________________
સંસ્થાઓમાં કામ કરનાર માણસે પોતાની આત્મશુદ્ધિ માટે પ્રયાસ કરી, પછી સંસ્થામાં આવવું જોઈએ. આમ ન થાય તો એવી વ્યક્તિ બધાંને નુકસાનકર્તા બને છે.
જે માણસ પોતે વિશુદ્ધ છે તે જ સમાજમાં લોકપ્રિય થઈ શકે છે, આને માટે આપણે જોવાનું છે કે લોકપ્રિયતા મેળવવા માટે કેવા સદ્ગુણો લેવા અને કયા દુર્ગુણો તજવા !
આવો એક આવશ્યક સગુણ તે ચિત્તના ઔદાર્યનો – ઉદારતાનો છે. માણસમાં મન, વચન અને કાયા – ત્રણેયની ઉદારતા જઈએ, જેનું મન કંજૂસ છે, જેનું હૈયું બળિયેલ છે, જે બીજાનું પડાવી લે છે, તે બીજાને કાંઈ નહિ આપી શકે.
કેટલાક લોકો પૈસાથી ઉદાર હોય છે, પણ તેઓ બીજાના વિચારો પ્રત્યે ઉદારતા નથી કેળવી શકતા. “હું બધું સમજું છું; એમાં બીજાઓ શું સમજે !” એમ જ એમને લાગે છે. પણ ખરી વાત તો એ છે કે બીજાનુંય સાંભળવા પ્રયત્ન કરવો જોઈએ. તમારી માફક સામાનેય એના વિચારો જણાવવાની સ્વતંત્રતા આપો. વિચારની આ ઉદારતા એટલે ? પોતે જેવી સ્વતંત્રતા ઇચ્છે છે એવી જ બીજાને પણ આપવી.
કુટુંબોમાં આજે ક્યાંય આ જાતનું વિચાર-સ્વાતંત્ર્ય દેખાતું નથી. પિતા અને પુત્રની વચ્ચે, સાસુ અને વહુની વચ્ચે, રાજ્ય અને પ્રજાની વચ્ચે આ કેળવાવું જોઈએ. આ જગતમાં કોઈના ઉપર જોહુકમી ચાલી શકતી નથી. છતાંય બે જ જણા આ સહે છે – એક તો નિર્માલ્ય હોય તે, અને બીજા ક્ષમાવાન ધર્મી લોકો. પણ આવા ધર્મી લોકો જગતમાં ઘણા ઓછા હોય છે.
વિચારો કે પાંચ-પાંચ દીકરાએ પણ માબાપને રડવાની દશા શાથી આવે છે ? કારણ એ કે સૌ સમાધાનથી, સમજીને આનંદથી સાથે રહી શકતા નથી. કુટુંબમાં દરેકને વિચાર પ્રગટ કરવાની તક મળવી જોઈએ. બળજબરીથી નહિ, પણ ધીમે ધીમે સમજાવટથી ફેરફારો લાવી શકાય. જ્યાં સુધી સામી વ્યક્તિના મનનું સમાધાન તમે કરાવી ન શકો ત્યાં સુધી બહારની બળજબરી નકામી છે.
આમ વિચારની ઉદારતા અત્યંત આવશ્યક છે. આનું નામ જ સ્યાદ્વાદ. જીવનના દરેક અંગમાં આ સ્યાદ્વાદની સમીક્ષા છે. એ કાંઈ માત્ર શાસ્ત્રની વાત નથી; એને તો જીવનના પ્રત્યેક આચાર સાથે સંબંધ છે. બાકી તો જે શાસ્ત્ર માણસને પ્રેરણા ન આપે, જે એના જીવનમાં વણાઈ જાય નહિ એ શાસ્ત્ર, જીવંત જીવન માટે નકામું છે. એટલે જ્ઞાનીઓએ શાસ્ત્રમાં જે કહ્યું છે એને આચારમાં ઉતારી આપણે એનો પૂરો લાભ લેવાનો છે. અરસપરસના વિચારોમાં
પ૬ ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org