું હળવુંમળવું બંધ કરી એકાંત સેવતા થાઓ. એકાંતમાં ભગવાનનું સ્મરણ-ચિંતન કરો. સારાં પુસ્તકો વાંચો. ભૂતકાળનાં સુખદ સ્મરણો, જીવનયાત્રા, સારી ઘડીઓ, ભક્તિ, પ્રસંગો ઇત્યાદિ યાદ કરો. એ પ્રસંગો સાથે વાત કરો. એમાં રમો, મસ્ત બની જાઓ. તો તમને જરૂર આનંદ આવશે, સુખ મળશે. પણ યાદ રાખજો. યાદ કરો ત્યારે ભૂતકાળની સારી જ વાતો યાદ કરજો. કટુ પ્રસંગો યાદ ન કરતા. એ તો ભૂલી જ જવા. આત્મકલ્યાણના સારા દિવસોમાં સુકૃત્યના જ વિચારો કરવા, નહિતર સુખને બદલે દુ:ખ મળે. મનને ઉદ્વેગ થાય ને ચિત્તતંત્ર અસ્વસ્થ થઈ જાય. ઘણાને એવી કુટેવ હોય કે સારા પ્રસંગે જ ખરાબ વાત યાદ કરે. ઘેર લગ્નનો પ્રસંગ હોય, ભાવતાં ભાજન તૈયાર થતાં હોય, જાન આવવાની હોય, ઘરનાં બધાં સુંદર વસ્ત્ર-આભૂષણો પહેરી હરતાંફરતાં હોય, મંગળ ગીતો ૨૬૪ 5 ધર્મરત્નનાં અજવાળાં Page #274 -------------------------------------------------------------------------- ________________ ગવાતાં હોય ત્યારે જ ઘરની અમુક વ્યક્તિ, કોઈ મરી ગયું હોય તેને યાદ કરી રોવા બેસે, આંસુ પાડે, ઓછુ આણે ને રંગમાં ભંગ પડે એવું વર્તન કરે. કાં તો ભૂતકાળમાં કોઈએ વહેવારમાં ઓછું-વધુ કર્યું હોય એ યાદ કરી એની સાથે લડે, બેચાર સંભળાવે, વાતાવરણ કલુષિત કરે અને કટુતાભર્યું વાતાવરણ સર્જે. ભૂતકાળની સારી વાતો યાદ કરવાથી મન શાંત થાય છે. એથી આનંદ આવે છે. આપણું હૃદય પણ ઉદાર બને. કોઈની ભૂલોને આપણે ક્ષમા આપતાં શીખીએ. એણે ભૂલ કરી તો એના અજ્ઞાનના કારણે, એમાં આપણે શું ! આપણે તો ક્ષમા જ આપીએ. એના પ્રત્યે નહિ ક્રોધ, નહિ વેર. આ પ્રકારના જ વિચારો આવવા જોઈએ, ન આવે તો કેળવવા મહેનત કરવી જોઈએ પણ એ ક્યારે બને ? નકામી વાતોમાં સમય ન વેડફીએ અને એકાંતમાં શાંત ચિત્તે સુંદર વિચારો કરીએ ત્યારે. છેલ્લે આવે છે “વચનવિલાસ અર્થહીન અને સત્ત્વહીન વાતોમાં સમય ગુમાવે. જેનો કંઈ અર્થ નહિ, જેનો કંઈ ઉપયોગ નહિ, જેનું કાંઈ સારું ફળ નહિ એવું બોલ બોલ કરવાથી શું ! આ પ્રકારના વાણીવિલાસથી કોઈનું બૂરું થાય. વચનનું જોર તો ઘણું છે. કસમયે અને કસ્થળે બોલાયેલું વચન વિનાશ નોતરે છે. બહુ બોલવામાં ક્યાંક એવું “બફાઈ જાય કે જેનું પરિણામ નરસું આવે. ઘરમાં ઝઘડા થઈ જાય, ગામમાં કજિયા થાય અને વિશાળ જગતમાં બોલવામાંથી જ વિશ્વયુદ્ધ સુધી વાત વધે. વાણીના સંયમની તો ખાસ જરૂર છે. મૌનની ભાષા જોરદાર છે. વાણી કરતાં મૌનનું બળ વધારે છે. યોગ મેળવવાના માર્ગ માટે મહાપુરુષોએ આ પાંચે વાતો કમ કરવાની કહી છે. આ પાંચ ચીજ ઓછી કરો એટલે અંદરના ધ્યાનનો પ્રકાશ લાધે. સમય મળે ત્યારે એકાંતે ધ્યાન ધરો. મૌન કેળવો. વસ્તુને સહજભાવે જોતાં શીખો. એને વળગી ન રહો. એને છોડતાં શીખો તો દુ:ખ, દ્વેષ કે ક્રોધ ન થાય. આત્મા નિજાનંદમાં મસ્ત રહે. એ બહારના કષાયોનાં વાવાઝોડાંથી ચલિત ન થાય અને ચલિત ન થાય તો જ નિજાનંદમાં મસ્ત થતાં શીખે અને આનંદયોગનો યોગ થાય. યોગ શું છે ? વીતરાગના દર્શનનાં આનંદનો યોગ. દર્શનથી આનંદ થવો જોઈએ. ગમતી વસ્તુનાં દર્શનથી આનંદ થાય, દીકરો પરદેશ ગયો હોય, ભણીગણીને લાંબે ગાળે આવતો હોય, એને જોતાં માને કેટલો ઉમંગ હોય ! એનું દર્શન માતાને કેટલો આનંદ આપે ! એ ચાર સાધન - ૨૬૫ Page #275 -------------------------------------------------------------------------- ________________ આનંદને વર્ણવવા માટે શબ્દોની જરૂર ન હોય. એ તો એના મુખ પર, સારાય દેહ પર દેખાય. ત્યાં તો આનંદનો ઓધ ઊછળતો હોય ! એમ જ મહાપુરુષની વીતરાગતાનાં દર્શનથી રોમાંચ ખડાં થઈ જાય. એના મુખ પર અને સમગ્ર દેહમાં આનંદ આનંદ છવાઈ જાય. એ વખતે બીજું બધું ભૂલી જવાય. વસ્તુ સાથેના રસાનુભવથી દેહવિસ્મરણ થઈ જાય. મંદિરમાં પ્રભુદર્શનાર્થે જાવ ત્યારે બધું ભૂલીને એમાં જ લીન થવાનો આનંદ માણો. સર્વ કાંઈ ભૂલી જાવ. તમે અને પ્રભુની એ ૨ખ્ય મૂર્તિ : બસ એમાં જ એકાકાર થઈ જાવ. બાહ્ય જગતને ભૂલી જાવ. એની પરવા ન હોય. એ વખતે તો પ્રભુભક્તિ એ જ સર્વસ્વ. લોકો જોશે તો ગાંડો કહેશે એ વિચાર જ ન શોભે. ખબર છે, રાવણ જેવો વિક્રમી પુરુષ પણ પ્રભુ પાસે વીણા વગાડવામાં લીન થઈ જતો હતો. મંદોદરી જેવી મહાદેવી પ્રભુ પાસે નૃત્ય કરતાં બધું જ ભૂલી જતી. આ છે એકતાનતા, લીન થઈ જવાની તન્મયતા. મન મત્ત ને મસ્ત થઈ જાય, સ્થળ, દેશ અને કાળ ભૂલી જાય. દર્શનનો આનંદ અને તેનો યોગ ચિત્ત સાથે થાય. એકાગ્રતા આવે, લય થઈ જાય, વિશ્વને ભૂલી જાય. આ પ્રકારનો જે યોગ થાય તે જ કેવળજ્ઞાનનો પાયો. મરુદેવી માતાને આ યોગ થઈ ગયો. એમને બીજાં સાધનોની જરૂર ન પડી. સાધનોના ઉપયોગથી જે વસ્તુ સિદ્ધ કરવાની હતી તે થઈ ગઈ. પછી સાધનોની શી જરૂર ? એક કવિએ કહ્યું છે કે લિખી લિખાવન કુછ નહિ, નહિ પઢને કી બાત, દુલ્હા-દુલ્હન મિલ ગયે, ફીકી પડી બરાત. લગ્ન માટે જાન નીકળી હોય, ખાવાપીવાનું હોય, રંગરાગ હોય, આનંદગીત ગવાતાં હોય, એકબીજાને હોંશેહોંશે કોળિયા દેવાતા હોય, પણ એ બધું ક્યાં સુધી ! ફક્ત હસ્તમેળાપ સુધી. હસ્તમેળાપ થઈ ગયો, જાનને શીખ અપાઈ ચૂકી એટલે તમે તમારે ઘેર અને એ એમને ઘેર. સાધ્ય સધાઈ ચૂક્યું. સાધનોની જરૂર ન રહી. વીતરાગ દર્શનના આનંદનો યોગ મરુદેવી માતાને થઈ ગયો. સાધનની જરૂર ન પડી. - લાકડાં બે જાતનાં હોય – ઓકનું અને બાવળનું. ઓકને રંધો મારવાની એટલી જરૂર ન પડે. સહેજસાજ ઠીક કર્યું કે સુંવાળું થઈ જાય. બાવળને તો રંધો મારી મારીને થાકી જાવ. ગાંઠાગડબા કાઢી નાખો તોય સુંવાળપ ન આવે. ૨૬૬ ક ધર્મરત્નનાં અજવાળાં Page #276 -------------------------------------------------------------------------- ________________ કારણ કે એનું ઘડતર એવું છે. ઓકનું ઘડતર જુદા પ્રકારનું હતું. તેમના ચિત્તની કેળવણી જ એવી હતી કે એમને વાર ન લાગી. જેના અંતરનું ઘડતર એવું ન હોય તેને સાધનોની જરૂર પડે. મહેનત કરવી પડે. મનને કેળવવું પડે. શિષ્ય પૂછે છે કે, ‘પણ આ તો તમે મરુદેવી જેવા યોગ્ય આત્માની વાત કરી. એવો કોઈ દાખલો છે કે જેણે ખૂબ પાપ કર્યાં હોય, કષાયોથી ભરપૂર હોય છતાંય યોગબળના પરિણામે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હોય. નર્કનો અધિકારી હોય તેને પણ યોગબળે આ વસ્તુ (કેવળજ્ઞાન) પ્રાપ્ત થાય ખરી કે ?' ત્યારે કહે છે કે, હા, એવો પણ દાખલો છે. દૃઢપ્રહારીમાં આવી બધી વસ્તુ હતી, તેણે બ્રહ્મહત્યા, સ્ત્રીહત્યા, ગૌહત્યા, તથા બાળહત્યા એમ ચાર હત્યા એક સાથે કરેલ. લોકોને આ ચારે પ્રત્યે દયા-માયા અને લાગણી હોય છે. એવા આ ચારે જણને મારી નર્કનો અધિકારી બનેલ. આ દૃઢપ્રહારી એક બ્રાહ્મણનો પુત્ર હતો. નાનપણથી જ તોફાની અને ઉપદ્રવી. માતાપિતાએ તેનાથી ત્રાસી જઈને કાઢી મૂક્યો. શરીરનો જબરો તાકાતવાળો. ઊંચો મજબૂત એવો દૃઢપ્રહારી જંગલમાં ચાલ્યો જાય છે. ત્યાં ચોરોના સ૨દાર એવા એક પલ્લીપતિએ એને જોયો. એને પૂછ્યું : ‘તું ક્યાં જાય છે ? તારે શું જોઈએ છે ?' દૃઢપ્રહારીએ કહ્યું : ‘મારે કોઈ મુકામ નક્કી નથી, માત્ર આધાર શોધું છું. આધાર મળશે ત્યાં રહી જઈશ.' પલ્લીપતિએ એના દેહનો બાંધો, શરીરની મજબૂતી અને ખમીર જોઈ એને પોતાની સાથે રાખી લીધો. એને તો એના ધંધામાં એવા જ ક્રૂર અને મજબૂત માણસની જરૂર હતી. લૂંટફાટ-ચોરીમારામારી આ જ જેનો ધંધો એને તો આવો માણસ ખૂબ ખપમાં આવે. જેને જેવો જોઈતો હતો તેવો મળી ગયો. સૌને પોતાને અનુકૂળ મળી જાય છે. અફીણીને ચોરા પર અફીણીઓ મળી રહે, ભક્તો પોતાના જેવાને મંદિરમાં શોધી લે, જ્ઞાનીઓ જ્ઞાનદરબારે અને દારૂડિયા પીઠામાં પોતાના સંગાથી શોધી લે. સૌ એકબીજાને અનુકૂળ વાતો કરે. અનુકૂળતા ઊભી થઈ જાય. ન થાય તો ઠોકી બેસાડી, દલીલો કરી, અનુકૂળતા ઊભી કરે. એક ભાઈ મને વંદન કરવા આવેલ. વંદના કરી બેઠા. પણ એમના મોઢામાંથી બીડીની ઉગ્ર વાસ આવતી હતી. મેં કહ્યું : ‘ભાઈ, તમે નીચે જઈને મોઢું સાફ કરી આવો.' તો કહે છે : ‘મહારાજ, મેં તો બીડી પીધી છે. એની કાંઈ ખરાબ વાસ નથી. અને બીડી તો સ્વર્ગની સીડી છે. એના ધુમાડાથી જંતુનો નાશ થાય છે. ધૂમ્રપાનમ્ મહાદાનમ્, ગોટે ગોટે ગૌદાનમ્.' આવી બાલિશ દલીલો કરવા લાગ્યા. કહેવાનું તાત્પર્ય એટલું જ કે, જે લોકો બૂરા ચાર સાધન : ૨૬૭ Page #277 -------------------------------------------------------------------------- ________________ વ્યસનમાં ફસાયેલા હોય છે તે વ્યસન વાજબી છે એમ પાછા દલીલો કરીને સમજાવવાના પ્રયત્નો કરતા હોય છે. હં...તો પલ્લીપતિને જરૂર હતી તેવો માણસ દૃઢપ્રહારી મળી ગયો. પ્રકૃતિ પ્રમાણે માણસને માણસ મળી જાય છે. એવાનો મેળ પણ જલદી થઈ જાય છે. એવા સંજોગો ઊભા થાય છે. પ્રકૃતિ સંજોગો ઊભા કરે છે. જ્ઞાનીઓ કહે છે કે પ્રકૃતિને બદલો, સંજોગો આપોઆપ બદલાઈ જશે. પ્રકૃતિ વિકૃત હશે તો સંજોગો પણ એવા જ ઊભા થશે. તાણાવાણા બદલો તો કાપડ સારું થશે. મૂળમાંથી જ ખામીઓને દૂર કરશો તો એમાંથી ઉત્પન્ન થતી વસ્તુઓ ખામીરહિત થશે. હવે આ દૃઢપ્રહારી પલ્લીપતિ સાથે રહે છે. ચોરી કરવી, મારામારી કરવી, લૂંટફાટ કરવી એ એનો ધંધો. જબરી તાકાત ને મજબૂત બાંધો. પ્રહાર કરે કે સામનો કરે એનો ભુક્કો. એનો પ્રહાર નિષ્ફળ ન જાય એટલે લોકો એને દૃઢપ્રહારી કહે. દિવસો જતાં પલ્લીપતિનું અવસાન થયું અને આખી ટોળીનો સરદાર દૃઢપ્રહારી બન્યો. એક વખત એક ગામમાં એ ચોરી કરવા ગયા. સંજોગવશાત્ કંઈ મળ્યું નહિ. મહેનત કરીને થાક્યા એટલે ભૂખ લાગી. દઢપ્રહારીએ એના માણસોને કંઈ ખાવાનું શોધી લાવવા કહ્યું. હવે ત્યાં એક ગરીબ બ્રાહ્મણ રહે. પાંચ-સાત બાળકો, ઘરમાં કંઈ સાધન નહિ. અનાજ પણ મળે નહિ. જેમ તેમ દિવસો વિતાવે, માગીભીખી પૂરું કરે. તે દિવસે બ્રાહ્મણે જુદા જુદા ચાર ઘેરથી દૂધસાકર-ચોખા અને એલચી લાવી ખીર કરેલ. બાળકો જોયા કરે : ક્યારે તૈયાર થાય અને ખાવા મંડીએ. ભૂખ્યાં બાળકો, તૈયાર થતી સુગંધી ખીર. બાળકો કુંડાળું કરી ખીરની વાટ જોતાં બેઠાં છે. બ્રાહ્મણે ખીર તૈયાર કરીને કહ્યું કે, ‘હું નાહી આવું, પછી તમને ખાવા આપું.' એમ કહી બ્રાહ્મણ નહાવા ગયો અને દૃઢપ્રહારી તેના માણસોના કહેવાથી માણસો સાથે અંદર દાખલ થયો હતો. એ ભૂખ્યો હતો. ખી૨ના વાસણને ઉપાડી લીધું. બાળકો તો આ જોઈને રડારોળ કરવા લાગ્યાં અને બહાર જઈને બાપાને કહ્યું. બ્રાહ્મણ દરવાજા પરનો સળિયો લઈને અંદર આવ્યો. દઢપ્રહારીએ બ્રાહ્મણને આવતો જોયો. મારો વિરોધ કરનાર આ મગતરો કોણ ! એમ ક્રોધના આવેશમાં એક તરવારને ઝાટકે બ્રાહ્મણને માર્યો, અને બ્રાહ્મણની સગર્ભા પત્ની વચ્ચે આવી. તેને પણ તરવારનો પ્રહાર કર્યો. બાઈ મૃત્યુ પામી અને ગર્ભમાંનું બચ્ચું પણ મરણ પામ્યું. ક્રોધના આવેશમાં ૨૬૮ * ધર્મરત્નનાં અજવાળાં Page #278 -------------------------------------------------------------------------- ________________ દઢપ્રહારી દરવાજા બહાર નીકળ્યો. આંગણામાં ગાય ઊભી હતી. ગાયને સંજ્ઞા આવી કે મારા માલિકનો આ દુશ્મન છે. તે શિંગડાં ઉગામી દઢપ્રહારીને મારવા ધસી. દઢપ્રહારીએ તેને પણ તરવારથી મારી નાખી. આમ ક્રોધના આવેશમાં તેણે ચાર-ચાર હત્યા કરી. ક્રોધ આવે છે ત્યારે ભાનસાન રહેતું નથી. બુદ્ધિ બહેર મારી જાય છે. ન કરવાનાં કામો થાય છે. જ્ઞાનીઓએ કહ્યું છે કે તું ક્રોધ કર, પણ કોના ઉપર ! ક્રોધ ઉપર ક્રોધ. તું ક્રોધને હઠાવ. એને જીત. આ હત્યાકાંડ જોઈને બધાં બાળકો કરુણ આક્રંદ કરવા લાગ્યાં. બા...બા !' કહીને રડારોળ કરી મૂકી. ભોંય પર પડી તરફડવા લાગ્યાં. વાતાવરણ કરુણતાથી ભરાઈ ગયું. રક્તના ખાબોચિયાં, ચાર-ચાર મૃતદેહ અને બાળકોનું આક્રંદ : આ દૃશ્ય જોઈને પલ્લીપતિ દઢપ્રહારીના હાથમાંથી તલવાર પડી ગઈ. પશ્ચાત્તાપ થવા લાગ્યો. જીવ બળવા માંડ્યો. હાય, આ મેં શું કર્યું? મારાથી આ શું થઈ ગયું ? મન તરફડવા લાગ્યું. સમગ્ર દેહમાં અજંપો વ્યાપી રહ્યો. બળું બળું થતા દેહે દૃઢપ્રહારી દોડ્યો. દોડતાં દોડતાં ગામ બહાર એક વૃક્ષ નીચે તેણે એક મુનિને જોયા. મુનિ પાસે ગયો. આંસુની ધારા વહાવતો એ એમનાં ચરણમાં ઢળી પડ્યો. કહેવા લાગ્યો : “પ્રભુ, મને બચાવો. આ પાપીને ઉગારો. મેં પાપીએ મહાપાપ કર્યું છે. ચાર-ચાર હત્યા કરી છે. પશ્ચાત્તાપથી બળી રહ્યો છું. મારા રોમરોમમાં આગ લાગી છે. અનુતાપથી સળગી રહ્યો છું. મને તારો. કોઈ રસ્તો બતાવો. નહિતર હું આત્મહત્યા કરીશ. મારાથી સહન નથી થતું. મને ચેન નથી.' એમ કહી દઢપ્રહારી મુનિ મહારાજનાં ચરણોમાં તરફડવા લાગ્યો. મહારાજે જોયું કે પશ્ચાત્તાપનો અગ્નિ એને બાળી રહ્યો છે. એના પાપનો એને સાચો પશ્ચાત્તાપ થાય છે. એને ઝાડ નીચે બેસાડી, આશ્વાસન આપીને કહ્યું : “તું પંચમહાવ્રતને ધારણ કર. પ્રાયશ્ચિત્ત કર. તારું પાપ દૂર થશે ને કાળજે ટાઢક વળશે.' હવે દઢપ્રહારીએ પ્રતિજ્ઞા કરી કે મને મારી વાત - કરેલી જીવહત્યાની વાત – યાદ આવે ત્યાં સુધી મારે આહાર ન કરવો. આ પ્રતિજ્ઞા લઈને પાત્ર લઈ ગામમાં ભિક્ષા માગવા જાય. ગામના લોકો એને જુએ એટલે કહે કે, આ ખૂની આવ્યો. ચાર-ચાર જીવોનો હત્યારો આવ્યો. કોઈ પથ્થર ફેંકે, કોઈ લાકડી મારે, કોઈ ગડદા મારે, કોઈ ગાળો દે, કોઈ તમાચો મારે. આ બધુંય સહન કર. એનામાં સામો ઘા કરવાની તાકાત હતી, પણ ઘા ન કરે. ઘા સહી લે. પારકા પર ઘા નથી કરતો. મન પર ઘા કરે છે, મનોમન કહે છે : તું એને જ લાયક છે. ઠીક થયું, ભલે માર પડ્યો ભલે પથરા વાગ્યા. આમ મનને ચાર સાધન * ૨૬૯ Page #279 -------------------------------------------------------------------------- ________________ મારી રહ્યો છે. પોતાને ખૂબ ખૂબ દમી રહ્યો છે. જે પોતાને દમે છે તે આ લોક-પરલોકમાં સુખી થાય છે. આમ દમદમીને એનું મન યોગમાં લાગ્યું. આત્મામાં લાગ્યું. મન આત્મા સાથે આંતરદશામાં રમવા લાગ્યું. બહિર દશા ભુલાઈ ગઈ. એ ઘા ખાય છે, પણ અંદર મસ્ત છે. આનંદ થવા લાગ્યો. આત્મપ્રતીતિનો આનંદ થયો. આનંદનો યોગ લાધ્યો ને કેવળજ્ઞાનનો પ્રકાશ છવાઈ ગયો. ૨૭૦ - ધર્મરત્નનાં અજવાળાં Page #280 -------------------------------------------------------------------------- ________________ પ૯. પ્રભુ મહાવીર . આ માલયમાંથી વહી નીકળેલી ગંગા આસપાસના પ્રદેશો અને કિનારાઓને હરિયાળા અને શીતળ કરતી જેમ સાગરે પહોંચે છે, તેમ સંતો અને વિભૂતિઓ પણ માનવાનું અને પ્રાણીઓનું કલ્યાણ કરતા મોક્ષ પ્રતિ પ્રયાણ કરે છે. ભારતને આંગણે આવી જે અનેક વિભૂતિઓનો, સંત-સરિતાઓનો પ્રાદુર્ભાવ છે થયેલો છે તેમાં વિશ્વવન્દ શ્રમણ ભગવાન મહાવીર છેલ્લા છે. એમના જીવનપ્રસંગો નિહાળીશું, અને જીવન-સિદ્ધાંતોનું હાર્દ સમજવાનો પ્રયત્ન કરીશું તો આપણી પામરતામાં પણ પ્રભુતામાં પરમ તેજ પ્રગટશે. ઈશુની પહેલાં ૫૮૯ વર્ષે મગધની ધરતી પર સિદ્ધાર્થ રાજા અને ત્રિશલારાણીને ત્યાં આ વિભૂતિનો જન્મ થયો. તે પૂર્વે આ ધરતી પર હિંસા અને જ સુરાપાનનું સામ્રાજ્ય વ્યાપ્યું હતું. જાતિવાદ બે યુદ્ધે ચડ્યો હતો. ધર્મ ખેંચાખેંચીમાં પડ્યો ચાર સાધન * ૨૭૧ Page #281 -------------------------------------------------------------------------- ________________ હતો. ચોતરફ અંધકાર જ હતો. એવે ટાણે એ અંધકારને ભેદનાર આ પરમ તેજનો પ્રાદુર્ભાવ થયો. ભગવાન મહાવીર એ જન્મ જન્મની સાધનાનું પરિણામ છે. એમની સાધના એમના આ જન્મ પહેલાંની છે. તેથી જ એ જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે એમને વિચાર આવ્યો કે, મારા અંગનાં હલનચલન અને વિકાસને લીધે માતાને વેદના થતી હશે. એટલે તેમણે અંગો સંકોચવા માંડ્યાં. આ બનાવથી માતા ત્રિશલાને ચિંતા થઈ કે મારા ઉદરનો ગર્ભ ગાયબ થઈ ગયો કે શું ? કશું નક્કી થઈ શક્યું નહિ, એટલે માતાએ વિષાદભર્યા કરુણ સ્વરે વિલાપ આદર્યો. માતાનો આવો અપૂર્વ પ્રેમ જોઈ તેમણે પગનો અંગૂઠો હલાવી પોતાના અસ્તિત્વનો ખ્યાલ આપ્યો; અને માતાજી રાજીરાજી થઈ ગયાં. માતાની આવી મમતા જોઈ એ મહાપુરુષે ગર્ભમાં જ સંકલ્પ કર્યો કે આ દુનિયા પર હું અહિંસા અને ત્યાગનો માર્ગ પ્રવર્તાવવા આવ્યો હોવા છતાં જ્યાં સુધી મારાં માતા-પિતા આ દુનિયા પર જીવતાં હશે ત્યાં સુધી સંયમની દિશા નહિ લઉં. આ પ્રસંગ માતાપિતા પ્રત્યેનો ભક્તિભાવ અને વિનય સૂચવે છે. એમના આગમન સાથે જ એમના કુળમાં બધી જ રીતે વૃદ્ધિ થવા લાગી. ધનધાન્ય, ઇજ્જત, આબરૂ, સુખશાંતિ વધવા લાગ્યાં. સિદ્ધાર્થ રાજા અને ત્રિશલારાણીએ પોતાનાં સ્વજનોને કહ્યું : “આ બાળકના આગમન સાથે અમારા ઘરમાં લક્ષ્મી અને શાન્તિ પણ વધવા લાગી છે એટલે અમે આનું નામ વર્ધમાન' રાખીશું.” આ બાળક વર્ધમાનના જન્મની ખુશાલીમાં રાજાએ બધા કેદીઓને મુક્ત કર્યા, પ્રજાજનોને ભોજન આપ્યાં, ગરીબોને દાન દીધાં. વર્ધમાન આઠ વર્ષના હતા ત્યારે તે પોતાના બાળસખા સાથે રમવા ઉપવનમાં ગયા. તે વખતે ઇન્દ્રસભાનો એક દેવ એમની પરીક્ષા કરવા આવ્યો, અને રમતાં બાળકોની વચ્ચે સર્પ થઈ પ્રગટ થયો. બાળકો ચીસ નાખી નાઠાં. વર્ધમાને કહ્યું : “ડરો નહિ. ડરે તે મરે. આપણે એનું કંઈ બગાડ્યું નથી તો એ આપણને શા માટે કરડે ?” એમ કહી પૂંછડીથી પકડી સર્પને દૂર ફગાવ્યો. વર્ધમાનનો આ અભય જોઈ ઇન્દ્રસભાનો આ દેવ ચકિત થઈ ગયો. ફરી