________________
તો બીજી શક્તિ કઈ ? સત્તા ? એ ધારે તેને ઊંચે ચડાવે છે અને ધારે તેને નીચે ફગાવે છે; પણ એ ન ભૂલશો કે કર્તા અને અકર્તા માણસ પોતે નથી; એનું પુણ્ય છે. મુસોલિની અને હિટલર જેવાની સત્તા પણ પળ વારમાં એમના હાથમાંથી સરકી ગઈ અને તેમને ભૂંડા મોતે મરવું પડ્યું, એ આપણી સામેનો ઇતિહાસ છે.
ત્રીજી શક્તિ દેહબળની છે. વ્યાધિ દેહમાં નથી આવ્યો ત્યાં સુધી માણસ જોર કરી શકે છે, પણ રોગ આવતાં એ નિર્માલ્ય બની જાય છે. સશક્ત હોય છતાં હૃદયવ્યાધિમાં એ ઊડી જાય છે; સવારે હતો તે સાંજે નથી દેખાતો; ત્યારે એવા દેહને જોરે પણ કૂદવું શું ?
ત્યારે આ ત્રણ કરતાં જે વધુ શક્તિશાળી છે તે આપણા સદ્ગુણો છે. સંપત્તિ, સત્તા અને શરીરબળ કદાચ ચાલ્યાં જશે, પણ સદ્ગુણોનો ખજાનો હશે તો એના પર તમે કદાચ મુસ્તાક રહી શકશો.
માટે આ ત્રણેય ચપળ શક્તિઓને સ્થાને, આપણને ત્રણ સદ્દગુણોની શક્તિ ખીલવવાનો આદેશ મળ્યો છે. એ ત્રણ એટલે દાન, વિનય અને શીયળ.
જે લોકપ્રિય ધર્મીમાં આ ત્રણ ગુણ હોય છે તે કાયમને માટે લોકપ્રિય રહે છે. એ મૃત્યુ પામવા છતાં, સમાજમાં અમર રહી જાય છે. કહ્યું છે કે :
“મરના ભલા હૈ ઉસકા જો અપને લિયે જિયે,
જિતે હૈં વે જો મર ચૂકે ઇન્સાન કે લિયે.” જેઓ બીજાને ખાતર સેવા કરતાં મરે છે તે સાચા લોકપ્રિય સેવકો છે. એમની સ્મૃતિ રહે છે – એમનાં કામોથી, એમના સગુણોથી.
- તમારી સંપત્તિ, સત્તા અને શરીરને કાળ વાપરે તે પહેલાં તમે એ વસ્તુઓને સન્માર્ગે વાપરી દો. તમે જો વપરાઈ જશો તો જ તમારી ઉદારતા અમર રહેશે. પછી લોકો કહેશે કે એ તો હૈયાની ઉદારતામાં દિલનો બાદશાહ હતો. આપણાં તન, મન અને ધન આપણે આમ ઉદારતાથી વાપરવાનાં છે. ચિત્તની ઉદારતા જેનામાં છે તે આ કરવાનો; કંજૂસ એને સાચવી રાખવાનો. આવા ઉદાર લોકોની પાછળ જ સમાજનાં સાચાં આંસુઓ વહે છે.
માટે આપણું જીવન એવું બનવું જોઈએ કે જેથી આપણી સ્મૃતિ પાછળ બે જણ આંસુ સારે. તમારા જીવનની સુવાસ તમે એમ જ પાછળ મૂકી જઈ શકશો.
જે માણસે જીવનભર બીજાનું લૂંટ્યું છે, તે હસતો નથી જઈ શકતો; જેણે જીવનમાં આપ્યું છે એ જ હસતો જવાનો છે; અને એવાની પાછળ જ જગત
૬૬ 5 ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org