________________
નહિ; એ વૃત્તિ કેળવવી જોઈએ. આ એક અનિવાર્ય અને આવશ્યક સદ્ગણ છે.
આવી પાપભીરુતા જીવનમાં સ્વાભાવિક થવી જોઈએ; તો જ ગોળ અને ખોળનો ભેદ માણસ જોઈ શકશે.
આવા પાપભીરુ માણસનો એક દાખલો જોઈએ. એક વખત એક માણસ રસ્તામાં ભીખ માગતો, ભૂખ્યો ફરતો હતો. સામેથી એક બીજો માણસ ત્યાં એને મળ્યો. પેલાને ભૂખ્યો જાણી, બીજા માણસે એને ખીસામાંથી મૂઠીઓ ભરીને ચણા-મમરા આપ્યા અને તે ચાલ્યો ગયો.
પેલો જ્યાં ચણા-મમરા ખાવા જાય છે ત્યાં તો અંદરથી એક સોનામહોર નીકળી ! એ તો ગરીબાઈથી પીડાતો હતો એટલે થયું કે હાશ ! સારું થયું.
પણ બીજી જ પળે એનો આત્મા પોકારી ઊઠ્યો; કારણ કે એ પાપભીરુ હતો. એનો આત્મા બોલ્યો, “અલ્યા, તને તો ચણા-મમરા ભેટ આપેલા છે; સોનામહોર નહિ. એ સોનામહોર તારી નથી.” એક બાજુથી એને એ લેવાનું મન થાય છે; બીજા બાજુ પાપભીરુતાથી એને એ અયોગ્ય લાગે છે.
માણસ માત્રને આવાં બે જાતનાં મન હોય છે – એક જાગ્રત મન અને બીજું અજાગ્રત મન. સમજણ ભરેલું મન સૂચવે, ખરાબ કામ સામે બળવો કરે; બીજું મન લેવાનું કહે. એ જણાવે કે તને સોનામહોર આપી દીધી એમાં વાંક ને પ્રમાદ પેલાનો. આમ સ્થળ મન લેવાનું કહે; સૂક્ષ્મ અને જાગ્રત મન આપી દેવાનું કહે. આમ માણસના અંતરમાં યુદ્ધ શરૂ થાય છે.
આખી રાત પેલાના અંતરમાં આ ઠંદ્ર ચાલ્યું. એને ચેન ન પડ્યું. સવારે એ ફરવા નીકળ્યો ત્યાં પેલો માણસ એને સામે મળ્યો. એણે પૂછ્યું, “કેમ ભાઈ ! આજેય તારે ચણા-મમરા જોઈએ છે ?”
પેલાએ કહ્યું, “ના, આજે તો આ તમારી સોનામહોર હું તમને પાછી આપવા આવ્યો છું.”
“કેમ, તને રાખવાનું મન ન થયું ?” પેલાએ પ્રશ્ન પૂછ્યો.
હા, થયું હતું પણ એની વાત જવા દો. કાલે તો એ માટે મારા ઘરમાં ભારે ઝઘડો થઈ ગયો.”
કોની સાથે ? તું તો કહેતો હતો ને કે – તું એકલો જ છે.”
ઘરની કોઈ વ્યક્તિ સાથે નહિ, પણ મારા અંતરના ઓરડામાં ઝઘડો થઈ ગયો. અંદરથી આત્મા જાગ્યો અને આ કજિયો પણ જાગ્યો. મને કહે કે રાખ અને આત્મા કહે કે આપી દે. મારે આજે આ સોનામહોર તમને પાછી આપી દઈને મારી અંદરનો એ ઝઘડો પતાવવો છે.”
પેલો આ સાંભળી ખુશ થઈ ગયો. એ કહે છે કે, તું આવો ગરીબ છતાં
૭૬ ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org