એક વધુ કસોટી કરવા એ બાળક બની આ બાળકો સાથે રમવા લાગ્યો. એનો દાવ આવતાં એ હાર્યો અને વર્ધમાન જી ત્યા એટલે રમતના દાવ પ્રમાણે એણે ર૭૨ - ધર્મરત્નનાં અજવાળાં Page #282 -------------------------------------------------------------------------- ________________ વર્ધમાનને ખભે બેસાડ્યા. અને પછી તો દેવ તાડની જેમ વધવા જ લાગ્યો. વર્ધમાનને થયું : આ કોઈ ડરાવવા આવ્યો લાગે છે. - વર્ધમાને મૂઠી વાળીને એના માથે એવો પ્રહાર કર્યો કે એ બેવડ વળી ગયો. આથી એણે નમન કરી કહ્યું : “વર્ધમાન, તમે મહાન છો, મહાવીર છો. હું “દેવ' તમારા ચરણોમાં નમન કરું છું.” ત્યારથી વર્ધમાન “મહાવીર' કહેવાયા. એ યૌવનમાં આવ્યા. માતાપિતાના આગ્રહથી એમનાં લગ્ન યશોદા સાથે થયાં. એમની પુત્રીનું નામ પ્રિયદર્શના હતું. એ સંસારમાં હતા પણ જલકમળની જેમ જળમાં રહેવા છતાં અધ્ધર અને અલિપ્ત હતા. ભગવાન મહાવીર અઠ્ઠાવીસ વર્ષના થયા ત્યારે મા-બાપ દેવલોક પામ્યાં. એટલે પોતે કરેલી પ્રતિજ્ઞા મુજબ ત્યાગના માર્ગે જવા માટે તેઓ મુક્ત થયા. આ માટેની તેમણે તૈયારી કરી એટલે મોટાભાઈ નંદિવર્ધને કહ્યું : “ક્યાં ચાલ્યા ?” ત્યારે વર્ધમાને કહ્યું : “ભાઈ, હું સંસારનો જીવ નથી. હું ભોગ માટે નહિ, ત્યાગ માટે આવ્યો છું. મને મારો પંથ બોલાવી રહ્યો છે. જન્મ, જરા અને મૃત્યુથી રિબાતાં પ્રાણીઓની ચીસો મને સંભળાય છે. મને જવા દો, મુક્તિને માર્ગે જવા દો.” ત્યારે નંદીવર્ધને દુ:ખ સાથે કહ્યું: “પિતા જાય, માતા જાય અને નાનો ભાઈ પણ જાય ત્યારે મારા હૃદયને શું થાય તેની કલ્પના તો કરો. તમે સંસારી જીવ ભલે ન હો, અમે તો સંસારી જીવ છીએ ને ? સૌની દયા કરનાર તમે તમારા મોટા ભાઈ પર દયા નહિ કરો ? મારી ખાતર બે વર્ષ અહીં વધુ રહો.” મહાવીરનો આત્મા નેહથી નીતરતો હતો. તેઓ મોટા ભાઈના સ્નેહને અવગણી ન શક્યા અને બે વર્ષ સંસારમાં રહ્યા – પણ સાધુની જેમ. ત્રીસમે વર્ષે એમણે સંસાર છોડી સંયમ લીધો અને આત્મસંશોધનની સાધનામાં લાગ્યા. સાડાબાર વર્ષ લગી એમણે અપ્રમત્ત રહી સાધના કરી. આ સાધનાકાળ ઘણો જ કપરો હતો. આ સાધના દરમ્યાન તેઓ એક વાર ઝાડ નીચે ઊભા હતા, ત્યાં એક ગોવાળ આવ્યો અને “આ મારા બળદને સાચવજો” એમ કહી તે ચાલ્યો ગયો. ભગવાન મહાવીર તો ધ્યાનમાં હતા એટલે ગોવાળના ગયા પછી બળદ રખડવા ચાલ્યા ગયા. પેલા ગોવાળે પાછા આવીને જોયું તો બળદ નહોતા. તેણે ચાર સાધન ૯ ૨૭૩ Page #283 -------------------------------------------------------------------------- ________________ મહાવીરને તે વિશે પૂછ્યું, પણ તેઓ તો ધ્યાનમાં હતા, મૌનમાં હતા. એટલે ગોવાળ બળદ શોધવા ચાલ્યો. પણ બળદ ક્યાંય ન મળ્યા ત્યારે એ પાછો આવ્યો અને જોયું તો બળદ મહાવીર ભગવાન આગળ આવી ઊભા હતા. ગોવાળને ખૂબ ગુસ્સો ચડ્યો. એને થયું કે આ માણસે જ બળદ સંતાડ્યા હતા. એટલે તે ગાળો દેવા માંડ્યો. પણ ભગવાન તો ધ્યાનમાં હતા એટલે એની સામું પણ ન જુએ. આથી ગોવાળે શૂળ અને ખીલી લાવી મહાવીરના બન્ને કાનોમાં ખોસી દીધાં. ધડધડાટ લોહી વહી રહ્યું. વેદના અસહ્ય હતી; છતાં મહાવીર ધ્યાનમાં મસ્ત જ રહ્યા. વેદનાનો ઊંહકાર પણ ન કર્યો, કારણ કે તે ધ્યાનની સમાધિ હતી. બીજો પ્રસંગ એવો છે કે એક વખતે ઇન્દ્ર મહાવીર પ્રભુને વિનતિ કરી : “ભગવાન, આ બાર વર્ષ આપને બહુ જ કષ્ટ પડવાનું છે; એટલે આપ મને અનુજ્ઞા આપો તો આ બાર વર્ષ આપનો ચોકીદાર બની રહ્યું.” આપણા જેવા સામાન્ય માણસો તો આવો ચોકીદાર મળતો હોય તો હરખાઈ જાય... જ્યારે ભગવાને કહ્યું, “ઇન્દ્ર, મોક્ષનો માર્ગ તો કંટકવાળો જ હોય...એ માર્ગે જનારાથી ચોકીદાર ન રખાય. ચોકીદારથી બીજું બધું મળે, પણ મોક્ષ ન મળે.” આ હતું ભગવાન મહાવીરનું મહાવીરત્વ. ત્રીજો પ્રસંગ એવો છે કે એક દિવસ ઉનાળાના બળબળતા બપોરે વનવગડાના માર્ગે તેઓ જતા હતા. ત્યાં એક ગોવાળે રોક્યા અને કહ્યું, “આ રસ્તે ન જશો, કારણ કે આ રસ્તો બહુ ભયંકર છે. આગળ જતાં એક ચંડકૌશિક નામનો સર્પ આવે છે. એની નજર તમારા પર પડતાં જ તમારો દેહ બળીને ખાક થઈ જશે. એટલે આ રસ્તે જવાનું માંડી વાળો.” ફૂલનો માર્ગ તો સૌ સ્વીકારે પણ આ તો મહાવીર ! કાંટા પર ચાલે, ઝેરને પચાવે છતાં એમની પ્રસન્નતા ન જાય. એ તો ચાલ્યા ઉજ્જડ માર્ગે. માર્ગમાં એક રાફડો આવ્યો અને એ ત્યાં થંભ્યા. માનવગંધ આવતાં ચંડકૌશિક રાફડામાંથી બહાર આવ્યો. એની દૃષ્ટિ ઝેરી હતી. નજર પડે ત્યાં માનવ હોય કે વૃક્ષ, પણ તે બળીને ભસ્મ થઈ જાય. પોતાના રાફડા પાસે જ આસન જમાવનાર મહાવીરની હિંમત સામે એને ખૂબ ગુસ્સો આવ્યો અને એ ગુસ્સો ઝેરી આંખ વડે ઉલેચાઈ રહ્યો. ૨૭૪ * ધર્મરત્નનાં અજવાળાં Page #284 -------------------------------------------------------------------------- ________________ સાગરનાં પાણીમાં સળગતો ફટાકડો નાખીએ તો સાગરને કશુંય ન થાય... પરંતુ ફટાકડો જ બુઝાઈ જાય તેવું બન્યું. મહાવીર તો પ્રેમના સાગર હતા.. ચંડકૌશિકના ક્રોધાગ્નિનું ઝેર એમને કશું કરી શક્યું નહિ. મોટા મોટા ડોળા કાઢ્યા તોય કશું ન વળ્યું એટલે તે ખૂબ ખિજાયો અને દોડીને મહાવીર ભગવાનને જોરથી દંશ માર્યો. દંશ મારતી વખતે એને એમ હતું કે દેશ લાગતાં જ ભગવાન સૂર્ણા ખાઈને એના પર ઢળી પડશે અને એ ઢળી પડે ત્યારે પોતે ચગદાઈ ન જાય એટલા માટે એ દેશ મારીને દૂર હસ્યો. પરંતુ દંશ માર્યો ત્યાં તો ભગવાનના શરીરમાંથી દૂધની સેર છૂટી.. જીવમાત્ર પરત્વેના પરમ પ્રેમનું આ જાજ્વલ્યમાન ઉદાહરણ હતું. આજના વિજ્ઞાનના જમાનામાં ઘણાંને આ વાત જુદી હોય તેવું લાગે છે. હું ભાવનગરમાં હતો ત્યારે ડૉ. હેમંતકુમારે આવી શંકા ઉઠાવેલી. એમણે કહ્યું હતું : “મહારાજ, આ વાત કલ્પનાભરી નથી લાગતી ? મેં અમેરિકા, ઇંગ્લેન્ડ વગેરે કેટલાંય સ્થળોએ અનેક જાતનાં ઑપરેશન કર્યા છે, અને જોયાં છે, પરંતુ મેં ક્યાંય માનવશરીરમાંથી દૂધ નીકળતું જોયું નથી.” ત્યારે મેં કહ્યું : “ભાઈ, તમે અનેક ઑપરેશન કરવા છતાં લોહીને બદલે દૂધ નીકળતું નથી જોયું; જ્યારે મેં તો વિના ઑપરેશને જ લોહીને બદલે દૂધ નીકળતું જોયું છે. સ્ત્રીને જ્યારે માતૃત્વ પ્રાપ્ત થાય છે ત્યારે એનાં સ્તન દૂધથી લચી પડે છે કે નહિ ? કહો, આ વખતે લોહીને બદલે દૂધ ક્યાંથી આવતું હશે ?” ત્યારે ડૉક્ટર કહે, “તે વખતે લોહીનું રીફાઈન થઈ જાય છે.” મેં પૂછ્યું, “કેમ થઈ જાય છે ?” તો કહે, “એ વખતે માતામાં વાત્સલ્ય પ્રગટે છે. બાળક પ્રતિ પ્રેમ જાગે છે.” ત્યારે મેં કહ્યું હતું : “એક બાળક પ્રત્યે જાગેલા વાત્સલ્યને લીધે જ સ્તનમાં દૂધ છલકાઈ જતું હોય તો પછી પ્રાણીમાત્ર પરત્વે જેના અંતરમાં અસીમ પ્રેમ છલકાતો હોય એનાં અંગેઅંગમાં દૂધ વહે તો તમને નવાઈ લાગે ?” ડૉક્ટરે હસીને કબૂલ કર્યું : “આપની વાત તદન સાચી છે.” દેશ દેનાર પ્રત્યે પણ દયા દાખવીને એનું દેશીલું મોં દૂધથી ભરી દેનાર મહાપુરુષે સર્પને કરુણામય રીતે કહ્યું : “બુઝ-બૂઝ – જરાક બોધ પામ. તું આજ સુધી બહુ સળગ્યો, હવે તો જરા શાંત થા. તારો ક્રોધ તને જ સળગાવે ચાર સાધન - ૨૭૫ Page #285 -------------------------------------------------------------------------- ________________ છે. તેં તારા ક્રોધાગ્નિથી જગતને નહિ, તારા અંતરને ઉજ્જડ કર્યું છે. હવે તો શાંતિના વારિથી તેને હર્યુંભર્યું બનવા દે !'' સર્પની આંખોનો અગ્નિ ભગવાનને ન સળગાવી શક્યો; જ્યારે એમની કરુણામયી વાણીએ તો સર્પના અંતરને ઠારી દીધું અને સર્પ ભગવાન મહાવીરને નમી પડ્યો. એણે દંશમાંથી ઝેર કાઢી નાખ્યું. પછી પોતે વિચારવા લાગ્યો ઃ મારું મોં હવે દુનિયાને દેખાડવા લાયક રહ્યું નથી. તેથી હવે હું રાફડામાં જ રહીશ... બહાર નીકળીશ જ નહિ. અને ત્યાં ને ત્યાં રહીને જ મારાં પોતાનાં પાપોનું બને એટલું વધુ ને વધુ પ્રાયશ્ચિત્ત કરીશ. બસ, ત્યારથી ચંડકૌશિકે રાફડામાં જ રહેવા માંડ્યું... તે આહાર-ભક્ષણ માટે બહાર ન નીકળ્યો. આ વાત જાણીને ગોવાળિયાઓએ રાફડામાં દૂધ-ઘી રેડવા માંડ્યું, નાગપૂજા આદરી. સાપનું હલનચલન બંધ થયું એટલે રાફડામાં કીડીઓ જામી. એ કીડીઓ ચંડકૌશિકના શરીરને ફોલી ખાવા માંડી, છતાં એણે ઊંહકાર ન કર્યો... પોતે કરેલાં પાપોનું પ્રાયશ્ચિત્ત આ રીતે જ ભોગવી શકાશે એ ભાવનાને લીધે, એ પોતાની સાધનામાં અડોલ રહ્યો. એના મનમાં એક જ વાત હતી : બીજાને દુ:ખ આપવાનું કરેલું પાપ હું દુ:ખ સહીશ તો જ ધોવાશે. બસ આ ભાવનાને જીવનધ્યેય બનાવીને એણે દુઃખ સહેવા માંડ્યું. પછી તો કીડીઓ એના દેહમાંથી આરપાર નીકળવા માંડી. અને એક દિવસ સર્પનું મૃત્યુ થયું. એ સ્વર્ગે ગયો. જીવ અને જગતના કલ્યાણ માટે જીવનારી વિભૂતિઓ આવી હોય છે ! એની નિર્ભયતા અને કરુણાએ દુનિયાના દુ:ખને પણ વિદાર્યાં, અને પાપીનાં પાપને પણ નિવાર્યાં. સંસારને શાંતિ અર્પી, અને પાપીને મોક્ષ મળ્યો. ભગવાન મહાવીરની સાધના હજીયે આગળ ધપતી હતી...એ સાધનાની અડગતાની પ્રશંસા એક વાર ઇન્દ્રે પોતાની સભામાં કરી. એટલે સંગમ નામના એક દેવતાને ભગવાન મહાવીરની પરીક્ષા કરવાનું મન થયું. એના મનમાં એક વાતની ગાંઠ હતી કે માનવી એટલે નિર્બળતાનો અવતાર ! તો પછી મહાવીરની સાધના અણનમ શેની હોય ? એણે મોહક સુંદરીનું રૂપ ધર્યું અને ધ્યાનસ્થ મહાવીરના ચિત્તને ચળાવવાનો પ્રયત્ન કરી જોયો, પણ તે નિષ્ફળ ગયો. પછી એણે અનેકવિધ ઉપદ્રવો શરૂ કર્યા અને છ મહિના સુધી અનેક પ્રકારની પીડાઓ આપી તોય ભગવાન મહાવીર તો અડગ રહ્યા. ૨૦૬ * ધર્મરત્નનાં અજવાળાં Page #286 -------------------------------------------------------------------------- ________________ –એટલું જ નહિ પરંતુ આ પ્રક્રિયામાં એ દેવતાની અધમતા ઓગળી ગઈ...ગર્વ ઓગળી ગયો અને તે પ્રભુને ચરણે પડ્યો. - ત્યારે ભગવાન મહાવીરની આંખમાંથી વેદનાનાં આંસુ સરી પડ્યાં. એ આંસુ એમનાં દુ:ખનાં હતાં ? ના, એમની વેદના તો એ હતી કે એમના સમાગમમાં આવવા છતાં, સંગમ નામના દેવતાએ છ-છ મહિના સુધી પાપના જ ધંધા કર્યા ! આવાં પાપ કરીને એને દેવગતિમાંથી નીચે ગતિમાં જવું પડશે એ ખ્યાલે ભગવાન મહાવીરના હૃદયમાં કરુણા ઊપજી. કરુણાને લીધે એમની આંખમાં આંસુ આવ્યાં. આ રીતે સાધના દ્વારા કરૂણાનો છંટકાવ કરતા ભગવાન મહાવીરે સાડાબાર વર્ષ સુધી અનેક પ્રકારના ઉપસર્ગો સહન કર્યા અને અંતે સાધના અને આરાધનાથી સાડાબાર વર્ષને અંતે એમનાં કર્મો નાશ પામ્યાં અને તેઓ કેવળજ્ઞાન પામ્યા. એ જ્ઞાનભાનુએ એમના અંતરને જ નહિ, સારીય આલમના અંતરને અજવાળ્યું છે.... એનાં પ્રકાશકિરણો આજે પણ અનેક આગમોના રૂપમાં માનવહૈયાના અંધારા ખૂણાઓને અજવાળી રહ્યાં છે. બોતેર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી ભગવાન મહાવીર પાવાપુરીમાં નિર્વાણ પામ્યા. એ ગયા પણ એમણે દીધેલા જ્ઞાનનું અમૃત આજે પણ માનવજાતને દિવ્યતા આપી રહ્યું છે. તેઓ કહી ગયા છે કે, “આચારમાં અહિંસા લાવો, વિચારમાં અનેકાંત.” એમની આ વાત પ્રજા જીવનમાં ઉતારશે તો જ યુદ્ધો અટકશે અને શાંતિ પ્રસરશે. એમનો આ પ્રકાશ આપણા અંતરમાં પ્રસરો એ જ પ્રાર્થના * ચોપાટીના સાગરકિનારે તા. ૬-૪-૬૩ની સાંજે વિશાળ માનવસાગર સમક્ષ વહેલ પ્રભુની જીવનઝરમરની સ્મૃતિનોંધ. ચાર સાંધન - ૨૭૭ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૬૦. સિદ્ધાંતો ભૂલીને માત્ર પૂજા જ કરતા રહીશું ? પણે એ જાણવું જોઈએ કે ભગવાન મહાવીર કોણ હતા, એમનો જન્મ કયા સંજોગોમાં થયો હતો, છે. અને પ્રાણીમાત્રને તેથી શો લાભ થયો ? કોઈ પણ માણસ જો મહત્તાવાળો નથી હોતો તો તેના દીકરાઓ પણ તેને યાદ કરતા નથી; તો જગત તો યાદ કરે રાજાઓ જ્યારે સત્તા અને લડાઈમાં પડ્યા હતા, વૈશ્યો જ્યારે શોષણ અને ભોગમાં પડ્યા હતા, બ્રાહ્મણો જ્યારે જાતિવાદ અને યજ્ઞમાં પડ્યા હતા અને શૂદ્રો જ્યારે ફૂટબૉલની જેમ ઠોકરે ચડી રહ્યા હતા; જ્યારે માનવજાત દુ:ખી હતી, તેમને કોઈ આશ્વાસનની, સહૃદયતાથી કે તેમનો હાથ પકડે તેવા માનવીની જરૂર હતી – તેવા સમયે, અંધારામાં જેમ સૂર્ય પ્રકાશે તેમ, ભગવાન મહાવીરનો જન્મ એક રાજ કુળમાં થયો. આવા રાજકુળમાં ખેં જન્મવા છતાં, ગરીબોનાં અને વ્યથિત ૨૭૮ - ધર્મરત્નનાં અજવાળાં Page #288 -------------------------------------------------------------------------- ________________ આત્માઓનાં દુ:ખદર્દો તેમનાથી અજાણ્યાં ન હતાં. ૩૦ વર્ષની ભરયુવાન વયે ભગવાન મહાવીરે સંસારનો ત્યાગ કર્યો. મહત્તાને પામવાને માટે કોઈક જાતની સાધના અને સંશોધન જરૂરી છે. ભગવાન મહાવીરે સાડાબાર વર્ષ સુધી એકાગ્ર બનીને એવી સાધના કરી કે જેમાં ખાવાપીવાનું, પહેરવા-ઓઢવાનું ભુલાઈ ગયું હતું. સંપૂર્ણ મૌનવાળી એ ઉગ્ર સાધના હતી. એ સાધના અને આત્મસંશોધનમાંથી ભગવાન મહાવીરને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તે સમયે બ્રાહ્મણો એમ કહેતા કે અમે શ્રેષ્ઠ છીએ અને બીજાં બધાં અમારા અંગઉપાંગ છે; ત્યારે ભગવાને જણાવ્યું કે, “તમારામાં જે આત્મા છે તેવો જ આત્મા એક શૂદ્રમાં છે; કીડી-મંકોડીમાં છે; સર્વ જીવમાં છે; તમને જેમ સુખ પ્રિય અને દુ:ખ અપ્રિય છે, તેમ તેમને પણ સુખ પ્રિય અને દુઃખ અપ્રિય છે. કીડીને પણ તડકો ગમતો નથી. નાનામાં નાનું જંતુ જીવવાને ચાહે છે.” ભગવાન મહાવીરનો આ પહેલો વિચાર હતો. તમે બીજાને સુખ આપશો તો તે ફરીને અંતે તમારી પાસે જ આવશે, અને તમે જો બીજાને દુ:ખ આપશો તો તે પણ ફરીને અંતે તમારી પાસે જ આવશે. દુનિયા ગોળ છે સુખ યા દુઃખરૂપી તમે છોડેલું બાણ, અંતે દુનિયાનું ગોળ ચક્કર લગાવીને છેવટે તમારી તરફ જ પાછું ફરશે એ ભૂલવું ન ઘટે. કાનમાં ખીલા મારવા આવેલા માનવીને માટે પણ ભગવાન મહાવીરે પ્રેમની લાગણી બતાવી હતી. ગાંધીજીને ગોડસેએ ગોળી મારી ત્યારે ગાંધીજી પણ મોઢામાંથી કટુ વચન ન બોલતાં ‘હે રામ' બોલેલા. જેના મોઢામાંથી ગાળ નીકળે છે એ મહાવીરનો શિષ્ય બનવાને લાયક નથી. ભગવાન મહાવીરના ઉપદેશની અસર આજે પણ જગત ઉપર છે. ગાંધીજીએ પણ એ જ વાત કહી છે કે હરિજન પણ એક માનવી છે. જો તમે તેને તરછોડશો તો દુશ્મન બનીને એ એક દિવસ તમારું ગળું કાપશે. શ્રી કેનેડી Flower of humanity માનવતાનું પુષ્પ હતા. તેમણે કહેલું : “કાળી પ્રજા હોય કે ધોળી પ્રજા; એ તો ચામડીનો ભેદ છે. બાકી બધાંની અંદર એકસરખો આત્મા બેઠો છે.'' --- = આજનો જમાનો જરાક કોઈને ઊંચો જુએ તો તેને પાડી દે છે, અને પછી ગ્લાસ ભરીને પાણી પાય છે. પહેલાં મારે છે, પછી એનાં પૂતળાં બનાવીને એની પૂજા કરે છે. એક વાર એક ભાઈ દિલ્હી ગયા. એ એક મિત્રની સાથે સમાધિઘાટ પર ગયા. ત્યાં એ મિત્રની નાની છોકરીએ જણાવ્યું કે આ સાધિ નીચે શું ચાર સાધન : ૨૭૯ Page #289 -------------------------------------------------------------------------- ________________ દાઢ્યું છે તે તમે જાણો છો ? ત્રણ વસ્તુ : સત્ય, સાદાઈ અને અહિંસા. તેના પર આપણે બાપુજીની સમાધિ બનાવી છે. અહીં આવી લોકો પગે પડીને કહે છે : “બાપુ, તમને અમે પૂજશું, પણ મહેરબાની કરીને આ ત્રણમાંથી કોઈને બહાર નીકળવા દેશો નહિ.” આમ આજે સિદ્ધાંતોને ભૂલીને મહાપુરુષોને આગળ કરવામાં આવે છે; અપરિગ્રહને બદલે આજે વધારેમાં વધારે પરિગ્રહ ભેગો કરવામાં આવે છે. અહિંસક દેશમાં આજે વધારેમાં વધારે હિંસા થવા લાગી છે. આપણે મહાપુરુષોના વિચારોને ભૂલી જઈએ છીએ. ઠેકઠેકાણે મંદિરો મળશે, પૂજા વધતી જાય છે, પણ વિચારો ભુલાતા જાય છે. ભગવાન મહાવીર માનવ હતા. આત્મા હતા તેમાંથી એ પરમાત્મા બન્યા. કંકર પણ એમ ઘસાઈ ઘસાઈને છેવટે ગોળ બને, તો શંકર બને છે. સાધના કરતાં કરતાં માનવ કેટલો ઊંચો જઈ શકે છે તેનું જીવંત દૃષ્ટાંત ભગવાન મહાવીર છે. અહિંસા પછી, જગતકર્તા વિષે પ્રભુએ કહ્યું : “આ દુનિયા માણસે જ બનાવી છે. માનવી જો સારો બને તો દુનિયા સ્વર્ગ જેવી બને, અને માનવી ખરાબ બને તો દુનિયા નરક બને. આજની લોકશાહીમાં જેમ દરેક માનવી, પ્રયત્ન કરીને, લાયકાત હોય તો વડા પ્રધાન બની શકે છે, તેમ અધ્યાત્મ ક્ષેત્રની અંદર, દરેક આત્માને આગળ વધવાનો સરખો જ હક્ક છે. તમે પણ ધારો તો મહાવીર બની શકો છો. દરેક આત્માની અંદર એ ભગવાન બેઠેલો જ છે; એ અંદર રહેલા ભગવાનને શોધવાનું કામ મનુષ્ય કરી શકે છે.' ઊભો થઈ જા, પ્રમાદ છોડ અને આત્માની શોધ કર;' આ તેમનો બીજો વિચાર. કર્મવાદ ઉપર જ જગત ઊભેલું છે. માણસ જે બનવા ચાહે તે બની શકે છે. ત્રીજો વિચાર તે અનેકાંતવાદ – ભગવાન મહાવીરની એ સંદરમાં સુંદર શોધ. દરેક વસ્તુને જુદી જુદી દૃષ્ટિથી જુઓ. એને અનેક પાસાં હોય છે. તેનો એક પ્રત્યક્ષ દાખલો લઈએ. પહેલા માળે ચડીને આપણે જોઈએ તો બંગલા ને માણસો અમુક જ દેખાય. બીજા માળ પરથી, બંગલાની પાછળ શું છે તે પણ દેખાય. ત્રીજા માળ પરથી, દૂરના નદીના પ્રવાહો પણ દેખાય, ચોથા માળ પરથી આખું શહેર દેખાય; પણ અસ્પષ્ટ. આમ જેમ ઉપર જુઓ, તેમ દર્શન બદલાતું જાય છે પણ દરેક દશ્ય સત્ય છે. આનું નામ અનેકાન્તવાદ. આપણે એકબીજાને વખોડીએ તે નહિ ચાલે. દરેકમાં વખાણવા જેવું પણ કંઈક હોય છે જ. આપણે એ જોતાં શીખવાનું છે. કોઈ ઘઉં વીણતું હોય અને તેને આપણે પૂછીએ તો કહે: ‘ઘઉં વીણીએ ૨૮૦ * ધર્મરત્નનાં અજવાળાં Page #290 -------------------------------------------------------------------------- ________________ છીએ.” પણ ના, તેઓ ઘઉં નહિ પણ કાંકરા વીણતા હોય છે. આ સાપેક્ષ ભાષા આપણે સમજી લેવી ઘટે. તમે ટ્રેઇનમાં બેઠા હો અને કહો કે ચર્ચગેટ આવ્યું – પણ ચર્ચગેટ આવતું નથી; માણસો ચર્ચગેટ આવે છે. તમો કહો છો ? આ રોડ નરીમાન પોઈન્ટ જાય છે. રોડ નરીમાન પોઇન્ટ નથી જતો, પણ તે રોડ પરના માણસો નરીમાન પોઇન્ટ તરફ જાય છે. આપણે એકબીજાની આ સાપેક્ષ ભાષા જેમ સમજીએ છીએ તેમ, દરેક પ્રસંગે સમજવા પ્રયત્ન કરીએ તો દુનિયામાંથી ઘણા ઝઘડા ઓછા થઈ જાય. જેવી દૃષ્ટિ હોય, તેવી ભાષા બને છે. પૂછવામાં આવ્યું : “પાણીનો ગ્લાસ કેવો છે ?' તો એક કહે કે ગ્લાસ અરધો ખાલી છે; બીજો કહે કે અરધો ભરેલો છે. ખાલી મગજવાળાને એ ગ્લાસ અરધો ખાલી લાગે છે; ભરેલા મગજવાળાને એ ગ્લાસ અરધો ભરેલો લાગે છે. જે તમે કહેવા માગો છો, તે જ ઘણી વાર સામો માણસ પણ કહેવા માગતો હોય છે. માટે સામાનું સાંભળો. આવી સમજણમાંથી પ્રેમ પેદા થાય છે. પણ આજે સૌ વાદ પર ઊભેલા છે. સમાજવાદ, સામ્યવાદ, મૂડીવાદ, સત્તાવાદ – આમ બધા અલગ થઈ રહ્યા છે; બીજાને સમજવા માગતા નથી. પણ આ બધું તમારો તકવાદ અને બકવાદ છે. માનવ જો અન્ય માનવીના ભાવો અને ધર્મો ન સમજી શકે, તો બીજું બધું નકામું છે. સામાને સમજવાની કોશિશ આજના આપણા માંધાતાઓ કરે તો તંગ વાતાવરણ ઘણું ઓછું થઈ જાય. એટલે આજે દુનિયાને આવા અનેકાંતવાદની બહુ જરૂર છે. આવી સમજણ આવશે તો જ યુદ્ધ અટકશે; શાંતિ સ્થપાશે. એક વાર બાપ-દીકરો લડી પડ્યા. દીકરો કહે : “હું આજે તમારી સાથે નહિ જશું.' એટલે પછી બાપ પાટલો ને થાળી લઈને તેની પાસે ગયો. કહ્યું : તું મારી સાથે નહિ જમે તો કંઈ નહિ, હું તારી સાથે જમીશ” – અને ઝઘડો શમી ગયો. જગતના વ્યવહારમાં આપણે આ લાવવાનું છે. આજે આ લોકો બીજાને મારવા શસ્ત્રો ભેગાં કરી રાખે છે, પણ એ સમજતા નથી કે હું બીજાને મારવા શસ્ત્રો ભેગાં કરીશ તો બીજો પણ મને મારવા શસ્ત્રો ભેગાં કરશે. એટલે, બેઉ શસ્ત્રોનો ત્યાગ કરે તો ? ન્યૂયોર્કમાં એક વાર ત્રણ મિત્રો રાત્રે સિનેમા જોઈને આવ્યા. ઉપર જવું હતું. લિફ્ટ બગડેલી હતી. ૬૦મે માળે રહેતા હતા, એટલે રસ્તો કાઢ્યો. નક્કી કર્યું કે વાર્તા કરતાં કરતાં ચઢીએ. પહેલા મિત્રે એક વાર્તા કહી; ૩) માળ ગયા. બીજા મિત્રે વાર્તા કહી અને ૬૦મે માળે આવ્યા. ત્રીજા મિત્રે પોતાની વાર્તા એક જ વાક્યમાં કહી દીધી કે આપણે ઉપર તો આવ્યા પણ બ્લોકની ચાર સાધન : ૨૮૧ Page #291 -------------------------------------------------------------------------- ________________ ચાવી જ નીચે કારમાં રહી ગઈ છે ! આમ આજે બોમ્બ અને ઍટમની શોધમાં માનવી ૬૦ માળ ચઢી ગયો છે. હવે તેને લાગ્યું, કે અહિંસારૂપી ચાવી તો હું નીચે ભૂલી ગયો છું. આ ચાવી મેળવવા માટે દુનિયાની નજર આજે ભારત તરફ મંડાઈ રહી છે. સૌ ભારત તરફ આવી રહ્યા છે. એ લોકો અહીં આવી પહોંચે તે પહેલાં, અહિંસારૂપી આપણી ચાવી ભારતમાંથી ગુમ ન થાય તો સારું ! જગતની નજર આજે જ્યારે ભારતના ઉચ્ચ સિદ્ધાંતો ભણી વળી રહી છે, ત્યારે ભારત પોતે આજે ભૌતિક વિલાસની પાછળ જઈ રહ્યું છે. કોંગ્રેસનાં અધિવેશન ભરાય છે અને માંસાહારનાં રસોડાં થવા લાગ્યાં છે. જરાક તો વિચાર કરો કે ભારત જેવા દેશમાં આ શોભે ? ગાંધીજીની કોંગ્રેસ માટે આ કલંક નથી ? આપણે ભૌતિક રીતે વિચારીએ તો એમાં કંઈ નથી, અને આધ્યાત્મિક રીતે વિચારીએ તો એમાં ઘણુંબધું છે. આજે તમારામાં કળા, વિજ્ઞાન - સાયન્સ બધું જ હશે, પણ જો માનવતા નહિ હોય, તો એ રેતી પર ઊભેલા મહેલ જેવું બની રહેશે એ યાદ રાખજો. આજે મહાવીર જયંતીનો મંગળ દિન છે. તે દિવસે આપણે પ્રતિજ્ઞા કરીએ કે મારે હવે માનવ બનવું છે, તેના ગુણો ગાવા છે. બાહ્ય નહિ, આંતરસમૃદ્ધિથી સમૃદ્ધ થવું છે. એક સુતારે લાકડાનો સિહ બનાવ્યો. પેન્ટરે રંગ પૂર્યો. વૈજ્ઞાનિક તેને જીવતો કરવા ગયો. ત્યાં ફિલોસોફરે કહ્યું : “ઊભા રહો. તમારી આ કળા કેવી રીતે કામ કરે છે તે જોવા માટે તો કો'ક જીવતો રહેવો જોઈએ ને ! માટે મને ઝાડ પર ચડી જવા દો.” તે ઉપર ચડી ગયો. પછી તે જીવતા બનેલા સિંહે, પેલા ત્રણેને મારી નાખ્યા. ફિલોસોફર પાસે તો અમી હતું; તેણે તે છાંટીને ત્રણેને ફરી જીવતા કર્યા. આજે માનવીએ વિજ્ઞાનનું સર્જન કર્યું છે, આ સર્જન જ આજે જાણે માનવીનું ભક્ષણ કરવા તૈયાર થયું છે. આપણે આ ન ભૂલીએ એ જરૂરી છે. માનવીએ નવી સર્જન કરેલી શક્તિ માનવીના જ વિસર્જનના કાર્યમાં ન લાગી જાય તે જોવાનું છે ! પોતે તૈયાર કરેલો સિંહ, પોતાને જ ખાઈ ન બેસે એનું ધ્યાન રાખવાનું છે. ભગવાન મહાવીરના આ વિચારો માત્ર જૈનો કે હિંદુસ્તાનને જ ઉપયોગી છે એમ ન માનશો; સારાયે વિશ્વને તેની જરૂર છે. એ વિચારોને પ્રથમ તો જૈનોએ આચારમાં મૂકીને દાખલો બેસાડવો પડશે. દુનિયામાં એકલા શબ્દો કામ ૨૮૨ પર્મરત્નનાં અજવાળાં Page #292 -------------------------------------------------------------------------- ________________ નથી લાગતા. એ શબ્દોની પાછળ અર્પણની, આચારની ભાવના જોઈએ; તો જ તે અસરકારક નીવડે છે. આજે દુનિયામાં દરેક માણસ એમ વિચારતો થયો છે કે જગતનું ગમે તે થાય, મારું કલ્યાણ થાય તો બસ. પણ એ માણસ એમ નથી વિચારતો કે દુનિયા જ જો નહિ હોય તો એનું અસ્તિત્વ કઈ રીતે રહેશે ? મહાપુરુષોના આવા વિચારો અને એમણે આપેલી પ્રેરણા આપણને કામ લાગે છે; એટલે ભગવાન મહાવીરની જયંતી પણ, આંતરરાષ્ટ્રીય સ્તર પર ઊજવાય તેમ થવું જોઈએ. તેમના વિચારો સારીયે દુનિયાને, આજના કટોકટીના કાળમાં ખપ લાગે તેવા છે. એ સાંભળીને માણસને જો ધ્યાનમાં આવશે કે પોતે ખોટે રસ્તે છે, તો તેમાંથી પછી પાછા વળતાં એને વાર નહિ લાગે. આ મહત્ત્વની વાતો પર આપણે સૌ વિચાર કરીએ. અપરિગ્રહ-અહિંસા-અનેકાંતવાદ વગેરે ભગવાન મહાવીરના સિદ્ધાંતોને આચરણમાં મૂકવા આપણે કોશિશ કરીએ. પૈસો હોય તો તે પણ યોગ્ય માર્ગ વાપરતાં શીખો. જીવનની અંદર ત્યાગ કરતાં શીખો. નક્કી કરો કે વધારે કપડાં નહિ ખરી; રેશમ કે મોતી નહિ પહેરે; કોડલીવરના બાટલા નહિ વાપરું અને જીવનને સાદું બનાવીશ અને પછી, સાદાઈથી બચાવેલા એ પૈસા, તમારા બંધુ માટે વાપરતાં શીખો. નદીને કિનારે બેસીને એક કાંકરો પાણીમાં નાખો છો તો તેનું કુંડાળું થતાં ઠેઠ સામા કાંઠે પહોંચે છે. આજે આપણે સૌ ચોપાટીના આ સાગરકિનારે બેસી જે સંકલ્પ કરીશું તેના તરંગો દુનિયાના સામા કિનારા સુધી પહોંચી જશે; માટે આપણે આપણા જ જીવનથી સારી વસ્તુઓની શરૂઆત કરીએ. ધીમે ધીમે તેનો પડઘો સારાયે વિશ્વમાં પડી શકશે. ભગવાન મહાવીરના નિર્વાણને ૨૫૦૦ વર્ષ થવાને હવે માત્ર દશ વર્ષ જ બાકી રહ્યાં છે. દુનિયાભરમાં એ દિન ઊજવાય તે માટે આપણે સૌ તન, મન ધનથી પ્રયત્ન કરીએ; આપણે માનવજાતને ઊંચી લાવવા કંઈક બલિદાન આપીએ; ભગવાન મહાવીરના વિચારો મુજબ, આપણા જીવનને ઘડવા કોશિશ કરીએ; તેમ જ આવા શુભ વિચારો અને કર્તવ્યથી, આપણું અને અન્ય સૌનું જીવન દિવ્ય બનાવીએ. (૨૪-૪ '૬૪ની સાંજે મુંબઈ નગરીના લાખ લાખ ભક્તિભર્યા નરનારીઓએ પ્રભુ મહાવીરનું જન્મકલ્યાણક સાગરકિનારે ઊજવ્યું, તે સમયે આપેલ પ્રવચનની ટૂંકી સ્મૃતિનોંધ.) ચાર સાધન * ૨૮૩ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૬૧. આજના યુગમાં માનવીનું સ્થાન +>&> જના આપણા પ્રવચનનો વિષય આ છે. આજના યુગમાં માનવીનું સ્થાન'. વિશ્વમાં પ્રત્યેક વસ્તુનું આગવું સ્થાન હોય છે, તો માનવીનું સ્થાન કેમ ન હોય ? દરેક જમાનામાં માનવીનું એ સ્થાન હોય છે જ. કારણ કે માનવીને સર્વશ્રેષ્ઠ ને ઉદાત્ત ગણવામાં આવ્યો છે. કોઈ પણ એવો યુગ ન હોઈ શકે કે જેમાં માનવીનું સ્થાન ન હોય. પણ જો દરેક સ્થાન એક સરખું જ આવો વિષય શા માટે રાખવો પડે ? આજના યુગમાં માનવીનું સ્થાન એટલે શું ? એટલે એમ લાગે છે કે તેનું મૂલ્યાંકન બદલાય છે; બદલાયું છે; એનું સ્થાન બદલાયું છે. અને જ્યારે વસ્તુનું આમ મૂલ્યાંકન બદલાઈ જાય છે, ત્યારે એની એ જ વસ્તુ, કોઈક વાર સસ્તી બની જાય છે અને કોઈક વાર મોંઘી પણ બની જાય છે. તો આજના યુગમાં માનવી ક્યાં છે, માનવીનું મૂલ્યાંકન શું છે, તેનો વિચાર ૨૮૪ * ધર્મરત્નનાં અજવાળાં યુગમાં માનવીનું હોય તો આપણે Page #294 -------------------------------------------------------------------------- ________________ આપણે આજે ક૨વાનો છે. આપણે ખૂબ શાંતિથી વિચાર કરીશું ત્યારે જ આપણને ખ્યાલ આવશે કે આજે માનવી ક્યાં, માનવીનું સ્થાન શું, અને માનવીનાં સાચાં મૂલ્ય શાં હોઈ શકે અને અત્યારે શાં છે ? આજે વિજ્ઞાન એક બાજુ છે, જ્ઞાન બીજી બાજુ છે. વિજ્ઞાન અને જ્ઞાનની વચ્ચે માનવી બેઠો છે. વિજ્ઞાન ભૌતિકવાદનો આવિષ્કાર કરી રહ્યું છે; જ્ઞાન આત્મવાદનો આવિષ્કાર કરી રહ્યું છે. એ બન્નેમાંથી માનવીએ પોતાને કઈ બાજુ જવું છે તે પસંદ ક૨વાનું છે. સામાન્ય રીતે પ્રવાહી પદાર્થનો એક નિયમ છે કે એ ઢાળ બાજુ જ વહી જતું હોય છે ! વિજ્ઞાનના આવિષ્કારોએ, વિજ્ઞાનનાં પ્રલોભનોએ અને વિજ્ઞાને આપેલી વિવિધ આકર્ષક સિદ્ધિઓએ માણસને એટલો તો ખેંચ્યો છે કે જ્યારે એની આગળ આત્મજ્ઞાનની વાત કરવાનો પ્રસંગ આવે છે ત્યારે તેને તે નિરસ લાગે છે; લાંબા ગાળાની યોજના લાગે છે; કારણ કે જ્ઞાનનો માર્ગ ચઢાણનો છે, અને વિજ્ઞાનનો માર્ગ ઉપભોગનો છે, ઢાળનો છે. એટલે થયું શું ? વિજ્ઞાનના પદાર્થો, એની શોધ અને એનાં સાધનો આપણને વિપુલતામાં મળવા લાગ્યાં. આથી આપણે એમ સમજવા લાગ્યા કે આપણે આપણા બાપદાદા કરતાં આગળ છીએ, સુખી છીએ. વળી આપણે આપણા વડવાઓ પર દયા પણ ખાતા થઈ ગયા કે એમણે બિચારાઓએ જગત કંઈ જોયું નહિ ! એમના એમ ચાલ્યા ગયા ! એ લોકો ચૂલો ફૂંકી ફૂંકીને હેરાન થઈ ગયા. આપણો જમાનો કેવો કે સ્વીચ દાબીએ અને રસોડું ચાલુ થાય ! કેટલી સરસ સગવડ ! એ લોકો બાપડા પાણી માટે કૂવે જઈ, તળાવે જઈ, પાણી માથે ઉપાડી લાવતાં. હવે તો પાણીની ચકલી ફેરવો એટલે પાણી જ પાણી ! હવે કૂવે અને તળાવે તો મરવા કે ત૨વા સારુ જ માણસ જાય. અરે, એ જમાનો કેવો હતો ? વાસીદું વાળી વાળીને, ગાર કરી કરીને, લીંપણ કરી કરીને એ ડોસા-ડોસીઓ થાકી જતાં. આજ તો કેવી ચકચકાટ લાદીઓ છે ? એક ઝાડુ ફેરવો કે બધું સાફ ! અને હવે તો ઝાડુ પણ ઇલેક્ટ્રોનિકનાં ! અ. બધાથી આજે આપણને એમ લાગે છે કે આપણે આગળ છીએ. કોઈક વાર એમ પણ થાય કે અરેરે, એ લોકોએ આ યુગ જોયો હોત તો ! આવો સરસ રેડિયો ! ટેલિફોન ! આવી સરસ લાદી અને આવાં સરસ અદ્યતન પ્રકારના સાધનો ! બિચારાં જોયા વિના જ ગયાં ? કેટલાકને તો એમની ત્રીજી પેઢીનાં વડીલો પ્રાચીન યુગનાં લાગે છે ! એ અજ્ઞાન યુગના માણસો બાપડાં કંઈ ન જાણે. આમ આજે માણસનું મન, માણસની બુદ્ધિ, માણસના વિચારો આકાર લઈ રહ્યા છે ! માણસના ચિત્તની આસપાસ એવા પ્રકારની આકૃતિ ચાર સાધન ! ૨૮૫ Page #295 -------------------------------------------------------------------------- ________________ સર્જાઈ રહી છે. માણસ હૃદયથી એમ માનતો થયો છે કે જેમ જેમ વિજ્ઞાનનાં સાધનો વધશે, આવિષ્કારો થશે તેમ તેમ તે આગળ વધેલો ગણાશે. કોઈ પણ માણસ આવીને કહે: ‘વિજ્ઞાન આપણને આગળ નથી લાવ્યું ?' તો “હા” જ કહેવી પડશે અને એમાં સૂર પુરાવવો પડશે કે આજનાં જેવાં ભવ્ય સર્જનો કયા યુગમાં હતાં ? જો માણસે પ્રગતિ કરી ન હોત તો આપણે આટલા બધા આગળ આવત ક્યાંથી ? હજારો માઈલનો પંથ, આજે પ્લેન દ્વારા કલાકોમાં કપાય છે. વાત વાતમાં તો ક્યાંના ક્યાં પહોંચી જવાય છે ! આના કરતાં વધુ બીજી પ્રગતિ દુનિયામાં કઈ હોઈ શકે ? ઘણી વાર આ દલીલો સામે આપણે મોન સેવવું પડે છે કારણ કે એ વાત સાચી છે. ગાડામાં બેસી વીસ માઈલ જવાનું હોય તો બળદિયા થાકે, વચ્ચે ગાડું છોડવું પડે, બળદને ઘાસ આપવું પડે; કેટકેટલો પ્રયત્ન કરે ત્યારે વીસ માઈલ જવાય. પણ આજે હવે લંડન જવું હોય કે અમેરિકા જવું હોય તો પણ બહુ વિચાર કરવો પડતો નથી. સૌ હસતાં હસતાં વિદાય આપે છે. આ ઉપરથી જોઈ શકાય છે કે આપણી પ્રગતિ, આપણી ગતિ, આપણી ઝડપ ખૂબ જ વધી છે અને હજી વધી રહી છે. આપણું મન એ રીતે તૈયાર થઈ રહ્યું છે. આપણને સાચે જ લાગે છે કે આપણે આગળ વધેલા માણસ છીએ. પણ આ બધામાં માનવીનું સ્થાન શું છે તે શાંતિથી વિચારવું પડશે. આજે યંત્ર આગળ વધે છે, પણ માણસ ક્યાં છે ? યંત્રનાં મૂલ્યો છે તેના પ્રમાણમાં, માણસનાં મૂલ્યો ઘટ્યાં છે કે વધ્યાં છે ? ખરું કહું ? આજે માણસ સસ્તો બન્યો છે, મશીન મોંઘું બન્યું છે. મશીનની મહત્તા જેટલી પણ માણસની મહત્તા રહી નથી. એટલે જ આજે માણસ, માણસોને સાધનોથી માપે છે. માણસનું માપ સદ્ગણની સામગ્રીથી નથી થતું પણ બાહ્ય સાધનોની સામગ્રીથી થાય છે. આજની ઝડપ અને વેગની અસર માણસના જ્ઞાનતંતુઓ પર અને વિચાર પર અકલ્પનીય રીતે થઈ રહી છે. સ્વસ્થતાથી માણસ આજે જીવન અને જગત અંગે વિચારી જ શકતો નથી. માણસનું મૂલ્ય એના ચારિત્રથી, એની સેવાથી, એની ઉદારતાથી, એના પરોપકારી સ્વભાવથી થવું જોઈએ તેને બદલે એના બાહ્ય સંગ્રહથી અને સાધનોથી જ થવા લાગ્યું છે. એટલે માણસ કેવો પવિત્ર છે તે નહિ, પણ એ કેટલું રળે છે, કમાય છે, તે જ માત્ર જોવાય છે. ૨૮૬ ધર્મરત્નનાં અજવાળાં Page #296 -------------------------------------------------------------------------- ________________ આ સાધન, એકની પાસેથી લઈ લ્યો અને બીજાને આપો, એટલે પહેલો માણસ ગૌણ બની ગયો, અને જેની પાસે સાધન આવ્યું તે મુખ્ય બની ગયો. આમ સાધનો બદલાતાં માણસ બદલાય છે. એટલે કે જેની પાસે વધારે સાધન તે વધારે આગળ. આ શરત-દોડમાં સાધનોવાળો ફાવી જાય છે. આમ જિંદગી જ એક શરત બની ગઈ છે ! હવેનો માણસ કહે છે: માણસની સામે નહિ, એના સાધન સામે જુઓ. માણસનું ચારિત્ર, તો કહેશે, “ભલે હોય.” સંયમ પાળે છે. તો કહેશે “ઠીક છે: ભલે, આધ્યાત્મિક છે બીજું શું ? એ બધું હોવા છતાં એની પાસે બીજું શું છે ?' બીજું એટલે સમજ્યા ને ? પૈસો, અને સાધનોનો ઢગલો ! એ હોય તો કહેશે : “બરાબર, એણે ખરી કમાણી કરી છે !” આ સાધનો ગયાં તો માણસ આખો જ ગયો. માણસ પોતે જાણે કંઈ જ નથી. આજે મનમાં દાસત્વ આવ્યું છે. આજ સુધી માણસને આધીન સાધન હતા; હવે માણસ સાધનોને આધીન થયો છે. ઘોડા ઉપર માણસ હતો તેને બદલે માણસ ઉપર ઘોડો જતો હોય એના જેવી આજે દશા છે. જગતની એવી પરિસ્થિતિ છે. એટલે ખરી રીતે જોશો તો જણાશે કે માણસ આજે સાધનો નીચે દબાયેલો છે; જે સ્વામી હતો તે આજે અનુચર બન્યો છે. આ અનુચર કદાચ બહારની દૃષ્ટિએ નહિ દેખાય, પણ માનસિક દૃષ્ટિએ અનુભવી શકશો. આ રીતે માણસનું મન દાસત્વ અનુભવે છે, અને તે ચેતનનું નહિ પણ જડ સાધનોનું. દાખલા તરીકે, તમે ગાડી વસાવી. તમે ગાડીમાં બેઠા. એ તમારું સાધન થયું. એક ઠેકાણેથી બીજે ઠેકાણે જવામાં એ મદદ કરે છે. ધારો કે એ ગાડીમાં બેસીને તમે વ્યાખ્યાન સાંભળવા આવો છો, અગર તમે જંગલમાં ધ્યાન ધરવા જાઓ છો, કે ક્યાંક સ્વાધ્યાય કરવા જાઓ છો, પણ માનો કે કોઈ દિવસ તમારી ગાડી બગડી ગઈ; તો તમે શું કરો છો ? કહેશો કે આજે હવે વ્યાખ્યાનમાં નથી જવું, કારણ કે આજે ગાડી બગડેલી છે. હું કહું છું કે ભાઈ, ગાડી બગડી ગઈ છે, પણ તું એથી કેમ ચાલતો બંધ થઈ ગયો ? આ થઈ જડ સાધનની ચેતના ઉપરની અસર. ઘણા કહે છે : “હવે અમારાથી ચલાય-બલાય નહિ. અમે તો જરાય ન ચાલીએ. ગાડી વિના બહાર જવાવાળા એ આપણે નહિ.” પછી એ ધ્યાન, વ્યાખ્યાન જે કંઈ કરતાં હોય તે બાજુમાં રહે, ગાડી જ્યારે પાછી આવે, ત્યારે પ્રવૃત્તિ ચાલુ થાય; ત્યાં સુધી બધું બંધ. એટલે માણસ કંઈ નથી, ગાડી મુખ્ય ચાર સાધન = ૨૮૭ Page #297 -------------------------------------------------------------------------- ________________ માણસની મનોભૂમિકા ઉપર, માણસની માનસિક સ્થિતિ ઉપર સાધનની કેવી ઘેરી અસર છે ! જો માણસ એમ માનતો હોય કે એ સ્વાધીન છે તો તે બરોબર નથી: એ તો સાધનનો અનુચર છે. આ અનુચરપણું પણ ધીમે ધીમે એના લોહીમાં એટલું બધું ઊતરતું જાય છે કે બાપ એનો વારસો દીકરાને દેતો જાય, ને દીકરો એના દીકરાને દેતો જાય. એમ કરતાં કદાચ એક દિવસ એવો પણ આવે કે, માણસને થાય કે બધું જ કામ સાધનો દ્વારા થાય છે. તો પછી માણસની કિસ્મત શી ? ગાય, ભેંશ અને બકરી દૂધ આપે ત્યાં સુધી કામના, પછી એ કતલખાને જાય. માણસની સેવા કરનારને છેલ્લે આમ કપાઈ મરવું પડે છે ! આ રીતે માણસની સ્વાર્થવૃત્તિએ કતલખાનાં વધાર્યા છે. માણસને દૂધથી કામ છે, ગાયથી નહિ. પહેલાના જમાનામાં ગાયને “માતા” કહેતા; દૂધ એ સાધન હતું. પશુની કરુણા મુખ્ય હતી. ત્યારે એના પ્રાણનો વિચાર હતો. પણ આજે ? આજે એનો વિચાર કોણ કરે છે ? માણસ કહે છે: “અમને દૂધ મળી ગયું. પછી એ ગાયો ઘરડી થાય, નકામી થાય, કસાઈખાને જાય, ખાડામાં પડે કે ગમે ત્યાં જાય, એમાં એમને શું ? આમાંથી છેલ્લો વિચાર એવો કેમ ન આવે કે બાપ કામ કરે, રળીને આપે અને માતા ઘરનાં છોકરાં રમાડે ત્યાં સુધી ડોસાડોસી કામના, પછી એ જાય વૃદ્ધઘરોમાં.' વધુમાં આજનો અદ્યતન યુવક કહે છે: “વૃદ્ધો નિરર્થક છે. એ લોકો કમાતા નથી. સમાજને, દેશને કોઈનેય લાભ આપતા નથી. એવાઓનો સંગ્રહ શા માટે ? એમને ઠેકાણે પાડો. જગ્યાની તંગી છે. આવાઓને ખસેડી જગ્યા કરો.” આજ યુરોપમાં “ઘરડાંનાં ઘરો” વધતાં જાય છે. ત્યાંના ઘરડા-બુઢા માણસો જ્યારે પ્રવાસે-ટૂર ઉપર આવે છે, ત્યારે તે કહે છે: “વૃદ્ધાવસ્થા એ ભારે મૂંઝવણનો પ્રશ્ન છે. એ શા માટે ? ઘરડાં થયાં એટલે કરવું શું ?' - ઘરડાંઓને જોતાં આપણને દયા આવે. ધોળો વાળ દેખાય ત્યારથી તેમનામાં ચિંતા ઊભી થાય. પછી બાપડા દવા લગાડીને કાળા વાળ કરે; કરચલીઓ પડી ગઈ હોય તો એને મસાજ કરી સરખી કરાવે ને હંમેશા યુવાન દેખાવા પ્રયત્ન કરે. પણ કાળનો પ્રવાહ, દેહનો ધર્મ અને ઇંદ્રિયોમાં આવતું પરિવર્તન કેમ રોકાય ? માણસ ગમે એટલો સાવધાન રહીને પ્રયત્ન કરે તો પણ દેહના ઉપર કાળની અસર થવાની જ. પ્રકૃતિનો ધર્મ પ્રકૃતિ છોડી દે તો પછી એમાં પ્રકૃતિપણું રહેતું નથી. પ્રકૃતિનો ધર્મ એ છે કે દરેક વસ્તુમાં પલટો લાવવો. લોખંડ જેવું લોખંડ અને સ્ટીલ જેવું સ્ટીલ પણ ઘસાઈ જાય છે. સ્ટીલનાં યંત્રોને પણ ઘસારો લાગે જ ૨૮૮ - ધર્મરત્નનાં અજવાળાં Page #298 -------------------------------------------------------------------------- ________________ છે ને ! પચીસ વરસ પછી એ યંત્ર પણ જૂનું બની જાય છે. આવું જોરદાર લોખંડ પણ જો ઘસાઈ જાય તો માણસના આ દેહને ઘસારો ન લાગે ? આવા ઘસારા લાગેલા ઘરડા માણસને ક્યાં જવું ? એ હવે આજે કામ આપતો નથી એટલે આટલાં વર્ષ કરેલું એનું કામ પણ નકામું ગયું ? એનું મૂલ્ય કંઈ નહિ ? માત્ર ઉત્પાદનનું જ મૂલ્ય ? ઉત્પાદકનું સ્થાન કંઈ જ નહિ ? માણસ પ્રાપ્ત કરે તેનું જ સ્થાન; માણસનું કંઈ જ સ્થાન નહિ ? હવે, પ્રાચીન કાળમાં શું હતું તે જુઓ : ચૈતન્ય અને રઘુનાથ બંને મિત્રો. મૈત્રી એવી કે જાણે પુષ્ય અને પરાગ. બંને સમર્થ વિદ્વાન. ન્યાયશાસ્ત્રના પ્રચંડ જ્ઞાતા ગણાય. બંને કંઈનું કંઈ સર્જન કરતા જ હોય. મળે ત્યારે જ્ઞાનગોષ્ઠિ કરે. એકને ટેક, બીજાને ઉપર ચઢવાની તક મળે. એકમાં રહેલી ભૂલ બીજો દૂર કરે અને પાણીના સંગે જેમ વસ્ત્ર સ્વચ્છ થાય, તેમ મિત્રના સંગે મિત્ર શુદ્ધ થાય. મિત્ર એસા કીજીએ, જો ઢાલ સરીખા હોય, સુખમેં પિછે પડ રહે, ઓર દુ:ખમેં આગે હોય.” ક્ષત્રિયો ઢાલને પાછળ ખભે બાંધે છે. એ સુખના દિવસોમાં પાછળ પડી રહે છે, પણ સંગ્રામમાં ઘા ઝીલવા એ આગળ આવે છે. તલવારના ઝાટકા એ ઝીલે છે. મિત્રો પણ એવા હોય જે સુખમાં પાછળ હોય, પણ દુ:ખમાં આગળ થાય. વિપત્તિ સહીને પણ મિત્રને મદદ કરે. મિત્રને અધોમાર્ગે જતાં બચાવે. આવા મિત્ર મળવા આજે મુશ્કેલ છે. એને તો શોધવા પડે છે - જેમ ઘર શોધો છો, તેમ મિત્ર પણ હજારો માણસોમાંથી શોધીને, ચૂંટીને મેળવવો પડે છે. સમય થોડો છે. કામ ઘણું છે. માટે સમયનો સદુપયોગ થાય એવા જ મિત્રો તમારી આસપાસ હોવા જોઈએ. ખાલી વાતો કરે, ગામની નિંદા કરે, પત્તાં ફૂટ્યા કરે અને જ્યાંત્યાં તમારો સમય બગાડ્યા કરે, એવા મિત્રો શા કામના ? માણસે આ જન્મ દ્વારા સાધના કરવાની છે; અભ્યાસથી ચિત્તને કેળવવાનું છે; યોગથી મન, વચન અને કાયાને સંવાદમય કરવાનાં છે; તત્ત્વજ્ઞાનથી આ વિશ્વની પેલી પાર શું છે તે જાણવાનું છે, એવો સંકેત મેળવવાનો છે. આવું બધું કરવાને બદલે, માત્ર ખાવા-પીવા-સૂવા અને ફરવાની જ વાતોમાં સમય જાય, તે શું ઉચિત છે ? ઘણાંય વર્ષ આ બધું તમે કર્યું. ચાર સાધન ૨૮૯ Page #299 -------------------------------------------------------------------------- ________________ હવે કંટાળોય નથી આવતો ? જે કર્યું તે પચાસ વર્ષ કરો કે સો વર્ષ કરો, એમાં નવાઈ અને નવીનતા શી છે ? જીવનમાં આજે આ પુનરાવર્તન સિવાય બીજું છે પણ શું ? એક માણસ પાસે હજારની નોટ હોય તે વધારીને પાંચ હજારની કરે. પછી પાંચ લાખની કરે, પાંચ કરોડની કરે, એ કાગળની થપ્પીઓ કરતો જાય, ગોઠવતો જાય, મલકાતો જાય અને સંગ્રહીને રાજી રાજી થતો જાય, પણ એથી એના આત્મામાં કયા ગુણનો વધારો થયો ? આ નોટની થપ્પીઓ કોઈ બીજા પાસે જાય તો એ પૂજાય; પહેલો પડ્યો રહે. તે વળી ત્રીજા પાસે જાય તો તે પૂજાય, બીજાનો કોઈ ભાવ પણ ન પૂછે. આમ માણસ આ યુગમાં ફૂટબોલની જેમ કેવો ગ્રાઉન્ડ પર આવી ગયો છે ! એક વા૨ તમારા સ્વજનો અને મિત્રોને ખબર પડે કે તમારી પાસે કંઈ રહ્યું નથી, પછી જુઓ કે કેટલા તમારી ખબર લેવા આવે છે, કેટલા તમારી પડખે બેસે છે અને કેટલા તમને ચા પાય છે. ત્યારે જ તમને લાગશે કે જે મૂલ્ય અને માન હતું તે તમારું નહિ પણ તમારી પાસે જે પેલી જડ વસ્તુઓનો ઢગલો હતો સંગ્રહ હતો તેનું હતું. પણ આધ્યાત્મિકતામાં આવું નથી. ત્યાં વસ્તુની નહિ, પણ આત્માની અને આત્માના ગુણોની કિંમત હોય છે. ત્યાં વસ્તુ ગૌણ છે, અને તેથી જ ચૈતન્ય અને રઘુની મૈત્રી જોવા જેવી છે. ચૈતન્યે એક અપૂર્વ ગ્રંથનું સર્જન કર્યું. રઘુએ પણ અતિ શ્રમ લઈ એક મહાગ્રંથનું સર્જન કર્યું હતું. ચૈતન્યનો ગ્રંથ, રઘુએ જોયો અને એને મનમાં ને મનમાં થયું : આવા સુંદર ગ્રંથ આગળ મારો ગ્રંથ કેમ ટકવાનો ? મારા પુસ્તકને તો કોઈ હવે સ્પર્શ પણ નહિ કરે. મારો શ્રમ પાણીમાં ગયો. રઘુનો ચહેરો હવે ફિક્કો પડી ગયો છે. ચૈતન્યે એને પૂછ્યું : ‘મિત્ર, શું છે ? મુખ ઉપર વિષાદની છાયા કેમ ?' રઘુએ કહ્યું : ‘મિત્ર, તારું સર્જન જોઈ મારું મસ્તક નમી જાય છે, પણ મને થાય છે કે મારો શ્રમ વ્યર્થ ગયો. આપણે બંનેએ એક જ વિષય પર લખ્યું છે, પણ તારી મૌલિકતા અદ્ભુત છે.' આમ એણે ચૈતન્યની પૂરેપૂરી પ્રશંસા કરી. એક વાર પૂનમની રાત્રે બંને મિત્રો નૌકાવિહાર કરી રહ્યા છે. નૌકા સરિતાના જળ પર રમતી રમતી જળની મધ્યમાં આવી. ચૈતન્ય બે હાથથી કંઈ લીધું અને જળમાં પધરાવી દીધું. રઘુએ પૂછ્યું : ‘મિત્ર, મિત્ર આ શું કર્યું ?' ચૈતન્યે ચંદ્રિકા જેવું સ્મિત કરી કહ્યું : ‘એ તો મારા મિત્રના ગ્રંથરૂપી ૨૯૦ * ધર્મરત્નનાં અજવાળાં Page #300 -------------------------------------------------------------------------- ________________ ચન્દ્રને મારો ગ્રંથરૂપી રાહુ ગળી જતો હતો, તેને મેં જળમાં પધરાવ્યો.” રઘુને તમ્મર આવી ગયાં : “મિત્ર, તેં આ શું કર્યું ? આવું અપૂર્વ સર્જન તેં આ જળમાં પધરાવ્યું ? જે પુસ્તક તારી કીર્તિને અમર બનાવત, તેને તે આમ સહજતાથી જળશરણ કર્યું ?' ચૈતન્ય કહે: “રઘુ ! માણસની કિંમત છે; કીર્તિ એની આગળ ગૌણ છે. મારા મિત્રની પ્રસન્નતા આગળ બધું જ નહીંવત્ છે. માણસના મૂલ્ય આગળ કીર્તિ ને નામનાનું મૂલ્ય શું છે ? તારું સર્જન એ મારું સર્જન છે ને ? તારી બાર-બાર વર્ષની મહેનતને મારું મન આદરથી જુએ છે.” વિચારો, તમારેય મિત્ર તો છે ને ? પણ તમારે માટે એવો કોઈ ત્યાગ કે ભોગ આપવા તૈયાર છે ? તમારી મુશ્કેલીના સમયે તમારી પડખે ઊભાં રહેનારા કેટલા ? તમારા મિત્રો તો એવા કે સાથે બેસીને તમારા ગુણ ગાય અને પાછળથી નિંદા કરે, કારણ કે એમના મનમાં તમારા વ્યક્તિત્વની છાપ કરતાં તમારા ધનની છાપ વધારે છે. એટલે ધનને સલામ કરે અને તમારી નિંદા કરે. માટે એવા મિત્રોથી સો જોજન દૂર જ રહેજો. વસ્તુને આપણે કઈ રીતે જોઈએ છીએ એ પર ઘણી વાર વસ્તની ઓળખનો આધાર રહે છે. એ જ રીતે વસ્તુને કયા સાધનથી જોઈએ છીએ તે પર પણ વસ્તુની કિંમત સમજવાનો આધાર રહે છે. કાળાં ચમાં ચઢાવીને જોશો તો પીળી અને ધોળી વસ્તુ પણ શ્યામ દેખાશે, કારણ કે કાચનો કાળો રંગ વસ્તુ ઉપર રંગનો આરોપ કરે છે, એટલે વસ્તુને જોવામાં યોગ્ય સાધન જોઈએ. વસ્તુને એના મૂળ રૂપે ઓળખ આપે એવું એ સાધન હોય તો વસ્તુની વિશિષ્ટતાનો આપણને ખ્યાલ આવે. એ જ રીતે, આત્માને ઓળખવા માટે પણ આ આંખ કામ લાગે તે કરતાં દિવ્ય આંખ અનેકગણી વધારે કામ લાગે. શરીરની આંખ એટલે ભૌતિકતાને જોનારી આંખ. એ સ્થૂલ વસ્તુને જોવાની. જીવનની પરમ સૂક્ષ્મ એવી ચેતનાનું દર્શન એ કેમ કરી શકે ? અને માનવજીવન એ કંઈ માત્ર હાલતું ચાલતું પૂતળું કે યંત્ર નથી. એ તો છે ચેતનાનો ધબકાર, આત્માનો અને કર્મસત્તાનો આવિષ્કાર ! આપણા દેહના કેન્દ્રમાં ચેતના છે, આત્મા છે. એને ઓળખવા દિવ્ય નયન જોઈએ. એ દિવ્ય નયનની પ્રાપ્તિ સાથે જ વિશ્વનું દર્શન પલટાઈ જશે. પછી તમને દરેક વસ્તુની પાછળ રહેલ શ્રેષ્ઠ વસ્તુનું દર્શન થશે. પછી સ્ત્રી એટલે વિલાસ અને વિકારનું સાધન નહિ, પણ કોમળ અને ભક્તિભર્યા સમર્પણના વિચારોને જીવનમાં સંક્રાન્ત કરનાર પ્રેરણામૂર્તિ દેખાશે; પુરુષ એટલે પૈસો પેદા કરી ઉપભોગનાં સાધનો પૂરાં પાડનાર એક માત્ર યંત્ર ચાર સાધન ૨૯૧ Page #301 -------------------------------------------------------------------------- ________________ નહિ, પણ પુરુષાર્થ, બૈર્ય અને જીવન-સંગ્રામમાં હિમ્મત આપી આગળ વધારનાર જીવનસાથી દેખાશે, પછી સંસાર, માત્ર અર્થ અને કામનો અખાડો ન બનતાં, જીવન-સોપાન ચઢવા માટે ધર્મમય સંસારના અર્થ અને કામ એ નિસરણીનાં પગથિયાં જેવાં લાગશે. તમે સૌ એમ તો નથી માનતા ને કે તરવાનું કામ તો સાધુઓનું, અમારે તો ગમે તેમ જીવવાનું, કારણ કે અમે તો સંસારમાં બેઠા છીએ. આ દૃષ્ટિ બરાબર નથી. સંસારને તમે આટલી નીચી કક્ષાએ ન મૂકો. આ તો કર્મભૂમિ છે; રે, ધર્મભૂમિ છે. એમાં તમારે પ્રયત્ન કરી આગળ આવવાનું છે. જેમ કીચડમાંથી કમળ આવે છે તેમ, તમારે આસક્તિ અને રાગદ્વેષમાંથી ઉપર આવી, પંકજની જેમ અધ્ધર રહેવાનું છે. આ સંસારમાંથી તમે ઊંચામાં ઊંચી વસ્તુ પામવાના છો. અહીં પ્રાપ્ત ન થઈ શકે એવી વસ્તુ એકેય નથી, કારણ કે મોક્ષ જેવી પરમ દુર્લભ વસ્તુ પણ આ જીવન દ્વારા જ સિદ્ધ થઈ શકે છે. તમે રોજ પાંચ મિનિટ પણ બેસીને વિચાર કરો છો કે આપણે ક્યાંથી આવ્યા છીએ, ક્યાં જવાના છીએ અને જતી વખતે શું લઈ જવાના છીએ ? પતિ અને પત્ની, પિતા ને પુત્ર, માતા અને દીકરી, મિત્ર અને સાથી – ભેગા થઈ કદી એવો વિચાર કરે છે કે આપણે અહીં કેમ ભેગાં થઈ ગયાં અને અહીંથી છૂટા પડ્યા પછી ક્યાં ભેગાં થઈશું ? બહારગામ, આગળ-પાછળ જવાના હો તો ક્યાં મળશે તેની ગોઠવણ કરો છો ને ? કલકત્તા જવાના હો તો નક્કી કરો છો ને કે હું કેનીંગ સ્ટ્રીટમાં ઊતરીશ; તમે હેરિસન રોડ ઉપર ઊતરશો, પણ આપણે અમુક ઠેકાણે, અમુક દિવસે જરૂર મળીશું. આવી કોઈ ગોઠવણ, અહીં પછીના જન્મ માટે કરી છે. ખરી ? તમે પૂછશો કે તે શક્ય છે ? હું કહું છું કે હા, તે શક્ય છે જ. સારી કરણી કરીએ, સમાનભાવ કેળવીએ તો ભગવાન મહાવીર અને શ્રી ગૌતમની જેમ, નેમ અને રાજુલની જેમ, કેટલાય ભવો સુધી એકબીજાના સંપર્કમાં રહી અંતે મુક્તિ પામી શકાય. કર્મના કચરાને દૂર કરી નિર્મળ બનીને શાશ્વત મૈત્રીમાં ગોઠવાઈ જવાય છે. આ તો અમરતાનો માર્ગ છે. અહીં દટાઈ જવાનું નથી; એનાથી ઉપર જવાનું છે. કેટલાક ધર્મો એમ માને છે કે કયામતના દિવસ સુધી કબરમાં દટાઈ રહેવું પડે છે. આ કેવો અજ્ઞાનભર્યો વિચાર છે ! ચૈતન્ય જેવા ચૈતન્યને, લાખો વર્ષ સુધી કબરમાં દટાઈ રહેવાની વાત કરે છે ! આપણે ત્યાં તો દેહ પડે અને ડૉક્ટર આવીને શરીર તપાસે તે પહેલાં તો ચૈતન્યનો પ્રવાસ ચાલુ થઈ ગયો હોય છે. અહીં ચૈતન્ય નિત્ય નવીન પ્રવાસી છે. આપણે કહીએ છીએ કે આત્મા મરતો નથી; મરે છે તે દેહ છે. કબરમાં શરીર દટાય, આત્માને કોણ દાટી શકે ? ધૂળની શી ૨૯૨ : ધર્મરત્નનાં અજવાળાં Page #302 -------------------------------------------------------------------------- ________________ તાકાત છે કે આત્માને દાટી શકે ? માટીમાંથી બનેલો અને ધૂળમાં મળી જવાનો તે આત્મા નહિ પણ દેહ છે. દેહને આત્મા માની બેસવું એ કેવી ભૂલ છે ! દેહ તો નીચે રહેનાર વસ્તુ છે; જ્યારે આત્મા તો ઉપર જનાર ચૈતન્ય છે. એકનો માર્ગ અધોગામી છે; બીજાનો માર્ગ ઊર્ધ્વગામી છે. Ten Commandments એ તત્ત્વજ્ઞાન નહિ પણ માત્ર નીતિસૂત્રો છે. ત્યાં આત્માને પરમાત્મા બનાવવાની કે ચૈતન્યતા ઊર્તીકરણની કોઈ વાત નથી. આપણે આ બે વચ્ચેનું અંતર સમજવા જેવું છે. તત્ત્વજ્ઞાન અને નીતિ-સૂત્ર વચ્ચે ઘણું અંતર છે. તત્ત્વજ્ઞાનમાં આત્મા અને મોક્ષ બધું આવે, જ્યારે નીતિમાં માત્ર આ લોક અને તેનો વ્યવહાર જ આવે. હા, આ વ્યવહાર શુદ્ધ બનાવવાની જરૂર છે જ; પણ ત્યાં આપણે અટકવાનું નથી, આગળ વધવાનું છે. જીવ અને જગતના સૂક્ષ્મ સંબંધને જાણવાનો છે અને જગતમાં રહેવા છતાં, જીવનને અલિપ્ત રાખવાનું છે. નૌકા તો તમે જોઈ છે ને ? એ પાણી વચ્ચે અને પાણીની અંદર રહેવા છતાં પોતાની અંદર પાણીને આવવા નથી દેતી. સરિતા અને સાગરને એ તરી જાય છે; અંદર બેસનારને સામે પાર ઉતારી જાય છે. તેમ, જો તત્ત્વજ્ઞાનનાં દિવ્ય નયન મળે તો સંસારમાં રહેવા છતાં તમે તરી જાઓ અને સંસારને સંસારના મૂળ સ્વરૂપે જોઈ, એમાંથી છોડવા લાયક, જાણવા લાયક અને આચરવા લાયક – આ ત્રણે વાતનું રહસ્ય સમજીને જીવન જીવી શકો. આ દિવ્ય નયનનો પ્રકાશ મળતાં, પછી મરણ પણ ભયજનક કે શોકજનક નહિ લાગે. તમને એમ જ લાગશે કે આ તો માત્ર એક પ્રવાસ છે – ચિરપ્રવાસ છે. મૃત્યુ માટે રવીન્દ્રનાથે એક સુંદર અને મધુર કલ્પના આપી છે. એક મા પોતાના બાળકને ધવરાવતી હોય છે. જમણા થાનમાં દૂધ ઓછું થતાં, તેને એ ત્યાંથી ઉપાડી લે છે અને બાળક રડવા મંડી પડે છે. હાથ-પગ પછાડે છે. ત્યાં તો મા એને પોતાના ડાબા થાન પર મૂકી દે છે. દૂધ મળતાં બાળક ચૂપ થઈ જાય છે, રાજી રાજી થઈ જાય છે, વધારે દૂધ પ્રાપ્ત કરે છે. તેવી જ રીતે, માણસ પણ અજ્ઞાન છે. મૃત્યુ વખતે એ રડે છે. જો એની પાસે સુકૃત હોય તો એ ત્યાંથી ઉચ્ચ ગતિએ જ જવાનો. કાળ કહે છે કે તું ક્યાં મરી જાય છે ! તારું શરીર હવે કામ કરતું નથી એટલે એને બદલવાની માત્ર જરૂર છે. તારા કાન સાંભળતા નથી એટલે તારે સાંભળવા માટે યંત્રની મદદ લેવી પડે છે. તારી આંખ જોતી નથી એટલે જોવા માટે તારે કાચ ચઢાવવા પડે છે. દાંત પડી ગયા છે એટલે તારે ચાવવા માટે ચોકઠાં ચઢાવીને ચાવવું પડે છે. તું ઊભો થઈ શકતો નથી એટલે તારે ટેકો લેવો પડે છે તો ચાલ, તારું ચાર સાધન ૨૯૩ Page #303 -------------------------------------------------------------------------- ________________ શરીર જીર્ણ થયું છે, તે એને બદલી નાંખીએ. કાળની આ વાત, માણસ સમજતો નથી અને રોવા બેસે છે. ખરી રીતે તો મૃત્યુ એટલે એક નીરસ સ્થાનને છોડી, સરસ સ્થાનમાં જવાનું. એક એવું ઘરડું માણસ હોય કે જેની સામે કોઈ ન જુએ, પણ મરીને એ બાળક થઈ અવતરે એટલે સૌ એને રમાડવા દોડે, ઉપાડી ઉપાડીને બચીઓ કરે. આમાં શું આત્મા બદલાયો છે ? - ના, માત્ર શરીર બદલાયું છે. એટલે તો આપણા જ્ઞાનીઓ માણસ મરતાં એ પાછો' થયો એમ કહે છે. મર્યો નહિ પણ પાછો” થયો. એટલે કે, પાછો થઈ ગયો, પાછો જન્મી ગયો. આ વાત જો સમજાઈ જાય તો પછી મરણની ભીતિ રહે ? આજે મરણથી લોકો આટલા ફફડે છે તે પછી ફફડે ? આ વિચાર અને નિર્ભયતા, દશ લાખ રૂપિયા ખર્ચો તોય નહિ મળે. મળે માત્ર દિવ્ય નયનથી. આ વાત અંદરથી આવવી જોઈએ – કળી ખીલીને કમળ બને તેમ તમારા અંતરમાં જ આ વિચાર પૂર્ણ રીતે ખીલવો જોઈએ. પછી તમને તમારું જીવન કોઈ જુદું જ, રસભરપૂર બની ગયેલું જણાશે. આ વિચારને સ્થાયી અને દઢ બનાવવા માટે માણસે સમયે સમયે વિચારતા રહેવું જોઈએ કે, હું કોણ છું ? મારું અહીં શું સ્થાન છે ? અને હું ક્યાં જવાનો છું ? આ વિચારોની સતત ધારાથી આપણે આ બદ્ધ વર્તુલથી પર જઈ શકીશું – રૂપ અને રંગમાં, નામ અને આકારમાં અટવાઈ ન જતાં, તેની પેલી પાર જઈ શકીશું. માણસ જેમ બગીચામાં જઈ હવાફેર કરી આવે તેમ, આપણે પણ ચૈતન્યના સામ્રાજ્યમાં વિહરી, આપણાં મન અને મગજને હવાફેર કરાવી શકીશું. માણસ એ માત્ર આ શરીર જ નહિ. પણ બીજું પણ “કંઈક' છે. જે આ “કંઈક” છે. જે આ “કંઈક' છે તે આ તનમાં છુપાયેલું છે. તે બહાર ક્યારે આવે ? એના પરનું ઢાંકણ ખસે તો ને ? શીશીમાં અત્તર ભર્યું હોય પણ ઉપર સખત બૂચ હોય તો અંદરની સુવાસ બહાર કેમ પ્રસરે ? એ ઢાંકણ ઊઘડતાં જ જેમ હવામાં સૌરભની માદકતા છવાઈ જાય છે, તેમ ચેતન પણ આ આકારોની દુનિયામાંથી બહાર નીકળી નિરાકારમાં વિહરે, તો એનેય ઘડીભર અપૂર્વની અનુભૂતિ થાય. માણસને આ અપૂર્વની અનુભૂતિ ન થાય અને માત્ર યંત્રવાદના વાતાવરણમાં જ એ જીવ્યા કરે તો તે દિવસે એવું પણ બને કે માણસ યંત્રનો ઉપયોગ કરે છે તેને બદલે યંત્ર, માણસનો ઉપયોગ કરતું થઈ જાય. બુનિયાદી વિચારધારા પણ હવે આ જ કહે છે ને કે સાધનને તમે આધીન ન બનો પણ સાધનને તમારે આધીન રાખો. એટલે કે, સાધનથી કામ લો, પણ સાધનની ગેરહાજરીમાં તમે પરવશ કે નિર્માલ્ય ન બનો. ૨૯૪ * ધર્મરત્નનાં અજવાળાં Page #304 -------------------------------------------------------------------------- ________________ સાધન, માણસ માટે હોય. માણસ, સાધન માટે ન હોય. વસ્તુઓ માણસની આસપાસ ચક્કર લગાવે તેને બદલે માણસ વસ્તુઓની આસપાસ ચક્કર લગાવે તો વસ્તુનું મૂલ્ય વધી જાય અને માણસની કિંમત કંઈ જ ન રહે. આ રીતે સાધન અને સાધકનો વિવેક જીવનમાં આવતાં, સાધન માટે આજે ઘરઘરમાં જે ઝઘડા થાય છે, જે મનદુ:ખ થાય છે તે નહિ થાય, કારણ કે સાધકનો વિવેક, સાધન માટે બાઝતાં એને અટકાવશે. આ વિવેકભાવ ઘરમાં જાગશે તો ઘરમાં કલહને બદલે શાન્તિ પ્રસરશે, દેશમાં આ ભાવ પ્રસરશે તો દેશમાં આન્તરદ્વેષ અને ઝઘડાને બદલે પ્રેમ અને શાન્તિ ફેલાશે, વિશ્વમાં આ વિચારધારા વહેતી