________________
સમય થવાથી નમાજ પઢતો હોય છે. બાઈ તો તેની ધૂનમાં છે. તે મસ્તાની બની છે. તેને ખબર નથી કે બાદશાહ શું કરી રહ્યા છે ? એ તો ધૂનમાં ગાલીચા પર પગ મૂકીને ચાલી જાય છે. તેનાં ધૂળવાળાં પગલાં ગાલીચા પર પડ્યાં, એટલે અકબરે નમાજ પઢતાં મગજ ગુમાવ્યું. તેણે ચોકીદારોને હુકમ કર્યો કે તે પાછી ફરે ત્યારે પકડીને, મારી પાસે એને હાજર કરજો. પતિના દર્શન કરી એ પાછી ફરે છે. એનું મન પ્રસન્ન થયું છે. હુકમ પ્રમાણે માણસોએ કહ્યું : ‘બાઈ, તને બાદશાહ અકબર બોલાવે છે.' તે બાદશાહની સન્મુખ આવી ઊભી રહી. બાદશાહે પૂછ્યું : ‘આ ગાલીચા પર પગ મૂકી જનાર તું હતી ?' તેણે કહ્યું : ‘જહાંપનાહ ! મને ખબર નથી. કદાચ હું પણ હોઈશ. હું પ્રેમદીવાની હતી. તે સમયે મેં આપને ન જોયા. મારા મનનો કબજો ત્યારે મારા દિલના બાદશાહે લઈ લીધો હતો. મારા સમગ્ર ચૈતન્યનું અસ્તિત્વ મારા પ્રિયતમ એવા મા૨ા પતિમાં હતું. મને માફ કરો.' પણ હું આપને એક વાત પૂછું : “તે સમયે આપ શું કરતા હતા ?' બાદશાહ કહે : ‘નમાઝ પઢતો હતો.'' “નમાઝ કોની ? ભગવાનનીં ? અલ્લાહની ? અને તેમ છતાં તમે મને જોઈ ? અરે, એક માટીના માનવીમાં મસ્તાની બનેલી હું, આપના જેવા બાદશાહને પણ ના જોઈ શકી, અને તમે ભગવાનમાં મગ્ન હોવા છતાં, મારા જેવી એક સામાન્ય સ્ત્રીને જોઈ ! તો પછી હું કેમ માનું કે આપ ત્યારે નમાઝ પઢતા હતા ?'' આ સાંભળી બાદશાહ વિચારવા લાગ્યા : ‘ખરે જ મારું અંતર, હજી ભક્તિથી ધોવાયું નથી.' સાબુ-પાણી ચોખ્ખાં હોય તો જેમ કપડામાં મેલ રહે નહિ, તેમ ભક્તિની આરાધના આજે બહુ ઓછી દેખાય છે. સાચી ભક્તિ હોય તો પ્રસાદ વેચાય નહિ, પણ વહેંચાય ! ભક્તિ એ તો હૃદયને ધોઈ, મનને શુદ્ધ કરવાને માટે છે. આવી ભક્તિ આવે તો જ્ઞાન, ભક્તિ અને કર્મનો મેળ મળે. તો જીવન આ ત્રિવેણીના સંગમથી પ્રયાગ બની જાય છે.
અકબર બાદશાહે બાઈને સોનાનો હાર આપતાં કહ્યું : બાઈ, તારામાં જેવી પતિભક્તિ છે તેવી મારામાં પ્રભુભક્તિય નથી'
સુરદાસ રડી રહ્યા છે. હાથમાં આવેલું ગયું, પણ રડતાં રડતાં અને એક વિચાર આવ્યો : ગયું : પણ ક્યાં ગયું ? હાથ મરડીને ગયું ? સુરદાસ ભગવાનને કહે છે :
‘હાથ મરોડ કે જાત હો, દુર્બલ જાને મોય; અંતર મેં સે જો ખસો, તો મર્દ બકુ મેં તોય.'
ભગવાન ! તમે બળવંત છો; હું નબળો છું. આપ પર્વતને અંગૂઠાથી
Jain Education International
૨૫૮ * ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
www.jainelibrary.org