________________
અંતરનો કેવો જાગ્રત છે ! તું હવે મારી સાથે ચાલ. જેનો આત્મદીપ જાગેલો હોય એવો મારે મિત્ર જોઈતો હતો ને એવો તું આજે મને મળી ગયો.
આજે આપણા જીવનમાં આપણને આમ ચેતવનાર અને સૂચવનાર કોઈ નથી; આંતરમનનેય આપણે આજે મૂંગું કરી દીધું છે; આ દશા છે.
આજે આપણે આત્માનો એ અવાજ સાંભળવા જ તૈયાર નથી હોતા; બાકી પ્રકાશ ધરતો અવાજ તો મળે છે જ. એને માટેનું સુંદર દૃષ્ટાંત ‘પર્વત ઉપર પ્રવચન' (Sermon on the Mount)માં ઈશુએ બતાવ્યું છે.
એક બાઈથી કાંઈ અનાચાર થઈ ગયેલો. ત્યારે ત્યાં નિયમ હતો કે એવી વ્યક્તિને લોકો ભેગા થઈ પથ્થરે પથ્થરે મારે. આ બાઈને એ જ પ્રમાણે મારવા સૌ તૈયાર થયા. બાઈ મૂઠીઓ વાળીને નાઠી. દોડતાં દોડતાં એ એક ટેકરી પાસે આવી. ત્યાં એક સાધુ ઝૂંપડીમાં ૨હે. બાઈ ત્યાં આવી અને ઝૂંપડીમાં ભરાઈ ગઈ અને લોકો એને મારવા આવે છે, એની વાત એણે પેલા સાધુને કહી, અને કરગરતી ને અશ્રુ પાડતી જીવનદાન ને રક્ષણ માગવા લાગી.
સાધુ જોઈ ગયા કે એનાથી અનાચાર થઈ ગયો હશે, પણ હવે એ હૃદયથી ઊંડો પશ્ચાત્તાપ કરે છે. લોક કદાચ લપટાઈને પડી જાય જેમ કેળાંની છાલથી; એમાં કેટલીક વાર પડનારાની ઇચ્છા નથી હોતી; માત્ર સંજોગો એને લપસાવી નાખે છે.
જ્ઞાનીઓ આ ભેદ જુએ છે ને તેથી ભૂલ કરનાર પ્રત્યે કરુણા વહાવે છે. એમના અંતરમાં ખૂની પ્રત્યે પણ કરુણા, દયા, ક્ષમા હોય છે. કારણ, માનવ આખરે માનવ છે; નબળાઈમાં પડેલો છે. ક્યાંક ચીકાશ મળતાં લપસ્યો હશે. મહાત્માઓ-સાધુઓ એ જુએ છે ને એને ક્ષમા આપે છે. બાકી તો બહુ ઓછા લોકો વાતાવ૨ણ, સંજોગો ઉપર પગ મૂકીને ચાલી શકે એવા બળવાન હોય છે. આમ જીવવું એ ખરેખર અધૂરું પણ છે.
સાધુએ જોયું કે આને સુધરવું તો છે જ. એના અંતરમાં સાચો પશ્ચાત્તાપ જાગ્યો હતો. ઉદાત્ત ભાવનામાંથી, દૈવી ભૂમિકામાંથી આવેલું ઝરણું વહે તો માણસ આમ પુણ્યશાળી થઈ શકે.
Jain Education International
-
આ બાઈનું મોં પડી ગયું હતું. એને અંતરે દુઃખ હતું. સંજોગોના દબાણથી જ એણે અનાચાર કરેલો, પણ હવે એને વિષાદ જાગ્યો છે, એ પેલા સાધુએ જોઈ લીધું. સાધુએ બાઈને કહ્યું કે તું અભય ૨હે; તું ચિંતા ન કરતી. ઢેફાં, પથ્થરો અને લાકડીઓ લઈને લોકો જ્યારે ઝૂંપડી પાસે આવ્યા ત્યારે સાધુએ એમને શાન્તિથી સાંભળ્યા; પછી એમને કહ્યું કે તમને લાગતું હોય કે આ બાઈ ભ્રષ્ટ છે તો ભલે તમે એને મારજો, પણ તે પહેલાં એક શરત
ધર્મરત્નનાં અજવાળાં * ૭૭
For Private & Personal Use Only
--
www.jainelibrary.org