થશે તો આ વિશ્વયુદ્ધ અને અણુબોમ્બને બદલે, વિશ્વમૈત્રી અને વિશ્વશાન્તિ આવીને વસશે. તમને કદાચ થશે કે આ મેદાનમાં બેઠેલા દશ-બાર હજાર માણસોના શ્રવણથી કાંઈ થોડી જ વિશ્વશાન્તિ આવી જવાની છે ? અને જગતના પ્રવાહો પલટાવાના છે ? પણ મારો નમ્ર અભિપ્રાય એ છે કે અહીં બેઠેલાં ભાઈબહેનો આ વિચારને પૂરા ચિન્તનથી સમજી જીવનમાં ઉતારશે તો એની અસર આખા ઘર પર થશે તમારા ઘરનું વાતાવરણ આથી સારું થશે તો આવતી કાલે એનું અનુકરણ તમારા પડોશી કરશે. પડોશીની અસર આખા સમાજ પર થશે. પછી સમાજની અસર દેશ અને દેશની અસર આખા વિશ્વ પર થશે. અલબત્ત, આમ સારા વિચારોને પ્રસરતાં સમય જરૂર લાગે છે, પણ એ વિચારનો પ્રારંભ કરનારમાં શ્રદ્ધા હોય તો એ પ્રસર્યા વિના રહેતો જ નથી. આજે જગત પર જે સારા વિચારો છે તેની શરૂઆત પણ એકાદ વ્યક્તિથી જ થઈ હશે ને ? પછી એ વ્યક્તિના વિચારો સમષ્ટિમાં સંક્રાન્ત થયા અને તે આજે જગતની મૂડી બનીને રહ્યા. તેમ આપણે પણ, આ વિચારને અમલમાં મૂકવાનો અને આત્મસાતું કરવાનો પૂર્ણ શ્રદ્ધાથી પ્રયત્ન કરીશું તો એનું શુભ પરિણામ પણ જરૂર આવશે જ. આ પ્રવચનમાં વ્યક્ત થયેલા વિચારો, જીવનમાં ઊતર્યા પછી માણસ સાધનનો અનુચર નહિ હોય પણ સ્વામી હશે. ત્યારે માણસ દેહને જ સર્વસ્વ નહિ માનતો હોય પણ આત્મસત્તાનો અનુભવ કરતો હશે. એ મરણથી ડરતો ફરતો નહિ હોય પણ મૃત્યુને એકમાત્ર દીર્ઘ પ્રવાસ માનતો હશે અને એ પ્રવાસમાં કામ લાગે તેવા ભવના ભાતાને સાથે લેવાની તૈયારી આ જન્મમાં કરતો હશે. આવા માનવીનું સ્થાન કોઈ પણ યુગમાં અપૂર્વ જ હશે. એવું સ્થાન માનવીને મળો એ શુભેચ્છા. ચાર સાધન : ૨૫ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૬૨. વેશને વફાદાર રહે તે જ સાચો સાધુ →9***** ત્માને જગાડનાર ગુરુ કેવા હોવા જોઈએ ? જે ગુરુને સમગ્ર જીવન સમર્પણ ક૨વાનું છે આત્મસમર્પણ કરવાનું છે, તે ગુરુ કેવા હોવા જોઈએ ? નૌકાને સામે પાર લઈ જવામાં જેમ નાવિક મુખ્ય કારણ છે, તેમ સંસારસાગર પાર કરવામાં ગુરુ મુખ્ય આધાર છે. ગુરુઓ જગતમાં બે પ્રકારના હોય : गुरवो बहवः सन्ति शिष्यद्रव्यापहारकाः । गुरवो विरलाः सन्ति शिष्यचित्तोपकारकाः ।। કેટલાક ગુરુઓ એવા હોય છે કે જે પોતાના માટે, પોતાના નામ માટે, પોતાની જરૂરિયાતો માટે શિષ્યો પાસે, ભક્તવર્ગ પાસે ધન ખર્ચાવતા હોય છે. આવા ગુરુઓ તો જગતમાં ઘણા મળશે, પણ શિષ્યના અંતરાત્માને ઉપકાર કરનારા, શિષ્યવર્ગના આત્મહિતને લક્ષમાં રાખી વર્તનારા ગુરુઓ ઘણા ઓછા મળશે. ૨૯૬ * ધર્મરત્નનાં અજવાળાં Page #306 -------------------------------------------------------------------------- ________________ આમ ગુરુ વચ્ચે જબરું અંતર છે. એક, શિષ્યના વિત્તને હરણ કરે છે, બીજો, શિષ્યના ચિત્તને ઉપકાર કરે છે. શિષ્યના ચિત્તને ઉપકાર કોણ કરે ? જેને પરિગ્રહનું બંધન ન હોય, પરિગ્રહનો માથે ભાર ન હોય તે. નાવ તરે | ક્યારે ? જ્યારે તેમાં વધારે પડતો ભાર ન હોય ત્યારે. એરોપ્લેનમાં પણ વધારે પડતો ભાર હોય તો જિંદગી સલામત રહેતી નથી. આથી તોલ વગેરે બધું જોવું પડે છે. વધારે પડતો ભાર હોય તો ન લે, કારણ કે અધ્ધર આકાશમાં જવાનું છે તે એરોપ્લેન ચલાવનાર સારી રીતે જાણે છે. એરોપ્લેન ચલાવવું હજુ સહેલું છે, પણ સંસાર-સાગરને પેલે પાર લઈ જવા માટેની નાવ ચલાવવી અઘરી છે. એમાં તો ઓછામાં ઓછો ભાર જોઈએ. નાવ ચલાવનાર કપ્તાન પણ કુશળ હોવો જોઈએ. કપ્તાન અસાવધાન હોય અને ભાર વધુ પડતો હોય તો નૌકા સલામત રહેતી નથી, માટે ગુરુ એવા હોવા જોઈએ, જે શિષ્યોના ચિત્તના ભલાની કામના કરતા હોય. એવા ગુરુથી શિષ્ય કદી પણ અધર્મ ન પામે. શિષ્ય લેવા માટે વારંવાર અગ્રહ કરે પણ ગુરુ ના કહે. લાખો રૂપિયા ગુરુના ચરણે ધરી દે પણ ગુરુને તેની પડી ન હોય. પણ આજની પરિસ્થિતિ કંઈક જુદી છે. એક શહેરમાં એક બહુરૂપી આવેલ. એક દિવસ તેણે સાધુનો વેશ લીધો, ને એક કરોડપતિને ત્યાં ગયો. શેઠે બેસવા વિનંતિ કરી. એ ચટાઈ ઉપર બેઠો. સંસારની અસારતાનો અને દેહની ક્ષણભંગુરતાનો એણે સચોટ ઉપદેશ આપ્યો અને પછી કહ્યું કે તમે વૃદ્ધ થયા છો. ખાનાર કોઈ નથી. મળેલી લક્ષ્મીનો સદુપયોગ કરો. ઉપદેશ સાંભળી ત્યાં હતા તે બધાનાં દિલ પીગળી ગયાં અને કહેવા લાગ્યા કે, આપે ઉપદેશ આપી અમારા પર મહાન ઉપકાર કર્યો. શેઠાણીએ અંદર જઈ, કબાટ ખોલી, સોનામહોરથી ભરેલો થાળ સાધુ સામે ધર્યો, અને કહ્યું : “આપે અમારા ઉપર મહાન ઉપકાર કરી અમને લક્ષ્મીની ચંચળતા સમજાવી. આપ આ ગ્રહણ કરી અમને આશીર્વાદ આપો.” પણ આ સાધુવેશધારી બહુરૂપી તેને ઠોકરે મારી ચાલતો થયો. શેઠને સાધુ પ્રત્યે માન ઉત્પન્ન થયું. આ રીતે ગામમાં એક મહિનો રહીને જુદા જુદા વેશ એણે ભજવ્યા. અને મહિના બાદ શેઠ પાસે આવીને ભીખ માગી. શેઠે કહ્યું તમારું મોટું અને અમારે ત્યાં આવેલ સાધુનું મોટું સરખું લાગે છે. બહુરૂપીએ કહ્યું : આપની વાત સાચી છે. તે સાધુ તે હું જ હતો. શેઠે કહ્યું : તે વખતે સોનામહોરથી ભરેલો થાળ લીધો હોત તો આ ભીખ ન માગવી પડત. ચાર સાધન * ૨૯૭ Page #307 -------------------------------------------------------------------------- ________________ બહુરૂપીએ કહ્યું : હું બહુરૂપી છું. મેં તે વખતે સાધુનો વેશ લીધો હતો. જે વેશ લીધો તેનું ગૌરવ સાચવવું એ વિવેકીનું કર્તવ્ય છે. બહુરૂપી પણ સમજે છે કે, સાધુ એટલે તદ્દન નિ:સ્પૃહી. તે પોતાના વેશને વફાદાર રહે છે. ઉપર આપેલ શ્લોકમાં પણ ગુરુ કેવા હોવા જોઈએ તે સમજાવ્યું છે. ગુરુપદનું વર્ણન કરતાં કહ્યું છે કે : તૃણપ૨ે પડખંડ છંડીને, ચક્રવર્તી પણ વરિયો; એ ચારિત્ર અક્ષય સુખ કારણ, એ મેં ચિત્તમાં ધરિયો. ત્યાગી એવા ભાવથી રંગાયેલ હોય તો જ તમારા પર અમારા ત્યાગની અસર પડે, પણ અમને જો તમારા વૈભવનો, તમારી સંપત્તિનો રાગ હોય, તો તેમને ત્યાગમાર્ગ કેવી રીતે સમજાવી શકાય ? ત્યાગ ઉપર રાગ કરાવવા માટે સાધુના જીવનમાં પૂર્ણ ત્યાગ હોવો જોઈએ. - સાધુ એટલે જગતનો તારણહાર. તમે એમ માનો કે અમારા પરિગ્રહને અમારા વધી ગયેલા પરિગ્રહના વાળને ઉતારનાર તે સાધુ ? વાળ વધી જાય તો કઢાવો છો, નખ વધી જાય તો પણ કઢાવો છો, ન કઢાવો તો તેમાં મેલ ભરાય, મેલમાં જંતુઓ પણ હોય તે જમતી વખતે પેટમાં જાય અને માંદા પડાય. આથી નખ ઉતરાવવા જ જોઈએ. તેવી રીતે પરિગ્રહ ભેગો થાય અને તેને ન ઉતારો તો એક દિવસ આખા ને આખા ચાલ્યા જવાનો પ્રસંગ આવે. સાધુના ઉપાસક એવા ગૃહસ્થ પાસે અહિંસાને આકાર આપવા ઓછામાં ઓછા આ બે નિયમ તો હોવા જોઈએ: (૧) સ્વદા૨ાસંતોષ અને (૨) પરિગ્રહ પરિમાણ. જગતની જેટલી સ્ત્રીઓ છે, તેને માતા તથા બહેનની દૃષ્ટિથી જુઓ. જેનામાં આ ષ્ટિ નથી તેનું જગતમાં કોઈ સ્થાન નથી. તેવી જ રીતે પરિગ્રહનું પરિમાણ ન કરો તો જેવી રીતે રબ્બરના ફુગ્ગામાં બહુ પવન ભરવામાં આવે એને મોટો થતાં થતાં છેવટે ફૂટી જાય, તેવી જ દશા પરિગ્રહ પરિમાણ ન કરનારની થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે जहा लाहो तहा लोहो लाहा लोहो पवढ्ढड् ! જેમ જેમ લાભ થતો જાય, તેમ તેમ લોભ વધે છે. લાભથી લોભની અભિવૃદ્ધિ થાય છે. કપિલ બે માસા સોનું લેવા રાજા પાસે ગયો, રાજાએ તેને ઇચ્છા મુજબ માગવા કહ્યું. કપિલ વિચાર કરવા લાગ્યો. આખુંય રાજ્ય માગતાં ૨૯૮ * ધર્મરત્નનાં અજવાળાં Page #308 -------------------------------------------------------------------------- ________________ પણ એને તૃપ્તિ ન થતી દેખાઈ. આખરે તૃષ્ણાનો અંત નથી એમ સમજી વૈરાગ્ય પામ્યો. પરિગ્રહ એ નવ ગ્રહો કરતાં જુદી કોટિનો દશમો ગ્રહ છે. એ સૌને દુઃખ આપે. શનીશ્વરની પનોતીમાંથી તો સાડાસાત વરસે પણ છુટાય, પણ આ પરિગ્રહની પનોતીમાંથી તો આખી જિંદગીને અંતે પણ ન છુટાય. અહીં આવનાર દરેકે પરિગ્રહ પરિમાણ કરવું જોઈએ. એ કરવાનો નિર્ણય કરે તો જીવન હળવું બની જાય. પરિગ્રહ વધે તો આત્મામાં કચરો વધે છે. મહાપરુષોએ જીવન શાંતિથી પસાર કરવા માટે આ બધા માર્ગો બતાવ્યા છે. પરિગ્રહની મૂર્છા કેટલું નુકસાન કરે છે તે માટે એક તાજો જ દાખલો આપું. કાળાં બજારની કમાણી કરીને એક શેઠે રૂપિયા ભેગા કર્યા. બાપ દીકરાથી છાના ભેગા કરે અને દીકરો બાપથી છાના ભેગા કરે, આવી રીતે બન્નેએ જુદી જુદી રમત આદરી. પૈસો મન જુદા પાડે છે જ.. પરિગ્રહની મૂચ્છ ન ઊતરી હોય તો આ સાધુઓની ત્યાગ-અવસ્થામાં પણ મન બગડે. જ્ઞાનીઓ એક પ્રશ્ન પૂછે છે: નરકનાં બંધનો બંધાવનાર કોણ ? તો કે' મન. પ્રસન્નચંદ્ર રાજર્ષિ તપસ્વી છે, ત્યાગી છે, પણ બે રાજસેવકોની વાત સાંભળી મન બગડ્યું. મનથી યુદ્ધે ચડ્યા અને સાતમી નરકના દળિયા બાંધ્યાં. પણ એ તો જ્ઞાની હતા, જરીવારમાં સમજી ગયા. મનને ઠેકાણે લાવ્યા, અને ફૂંક મારતાં લોટ ઊડી જાય, તેમ કર્મના દળિયાને ઉડાડી મૂકીને જ્ઞાનની પ્રાપ્તિ કરી. આ બાજુ દીકરાએ કાળાં બજારનું ધન સાચવવા નાની તિજોરી રાખી, બાપે મોટી તિજોરી રાખી. દીકરો ન હોય ત્યારે પેલી નોટો કાઢી બાપ એકલો ગણે અને મનમાં મલકાય. દ્રવ્ય એવી વસ્તુ છે કે જે સાથે આવવાનું નથી, આવ્યા ત્યારે લાવ્યા નથી, છતાં વચગાળામાં માણસને નચાવી મારે છે. અનાદિકાળની મૂચ્છ આત્માને રખડાવી મારે છે, તે મૂર્છાને તોડવા માટે વસ્તુતત્ત્વ સાંભળી, વિચારી હૃદયમાં ઉતારવાનું છે. દીકરાથી બાપે પાંચ લાખ રૂપિયા ખાનગીમાં ભેગા કરેલ. તિજોરી મોટી હતી. તેમાં બેસી એ ગણતો હતો. તેટલામાં દીકરાને આવતો જોયો. એટલે બાપ તિજોરીમાં પેસી ગયો, અંદર સંતાઈ ગયો. તિજોરીનું બારણું બંધ થઈ ગયું. તિજોરીને ખોલવાનો હાથો બહાર હોય છે. દીકરો ઓરડામાં આવી બાપ નથી ચાર સાધન * ૨૯૯ Page #309 -------------------------------------------------------------------------- ________________ એમ માનીને ચાલ્યો જાય છે. બાપ અંદર મૂંઝાય છે, હવા આવતી નથી, ઘણી લાતો મારે છે પણ તિજોરી ઊઘડતી નથી. અંદર નોટો ઘણી પડી છે, પણ આવી દશા થાય ત્યારે નોટો શું કામ આવે ? અંદર બેઠો બેઠો રિબાય છે, તેની ખબર કાઢનારું ત્યાં કોઈ નથી. મહાપુરુષો કહે છે : “ધન કોઈક વાર તનને મારે.' બાપ તિજોરીમાં બેઠો છે, બહાર નીકળવું છે, પણ બારણું બંધ થઈ ગયું છે. હવા મળતી નથી એટલે ટળવળી-ટળવળીને મરી જાય છે. ત્રણ દિવસ સુધી પુત્ર અને સ્વજનોએ તપાસ કરી પણ પત્તો ન લાગ્યો. પછી તિજોરીમાં કેટલું ધન છે તે જોવા માટે ખોલી તો અંદરથી કોહવાઈ ગયેલો બાપ નીકળ્યો ! લક્ષ્મી કેવી દશા કરે છે તે જુઓ ! ઘણા તો લક્ષ્મી માટે જન્મ્યા અને લક્ષ્મી માટે મરવાના ! રૂપિયા ખાતર જન્મ અને રૂપિયા ખાતર મરે એવા તો ઘણાય મળવાના. પણ આત્મા ખાતર જન્મ અને આત્મા ખાતર કરે તેવા તો વિરલ જ હોય છે. ગુરુ એવા જોઈએ જે શિષ્યના હિતનો ઉપદેશ આપે. પરિગ્રહ આદિના સંગથી છોડાવે. પણ ગુરુઓ જ જો વ્રતોને પોતાના જીવનમાં આચરતા ન હોય, અને પોતે પરિગ્રહમાં ડૂબેલા હોય તો તેમના ઉપદેશની ધારી અસર થતી થતી. રત્નાકરપચીશીના કર્તા રત્નાકરસૂરિજી મહારાજ સુંદર ઉપદેશક હતા. તેમણે એક ચંદરવો રાખેલો, ચંદરવામાં મોતી મઢેલાં. શ્રાવકોને વ્યાખ્યાનમાં પરિગ્રહના અનર્થો સમજાવે અને પૂછે કે : “સમજ્યા ? તે વખતે એક રૂ નામનો શ્રાવક હતો, તે હોશિયાર અને ગંભીર હતો. તે કહે, “સાહેબ નથી સમજ્યા !” આ વાક્ય દ્વિઅર્થી છે. જેમ સામાન ઉપાડનાર કહે: “શેઠ મજૂર ! શેઠ મજૂર !” રત્નાકરસૂરિ મહારાજ જુદી જુદી રીતે પરિગ્રહ અંગેનું વર્ણન કરે છે. પણ પેલા કહે છે કે “સાહેબ હજી નથી સમજ્યા.' રત્નાકરસૂરિ મહારાજ વિચાર કરે છે. વિચાર કરતાં તેમને સમજાય છે કે, જ્યાં સુધી મને આ મોતીની મમતા છે ત્યાં સુધી ગમે તેટલો ઉપદેશ આપું તેની અસર થવાની જ નહિ. એટલે તેમણે મોતીને વાટીને ફેંકી દીધાં. બીજે દિવસે હૃદયની વિશુદ્ધિથી સુંદર ઉપદેશ આપ્યો ત્યારે શ્રાવક કહે કે, “સાહેબ હવે સમજ્યા.” અમારા મનમાંથી પરિગ્રહ નીકળ્યો, સંસારની વસ્તુને વામી નાખી, હવે મનમાં અને તનમાં પરિગ્રહની મમતા શી ! આવતી કાલનો વિચાર અમારે શા માટે કરવાનો હોય ? અઢાર પાપસ્થાનક ખમાવી “એગોહે નલ્થિ મે કોઈ, નાહમનસ્સ કસ્સઈ'નું ચિંતન કરનારા તેઓ હંમેશ એમ વિચારે કે, જગતના ૩૦૦ % ધર્મરત્નનાં અજવાળાં Page #310 -------------------------------------------------------------------------- ________________ આ બધા પીગલિક સંબંધો પરના છે, આત્માના નથી. તે માટે જ કહ્યું છેઃ કુક્ષીસંબલ મુનિવર ભાખ્યા ! સિકંદર હિંદ ઉપર વિજય મેળવી પાછા ફરતાં પોતાના માણસોને સાચા સાધુની શોધ માટે મોકલે છે. સિકંદરના માણસો એક સાધુ પાસે આવે છે અને કહે છે કે, આપને સિકંદર બોલાવે છે. સાધુ કહે છે : સિકંદર કોણ ? સિપાહી : અમારો બાદશાહ. સાધુ : જો તેણે ઇંદ્રિયોને જીતી હોય તો એ સાચો રાજા, નહિતર એ ગુલામ. સિકંદર પોતે સાધુ પાસે આવે છે અને વિચારે છે કે મારી પાસે આવવા માટે લોકો તરફડે છે, જ્યારે આ સાધુ આવવા ના પાડે છે. સિકંદર સાધુને કહે છે : “આપ અમારે ત્યાં આવો. ઘણો ઉપકાર થશે.” સાધુ કહે છે : “ઉપકાર તો જ્યાં હશે ત્યાં થશે. આંબો જ્યાં હશે ત્યાં ઉપકાર કરશે, ફૂલ જ્યાં હશે ત્યાં સુવાસ ફેલાવશે.” સાધુનું આવું કહેવું સાંભળી સિકંદર તલવાર કાઢે છે. સાધુ તે જોઈ હસી પડે છે અને કહે છે : “આત્મા અમર છે. જેની ચામડી ઉતારી નાખવામાં આવી છતાં જરાય સ્કૂલિત ન થાય તેવા ગુરુના અમે વારસદાર છીએ.” આ પૈર્ય અને તેજ જોઈ સિકંદર નમી પડે છે. , એટલે ગુરુ કોણ ? હિતોપદેશક. તમારું ભલું કેમ થાય, તમારા દુર્ગુણો કેમ નીકળી જાય, તમારો આત્મા પવિત્ર કેમ બને તેનું અહર્નિશ ચિંતન તેના મનમાં હોય. પારસમણિને લોખંડ અડે અને તે સોનું ન થાય તો કાં એ સાચો પારસમણિ નથી, કાં એ સાચું લોખંડ નથી; અગર તો સાચો સ્પર્શ થયો નથી. તેમ ગુરુ પાસે જઈએ અને પાપ માટે પશ્ચાત્તાપ ન થાય, આત્મનિરીક્ષણ ન થાય તો સમજવું કે આપણે ખરી રીતે ગુરુ પાસે ગયા નથી, ગયા છતાં તેમનો બરાબર સ્પર્શ આત્માએ કર્યો નથી, તેમને બરાબર સમજ્યા નથી. શિષ્ય એવા હોય કે ગુરુનું એકેએક વાક્ય લઈને ઘૂંટ્યા કરે. પણ આજે ઉપદેશ સોંઘો થઈ ગયો છે. શ્રોતા એવા હોવા જોઈએ, જાણે કોરી ભૂમિ. વરસાદ પડે.. અને જમીન એક બિંદુને પણ બહાર જવા ન દે, બિંદુએ બિંદુને બરાબર રાસી લે, તેવી જ રીતે આપણે પણ બ્લોટિંગપેપર થઈને આવીએ અને ઉપદેશને બરાબર ચૂસીને હૃદયમાં ઉતારી લઈએ તો ઘણા દુર્ગુણો ઓછા થઈ જાય અને આત્મા પવિત્ર બને. ગૌતમસ્વામી અને આનંદ જેવા શ્રાવકો પ્રભુના એકેએક વાક્યને લઈને હૃદયમાં ઘૂંટતા. સાચો શિષ્ય કોણ, કે જે ગુરુનો ભક્ત હોય. ગુરુ શિષ્યના કલ્યાણની આશા રાખે. શિષ્ય ગુરુ પાસે કલ્યાણની આશાથી આવે. ગુરુ પાસે સંસારનાં ચાર સાધન ૩૦૧ Page #311 -------------------------------------------------------------------------- ________________ સુખો મેળવવા માટે આવવાનું નથી. સટ્ટાના ભાવો આપનારા કે પૈસા માટે હાથ જોઈ આપવાનું કહેનારા ગુરુઓનું મોટું જોવામાં પણ પાપ છે. ગુરુ પાસે તો આત્મશાંતિ માટે જ આવવાનું છે. શિષ્ય પૂછ્યું : મોટામાં મોટો રોગ કયો ? તેના ઉત્તરમાં ગુરુએ કહ્યું : “આ ભવ.” સંસાર એ જ મોટો રોગ છે. સંસારમાં રખડવું એ જ મોટો રોગ છે. ટી.