________________
આવું જીવન આપણે નહિ બનાવીએ ત્યાં સુધી માનવસમાજ ઊંચો નહિ આવે. અને સમાજ જો ખરાબ હશે તો, ગરમ તવા પર પાણીનાં ટીપાં પડતાં જેમ છમ બોલી ઊડી જાય છે એમ, ધર્મનાં અમૃતબિંદુઓ એવા સમાજ ઉપર પડતાં જ તે બળી જશે.
માટે આપણું કાર્ય એ છે કે સમાજને સુંદર બનાવવો જિંદગીમાં આવી દીવાલોના અંતરાયો બહુ ખરાબ છે. એ હંમેશાં માણસને નડે છે. એ દીવાલ તૂટી જાય તો જ બધું બરાબર દેખી શકાય. ખાનગી અને જાહેર એવા વિભાગો આપણા જીવનમાં આડી આવતી દીવાલો છે. એટલા માટે જ્ઞાનીઓએ આપણને કહ્યું કે તમે જીવન એવું બનાવો કે એકાંતમાં કે બહાર જ્યાં હો ત્યાં કોઈ જાતનો વાંધો જ ન આવે. જ્ઞાનીઓના આવાં વાક્યો ટૂંકાં હોય છે પણ એમાં ઘણો મર્મ અને અર્થ ભરેલો હોય છે; એની ઉપર આપણે ચિંતન કરવું જોઈએ. જો તમે બરાબર જીવન ગાળતા હશો તો એકાંતમાં કે જાહેરમાં, તમે બોલતા હશો ત્યારે બીજાને જોઈ તમારે વાત બદલવી નહિ પડે. પછી તો તમને થશે કે એને બદલે ભલે બે-ચાર જણ તમારી વાર્તા સાંભળે. આપણે જોઈએ છીએ કે દીવાની એક જ્યોતમાં જ્યારે બીજી જ્યોત જોડાય છે ત્યારે એ બે અથડાતી નથી. પણ એકબીજામાં એ મળી જાય છે. આ પ્રમાણે જે જ્યોતિ તમારામાં છે એમાં બીજી જ્યોતિ મળે તો તમારી જ્યોતિ પણ વધે છે. પણ જો જીવનમાં આવી જ્યોત ન હોય તો તમારે વાત કરતાં બીજાને જોઈ પાટા બદલવા પડે છે. એમાંથી પછી મનની ખેંચતાણ વધે છે. હું પૂછું છું કે તમે ક્યાં સુધી આમ પરાયા લોકોની ટીકાની બીકમાં જીવશો ? જીવનના આવા બે કૃત્રિમ વિભાગોને છોડી તમારી જાતને ધ્યાનમાં લ્યો અને બેઉ સ્થળે એક જ રીતે વર્તો, તો જીવનમાં કશી મુશ્કેલી નહિ લાગે.
તમારા આત્મા માટે વધારે વિચાર કરવા માંડો તો જીવનનો તમારો અંધકાર ટળશે અને પ્રકાશ આવશે. જીવનને સમગ્ર રાખો; એના વિભાગ ન પાડો. જેમ દોરામાં વચ્ચે ગાંઠ હોય તો સોય ત્યાં અટકી જાય છે. તેમ, જીવનમાં ધર્મરૂપી સોય છે તે આવા વિભાગોની ગાંઠ આવતાં અટકી જાય છે. પછી એવી ગાંઠ ખૂલે નહિ ત્યાં સુધી માણસનું જીવન આગળ નહિ વધી શકે. તમારી વાતમાં, જાહેર-ખાનગીના આવા બે વિભાગ ન હોય. તમે જે એકને કહો તે જ જગતને કહો; જગતને કહો તે એકને કહો. આવું થશે તો તમને ખૂબ મજા આવશે એ પછી ગમે ત્યારે બીક વગર બોલી શકશો.
આજે તો છછૂંદરના જેવાં માણસોના જીવન બની ગયાં છે. એવા લોકો તો દરમાં જ પડ્યા રહે છે. પણ યાદ રાખો કે આપણે તો મનુષ્ય છીએ. જો
Jain Education International
-
ધર્મરત્નનાં અજવાળાં ૧૪૯
For Private & Personal Use Only
www.jainelibrary.org