બી નો રોગ થયો હોય અને તરત જ ડૉક્ટર પાસે જાય. એ ડૉક્ટરના વચન ઉપર કેટલો વિશ્વાસ ? એટલો વિશ્વાસ ગુરુ ઉપર ખરો ? ડૉક્ટર કહે તે પ્રમાણે ટ્રિટમેન્ટ કરો, અને અમે કહીએ તો ? કદાચ એમ પણ માનો કે એવા રોગ તો થોડાક જોઈએ ! આ બધી સંસારના પદાર્થોની આસક્તિ એ રોગ છે તેમ તમે જાણો છો, પણ તે દૂર કરવા માટે પ્રયત્ન કરતા નથી. મુંબઈ શહેરમાં એક ટોળામાંથી કોઈની રૂપિયા ૧૦૦ની નોટ પડી ગઈ તે એક ગુરખાના જોવામાં આવી. એણે એકદમ ઉપાડી ખીસામાં મૂકી દીધી અને ટ્રેનમાં બેઠો. પણ રસ્તામાં જોયું તો ખીસું કપાઈ ગયેલું. તેનું મોઢું એકદમ ફિક્યું પડી ગયું. મુસાફરોએ પૂછ્યું : “શું થયું ?' ગુરખાએ કહ્યું : “૧૦૦ રૂપિયાની નોટ ગઈ.” મુસાફરોએ કહ્યું : “આવી રીતે બહારના ખિસ્સામાં રખાય ?' ગુરખો કહે : “મને રસ્તામાંથી મળેલી. ઉતાવળમાં બહારના ખીસામાં મૂકી દીધેલી.” એ વખતે પેસેંજરોમાંના એક ચિંતકે કહ્યું : “તમે એમ માની લો કે તમને રૂપિયા ૧૦૦ મળ્યા જ નથી. તે રૂપિયા તમારા હતા જ નહિ. અમને મળ્યા નથી તેથી અમને શોક નથી, તમને મળ્યા એટલે થયું કે મારા ગયા. પણ વાસ્તવિક રીતે રૂપિયા તમારા હતા જ નહિ.' પેલાને પણ વાત ગળે ઊતરી ગઈ. અહીં તમારે પણ એ વિચાર કરવાનો છે કે તમારું શું છે ? આવ્યા ત્યારે કાંઈ હતું નહિ, અને જાવ ત્યારે પણ કાંઈ સાથે આવનાર નથી. પેલી ૧૦૦ રૂપિયાની બાબત કરતાં પણ આપણી દશા બૂરી છે. આ પ્રમાણે માણસ વિચાર કરે તો કોઈ પણ સંયોગોમાં અફસોસ ન થાય. પેલાએ રૂપિયા ૧૦૦ની નોટ પોતાની માની અને ગઈ એટલે અફસોસ થયો. આ બધું પોતાનું માન્યાનું જ દુ:ખ છે. પોતાનું ન માનો તો છોડવાનું જરાય દુ:ખ નહિ થાય. આ સમજવા માટે મહાપુરુષો કહે છે કે ભવરોગ એવો છે કે જેથી ચારે બાજુથી ભેગું ભેગું કરવાનું જ મન થાય. માટે મોટામાં મોટો રોગ ભવસંસાર જ છે. સાધક પૂછે છે : આ રોગની દવા શી ? વિમોષઘ તસ્ય ? ૩૦૨ * ધર્મરત્નનાં અજવાળાં Page #312 -------------------------------------------------------------------------- ________________ ભવરૂપી રોગનું ઔષધ શું, કે જેના વડે એ રોગથી છૂટી શકાય ? તેનો ઉત્તર આપતાં કહે છે કે વિચાર એ જ સૌથી મોટામાં મોટું ઔષધ છે. વિચારો. તમે વ્યાખ્યાન સાંભળો ત્યારે આ બધી વસ્તુઓનો વિચાર આવે પણ ઘરે ગયા પછી શું ? તમે તો પૌદ્ગલિક સુખોની પ્રાપ્તિનો વિચાર કરો છો, પણ વિચારવા યોગ્ય તો આત્મિક વિચારણા છે. હંમેશા સવારે ઊઠતાં વિચાર કરવો જોઈએ કે હું કોણ ? ક્યાંથી આવ્યો ? ક્યાં જવાનો ? મારું સ્વરૂપ શું ? આ વસ્તુઓનો હંમેશાં વિચાર કરવાનો છે: પેલા તીર્થનું નામ શું ? સિદ્ધાચલ. આ નામ ગમે તેવું છે. એ નામ ગર્ભિત રીતે જણાવે છે કે સિદ્ધા ચલ; એટલે કે સીધે રસ્તે ચાલો. આડાઅવળા ગયા તો મરી જવાના. અહીં આવનારા દરેક સીધા ચાલે, વિચાર કરીને આગળ વધે. હું કોણ ? મારું સ્વરૂપ શું ? અત્યારે કેવી દશામાં છું ? હું પૂર્ણસ્વરૂપી છું, આનંદઘન છું. સ્વભાવદશામાં રહેનારા માટે આ પૌદ્ગલિક પદાર્થો સાથે કાંઈ લાગેવળગે નહિ. લૂગડાને ઘીમાં જબોળી એને દીવાસળી ચાંપવામાં આવે તો ઘી અને લૂગડું બધું બળી જવાનું અને જ્યોત જ્યોતમાં મળવાની. ભોગ અને શરી૨ બન્ને એમ જ બળી જવાનાં. એક ચૈતન્ય જ ત્રણે કાળમાં અખંડ રહેવાનું. દરેક ભવમાં ભોગની વસ્તુઓ તો મળવાની છે, પણ ચૈતન્યસ્વરૂપી એવો હું આ દેહમાં ઘડીએ ઘડીએ કેમ ૨મી રહ્યો છું ? આ વિચાર આવ્યા પછી વિચાર આવશે કે હું ક્યાં જવાનો છું ? જેવી કરણી કરી હશે તે પ્રમાણે જવાનું છે. જીવનનું સરવૈયું કાઢો તો ખબર પડે કે તમે કેવાં કેવાં પાપો કર્યાં છે, કેવા સારાં કામો કર્યાં છે. જમા-ઉધારનો સરવાળો કરી પછી જુઓ કે કયું પલ્લું નમતું છે ? એ પ્રમાણે ગતિનો પણ વિચાર કરો. હું કોણ ? ક્યાંથી આવ્યો ? ક્યાં જવાનો ? આ ત્રણ વિચાર સવારે ઊઠીને પાંચ મિનિટ પણ કરો. આપણે આપણો ‘વિચાર’ ક૨વાનો છે. ધરતીકંપ થાય અને જીવન નાશ પામે એવા જીવન માટે કાંઈ તૈયા૨ી ન હોય તો આપણા જેવું ગમાર કોણ ? એથી રોજ ‘વિચાર’ કરવો કે હું કોણ ? હું તો શરીરથી અને ઇન્દ્રિયથી પર એવો આત્મા. હું કોણ એ વિચાર કરો તો તલવાર અને મ્યાન જેમ જુદાં છે તેવું ભેદજ્ઞાન શરીર અને આત્મા માટે થશે. હું આત્મા છું એવું જ્ઞાન જેને થઈ ગયું તે સમજશે કે જેમ તલવાર મ્યાનમાં રહે છે તેમ આત્મા શરીરમાં રહે છે અને છતાં શરીરથી તે જુદો છે. અજ્ઞાની ભોગો માટે વલખાં મારે, તલસે. તે જ ભોગો જ્ઞાની સાધુ પાસે આવે તો તે તેની સામું પણ ન જુએ. સ્થૂલભદ્ર સામે કોણ હતું ? છતાં તેના ચાર સાધન * ૩૦૩ Page #313 -------------------------------------------------------------------------- ________________ મનનો દોરો હાલ્યો નહિ. તમે ઓરડામાં જમવા બેઠા હો, દૂધપાક આવે, તેમાં કસ્તૂરી કેસર બધું નાખેલું હોય પણ ખબર પડે કે દૂધપાકમાં કોઈ ઝેરી વસ્તુ પડેલી છે તો તેવા દૂધપાકને તમે અડકશો ? નહિ જ અડકો. ભોગો માટે પણ તેવું જ છે. જ્યારે ખબર પડે કે આ ભોગો મને મારી નાખનાર છે, સંસારમાં રખડાવનાર છે ત્યારે એ ભોગોની લાલસા દૂર થશે. પણ એ માટે દૃષ્ટિ કેળવવી જોઈએ. રથનેમિ ગુફામાં ધ્યાનમાં બેઠા છે. રાજીમતીને ત્યાં આવેલ જોઈને ધ્યાનથી ભ્રષ્ટ થાય છે. રાજીમતી પાસે ભોગની પ્રાર્થના કરે છે. રથનેમિને રાજીમતી સમજાવે છેઃ અશુચિ કાયા, મળમૂત્રની ક્યારી, એવડી તમને કેમ લાગી પ્યારી ? એ રીતે રાજીમતીએ રથનેમિને ભેદજ્ઞાન સમજાવ્યું. દૃષ્ટિ ફરી ગઈ. ઉપદેશનો અંકુશ લાગ્યો. રથનેમિ બદલાઈ ગયા અને આત્મસિદ્ધિ સાધી ગયા. આપણને પણ ભેદજ્ઞાન થાય તે માટે સંસાર-રોગનું આ ઔષધ બતાવતાં તે કહે છે કે “વિચાર.” એવા વિચારવાન બનો, કે આ જ જીવનમાં પોતાનું કલ્યાણ કરવાનું છે. વિચાર વિના ઘેટાની જેમ દોડાદોડ કરો તો કપાઈ મરવાની દશા પ્રાપ્ત થાય. આજના વ્યાખ્યાનમાં ચાર પ્રશ્નો અને ચાર ઉત્તર એક શ્લોકમાં સમજાવ્યા છે. પ્ર : ગુરુ કોણ ? ઉ. : હિતોપદેશ આપે છે. પ્ર : શિષ્ય કોણ ? ઉ) : ઉપદેશને જીવનમાં ઉતારે તે. પ્ર : રોગ કયા ? ઉ. : ભવચક્ર, સંસારચક્ર. પ્ર : રોગની મુક્તિનો ઉપાય શો ? ઉ. : વિચારોની સતત જાગૃતિ. આ ચાર પ્રશ્નો અને તેના ઉત્તરોને જે સતત વિચારે તે આ ભવચક્રમાંથી પાર ઊતરી આત્માનું કલ્યાણ સાધી શકે છે. આપ સર્વે આ ચાર વસ્તુ સમજી આત્માનું કલ્યાણ સાધો. ૩૦૪ * ધર્મરત્નનાં અજવાળાં Page #314 -------------------------------------------------------------------------- ________________ ૬૩. સિંહણના પુત્ર છો, સિંહ બનજો ભગવાન સારમાં જીવન જીવવા માટે પણ શિક્ષા અને દીક્ષાની જરૂર હોય છે. કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યજી મહારાજે રાજા કુમારપાળને જીવન જીવવા માટેની તેમ જ ન્યાયથી રાજ્ય ચલાવવા માટેની જીવનશિક્ષા આપી ॰ હતી. એમણે શિક્ષાની દીક્ષા અને દીક્ષાની શિક્ષા આપતી વખતે એક સુભાષિત કહ્યું હતું. આ સુભાષિત આપણે માટે ખૂબ ઉપયોગી છે. एकेनापि सुपुत्रेण, सिंही स्वत निर्भयं सहैव दशभिः पुत्रैः भारं वहति गर्दभी: સિંહણને એક જ સંતાન હોવા છતાં એ નિર્ભય હોય છે, કારણ કે એને ખાતરી હોય છે કે વનમાં પર્યટન કરતો એનો દીકરો વખત આવે રક્ષણ કરવાનો જ છે. આ વાતને લીધે એના જીવનમાં શાંતિ હોય છે. જ્યારે બીજી બાજુ, દશ-દશ બચ્ચાં ચાર સાધન : ૩૦૫ Page #315 -------------------------------------------------------------------------- ________________ આસપાસ ફરતાં હોવા છતાં પણ, બિચારી ગધેડીને શાંતિ નથી. એને રેતીના થેલા ઉપાડવા પડે છે અને ડફણાં ખાવાં પડે છે. આમ, દશ-દશ દીકરા હોવા છતાં ગધેડીને શાંતિ નથી, જ્યારે સિંહણને એક જ સંતાન હોવા છતાં શાંતિ છે, નિર્ભયતા છે. એ જ વાત હું તમને કહું છું. કહો, તમે કેવા બનશો ? તમે એકલા હોવા છતાં પણ તમારે લીધે તમારી માતાને, તમારા પિતાને, તમારા બાંધવોને અને તમારા શિક્ષકોને શાંતિ અને સુખ હોય એમ કેમ બને ? તમારા વિચાર, તમારી વાણી અને તમારું વર્તન જોઈને તમારા શિક્ષકો અને તમારા સ્વજનો મનમાં પ્રસન્ન થાય એવું કંઈક કરો તો જ. તમને જોઈને એમનું અંતર આનંદના ઉછાળા મારે, અને ‘કેવા સરસ સદ્ગુણો છે, કેવું શ્રેષ્ઠ વાચન અને કેવી સત્ય મધુર વાણી છે, કેવું નિર્દોષ અને નિષ્કલંક વર્તન છે, કેવું એકાગ્ર અધ્યયન છે, અને કેવી સુંદર જીવન-વ્યવસ્થા છે !' આવી અહોભાવના એમના મનમાં જાગે તો જ તમારું જીવ્યું સાર્થક ! તમે ઓછું ભણ્યા હો તો ચાલશે, પણ જીવન જીવવાની કલાહીનતા હશે તો નહિ ચાલે. તમારી જીવનકલા જોઈને તો ગામના લોકો અને વડીલોની આંખ સ્નેહ અને સદ્ભાવથી છલકાઈ જાય કે, ‘વાહ, આ છોકરાનું બોલવુંચાલવું, હરવું-ફરવું, રમવું-જમવું અને બેસવું-ઊઠવું કેવું કલામય છે !' તમે આવા બની શકો તો જ તમે સિંહબાલ કહેવાઓ. અને, જો તમારા જીવનની અવ્યવસ્થા જોઈને તમારા વડીલોના દિલમાં ગમગીની પેદા થાય, તમારી કટુ વાણી સાંભળીને, તમારું અસ ્ વર્તન નિહાળીને, તમારો દુર્વ્યવહાર જોઈને પોતાના દીકરા તરીકે તમને ઓળખાવતાં તમારાં માબાપ શરમાય, તમને પોતાના શિષ્ય તરીકે ઓળખાવતાં તમારા ગુરુજનોય ગભરાય અને તમને પોતાના મિત્ર તરીકે ઓળખાવતાં તમારો સાચો મિત્ર અકળાય તો તમારું જીવ્યું નિરર્થક ! તો, તમારામાં અને પેલી ગર્દભીના બચ્ચામાં કાંઈ ફરક નહિ ! તમારે કેવા બનવું અને કેવા નહિ એ તો તમારે વિચારવાની વાત છે. અને આ સાંભળ્યા પછી કેવા બનવું એ તમારે નક્કી કરવાનું છે. તમે એવું વર્તન કેળવો કે તમને જોઈને તમારા શિક્ષક, ભલે તમે તેમની પાસે એક જ વર્ષ ભણ્યા હો, છતાં એ ગૌરવ લે અને કહે કે આ મારો વિદ્યાર્થી છે. તમારાં માબાપને એમ થાય કે આ અમારો કુળદીપક છે. આ કુળદીપક જ અમારી પાછળ અમારા વિચારની, અમારા આચારની અને ૩૦૬ * ધર્મરત્નનાં અજવાળાં Page #316 -------------------------------------------------------------------------- ________________ અમારા સંસ્કારની જ્યોતને જલતી રાખવાનો છે. તમારા મિત્રને પણ થાય કે આ તો મારો સાથીદાર છે. જીવનની મૂંઝવણભરી ખીણમાંથી સાંગોપાંગ બહાર નીકળવા માટે આ જ મારો સહારો છે. કહો, તમને આવા બનવું ગમે ને ? આવા બનવું હોય તો જીવન જીવવાની સાચી દિશા આજથી જ નક્કી કરો અને તે મુજબ જીવનને આકાર આપો. તમને થશે : આ રીતનો નિર્ણય શી રીતે લઈ શકાય ? આવો, હું તમને રસ્તો બતાવું. તમારે જો જીવન જીવવાની સાર્થકતા માણવી હોય તો તમારી સોબત સારી રાખો. દિલ નીડર રાખો અને મનને કેળવણી આપો. સત્સંગ, નિર્ભયતા અને મનની કેળવણી જો જીવનમાં હશે તો જ જીવન ઊર્ધ્વગામી બની રહેશે. જીવનને ઊર્ધ્વગામી બનાવનારી આ જ શિક્ષા અને દીક્ષા છે. ચાર સાધન * ૩૦૭ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૬૪. ગણેશ-ઉત્સવનું રહસ્ય ણેશ-ઉત્સવ ઊજવતાં પહેલાં તમારે ગ ગણેશનું રહસ્ય સમજવું જોઈએ. પરંપરાની પૂજાથી કંઈ નહિ વળે. દરેક જે વાત પાછળ રહેલ રહસ્યનું દર્શન થાય તો જ એમાંથી સત્ત્વ અને શક્તિ જડે. આજે લોકોનાં ગૃહજીવન તૂટ્યાં છે, એકતાને બદલે જ્યાંત્યાં છિન્નભિન્નતા દેખાય છે, કારણ કે પ્રાચીન વસ્તુઓ છે પાછળ રહેલ ભાવના ભુલાણી છે ને વસ્તુનું સ્થૂલ સ્વરૂપ જ લોકો સામે ઊભું રહ્યું છે. ગણેશ પાછળ પણ એવું જ કંઈક જોવા મળે છે. ગણેશ શબ્દનો અર્થ સમજો. એની વ્યુત્પત્તિ શી છે ? ગણ એટલે સમુદાય, બૂ ગણ એટલે મંડળી, ગણ એટલે જૂથ. એનો : ઈશ એટલે સ્વામી. ઈશ એટલે નેતા. ઈશ એટલે પતિ કે ઉપરી. સમુદાયનો જે ઉપરી ૪ હોય તે ગણેશ, સમાજના નેતાનાં લક્ષણ છે. આમાં પડ્યાં છે. એની આકૃતિ અને છેપ્રકૃતિનું આ પ્રતીક છે. ગૃહસ્વામી, ૩૦૮ ધર્મરત્નનાં અજવાળાં Page #318 -------------------------------------------------------------------------- ________________ દેશસ્વામી અને સમાજસ્વામી એવો આ પ્રતીકનો અર્થ સમજવાનો છે. સારા કાર્યનો પ્રારંભ કરતાં પહેલાં ગણેશને એટલે કે વડીલને વંદન કરાય છે. ગણેશાય નમઃ કહી સામાન્ય સમૂહ સામે નેતૃત્વનું ભાવપ્રતીક મૂકવામાં આવ્યું. ગણેશની પ્રતિમા જુઓ. એનું ઉદર મોટું છે. એક ભાઈ મને કહે: એ તો લાડવા ભરવા માટે છે ! મેં કહ્યું : ના, ભાઈ ના. એ આખી દુનિયાની વાતો પચાવવા માટે છે. જેને દરિયા જેવું પેટ છે તે જ ઘરનો વડીલ કે સમાજનો નેતા બનવાને યોગ્ય ગણાય. જે છીછરા પેટવાળો છે તે ન તો ઘરનો કે ન તો સમાજનો, ન તો દેશનો કે ન દુનિયાનો અગ્રણી બની શકે. જેને આગળ આવવું છે તેણે પેટ મોટું રાખવું એ આ પ્રતીકની ભાષા છે. આજે માણસનું પેટ કેવું છીછરું બન્યું છે ! કોઈની જરાક વાત જાણતો હોય તો કહેતો ફરે : ‘હું એનું બધું જાણું છું.' અને જેની વાત જાણતો હોય એને ડરાવતો ફરે કે ‘કહી દઈશ'. અને અવસર મળે તો ચોરામાં બેસી વાતને લાંબી કરી કહે પણ ખરો. માણસ પાસે પૈસો આવ્યો છે પણ એની પાસેથી ગંભીરતા સરકતી જાય છે. ગણેશપૂજા કરનારે ગણેશને સાગરમાં પધરાવતા પહેલાં સાગરની ગંભીરતાનો ગુણ લેવો જોઈએ. સાગરને તળિયે અસંખ્ય હીરા-મોતી છે, છતાં એ કેવો ગંભીર અને મર્યાદાવાળો છે ! ગણેશની આંખો ઝીણી છે. પેટ મોટું પણ આંખ ઝીણી. ઝીણી આંખ એ સૂક્ષ્મ દૃષ્ટિનું પ્રતીક છે. નેતા સ્થૂલ દૃષ્ટિ કે સ્કૂલ બુદ્ધિવાળો ન હોય. સ્થૂલ દૃષ્ટિ વસ્તુના હૃદયને પારખી કે પામી શકતી નથી. માણસ ઝીણી નજરથી જુએ તો જ એને વસ્તુનું હૃદય જડે અને વાતનું દર્શન થાય. સૂક્ષ્મ દૃષ્ટિવાળો માણસ આજનો, કાલનો અને ૫૨મદિવસનો પણ વિચાર કરતો હોય છે. આ દૃષ્ટિના અભાવે યોગના બદલે ભોગની હવા વધતી જાય છે. લોકો પણ એક જ વિચાર કરતા થઈ ગયા છે, કે ગમે તેમ કરી ભોગનાં સાધન ભેગાં કરો. સુખની લંપટતા વધી છે. પ્રામાણિકતા, આત્મા અને પરમાત્માની વાતો ભૂતકાળની ભુલાતી સ્મૃતિ જેવી બની રહી છે. સ્થૂલ બુદ્ધિના કારણે માણસ ભોગ, કંચન અને કામની રેસમાં ઊતર્યો છે અને તેથી જ નાનામાં નાના માણસથી માંડી મોટા મોટા પ્રધાનો સુધી લુચ્ચાઈ, લંપટપણું, સંગ્રહ અને મારામારી જોવા મળે છે. એક દિવસ એવો હતો કે સત્તાનું મસ્તક સંતોના ચરણોમાં રમતું અને ચાર સાધન * ૩૦૯ Page #319 -------------------------------------------------------------------------- ________________ નમતું. વિનય અને નમ્રતાથી નૃપતિઓ પણ ત્યાગીઓની અનુજ્ઞા અને આજ્ઞા લેતા. ત્યારે આજે સાધુસમાજના પ્રમુખ ગૃહસ્થી માણસો બની બેઠા છે. જેના પ્રમુખ ગૃહસ્થી માણસો બની બેઠા છે, જેના પ્રમુખ ગૃહસ્થી નેતા હોય એ સાધુસમાજમાં પણ શું માલ હોય તે સમજી શકાય તેમ છે. ઝીણી નજર સૂક્ષ્મ દૃષ્ટિ કેળવવાની ખૂબ જરૂર છે. આ દૃષ્ટિ આવતાં માત્ર શરીર અને સંપત્તિનો વિચાર નહિ રહે પણ આત્મા અને પરમાત્માનો પણ રહેશે. ત્રીજી વાત : ગણેશના કાન મોટા છે. સમાજના અગ્રણીના કાન વિશાળ અને ખુલ્લા હોય તો તે સૌનું સાંભળી શકે. એ પૂર્વગ્રન્થિથી બંધાઈ ન જાય તો વાતના પૂર્ણ સત્યને એ પામી શકે. અગ્રણી એમ કહે કે હું કોઈનુંય સાંભળવા તૈયાર નથી. મારી પાસે સમય નથી. હું કહું તે સાંભળો. તો બીજા લોકો પણ એનું શા માટે સાંભળે ? જે બીજાનું સાંભળવા તત્પર નથી તેને સાંભળવા બીજા પણ તત્પર નથી. આવા એક કાનના માણસોથી જ સમાજ નાના નાના જૂથમાં વહેંચાઈ જાય છે. આવા માણસો મદદરૂપ અને ઉપકારક થવાને બદલે નુકસાનકારક અને અપકારક બની બેસે છે. માટે કાન મોટા રાખી યોગ્ય માણસની યોગ્ય અને ઉચિત વાત સાંભળવી જોઈએ અને પછી સાર-અસારનો વિવેક કરવો જોઈએ. 1 ગણેશનું નાક લાંબું છે. એનો અર્થ એ કે દૂર દૂર રહેલી વાતને પણ સૂંધી સૂંઘીને લેવી જોઈએ, ઘ૨માં શું બને છે તે વડીલે ધ્યાનમાં રાખવું જોઈએ, સમાજની શી અવસ્થા છે તે નેતાએ લક્ષ્યમાં રાખવું જોઈએ. મેં એક ગામડામાં એક આગેવાનને જોયેલા. તે જ્ઞાતિમાં સૌ જમ્યા પછી જ જમે. ગામમાં ક્યાંય કોઈ મુસીબત હોય તો તે પહેલાં હાજર થાય. કોઈ કામ કરવાનું હોય તો પોતે એની પહેલ કરે. કોઈ ભૂખ્યું સૂતું હોય તો એની ખબર રાખે ને બીજે દિવસે એને ત્યાં અનાજ પહોંચતું કરે. આવો પુરુષ ગામનો ગણપતિ જ કહેવાય ને ? હાથીને સૂંઢ હોય છે તે ફળ પણ લે અને પથ્થર પણ લે; પણ ફળને મોંમાં મૂકે, પથ્થરને ફેંકી દે. તેમ આગેવાન પાસે પણ બંને પ્રકારની વાત અને વ્યક્તિ આવે. તેમાં સારાનો સ્વીકાર કરે અને ખરાબને દૂર કરે. નાકનું કામ સુગંધ લેવાનું છે અને દુર્ગન્ધને દૂર કરવાનું છે. ગણેશનું વાહન શું છે ? ઊંદર, ગણેશદાદા આવડા મોટા અને ઊંદર આવો નાનો ! શું તે વાહનને યોગ્ય છે ? તમને નવાઈ નથી લાગતી ? ઉંદર પર ગણપતિ બેસે તો એનો બાપડાનો તો પાપડ જ થઈ જાય ને ? ના, ૩૧૦ * ધર્મરત્નનાં અજવાળાં Page #320 -------------------------------------------------------------------------- ________________ પણ આ પ્રતીકના સંકેતનો અર્થ તમારે સમજવાનો છે. માણસ ભલે મોટો હોય પણ એનું સૈન્ય નાના માણસોનું બનેલું હોય – નાના માણસો મોટાના વિચારોનું વાહન હોય. ખૂણામાં અને ગલીઓમાં રહેલી વ્યથા અને કથાને પણ એ લાવી શકે અને નેતાના વિચારોને એ નીચલા થર સુધી પણ પહોંચાડી શકે. આ કામ નાના માણસો વિના કોણ કરે ? એટલે અગ્રણી નાનામાં નાની વ્યક્તિને પણ માન આપે. નાના માણસોની બહુમતીથી ચૂંટાઈને ઉપર ગયા પછી એ પ્રજાને ભૂલી ન જાય, નાના માણસે કરેલાં ત્યાગ અને અર્પણને એ વીસરી ન જાય. નાનાને નાનો ન સમજતાં નાનામાં રહેલી મોટાઈને પણ એ જોતાં શીખે. એ ભૂલી ન જવાય કે નાના અને સામાન્ય દેખાતા નયસારમાં પણ ભગવાન મહાવીરનો આત્મા છુપાયો છે અને ભિક્ષુકમાં સમ્રાટ સંપ્રતિનો આત્મા વસેલો છે. માટે નાની વ્યક્તિને પણ આદર અને માન આપવાની ભાવના કેળવવાની આ રીતે વિચાર અને વિવેકથી વિચારશો તો જણાશે કે ગણેશ એટલે સમાજ-નેતૃત્વનું પ્રતીક. આ સગુણો તમને જડે તો જ તમારો શ્રમ સફળ થાય. તા. ૧૮-૯-૬૪ના રોજ સિક્કાનગર સદાશિવ સ્ટ્રીટના ગણેશોત્સવ સમિતિના આશ્રયે આપેલું પ્રવચન. ચાર સાધન ૩૧૧ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૬૫. મૈત્રીની મંગળ ભાવના ભ ણાખરા ધર્મો ધર્મના ફળનું જ વર્ણન કરે છે, પણ જૈનદર્શનની વિશિષ્ટતા એ છે કે, ધર્મના સ્વરૂપનું દર્શન છે કરાવ્યા પછી ધર્મના ફળનું વર્ણન કરે છે. ધર્મથી સુખ મળે છે, શાંતિ મળે છે. આ થયું ધર્મનું ફળ. આ ફળની બાબતમાં દુનિયાના બધા જ ધર્મો અને દર્શનકારો ૐ એકમત છે, પણ ધર્મના સ્વરૂપમાં મતભેદ છે. ધર્મ કહેવો કોને ? આ પ્રશ્ન આવતાં જ કોકડું ગૂંચવાય છે. એક તોલા સોનાના ૧૪૦ રૂપિયા મળે એ તો થયું સોનાનું ફળ, પણ સોનું કહેવું કોને ? એ થયો સોનાના સ્વરૂપનો પ્રશ્ન. કસોટી પર પાર ઊતરે, અગ્નિપરીક્ષામાં ઉત્તીર્ણ થાય, તેજાબમાં શ્યામ ન પડે અને છેદમાં દગો ન જણાય, છે તેનું નામ સોનું. આ થયું સ્વરૂપ. તેમ જ જૈનધર્મ કહે છે કે, જેમાં મૈત્રીનો આનંદ ડ હોય, પ્રમોદને પ્રસન્નતા હોય, કારુણ્યની ૩૧૨ * ધર્મરત્નનાં અજવાળાં Page #322 -------------------------------------------------------------------------- ________________ મૃદુતા હોય અને માધ્યસ્થનો સૌમ્ય સમભાવ હોય તેનું નામ ધર્મ. એટલે જે ધર્મના અનુષ્ઠાનમાં જીવોનો વધ હોય, પશુઓનો સંહાર હોય, હિંસાની આગ હોય, વેરની જ્વાળા હોય, તે ધર્મ સ્વરૂપમાં ખોટો છે, ભલે એ પોતાને ધર્મ કહે, પણ તે પિત્તળ છે. એટલે જ તો ધર્મનો સંપૂર્ણ ઉપસંહાર કરતાં એક સ્થળે કહ્યું છે કે – મિત્રચ પક્ષના પ્રશ્ય ” આપણે આપણી ચાલુ આંખોથી જગતને જોઈએ છીએ એના કરતાં મિત્રની આંખથી જોઈએ તો જગત કોઈ જુદું જ જણાય. આજ આપણને ક્યાંક દોષ દેખાય છે, તો ક્યાંક રોષ દેખાય છે, ક્યાંક વેર દેખાય છે, તો ક્યાંક ઝેર દેખાય છે, પણ મિત્રની આંખથી જોતાં દોષ ગૌણ જણાશે અને ગુણની પ્રશંસા વધશે. મિત્રનું હૈયું મિત્રને દોષ માટે એકાંતમાં પ્રેમથી ઠપકો આપી ગુણની સુવાસ પ્રસરાવશે. મિત્રનું પ્રત્યેક કામ પોતાનું કામ માની અભિન્નતાથી એ કાર્યને સુંદર રીતે પૂર્ણ કરવા પ્રયત્ન કરશે. મૈત્રીપૂર્ણ મનને બીજો પણ એક સહજ લાભ છે. કોઈનું પણ કોઈ કાર્ય કરવા છતાં એને કદી ગર્વ નહિ આવે. કોઈ એની પ્રશંસા કરશે કે, “તમે તો ખૂબ કર્યું તો એ નમ્રભાવે એટલું જ કહેશે: “આમાં મેં શું કર્યું છે ? આ તો મારું કર્તવ્ય હતું.” મૈત્રી વિના આવી કર્તવ્યભાવના જાગતી નથી. અને સુંદર કાર્ય ન કર્યાનો અનુતાપ પણ મૈત્રી વિના સંભવિત નથી. રે, કેવા મારા સંયોગ કે આવું સુંદર કાર્ય કરવાનો સમય હતો; છતાં હું મારા પ્રમાદ કે અશક્તિને કારણે આ કાર્ય ન કરી શક્યો.” વિશ્વના સંવાદમય અસ્તિત્વનો પાયો એ મૈત્રી છે. અહિંસાનાં કરુણામય તત્ત્વોને આ મૈત્રીભાવ વિના કોણ જીવંત રાખી શકે તેમ છે ? વેર એ તો કાંટો છે. એ જ્યાં વાગ્યો હોય ત્યાં સ્વસ્થતા ન હોય. વેરથી ભરેલા ચિત્તવાળો ધર્મસાધના કરી ન શકે, અને કદાચ કોઈ સંજોગોમાં કરે તો એ અનુષ્ઠાન, એ ક્રિયામાં મૈત્રી ન હોવાથી એમાં એને સ્વસ્થતા ન લાધે, સમાધિનો લાભ ન થાય, પ્રસન્નતાનો અનુભવ ન થાય. સુરભિ વિનાના ફૂલની જેમ એ પ્રસન્નતાનો પમરાટ ન પ્રસરાવી શકે. માટે જ કહ્યું છે કે “મૈચામિાવસંપુ તદુધ વિચૈતે ' મૈત્રી અંગે પંડિત ઓમ્કારનાથજીએ પૂછેલો એક પ્રશ્ન મને યાદ આવે ચાર સાધન જ ૩૧૩ Page #323 -------------------------------------------------------------------------- ________________ છે. ઓમ્કારનાથજી એક નમતી સાંજે મને મળવા આવ્યા, સાથે એમના શાગિર્દ હતા. મેં એમને કહ્યું : પંડિતજી ! માલકોશમાં કંઈક ન સંભળાવો ?' અને એમણે એક ભજન લલકાર્યું. એ પદને એમણે અડધો કલાક ઘૂસ્યું. ખંડનું વાતાવરણ માલકોશના સૂરમય બની ગયું. સંગીત થંભ્ય, પણ વાતાવરણમાં માલકોશની કોઈ અજબ છાયા પ્રસરી ગઈ. પંડિતજી કહે: “મહારાજશ્રી, મારી સાથે બેઠેલા આ ગવૈયામાંથી કોઈ આ ખંડમાં દુર્ગા ગાય તો હું પાંચ હજાર રૂપિયા હારી જાઉં.' મેં પૂછ્યું, “એમ કેમ ?' એમણે કહ્યું : “રાગની એક ઘેરી અસર હોય છે. સંપૂર્ણ આરોહ-અવરોહ સાથે પૂર્ણ કરેલા સૂરમાં એવું એક વિશિષ્ટ વાતાવરણ જામી ગયું હોય છે કે જેમાં કોઈ બીજો રાગ ગાઈ શકાય જ નહિ, અને કોઈ ગવૈયો ગાવા જાય તો ફરી એ માલકોશ પર જ આવીને ઊભો રહે. રાગની આ એક અસર છે. ત્યારે મેં કહ્યું પંડિતજી ! રાગની જેમ અસર છે, તેમ વૈરાગ્યની પણ એક અસર છે. ભગવાન મહાવીરની વૈરાગ્યમય મૈત્રીની એવી એક અસર હોય છે કે એમાં જન્મજાત વૈરી આવે તો પણ એ વેરની અસરને ભૂલી જાય. સાપ અને નોળિયો, ગાય અને વાઘ, ઉંદર અને બિલાડી સામસામા બેસે પણ વેરભાવ સંભારી જ ન શકે. એ વાતાવરણમાં મૈત્રીની એક એવી કરુણાપૂર્ણ મધુર અસર હોય છે કે ત્યાં વેર ટકી જ ન શકે. એક દીવામાંથી હજાર દીવા પ્રગટે છે, તેમ હૃદયમૈત્રીમાંથી વિશ્વમૈત્રી પ્રગટે છે. એક દાણો વાવીએ તો એમાંથી હજારો દાણા ઊગે, તેમ આપણા હૈયામાં મૈત્રીનો એક દાણો હોય તો એમાંથી જ વિશ્વમૈત્રીના અનેક ભાવ પ્રસરે. મૈત્રી વિના ક્ષમા નથી, અને ક્ષમા વિના મુક્તિ નથી. તો મૈત્રી આદિ ભાવોનો મંગળમય પ્રકાશ આપણાં અનુષ્ઠાનોના અણુઅણુમાંથી પ્રગટો એવી શુભેચ્છા. ૩૧૪ * ધર્મરત્નનાં અજવાળાં Page #324 -------------------------------------------------------------------------- ________________ સાધનોનું સૌંદર્ય __ __ _ ____ ___, . Page #325 -------------------------------------------------------------------------- ________________ Page #326 -------------------------------------------------------------------------- ________________ ૬૬. મહાવીર જન્મકલ્યાણક છે, જે આપણે સૌ પ્રભુ મહાવીરનું 0 જન્મકલ્યાણક ઊજવવા હું સાગરકિનારે ભેગા મળ્યા છીએ. આ આ પહેલાં જૈન મહાવીર જયંતી માત્ર પોતાનાં બઇ ધર્મસ્થાનકોની પરિધિમાં ઊજવતા હતા. “આ દિવ્ય વિભૂતિનો સંદેશ માત્ર જૈનો પૂરતો મર્યાદિત રાખી આપણે માનવજાતને ૪ આ મહામૂલા ધનથી વંચિત રાખીએ જ છીએ.” એ વાત મેં મારા મિત્રો સમક્ષ મૂકી; જેને પરિણામે સૌના સહકારથી આઠ ૪ દિવસ માટે કતલખાના બંધ રહેવા સાથે છે આ વિરાટ સભાનાં આપણને દર્શન થાય છે. સાથે બેસી પ્રાણીમૈત્રી દિન ઊજવવાની જે તક મળી છે. આજે ભગવાન મહાવીરનું જન્મકલ્યાણક માત્ર જેનો જ નહિ પરંતુ સમસ્ત પ્રજા ઊજવી રહી છે. ભગવાન મહાવીરે પ્રબોધેલાં છે અહિંસા, અનેકાન્તવાદ, કર્મવાદ અને છે અપરિગ્રહવાદ માનવમાત્રને તો શું પણ આગળ વધીને કહું તો પ્રાણીમાત્રને " આવશ્યક છે. જે જે મહાપુરુષોએ અહિંસા સાધનોનું સૌંદર્ય કે ૩૧૭ Page #327 -------------------------------------------------------------------------- ________________ અને કરુણાનો પ્રકાશ આપ્યો છે, અહિંસાના તત્ત્વનું સંશોધન કર્યું છે, એવા સૌ મહાપુરુષોની જયંતી બધા સાથે મળીને ઊજવે એમ આપણે પ્રાર્થીએ. આવા પુણ્ય-પવિત્ર દિવસે એ મહાપુરુષના તત્ત્વજ્ઞાનનું ચિંતન અને ઊંડાણથી મનન કરી એને આચરણમાં મૂકીએ. હિમાલયમાંથી વહેતી ગંગા આસપાસના પ્રદેશો અને કિનારાઓને હરિયાળા અને શીતળ કરતી જેમ સાગરમાં ભળે છે, તેમ સંતો અને વિભૂતિઓ પણ માનવોનું અને પ્રાણીઓનું કલ્યાણગાન કરતાં કરતાં મોક્ષ પ્રતિ પ્રયાણ કરે છે. હકીકતમાં મહાવીર જયંતી ઊજવવાનો બીજો કોઈ આશય નથી. પણ આપણે જયંતી ઊજવીએ છીએ ત્યારે આપણને અવલોકન અને આત્મ-નિરીક્ષણ કરવાનો એક શુભ અવસર સાંપડે છે, પુણ્ય ઘડી આવે છે. આ પુણ્ય ઘડીમાં આપણા આત્માનું અવલોકન કરીએ, અને ભગવાનની વિભૂતિનો, આ એમના ઉજ્વળ જીવનના અને પ્રાણીમાત્રના કલ્યાણ માટે જે ઉપયોગી સિદ્ધાંત છે તેનો સ્વાધ્યાય કરીએ, તમે જાણો છે કે સંસાર પરિવર્તનશીલ છે. કેટલીય વસ્તુ આવે છે અને જાય છે, પણ જે સત્ય છે તે શાશ્વત રહે છે. ભગવાન મહાવીર સત્ય હતા, એટલે અઢી હજાર વર્ષ પછી પણ શાશ્વત રહ્યા છે. આપણે આંખ બંધ કરીશું તો એમ લાગશે કે ભગવાન હમણાં જ થઈ ગયા, જાણે કાલે જ થઈ ગયા. તેઓશ્રીની સ્મૃતિ સતત મનોભૂમિ પર તાજી ને સ્વસ્થ અને નજીક હોવાની આપણને કેમ પ્રતીતિ થાય છે ? કારણ કે એ સત્ય આપણા હૃદયની પ્યાસ છે, અને સત્ય સદેવ શાશ્વત હોય છે. વસ્તુઓ બદલાય, પણ સત્ય બદલાતું નથી. આજે નહિ, કરોડો વર્ષો પછી પણ ભગવાન મહાવીરનાં પ્રબોધેલાં પરમ સત્યો બદલાવાના નથી. ભગવાન મહાવીરનો આત્મા પણ આપણા આત્મા જેવો જ એક આત્મા. હતો. તેઓ ઉપરથી નથી આવ્યા કે આકાશમાંથી નથી અવતર્યા. પણ ધરતી પરથી ઊભા થયા. ધરતીની માટીમાંથી ભગવાન કેવી રીતે બની શકાય તે એમણે પોતાના જીવનમાં જીવી બતાવ્યું. માનવને મહાવીર બનવાની પ્રેરણા આપી. તીર્થંકરોમાં વર્ધમાન મહાવીર અંતિમ તીર્થંકર છે. એમના જીવનપ્રસંગો નિહાળી અને જીવન સિદ્ધાંતોના હાર્દમાં જીવીશું તો આપણામાં પણ પ્રભુતાનાં પરમ તેજ પ્રગટશે. એમનો જન્મ જાણે પ્રાર્થનાના ઉત્તરરૂપ હતો. સંક્રાન્તિનો એ સમય હતો. શ્રી પાર્શ્વનાથ અને શ્રી નેમિનાથે પ્રબોધેલો માર્ગ ભુલાયો હતો. તે સમયે મગધની ધરતી પર સિદ્ધાર્થ રાજા અને ત્રિશલારાણીને ત્યાં આ બાળકનો જન્મ થયો, ત્યારે આ ધરતી પર હિંસા અને સુરાપાનનું સામ્રાજ્ય ૩૧૮ * ધર્મરત્નનાં અજવાળાં WWW.jainelibrary.org Page #328 -------------------------------------------------------------------------- ________________ વ્યાપેલું હતું. જાતિવાદ યુદ્ધે ચડ્યો હતો. ધર્મ ખેંચાખેંચીમાં પડ્યો હતો. ચોતરફ અંધકાર વધતો હતો. એ સમયે એ અંધકારને પ્રકાશથી ઉજ્જવળ કરતા આ પરમ તેજનો પ્રાદુર્ભાવ થયો. વર્ધમાન એ જન્મ-જન્મથી સાધનાનું પરિણામ છે. સર્વ જીવોને મૈત્રી, કરુણા અને અહિંસાથી સુવાસિત કરી દેવાની ભાવનાનું ફળ છે. એ માતાના ગર્ભમાં પણ વિચારવા લાગ્યા કે મારા હલનચલનથી માતાને વેદના થતી હશે, તેથી તેમણે અંગોને સંકોચી હલનચલનની ક્રિયા બંધ કરી, પણ આથી તો માતા ત્રિશલાને ચિંતા થઈ કે મારા ઉદરમાં રહેલો ગર્ભ ગળી ગયો કે શું ? આ વિચારથી માતાએ વિષાદભર્યા સ્વરે વિલાપ આદર્યો. માતાનો અજોડ પ્રેમ જોઈ તેમણે પોતાના પગનો અંગૂઠો હલાવી પોતાના અસ્તિત્વનો સંકેત કર્યો ત્યારે માતાજી આનંદમાં આવી ગયાં. માતાની મમતાને જોઈ અને એ મહાપુરુષે ગર્ભમાં જ સંકલ્પ કર્યો; ભલે આ મારો છેલ્લો જન્મ પ્રાણીમત્રી, અનેકાન્ત અને અહિંસાની પૂર્ણ સાધના માટે છે, પણ જ્યાં સુધી માતા-પિતા જીવંત છે, ત્યાં સુધી તેમની સેવા અને શાતાદનીય કર્મજન્ય લગ્નની જવાબદારી પાર પાડ્યા વિના દીક્ષા નહિ લઉં. પ્રભુનો આ પ્રસંગ માતાપિતા પ્રત્યેનો ભક્તિભાવ અને વિનય સૂચવે છે. આ આત્માના આગમન સાથે જ રાજ્યમાં ધનધાન્ય, પ્રેમ, મૈત્રી, સુખશાંતિની વૃદ્ધિ થવા લાગી. ઘરમાં પ્રીતિ, લક્ષ્મીની વૃદ્ધિથી માતાપિતાએ “વર્ધમાન' નામ આપી નામની સાર્થકતા કરી બતાવી. બાળક વર્ધમાનના જન્મની ખુશાલીમાં રાજાએ કેદીઓને મુક્ત કર્યા, પ્રજાજનોને પ્રીતિભોજન આપ્યાં, પ્રજાને--લોકોને ઋણમુક્ત કર્યા. વર્ધમાન આઠ વર્ષના હતા, ત્યારે પોતાનો મિત્રો સાથે રમવા ઉપવનમાં ગયા. તે વખતે એક દેવ પરીક્ષા કરવા આવ્યો. તે રમતા બાળકોની વચ્ચે સર્પ થઈ પ્રગટ થયો. બાળકો ભયભીત થઈ નાઠા. વર્ધમાને કહ્યું : “ડરો નહિ, ડરે તે મરે. આપણે એનું કંઈ બગાડ્યું નથી તો એ આપણને શા માટે કરડે ?” એમ કહી નિર્ભયતાથી પૂંછડી પકડી સર્પને દૂર કર્યો. વર્ધમાનનો અભય જોઈને દેવ આશ્ચર્યચકિત થઈ ગયો. વધુ એક કસોટી કરવા તે બાળક બની બાળકો સાથે રમવા લાગ્યો. એનો દાવ આવતાં એ હાર્યો અને વર્ધમાન જીત્યા. રમતના નિયમ પ્રમાણે દેવે વર્ધમાનને ખભે બેસાડ્યા, અને દેવ તાડની જેમ વધવા લાગ્યો. વર્ધમાનને થયું કે આ કોઈ ડરાવવા આવ્યો લાગે છે. તેથી વર્ધમાને એવી નસ દબાવી કે એ બેવડ વળી ગયો ! ગર્વ ગળી જતાં એણે નમન કરી કહ્યું : “વર્ધમાન, આપ મહાન છો, મહાવીર છો. હું દેવ આપના ચરણોમાં નમન કરું છું.” સાધનોનું સૌદર્ય ૩૧૯ Page #329 -------------------------------------------------------------------------- ________________ ત્યારથી વર્ધમાન મહાવીર” કહેવાયા. એ યૌવનમાં આવ્યા. માતાપિતાના આગ્રહ અને પોતાને ભોગવવાના કર્મના ઉદયથી એમણે યોદા સાથે લગ્ન કર્યાં. પુષ્પ અને પરિમલ જેવું એમનું મિલન હતું. પ્રેમની સુવાસ એમાં મહેકતી હતી. એમના પ્રેમના પ્રતીકરૂપ પુત્રી જન્મી. એ પુત્રીનું નામ પણ પ્રિયદર્શના પાડવું. વર્ધમાનની પ્રેમઉષ્મામાં પ્રિયદર્શના અને યશોદા ખીલી રહ્યાં, અને પ્રકાશથી પ્રસન્ન હતાં. ભગવાન મહાવીર અઠ્ઠાવીસ વર્ષના થયા ત્યારે માતાપિતા બન્ને દેવલોક સિધાવી ગયાં. હવે પોતાની અંતરપ્રેરણા પ્રમાણે સાધનામાર્ગે જવા માટે તેઓ મુક્ત હતા. શ્રી વર્ધમાન ત્યાગના માર્ગે જવાની તૈયારી કરી મોટા ભાઈ નંદિવર્ધનની આજ્ઞા માગતાં તેમણે કહ્યું : “ભાઈ, મને મારે માર્ગે જવાની રજા આપો. દૂરદૂરથી અગમનો સાદ મને બોલાવી રહ્યો છે. મારું રાજ્ય જ્યાં મૃત્યુ થાય એવી ધરતી પર નહિ, પણ અમૃતની આત્મભોમમાં છે. પંથ બોલાવી રહ્યો છે. જન્મ, જ૨ા અને મૃત્યુથી રિબાતાં પ્રણીઓની ચીસો મને સંભળાય છે. મને જવા દો, મુક્તિને માર્ગે જવા દો.' નંદિવર્ધને વેદનાભર્યા કંઠે કહ્યું : “પિતા અને માતા જાય અને નાનો ભાઈ પણ જાય ત્યારે મારા હૃદયને શું થાય તેની કલ્પના તો કરો, વર્ધમાન ! દૂરનો સાદ સાંભળનારો ભાઈ, મારો દર્દભર્યો સાદ નહિ સાંભળે ? સૌની ઉપર દયા કરનાર પોતાના મોટા ભાઈ પર દયા નહિ કરે ? મારે ખાતર બે વર્ષ અહીં તમારા આ બંધુ સાથે રહો.'' મહાવીરનો આત્મા સ્નેહથી નીતરતો હતો. તેઓ મોટા ભાઈના સ્નેહને અવગણી ન શક્યા અને બે વર્ષ સંસારમાં રહ્યા પણ અલિપ્ત પંકજની જેમ. ત્રીસમે વર્ષે મહાભિનિષ્ક્રમણ કરી સંયમ લઈ તેઓ આત્મસંશોધનની સાધનામાં લાગી ગયા. સાડાબાર વર્ષ સુધી અપ્રમત્ત રહી મૌન, સંયમ, તપ અને ધ્યાનમાં તેઓ સ્થિર થઈ રહ્યા હતા. આ સાધનાકાળ ઘણો કપરો હતો. આ સાધના દરમિયાન તેઓ ઝાડ નીચે ધ્યાનસ્થ હતા. ત્યાં એક ગોવાળ આવ્યો અને “આ મારા બળદને સાચવજો' એમ કહી તે જમવા ગયો. ભગવાન મહાવીર તો ધ્યાનમાં હતા. એટલે ગોવાળના ગયા પછી બળદ રખડવા ચાલ્યા ગયા. પેલા ગોવાળે પાછા આવી જોયું તો બળદ નહોતા. તેણે મહાવીરને તે વિષે પૂછ્યું, પણ તેઓ ધ્યાનમાં હતા, મૌનમાં હતા. ઉત્તર ન મળતાં ગોવાળ બળદ શોધવા ચાલ્યો. પણ ક્યાંય ન મળ્યા, ત્યારે એ પાછો આવ્યો અને જોયું તો બળદ મહાવીર ભગવાન આગળ આવીને ઊભા હતા. ૩૨૦ * ધર્મરત્નનાં અજવાળાં Page #330 -------------------------------------------------------------------------- ________________ ગોવાળને ખૂબ ગુસ્સો ચડ્યો. એને થયું કે આ માણસે જ બળદ સંતાડ્યા હતા. એટલે તે ગાળો દેવા માંડ્યો પણ ભગવાન તો ધ્યાનમાં હતા એટલે એની સામે પણ ન જોયું. આથી ગોવાળે શૂળની ખીલી કરી મહાવીરના બન્ને કાનોમાં ખોસી દીધી. વેદના અસહ્ય હતી, છતાં મહાવીર ધ્યાનમગ્ન જ રહ્યા. દેહ પર થતી પીડાને દ્રષ્ટાભાવે જોઈ રહ્યા. ધ્યાનની સમાધિ ન છૂટી. બીજો પ્રસંગ એવો છે કે એક વખત ઇન્દ્ર મહાવીર પ્રભુને વિનંતી કરી. “ભગવાન, આ બાર વર્ષ આપને બહુ જ કષ્ટ પડવાનું છે, એટલે આપ મને અનુજ્ઞા આપો, આપની રક્ષા અને સેવા માટે એક દેવને મૂકું.” ભગવાને કહ્યું : “ઇન્દ્ર ! મોક્ષનો માર્ગ તો કંટકથી ભરેલો જ હોય, એ માર્ગે જનારાથી ચોકીદાર ન રખાય. મદદથી બીજું બધું મળે પણ મોક્ષ ન મળે.' આવું હતું મહાવીરનું મહાવીરત્વ. ત્રીજો પ્રસંગ એ હતો કે એક દિવસ ઉનાળાના બળબળતા બપોરે વનવગડાના માર્ગે તેઓ જતા હતા. ત્યાં એક ગોવાળે તેમને રોકીને કહ્યું : આ રસ્તે ન જશો. આ માર્ગમાં અંક બહુ ભયંકર નાગ છે. એની નજર તમારા પર પડતાં જ કાયા કરમાઈને ઢળી પડશે.” સરળ માર્ગ તો સૌ સ્વીકારે. પણ આ તો મહાવીર ! પર્વત આરોહણ કરનારા. ઝેરને પચાવે છતાં એમની પ્રસન્નતા ન જાય. એ તો ચાલ્યા ઉજ્જડ માર્ગ. માર્ગમાં એક રાફડો આવ્યો અને એ ત્યાં થંભ્યા. માનવગંધ આવતાં નાગરાજ રાફડામાંથી બહાર આવ્યો. એની દૃષ્ટિ ઝેરી હતી. નજર પડે ત્યાં માનવ હોય કે વૃક્ષ, પણ તે ઢળી પડે. પોતાના રાફડા પાસે જ આસન જમાવનાર મહાવીરની હિંમત સામે એને ગુસ્સો ચડ્યો અને ગુસ્સો ઝેરી આંખ વાટે ઉલેચાઈ રહ્યો. સાગરના પાણીમાં સળગતો ફટાકડો નાખીએ તો સાગરને કશુંય ન થાય.... પરંતુ ફટાકડો જ બુઝાઈ જાય તેવું બન્યું. મહાવીર તો પ્રેમના સાગર હતા. ચંડૌશિકના ક્રોધાગ્નિનું ઝેર એમને કશું કરી શક્યું નહિ. એની આંખનું ત્રાટક નિષ્ફળ નીવડ્યું. ખિજાઈને એણે મહાવીરના ચરણે જોરથી ડંખ માર્યો. દંશ મારતી વખતે એને એમ હતું કે દેશ લાગતાં જ આ માણસ મૂછ ખાઈને એના પર ઢળી પડશે. એટલે પોતે ચગદાઈ ન જાય તેથી એ દૂર રહ્યો. પરંતુ એ દેશમાંથી તો દૂધની સેર છૂટી ! જીવમાત્ર પ્રત્યેના પ્રેમની ધારા હતી. આજના વિજ્ઞાનના યુગમાં આ અતિશયોક્તિ લાગે છે. હું ભાવનગરમાં હતો ત્યારે ડૉ. હેમંતકુમારે આવી શંકા ઉઠાવેલી. એમણે પૂછ્યું હતું : “શું આ સાધનોનું સૌદર્ય ન ૩૨૧ Page #331 -------------------------------------------------------------------------- ________________ વાત ઉપજાવી કાઢેલી નથી લાગતી ? મેં અમેરિકા, ઇંગ્લેન્ડ વગેરે કેટલાય દેશોમાં અનેક જાતનાં ઓપરેશન કર્યા છે અને જોયાં છે, પરંતુ મેં ક્યાંય, માનવશરીરમાંથી દૂધ નીકળતું જોયું નથી.” મેં કહ્યું : “ડોક્ટર ! તમે અનેક ઑપરેશન કરવા છતાં નથી જોયું; જ્યારે મેં તો વિના ઑપરેશને લોહીને બદલે દૂધ નીકળતું જોયું છે. સ્ત્રીને માતૃત્વ પ્રાપ્ત થાય છે ત્યારે એનાં સ્તન દૂધથી સભર બને છે ને ! એ દૂધ ક્યાંથી આવતું હશે ?” ડૉક્ટરે કહ્યું : “તે વખતે લોહીનું પરિવર્તન થઈ જાય છે.” મેં પૂછયું “કેવી રીતે થઈ જાય છે ? તો કહે : “માતામાં વાત્સલ્ય પ્રગટે છે, બાળક પ્રતિ પ્રેમ જાગે છે.' મેં કહ્યું હતું : “એક બાળક પ્રત્યે જાગેલા વાત્સલ્યને લીધે સ્તનમાં દૂધ છલકાઈ જતું હોય તો પ્રાણીમાત્ર પરત્વે જેના અંતરમાં અસીમ પ્રેમ છલકાતો હોય, એના અંગેઅંગમાં દૂધ વહે તો નવાઈ લાગે ?” ડૉક્ટરે હસીને કબૂલ કર્યું : “આ વાત ગળે ઊતરે છે.” દંશ દેનાર પ્રત્યે પણ દયા દાખવીને એનું દેશીલું મ દૂધથી ભરી દેનાર મહાપુરુષે સર્પને કરુણામય સ્વરે કહ્યું : “બુઝ-બૂઝ બોધ પામ. પૂર્વજન્મમાં તું ચંડકૌશિક નામનો સાધુ હતો. ક્રોધમાં અકાળ મૃત્યુ પામી તું સર્પ બન્યો. તે આજ સુધી બહુ સળગ્યો, હવે શાંત થા. ક્રોધ જ તને સળગાવે છે. તેં તારા ક્રોધાગ્નિથી જગતને જ નહિ, તારા અંતરને પણ ઉજ્જડ કર્યું છે. હવે શાંતિના વારિથી તેને હર્યુંભર્યું બનાવ.” સર્પની આંખોનો અગ્નિ ભગવાનને ન સળગાવી શક્યો; જ્યારે એમની કરુણામયી વાણીએ તો સર્પના અંતરને ઠારી દીધું, અને સર્પ ભગવાન મહાવીરનાં ચરણોમાં નમી પડ્યો. બસ, ત્યારથી જ નાગ રાફડામાં રહેતો.... તે આહાર માટે પણ બહાર ન નીકળતો. એ વાત જાણીને ગોવાળિયાઓ રાફડામાં દૂધ-ઘી રેડવા લાગ્યા, તેમણે નાગપૂજા આદરી. સાપનું હલનચલન બંધ થયું એટલે રાફડામાં કીડીઓ જામી. એ કીડીઓ ચંડકૌશિકના શરીરને ફોલી ખાવા લાગી. પોતે કરેલા ડેખોનું પ્રાયશ્ચિત્ત આ રીતે જ ભોગવી શકાશે, એ ભાવનાને લીધે, એ પોતાની સાધનામાં લીન રહ્યો. એના મનમાં એક જ વાત હતી. કીડીઓના ડંખથી મને દુઃખ થાય છે પણ મારા ડંખથી કેટલાના પ્રાણ ગયા ? સૌને પહોંચાડેલી વેદનામાંથી જાગેલી સંવેદનામાં એણે પોતાને મૈત્રીથી ઉજ્જવળ કર્યો. આ મૈત્રીપૂર્ણ કરુણાભાવમાં સર્પનું રૂપાન્તર દેવમાં થયું. પ્રેમ નરને નારાયણ બનાવે છે. ૩૨૨ * ધર્મરત્નનાં અજવાળાં Page #332 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરની સાધના શિખરો પર શિખરો સર કરતી હતી. એ સાધનાની પ્રશંસા દેવરાજે પોતાની સભામાં કરી. એટલે સંગમ નામના દેવને મહાવીરની પરીક્ષા કરવાનું મન થયું. એના મનમાં એક વાતની ગાંઠ હતી કે માનવી એટલે નિર્બળતા. દુઃખ આવતાં એ ગમે તેને માનવા કે ગમે તે કરવા તૈયાર જ હોય. સંગમે પહેલાં તો ખૂબ પ્રતિકૂળ ઉપસર્ગ કર્યા. અનેક કષ્ટો આપ્યાં. એમાં નિષ્ફળ થતાં એવાં પ્રલોભનભર્યાં અનેક અનુકૂળ આકર્ષણો સજ્ય પણ એ બધામાં એ નિષ્ફળ જતાં એ પોતે જ થાક્યો. છ મહિના સુધી અનેક પ્રકારની પીડાઓ આપી તોય ભગવાન મહાવીર અડગ રહ્યા. મહાવીરને સ્વસ્થ જોઈને એનો ગર્વ ઓગળી ગયો અને એ પ્રભુના ચરણમાં નમી પડ્યો. ભગવાન મહાવીરની આંખ વેદનાથી ભીની થઈ. આંસુ સરી પડ્યાં. એ આંસુ એમના દુ:ખનાં હતાં ? ના, એમની વેદના તો એ હતી કે એમના સમાગમમાં આવવા છતાં સંગમે છ-છ મહિના સુધી મલિન વિચાર કર્યા ! આવા પાપ કરવાથી એને દેવગતિમાંથી નીચ ગતિમાં જવું પડશે, એ ખ્યાલથી ભગવાન મહાવીરના હૃદયમાં કરુણા ઊપજી. વિશ્વમૈત્રી એટલે શત્રુ પ્રત્યે પણ કરુણા. આ રીતે સાધના દ્વારા કરુણાનો છંટકાવ કરતા ભગવાન મહાવીરે સાડાબાર વર્ષ સુધી અનેક પ્રકારના ઉપસર્ગો સહન કર્યા અને આખરે સાધના અને આરાધનાથી સાડાબાર વર્ષને અંતે એમનાં કર્મો નાશ પામ્યાં અને તેઓ કેવળજ્ઞાન પામ્યા. આ સાધનાનો પ્રકાશ દુનિયાને ખૂણેખૂણે પ્રસર્યો. એ કિરણ હું જ્યાં ભણતો હતો, એવા દૂરના પ્રદેશમાં કે જ્યાંની ભાષા કન્નડ છે, એમાં પણ પ્રસર્યો છે. હું ભગવાન મહાવીર પ્રતિ કેવી રીતે આકર્ષિત થયો, એ મારા જીવનની એક નાની કહાણી છે. હું જે પ્રાંતમાં મોટો થયો, ત્યાંની ભાષા ગુજરાતી નથી પણ કન્નડ છે; અને આજથી બત્રીસ વર્ષ પહેલાં હું જૈન ધર્મથી પરિચિત પણ નહોતો. ત્યાં એક દિવસ કન્નડ ભાષામાં ભગવાન મહાવીરના ઉપદેશનો એક સુંદર અનુવાદ વાંચ્યો. એ વાક્ય હતું : “જે રીતે આંબાનું ઝાડ ગોટલીમાં છુપાયેલું છે એ રીતે હે માનવ ! તારા દેહમાં પરમાત્મા-ભગવાન છુપાયેલો છે, એને તું શોધી લે.” બસ, આ એક નાનું વાક્ય મને સ્પર્શી ગયું. જે રીતે આંબાની ગોટલીમાં એક મોટું વૃક્ષ છે અને ચકમકમાં આગ છે, તે પ્રકારે આપણા શરીરમાં, આપણી કાયામાં જ પરમાત્મા છે, ઈશ્વર છે. આ જ વાત ભગવાન મહાવીરે સાધનોનું સૌંદર્ય ૪ ૩૨૩ Page #333 -------------------------------------------------------------------------- ________________ પોતાના જીવનમાં જીવીને પ્રગટ કરી. નયસારના જીવનથી પ્રારંભ થયેલો વિકાસ ભગવાન મહાવીરના જીવનમાં પૂર્ણતાના શિખરે પહોંચ્યો. એ માનવમાંથી મહામાનવ બન્યા. બીજનો ચંદ્ર પૂર્ણ ચંદ્ર બન્યો. ભગવાન મહાવીરની કરુણા જીવમાત્ર પ્રત્યે વહેતી હતી. એ મહાભિનિષ્ક્રમણ પાછળ પ્રાણીની અસહાયતાનું દર્શન હતું. એમણે જોયું કે દુનિયાના જીવો અત્રાણ છે, નિરાધાર છે. લોભી અને લંપટ પુરુષો, સ્ત્રીને ગુલામ તરીકે રાખતા હતા. એક એક પુરુષ નવ સ્ત્રી, પંદર અને બત્રીસ સ્ત્રીઓ સુધી રાખતો. જેમ આજે મનુષ્ય પશુઓને રાખે છે તેમ તે રાખતો. સ્ત્રીઓની આ અવદશા ? કોઈએ કહ્યું કે ના રસ્ત્રી સ્વાતંત્ર્યમ ઉમટ્ટીતિ – સ્ત્રી સ્વાતંત્ર્યને લાયક નથી. સ્ત્રી સ્વાતંત્રતાનો અવાજ ઉઠાવે, પુરુષો આટલી આટલી સ્ત્રીઓને કેમ પરણી શકે ? પુરુષો પોતાની કામવાસનાને કાબૂમાં-સંયમમાં રાખવાને બદલે સ્ત્રીઓને કામ અને નરકની ખાણ કહી વખોડતા હતા. અરે, સ્ત્રીઓનું મોં ન જોવામાં ધર્મ માની પવિત્રતાનો દેખાવ કરતા હતા. બીજી વાત : ધર્મના જ નામ પર પશુઓના બલિદાન થતાં હતાં, અધ્વર્યુ સ્નાન કરી, પવિત્ર થઈ ફૂલો ચડાવી દેવોની મૂર્તિ સામે જ યજ્ઞમાં અબોલ પશુઓની હિંસા કરતો. દશાશ્વમેધ કરતો. આ જોઈને દિલમાં કરુણા ઊપજી. ત્રીજી વાત : જાતિવાદનો ભેદ. ઉજળિયાત લોકો શૂદ્ર મનુષ્યને તુચ્છતા અને તિરસ્કારની દૃષ્ટિથી જોતા. તેને એટલો અન્યાય થતો કે તેની સાથે એક પશુ જેવો વ્યવહાર રાખતા. કદાચ પશુને પણ સારી રીતે રાખતા હશે. એને ઢેઢ કહી, ચમાર કહી, શૂદ્ર કહી કાઢી મૂકતા. તે લોકોનો અચાનક સ્પર્શ થઈ જતો તો ઢોરમાર મારતા. આ માનવજાતની ભયંકર અવહેલના હતી. મનુષ્ય જેવા મનુષ્યને શૂદ્ર કહી અપમાન કરે ! માનવતા શું મરી પરવારી ! પ્રભુના દિલમાં આ વસ્તુનું દુ:ખ હતું, દર્દ હતું. (૧) સ્ત્રીની પરતંત્રતા (૨) પશુઓનો સંહાર (૩) માનવને શૂદ્ર ગણી ફેંકી દેવા – અંધશ્રદ્ધા વગેરે... દર્દ ઘણાં હોય પણ એનું નિદાન એક જ હોય. ભગવાને તેનું મૂળ પકડ્યું. અસમાનતાનું મૂળ વિષમતા હતું. એમણે વિચાર્યું કે વિષમતા દૂર થશે, તો જ સમાનતા આવશે. સમાનતા આવશે તો જ સ્ત્રી સન્માનની ભાવના જાગશે, અને સ્ત્રી પુરુષથી સન્માન પામશે. પોતાનાથી કોઈ બળવાન શક્તિથી ડરી એને રાજી રાખવા પશુઓનો સંહાર કરવામાં આવે છે. તે બંધ થવું જોઈએ. શૂદ્રમાં પણ આત્મા છે, એનું દર્શન થતાં ઊંચ-નીચની ભાવના ધીરે ધીરે લુપ્ત થશે. અને જે કર્મ સંસારી આત્માઓનાં સમગ્ર દુઃખોનું મૂળ કારણ છે, તે નાબૂદ થતાં આત્મા પૂર્ણ સમાનતા પામશે. ૩૨૪ ક ધર્મરત્નનાં અજવાળાં Page #334 -------------------------------------------------------------------------- ________________ જે મહેતારજ અને હરિકેશીબલને લોકો શૂદ્ર કહેતા હતા એ મચ્છીકુમાર અને મહેતર કુળમાં જન્મેલા હતા. ભગવાને તેમને પણ દીક્ષા આપીને પોતાના સાધુ બનાવ્યા અને સમાનતા આપી. આજે આપણે હરિજન ઉદ્ધારની વાત કરીએ છીએ, સમાનતાનાં ભાષણ કરીએ છીએ, પણ જીવનમાં અને વ્યવહારમાં કેવી ભયંકર વિષમતા છે ? A man of words, and not of deeds is like a garden full of weeds. ભગવાન મહાવીર માત્ર શબ્દો બોલી બેસી રહે એવા નહોતા. ભગવાન મહાવીરે વિચાર્યું કે હું પૂર્ણતા લાવવા માટે, સમાનતા લાવવા માટે, વિષમતા દૂર કરવા માટે, પહેલાં હું મારા જીવનમાં પૂર્ણ સમાનતા લાવું. પહેલાં પોતાના પર પ્રયોગ કર્યો, પછી ઉપદેશ દેવાનો પ્રારંભ કર્યો. પહેલાં તો એમણે અસમાનતાનું મૂળ એવો વૈભવ છોડ્યો. પોતાના પ્રિયજનનાં આંસુથી પણ ન થંભ્યા, મહાભિનિષ્ક્રમણ કર્યું. મનુષ્યના જીવનમાં સમાનતાનું સંગીત આવે છે. વિચાર, ઉચ્ચાર અને આચારના સંવાદથી. આ ત્રણેના સંવાદમાં જ સંગીત છે. આ સંગીત જેનામાં ગુંજે છે એ PERFECT MAN – પૂર્ણ મનુષ્ય છે. ભગવાન એટલે પૂર્ણ મનુષ્ય. જેમ વૈજ્ઞાનિકો પ્રયોગશાળામાં જઈ પ્રયોગ કરે છે તેમ મહાવીરે સાડાબાર વર્ષ જીવનની પ્રયોગશાળામાં, આ ત્રણેને સુધારવા અને અહિંસક બનાવવા પ્રયોગ કર્યો. વિચાર ધ્યાનથી અહિંસક બને, ઉચ્ચાર મૌનથી અહિંસક બને અને આચાર તપશ્ચર્યાથી અહિંસક બને. વિચાર, ઉચ્ચાર અને આચાર : આ ત્રણેને અહિંસક બનાવવા માટે એમને ધ્યાન, મૌન અને આચાર તપશ્ચર્યાથી સાધન જડ્યાં. એમણે ધીરે ધીરે ધ્યાન ધરતાં વિચારોમાં જે અહં છે, તેને ધ્યાનથી નાહ કરી સોહનો અનુભવ કર્યો. પણ તે કરતાં પહેલાં પ્રભુએ અહમને ઓગાળવાનો પ્રયત્ન કર્યો. કવિવર રવીન્દ્રનાથે એક નાનો પ્રસંગ લખ્યો છે : “પૂનમની રાત હતી, હું ઓરડામાં બેઠો હતો અને કાંઈક લખી રહ્યો હતો. લખતાં લખતાં આંખને આરામ આપવા મેં બત્તી બંધ કરી. જેવી બત્તી કરી તેવી ત્યાં જ મારા આશ્ચર્ય વચ્ચે આકાશમાંથી પૂર્ણિમાની ચાંદનીએ બારીમાંથી એકદમ અંદર પ્રવેશી મારા ઓરડાને પ્રકાશથી ભરી દીધો. કેવો મધુર, કેવો શીતળ, કેવો સુંદર એ પ્રકાશ !” પ્રકાશને જોઈ કવિહૃદય દ્રવી જાય છે, એમનું દિલ ભરાઈ આવે છે. એ વિચારે છે કે હું છ વાગ્યાથી બેઠો છું, અત્યારે સાડાનવ થયા છે, પણ સાડાત્રણ કલાક સુધી મેં ચાંદનીને કેમ ન જોઈ ? એમને સમજાયું કે આ નાની બત્તી પૂર્ણ ચંદ્રમાનો પ્રકાશ જે એના ખંડમાં આવી રહ્યો હતો તેનો અવરોધ સાધનોનું સૌંદર્ય ૩૨૫ Page #335 -------------------------------------------------------------------------- ________________ કરતી હતી. નાની બત્તી બંધ કરી તો પૂર્ણિમાની જ્યોત્સ્ના આવતી દેખાઈ. આ વિચારથી એ અંદર ઊતરી ગયા, ધ્યાનમાં ઊતરી ગયા. એમણે વિચાર્યું કે પરમાત્માની જ્યોત્સ્ના પણ આવી રહી છે, પણ મારા અહંનો નાનો દીવો ૫૨માત્માની જ્યોત્સ્ના જોઈ શકતો નથી ત્યારે સોહનો પ્રકાશ આવતો દેખાય છે, અને દિલને, મનને અને પ્રાણને ભરી દે છે. મહાવીરે પોતાના અહંને દૂર કરવા ધ્યાનને પકડ્યું. ધ્યાનના પ્રયોગથી વિચારને અહિંસક બનાવ્યો. બીજી વાત વાચા. આપણા ઉચ્ચારમાં એક પ્રકારની દ્વિધા ભરેલી છે. આપણે સભા સમક્ષ કાંઈ બોલીએ, અને એકાંતમાં કંઈ બીજું જ બોલીએ. લોકો સમક્ષ પ્રશંસા કરીએ અને લોકોથી દૂર થતાં એકબીજાને કાપવાનું, એકબીજાનું બગાડવાનું, એકબીજાનું બૂરું બોલવાનું શરૂ કરીએ છીએ. આપણી વાણીમાં મધુરતા-મીઠાશ આવવી જોઈએ તેને બદલે વાણી કાતિલ અને કર્કશ બની ગઈ છે. તે કાતિલ અને કર્કશ બોલી પહેલાં આપણને જ નુકસાન કરે છે. પહેલાં તો આપણે મિતભાષી બનવાનું છે. ભગવાને એને માટે મૌન બતાવ્યું. મૌનથી ઉચ્ચારનું સંશોધન કરી, શુદ્ધ કરી, સ્યાદ્વાદિ અહિંસક વાણી બનાવવી. હવે આવે છે આચાર, જીવનમાં જ્યાં સુધી ત્યાગ-તપશ્ચર્યા નહિ આવે ત્યાં સુધી જીવનવિલાસી રહે છે અને વિલાસી જીવન કોઈ પ્રકારના કામમાં આવતું નથી. લોકો કહે છે કે મહાવીર મોટા તપસ્વી હતા. તેમણે માત્ર તપશ્ચર્યાની જ વાત કરી છે. હું કહું છું કે મહાવીરે તપશ્ચર્યાનો વિરોધ કર્યો છે. એમણે કહ્યું કે જે અજ્ઞાનથી તપશ્ચર્યા કરે છે તે માનવને નીચે લઈ જાય છે. અજ્ઞાનતપ એ કષ્ટ છે. નિર્જરાનું કારણ નથી. એમણે કહ્યું કે તમારો આચાર શુદ્ધ અને સુંદર બનાવવા માટે તપ કરો, પણ તપ દંભ ન થઈ જાય અને અતિશય થઈને તમને પરેશાન ન કરે એ વિચારતા રહો. વિચાર, ઉચ્ચાર અને આચાર એ ત્રણ સાધનોને અહિંસાનું રૂપ આપવા માટે એમણે ધ્યાન, મૌન અને તપશ્ચર્યાનાં સાધનોથી પોતાના જીવનને અહિંસામય બનાવી લીધું. આ સાધનાને અંતે એમને જે પ્રાપ્ત થયું એનું નામ કેવળજ્ઞાન છે. કેવળજ્ઞાન એટલે PERFECT KNOWLEDGE સંપૂર્ણ જ્ઞાન. એ કેવળજ્ઞાનના પ્રકાશમાં એમણે જે મેળવ્યું એ જ એમણે દુનિયાને આપ્યું. પ્રભુએ માનવઆત્મા માટે, પ્રાણીમાત્ર માટે અને વિશ્વ માટે ત્રણ વાત બતાવી. પ્રાણી ત્રણ વસ્તુનો ઇચ્છુક છે : સુખ, મૈત્રી અને આઝાદી. આ ત્રણ વાતને ભગવાને સુંદર વળાંક આપ્યો. એમણે કહ્યું કે માણસને સુખ જ નહિ, પણ શાંતિ સુદ્ધ જોઈએ છે. આ સુખ ઇન્દ્રિયોના સુખમાં નહિ - ૩૨૬ * ધર્મરત્નનાં અજવાળાં Page #336 -------------------------------------------------------------------------- ________________ મળે. ઇન્દ્રિયોના સુખથી અંતે થાકી જવાય છે. શાંતિદા સુખ સંતોષથી મળે છે. આ માટે એમણે પહેલી વાત અપરિગ્રહની બતાવી. સંગ્રહ કરવાની ઝંખના માણસને અશાંતિની ખીણ તરફ લઈ જાય છે. જે સંચય કરે છે, જેમની પાસે ઘણું ધન છે, એમને રાત્રે સૂવા માટે દવા લેવી પડે છે. તમે તો દવા વગર સૂઈ જાઓ છો તો સુખી કોણ ? ભગવાને બતાવ્યું કે શાંતિ આપનારું સુખ એ જ સાચું સુખ અને એ સુખ સંતોષથી જ મળે. બીજી વાત બતાવી મિત્રની. તમે મિત્ર શોધો પણ ઘણી વાર મિત્રો જ તમારો નાશ કરે છે. ક્લબમાં લઈ જઈ રાત્રે મોડે સુધી જગાડી, તમને વ્યસનને રસ્તે ચડાવી તમારો વિનાશ તમારા જ મિત્ર કરે છે. એટલે ભગવાને કહ્યું કે મિત્ર એ છે જે તમારા જીવનમાં આનંદ લાવે. તમારા પ્રાણને આનંદથી ભરી દે. નૈસર્ગિક આનંદથી તમારા દિલમાં માનસિક સ્વસ્થતાનું સુખ ઉત્પન્ન કરે, તો મિત્ર કોણ ? મM શત્રુ મિત્ર ૪ ભગવાને કહ્યું, તું તારો મિત્ર છે અને તે જ તારો શત્ર પણ છે. તારા આત્માને જ તું તારો મિત્ર બનાવ. જે આત્માને મિત્ર ગણતો નથી, જેનામાં અનુપ્રેક્ષા કે અવલોકન શક્તિ નથી, અંદર ઊતરી જે પોતાને શોધતો નથી, સ્વયં પોતાની જાત સાથે સંબંધ ઇચ્છતો નથી, પોતાની સાથે બેસી થોડી ક્ષણો પણ પોતે વાત કરતો નથી એ બહારના મિત્રોને શું આપી શકવાનો છે ? ભગવાને કહ્યું કે તમે બીજાને શું કામ મિત્ર બનાવો છો ? તમે પોતે જ તમારા મિત્ર બનો. તમારો મિત્ર તમારો આત્મા છે, જે સાચો આનંદ આપનારો મિત્ર છે. - ત્રીજી વાત ભગવાને બતાવી કે લોકો આઝાદી ઇચ્છે છે. પણ આઝાદીનો હેતુ શો છે તે ભૂલી જાય છે. આઝાદી મળવા છતાં દિલમાં અને મુખ પર બરબાદી દેખાય તો એને સમજવા માટે આઝાદીના રહસ્યને સમજવાની જરૂર છે. આપણી આઝાદીમાં આજે શું સુખ છે તે જુઓ. જીવનમાં અનીતિ છે. રસ્તા પર જુઓ તો પશુઓનો સંહાર થઈ રહ્યો છે. માર્ગમાં માછલીઓ વેરાઈ રહી છે. પશુઓ પર ક્રૂરતા આચરાય છે અને નિર્બળોનું શોષણ થાય છે. આપણી માનવતા જ જાણે મરી ગઈ હોય એવી પ્રતીતિ થાય છે. આપણા ખાવામાં, આપણાં વસ્ત્રોમાં, આપણા સાબુમાં, ચારે બાજુ હિંસાનું પ્રદર્શન થઈ રહ્યું છે. આપણી આઝાદી શું લાવી ? હિંસા જ લાવી કે બીજું કાંઈ ? મિત્રો, વિચાર કરવા જેવી વાત છે. હું જાણું છું કે આ વાત દર્દ ઉત્પન્ન કરે છે. ક્રિયાકાંડની મૂર્છાનામાં આપણે સત્યને ભૂલવા ઇચ્છીએ છીએ, પણ ભૂલવાથી તે વાત દૂર નહિ જાય, સામે આવશે. સાધનોનું સૌંદર્ય ૩૨૭ Page #337 -------------------------------------------------------------------------- ________________ બિહારનો દુકાળ, ગુજરાતનો દુકાળ અને ચારે બાજુ કુદરતનો પ્રકોપ માનવની માનવતાના અભાવનું પ્રદર્શન નથી ? ત્રણ દિવસ પહેલાં બિહારના મુખ્ય પ્રધાન શ્રી મહામાયા પ્રસાદ બિહારમાં આપણાં જે રાહતકેન્દ્રો શરૂ કર્યો, તે માટે પોતાની પ્રજા અને સરકાર તરફથી ધન્યવાદ પાઠવવા આવ્યા હતા. ત્યારે મેં તેમને કહ્યું હતું કે બિહારનો દુષ્કાળ માત્ર અન્ન આપવાથી, વસ્ત્ર આપવાથી દૂર થવાનો નથી. એ તો અમે આપીશું. અમે નહિ આપીએ તો અમારી માનવતા મરી પરવારેલી ગણાશે. પણ પ્રજા ઊઠશે, જાગશે, ઊભી થશે તો જ તેનો ઉદ્ધાર થવાનો છે. હવે પ્રજાને જગાડવાનું કામ કરો. પ્રજામાં જાગૃતિ આવે એવી રચનાત્મક પ્રવૃત્તિ કરવાકરાવવામાં મદદ કરો. આપેલા વચનોને સત્ય પુરવાર કરો તો જ આ બિહારની પ્રજા પ્રભુ મહાવીરના સમયમાં જેટલી સમૃદ્ધ હતી, એટલી નહિ પણ કેટલેક અંશે તો જરૂર બેઠી થશે. આ વાત સાંભળી એમણે કહ્યું કે, ભગવાન અમને સદ્દબુદ્ધિ આપે. મેં કહ્યું કે ભગવાને તો કર્મ પ્રમાણે આપી છે. ભંડારો તો ભરેલા જ છે પણ આજ સુધી એને દરવાજે તાળું હતું, હવે આપણે તાળું ખોલી એ દરવાજા ઉઘાડવાના છે. ભગવાન મહાવીરે કહ્યું કે આપણને જે સમૃદ્ધ બનાવે, આપણને જે ઉઠાવે અને આપણામાં છુપાયેલી આપણી દિવ્યતાને બહાર લાવે એવી આઝાદી લાવો. સુખ ઇચ્છશો તો સુખ મળશે પણ શાંતિ આપે એવું સુખ ઇચ્છો. મિત્ર જોઈશે તો મિત્રો મળશે પણ આનંદ આપે એવા આત્માને જ મિત્ર બનાવો. અને આઝાદી જોઈએ તો તે મળશે પણ આપણને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ બનાવે એવી આઝાદી મેળવો. આજે ભગવાન મહાવીરના જન્મકલ્યાણકનો દિવસ હોવાથી આપણા હૃદયમાં ખૂબખૂબ ભાવ અને ઉલ્લાસ છે. સી મળ્યા, પણ મળીને છૂટા પડી આ પ્રસંગને ભૂલી જઈએ તો આપણને સાચો લાભ શો મળે ? આજે આપણે આ પાવન પ્રસંગનું ચિંતન કરીએ. આ ચિંતનમાંથી સંકલ્પશક્તિ પ્રગટાવીએ જેથી આપણા જીવનમાં વર્ધમાનનો જન્મ થાય. પ્રભુ મહાવીરનું જીવન અને એમની સાધના સાગર સમી વિશાળ છે. એ વિષે શું કહી શકાય ? એની તો ઉપાસના જ હોય. આપણે તો ભાવપૂર્વક નમન કરી એટલી જ પ્રાર્થના કરીએ કે પાણી, પ્રકાશ અને પવન જેવા પ્રભુએ પ્રબોધેલાં ધ્યાન, મૌન અને તપ પ્રાણીમાત્રના આધ્યાત્મિક સ્વાથ્ય માટે હો અને સર્વ જીવો એનો પૂર્ણ લાભ પામો. 0 0 0 ૩૨૮ * ધર્મરત્નનાં અજવાળાં Page #338 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીભાવ મૈત્રીભાવનું પવિત્ર ઝણું, મુજ હૈયામાં વહ્યા કે; શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય હે. પ્રમોદભાવ ગુણથી ભેલા ગુણી જન દેખી, હૈયું માં નૃત્ય કે; એ સંતોના ચણકમલમાં, મુજ જીવનનું અર્થ્ય છે. કરુણાભાવ દીન, કૂ ને ધર્મવિહોણા, દેખી દિલમાં દર્દ હે; કુણા-ભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્રોત વહે. | મધ્યસ્થભાવા માર્ગ ભૂલેલા જીવન-પથિકને, માર્ગ ચીંધવા ઊભો હું; કે ઉપેક્ષા એ માગની, તોયે સમતા ચિત્ત ધું; ચિત્રભાનુની ધર્મભાવના, હૈયે સૌ માનવ લાવે; વે-ઝે નાં પાપ ત્યજીને મંગળ ગીતો સૌ ગાવે. ISBN : 978-81-8440-064-9